Ar-Room
سورة الروم
اَوَ لَمۡ یَتَفَکَّرُوۡا فِیۡۤ اَنۡفُسِہِمۡ ۟ مَا خَلَقَ اللّٰہُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَاۤ اِلَّا بِالۡحَقِّ وَ اَجَلٍ مُّسَمًّی ؕ وَ اِنَّ کَثِیۡرًا مِّنَ النَّاسِ بِلِقَآیِٔ رَبِّہِمۡ لَکٰفِرُوۡنَ ﴿۸﴾
(૮) શું તેઓ પોતાની જાતમાં વિચાર નથી કરતા કે અલ્લાહે આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તેમની વચ્ચે છે તેને ખલ્ક નથી કર્યુ સિવાય કે હકની સાથે અને ચોક્કસ મુદ્દત માટે, પરંતુ લોકોમાં ઘણાંખરા પોતાના પરવરદિગારની મુલાકાતનો ઇન્કાર કરનારા છે.
اَوَ لَمۡ یَسِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَیَنۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ کَانُوۡۤا اَشَدَّ مِنۡہُمۡ قُوَّۃً وَّ اَثَارُوا الۡاَرۡضَ وَ عَمَرُوۡہَاۤ اَکۡثَرَ مِمَّا عَمَرُوۡہَا وَ جَآءَتۡہُمۡ رُسُلُہُمۡ بِالۡبَیِّنٰتِ ؕ فَمَا کَانَ اللّٰہُ لِیَظۡلِمَہُمۡ وَ لٰکِنۡ کَانُوۡۤا اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ؕ﴿۹﴾
(૯) અને શું તેઓએ ઝમીનમાં મુસાફરી નથી કરી કે તેઓ જૂએ કે તેમની અગાઉવાળાઓનો અંજામ કેવો થયો હતો ? તેઓ તેમના કરતાં વધારે તાકતવર હતા, અને ઝમીનને ખેડીને તેમના કરતાંય વધુ આબાદ કરી હતી, અને તેમના પાસે અમારા રસૂલો વાઝેહ નિશાનીઓ લઇને આવ્યા હતા; અને હરગિઝ ખુદા પોતાના બંદાઓ ઉપર ઝુલ્મ નથી કર્યો પરંતુ લોકો પોતાના નફસ ઉપર ઝુલ્મ કરતા હતા.
یُخۡرِجُ الۡحَیَّ مِنَ الۡمَیِّتِ وَ یُخۡرِجُ الۡمَیِّتَ مِنَ الۡحَیِّ وَ یُحۡیِ الۡاَرۡضَ بَعۡدَ مَوۡتِہَا ؕ وَ کَذٰلِکَ تُخۡرَجُوۡنَ ﴿٪۱۹﴾
(૧૯) તે નિર્જીવોમાંથી સજીવોને કાઢે છે અને સજીવોમાંથી નિર્જીવોને કાઢે છે અને ઝમીનને તેના નિર્જીવ થયા બાદ ફરી જીવંત કરે છે; અને એ જ રીતે તમે (કબ્રોમાંથી) કાઢવામાં આવશો.
وَ مِنۡ اٰیٰتِہٖۤ اَنۡ خَلَقَ لَکُمۡ مِّنۡ اَنۡفُسِکُمۡ اَزۡوَاجًا لِّتَسۡکُنُوۡۤا اِلَیۡہَا وَ جَعَلَ بَیۡنَکُمۡ مَّوَدَّۃً وَّ رَحۡمَۃً ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یَّتَفَکَّرُوۡنَ ﴿۲۱﴾
(૨૧) અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમારામાંથી તમારા માટે જીવનસાથીને બનાવી જેથી તમે તેણીની પાસે સુકુન મેળવો. તેણે તમારા વચ્ચે મોહબ્બત અને મહેરબાની રાખી, બેશક તેમાં ગૌરો ફીક્ર કરનાર માટે નિશાનીઓ છે.
