سورة النازعات
وَ النّٰزِعٰتِ غَرۡقًا ۙ﴿۱﴾
(૧) કસમ (ફરિશ્તાઓની) જેઓ (ગુનેહગારના શરીરમાંથી રૂહને) સખ્તી સાથે ખેંચે છે,
وَّ النّٰشِطٰتِ نَشۡطًا ۙ﴿۲﴾
(૨) અને (મોઅમીનોની રૂહ) સહેલાઇથી કાઢે છે,
وَّ السّٰبِحٰتِ سَبۡحًا ۙ﴿۳﴾
(૩) અને કસમ તેઓની કે જેઓ (જવાબદારી અદા કરવા) ઝડપથી આગળ વધે છે,
فَالسّٰبِقٰتِ سَبۡقًا ۙ﴿۴﴾
(૪) પછી એકબીજા ઉપર પહેલ કરે છે,
فَالۡمُدَبِّرٰتِ اَمۡرًا ۘ﴿۵﴾
(૫) પછી (બંદાના) કામોની તદબીર કરે છે!
یَوۡمَ تَرۡجُفُ الرَّاجِفَۃُ ۙ﴿۶﴾
(૬) તે દિવસે ડરામણા કંપ દરેક ચીઝને કંપાવશે,
تَتۡبَعُہَا الرَّادِفَۃُ ؕ﴿۷﴾
(૭) તે પછી બીજો ડરામણો બનાવ બનશે,
قُلُوۡبٌ یَّوۡمَئِذٍ وَّاجِفَۃٌ ۙ﴿۸﴾
(૮) તે દિવસે દિલો સખત પરેશાન છે,
اَبۡصَارُہَا خَاشِعَۃٌ ۘ﴿۹﴾
(૯) તેઓની આંખો ડરને લીધે જૂકેલી છે!
یَقُوۡلُوۡنَ ءَاِنَّا لَمَرۡدُوۡدُوۡنَ فِی الۡحَافِرَۃِ ﴿ؕ۱۰﴾
(૧૦) (પરંતુ આજે) નાસ્તિકો કહે છે કે શું અમે (મર્યા પછી) ફરીવાર જીવંત થાશું?!
ءَ اِذَا کُنَّا عِظَامًا نَّخِرَۃً ﴿ؕ۱۱﴾
(૧૧) શું જયારે અમે સડી ગયેલા હાડકાં થઇ જશુ ત્યારે?!
قَالُوۡا تِلۡکَ اِذًا کَرَّۃٌ خَاسِرَۃٌ ﴿ۘ۱۲﴾
(૧૨) તેઓ કહે છે કે આ રીતે (સજીવન થવુ) નુકસાનકારક છે!
فَاِنَّمَا ہِیَ زَجۡرَۃٌ وَّاحِدَۃٌ ﴿ۙ۱۳﴾
(૧૩) આ (સજીવન થવુ) ફકત એક (ડરામણી) ચીસ છે!
فَاِذَا ہُمۡ بِالسَّاہِرَۃِ ﴿ؕ۱۴﴾
(૧૪) પછી તરત જ મેદાને હશરમાં હાજર થશે.
ہَلۡ اَتٰىکَ حَدِیۡثُ مُوۡسٰی ﴿ۘ۱۵﴾
(૧૫) શું તારી પાસે મૂસાની ખબર આવી છે?
اِذۡ نَادٰىہُ رَبُّہٗ بِالۡوَادِ الۡمُقَدَّسِ طُوًی ﴿ۚ۱۶﴾
(૧૬) જયારે તેના પરવરદિગારે તેને તૂવાની મુકદ્દસ વાદીમાં પોકાર્યો કે
اِذۡہَبۡ اِلٰی فِرۡعَوۡنَ اِنَّہٗ طَغٰی ﴿۫ۖ۱۷﴾
(૧૭) ફિરઔન પાસે જા, કે તેને સરકશી કરેલ છે!
فَقُلۡ ہَلۡ لَّکَ اِلٰۤی اَنۡ تَزَکّٰی ﴿ۙ۱۸﴾
(૧૮) તેને કહે કે શું તુ પાક થવા ચાહે છો?
وَ اَہۡدِیَکَ اِلٰی رَبِّکَ فَتَخۡشٰی ﴿ۚ۱۹﴾
(૧૯) અને હું તને તારા પરવરદિગાર તરફ હિદાયત કરૂં જેથી તું (તેની નાફરમાનીથી) ડરે?!
فَاَرٰىہُ الۡاٰیَۃَ الۡکُبۡرٰی ﴿۫ۖ۲۰﴾
(૨૦) પછી તે (મૂસા)એ એ (ફિરઓન)ને મોટી નિશાની દેખાડી.
فَکَذَّبَ وَ عَصٰی ﴿۫ۖ۲۱﴾
(૨૧) પરંતુ તેણે જૂઠલાવી અને નાફરમાની કરી.
ثُمَّ اَدۡبَرَ یَسۡعٰی ﴿۫ۖ۲۲﴾
(૨૨) પછી તે મોઢું ફેરવી અને (દીનને મિટાવવાની) કોશિશ કરી!
فَحَشَرَ فَنَادٰی ﴿۫ۖ۲۳﴾
(૨૩) પછી તેણે (જાદુગરોને) ભેગા કર્યા, અને (લોકોને) અવાજ આપી:
فَقَالَ اَنَا رَبُّکُمُ الۡاَعۡلٰی ﴿۫ۖ۲۴﴾
(૨૪) અને કહ્યું કે હું તમારો સૌથી મોટો પરવરદિગાર છું!
