અલ-કુરઆન

11

Hud

سورة هود


الٓرٰ ۟ کِتٰبٌ اُحۡکِمَتۡ اٰیٰتُہٗ ثُمَّ فُصِّلَتۡ مِنۡ لَّدُنۡ حَکِیۡمٍ خَبِیۡرٍ ۙ﴿۱﴾

(૧) અલિફ લામ રા; (આ કુરઆન) એવી કિતાબ છે કે જેની આયતો મોહકમ બનાવ્યા બાદ એક હિકમતવાળા જાણનાર પાસેથી વિગતવાર બયાન (સાથે નાઝિલ) કરવામાં આવેલ છે:

اَلَّا تَعۡبُدُوۡۤا اِلَّا اللّٰہَ ؕ اِنَّنِیۡ لَکُمۡ مِّنۡہُ نَذِیۡرٌ وَّ بَشِیۡرٌ ۙ﴿۲﴾

(૨) અને અલ્લાહ સિવાય બીજા કોઇની ઇબાદત કરો નહિ; બેશક હું તમારા માટે તેના તરફથી એક ડરાવનાર અને ખુશખબર આપનાર છું

وَّ اَنِ اسۡتَغۡفِرُوۡا رَبَّکُمۡ ثُمَّ تُوۡبُوۡۤا اِلَیۡہِ یُمَتِّعۡکُمۡ مَّتَاعًا حَسَنًا اِلٰۤی اَجَلٍ مُّسَمًّی وَّ یُؤۡتِ کُلَّ ذِیۡ فَضۡلٍ فَضۡلَہٗ ؕ وَ اِنۡ تَوَلَّوۡا فَاِنِّیۡۤ اَخَافُ عَلَیۡکُمۡ عَذَابَ یَوۡمٍ کَبِیۡرٍ ﴿۳﴾

(૩) અને તમારા પરવરદિગાર પાસે ઇસ્તગફાર કરો, પછી તેની તરફ પાછા ફરો જેથી નક્કી થયેલ મુદ્દત સુધી તમને સારી ચીઝ-વસ્તુઓનો ફાયદો મળતો રહેશે, અને દરેક સાહેબે ફઝલને ફઝીલત પ્રમાણે અતા કરશે; અને અગર તમે (આ દાવતથી) ફરી જશો તો બેશક મને તમારા માટે એક મહાન દિવસના અઝાબનો ડર છે.

اِلَی اللّٰہِ مَرۡجِعُکُمۡ ۚ وَ ہُوَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۴﴾

(૪) તમારૂં પાછું ફરવું અલ્લાહની જ તરફ છે, અને તે દરેક વસ્તુ પર કુદરત રાખનાર છે.

اَلَاۤ اِنَّہُمۡ یَثۡنُوۡنَ صُدُوۡرَہُمۡ لِیَسۡتَخۡفُوۡا مِنۡہُ ؕ اَلَا حِیۡنَ یَسۡتَغۡشُوۡنَ ثِیَابَہُمۡ ۙ یَعۡلَمُ مَا یُسِرُّوۡنَ وَ مَا یُعۡلِنُوۡنَ ۚ اِنَّہٗ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۵﴾

(૫) જાણી લો કે તેઓ (છુપી વાતો કરવા માટે એવી રીતે) જૂકે છે કે તેઓની છાતીઓ (એકબીજાની) નઝદીક થઇ જાય છે જેથી તેઓ પોતાને (અને પોતાની વાતોને) તે (પયગંબર)થી છુપાવે, જાણી લો કે જ્યારે તેઓ પોતાને છુપાવવા માટે કપડું વીટે છે ત્યારે (અલ્લાહ) જે કાંઇ તેઓ છુપાવે છે અને જે કાંઇ તેઓ જાહેર કરે છે તે (બધુ) જાણે છે. કારણકે તે છાતીઓ (દિલો)ના રાઝ જાણે છે.

وَ مَا مِنۡ دَآبَّۃٍ فِی الۡاَرۡضِ اِلَّا عَلَی اللّٰہِ رِزۡقُہَا وَ یَعۡلَمُ مُسۡتَقَرَّہَا وَ مُسۡتَوۡدَعَہَا ؕ کُلٌّ فِیۡ کِتٰبٍ مُّبِیۡنٍ ﴿۶﴾

(૬) અને ઝમીન પર કોઇ એવી મખ્લૂક નથી સિવાય કે તેની રોઝી અલ્લાહના શિરે હોય છે અને એજ તેની હંમેશા રહેવાની જગ્યાને તથા તેની થોડા સમય રહેવાની જગ્યાને જાણે છે, બધુ જ ખુલ્લી કિતાબમાં (લખાયેલ) છે.

وَ ہُوَ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ فِیۡ سِتَّۃِ اَیَّامٍ وَّ کَانَ عَرۡشُہٗ عَلَی الۡمَآءِ لِیَبۡلُوَکُمۡ اَیُّکُمۡ اَحۡسَنُ عَمَلًا ؕ وَ لَئِنۡ قُلۡتَ اِنَّکُمۡ مَّبۡعُوۡثُوۡنَ مِنۡۢ بَعۡدِ الۡمَوۡتِ لَیَقُوۡلَنَّ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِنۡ ہٰذَاۤ اِلَّا سِحۡرٌ مُّبِیۡنٌ ﴿۷﴾

(૭) અને તે એ જ છે કે જેણે આકાશો તથા ઝમીનને એવી હાલતમાં કે તે(ની સલ્તનત)નું અર્શ પાણી પર હતુ છ દિવસમાં પેદા કર્યા જેથી તે તમને અજમાવે કે તમારામાંથી બહેતરીન અમલ કરનાર કોણ છે ? અને જો તુ કહીશ કે તમને મરણ પછી જરૂર ઉઠાડવામાં આવશે તો નાસ્તિકો જરૂર કહેશે કે : આ ખુલ્લા જાદુ સિવાય બીજું કાંઇ નથી.

وَ لَئِنۡ اَخَّرۡنَا عَنۡہُمُ الۡعَذَابَ اِلٰۤی اُمَّۃٍ مَّعۡدُوۡدَۃٍ لَّیَقُوۡلُنَّ مَا یَحۡبِسُہٗ ؕ اَلَا یَوۡمَ یَاۡتِیۡہِمۡ لَیۡسَ مَصۡرُوۡفًا عَنۡہُمۡ وَ حَاقَ بِہِمۡ مَّا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ٪﴿۸﴾

(૮) અને અગર અમે તેમનાથી અઝાબને અમુક મુદ્દત સુધી મુલ્તવી રાખીએ તો જરૂર એમ કહેશે કે કઇ વસ્તુ તેને રોકે છે ? જાણી લો કે જે દિવસે તેમના પર આવી પડશે તે દિવસે તેમના ઉપરથી પાછો પલટાવવામાં નહિ આવે, અને તેઓ જેની મજાક ઉડાવી રહ્યા હતા તે તેમને ઘેરી લેશે.

وَ لَئِنۡ اَذَقۡنَا الۡاِنۡسَانَ مِنَّا رَحۡمَۃً ثُمَّ نَزَعۡنٰہَا مِنۡہُ ۚ اِنَّہٗ لَیَـُٔوۡسٌ کَفُوۡرٌ ﴿۹﴾

(૯) અને અગર અમે ઇન્સાનને અમારા તરફથી રહેમતનો સ્વાદ ચખાડીએ છીએ,પછી તે તેનાથી છીનવી લઇએ ત્યારે ખરેખર તે નાઉમ્મીદ (અને) નાશુક્રો બની જાય છે.

10

وَ لَئِنۡ اَذَقۡنٰہُ نَعۡمَآءَ بَعۡدَ ضَرَّآءَ مَسَّتۡہُ لَیَقُوۡلَنَّ ذَہَبَ السَّیِّاٰتُ عَنِّیۡ ؕ اِنَّہٗ لَفَرِحٌ فَخُوۡرٌ ﴿ۙ۱۰﴾

(૧૦) અને અગર તેના પર મુસીબત આવી ચૂકયા બાદ અમે તેને કોઇ નેઅમતનો સ્વાદ ચખાડીએ છીએ ત્યારે તે જરૂર કહેશે કે હવે મારી મુસીબતો ટળી ગઇ; બેશક તે ખુશ થઇ ફુલાય જનાર છે:

11

اِلَّا الَّذِیۡنَ صَبَرُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ؕ اُولٰٓئِکَ لَہُمۡ مَّغۡفِرَۃٌ وَّ اَجۡرٌ کَبِیۡرٌ ﴿۱۱﴾

(૧૧) સિવાય તે લોકો કે જેઓએ સબ્ર કરી અને નેક આમાલ કર્યા; તેમના માટે મગફેરત તથા ઘણો મોટો અજ્ર છે.

12

فَلَعَلَّکَ تَارِکٌۢ بَعۡضَ مَا یُوۡحٰۤی اِلَیۡکَ وَ ضَآئِقٌۢ بِہٖ صَدۡرُکَ اَنۡ یَّقُوۡلُوۡا لَوۡ لَاۤ اُنۡزِلَ عَلَیۡہِ کَنۡزٌ اَوۡ جَآءَ مَعَہٗ مَلَکٌ ؕ اِنَّمَاۤ اَنۡتَ نَذِیۡرٌ ؕ وَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ وَّکِیۡلٌ ﴿ؕ۱۲﴾

(૧૨) (નાસ્તિકોના) એમ કહેવાથી કેમ ખજાનો તેની ઉપર નાઝિલ થતો નથી? અથવા કેમ ફરિશ્તો તેની સાથે આવતો નથી? તારૂ દિલ તંગ ન થાય અને તારી તરફ થયેલ વહીના અમુક ભાગને મૂકી ન દે(જે કારણકે) તું ફકત ડરાવનાર છો; અને અલ્લાહ દરેક વસ્તુ ઉપર દેખરેખ રાખનારો છે.

13

اَمۡ یَقُوۡلُوۡنَ افۡتَرٰىہُ ؕ قُلۡ فَاۡتُوۡا بِعَشۡرِ سُوَرٍ مِّثۡلِہٖ مُفۡتَرَیٰتٍ وَّ ادۡعُوۡا مَنِ اسۡتَطَعۡتُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۱۳﴾

(૧૩) શું તેઓ (નાસ્તિકો) કહે છે કે કુરઆન તે ઘડી કાઢ્યું છે ? તું કહે કે જો તમે સાચા હોવ તો તેના જેવા ઘડી કાઢેલા દસ સૂરા લઇ આવો, અને અલ્લાહ સિવાય તમે જેને (આ કામ માટે) બોલાવી શકતા હોવ તેમને બોલાવી લ્યો.

14

فَاِلَّمۡ یَسۡتَجِیۡبُوۡا لَکُمۡ فَاعۡلَمُوۡۤا اَنَّمَاۤ اُنۡزِلَ بِعِلۡمِ اللّٰہِ وَ اَنۡ لَّاۤ اِلٰہَ اِلَّا ہُوَ ۚ فَہَلۡ اَنۡتُمۡ مُّسۡلِمُوۡنَ ﴿۱۴﴾

(૧૪) પછી જો તેઓ તેનો જવાબ ન લાવી શકે તો જાણી લો કે, (કુરઆન) ફકત ઇલ્મે ઇલાહીથી નાઝિલ કરવામાં આવ્યું છે અને એ કે તેના સિવાય કોઇ ઇબાદતને લાયક નથી; (આ બધી દલીલો) પછી શું તમે મુસલમાન થશો?

15

مَنۡ کَانَ یُرِیۡدُ الۡحَیٰوۃَ الدُّنۡیَا وَ زِیۡنَتَہَا نُوَفِّ اِلَیۡہِمۡ اَعۡمَالَہُمۡ فِیۡہَا وَ ہُمۡ فِیۡہَا لَا یُبۡخَسُوۡنَ ﴿۱۵﴾

(૧૫) જે કોઇ દુનિયાની ઝિંદગી અને તેની ઝીનત (ખૂબસુરતી)નો ચાહક હશે તેને અમે આ દુનિયામાં જ તેઓના આમાલનો પૂરેપૂરો બદલો આપીશું, અને તેમને તેમાં કાંઇપણ ઓછુ આપવામાં નહી આવે!

16

اُولٰٓئِکَ الَّذِیۡنَ لَیۡسَ لَہُمۡ فِی الۡاٰخِرَۃِ اِلَّا النَّارُ ۫ۖ وَ حَبِطَ مَا صَنَعُوۡا فِیۡہَا وَ بٰطِلٌ مَّا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۶﴾

(૧૬) તેઓ માટે આખેરતમાં આગ સિવાય બીજું કાંઇ નથી, અને તેઓ જે કાંઇ દુનિયામાં કરતા હતા તે નાબૂદ થઇ જશે. તેઓ જે કાંઇ આમાલ કરતા હતા તે બાતિલ થઇ જશે.

17

اَفَمَنۡ کَانَ عَلٰی بَیِّنَۃٍ مِّنۡ رَّبِّہٖ وَ یَتۡلُوۡہُ شَاہِدٌ مِّنۡہُ وَ مِنۡ قَبۡلِہٖ کِتٰبُ مُوۡسٰۤی اِمَامًا وَّ رَحۡمَۃً ؕ اُولٰٓئِکَ یُؤۡمِنُوۡنَ بِہٖ ؕ وَ مَنۡ یَّکۡفُرۡ بِہٖ مِنَ الۡاَحۡزَابِ فَالنَّارُ مَوۡعِدُہٗ ۚ فَلَا تَکُ فِیۡ مِرۡیَۃٍ مِّنۡہُ ٭ اِنَّہُ الۡحَقُّ مِنۡ رَّبِّکَ وَ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یُؤۡمِنُوۡنَ ﴿۱۷﴾

(૧૭) શું જે (ઇન્સાન) પોતાના પરવરદિગાર તરફથી રોશન દલીલ સાથે હોય તથા તેમાંથી ગવાહી આપનાર તેની તિલાવત કરે તથા તેની અગાઉ મૂસાની કિતાબ રહેમત અને હિદાયત હતી, તેઓ (હક કબૂલ કરવાવાળા) તેના ઉપર ઇમાન લાવે છે અને તુ શક ન કરજે જુદા જુદા ગિરોહમાંથી જે આનો ઇન્કાર કરશે તેના વાયદાની જગ્યા આગ છે. બેશક તે તારા પરવરદિગાર તરફથી હક છે, પરંતુ ઘણા લોકો ઈમાન લાવતા નથી.

18

وَ مَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰی عَلَی اللّٰہِ کَذِبًا ؕ اُولٰٓئِکَ یُعۡرَضُوۡنَ عَلٰی رَبِّہِمۡ وَ یَقُوۡلُ الۡاَشۡہَادُ ہٰۤؤُلَآءِ الَّذِیۡنَ کَذَبُوۡا عَلٰی رَبِّہِمۡ ۚ اَلَا لَعۡنَۃُ اللّٰہِ عَلَی الظّٰلِمِیۡنَ ﴿ۙ۱۸﴾

(૧૮) અને તેના કરતાં વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે? તેઓને તેમના પરવરદિગાર સામે હાજર કરવામાં આવશે અને ગવાહો કહેશે કે આ તેઓ છે કે જેઓ પોતાના પરવરદિગારની તરફ જૂઠી નિસ્બત આપી હતી જાણી લો કે ઝાલિમો પર અલ્લાહની લાનત છે:

19

الَّذِیۡنَ یَصُدُّوۡنَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ وَ یَبۡغُوۡنَہَا عِوَجًا ؕ وَ ہُمۡ بِالۡاٰخِرَۃِ ہُمۡ کٰفِرُوۡنَ ﴿۱۹﴾

(૧૯) કે જેઓ અલ્લાહની રાહથી અટકાવે છે તથા (શંકાઓ ઉપજાવીને) તેને વાંકો બનાવવાની કોશિશ કરે છે જો કે તેઓ આખેરતનો ઇન્કાર કરનારા છે.

20

اُولٰٓئِکَ لَمۡ یَکُوۡنُوۡا مُعۡجِزِیۡنَ فِی الۡاَرۡضِ وَ مَا کَانَ لَہُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ مِنۡ اَوۡلِیَآءَ ۘ یُضٰعَفُ لَہُمُ الۡعَذَابُ ؕ مَا کَانُوۡا یَسۡتَطِیۡعُوۡنَ السَّمۡعَ وَ مَا کَانُوۡا یُبۡصِرُوۡنَ ﴿۲۰﴾

(૨૦) તેઓ ઝમીન ઉપર (અલ્લાહને અઝાબ ન આપવા માટે) મજબૂર કરી શકશે નહિ, અને અલ્લાહ સિવાય બીજા કોઇ તેના વલીઓ નથી, અઝાબને તેમના માટે બમણો કરવામાં આવશે. તેઓ (હકને) ન સાંભળી શકશે અને ન જોઇ શકશે.

21

اُولٰٓئِکَ الَّذِیۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَہُمۡ وَ ضَلَّ عَنۡہُمۡ مَّا کَانُوۡا یَفۡتَرُوۡنَ ﴿۲۱﴾

(૨૧) તેઓએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યુ અને તેઓએ ઉપજાવી કાઢેલ (શરીકો) તેઓ(ની નજરો)થી ગુમ થઇ ગયા.

22

لَا جَرَمَ اَنَّہُمۡ فِی الۡاٰخِرَۃِ ہُمُ الۡاَخۡسَرُوۡنَ ﴿۲۲﴾

(૨૨) તેમાં કોઇ શંકા નથી કે આખેરતમાં તેઓ સૌથી વધારે નુકસાન ઉઠાવનાર છે.

23

اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ اَخۡبَتُوۡۤا اِلٰی رَبِّہِمۡ ۙ اُولٰٓئِکَ اَصۡحٰبُ الۡجَنَّۃِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۲۳﴾

(૨૩) બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા અને પોતાના પરવરદિગારની સામે આજીઝીથી પેશ આવ્યા તેઓ જન્નતવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.

24

مَثَلُ الۡفَرِیۡقَیۡنِ کَالۡاَعۡمٰی وَ الۡاَصَمِّ وَ الۡبَصِیۡرِ وَ السَّمِیۡعِ ؕ ہَلۡ یَسۡتَوِیٰنِ مَثَلًا ؕ اَفَلَا تَذَکَّرُوۡنَ ﴿٪۲۴﴾

(૨૪) (નાસ્તિક અને મુસલમાન) આ બંને ગિરોહનો દાખલો આંધળા બહેરા તથા દેખનાર સાંભળનાર જેવો છે, શું બંનેનો દાખલો સરખો છે?! શું નસીહત હાંસિલ નથી કરતા?!

25

وَ لَقَدۡ اَرۡسَلۡنَا نُوۡحًا اِلٰی قَوۡمِہٖۤ ۫ اِنِّیۡ لَکُمۡ نَذِیۡرٌ مُّبِیۡنٌ ﴿ۙ۲۵﴾

(૨૫) અને ખરેખર અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યો : (હઝરત નૂહે કહ્યું) બેશક! હું તમારા માટે ખુલ્લો ડરાવનારો છું:

26

اَنۡ لَّا تَعۡبُدُوۡۤا اِلَّا اللّٰہَ ؕ اِنِّیۡۤ اَخَافُ عَلَیۡکُمۡ عَذَابَ یَوۡمٍ اَلِیۡمٍ ﴿۲۶﴾

(૨૬) કે અલ્લાહ સિવાય બીજા કોઇની ઇબાદત ન કરો: બેશક હું તમારા ઉપર (આવનાર) દર્દનાક દિવસના અઝાબથી ડરૂ છું.

27

فَقَالَ الۡمَلَاُ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ قَوۡمِہٖ مَا نَرٰىکَ اِلَّا بَشَرًا مِّثۡلَنَا وَ مَا نَرٰىکَ اتَّبَعَکَ اِلَّا الَّذِیۡنَ ہُمۡ اَرَاذِلُنَا بَادِیَ الرَّاۡیِ ۚ وَ مَا نَرٰی لَکُمۡ عَلَیۡنَا مِنۡ فَضۡلٍۭ بَلۡ نَظُنُّکُمۡ کٰذِبِیۡنَ ﴿۲۷﴾

(૨૭) પરંતુ તેની કૌમમાંથી નાસ્તિકોના આગેવાનોએ કહ્યું : અમે તને અમારા જેવો જ એક (સાધારણ) માનવી સમજીએ છીએ અને અમોએ હલ્કા અને મૂર્ખાઓ સિવાય બીજા કોઇને તારી ઇતાઅત કરતા જોયા નથી અને અમે તારામાં અમારી ઉપર કંઇ ફઝીલત જોતા નથી, પરંતુ અમો તમને જૂઠા સમજીએ છીએ.

28

قَالَ یٰقَوۡمِ اَرَءَیۡتُمۡ اِنۡ کُنۡتُ عَلٰی بَیِّنَۃٍ مِّنۡ رَّبِّیۡ وَ اٰتٰىنِیۡ رَحۡمَۃً مِّنۡ عِنۡدِہٖ فَعُمِّیَتۡ عَلَیۡکُمۡ ؕ اَنُلۡزِمُکُمُوۡہَا وَ اَنۡتُمۡ لَہَا کٰرِہُوۡنَ ﴿۲۸﴾

(૨૮) (હઝરત નૂહ અ.સ.એ) કહ્યું, અય મારી કોમ! તમે જોવ અગર મારી પાસે મારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલ હોય, અને તેણે મને પોતાની તરફથી રહેમત અતા કરી હોય કે જે(ની હકીકત) તમારાથી છુપાયેલ હોય, તો શું તે (દલીલો)ને બળજબરીથી કબૂલ કરવા તમને મજબૂર કરીશ? જયારે કે તમો નાપસંદ કરતા હોવ.

29

وَ یٰقَوۡمِ لَاۤ اَسۡئَلُکُمۡ عَلَیۡہِ مَالًا ؕ اِنۡ اَجۡرِیَ اِلَّا عَلَی اللّٰہِ وَ مَاۤ اَنَا بِطَارِدِ الَّذِیۡنَ اٰمَنُوۡا ؕ اِنَّہُمۡ مُّلٰقُوۡا رَبِّہِمۡ وَ لٰکِنِّیۡۤ اَرٰىکُمۡ قَوۡمًا تَجۡہَلُوۡنَ ﴿۲۹﴾

(૨૯) અને અય મારી કોમ! હું આ (દાવત) માટે તમારી પાસે કાંઇ માલ ચાહતો નથી; મારો અજ્ર ફકત અલ્લાહના ઝિમ્મે છે, અને હું જેઓ ઇમાન લાવ્યા છે તેઓને (તમારા માટે) કાઢી મૂકવાનો નથી કારણકે તેઓ સર્વે તેમના પરવરદિગારથી મુલાકાત કરશે, પરંતુ હું જોઉં છું કે તમે નાદાન કોમ છો.

30

وَ یٰقَوۡمِ مَنۡ یَّنۡصُرُنِیۡ مِنَ اللّٰہِ اِنۡ طَرَدۡتُّہُمۡ ؕ اَفَلَا تَذَکَّرُوۡنَ ﴿۳۰﴾

(૩૦) અને અય મારી કોમ! અગર હું તેમને કાઢી મૂકું તો અલ્લાહ(ના અઝાબ)થી મને કોણ બચાવશે ? શું તમે વિચારતા નથી?

