અલ-કુરઆન

1

Al-Fatiha

سورة الفاتحة


بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ ﴿۱﴾

(૧) અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે.

اَلۡحَمۡدُ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ۙ﴿۲﴾

(૨) તમામ વખાણ અલ્લાહને જ માટે છે, જે તમામ દુનિયાઓનો પાલનહાર છે.

الرَّحۡمٰنِ الرَّحِیۡمِ ۙ﴿۳﴾

(૩) જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે.

مٰلِکِ یَوۡمِ الدِّیۡنِ ؕ﴿۴﴾

(૪) જે બદલાના દિવસનો માલિક છે.

اِیَّاکَ نَعۡبُدُ وَ اِیَّاکَ نَسۡتَعِیۡنُ ؕ﴿۵﴾

(૫) અમે તારીજ ઇબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ ચાહીએ છીએ.

اِہۡدِ نَا الصِّرَاطَ الۡمُسۡتَقِیۡمَ ۙ﴿۶﴾

(૬) તું અમને સીધા માર્ગ ઉપર કાયમ રાખ.

صِرَاطَ الَّذِیۡنَ اَنۡعَمۡتَ عَلَیۡہِمۡ ۙ۬ غَیۡرِ الۡمَغۡضُوۡبِ عَلَیۡہِمۡ وَ لَا الضَّآلِّیۡنَ ٪﴿۷﴾

(૭) તેઓના માર્ગ પર જેને તે નેઅમત આપી છે, ન તેઓ પર (તારો) ગઝબ થયો છે, અને ન તેઓ ગુમરાહ થયા છે.