وَ مِنۡ اٰیٰتِہٖ یُرِیۡکُمُ الۡبَرۡقَ خَوۡفًا وَّ طَمَعًا وَّ یُنَزِّلُ مِنَ السَّمَآءِ مَآءً فَیُحۡیٖ بِہِ الۡاَرۡضَ بَعۡدَ مَوۡتِہَا ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یَّعۡقِلُوۡنَ ﴿۲۴﴾
(૨૪) અને તેની નિશાનીઓમાંથી છે કે તમને વીજળી દેખાડે છે જે તમારા ડર અને ઉમ્મીદનું કારણ છે તથા આસમાનથી પાણી વરસાવે છે, જેના વડે ઝમીનને નિર્જીવ થયા બાદ જીવંત કરે છે. બેશક તેમાં જેઓ વિચારે છે તેમના માટે નિશાનીઓ છે.
وَ مِنۡ اٰیٰتِہٖۤ اَنۡ تَقُوۡمَ السَّمَآءُ وَ الۡاَرۡضُ بِاَمۡرِہٖ ؕ ثُمَّ اِذَا دَعَاکُمۡ دَعۡوَۃً ٭ۖ مِّنَ الۡاَرۡضِ ٭ۖ اِذَاۤ اَنۡتُمۡ تَخۡرُجُوۡنَ ﴿۲۵﴾
(૨૫) અને તેની નિશાનીઓમાંથી છે કે આસમાન તથા ઝમીન તેના હુકમથી કાયમ છે પછી જ્યારે (કયામતના દિવસે) ઝમીનમાંથી તમને પોકારશે એકાએક તમે બહાર નીકળી આવશો.
وَ ہُوَ الَّذِیۡ یَبۡدَؤُا الۡخَلۡقَ ثُمَّ یُعِیۡدُہٗ وَ ہُوَ اَہۡوَنُ عَلَیۡہِ ؕ وَ لَہُ الۡمَثَلُ الۡاَعۡلٰی فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۚ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿٪۲۷﴾
(૨૭) અને તે છે કે જે ખિલ્કતની શરૂઆત કરે છે, પછી તેને પલટાવશે, અને આ કાર્ય તેના માટે તદ્દન સહેલું છે; અને તેના માટે જ આસમાનો તથા ઝમીનમાં બુલંદતરીન સિફાતો છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
ضَرَبَ لَکُمۡ مَّثَلًا مِّنۡ اَنۡفُسِکُمۡ ؕ ہَلۡ لَّکُمۡ مِّنۡ مَّا مَلَکَتۡ اَیۡمَانُکُمۡ مِّنۡ شُرَکَآءَ فِیۡ مَا رَزَقۡنٰکُمۡ فَاَنۡتُمۡ فِیۡہِ سَوَآءٌ تَخَافُوۡنَہُمۡ کَخِیۡفَتِکُمۡ اَنۡفُسَکُمۡ ؕ کَذٰلِکَ نُفَصِّلُ الۡاٰیٰتِ لِقَوۡمٍ یَّعۡقِلُوۡنَ ﴿۲۸﴾
(૨૮) તમારા માટે તમારામાંથી જ મિસાલ આપે છે કે શું અમોએ આપેલા રિઝ્કમાં તમારા ગુલામો એવી રીતે ભાગીદાર થઇ જશે કે તમો સમકક્ષ (બરાબર) થઇ જાવ, તમે તેઓ (ગુલામો)ની ભાગીદારીમાં વપરાશની રજા માટે એવી રીતે ડરો જેવી રીતે તમે (આઝાદ લોકો) એકબીજાથી ડરતા હોવ? આ રીતે વિચાર કરનાર કોમ માટે અમારી નિશાનીઓ બયાન કરીએ છીએ.
بَلِ اتَّبَعَ الَّذِیۡنَ ظَلَمُوۡۤا اَہۡوَآءَہُمۡ بِغَیۡرِ عِلۡمٍ ۚ فَمَنۡ یَّہۡدِیۡ مَنۡ اَضَلَّ اللّٰہُ ؕ وَ مَا لَہُمۡ مِّنۡ نّٰصِرِیۡنَ ﴿۲۹﴾
(૨૯) બલ્કે ઝાલિમોએ ઇલ્મ વગર પોતાની ખ્વાહીશાતો (ઇચ્છાઓ)ની પૈરવી કરી, જેને અલ્લાહ (ખરાબ અમલને કારણે) ગુમરાહ કર્યા છે તેને કોણ હિદાયત આપી શકે છે? અને તેનો કોઇ મદદગાર નહિં હોય.
فَاَقِمۡ وَجۡہَکَ لِلدِّیۡنِ حَنِیۡفًا ؕ فِطۡرَتَ اللّٰہِ الَّتِیۡ فَطَرَ النَّاسَ عَلَیۡہَا ؕ لَا تَبۡدِیۡلَ لِخَلۡقِ اللّٰہِ ؕ ذٰلِکَ الدِّیۡنُ الۡقَیِّمُ ٭ۙ وَ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَعۡلَمُوۡنَ ﴿٭ۙ۳۰﴾
(૩૦) બસ તારો ચહેરો ખાલિસ દીન તરફ કર આ ફિત્રત છે કે અલ્લાહે જેના પર ઇન્સાનોને પૈદા કર્યા છે, અને અલ્લાહની ખિલ્કતમાં કાંઇપણ પરિવર્તન નથી, બેશક આ જ મજબૂત દીન છે પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી:
وَ اِذَا مَسَّ النَّاسَ ضُرٌّ دَعَوۡا رَبَّہُمۡ مُّنِیۡبِیۡنَ اِلَیۡہِ ثُمَّ اِذَاۤ اَذَاقَہُمۡ مِّنۡہُ رَحۡمَۃً اِذَا فَرِیۡقٌ مِّنۡہُمۡ بِرَبِّہِمۡ یُشۡرِکُوۡنَ ﴿ۙ۳۳﴾
(૩૩) અને લોકો ઉપર જયારે કોઇ મુસીબત આવે છે ત્યારે તેઓ તોબા કરતા પલટીને પોતાના પરવરદિગારને પુકારે છે, પરંતુ જેવી તે તેઓને રહેમતની મજા ચખાડે છે તરત જ તેઓમાંથી એક સમૂહ શિર્ક કરવા લાગે છે :
وَ اِذَاۤ اَذَقۡنَا النَّاسَ رَحۡمَۃً فَرِحُوۡا بِہَا ؕ وَ اِنۡ تُصِبۡہُمۡ سَیِّئَۃٌۢ بِمَا قَدَّمَتۡ اَیۡدِیۡہِمۡ اِذَا ہُمۡ یَقۡنَطُوۡنَ ﴿۳۶﴾
(૩૬) અને જ્યારે અમે લોકોને રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેનાથી ખુશ થાય છે; અને જ્યારે તેમના પર તેમના હાથોએ અગાઉ કરેલા કામોના કારણે કોઇ આફત આવી પડે ત્યારે એકાએક નિરાશ થઇ જાય છે.
فَاٰتِ ذَاالۡقُرۡبٰی حَقَّہٗ وَ الۡمِسۡکِیۡنَ وَ ابۡنَالسَّبِیۡلِ ؕ ذٰلِکَ خَیۡرٌ لِّلَّذِیۡنَ یُرِیۡدُوۡنَ وَجۡہَ اللّٰہِ ۫ وَ اُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۳۸﴾
(૩૮) અને તું તારા નજીકના સગાં-વ્હાલાઓને તથા મિસ્કીનોને તથા રસ્તામાં રહી ગયેલ (મુસાફરો)ને તેમનો હક આપી દે આ તે લોકો માટે બહેતર છે કે જેઓ અલ્લાહની ખુશી ચાહે છે અને આ લોકો તે કામ્યાબ થનાર છે.
وَ مَاۤ اٰتَیۡتُمۡ مِّنۡ رِّبًا لِّیَرۡبُوَا۠ فِیۡۤ اَمۡوَالِ النَّاسِ فَلَا یَرۡبُوۡا عِنۡدَ اللّٰہِ ۚ وَ مَاۤ اٰتَیۡتُمۡ مِّنۡ زَکٰوۃٍ تُرِیۡدُوۡنَ وَجۡہَ اللّٰہِ فَاُولٰٓئِکَ ہُمُ الۡمُضۡعِفُوۡنَ ﴿۳۹﴾
(૩૯) અને તમે વ્યાજ(ના ઇરાદાથી જે કાંઇપણ) આપો પરિણામે (વ્યાજ ખાનાર) લોકોના માલમાં વધારો થાય, અલ્લાહ પાસે કાંઇ વધારો હાંસિલ નહી થાય, ઝકાત આપો છો અને અલ્લાહની ખુશીનો ઇરાદો કરો છો આવુ કામ કરનારના બદલામાં વધારો થનાર છે.
اَللّٰہُ الَّذِیۡ خَلَقَکُمۡ ثُمَّ رَزَقَکُمۡ ثُمَّ یُمِیۡتُکُمۡ ثُمَّ یُحۡیِیۡکُمۡ ؕ ہَلۡ مِنۡ شُرَکَآئِکُمۡ مَّنۡ یَّفۡعَلُ مِنۡ ذٰلِکُمۡ مِّنۡ شَیۡءٍ ؕ سُبۡحٰنَہٗ وَ تَعٰلٰی عَمَّا یُشۡرِکُوۡنَ ﴿٪۴۰﴾
(૪૦) તે અલ્લાહ છે કે જેણે તમને પેદા કર્યા, પછી તમને રોઝી આપી, પછી મૌત આપશે, પછી તમને જીવતા કરશે; શું તમારા શરીકોમાંથી કોઇ એવો છે કે જે આમાંથી કોઇ કાર્ય કરે? જેને તેઓ શરીક બનાવે છે તેનાથી અલ્લાહ પાક અને બુલંદ છે.
فَاَقِمۡ وَجۡہَکَ لِلدِّیۡنِ الۡقَیِّمِ مِنۡ قَبۡلِ اَنۡ یَّاۡتِیَ یَوۡمٌ لَّا مَرَدَّ لَہٗ مِنَ اللّٰہِ یَوۡمَئِذٍ یَّصَّدَّعُوۡنَ ﴿۴۳﴾
(૪૩) અને તારા ચહેરાને સીધા અને મજબૂત દીન (ધર્મ) તરફ રાખ, એ પહેલા તે દિવસ આવી જાય જેને કોઇપણ અલ્લાહ(ના હુકમ)થી પલટાવી શકશે નહિ, તે દિવસે લોકો જુદા-જુદા ગિરોહમાં વહેંચાઇ જશે.
وَ مِنۡ اٰیٰتِہٖۤ اَنۡ یُّرۡسِلَ الرِّیَاحَ مُبَشِّرٰتٍ وَّ لِیُذِیۡقَکُمۡ مِّنۡ رَّحۡمَتِہٖ وَ لِتَجۡرِیَ الۡفُلۡکُ بِاَمۡرِہٖ وَ لِتَبۡتَغُوۡا مِنۡ فَضۡلِہٖ وَ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۴۶﴾
(૪૬) અને તેની નિશાનીઓમાંથી છે કે તે હવાને ખુશખબરી આપનાર તરીકે મોકલે છે જેથી તમને એની રહેમતની મજા ચખાડે, અને તેના હુકમથી કશ્તી ચાલે, તથા તમે તેના ફઝલથી રોઝી મેળવો. કદાચને તમે શુક્ર કરો.
وَ لَقَدۡ اَرۡسَلۡنَا مِنۡ قَبۡلِکَ رُسُلًا اِلٰی قَوۡمِہِمۡ فَجَآءُوۡہُمۡ بِالۡبَیِّنٰتِ فَانۡتَقَمۡنَا مِنَ الَّذِیۡنَ اَجۡرَمُوۡا ؕ وَ کَانَ حَقًّا عَلَیۡنَا نَصۡرُ الۡمُؤۡمِنِیۡنَ ﴿۴۷﴾
(૪૭) અને ખરેખર અમોએ તારી પહેલા તેમની કોમો તરફ રસૂલોને મોકલ્યા. જેઓ તેમની પાસે ખુલ્લી દલીલો લઇ ગયા, (અને તેઓને જૂઠલાવવામાં આવ્યા) પછી અમોએ મુજરીમોથી બદલો લીધો અને મોઅમીનોની મદદ કરવી અમારી ફરજ છે.
اَللّٰہُ الَّذِیۡ یُرۡسِلُ الرِّیٰحَ فَتُثِیۡرُ سَحَابًا فَیَبۡسُطُہٗ فِی السَّمَآءِ کَیۡفَ یَشَآءُ وَ یَجۡعَلُہٗ کِسَفًا فَتَرَی الۡوَدۡقَ یَخۡرُجُ مِنۡ خِلٰلِہٖ ۚ فَاِذَاۤ اَصَابَ بِہٖ مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖۤ اِذَا ہُمۡ یَسۡتَبۡشِرُوۡنَ ﴿ۚ۴۸﴾
(૪૮) તે અલ્લાહ જ છે જે હવાને મોકલે છે કે જે વાદળોને ખેંચી લાવે છે, પછી તે વાદળો તેની મરજી પ્રમાણે આસમાનમાં ફેલાવે છે, એકબીજા ઉપર ઢગલો કરે છે ત્યારે તુ જોવે છો કે તેના પડો વચ્ચેથી વરસાદના ટીપાઓ નીકળે છે અને જ્યારે પોતાના બંદાઓમાંથી જેને ચાહે તેના સુધી આ વરસાદ પહોંચાડે છે ત્યારે તેઓ તરત જ ખુશ થઇ જાય છે.
فَانۡظُرۡ اِلٰۤی اٰثٰرِ رَحۡمَتِ اللّٰہِ کَیۡفَ یُحۡیِ الۡاَرۡضَ بَعۡدَ مَوۡتِہَا ؕ اِنَّ ذٰلِکَ لَمُحۡیِ الۡمَوۡتٰی ۚ وَ ہُوَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۵۰﴾
(૫૦) માટે તમે અલ્લાહની રહેમતની અસર જૂઓ કે તે કઇ રીતે ઝમીનને તેના મરણ બાદ સજીવન કરે છે, બેશક તે જ મરણ પામેલાઓને જીવતા કરનાર છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
اَللّٰہُ الَّذِیۡ خَلَقَکُمۡ مِّنۡ ضُؔعۡفٍ ثُمَّ جَعَلَ مِنۡۢ بَعۡدِ ضُؔعۡفٍ قُوَّۃً ثُمَّ جَعَلَ مِنۡۢ بَعۡدِ قُوَّۃٍ ضُؔعۡفًا وَّ شَیۡبَۃً ؕ یَخۡلُقُ مَا یَشَآءُ ۚ وَ ہُوَ الۡعَلِیۡمُ الۡقَدِیۡرُ ﴿۵۴﴾
(૫૪) તે અલ્લાહ જ છે જેણે તમને પેદા કર્યા એવી હાલતમાં કે કમજોર હતા, પછી કમજોરી બાદ તાકત આપી, પછી તાકત બાદ ફરી કમજોરી અને બુઢાપામાં દાખલ કરી દીધા; તે જે ચાહે છે તે પેદા કરે છે, અને તે ઇલ્મ અને કુદરતવાળો છે.
وَ قَالَ الَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ وَ الۡاِیۡمَانَ لَقَدۡ لَبِثۡتُمۡ فِیۡ کِتٰبِ اللّٰہِ اِلٰی یَوۡمِ الۡبَعۡثِ ۫ فَہٰذَا یَوۡمُ الۡبَعۡثِ وَ لٰکِنَّکُمۡ کُنۡتُمۡ لَا تَعۡلَمُوۡنَ ﴿۵۶﴾
(૫૬) પરંતુ જેમને ઇલ્મ તથા ઇમાન આપવામાં આવ્યું છે તેઓ કહેશે કે તમે અલ્લાહના હુકમ / લખાણ મુજબ સજીવન થવાના દિવસ સુધી રોકાયેલા હતા, આ સજીવન થવાનો દિવસ છે, પરંતુ તમે જાણતા નથી.
وَ لَقَدۡ ضَرَبۡنَا لِلنَّاسِ فِیۡ ہٰذَا الۡقُرۡاٰنِ مِنۡ کُلِّ مَثَلٍ ؕ وَ لَئِنۡ جِئۡتَہُمۡ بِاٰیَۃٍ لَّیَقُوۡلَنَّ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِنۡ اَنۡتُمۡ اِلَّا مُبۡطِلُوۡنَ ﴿۵۸﴾
(૫૮) અને અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક જાતની મિસાલ આપી જો તમે કોઇ નિશાની લઇ આવશો તો નાસ્તિક એમ જ કહેશે કે તમે અહલે બાતિલ છો.