અલ-કુરઆન

90

Al-Balad

سورة البلد


لَاۤ اُقۡسِمُ بِہٰذَا الۡبَلَدِ ۙ﴿۱﴾

(૧) આ શહેરની કસમ:

وَ اَنۡتَ حِلٌّۢ بِہٰذَا الۡبَلَدِ ۙ﴿۲﴾

(૨) એ શહેર કે જેમાં તુ વસે છો,

وَ وَالِدٍ وَّ مَا وَلَدَ ۙ﴿۳﴾

(૩) અને વાલિદ અને તેના ફરઝંદની કસમ:

لَقَدۡ خَلَقۡنَا الۡاِنۡسَانَ فِیۡ کَبَدٍ ؕ﴿۴﴾

(૪) ખરેખર અમોએ ઇન્સાનને સખ્તીમાં પેદા કર્યો?!

اَیَحۡسَبُ اَنۡ لَّنۡ یَّقۡدِرَ عَلَیۡہِ اَحَدٌ ۘ﴿۵﴾

(૫) શું તે એમ ધારે છે કે તેના પર કોઇપણ કાબૂ હાંસિલ નહિ કરે?!

یَقُوۡلُ اَہۡلَکۡتُ مَالًا لُّبَدًا ؕ﴿۶﴾

(૬) તે કહે છે કે મેં ઘણો બધો માલ બરબાદ કર્યો છે!

اَیَحۡسَبُ اَنۡ لَّمۡ یَرَہٗۤ اَحَدٌ ؕ﴿۷﴾

(૭) શું તે એમ ધારે છે કે તેને કોઇએ જોયો નથી?!

اَلَمۡ نَجۡعَلۡ لَّہٗ عَیۡنَیۡنِ ۙ﴿۸﴾

(૮) શું અમોએ તેના માટે બે આંખો નથી બનાવી:

وَ لِسَانًا وَّ شَفَتَیۡنِ ۙ﴿۹﴾

(૯) અને એક જીભ તથા બે હોઠ ?!

10

وَ ہَدَیۡنٰہُ النَّجۡدَیۡنِ ﴿ۚ۱۰﴾

(૧૦) અને અમોએ તેને નેકી અને બૂરાઇના રસ્તાની હિદાયત આપી!

11

فَلَا اقۡتَحَمَ الۡعَقَبَۃَ ﴿۫ۖ۱۱﴾

(૧૧) પછી તે ઘાટ પરથી પસાર ન થયો!

12

وَ مَاۤ اَدۡرٰىکَ مَا الۡعَقَبَۃُ ﴿ؕ۱۲﴾

(૧૨) અને તું નથી જાણતો કે આ ઘાટ કંઇ ચીઝ છે!

13

فَکُّ رَقَبَۃٍ ﴿ۙ۱۳﴾

(૧૩) કોઇ ગરદનને આઝાદ કરાવવી (ગુલામ આઝાદ કરવો) :

14

اَوۡ اِطۡعٰمٌ فِیۡ یَوۡمٍ ذِیۡ مَسۡغَبَۃٍ ﴿ۙ۱۴﴾

(૧૪) અથવા ભૂખના દિવસે જમાડવું:

15

یَّتِیۡمًا ذَا مَقۡرَبَۃٍ ﴿ۙ۱۵﴾

(૧૫) કોઇ રીશ્તેદાર યતીમને :

16

اَوۡ مِسۡکِیۡنًا ذَا مَتۡرَبَۃٍ ﴿ؕ۱۶﴾

(૧૬) અથવા કોઇ નાદાર મિસ્કીનને.

17

ثُمَّ کَانَ مِنَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ تَوَاصَوۡا بِالصَّبۡرِ وَ تَوَاصَوۡا بِالۡمَرۡحَمَۃِ ﴿ؕ۱۷﴾

(૧૭) પછી તે એવા લોકોમાં દાખલ થઇ જા કે જેઓ ઇમાન લાવ્યા અને એકબીજાને સબ્ર અને મહેરબાનીની સિફારીશ કરે છે.

18

اُولٰٓئِکَ اَصۡحٰبُ الۡمَیۡمَنَۃِ ﴿ؕ۱۸﴾

(૧૮) એ જ લોકો ખુશનસીબ છે.

19

وَ الَّذِیۡنَ کَفَرُوۡا بِاٰیٰتِنَا ہُمۡ اَصۡحٰبُ الۡمَشۡـَٔمَۃِ ﴿ؕ۱۹﴾

(૧૯) અને જેમણે અમારી આયતોનો ઇન્કાર કર્યો તેઓ બદનસીબ છે.

20

عَلَیۡہِمۡ نَارٌ مُّؤۡصَدَۃٌ ﴿٪۲۰﴾

(૨૦) તેઓ ઉપર આગ છવાયેલ છે!