31

وَ لَاۤ اَقُوۡلُ لَکُمۡ عِنۡدِیۡ خَزَآئِنُ اللّٰہِ وَ لَاۤ اَعۡلَمُ الۡغَیۡبَ وَ لَاۤ اَقُوۡلُ اِنِّیۡ مَلَکٌ وَّ لَاۤ اَقُوۡلُ لِلَّذِیۡنَ تَزۡدَرِیۡۤ اَعۡیُنُکُمۡ لَنۡ یُّؤۡتِیَہُمُ اللّٰہُ خَیۡرًا ؕ اَللّٰہُ اَعۡلَمُ بِمَا فِیۡۤ اَنۡفُسِہِمۡ ۚۖ اِنِّیۡۤ اِذًا لَّمِنَ الظّٰلِمِیۡنَ ﴿۳۱﴾

(૩૧) અને તમને હું એમ નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાનાઓ છે, અને હુ ગૈબ નથી જાણતો, અને ન એમ કહું છું કે હું એક ફરિશ્તો છું; અને તેમના સંબંધમાં કે જેઓને તમે ઝલીલ સમજો છો એમ નથી કહેતો કે હરગિઝ અલ્લાહ તેમને નેકી અતા કરશે નહીં; તેમના મનમાં જે કાંઇ છે તે અલ્લાહ સારી રીતે જાણે છે, (છતાં જો હું એમ કહું) તો ખરેખર હું પણ ઝાલિમોમાંથી થઇ જઇશ.

32

قَالُوۡا یٰنُوۡحُ قَدۡ جٰدَلۡتَنَا فَاَکۡثَرۡتَ جِدَالَنَا فَاۡتِنَا بِمَا تَعِدُنَاۤ اِنۡ کُنۡتَ مِنَ الصّٰدِقِیۡنَ ﴿۳۲﴾

(૩૨) તેઓએ કહ્યું કે અય નૂહ! તું ખરેખર અમારાથી વાદવિવાદ કરી ચૂક્યો અને વધારે બહેસ કરી (બસ હવે) જો તું સાચો હોય તો જે (અઝાબ)નો તે અમને વાયદો કર્યો છે તે અમારા માટે લઇ આવ.

33

قَالَ اِنَّمَا یَاۡتِیۡکُمۡ بِہِ اللّٰہُ اِنۡ شَآءَ وَ مَاۤ اَنۡتُمۡ بِمُعۡجِزِیۡنَ ﴿۳۳﴾

(૩૩) તેણે કહ્યું કે અગર અલ્લાહ ચાહશે તો તે (અઝાબ) તમારા પર લાવશે અને તમે (અલ્લાહને) આજીઝ કરી શકશો નહિ.

34

وَ لَا یَنۡفَعُکُمۡ نُصۡحِیۡۤ اِنۡ اَرَدۡتُّ اَنۡ اَنۡصَحَ لَکُمۡ اِنۡ کَانَ اللّٰہُ یُرِیۡدُ اَنۡ یُّغۡوِیَکُمۡ ؕ ہُوَ رَبُّکُمۡ ۟ وَ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿ؕ۳۴﴾

(૩૪) અને અગર અલ્લાહ તમને (તમારા ગુનાહોને કારણે) ગુમરાહ કરવા ચાહે તો હું તમને નસીહત આપવા ચાહું તો પણ મારી નસીહત તમને કાંઇ ફાયદો પહોંચાડશે નહિ; તે તમારો પરવરદિગાર છે, અને તેની જ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.

35

اَمۡ یَقُوۡلُوۡنَ افۡتَرٰىہُ ؕ قُلۡ اِنِ افۡتَرَیۡتُہٗ فَعَلَیَّ اِجۡرَامِیۡ وَ اَنَا بَرِیۡٓءٌ مِّمَّا تُجۡرِمُوۡنَ ﴿٪۳۵﴾

(૩૫) અથવા શું તેઓ એમ કહે છે કે તેણે ઘડી કાઢ્યું છે? તું કહે કે જો મેં તે ઘડી કાઢ્યું હોય તો મારો ગુનોહ મારા ઝિમ્મે છે, અને જે ગુનાહ તમે કરો છો તેનાથી હું બેઝાર છું.

36

وَ اُوۡحِیَ اِلٰی نُوۡحٍ اَنَّہٗ لَنۡ یُّؤۡمِنَ مِنۡ قَوۡمِکَ اِلَّا مَنۡ قَدۡ اٰمَنَ فَلَا تَبۡتَئِسۡ بِمَا کَانُوۡا یَفۡعَلُوۡنَ ﴿ۚۖ۳۶﴾

(૩૬) અને નૂહ તરફ વહી કરવામાં આવી હતી કે તમારી કોમમાંથી જે લોકો ઇમાન લાવી ચૂક્યા છે તેમના સિવાય હવે કોઇ ઇમાન લાવશે નહિ, માટે તેઓ જે કાંઇ કરે છે તે માટે તું દિલગીર ન થા.

37

وَ اصۡنَعِ الۡفُلۡکَ بِاَعۡیُنِنَا وَ وَحۡیِنَا وَ لَا تُخَاطِبۡنِیۡ فِی الَّذِیۡنَ ظَلَمُوۡا ۚ اِنَّہُمۡ مُّغۡرَقُوۡنَ ﴿۳۷﴾

(૩૭) અને અમારી નજર સામે તથા અમારી વહી મુજબ કશ્તી બનાવ અને જેઓએ ઝુલ્મ કર્યો છે તેમના સબંધમાં મારી સાથે વાત ન કરશો; ખરેખર તેઓ ડૂબી જનારાઓ છે.

38

وَ یَصۡنَعُ الۡفُلۡکَ ۟ وَ کُلَّمَا مَرَّ عَلَیۡہِ مَلَاٌ مِّنۡ قَوۡمِہٖ سَخِرُوۡا مِنۡہُ ؕ قَالَ اِنۡ تَسۡخَرُوۡا مِنَّا فَاِنَّا نَسۡخَرُ مِنۡکُمۡ کَمَا تَسۡخَرُوۡنَ ﴿ؕ۳۸﴾

(૩૮) અને તે કશ્તી બનાવવા લાગ્યો; અને તેની કોમનો કોઇ આગેવાન જ્યારે તેની પાસેથી પસાર થતો ત્યારે તેની મશ્કરી કરતો હતો; તેણે કહ્યું કે અગર તમે મશ્કરી કરો છો, અમે પણ જરૂર તમારી મશ્કરી કરશુ કે જેવી રીતે તમે મશ્કરી કરો છો.

39

فَسَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ مَنۡ یَّاۡتِیۡہِ عَذَابٌ یُّخۡزِیۡہِ وَ یَحِلُّ عَلَیۡہِ عَذَابٌ مُّقِیۡمٌ ﴿۳۹﴾

(૩૯) પછી તમે અનકરીબ જાણી લેશો કે કોની ઉપર ઝલીલ કરનારો અઝાબ આવી પડશે અને કોની ઉપર હંમેશા રહેનાર અઝાબ આવશે.

40

حَتّٰۤی اِذَا جَآءَ اَمۡرُنَا وَ فَارَ التَّنُّوۡرُ ۙ قُلۡنَا احۡمِلۡ فِیۡہَا مِنۡ کُلٍّ زَوۡجَیۡنِ اثۡنَیۡنِ وَ اَہۡلَکَ اِلَّا مَنۡ سَبَقَ عَلَیۡہِ الۡقَوۡلُ وَ مَنۡ اٰمَنَ ؕ وَ مَاۤ اٰمَنَ مَعَہٗۤ اِلَّا قَلِیۡلٌ ﴿۴۰﴾

(૪૦) ત્યાં સુધી કે અમારો હુકમ આવી પહોંચ્યો અને તંદુરમાંથી (પાણી) ઊભરાવા લાગ્યુ, ત્યારે અમોએ કહ્યું કે તેમાં દરેક (જાનવરની) જાતીનું એક એક જોડું લઇ લે, અને તારા ખાનદાનને સિવાય તેમના કે જેમની (હલાકત) વિશે પહેલેથી જ અમારો વાયદો થઇ ચૂક્યો છે, અને જેઓ ઇમાન લાવ્યા છે (તેમને સાથે લઇ લો;) જો કે તેની સાથે થોડા લોકો સિવાય (બીજા) કોઇ ઇમાન લાવ્યા ન હતા.

41

وَ قَالَ ارۡکَبُوۡا فِیۡہَا بِسۡمِ اللّٰہِ مَ‍‍جۡؔرٖىہَا وَ مُرۡسٰىہَا ؕ اِنَّ رَبِّیۡ لَغَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۴۱﴾

(૪૧) અને તેણે કહ્યું કે સવાર થાવ. અલ્લાહના નામથી તેનું ચાલવુ અને રોકાવુ છે ; ખરેખર મારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.

42

وَ ہِیَ تَجۡرِیۡ بِہِمۡ فِیۡ مَوۡجٍ کَالۡجِبَالِ ۟ وَ نَادٰی نُوۡحُۨ ابۡنَہٗ وَ کَانَ فِیۡ مَعۡزِلٍ یّٰـبُنَیَّ ارۡکَبۡ مَّعَنَا وَ لَا تَکُنۡ مَّعَ الۡکٰفِرِیۡنَ ﴿۴۲﴾

(૪૨) અને તે (વહાણ) તેમને પહાડ જેવાં મોજાઓ વચ્ચે લઇને ચાલ્યું જતું હતું; અને નૂહે પોતાના ફરઝંદને એવી હાલતમાં કે તે (મોમીનો અને વાલિદથી જુદો થઇને) ખૂણામાં હતો અવાજ આપી કે, અય મારા ફરઝંદ! અમારી સાથે સવાર થઇ જા અને કાફિરો સાથે ન રહે.

43

قَالَ سَاٰوِیۡۤ اِلٰی جَبَلٍ یَّعۡصِمُنِیۡ مِنَ الۡمَآءِ ؕ قَالَ لَا عَاصِمَ الۡیَوۡمَ مِنۡ اَمۡرِ اللّٰہِ اِلَّا مَنۡ رَّحِمَ ۚ وَ حَالَ بَیۡنَہُمَا الۡمَوۡجُ فَکَانَ مِنَ الۡمُغۡرَقِیۡنَ ﴿۴۳﴾

(૪૩) તેણે કહ્યું કે હું હમણાંજ પહાડ પર પનાહ લઇ લઇશ, તે મને પાણીથી બચાવી લેશે; (નૂહે) ફરમાવ્યું કે આજના દિવસે અલ્લાહના હુકમથી બચાવનાર કોઇ નથી સિવાય કે જેના પર તે રહેમ કરે; અને એક મોજું બન્નેની વચ્ચે આવી ગયું અને તે ડૂબી જનારાઓમાંથી થઇ ગયો.

44

وَ قِیۡلَ یٰۤاَرۡضُ ابۡلَعِیۡ مَآءَکِ وَ یٰسَمَآءُ اَقۡلِعِیۡ وَ غِیۡضَ الۡمَآءُ وَ قُضِیَ الۡاَمۡرُ وَ اسۡتَوَتۡ عَلَی الۡجُوۡدِیِّ وَ قِیۡلَ بُعۡدًا لِّلۡقَوۡمِ الظّٰلِمِیۡنَ ﴿۴۴﴾

(૪૪) અને હુકમ આપવામાં આવ્યો કે, અય ઝમીન! તું તારા પાણીને ગળી જા, અને અય આસમાન! (વરસવાથી) રોકાઇ જા; પાણી ઓછુ થયુ અલ્લાહનો હુકમ પૂર્ણ થયો અને તે કશ્તી (જુદી નામના) પહાડના કિનારે રોકાઇ ગઇ, અને આ કહી દેવામાં આવ્યું કે ઝાલિમ લોકો (મારી રહેમતથી) દૂર રહેશે.

45

وَ نَادٰی نُوۡحٌ رَّبَّہٗ فَقَالَ رَبِّ اِنَّ ابۡنِیۡ مِنۡ اَہۡلِیۡ وَ اِنَّ وَعۡدَکَ الۡحَقُّ وَ اَنۡتَ اَحۡکَمُ الۡحٰکِمِیۡنَ ﴿۴۵﴾

(૪૫) અને નૂહે પોતાના પરવરદિગારને પૂકાર્યો અય મારા પરવરદિગાર! ખરેખર મારો ફરઝંદ મારા અહેલમાંથી છે, અને તારો વાયદો સાચો છે અને તું બેહતરીન ફેસલો કરનાર છે.

46

قَالَ یٰنُوۡحُ اِنَّہٗ لَیۡسَ مِنۡ اَہۡلِکَ ۚ اِنَّہٗ عَمَلٌ غَیۡرُ صَالِحٍ ٭۫ۖ فَلَا تَسۡـَٔلۡنِ مَا لَـیۡسَ لَکَ بِہٖ عِلۡمٌ ؕ اِنِّیۡۤ اَعِظُکَ اَنۡ تَکُوۡنَ مِنَ الۡجٰہِلِیۡنَ ﴿۴۶﴾

(૪૬) તેણે કહ્યું કે અય નૂહ! બેશક તે તારા અહેલમાંથી નથી કારણકે તેનો અમલ નેક નથી, માટે જે વાતની તને જાણ નથી તેના વિશે મારાથી સવાલ ન કર; બેશક હું તને નસીહત કરૂં છું કે તું જાહિલોમાંથી ન થઇ જા!

47

قَالَ رَبِّ اِنِّیۡۤ اَعُوۡذُ بِکَ اَنۡ اَسۡـَٔلَکَ مَا لَـیۡسَ لِیۡ بِہٖ عِلۡمٌ ؕ وَ اِلَّا تَغۡفِرۡ لِیۡ وَ تَرۡحَمۡنِیۡۤ اَکُنۡ مِّنَ الۡخٰسِرِیۡنَ ﴿۴۷﴾

(૪૭) તેણે કહ્યું કે અય મારા પરવરદિગાર બેશક હું તારાથી પનાહ માંગું છું કે તારાથી એ વસ્તુનો સવાલ કરૂં કે જેનું મને ઇલ્મ નથી; અને અગર તું મને માફ નહિ કરે અને મારા પર રહેમ નહિ કરે તો હું નુકસાન ભોગવનારાઓમાંથી થઇ જઇશ.

48

قِیۡلَ یٰنُوۡحُ اہۡبِطۡ بِسَلٰمٍ مِّنَّا وَ بَرَکٰتٍ عَلَیۡکَ وَ عَلٰۤی اُمَمٍ مِّمَّنۡ مَّعَکَ ؕ وَ اُمَمٌ سَنُمَتِّعُہُمۡ ثُمَّ یَمَسُّہُمۡ مِّنَّا عَذَابٌ اَلِیۡمٌ ﴿۴۸﴾

(૪૮) કહેવામાં આવ્યું કે અય નૂહ! અમારા તરફથી સલામતી અને બરકતો સાથે ઉતર, તારી ઉપર અને તારી કોમ ઉપર છે જે તારી સાથે છે, અને અમુક કોમો કે જેમને નજીકમાં જ અમે (નેઅમતો થકી) ફાયદો પહોંચાડીશું. પછી (નાશુક્રીના કારણે) અમારા તરફથી તેમને દર્દનાક અઝાબ પહોંચશે.

49

تِلۡکَ مِنۡ اَنۡۢبَآءِ الۡغَیۡبِ نُوۡحِیۡہَاۤ اِلَیۡکَ ۚ مَا کُنۡتَ تَعۡلَمُہَاۤ اَنۡتَ وَ لَا قَوۡمُکَ مِنۡ قَبۡلِ ہٰذَا ؕۛ فَاصۡبِرۡ ؕۛ اِنَّ الۡعَاقِبَۃَ لِلۡمُتَّقِیۡنَ ﴿٪۴۹﴾

(૪૯) આ ગૈબની ખબરો છે જે અમે તારા ઉપર વહી કરીએ છીએ; આ પહેલા તેને ન તું જાણતો હતો ન તારી કૌમ; માટે હવે સબ્ર કર; બેશક (નેક) અંજામ મુત્તકીઓ માટે છે.

50

وَ اِلٰی عَادٍ اَخَاہُمۡ ہُوۡدًا ؕ قَالَ یٰقَوۡمِ اعۡبُدُوا اللّٰہَ مَا لَکُمۡ مِّنۡ اِلٰہٍ غَیۡرُہٗ ؕ اِنۡ اَنۡتُمۡ اِلَّا مُفۡتَرُوۡنَ ﴿۵۰﴾

(૫૦) અને આદવાળાઓ તરફ અમોએ તેમના ભાઇ હૂદને મોકલ્યો; તેણે કહ્યું અય મારી કોમ! અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય તમારો બીજો કોઇ માઅબૂદ નથી; તમે ફકત જૂઠી વાતો ઉપજાવી કાઢનારા છો.

51

یٰقَوۡمِ لَاۤ اَسۡـَٔلُکُمۡ عَلَیۡہِ اَجۡرًا ؕ اِنۡ اَجۡرِیَ اِلَّا عَلَی الَّذِیۡ فَطَرَنِیۡ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۵۱﴾

(૫૧) અય મારી કોમ ! હું તમારી પાસે કોઇ મહેનતાણું નથી માંગતો; મારૂ મહેનતાણું તેની પાસે છે કે જેણે મને પૈદા કર્યો છે; શું તમે વિચારતા નથી?

52

وَ یٰقَوۡمِ اسۡتَغۡفِرُوۡا رَبَّکُمۡ ثُمَّ تُوۡبُوۡۤا اِلَیۡہِ یُرۡسِلِ السَّمَآءَ عَلَیۡکُمۡ مِّدۡرَارًا وَّ یَزِدۡکُمۡ قُوَّۃً اِلٰی قُوَّتِکُمۡ وَ لَا تَتَوَلَّوۡا مُجۡرِمِیۡنَ ﴿۵۲﴾

(૫૨) અને અય મારી કૌમ! તમારા પરવરદિગાર પાસે ઇસ્તગફાર કરો, પછી તેના તરફ રજૂ થાઓ, તે તમારા ઉપર સતત આસમાન (વરસાદ) મોકલશે તથા તમારી શક્તિ ઉપર શક્તિમાં વધારો કરશે અને તમે ગુનેહગાર બની (હકથી) ફરી ન જાઓ.

53

قَالُوۡا یٰہُوۡدُ مَا جِئۡتَنَا بِبَیِّنَۃٍ وَّ مَا نَحۡنُ بِتَارِکِیۡۤ اٰلِہَتِنَا عَنۡ قَوۡلِکَ وَ مَا نَحۡنُ لَکَ بِمُؤۡمِنِیۡنَ ﴿۵۳﴾

(૫૩) તેમણે કહ્યું : અય હુદ ! તું કોઇ વાઝેહ દલીલ લાવ્યો નથી અને તારા કહેવાથી અમે અમારા માઅબૂદોને છોડશુ નહિ અને અમે તારા પર ઇમાન લાવનાર નથી.

54

اِنۡ نَّقُوۡلُ اِلَّا اعۡتَرٰىکَ بَعۡضُ اٰلِہَتِنَا بِسُوۡٓءٍ ؕ قَالَ اِنِّیۡۤ اُشۡہِدُ اللّٰہَ وَ اشۡہَدُوۡۤا اَنِّیۡ بَرِیۡٓءٌ مِّمَّا تُشۡرِکُوۡنَ ﴿ۙ۵۴﴾

(૫૪) અમે ફકત એમ જ કહીએ છીએ અમારા અમુક માઅબૂદોએ તમને (તમારી અક્કલને) નુકસાન પહોંચાડ્યુ છે. તેણે કહ્યું: બેશક હું અલ્લાહને ગવાહ બનાવું છું અને તમને પણ ગવાહ બનાવુ છું કે તમે જેને (અલ્લાહના) શરીક બનાવો છો તેનાથી હું બેઝાર છું.

55

مِنۡ دُوۡنِہٖ فَکِیۡدُوۡنِیۡ جَمِیۡعًا ثُمَّ لَا تُنۡظِرُوۡنِ ﴿۵۵﴾

(૫૫) તે (અલ્લાહ)ના સિવાય; તમે સૌ એકઠા થઈને મારી ખિલાફ ચાલ ચાલો. પછી મને મોહલત ન આપશો.

56

اِنِّیۡ تَوَکَّلۡتُ عَلَی اللّٰہِ رَبِّیۡ وَ رَبِّکُمۡ ؕ مَا مِنۡ دَآبَّۃٍ اِلَّا ہُوَ اٰخِذٌۢ بِنَاصِیَتِہَا ؕ اِنَّ رَبِّیۡ عَلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۵۶﴾

(૫૬) બેશક હું અલ્લાહ ઉપર આધાર રાખું છું કે જે મારો પરવરદિગાર છે અને તમારો પણ (પરવરદિગાર છે;) કોઇ પ્રાણી નથી સિવાય કે તેની પેશાની(ના વાળ) અલ્લાહની પકડમાં હોય; બેશક મારો પરવરદિગાર સીધા રસ્તા પર છે.

57

فَاِنۡ تَوَلَّوۡا فَقَدۡ اَبۡلَغۡتُکُمۡ مَّاۤ اُرۡسِلۡتُ بِہٖۤ اِلَیۡکُمۡ ؕ وَ یَسۡتَخۡلِفُ رَبِّیۡ قَوۡمًا غَیۡرَکُمۡ ۚ وَ لَا تَضُرُّوۡنَہٗ شَیۡئًا ؕ اِنَّ رَبِّیۡ عَلٰی کُلِّ شَیۡءٍ حَفِیۡظٌ ﴿۵۷﴾

(૫૭) પછી જો તમે ફરી જશો તો મેં તમને તે પયગામ પહોંચાડી દીધો છે કે જેની સાથે મને તમારા તરફ મોકલવામાં આવ્યો હતો અને મારો પરવરદિગાર તમારી જગ્યાએ બીજી કૌમ લાવશે, અને તમે તેને કાંઇ હાનિ નહિ પહોંચાડો; બેશક મારો પરવરદિગાર દરેક વસ્તુનો મુહાફીઝ છે.

58

وَ لَمَّا جَآءَ اَمۡرُنَا نَجَّیۡنَا ہُوۡدًا وَّ الَّذِیۡنَ اٰمَنُوۡا مَعَہٗ بِرَحۡمَۃٍ مِّنَّا ۚ وَ نَجَّیۡنٰہُمۡ مِّنۡ عَذَابٍ غَلِیۡظٍ ﴿۵۸﴾

(૫૮) અને જયારે અમારો હુકમ આવી ગયો ત્યારે અમોએ અમારી રહેમતથી હૂદને તથા જે લોકો તેની સાથે ઇમાન લાવ્યા હતા તેમને બચાવી લીધા, અને તેમને સખ્ત અઝાબથી નજાત આપી.

59

وَ تِلۡکَ عَادٌ ۟ۙ جَحَدُوۡا بِاٰیٰتِ رَبِّہِمۡ وَ عَصَوۡا رُسُلَہٗ وَ اتَّبَعُوۡۤا اَمۡرَ کُلِّ جَبَّارٍ عَنِیۡدٍ ﴿۵۹﴾

(૫૯) અને તે (કૌમે) આદ હતી કે જેમણે પોતાના પરવરદિગારની આયતોને જૂઠલાવી, તથા (અલ્લાહના) રસૂલોની નાફરમાની કરી અને દરેક ઝાલિમ દુશ્મનના ફરમાનની તાબેદારી કરી.

60

وَ اُتۡبِعُوۡا فِیۡ ہٰذِہِ الدُّنۡیَا لَعۡنَۃً وَّ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ اَلَاۤ اِنَّ عَادًا کَفَرُوۡا رَبَّہُمۡ ؕ اَلَا بُعۡدًا لِّعَادٍ قَوۡمِ ہُوۡدٍ ﴿٪۶۰﴾

(૬૦) આ દુનિયામાં તેમને લાનતે પકડી લીધા છે અને કયામતના દિવસે પણ (પકડી લેશે). જાણી લો કૌમે આદે પોતાના પરવરદિગારનો ઇન્કાર કર્યો હતો જાણી લો આદ અને હૂદની કૌમ (અલ્લાહની) રહેમતથી દૂર છે.

61

وَ اِلٰی ثَمُوۡدَ اَخَاہُمۡ صٰلِحًا ۘ قَالَ یٰقَوۡمِ اعۡبُدُوا اللّٰہَ مَا لَکُمۡ مِّنۡ اِلٰہٍ غَیۡرُہٗ ؕ ہُوَ اَنۡشَاَکُمۡ مِّنَ الۡاَرۡضِ وَ اسۡتَعۡمَرَکُمۡ فِیۡہَا فَاسۡتَغۡفِرُوۡہُ ثُمَّ تُوۡبُوۡۤا اِلَیۡہِ ؕ اِنَّ رَبِّیۡ قَرِیۡبٌ مُّجِیۡبٌ ﴿۶۱﴾

(૬૧) અને સમૂદની કોમ તરફ અમોએ તેમના ભાઇ સાલેહને મોકલ્યો. તેણે કહ્યું કે અય મારી કોમ! તમે અલ્લાહની ઇબાદત કરો જેના સિવાય તમારો બીજો કોઇ માઅબૂદ નથી; તેણે તમને ઝમીનમાંથી પેદા કર્યા, અને તેણે જ તમને તેમાં વસાવ્યા; માટે તેની પાસે ઇસ્તગફાર કરો, પછી તેની તરફ રજૂ થાવ; બેશક મારો પરવરદિગાર નઝદીક છે અને (તમારી દુઆઓ) કબૂલ કરનાર છે.

62

قَالُوۡا یٰصٰلِحُ قَدۡ کُنۡتَ فِیۡنَا مَرۡجُوًّا قَبۡلَ ہٰذَاۤ اَتَنۡہٰنَاۤ اَنۡ نَّعۡبُدَ مَا یَعۡبُدُ اٰبَآؤُنَا وَ اِنَّنَا لَفِیۡ شَکٍّ مِّمَّا تَدۡعُوۡنَاۤ اِلَیۡہِ مُرِیۡبٍ ﴿۶۲﴾

(૬૨) તેમણે કહ્યું, અય સાલેહ! ખરેખર અગાઉ તું અમારામાંથી હતો, તારાથી અમને ઉમ્મીદો હતી, શું તું અમને અમારા બાપદાદા જેઓની ઇબાદત કરતા હતા તેમની ઇબાદત કરવાની મનાઇ કરે છે? અને તું જેની તરફ અમને બોલાવે છે તેના વિશે અમે શંકાઓમાં ગૂંચવાયેલ છીએ.

63

قَالَ یٰقَوۡمِ اَرَءَیۡتُمۡ اِنۡ کُنۡتُ عَلٰی بَیِّنَۃٍ مِّنۡ رَّبِّیۡ وَ اٰتٰىنِیۡ مِنۡہُ رَحۡمَۃً فَمَنۡ یَّنۡصُرُنِیۡ مِنَ اللّٰہِ اِنۡ عَصَیۡتُہٗ ۟ فَمَا تَزِیۡدُوۡنَنِیۡ غَیۡرَ تَخۡسِیۡرٍ ﴿۶۳﴾

(૬૩) તેણે કહ્યું કે અય મારી કોમ! જો મારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો મારી પાસે હોય તેણે મને પોતાના તરફથી રહેમત અતા કરી હોય, પછી જો હું તેની નાફરમાની કરૂં તો અલ્લાહ(ના અઝાબ)થી બચાવવા માટે મારી મદદ કોણ કરશે? તમે મારા નુકસાનમાં વધારા સિવાય બીજુ કંઇ નહી કરો.

64

وَ یٰقَوۡمِ ہٰذِہٖ نَاقَۃُ اللّٰہِ لَکُمۡ اٰیَۃً فَذَرُوۡہَا تَاۡکُلۡ فِیۡۤ اَرۡضِ اللّٰہِ وَ لَا تَمَسُّوۡہَا بِسُوۡٓءٍ فَیَاۡخُذَکُمۡ عَذَابٌ قَرِیۡبٌ ﴿۶۴﴾

(૬૪) અને અય મારી કોમ ! અલ્લાહની આ ઊંટણી તમારા માટે એક નિશાની છે; માટે તેને છુટી મૂકી દો કે તે અલ્લાહની ઝમીનમાં ચર્યા કરે અને તેને ઇજા ન પહોંચાડશો, (નહિતર) તમને જલ્દી અઝાબ પકડી લેશે.

65

فَعَقَرُوۡہَا فَقَالَ تَمَتَّعُوۡا فِیۡ دَارِکُمۡ ثَلٰثَۃَ اَیَّامٍ ؕ ذٰلِکَ وَعۡدٌ غَیۡرُ مَکۡذُوۡبٍ ﴿۶۵﴾

(૬૫) તેમ છતાં તેમણે તેના પગ કાપી નાખ્યા, જેથી તેણે ફરમાવ્યું, તમે ત્રણ દિવસ પોત પોતાના ઘરોમાં મોજ મજા ભોગવી લો, આ વાયદો એવો છે કે જે જૂઠો નથી.

66

فَلَمَّا جَآءَ اَمۡرُنَا نَجَّیۡنَا صٰلِحًا وَّ الَّذِیۡنَ اٰمَنُوۡا مَعَہٗ بِرَحۡمَۃٍ مِّنَّا وَ مِنۡ خِزۡیِ یَوۡمِئِذٍ ؕ اِنَّ رَبَّکَ ہُوَ الۡقَوِیُّ الۡعَزِیۡزُ ﴿۶۶﴾

(૬૬) પછી જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો ત્યારે અમોએ સાલેહને તથા જેઓ તેની સાથે ઇમાન લાવ્યા હતા તેઓને અમારી રહેમતથી બચાવી લીધા, તેમજ તે દિવસની ઝિલ્લતથી (બચાવી લીધા); બેશક તારો પરવરદિગાર તાકતવર, જબરદસ્ત છે.

67

وَ اَخَذَ الَّذِیۡنَ ظَلَمُوا الصَّیۡحَۃُ فَاَصۡبَحُوۡا فِیۡ دِیَارِہِمۡ جٰثِمِیۡنَ ﴿ۙ۶۷﴾

(૬૭) અને ઝાલિમ લોકોને એક ગર્જનાએ પકડી લીધા, પછી તેઓ પોત પોતાના ઘરોમાં નિર્જીવ લાશ બની ગયા:

68

کَاَنۡ لَّمۡ یَغۡنَوۡا فِیۡہَا ؕ اَلَاۤ اِنَّ ثَمُوۡدَا۠ کَفَرُوۡا رَبَّہُمۡ ؕ اَلَا بُعۡدًا لِّثَمُوۡدَ ﴿٪۶۸﴾

(૬૮) જાણે કે તેઓ તેમાં કદી વસ્યા જ ન હતા; જાણી લો કે બેશક! સમૂદની કોમે પોતાના પરવરદિગારનો ઇન્કાર કર્યો; જાણી લો કે સમૂદની કોમ (અલ્લાહની રહેમતથી) દૂર થાય.

69

وَ لَقَدۡ جَآءَتۡ رُسُلُنَاۤ اِبۡرٰہِیۡمَ بِالۡبُشۡرٰی قَالُوۡا سَلٰمًا ؕ قَالَ سَلٰمٌ فَمَا لَبِثَ اَنۡ جَآءَ بِعِجۡلٍ حَنِیۡذٍ ﴿۶۹﴾

(૬૯) અને (કૌમે લૂત પર અઝાબ મોકલવા પહેલાં) ખરેખર અમારા ફરિશ્તાઓ ઇબ્રાહીમ પાસે (બુઢાપાની હાલતમાં બાપ બનવાની) ખુશખબર લઇને આવ્યા, તેમણે કહ્યું સલામ; તેણે પણ કહ્યું સલામ; પછી (તેઓ માટે) તે એક શેકેલું વાછરડું લઇ આવ્યો.

70

فَلَمَّا رَاٰۤ اَیۡدِیَہُمۡ لَا تَصِلُ اِلَیۡہِ نَکِرَہُمۡ وَ اَوۡجَسَ مِنۡہُمۡ خِیۡفَۃً ؕ قَالُوۡا لَا تَخَفۡ اِنَّاۤ اُرۡسِلۡنَاۤ اِلٰی قَوۡمِ لُوۡطٍ ﴿ؕ۷۰﴾

(૭૦) પછી જ્યારે તેણે જોયું કે તેમના હાથ તે (ખોરાક)ના તરફ લંબાતા નથી ત્યારે તેઓ તેને અજાણ્યા લાગ્યા અને તેમના મનમાં ડર મહેસૂસ થયો; તેમણે કહ્યું કે તું ડર નહી, બેશક અમને લૂતની કોમ તરફ મોકલવામાં આવ્યા છે.

71

وَ امۡرَاَتُہٗ قَآئِمَۃٌ فَضَحِکَتۡ فَبَشَّرۡنٰہَا بِاِسۡحٰقَ ۙ وَ مِنۡ وَّرَآءِ اِسۡحٰقَ یَعۡقُوۡبَ ﴿۷۱﴾

(૭૧) અને તેની ઔરત (ત્યાં) ઊભેલી હતી. તેણી હંસી પડી, પછી અમોએ તેણીને ઇસ્હાકની ખુશખબર આપી અને ઇસ્હાક પછી યાકૂબની.

72

قَالَتۡ یٰوَیۡلَتٰۤیءَ اَلِدُ وَ اَنَا عَجُوۡزٌ وَّ ہٰذَا بَعۡلِیۡ شَیۡخًا ؕ اِنَّ ہٰذَا لَشَیۡءٌ عَجِیۡبٌ ﴿۷۲﴾

(૭૨) તેણીએ કહ્યું કે વાય શું હુ ફરઝંદને જન્મ આપીશ જયારે કે હું બુઢ્ઢી થઇ ગઇ છું અને આ મારો શૌહર પણ બુઢ્ઢો થઇ ગયો છે? ખરેખર આ તો નવાઇની વાત છે.

73

قَالُوۡۤا اَتَعۡجَبِیۡنَ مِنۡ اَمۡرِ اللّٰہِ رَحۡمَتُ اللّٰہِ وَ بَرَکٰتُہٗ عَلَیۡکُمۡ اَہۡلَ الۡبَیۡتِ ؕ اِنَّہٗ حَمِیۡدٌ مَّجِیۡدٌ ﴿۷۳﴾

(૭૩) તેઓએ કહ્યું કે શું તું અલ્લાહના હુકમથી નવાઇ પામે છો ? અય ઘરવાળાઓ! તમારા પર અલ્લાહની રહેમત અને તેની બરકત છે; બેશક તે વખાણને પાત્ર અને બુઝુર્ગીવાળો છે.

74

فَلَمَّا ذَہَبَ عَنۡ اِبۡرٰہِیۡمَ الرَّوۡعُ وَ جَآءَتۡہُ الۡبُشۡرٰی یُجَادِلُنَا فِیۡ قَوۡمِ لُوۡطٍ ﴿ؕ۷۴﴾

(૭૪) પછી જ્યારે ઇબ્રાહીમનો ડર દૂર થયો અને તેને ખુશખબર પહોંચી ગઇ ત્યારે તે લૂતની કોમની બાબતે અમારી સાથે દલીલ કરવા લાગ્યો.

75

اِنَّ اِبۡرٰہِیۡمَ لَحَلِیۡمٌ اَوَّاہٌ مُّنِیۡبٌ ﴿۷۵﴾

(૭૫) બેશક ઇબ્રાહીમ સહનશીલ, લાગણીશીલ (તથા અલ્લાહ તરફ) રજૂ થનારો હતો.

76

یٰۤـاِبۡرٰہِیۡمُ اَعۡرِضۡ عَنۡ ہٰذَا ۚ اِنَّہٗ قَدۡ جَآءَ اَمۡرُ رَبِّکَ ۚ وَ اِنَّہُمۡ اٰتِیۡہِمۡ عَذَابٌ غَیۡرُ مَرۡدُوۡدٍ ﴿۷۶﴾

(૭૬) અય ઇબ્રાહીમ ! તું આ (ભલામણને) મૂકી દે, બેશક તારા પરવરદિગારનો હુકમ આવી ચૂક્યો છે, અને બેશક તેમના પર એવો અઝાબ આવનાર છે કે જે રદ થઇ શકતો નથી.

77

وَ لَمَّا جَآءَتۡ رُسُلُنَا لُوۡطًا سِیۡٓءَ بِہِمۡ وَ ضَاقَ بِہِمۡ ذَرۡعًا وَّ قَالَ ہٰذَا یَوۡمٌ عَصِیۡبٌ ﴿۷۷﴾

(૭૭) અને જ્યારે અમારા મોકલેલા ફરિશ્તા લૂતની પાસે આવ્યા ત્યારે (કોમના બદકારોથી) તેઓ(ના બચાવ) માટે (પોતાની લાચારી જોઇ) દિલગીર અને દિલતંગ થઇને કહ્યું કે આ મોટી મુસીબતનો દિવસ છે.

78

وَ جَآءَہٗ قَوۡمُہٗ یُہۡرَعُوۡنَ اِلَیۡہِ ؕ وَ مِنۡ قَبۡلُ کَانُوۡا یَعۡمَلُوۡنَ السَّیِّاٰتِ ؕ قَالَ یٰقَوۡمِ ہٰۤؤُلَآءِ بَنَاتِیۡ ہُنَّ اَطۡہَرُ لَکُمۡ فَاتَّقُوا اللّٰہَ وَ لَا تُخۡزُوۡنِ فِیۡ ضَیۡفِیۡ ؕ اَلَـیۡسَ مِنۡکُمۡ رَجُلٌ رَّشِیۡدٌ ﴿۷۸﴾

(૭૮) અને તેની કોમવાળા (મહેમાન સાથે બદકામના ઇરાદેથી) તેની તરફ ઉતાવળે આવ્યા; અને તેઓએ આવા જ બૂરા કામો પહેલા પણ કરતા હતા. તેણે કહ્યું અય મારી કોમ! આ મારી દુખ્તરો છે તેણીઓ તમારા માટે વધુ પાક છે (તેની સાથે શાદી કરી લો), માટે અલ્લાહથી ડરો અને મારા મહેમાનોનાં સંબંધમાં મને શરમીંદા ન કરો; શું તમારામાં કોઇ પણ સમજદાર માણસ નથી?

79

قَالُوۡا لَقَدۡ عَلِمۡتَ مَا لَنَا فِیۡ بَنٰتِکَ مِنۡ حَقٍّ ۚ وَ اِنَّکَ لَتَعۡلَمُ مَا نُرِیۡدُ ﴿۷۹﴾

(૭૯) તેમણે કહ્યું કે તું સારી રીતે જાણે છે કે અમારો તારી દુખ્તરોમાં કાંઇ હક નથી, અને જે કાંઇ અમે ચાહીએ છીએ તે ખરેખર તું જાણે છો.

80

قَالَ لَوۡ اَنَّ لِیۡ بِکُمۡ قُوَّۃً اَوۡ اٰوِیۡۤ اِلٰی رُکۡنٍ شَدِیۡدٍ ﴿۸۰﴾

(૮૦) તેણે (અફસોસ સાથે) કહ્યું કે કદાચ તમારા મુકાબલા માટે મારી પાસે કુવ્વત હોત અથવા મેં કોઇ મજબૂત સહારાનો આશરો લીધો હોત!

81

قَالُوۡا یٰلُوۡطُ اِنَّا رُسُلُ رَبِّکَ لَنۡ یَّصِلُوۡۤا اِلَیۡکَ فَاَسۡرِ بِاَہۡلِکَ بِقِطۡعٍ مِّنَ الَّیۡلِ وَ لَا یَلۡتَفِتۡ مِنۡکُمۡ اَحَدٌ اِلَّا امۡرَاَتَکَ ؕ اِنَّہٗ مُصِیۡبُہَا مَاۤ اَصَابَہُمۡ ؕ اِنَّ مَوۡعِدَہُمُ الصُّبۡحُ ؕ اَلَـیۡسَ الصُّبۡحُ بِقَرِیۡبٍ ﴿۸۱﴾

(૮૧) તેઓએ (ફરિશ્તાઓએ) કહ્યું કે, અય લૂત! બેશક અમે તારા પરવરદિગારના રસૂલો છીએ, તેઓ તારા સુધી હરગિઝ પહોંચશે નહિ; માટે તું રાત્રિના એક ભાગમાં તારા ખાનદાન સાથે નીકળી જા, અને તમારામાંથી કોઇ પાછું વળી ન જૂએ (જેથી અઝાબથી બચી જશો). સિવાય કે તારી ઔરત બેશક તેણીના ઉપર પણ એજ (અઝાબ) આવનાર છે જે તેઓ ઉપર આવશે; બેશક તેનો વાયદો સવારનો છે; શું સવારનો સમય નજદીક નથી?

82

فَلَمَّا جَآءَ اَمۡرُنَا جَعَلۡنَا عَالِیَہَا سَافِلَہَا وَ اَمۡطَرۡنَا عَلَیۡہَا حِجَارَۃً مِّنۡ سِجِّیۡلٍ ۬ۙ مَّنۡضُوۡدٍ ﴿ۙ۸۲﴾

(૮૨) પછી જ્યારે અમારો અઝાબ આવી પહોંચ્યો ત્યારે અમોએ તે (વસ્તી)ને ઊંધી વાળી દીધી અને તેના ઉપર સતત માટીના પાકા પથ્થરો વરસાવ્યા:

83

مُّسَوَّمَۃً عِنۡدَ رَبِّکَ ؕ وَ مَا ہِیَ مِنَ الظّٰلِمِیۡنَ بِبَعِیۡدٍ ﴿٪۸۳﴾

(૮૩) જે તારા પરવરદિગાર પાસે (અઝાબ માટે) નિશાન કરી રાખેલા હતા; અને (બીજા) ઝાલિમોથી તે દૂર નથી.

84

وَ اِلٰی مَدۡیَنَ اَخَاہُمۡ شُعَیۡبًا ؕ قَالَ یٰقَوۡمِ اعۡبُدُوا اللّٰہَ مَا لَکُمۡ مِّنۡ اِلٰہٍ غَیۡرُہٗ ؕ وَ لَا تَنۡقُصُوا الۡمِکۡیَالَ وَ الۡمِیۡزَانَ اِنِّیۡۤ اَرٰىکُمۡ بِخَیۡرٍ وَّ اِنِّیۡۤ اَخَافُ عَلَیۡکُمۡ عَذَابَ یَوۡمٍ مُّحِیۡطٍ ﴿۸۴﴾

(૮૪) અને મદયન તરફ અમોએ તેમના ભાઇ શોઅયબને (મોકલ્યો). તેણે કહ્યું કે, અય મારી કોમ! અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય તમારો કોઇ માઅબૂદ નથી; અને તોલ-માપમાં કમી ન કરો અને બેશક ! હું તમને નેઅમતમાં જોવ છું અને બેશક મને તમારા સંબંધમાં ઘેરી લેનારા દિવસના અઝાબનો ડર છે.

85

وَ یٰقَوۡمِ اَوۡفُوا الۡمِکۡیَالَ وَ الۡمِیۡزَانَ بِالۡقِسۡطِ وَ لَا تَبۡخَسُوا النَّاسَ اَشۡیَآءَہُمۡ وَ لَا تَعۡثَوۡا فِی الۡاَرۡضِ مُفۡسِدِیۡنَ ﴿۸۵﴾

(૮૫) અને અય મારી કોમ! તોલ-માપ ઇન્સાફ સાથે (પુરૂં) આપો, અને લોકોને તેઓની ચીઝ વસ્તુઓ ઓછી ન આપો, અને ઝમીન ઉપર ફસાદ ફેલાવો નહિ.

86

بَقِیَّتُ اللّٰہِ خَیۡرٌ لَّکُمۡ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ۬ۚ وَ مَاۤ اَنَا عَلَیۡکُمۡ بِحَفِیۡظٍ ﴿۸۶﴾

(૮૬) જો તમે મોઅમીન હોવ, તો અલ્લાહે બાકી રાખેલ તમારા માટે બેહતર છે અને હું કાંઇ તમારી ઉપર નિગેહબાન (ચોકીદાર) નથી.

87

قَالُوۡا یٰشُعَیۡبُ اَصَلٰوتُکَ تَاۡمُرُکَ اَنۡ نَّتۡرُکَ مَا یَعۡبُدُ اٰبَآؤُنَاۤ اَوۡ اَنۡ نَّفۡعَلَ فِیۡۤ اَمۡوَالِنَا مَا نَشٰٓؤُاؕ اِنَّکَ لَاَنۡتَ الۡحَلِیۡمُ الرَّشِیۡدُ ﴿۸۷﴾

(૮૭) તેમણે કહ્યું અય શોઅયબ! શું તારી નમાઝ તને એ વાતનો હુકમ આપે છે કે જેની અમારા બાપદાદા ઇબાદત કરતા હતા તેને અમે મૂકી દઇએ અથવા અમારી મિલકત સંબંધે અમારૂં મન ચાહે તેમ ન કરીએ? તું (તો મોટો) સહનશીલ અને સમજદાર છો.

88

قَالَ یٰقَوۡمِ اَرَءَیۡتُمۡ اِنۡ کُنۡتُ عَلٰی بَیِّنَۃٍ مِّنۡ رَّبِّیۡ وَ رَزَقَنِیۡ مِنۡہُ رِزۡقًا حَسَنًا ؕ وَ مَاۤ اُرِیۡدُ اَنۡ اُخَالِفَکُمۡ اِلٰی مَاۤ اَنۡہٰکُمۡ عَنۡہُ ؕ اِنۡ اُرِیۡدُ اِلَّا الۡاِصۡلَاحَ مَا اسۡتَطَعۡتُ ؕ وَ مَا تَوۡفِیۡقِیۡۤ اِلَّا بِاللّٰہِ ؕعَلَیۡہِ تَوَکَّلۡتُ وَ اِلَیۡہِ اُنِیۡبُ ﴿۸۸﴾

(૮૮) તેણે કહ્યું, અય મારી કોમ ! તમે બતાવો કે અગર હું મારા પરવરદિગાર તરફથી ખુલ્લી દલીલ પર હોઉં અને તેણે પોતાના તરફથી મને સારી રોઝી અતા કરી હોય (તો શું હું તેની મુખાલેફત કરીશ)? અને હું એ પણ નથી ચાહતો કે જે વસ્તુથી હું તમને રોકુ છું તેને હું પોતે જ અંજામ આપું; હું ફકત શકય હોય તેટલી ઇસ્લાહ કરવા ચાહું છું; અને મારી તૌફીક ફકત અલ્લાહ તરફથી જ છે; તેના ઉપર જ આધાર રાખુ છું અને તેની જ તરફ રજૂ થાઉં છું.

89

وَ یٰقَوۡمِ لَا یَجۡرِمَنَّکُمۡ شِقَاقِیۡۤ اَنۡ یُّصِیۡبَکُمۡ مِّثۡلُ مَاۤ اَصَابَ قَوۡمَ نُوۡحٍ اَوۡ قَوۡمَ ہُوۡدٍ اَوۡ قَوۡمَ صٰلِحٍ ؕ وَ مَا قَوۡمُ لُوۡطٍ مِّنۡکُمۡ بِبَعِیۡدٍ ﴿۸۹﴾

(૮૯) અને અય મારી કોમ! મારા પ્રત્યેની તમારી મુખાલેફત તમને એવા અઝાબમાં મુબ્તલા ન કરી નાખે જેવો નૂહ અથવા હૂદ અથવા સાલેહની કૌમ પર આવ્યો હતો અને લૂતની કૌમ તમારાથી દૂર નથી.

90

وَ اسۡتَغۡفِرُوۡا رَبَّکُمۡ ثُمَّ تُوۡبُوۡۤا اِلَیۡہِ ؕ اِنَّ رَبِّیۡ رَحِیۡمٌ وَّدُوۡدٌ ﴿۹۰﴾

(૯૦) અને તમારા પરવરદિગારથી ઇસ્તગફાર કરો, પછી તેની તરફ રજૂ થાવ; બેશક મારો પરવરદિગાર મહેરબાન અને મોહબ્બત કરવાવાળો છે.

91

قَالُوۡا یٰشُعَیۡبُ مَا نَفۡقَہُ کَثِیۡرًا مِّمَّا تَقُوۡلُ وَ اِنَّا لَنَرٰىکَ فِیۡنَا ضَعِیۡفًا ۚ وَ لَوۡ لَا رَہۡطُکَ لَرَجَمۡنٰکَ ۫ وَ مَاۤ اَنۡتَ عَلَیۡنَا بِعَزِیۡزٍ ﴿۹۱﴾

(૯૧) તેમણે કહ્યું કે અય શોઅયબ ! તું જે કાંઇ બોલે છે તેમાંથી મોટા ભાગનું અમે સમજતા નથી, અને ખરેખર અમે તને અમારા વચ્ચે કમજોર નિહાળીએ છીએ, અને જો અમને તારા કબીલાનો વિચાર ન હોત તો અમે તને સંગસાર કરી નાખ્યો હોત અને તું અમારા મુકાબલામાં જબરદસ્ત નથી.

92

قَالَ یٰقَوۡمِ اَرَہۡطِیۡۤ اَعَزُّ عَلَیۡکُمۡ مِّنَ اللّٰہِ ؕ وَ اتَّخَذۡتُمُوۡہُ وَرَآءَکُمۡ ظِہۡرِیًّا ؕ اِنَّ رَبِّیۡ بِمَا تَعۡمَلُوۡنَ مُحِیۡطٌ ﴿۹۲﴾

(૯૨) અય મારી કૌમ મારો કબીલો તમારી નજરમાં અલ્લાહ કરતા વધુ જબરદસ્ત છે, અને તમે તે (અલ્લાહના હુકમ)ને પીઠ પાછળ નાખી દીધો છે. બેશક! તમે જે કાંઇ કરો છો તેને મારા પરવરદિગારે/તેના ઇલ્મે ઘેરી લીધેલ છે.

93

وَ یٰقَوۡمِ اعۡمَلُوۡا عَلٰی مَکَانَتِکُمۡ اِنِّیۡ عَامِلٌ ؕ سَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ مَنۡ یَّاۡتِیۡہِ عَذَابٌ یُّخۡزِیۡہِ وَ مَنۡ ہُوَ کَاذِبٌ ؕ وَ ارۡتَقِبُوۡۤا اِنِّیۡ مَعَکُمۡ رَقِیۡبٌ ﴿۹۳﴾

(૯૩) અને અય મારી કોમ ! તમે તમારી શક્તિ મુજબ (જે કરવું હોય તે) કરો, હું પણ (મારૂ) કામ કરૂં છું; જલ્દી તમે જાણી લેશો કે ઝલીલ કરનારો અઝાબ કોના પર ઉતરે છે અને જૂઠો કોણ છે? ઇન્તેઝાર કરો, ખરેખર હું પણ તમારી સાથે ઇન્તેઝાર કરૂં છું.

94

وَ لَمَّا جَآءَ اَمۡرُنَا نَجَّیۡنَا شُعَیۡبًا وَّ الَّذِیۡنَ اٰمَنُوۡا مَعَہٗ بِرَحۡمَۃٍ مِّنَّا وَ اَخَذَتِ الَّذِیۡنَ ظَلَمُوا الصَّیۡحَۃُ فَاَصۡبَحُوۡا فِیۡ دِیَارِہِمۡ جٰثِمِیۡنَ ﴿ۙ۹۴﴾

(૯૪) અને જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો ત્યારે શોઅયબને તથા તેની સાથે ઇમાન લાવનારને અમે અમારી રહેમતથી બચાવી લીધા, અને ઝાલિમોને એક ગર્જનાએ ઝડપી લીધાં. જેથી તેઓ પોતાના ઘરોમાં નિર્જીવ લાશ બની ગયા.

95

کَاَنۡ لَّمۡ یَغۡنَوۡا فِیۡہَا ؕ اَلَا بُعۡدًا لِّمَدۡیَنَ کَمَا بَعِدَتۡ ثَمُوۡدُ ﴿٪۹۵﴾

(૯૫) જાણે કે તેઓ તેમાં કદી વસ્યા જ ન હતા; જાણી લો કે મદયનવાળાઓ માટે (રહેમતથી) એવી દૂરી છે જેવી કોમે સમૂદ માટે હતી.

96

وَ لَقَدۡ اَرۡسَلۡنَا مُوۡسٰی بِاٰیٰتِنَا وَ سُلۡطٰنٍ مُّبِیۡنٍ ﴿ۙ۹۶﴾

(૯૬) અને ખરેખર અમોએ મૂસાને અમારી નિશાનીઓ તથા રોશન દલીલ સાથે મોકલ્યો હતો:

97

اِلٰی فِرۡعَوۡنَ وَ مَلَا۠ئِہٖ فَاتَّبَعُوۡۤا اَمۡرَ فِرۡعَوۡنَ ۚ وَ مَاۤ اَمۡرُ فِرۡعَوۡنَ بِرَشِیۡدٍ ﴿۹۷﴾

(૯૭) ફિરઔન તથા તેના સરદારો તરફ; પરંતુ તેઓએ ફિરઔનના હુકમની તાબેદારી કરી, અને ફિરઔનનો હુકમ હિદાયતવાળો ન હતો.

98

یَقۡدُمُ قَوۡمَہٗ یَوۡمَ الۡقِیٰمَۃِ فَاَوۡرَدَہُمُ النَّارَ ؕ وَ بِئۡسَ الۡوِرۡدُ الۡمَوۡرُوۡدُ ﴿۹۸﴾

(૯૮) કયામતના દિવસે તે પોતાની કૌમની આગળ આગળ ચાલશે અને તેઓને જહન્નમમાં લઇ જશે; અને તે કેટલી ખરાબ જગ્યા હશે કે જ્યાં તેમને લાવવામાં આવશે.

99

وَ اُتۡبِعُوۡا فِیۡ ہٰذِہٖ لَعۡنَۃً وَّ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ بِئۡسَ الرِّفۡدُ الۡمَرۡفُوۡدُ ﴿۹۹﴾

(૯૯) અને આ દુનિયામાં અને કયામતના દિવસે, લાનત તેઓની પાછળ (લગાડેલ) છે; (આ) અને તે કેવી ખરાબ સોગાત હશે કે જે આપવામાં આવશે!

100

ذٰلِکَ مِنۡ اَنۡۢبَآءِ الۡقُرٰی نَقُصُّہٗ عَلَیۡکَ مِنۡہَا قَآئِمٌ وَّ حَصِیۡدٌ ﴿۱۰۰﴾

(૧૦૦) અગાઉ થઇ ગયેલી કૌમના આ અમુક કિસ્સાઓ છે જે અમે તને બયાન કરી રહ્યા છીએ તેઓમાંથી અમુક કૌમ બચી ગઇ અને અમુક નાશ પામી.

101

وَ مَا ظَلَمۡنٰہُمۡ وَ لٰکِنۡ ظَلَمُوۡۤا اَنۡفُسَہُمۡ فَمَاۤ اَغۡنَتۡ عَنۡہُمۡ اٰلِہَتُہُمُ الَّتِیۡ یَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ مِنۡ شَیۡءٍ لَّمَّا جَآءَ اَمۡرُ رَبِّکَ ؕ وَ مَا زَادُوۡہُمۡ غَیۡرَ تَتۡبِیۡبٍ ﴿۱۰۱﴾

(૧૦૧) અને અમોએ તેમના પર ઝુલ્મ કર્યો ન હતો, બલ્કે તેમણે પોતે જ પોતાના ઉપર ઝુલ્મ કર્યો જ્યારે તારા પરવરદિગાર (ની સઝા)નો હુકમ આવ્યો ત્યારે અલ્લાહ સિવાય જેને પોકાર્યા કરતા હતા તેઓ તેમના કાંઇજ કામમાં ન આવ્યા; અને તેઓએ તેમની હલાકતમાં વધારો કરવા સિવાય કંઇ ન કર્યુ.

102

وَ کَذٰلِکَ اَخۡذُ رَبِّکَ اِذَاۤ اَخَذَ الۡقُرٰی وَ ہِیَ ظَالِمَۃٌ ؕ اِنَّ اَخۡذَہٗۤ اَلِیۡمٌ شَدِیۡدٌ ﴿۱۰۲﴾

(૧૦૨) અને તારા પરવરદિગારની પકડ આ રીતે હોય છે જ્યારે તે વસ્તીઓને તેમની ઝુલમગાર હાલતમાં પકડે છે; બેશક તેની પકડ દુ:ખદાયક, સખ્ત છે.

103

اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لِّمَنۡ خَافَ عَذَابَ الۡاٰخِرَۃِ ؕ ذٰلِکَ یَوۡمٌ مَّجۡمُوۡعٌ ۙ لَّہُ النَّاسُ وَ ذٰلِکَ یَوۡمٌ مَّشۡہُوۡدٌ ﴿۱۰۳﴾

(૧૦૩) બેશક તેમાં તેઓ માટે નિશાની છે કે જેઓ આખેરતના અઝાબથી ડરે છે; જે દિવસે લોકોને ભેગા કરવામાં આવશે અને આ દિવસે (જે કાંઇ થશે બધાને) દેખાશે.

104

وَ مَا نُؤَخِّرُہٗۤ اِلَّا لِاَجَلٍ مَّعۡدُوۡدٍ ﴿۱۰۴﴾ؕ

(૧૦૪) અને અમે અઝાબને નક્કી કરેલ મુદ્દત સિવાય ટાળતા નથી.

105

یَوۡمَ یَاۡتِ لَا تَکَلَّمُ نَفۡسٌ اِلَّا بِاِذۡنِہٖ ۚ فَمِنۡہُمۡ شَقِیٌّ وَّ سَعِیۡدٌ ﴿۱۰۵﴾

(૧૦૫) જ્યારે તે દિવસ આવી પહોંચશે ત્યારે કોઇપણ તેની ઇજાઝત સિવાય વાત કરશે નહિ, પછી તેમનામાં અમુક બદનસીબ હશે અને અમુક ખુશનસીબ.

106

فَاَمَّا الَّذِیۡنَ شَقُوۡا فَفِی النَّارِ لَہُمۡ فِیۡہَا زَفِیۡرٌ وَّ شَہِیۡقٌ ﴿۱۰۶﴾ۙ

(૧૦૬) જે લોકો બદબખ્ત હશે જહન્નમમાં તેઓના નિસાસા અને રોકકળ હશે:

107

خٰلِدِیۡنَ فِیۡہَا مَا دَامَتِ السَّمٰوٰتُ وَ الۡاَرۡضُ اِلَّا مَا شَآءَ رَبُّکَ ؕ اِنَّ رَبَّکَ فَعَّالٌ لِّمَا یُرِیۡدُ ﴿۱۰۷﴾

(૧૦૭) જ્યાં સુધી આસમાન તથા ઝમીન બાકી છે હંમેશા તેમાંજ રહેશે, સિવાય કે તારો પરવરદિગાર જે કાંઇ ચાહે, બેશક તારો પરવરદિગાર જે કાંઇ ચાહે છે તે અંજામ આપે છે.

108

وَ اَمَّا الَّذِیۡنَ سُعِدُوۡا فَفِی الۡجَنَّۃِ خٰلِدِیۡنَ فِیۡہَا مَا دَامَتِ السَّمٰوٰتُ وَ الۡاَرۡضُ اِلَّا مَا شَآءَ رَبُّکَ ؕ عَطَآءً غَیۡرَ مَجۡذُوۡذٍ ﴿۱۰۸﴾

(૧૦૮) અને જેઓ ખુશનસીબ છે તેઓ જન્નતમાં હશે, જ્યાં સુધી આકાશો તથા ઝમીન કાયમ રહેશે સિવાય કે તારો પરવરદિગાર જે કાંઇ ચાહે; આ એક એવી બક્ષિશ હશે જે ક્યારે પણ ખત્મ થનારી નથી.

109

فَلَا تَکُ فِیۡ مِرۡیَۃٍ مِّمَّا یَعۡبُدُ ہٰۤؤُلَآءِ ؕ مَا یَعۡبُدُوۡنَ اِلَّا کَمَا یَعۡبُدُ اٰبَآؤُہُمۡ مِّنۡ قَبۡلُ ؕ وَ اِنَّا لَمُوَفُّوۡہُمۡ نَصِیۡبَہُمۡ غَیۡرَ مَنۡقُوۡصٍ ﴿۱۰۹﴾٪

(૧૦૯) માટે તેઓ જેની ઇબાદત કરે છે તેના સંબંધમાં તું કોઇ પણ જાતની શંકામાં પડતો નહિ; તેઓ ઇબાદત નથી કરતા સિવાય કે જેવી રીતે અગાઉ તેઓના બાપ દાદાઓ ઇબાદત કરતા હતા; અને બેશક અમે તેમનો ભાગ ઓછો કર્યા વગર પૂરેપૂરો તેમને આપીશું.

110

وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ فَاخۡتُلِفَ فِیۡہِ ؕ وَ لَوۡ لَا کَلِمَۃٌ سَبَقَتۡ مِنۡ رَّبِّکَ لَقُضِیَ بَیۡنَہُمۡ ؕ وَ اِنَّہُمۡ لَفِیۡ شَکٍّ مِّنۡہُ مُرِیۡبٍ ﴿۱۱۰﴾

(૧૧૦) અને ખરે જ અમોએ મૂસાને કિતાબ આપી હતી. પછી તેમાં ઇખ્તેલાફ કરવામાં આવ્યો; અને જો તારા પરવરદિગારનો (મોહલત વિશેનો) કૌલ અગાઉ ન હોત તો તેમની વચ્ચે ફેંસલો થઇ ગયો હોત; અને ખરેખર તે લોકો તેના સંબંધમાં શંકાની ગૂંચવણમાં પડેલા છે.

111

وَ اِنَّ کُلًّا لَّمَّا لَیُوَفِّیَنَّہُمۡ رَبُّکَ اَعۡمَالَہُمۡ ؕ اِنَّہٗ بِمَا یَعۡمَلُوۡنَ خَبِیۡرٌ ﴿۱۱۱﴾

(૧૧૧) અને બેશક તેઓમાંથી દરેકને તારો પરવરદિગાર તેમના આમાલનો પૂરેપૂરો બદલો આપશે કારણકે જે આમાલ તેઓ કરે છે તેનાથી તે સારી રીતે વાકેફ છે.

112

فَاسۡتَقِمۡ کَمَاۤ اُمِرۡتَ وَ مَنۡ تَابَ مَعَکَ وَ لَا تَطۡغَوۡا ؕ اِنَّہٗ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۱۱۲﴾

(૧૧૨) માટે જેવો તને હુકમ આપવામાં આવ્યો છે તે રીતે તું સાબિત કદમ રહે તથા જેઓ તારી સાથે (અલ્લાહ તરફ) આવ્યા છે (તેઓ પણ), સરકશી ન કરજો; જે કાંઇ તમે કરો છો તે (અલ્લાહ) તેને જોવે છે.

113

وَ لَا تَرۡکَنُوۡۤا اِلَی الَّذِیۡنَ ظَلَمُوۡا فَتَمَسَّکُمُ النَّارُ ۙ وَ مَا لَکُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ مِنۡ اَوۡلِیَآءَ ثُمَّ لَا تُنۡصَرُوۡنَ ﴿۱۱۳﴾

(૧૧૩) અને ઝુલ્મગારો પર આધાર ન રાખો, નહિતર જહન્નમની આગ તમને પકડી લેશે અને તે હાલતમાં અલ્લાહ સિવાય બીજો કોઇ તમારો મદદગાર નહી થાય પછી તમને સહાય કરવામાં નહિ આવે.

114

وَ اَقِمِ الصَّلٰوۃَ طَرَفَیِ النَّہَارِ وَ زُلَفًا مِّنَ الَّیۡلِ ؕ اِنَّ الۡحَسَنٰتِ یُذۡہِبۡنَ السَّیِّاٰتِ ؕ ذٰلِکَ ذِکۡرٰی لِلذّٰکِرِیۡنَ ﴿۱۱۴﴾ۚ

(૧૧૪) અને દિવસના બંને છેડામાં તથા રાતની શરૂઆતમાં નમાઝ કાયમ કરો; બેશક નેકીઓ બદીઓને નાબૂદ કરી દે છે; નસીહત હાંસિલ કરનારાઓ માટે આ એક નસીહત છે.

115

وَ اصۡبِرۡ فَاِنَّ اللّٰہَ لَا یُضِیۡعُ اَجۡرَ الۡمُحۡسِنِیۡنَ ﴿۱۱۵﴾

(૧૧૫) અને સબ્ર કર, કારણ કે અલ્લાહ નેક કાર્યો કરનારાઓનો બદલો બરબાદ કરતો નથી.

116

فَلَوۡ لَا کَانَ مِنَ الۡقُرُوۡنِ مِنۡ قَبۡلِکُمۡ اُولُوۡا بَقِیَّۃٍ یَّنۡہَوۡنَ عَنِ الۡفَسَادِ فِی الۡاَرۡضِ اِلَّا قَلِیۡلًا مِّمَّنۡ اَنۡجَیۡنَا مِنۡہُمۡ ۚ وَ اتَّبَعَ الَّذِیۡنَ ظَلَمُوۡا مَاۤ اُتۡرِفُوۡا فِیۡہِ وَ کَانُوۡا مُجۡرِمِیۡنَ ﴿۱۱۶﴾

(૧૧૬) શા માટે તમારી પહેલાની નસ્લોમાંં એવા સમજદાર ન હતા કે જે લોકોને ઝમીનમાં ફસાદ કરવાથી અટકાવે, સિવાય કે થોડા, કે જેમને અમોએ નજાત આપી, અને જેઓ ઝાલિમો હતા તેઓ દુનિયાની લજ્જત પાછળ લાગેલા હતા અને તેઓ મુજરીમો હતા.

117

وَ مَا کَانَ رَبُّکَ لِیُہۡلِکَ الۡقُرٰی بِظُلۡمٍ وَّ اَہۡلُہَا مُصۡلِحُوۡنَ ﴿۱۱۷﴾

(૧૧૭) અને એવુ નથી કે તારો પરવરદિગાર વસ્તીનો ઝુલ્મ સાથે નાશ કરે એવી હાલતમાં કે તેના રહેવાસીઓ ઇસ્લાહ (નેકી) કરનાર હોય.

118

وَ لَوۡ شَآءَ رَبُّکَ لَجَعَلَ النَّاسَ اُمَّۃً وَّاحِدَۃً وَّ لَا یَزَالُوۡنَ مُخۡتَلِفِیۡنَ ﴿۱۱۸﴾ۙ

(૧૧૮) અને અગર તારો પરવરદિગાર ચાહતે તો બઘા લોકોને એક જ ઉમ્મત બનાવી દેતે. અને હંમેશા તેઓ વચ્ચે મતભેદ રહેશે.

119

اِلَّا مَنۡ رَّحِمَ رَبُّکَ ؕ وَ لِذٰلِکَ خَلَقَہُمۡ ؕ وَ تَمَّتۡ کَلِمَۃُ رَبِّکَ لَاَمۡلَـَٔنَّ جَہَنَّمَ مِنَ الۡجِنَّۃِ وَ النَّاسِ اَجۡمَعِیۡنَ ﴿۱۱۹﴾

(૧૧૯) સિવાય કે જેમના પર તારા પરવરદિગારે રહેમ કર્યો હોય; અને એ માટે જ (રહેમ કરવા માટે જ) તેમને પૈદા કર્યા છે; અને તારા રબ(ના અઝાબ)નો કલામ (પરિ)પૂર્ણ થયો છે: બેશક હું જહન્નમને જિન્નાત તથા ઇન્સાનો વડે ભરી દઈશ.

120

وَ کُلًّا نَّقُصُّ عَلَیۡکَ مِنۡ اَنۡۢبَآءِ الرُّسُلِ مَا نُثَبِّتُ بِہٖ فُؤَادَکَ ۚ وَ جَآءَکَ فِیۡ ہٰذِہِ الۡحَقُّ وَ مَوۡعِظَۃٌ وَّ ذِکۡرٰی لِلۡمُؤۡمِنِیۡنَ ﴿۱۲۰﴾

(૧૨૦) અને અમે દરેક રસૂલના કિસ્સા બયાન કરીએ છીએ, જેના વડે તારા દિલને મજબૂત બનાવીએ અને આ (કિસ્સાઓ)માં તારા માટે હક અને મોઅમીનો માટે ઇબ્રત તથા નસીહત છે.

121

وَ قُلۡ لِّلَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ اعۡمَلُوۡا عَلٰی مَکَانَتِکُمۡ ؕ اِنَّا عٰمِلُوۡنَ ﴿۱۲۱﴾ۙ

(૧૨૧) અને નાસ્તિકોને કહે કે તમે તમારી શક્તિ મુજબ કામ કરો, ખરેજ અમે પણ કામ કરીએ છીએ:

122

وَ انۡتَظِرُوۡا ۚ اِنَّا مُنۡتَظِرُوۡنَ ﴿۱۲۲﴾

(૧૨૨) અને તમે ઇન્તેઝાર કરો, બેશક અમે ઇન્તેઝાર કરીએ છીએ.

123

وَ لِلّٰہِ غَیۡبُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ اِلَیۡہِ یُرۡجَعُ الۡاَمۡرُ کُلُّہٗ فَاعۡبُدۡہُ وَ تَوَکَّلۡ عَلَیۡہِ ؕ وَ مَا رَبُّکَ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ ﴿۱۲۳﴾٪

(૧૨૩) અને આકાશો તથા ઝમીનની તમામ ગૈબી વાતો અલ્લાહ માટે છે, અને દરેક મામલો તેની તરફ જ પલટાવવામાં આવશે; માટે તું તેની ઇબાદત કર અને તેના પર જ આધાર રાખ, અને તમારો રબ તમારા આમાલથી ગાફિલ નથી.