અલ-કુરઆન

34

Saba

سورة سبأ


اَلۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡ لَہٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ وَ لَہُ الۡحَمۡدُ فِی الۡاٰخِرَۃِ ؕ وَ ہُوَ الۡحَکِیۡمُ الۡخَبِیۡرُ ﴿۱﴾

(૧) તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જે કાંઇ આસમાનો અને ઝમીનમાં છે તે તેનુ જ છે, અને તેના જ માટે આખેરતમાં વખાણ છે, અને તે હિકમતવાળો અને જાણકાર છે.

یَعۡلَمُ مَا یَلِجُ فِی الۡاَرۡضِ وَ مَا یَخۡرُجُ مِنۡہَا وَ مَا یَنۡزِلُ مِنَ السَّمَآءِ وَ مَا یَعۡرُجُ فِیۡہَا ؕ وَ ہُوَ الرَّحِیۡمُ الۡغَفُوۡرُ ﴿۲﴾

(૨) તે જાણે છે કે ઝમીનમાં જે કાંઇપણ દાખલ થાય છે અને જે કાંઇપણ તેમાંથી નીકળે છે અને આસમાનથી જે કાંઇપણ નાઝિલ થાય છે અને જે કાંઇપણ તેની તરફ ઉપર ચઢે છે. તે ગફુરૂર રહીમ છે.

وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لَا تَاۡتِیۡنَا السَّاعَۃُ ؕ قُلۡ بَلٰی وَ رَبِّیۡ لَتَاۡتِیَنَّکُمۡ ۙ عٰلِمِ الۡغَیۡبِ ۚ لَا یَعۡزُبُ عَنۡہُ مِثۡقَالُ ذَرَّۃٍ فِی السَّمٰوٰتِ وَ لَا فِی الۡاَرۡضِ وَ لَاۤ اَصۡغَرُ مِنۡ ذٰلِکَ وَ لَاۤ اَکۡبَرُ اِلَّا فِیۡ کِتٰبٍ مُّبِیۡنٍ ٭ۙ﴿۳﴾

(૩) અને નાસ્તિકોએ કહ્યુ કે હરગિઝ અમારી પાસે કયામત નહી આવે, તમે કહો કે હા, મારા પરવરદિગારની કસમ તે જરૂર તમારી પાસે આવશે, તે ગૈબનો જાણનાર છે, તેનાથી આસમાનો અને ઝમીનની ઝર્રા બરાબર વસ્તુ પણ છુપી નથી, અને ન એનાથી નાની કે ન મોટી સિવાય કે ખુલ્લી કિતાબમાં લખાયેલ છે:

لِّیَجۡزِیَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ؕ اُولٰٓئِکَ لَہُمۡ مَّغۡفِرَۃٌ وَّ رِزۡقٌ کَرِیۡمٌ ﴿۴﴾

(૪) જેથી જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને (સારો) બદલો આપે; તેઓ માટે મગફેરત અને કિંમતી રોઝી છે.

وَ الَّذِیۡنَ سَعَوۡ فِیۡۤ اٰیٰتِنَا مُعٰجِزِیۡنَ اُولٰٓئِکَ لَہُمۡ عَذَابٌ مِّنۡ رِّجۡزٍ اَلِیۡمٌ ﴿۵﴾

(૫) અને જેઓએ અમને આજીઝ બનાવવાના મકસદથી અમારી આયતો (જૂઠલાવવા) બાબતે કોશિશો કરી, તેમના માટે સખ્ત દર્દનાક અઝાબ છે.

وَ یَرَی الَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ الَّذِیۡۤ اُنۡزِلَ اِلَیۡکَ مِنۡ رَّبِّکَ ہُوَ الۡحَقَّ ۙ وَ یَہۡدِیۡۤ اِلٰی صِرَاطِ الۡعَزِیۡزِ الۡحَمِیۡدِ ﴿۶﴾

(૬) અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓ જાણે છે કે તારા પરવરદિગાર પાસેથી તારી તરફ જે કાંઇ નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, અને તે જબરદસ્ત અને વખાણને લાયક (અલ્લાહના) રસ્તા તરફ હિદાયત કરે છે.

وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا ہَلۡ نَدُلُّکُمۡ عَلٰی رَجُلٍ یُّنَبِّئُکُمۡ اِذَا مُزِّقۡتُمۡ کُلَّ مُمَزَّقٍ ۙ اِنَّکُمۡ لَفِیۡ خَلۡقٍ جَدِیۡدٍ ۚ﴿۷﴾

(૭) અને નાસ્તિકોએ કહ્યું કે શું અમે તમને એવો શખ્સ બતાવીએ કે જે ખબર આપે છે કે જયારે તમે મર્યા બાદ વિખેરાઇ જશો (ત્યારબાદ) તમને નવેસરથી પેદા કરવામાં આવશે?

اَفۡتَرٰی عَلَی اللّٰہِ کَذِبًا اَمۡ بِہٖ جِنَّۃٌ ؕ بَلِ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ فِی الۡعَذَابِ وَ الضَّلٰلِ الۡبَعِیۡدِ ﴿۸﴾

(૮) તેમણે અલ્લાહ પર ખોટી તોહમત લગાવી છે અથવા તે દીવાનો છે (એવું નથી) પરંતુ જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા તેઓ અઝાબ અને દૂરની ગુમરાહીમાં પડ્યા છે.

اَفَلَمۡ یَرَوۡا اِلٰی مَا بَیۡنَ اَیۡدِیۡہِمۡ وَ مَا خَلۡفَہُمۡ مِّنَ السَّمَآءِ وَ الۡاَرۡضِ ؕ اِنۡ نَّشَاۡ نَخۡسِفۡ بِہِمُ الۡاَرۡضَ اَوۡ نُسۡقِطۡ عَلَیۡہِمۡ کِسَفًا مِّنَ السَّمَآءِ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لِّکُلِّ عَبۡدٍ مُّنِیۡبٍ ٪﴿۹﴾

(૯) શું તેઓ આસમાન તથા ઝમીનમાં જે કાંઇ વસ્તુઓ તેમની આગળ તથા પાછળ છે તેને નથી નિહાળતા ? જો અમે ચાહીએ તો તેમને ઝમીનમાં ઘસાવી દઇએ, અથવા તેમના ઉપર આસમાનમાંથી (પત્થરના) ટુકડા પાડી દઇએ, બેશક દરેક રજૂ થનાર બંદા માટે તેમાં નિશાની છે.

10

وَ لَقَدۡ اٰتَیۡنَا دَاوٗدَ مِنَّا فَضۡلًا ؕ یٰجِبَالُ اَوِّبِیۡ مَعَہٗ وَ الطَّیۡرَ ۚ وَ اَلَنَّا لَہُ الۡحَدِیۡدَ ﴿ۙ۱۰﴾

(૧૦) અને અમોએ દાવૂદ પર અમારા તરફથી ફઝલો કરમ કર્યો, અય પહાડો! અને પરિન્દાઓ તેની સાથે (તસ્બીહમાં) એક અવાજ થઇ જાવ અને તેની માટે લોખંડને નરમ બનાવી દીધું :

11

اَنِ اعۡمَلۡ سٰبِغٰتٍ وَّ قَدِّرۡ فِی السَّرۡدِ وَ اعۡمَلُوۡا صَالِحًا ؕ اِنِّیۡ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۱۱﴾

(૧૧) તમે પહોળા અને કામીલ (પૂર્ણ) બખ્તર બનાવો, તથા કડીઓ માપસર રાખો અને તમો નેક અમલ કરો, બેશક હું તમારા આમાલને જોનાર છું.

12

وَ لِسُلَیۡمٰنَ الرِّیۡحَ غُدُوُّہَا شَہۡرٌ وَّ رَوَاحُہَا شَہۡرٌ ۚ وَ اَسَلۡنَا لَہٗ عَیۡنَ الۡقِطۡرِ ؕ وَ مِنَ الۡجِنِّ مَنۡ یَّعۡمَلُ بَیۡنَ یَدَیۡہِ بِاِذۡنِ رَبِّہٖ ؕ وَ مَنۡ یَّزِغۡ مِنۡہُمۡ عَنۡ اَمۡرِنَا نُذِقۡہُ مِنۡ عَذَابِ السَّعِیۡرِ ﴿۱۲﴾

(૧૨) અને અમોએ પવનને સુલયમાનને તાબે કરી નાખ્યો કે તેની સવારની મુસાફરી એક મહિના બરાબર હતી અને સાંજની મુસાફરી એક મહિના બરાબર હતી, અને અમોએ તેનાં માટે તાંબાનું ઝરણું જારી કરી દીધું અને જિન્નાતોમાંથી એવા હતાં કે જેઓ અલ્લાહની રજાથી તેની સામે કામ કરતા હતાં, અને જે કોઇ તેઓમાંથી અમારા હુકમની મુખાલેફત કરતા હતા, અમે તેને બાળનાર આગની મજા ચખાડીશું.

13

یَعۡمَلُوۡنَ لَہٗ مَا یَشَآءُ مِنۡ مَّحَارِیۡبَ وَ تَمَاثِیۡلَ وَ جِفَانٍ کَالۡجَوَابِ وَ قُدُوۡرٍ رّٰسِیٰتٍ ؕ اِعۡمَلُوۡۤا اٰلَ دَاوٗدَ شُکۡرًا ؕ وَ قَلِیۡلٌ مِّنۡ عِبَادِیَ الشَّکُوۡرُ ﴿۱۳﴾

(૧૩) સુલયમાન જે કાંઇ પણ -મહેરાબો, ચિત્રો, અને મોટા મોટા હોજ જેવા પ્યાલાઓ અને મોટી મોટી ઝમીનમાં સ્થાયી અને સ્થળાંતર કરી શકાય તેવી દેગો- ચાહતા તેઓ (જિન્નાતો) બનાવી દેતા માટે અય દાવૂદની ઔલાદ! શુક્ર માનો; અને અમારા બંદાઓમાં શુક્રગુઝાર બહુ ઓછા છે.

14

فَلَمَّا قَضَیۡنَا عَلَیۡہِ الۡمَوۡتَ مَا دَلَّہُمۡ عَلٰی مَوۡتِہٖۤ اِلَّا دَآبَّۃُ الۡاَرۡضِ تَاۡکُلُ مِنۡسَاَتَہٗ ۚ فَلَمَّا خَرَّ تَبَیَّنَتِ الۡجِنُّ اَنۡ لَّوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ الۡغَیۡبَ مَا لَبِثُوۡا فِی الۡعَذَابِ الۡمُہِیۡنِ ﴿ؕ۱۴﴾

(૧૪) પછી જયારે અમોએ તેની મોતનો ફેસલો કરી લીધો ત્યારે તેમની મોતની ખબર કોઇએ ન આપી સિવાય કે એક ઝમીનના કીડા (ઉધઇ)એ, જે તેની લાકડીને ખાતી હતી, અને જયારે તે ઝમીન પર પડી ગયા ત્યારે જિન્નાતને ખબર પડી. અગર તેઓ ગૈબનું ઇલ્મ રાખતા હોત તો ઝિલ્લતવાળા અઝાબમાં ગિરફતાર ન રહેત.

15

لَقَدۡ کَانَ لِسَبَاٍ فِیۡ مَسۡکَنِہِمۡ اٰیَۃٌ ۚ جَنَّتٰنِ عَنۡ یَّمِیۡنٍ وَّ شِمَالٍ ۬ؕ کُلُوۡا مِنۡ رِّزۡقِ رَبِّکُمۡ وَ اشۡکُرُوۡا لَہٗ ؕ بَلۡدَۃٌ طَیِّبَۃٌ وَّ رَبٌّ غَفُوۡرٌ ﴿۱۵﴾

(૧૫) અને કોમે સબા માટે તેમના રહેઠાણમાં અમારી નિશાની હતી. જમણી તથા ડાબી બંને તરફ બે બગીચાઓ હતાં, (તેઓને કહ્યુ) તમો તમારા પરવરદિગારથી મળેલ રોઝી ખાવ, અને તેનો શુક્ર કરો, પાકીઝા શહેર છે અને બક્ષવાવાળો પરવરદિગાર છે.

16

فَاَعۡرَضُوۡا فَاَرۡسَلۡنَا عَلَیۡہِمۡ سَیۡلَ الۡعَرِمِ وَ بَدَّلۡنٰہُمۡ بِجَنَّتَیۡہِمۡ جَنَّتَیۡنِ ذَوَاتَیۡ اُکُلٍ خَمۡطٍ وَّ اَثۡلٍ وَّ شَیۡءٍ مِّنۡ سِدۡرٍ قَلِیۡلٍ ﴿۱۶﴾

(૧૬) પરંતુ તેઓએ (અલ્લાહથી) મોઢુ ફેરવી લીધુ, તો અમોએ તેમની ઉપર વિરાન કરનાર સૈલાબ મોકલ્યો, અને તેમના બંને બગીચાઓને એવા બે બગીચાઓમાં -કે જેમાં કડવા ફળો, સૂકા વૃક્ષો તેમજ થોડા બોરડીના વૃક્ષો હતા- ફેરવી દીધા.

17

ذٰلِکَ جَزَیۡنٰہُمۡ بِمَا کَفَرُوۡا ؕ وَ ہَلۡ نُجٰزِیۡۤ اِلَّا الۡکَفُوۡرَ ﴿۱۷﴾

(૧૭) આ સજા અમોએ તેમની નાશુક્રીના કારણે આપી, અને શું અમે નાશુક્રા સિવાય બીજા કોઇને સજા કરીએ?!

18

وَ جَعَلۡنَا بَیۡنَہُمۡ وَ بَیۡنَ الۡقُرَی الَّتِیۡ بٰرَکۡنَا فِیۡہَا قُرًی ظَاہِرَۃً وَّ قَدَّرۡنَا فِیۡہَا السَّیۡرَ ؕ سِیۡرُوۡا فِیۡہَا لَیَالِیَ وَ اَیَّامًا اٰمِنِیۡنَ ﴿۱۸﴾

(૧૮) અને અમોએ તેમની અને એવી વસ્તીઓની વચ્ચે જેમાં અમોએ બરકત રાખી છે, જાહેર વસ્તીઓ બનાવી દીધી, અને તેમની વચ્ચે મુસાફરીનું પ્રમાણ નક્કી કરી દીધુ આ રસ્તાઓમાં દિવસ અને રાત સલામતી સાથે હરો-ફરો.

19

فَقَالُوۡا رَبَّنَا بٰعِدۡ بَیۡنَ اَسۡفَارِنَا وَ ظَلَمُوۡۤا اَنۡفُسَہُمۡ فَجَعَلۡنٰہُمۡ اَحَادِیۡثَ وَ مَزَّقۡنٰہُمۡ کُلَّ مُمَزَّقٍ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّکُلِّ صَبَّارٍ شَکُوۡرٍ ﴿۱۹﴾

(૧૯) પરંતુ તેમણે કહ્યું કે અય મારા પરવરદિગાર તું અમારી મુસાફરીના અંતરને દૂર રાખ, તેમણે ખુદ પોતાના ઉપર જ ઝુલ્મ કર્યો, જેથી અમોએ તેમને (ઇબ્રત માટેની) વાર્તાઓ બનાવી દીધા અને સંપૂર્ણ વેર- વિખેર કરી નાખ્યા, બેશક આમાં સબર અને શુક્ર કરનારાઓ માટે નિશાનીઓ છે.

20

وَ لَقَدۡ صَدَّقَ عَلَیۡہِمۡ اِبۡلِیۡسُ ظَنَّہٗ فَاتَّبَعُوۡہُ اِلَّا فَرِیۡقًا مِّنَ الۡمُؤۡمِنِیۡنَ ﴿۲۰﴾

(૨૦) અને હકીકતમાં શૈતાને પોતાનું અનુમાન તેઓ પર સાચું કરી દેખાડયું, મોઅમીનોના સમૂહ સિવાય બધાએ તેની તાબેદારી કરી.

21

وَ مَا کَانَ لَہٗ عَلَیۡہِمۡ مِّنۡ سُلۡطٰنٍ اِلَّا لِنَعۡلَمَ مَنۡ یُّؤۡمِنُ بِالۡاٰخِرَۃِ مِمَّنۡ ہُوَ مِنۡہَا فِیۡ شَکٍّ ؕ وَ رَبُّکَ عَلٰی کُلِّ شَیۡءٍ حَفِیۡظٌ ﴿٪۲۱﴾

(૨૧) અને તે (શૈતાન)નો તેમના ઉપર કાબૂ ન હતો, સિવાય કે અમે (જાહેરી નિશાની વડે) જાણીએ કે કોણ આખેરત પર ઇમાન રાખે છે અને કોણ તેની તરફથી શકમાં છે, અને તારો પરવરદિગાર દરેક વસ્તુનો મુહાફીઝ છે.

22

قُلِ ادۡعُوا الَّذِیۡنَ زَعَمۡتُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ ۚ لَا یَمۡلِکُوۡنَ مِثۡقَالَ ذَرَّۃٍ فِی السَّمٰوٰتِ وَ لَا فِی الۡاَرۡضِ وَ مَا لَہُمۡ فِیۡہِمَا مِنۡ شِرۡکٍ وَّ مَا لَہٗ مِنۡہُمۡ مِّنۡ ظَہِیۡرٍ ﴿۲۲﴾

(૨૨) તમે કહો કે તમને અલ્લાહ સિવાય જેમનુ ગુમાન છે તેમને પોકારો! (તમે જોશો કે) તેઓ આસમાનો અને ઝમીનમાં એક કણ બરાબર પણ સત્તા નથી રાખતા, અને ન તેમનો આ બંનેમાં કંઇપણ હિસ્સો છે અને ન તે(ની ખિલ્કત)માં તેઓમાંથી કોઇ મદદગાર છે.

23

وَ لَا تَنۡفَعُ الشَّفَاعَۃُ عِنۡدَہٗۤ اِلَّا لِمَنۡ اَذِنَ لَہٗ ؕ حَتّٰۤی اِذَا فُزِّعَ عَنۡ قُلُوۡبِہِمۡ قَالُوۡا مَاذَا ۙ قَالَ رَبُّکُمۡ ؕ قَالُوا الۡحَقَّ ۚ وَ ہُوَ الۡعَلِیُّ الۡکَبِیۡرُ ﴿۲۳﴾

(૨૩) અને તેની પાસે કોઇની શફાઅત ફાયદો નહી પહોંચાડે સિવાય કે જેને રજા આપી હોય ત્યાં સુધી કે તેમના દિલમાંથી ડર દૂર થઇ જાય. (મુજરિમો) કહેશે કે તમારા પરવરદિગારે શુ કહ્યુ (શફાઅત કરનાર) કહેશે તેણે હક કહ્યુ અને તે બુલંદ અને મહાન છે.

24

قُلۡ مَنۡ یَّرۡزُقُکُمۡ مِّنَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ قُلِ اللّٰہُ ۙ وَ اِنَّاۤ اَوۡ اِیَّاکُمۡ لَعَلٰی ہُدًی اَوۡ فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۲۴﴾

(૨૪) તું કહે કે તમને આસમાનો તથા ઝમીનમાંથી રોઝી કોણ આપે છે ? તું કહે કે "અલ્લાહ! અમે કે તમે હિદાયત ઉપર કે ખુલ્લી ગુમરાહીમાં છીએ." (બંનેમાંથી એક હિદાયત પર અને બીજો ગુમરાહી પર છે.)

25

قُلۡ لَّا تُسۡـَٔلُوۡنَ عَمَّاۤ اَجۡرَمۡنَا وَ لَا نُسۡـَٔلُ عَمَّا تَعۡمَلُوۡنَ ﴿۲۵﴾

(૨૫) કહો કે અમે જે જુર્મ કરશું તેના બારામાં તમને સવાલ કરવામાં નહિં આવે, તથા તમે જે કાંઇ કરશો એના બારામાં અમને સવાલ કરવામાં નહિ આવે.

26

قُلۡ یَجۡمَعُ بَیۡنَنَا رَبُّنَا ثُمَّ یَفۡتَحُ بَیۡنَنَا بِالۡحَقِّ ؕ وَ ہُوَ الۡفَتَّاحُ الۡعَلِیۡمُ ﴿۲۶﴾

(૨૬) તું કહે કે આપણો પરવરદિગાર આપણને ભેગાં કરશે પછી આપણી વચ્ચે હક/યોગ્ય ફેસલો કરશે, અને તે જાણકાર ફેસલો કરવાવાળો છે.

27

قُلۡ اَرُوۡنِیَ الَّذِیۡنَ اَلۡحَقۡتُمۡ بِہٖ شُرَکَآءَ کَلَّا ؕ بَلۡ ہُوَ اللّٰہُ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿۲۷﴾

(૨૭) કહો કે તમારા તે (અલ્લાહ)ની સાથે જોડેલા બનાવટી શરીકો બતાવો હરગિઝ (એવો કોઇ શરીક) નથી (કે તે બતાવી શકે) બલ્કે તે અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે.

28

وَ مَاۤ اَرۡسَلۡنٰکَ اِلَّا کَآفَّۃً لِّلنَّاسِ بَشِیۡرًا وَّ نَذِیۡرًا وَّ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَعۡلَمُوۡنَ ﴿۲۸﴾

(૨૮) અને અમોએ તને નથી મોકલ્યો સિવાય કે બધા લોકો માટે ખુશખબરી અને ચેતવણી આપનાર પરંતુ મોટા ભાગના લોકો (આ હકીકત) જાણતા નથી.

29

وَ یَقُوۡلُوۡنَ مَتٰی ہٰذَا الۡوَعۡدُ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۲۹﴾

(૨૯) અને તેઓ કહે છે કે જો તમે સાચુ કહો છો તો (કયામતનો) વાયદો ક્યારે પૂરો થશે?

30

قُلۡ لَّکُمۡ مِّیۡعَادُ یَوۡمٍ لَّا تَسۡتَاۡخِرُوۡنَ عَنۡہُ سَاعَۃً وَّ لَا تَسۡتَقۡدِمُوۡنَ ﴿٪۳۰﴾

(૩૦) તું કહે કે તમારા માટે (વાયદાનો) દિવસ નક્કી છે, જેનાથી તમે એક પળ ન પાછળ રહી જશો, ન આગળ વધી જશો.

31

وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لَنۡ نُّؤۡمِنَ بِہٰذَا الۡقُرۡاٰنِ وَ لَا بِالَّذِیۡ بَیۡنَ یَدَیۡہِ ؕ وَ لَوۡ تَرٰۤی اِذِ الظّٰلِمُوۡنَ مَوۡقُوۡفُوۡنَ عِنۡدَ رَبِّہِمۡ ۚۖ یَرۡجِعُ بَعۡضُہُمۡ اِلٰی بَعۡضِۣ الۡقَوۡلَ ۚ یَقُوۡلُ الَّذِیۡنَ اسۡتُضۡعِفُوۡا لِلَّذِیۡنَ اسۡتَکۡبَرُوۡا لَوۡ لَاۤ اَنۡتُمۡ لَکُنَّا مُؤۡمِنِیۡنَ ﴿۳۱﴾

(૩૧) અને નાસ્તિકોએ કહ્યુ કે અમે આ કુરઆન તથા અગાઉની મોજૂદ કિતાબો પર હરગિઝ ઇમાન નહી લાવીએ અને જો તુ એને જોઇશ કે જ્યારે આ ઝાલિમોને તારા પરવરદિગારની સામે (હિસાબ માટે) ઊભા રાખવામાં આવેલ હશે ત્યારે એવી હાલતમાં હશે કે દરેક (ગુનાહની) વાતને એક બીજાઓની તરફ પલટાવતા હશે, અને કમજોરો ઘમંડી લોકોને કહેતા હશે જો તમે ન હોત તો અમે ઇમાનવાળા બની ગયા હોત.

32

قَالَ الَّذِیۡنَ اسۡتَکۡبَرُوۡا لِلَّذِیۡنَ اسۡتُضۡعِفُوۡۤا اَنَحۡنُ صَدَدۡنٰکُمۡ عَنِ الۡہُدٰی بَعۡدَ اِذۡ جَآءَکُمۡ بَلۡ کُنۡتُمۡ مُّجۡرِمِیۡنَ ﴿۳۲﴾

(૩૨) ઘમંડી લોકો કમજોર લોકોને કહેતા હશે શું અમોએ તમારી પાસે હિદાયત આવ્યા બાદ તમને તે (હિદાયત) તેને કબૂલ કરવાથી અટકાવ્યા? પરંતુ તમો પોતેજ ગુનેહગાર હતા.

33

وَ قَالَ الَّذِیۡنَ اسۡتُضۡعِفُوۡا لِلَّذِیۡنَ اسۡتَکۡبَرُوۡا بَلۡ مَکۡرُ الَّیۡلِ وَ النَّہَارِ اِذۡ تَاۡمُرُوۡنَنَاۤ اَنۡ نَّکۡفُرَ بِاللّٰہِ وَ نَجۡعَلَ لَہٗۤ اَنۡدَادًا ؕ وَ اَسَرُّوا النَّدَامَۃَ لَمَّا رَاَوُا الۡعَذَابَ ؕ وَ جَعَلۡنَا الۡاَغۡلٰلَ فِیۡۤ اَعۡنَاقِ الَّذِیۡنَ کَفَرُوۡا ؕ ہَلۡ یُجۡزَوۡنَ اِلَّا مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۳۳﴾

(૩૩) અને કમજોર લોકો ઘમંડી લોકોને કહેશે કે તમારી રાત દિવસની મક્કારીઓની આ અસર છે, જયારે તમે અમને અલ્લાહનો ઇન્કાર કરવાનો તથા તેનો બરોબરીયો બનાવવાનો હુકમ આપતા હતા, અને જયારે તેઓ અઝાબ જોશે ત્યારે પોતાના પસ્તાવાને છુપાવશે અને અમે નાસ્તિકોની ગરદનમાં તોક નાખી દઇશું; શું તેઓને જે કાંઇ તેઓ કરતા હતા એ સિવાય બીજો કંઇ બદલો આપવામાં આવશે?

34

وَ مَاۤ اَرۡسَلۡنَا فِیۡ قَرۡیَۃٍ مِّنۡ نَّذِیۡرٍ اِلَّا قَالَ مُتۡرَفُوۡہَاۤ ۙ اِنَّا بِمَاۤ اُرۡسِلۡتُمۡ بِہٖ کٰفِرُوۡنَ ﴿۳۴﴾

(૩૪) અને અમે કોઇ પણ વસ્તીમાં ડરાવનાર મોકલ્યો નથી સિવાય કે તેના સુખ સગવડમાં ડુબેલા લોકોએ કહ્યુ કે અમે તમારા પયગામોનો ઇન્કાર કરનારા છીએ.

35

وَ قَالُوۡا نَحۡنُ اَکۡثَرُ اَمۡوَالًا وَّ اَوۡلَادًا ۙ وَّ مَا نَحۡنُ بِمُعَذَّبِیۡنَ ﴿۳۵﴾

(૩૫) અને કહ્યું કે અમે માલ અને ઔલાદના હિસાબે તમારા કરતા વધારે છીએ અને અમને અઝાબ કરવામાં નહિં આવે.

36

قُلۡ اِنَّ رَبِّیۡ یَبۡسُطُ الرِّزۡقَ لِمَنۡ یَّشَآءُ وَ یَقۡدِرُ وَ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَعۡلَمُوۡنَ ﴿٪۳۶﴾

(૩૬) તું કહે કે બેશક મારો પરવરદિગાર જેના માટે ચાહે છે રોઝી વિશાળ અથવા તંગ કરે છે, પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.

37

وَ مَاۤ اَمۡوَالُکُمۡ وَ لَاۤ اَوۡلَادُکُمۡ بِالَّتِیۡ تُقَرِّبُکُمۡ عِنۡدَنَا زُلۡفٰۤی اِلَّا مَنۡ اٰمَنَ وَ عَمِلَ صَالِحًا ۫ فَاُولٰٓئِکَ لَہُمۡ جَزَآءُ الضِّعۡفِ بِمَا عَمِلُوۡا وَ ہُمۡ فِی الۡغُرُفٰتِ اٰمِنُوۡنَ ﴿۳۷﴾

(૩૭) અને તમારો માલ અને ઔલાદ એવી વસ્તુ નથી કે જે તમને અમારાથી નજીક કરી દે, સિવાય કે જે ઇમાન લાવે તથા નેક અમલ કરે, એ લોકોને તેમના કાર્યોનો બમણો બદલો આપવામાં આવશે અને તેઓ (જન્નતના) ઓરડાઓમાં સલામતી સાથે હશે.

38

وَ الَّذِیۡنَ یَسۡعَوۡنَ فِیۡۤ اٰیٰتِنَا مُعٰجِزِیۡنَ اُولٰٓئِکَ فِی الۡعَذَابِ مُحۡضَرُوۡنَ ﴿۳۸﴾

(૩૮) અને જે લોકો અમને આજિઝ કરવા માટે અમારી નિશાનીઓ(ને રદ કરવા) બાબતે કોશિશો કરે છે તેઓને અઝાબ માટે હાજર કરવામાં આવશે.

39

قُلۡ اِنَّ رَبِّیۡ یَبۡسُطُ الرِّزۡقَ لِمَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ وَ یَقۡدِرُ لَہٗ ؕ وَ مَاۤ اَنۡفَقۡتُمۡ مِّنۡ شَیۡءٍ فَہُوَ یُخۡلِفُہٗ ۚ وَ ہُوَ خَیۡرُ الرّٰزِقِیۡنَ ﴿۳۹﴾

(૩૯) કહે કે બેશક મારો પરવરદિગાર તેના બંદાઓમાંથી જેની રોઝીમાં ચાહે છે વધારો કરે છે અને જેની રોઝીમાં ચાહે છે કમી કરે છે, અને તમે જે કાંઇ તેની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરશો તેનો બદલો આપશે અને તે બહેતરીન રોઝી આપનારો છે.

40

وَ یَوۡمَ یَحۡشُرُہُمۡ جَمِیۡعًا ثُمَّ یَقُوۡلُ لِلۡمَلٰٓئِکَۃِ اَہٰۤؤُلَآءِ اِیَّاکُمۡ کَانُوۡا یَعۡبُدُوۡنَ ﴿۴۰﴾

(૪૦) અને જે દિવસે તે બધાને ભેગાં કરશે, પછી ફરિશ્તાઓને કહેશે કે શું આ લોકો તમારી ઇબાદત કરતા હતા ?

41

قَالُوۡا سُبۡحٰنَکَ اَنۡتَ وَلِیُّنَا مِنۡ دُوۡنِہِمۡ ۚ بَلۡ کَانُوۡا یَعۡبُدُوۡنَ الۡجِنَّ ۚ اَکۡثَرُہُمۡ بِہِمۡ مُّؤۡمِنُوۡنَ ﴿۴۱﴾

(૪૧) (ફરિશ્તાઓ) કહેશે કે તું પાક છો અને અમારો વલી છો તેઓ નહિ, બલ્કે તેઓ જિન્નાતની ઇબાદત કરતા હતાં, અને તેઓમાંના ઘણાંખરા તેમના પર ઇમાન રાખતા હતા.

42

فَالۡیَوۡمَ لَا یَمۡلِکُ بَعۡضُکُمۡ لِبَعۡضٍ نَّفۡعًا وَّ لَا ضَرًّا ؕ وَ نَقُوۡلُ لِلَّذِیۡنَ ظَلَمُوۡا ذُوۡقُوۡا عَذَابَ النَّارِ الَّتِیۡ کُنۡتُمۡ بِہَا تُکَذِّبُوۡنَ ﴿۴۲﴾

(૪૨) (હા) આજે કોઇ પણ એકબીજાના નફા અને નુકસાનનો માલિક નથી. અમે ઝાલિમોને કહેશુ આગની સજાની મજા ચાખો જેનો તમે ઇન્કાર કરતા હતા.

43

وَ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیٰتُنَا بَیِّنٰتٍ قَالُوۡا مَا ہٰذَاۤ اِلَّا رَجُلٌ یُّرِیۡدُ اَنۡ یَّصُدَّکُمۡ عَمَّا کَانَ یَعۡبُدُ اٰبَآؤُکُمۡ ۚ وَ قَالُوۡا مَا ہٰذَاۤ اِلَّاۤ اِفۡکٌ مُّفۡتَرًی ؕ وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لِلۡحَقِّ لَمَّا جَآءَہُمۡ ۙ اِنۡ ہٰذَاۤ اِلَّا سِحۡرٌ مُّبِیۡنٌ ﴿۴۳﴾

(૪૩) અને જયારે તેમની સામે અમારી વાઝેહ આયતો પઢવામાં આવતી ત્યારે તેઓ કહેતા કે આ ઇન્સાન એ સિવાય કંઇ નથી ચાહતો કે જેની ઇબાદત તમારા બાપ દાદા કરતા હતા તેનાથી તમોને અટકાવે. કહે છે કે આ નથી, સિવાય કે ઉપજાવી કાઢેલી દાસ્તાન; અને નાસ્તિકો પાસે જયારે પણ હક આવે છે ત્યારે તેઓ કહે છે કે આ ખુલ્લો જાદુ છે.

44

وَ مَاۤ اٰتَیۡنٰہُمۡ مِّنۡ کُتُبٍ یَّدۡرُسُوۡنَہَا وَ مَاۤ اَرۡسَلۡنَاۤ اِلَیۡہِمۡ قَبۡلَکَ مِنۡ نَّذِیۡرٍ ﴿ؕ۴۴﴾

(૪૪) અને અમોએ તેમને એવી કિતાબો નથી આપી કે તેઓ પઢે અને તારી પહેલાં તેમની પાસે કોઇ ડરાવનાર નથી મોકલ્યો.

45

وَ کَذَّبَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ۙ وَ مَا بَلَغُوۡا مِعۡشَارَ مَاۤ اٰتَیۡنٰہُمۡ فَکَذَّبُوۡا رُسُلِیۡ ۟ فَکَیۡفَ کَانَ نَکِیۡرِ ﴿٪۴۵﴾

(૪૫) અને તેમના અગાઉના લોકોએ (નબીઓને) જૂઠલાવ્યા એવી હાલતમાં કે તેમની પાસે અમારા આપેલા (પયગામ)નો દસમો હિસ્સો પણ નથી (છતા પણ) તેઓએ મારા રસૂલોને જૂઠલાવ્યા બસ (જુઓ કે) અમારો અઝાબ કેવો હતો!

46

قُلۡ اِنَّمَاۤ اَعِظُکُمۡ بِوَاحِدَۃٍ ۚ اَنۡ تَقُوۡمُوۡا لِلّٰہِ مَثۡنٰی وَ فُرَادٰی ثُمَّ تَتَفَکَّرُوۡا ۟ مَا بِصَاحِبِکُمۡ مِّنۡ جِنَّۃٍ ؕ اِنۡ ہُوَ اِلَّا نَذِیۡرٌ لَّکُمۡ بَیۡنَ یَدَیۡ عَذَابٍ شَدِیۡدٍ ﴿۴۶﴾

(૪૬) તું કહે કે હું તમને એક નસીહત કરૂં છું કે અલ્લાહ માટે એક-એક, બે-બે થઇને અલ્લાહ માટે ઊભા થાવ અને પછી તમો વિચારો કે તમારા સાથીમાં કંઇ દિવાનાપણું નથી. તે ફકત તમને સખ્ત અઝાબ સામે ડરાવનાર છે.

47

قُلۡ مَا سَاَلۡتُکُمۡ مِّنۡ اَجۡرٍ فَہُوَ لَکُمۡ ؕ اِنۡ اَجۡرِیَ اِلَّا عَلَی اللّٰہِ ۚ وَ ہُوَ عَلٰی کُلِّ شَیۡءٍ شَہِیۡدٌ ﴿۴۷﴾

(૪૭) તું કહે કે જે બદલો મેં માંગ્યો છે તે તમારા માટે જ છે, મારો (હકીકી) બદલો ફકત અલ્લાહના ઝિમ્મે છે, તે દરેક વસ્તુનો ગવાહ છે.

48

قُلۡ اِنَّ رَبِّیۡ یَقۡذِفُ بِالۡحَقِّ ۚ عَلَّامُ الۡغُیُوۡبِ ﴿۴۸﴾

(૪૮) તું કહે કે બેશક મારો પરવરદિગાર હકને (દિલમાં) ઊતારે છે અને તે રાઝોનો જાણનાર છે.

49

قُلۡ جَآءَ الۡحَقُّ وَ مَا یُبۡدِئُ الۡبَاطِلُ وَ مَا یُعِیۡدُ ﴿۴۹﴾

(૪૯) તું કહે કે હક આવ્યુ! અને બાતિલ ન કાંઇ શરૂઆત કરી શકે છે, અને ન ફરીવાર તેને પલ્ટાવી શકે છે.

50

قُلۡ اِنۡ ضَلَلۡتُ فَاِنَّمَاۤ اَضِلُّ عَلٰی نَفۡسِیۡ ۚ وَ اِنِ اہۡتَدَیۡتُ فَبِمَا یُوۡحِیۡۤ اِلَیَّ رَبِّیۡ ؕ اِنَّہٗ سَمِیۡعٌ قَرِیۡبٌ ﴿۵۰﴾

(૫૦) તું કહે કે જો ગુમરાહ થઇશ તો મારા કારણેજ હશે અને જો હિદાયત મેળવીશ તો તે મારા પરવરદિગારની વહીને કારણે હશે, કારણકે તે નઝદીક સાંભળનાર છે.

51

وَ لَوۡ تَرٰۤی اِذۡ فَزِعُوۡا فَلَا فَوۡتَ وَ اُخِذُوۡا مِنۡ مَّکَانٍ قَرِیۡبٍ ﴿ۙ۵۱﴾

(૫૧) અને જો તુ ત્યારે જોવે કે જ્યારે તેઓ ગભરાએલા હશે અને બચી નહિં શકે, અને નઝદિકની જગ્યાએથી તેમને પકડી લેવામાં આવશે:

52

وَّ قَالُوۡۤا اٰمَنَّا بِہٖ ۚ وَ اَنّٰی لَہُمُ التَّنَاوُشُ مِنۡ مَّکَانٍۭ بَعِیۡدٍ ﴿ۚۖ۵۲﴾

(૫૨) અને તેઓ કહેશે કે અમે ઇમાન લાવ્યા પરંતુ દૂરથી (ઇમાન સુધી) કેવી રીતે પહોંચે?

53

وَّ قَدۡ کَفَرُوۡا بِہٖ مِنۡ قَبۡلُ ۚ وَ یَقۡذِفُوۡنَ بِالۡغَیۡبِ مِنۡ مَّکَانٍۭ بَعِیۡدٍ ﴿۵۳﴾

(૫૩) અને તેઓ અગાઉ તેનો ઇન્કાર કરી ચૂક્યા, અને અંધારામાં દૂરથી (તોહમતના) તીર ચલાવતા હતા.

54

وَ حِیۡلَ بَیۡنَہُمۡ وَ بَیۡنَ مَا یَشۡتَہُوۡنَ کَمَا فُعِلَ بِاَشۡیَاعِہِمۡ مِّنۡ قَبۡلُ ؕ اِنَّہُمۡ کَانُوۡا فِیۡ شَکٍّ مُّرِیۡبٍ ﴿٪۵۴﴾

(૫૪) અને (છેવટે) તેઓ અને તેઓની ચાહત વચ્ચે રૂકાવટ ઊભી કરી દેવામાં આવી જેવી રીતે તેમની પહેલા આવા લોકો સાથે કરવામાં આવ્યુ હતું કારણકે તેઓ શંકા કુશંકામાં હતા.