An-Najm
سورة النجم
اِنۡ ہِیَ اِلَّاۤ اَسۡمَآءٌ سَمَّیۡتُمُوۡہَاۤ اَنۡتُمۡ وَ اٰبَآؤُکُمۡ مَّاۤ اَنۡزَلَ اللّٰہُ بِہَا مِنۡ سُلۡطٰنٍ ؕ اِنۡ یَّتَّبِعُوۡنَ اِلَّا الظَّنَّ وَ مَا تَہۡوَی الۡاَنۡفُسُ ۚ وَ لَقَدۡ جَآءَہُمۡ مِّنۡ رَّبِّہِمُ الۡہُدٰی ﴿ؕ۲۳﴾
(૨૩) આ બધા તે નામો છે જે તમોએ અને તમારા બાપદાદાઓએ નક્કી કર્યા છે, અલ્લાહે તેમના માટે કંઇ દલીલ નાઝિલ નથી કરેલ, હકીકતમાં તેઓ પોતાના ગુમાન અને ખ્વાહિશાત (મનમાની)ની પેરવી કરે છે એવી હાલતમાં કે તેમના પરવરદિગાર તરફથી હિદાયત આવી ચૂકી છે.
وَ کَمۡ مِّنۡ مَّلَکٍ فِی السَّمٰوٰتِ لَا تُغۡنِیۡ شَفَاعَتُہُمۡ شَیۡئًا اِلَّا مِنۡۢ بَعۡدِ اَنۡ یَّاۡذَنَ اللّٰہُ لِمَنۡ یَّشَآءُ وَ یَرۡضٰی ﴿۲۶﴾
(૨૬) અને આસમાનોમાં કેટલા એવા ફરિશ્તા છે કે જેમની શફાઅત કોઇને પણ કામ નથી આવતી, સિવાય એ પછી કે અલ્લાહ જેના માટે ચાહે અને જેનાથી રાજી હોય અને (શફાઅતની) રજા આપે.
وَ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ۙ لِیَجۡزِیَ الَّذِیۡنَ اَسَآءُوۡا بِمَا عَمِلُوۡا وَ یَجۡزِیَ الَّذِیۡنَ اَحۡسَنُوۡا بِالۡحُسۡنٰی ﴿ۚ۳۱﴾
(૩૧) અને ઝમીન અને આસમાનોમાં જે કાંઇ છે તે અલ્લાહ માટે છે જેથી ખરાબ અમલ કરવાવાળાઓને તેની સજા આપે અને સારા અમલ કરવાવાળાઓને તેનો નેક બદલો આપે!
اَلَّذِیۡنَ یَجۡتَنِبُوۡنَ کَبٰٓئِرَ الۡاِثۡمِ وَ الۡفَوَاحِشَ اِلَّا اللَّمَمَ ؕ اِنَّ رَبَّکَ وَاسِعُ الۡمَغۡفِرَۃِ ؕ ہُوَ اَعۡلَمُ بِکُمۡ اِذۡ اَنۡشَاَکُمۡ مِّنَ الۡاَرۡضِ وَ اِذۡ اَنۡتُمۡ اَجِنَّۃٌ فِیۡ بُطُوۡنِ اُمَّہٰتِکُمۡ ۚ فَلَا تُزَکُّوۡۤا اَنۡفُسَکُمۡ ؕ ہُوَ اَعۡلَمُ بِمَنِ اتَّقٰی ٪﴿۳۲﴾
(૩૨) બેશક તારો પરવરદિગાર (તેઓ પ્રત્યે) વિશાળ મગફેરતવાળો છે કે જેઓ ગુનાહે કબીરા અને બેશરમીની વાતોથી બચતા રહે છે સિવાય કે અમુક નાની ભૂલો; તે તમને એ સમયથી જાણે છે જયારે તેણે તમને ઝમીનમાંથી પેદા કર્યા ત્યારે તમે માના પેટમાં (રહેમમાં) જનીન સ્વરૂપે હતા, માટે પોતાની જાતને વધારે પાકીઝા ન સમજો; તે પરહેઝગારોને સારી રીતે ઓળખે છે.