فَاَخَذَہُ اللّٰہُ نَکَالَ الۡاٰخِرَۃِ وَ الۡاُوۡلٰی ﴿ؕ۲۵﴾
(૨૫) માટે અલ્લાહે તેને દુનિયા અને આખેરતના અઝાબમાં જકડી લીધો.
اِنَّ فِیۡ ذٰلِکَ لَعِبۡرَۃً لِّمَنۡ یَّخۡشٰی ﴿ؕ٪۲۶﴾
(૨૬) બેશક આ કિસ્સામાં (અલ્લાહથી) ડરવાવાળાઓ માટે એક ઇબ્રત છે.
ءَاَنۡتُمۡ اَشَدُّ خَلۡقًا اَمِ السَّمَآءُ ؕ بَنٰہَا ﴿ٝ۲۷﴾
(૨૭) તમારી (મોત પછી) ખિલકત વધારે મુશ્કીલ છે કે આસમાનની કે જેને તેણે બનાવ્યું ?
رَفَعَ سَمۡکَہَا فَسَوّٰىہَا ﴿ۙ۲۸﴾
(૨૮) તેણે તે આસમાનને ઊંચુ કર્યુ અને તેને સમતલ કર્યુ.
وَ اَغۡطَشَ لَیۡلَہَا وَ اَخۡرَجَ ضُحٰہَا ﴿۪۲۹﴾
(૨૯) તેની રાતને અંધારી અને દિવસને રોશન બનાવ્યો.
وَ الۡاَرۡضَ بَعۡدَ ذٰلِکَ دَحٰىہَا ﴿ؕ۳۰﴾
(૩૦) અને ત્યારબાદ ઝમીનને પાથરી,
اَخۡرَجَ مِنۡہَا مَآءَہَا وَ مَرۡعٰہَا ﴿۪۳۱﴾
(૩૧) પછી તેમાંથી તેણે પાણી અને ચરવાની જગ્યા બહાર કાઢી.
وَ الۡجِبَالَ اَرۡسٰہَا ﴿ۙ۳۲﴾
(૩૨) અને પહાડોને જડી દીધા!
مَتَاعًا لَّکُمۡ وَ لِاَنۡعَامِکُمۡ ﴿ؕ۳۳﴾
(૩૩) આ બધુ તમારા અને તમારા પશુઓ માટે ઉપયોગી સામાન છે.
فَاِذَا جَآءَتِ الطَّآمَّۃُ الۡکُبۡرٰی ﴿۫ۖ۳۴﴾
(૩૪) પછી જયારે ડરામણો બનાવ બનશે.
یَوۡمَ یَتَذَکَّرُ الۡاِنۡسَانُ مَا سَعٰی ﴿ۙ۳۵﴾
(૩૫) જે દિવસે ઇન્સાન પોતાની કોશિશો યાદ કરશે:
وَ بُرِّزَتِ الۡجَحِیۡمُ لِمَنۡ یَّرٰی ﴿۳۶﴾
(૩૬) અને જહીમ જોનારાઓ માટે જાહેર થશે,
فَاَمَّا مَنۡ طَغٰی ﴿ۙ۳۷﴾
(૩૭) પછી જેણે સરકશી કરેલ,
وَ اٰثَرَ الۡحَیٰوۃَ الدُّنۡیَا ﴿ۙ۳۸﴾
(૩૮) અને દુનિયાના જીવનને અગ્રતા આપેલ,
فَاِنَّ الۡجَحِیۡمَ ہِیَ الۡمَاۡوٰی ﴿ؕ۳۹﴾
(૩૯) બેશક તેનું ઠેકાણું જહીમ છે!
وَ اَمَّا مَنۡ خَافَ مَقَامَ رَبِّہٖ وَ نَہَی النَّفۡسَ عَنِ الۡہَوٰی ﴿ۙ۴۰﴾
(૪૦) અને જે પોતાના પરવરદિગારના મકામથી ડરે છે અને પોતાની જાતને (નામુનાસિબ) ખ્વાહીશાતોથી રોકે છે,
فَاِنَّ الۡجَنَّۃَ ہِیَ الۡمَاۡوٰی ﴿ؕ۴۱﴾
(૪૧) બેશક જન્નત તેનું ઠેકાણું છે!
یَسۡـَٔلُوۡنَکَ عَنِ السَّاعَۃِ اَیَّانَ مُرۡسٰہَا ﴿ؕ۴۲﴾
(૪૨) તેઓ તને (કયામતની) ઘડીના બારામાં સવાલ કરે છે કે તે કયારે આવશે ?!
فِیۡمَ اَنۡتَ مِنۡ ذِکۡرٰىہَا ﴿ؕ۴۳﴾
(૪૩) તમને તેનો સમય યાદ અપાવવાને શુ લેવા દેવા?!
اِلٰی رَبِّکَ مُنۡتَہٰىہَا ﴿ؕ۴۴﴾
(૪૪) તેનો અંજામ પરવરદિગાર તરફ છે (જેના સમયની તેના સિવાય કોઇને જાણ નથી)
اِنَّمَاۤ اَنۡتَ مُنۡذِرُ مَنۡ یَّخۡشٰہَا ﴿ؕ۴۵﴾
(૪૫) તમારી જવાબદારી ફકત તેનાથી ડરવાવાળાઓને ડરાવવાની છે!
کَاَنَّہُمۡ یَوۡمَ یَرَوۡنَہَا لَمۡ یَلۡبَثُوۡۤا اِلَّا عَشِیَّۃً اَوۡ ضُحٰہَا ﴿٪۴۶﴾
(૪૬) જે દિવસે તેઓ તેને નિહાળશે ત્યારે એવુ લાગશે કે જાણે તેઓ ફકત સાંજ અથવા સવાર દુનિયામાં રોકાણા છે.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો