અલ-કુરઆન

76

Al-Insan

سورة الإنسان


ہَلۡ اَتٰی عَلَی الۡاِنۡسَانِ حِیۡنٌ مِّنَ الدَّہۡرِ لَمۡ یَکُنۡ شَیۡئًا مَّذۡکُوۡرًا ﴿۱﴾

(૧) શું ઇન્સાન ઉપર એક એવો લાંબો સમય પસાર થયો કે તે કાબીલે ઝિક્ર ચીઝ ન હતો?

اِنَّا خَلَقۡنَا الۡاِنۡسَانَ مِنۡ نُّطۡفَۃٍ اَمۡشَاجٍ ٭ۖ نَّبۡتَلِیۡہِ فَجَعَلۡنٰہُ سَمِیۡعًۢا بَصِیۡرًا ﴿۲﴾

(૨) બેશક અમોએ ઇન્સાનને એક (મર્દ અને ઔરતના) મિશ્ર નુત્ફામાંથી પેદા કર્યો જેથી અમે તેને અજમાવીએ, (આ માટે જ) અમોએ તેને સાંભળનાર અને જોનાર બનાવ્યો.

اِنَّا ہَدَیۡنٰہُ السَّبِیۡلَ اِمَّا شَاکِرًا وَّ اِمَّا کَفُوۡرًا ﴿۳﴾

(૩) બેશક અમોએ તેને રસ્તો દેખાડ્યો, પછી તે શુક્રગુઝાર બને અથવા નાશુક્રો બને!

اِنَّاۤ اَعۡتَدۡنَا لِلۡکٰفِرِیۡنَ سَلٰسِلَا۠ وَ اَغۡلٰلًا وَّ سَعِیۡرًا ﴿۴﴾

(૪) બેશક અમોએ નાસ્તિકો માટે જંજીરો તથા બેડીઓ તથા ભડકતી બાળનારી આગની જ્વાળાઓ તૈયાર રાખેલ છે.

اِنَّ الۡاَبۡرَارَ یَشۡرَبُوۡنَ مِنۡ کَاۡسٍ کَانَ مِزَاجُہَا کَافُوۡرًا ۚ﴿۵﴾

(૫) બેશક નેક બંદા તે પ્યાલામાંથી પીવે છે જેમાં ખૂશ્બુનું મિશ્રણ કરેલ છે.

عَیۡنًا یَّشۡرَبُ بِہَا عِبَادُ اللّٰہِ یُفَجِّرُوۡنَہَا تَفۡجِیۡرًا ﴿۶﴾

(૬) તે એક એવું ઝરણું છે કે જેમાંથી અલ્લાહના નેક બંદાઓ પીવે છે અને (તેઓ જયાં ચાહશે) તેને વહાવે છે.

یُوۡفُوۡنَ بِالنَّذۡرِ وَ یَخَافُوۡنَ یَوۡمًا کَانَ شَرُّہٗ مُسۡتَطِیۡرًا ﴿۷﴾

(૭) તેઓ મન્નતને પૂરી કરે છે, અને તે દિવસથી ડરે છે જેનો અઝાબ વિશાળ છે.

وَ یُطۡعِمُوۡنَ الطَّعَامَ عَلٰی حُبِّہٖ مِسۡکِیۡنًا وَّ یَتِیۡمًا وَّ اَسِیۡرًا ﴿۸﴾

(૮) અને તેઓ તે (ખોરાક)ની જરૂરત/ચાહત હોવા છતાંપણ ગરીબ, યતીમ અને કૈદીને ખાવાનું ખવડાવે છે.

اِنَّمَا نُطۡعِمُکُمۡ لِوَجۡہِ اللّٰہِ لَا نُرِیۡدُ مِنۡکُمۡ جَزَآءً وَّ لَا شُکُوۡرًا ﴿۹﴾

(૯) (કહે છે) અમે ફકત અલ્લાહની ખુશી માટે તમને ખવડાવીએ છીએ, તમારાથી કંઇપણ બદલો અને શુક્ર નથી ચાહતા.

10

اِنَّا نَخَافُ مِنۡ رَّبِّنَا یَوۡمًا عَبُوۡسًا قَمۡطَرِیۡرًا ﴿۱۰﴾

(૧૦) બેશક અમે અમારા પરવરદિગારથી તે દિવસના બારામાં ડરીએ છીએ કે જે અબુસ (ગમગીન) અને કઠોર છે.

11

فَوَقٰہُمُ اللّٰہُ شَرَّ ذٰلِکَ الۡیَوۡمِ وَ لَقّٰہُمۡ نَضۡرَۃً وَّ سُرُوۡرًا ﴿ۚ۱۱﴾

(૧૧) (આ અકીદા અને અમલને કારણે) અલ્લાહે તેમને તે દિવસની સખતાઇથી બચાવશે અને તેઓને (પોતાની બારગાહમાં) સ્વીકારશે, એવી હાલતમાં કે તેમ(ના ચહેરા) પર તાજગી તથા ખુશહાલી છે.

12

وَ جَزٰىہُمۡ بِمَا صَبَرُوۡا جَنَّۃً وَّ حَرِیۡرًا ﴿ۙ۱۲﴾

(૧૨) અને તેમણે જે સબ્ર કરી તેના કારણે તેમને જન્નત અને રેશમી લિબાસ આપશે!

13

مُّتَّکِـِٕیۡنَ فِیۡہَا عَلَی الۡاَرَآئِکِ ۚ لَا یَرَوۡنَ فِیۡہَا شَمۡسًا وَّ لَا زَمۡہَرِیۡرًا ﴿ۚ۱۳﴾

(૧૩) એવી હાલતમાં કે તેઓ જન્નતમાં તખ્તો પર ટેકીને બેઠેલા છે અને તેમાં ન સૂરજ જોશે અને ન ઠંડીને!

14

وَ دَانِیَۃً عَلَیۡہِمۡ ظِلٰلُہَا وَ ذُلِّلَتۡ قُطُوۡفُہَا تَذۡلِیۡلًا ﴿۱۴﴾

(૧૪) એવી હાલતમાં કે અને તેમના ઉપર જન્નતી ઝાડોનો છાંયો છે અને તેના ફળોને ચૂંટવા આસાન છે.

15

وَ یُطَافُ عَلَیۡہِمۡ بِاٰنِیَۃٍ مِّنۡ فِضَّۃٍ وَّ اَکۡوَابٍ کَانَتۡ قَؔوَارِیۡرَا۠ ﴿ۙ۱۵﴾

(૧૫) અને તેમની આસપાસ -ચાંદીના પ્યાલાઓ તથા એવા કપ કે જે પારદર્શક છે- ફેરવવામાં આવે છે.

16

قَؔ‍وَارِیۡرَا۠ مِنۡ فِضَّۃٍ قَدَّرُوۡہَا تَقۡدِیۡرًا ﴿۱۶﴾

(૧૬) પારદર્શક પ્યાલાઓ કે જે ચાંદીના બનેલા છે અને જેને તેઓ પોતાના યોગ્ય માપ મુજબ બનાવેલ છે.

17

وَ یُسۡقَوۡنَ فِیۡہَا کَاۡسًا کَانَ مِزَاجُہَا زَنۡجَبِیۡلًا ﴿ۚ۱۷﴾

(૧૭) અને તેમાં તેઓને એવા પાક શરાબના જામ પીવડાવવામાં આવશે કે જેમાં સૂંઠનું મિશ્રણ છે:

18

عَیۡنًا فِیۡہَا تُسَمّٰی سَلۡسَبِیۡلًا ﴿۱۸﴾

(૧૮) જન્નતમાં એક ઝરણું છે જેનુ નામ સલસબીલ છે.

19

وَ یَطُوۡفُ عَلَیۡہِمۡ وِلۡدَانٌ مُّخَلَّدُوۡنَ ۚ اِذَا رَاَیۡتَہُمۡ حَسِبۡتَہُمۡ لُؤۡلُؤًا مَّنۡثُوۡرًا ﴿۱۹﴾

(૧૯) અને તેમની આજુબાજુ હંમેશ જવાન રહેનાર છોકરા ફરે છે કે જ્યારે તમે તેમને નિહાળશો ત્યારે લાગશે કે વિખરાયેલા મોતી છે!

20

وَ اِذَا رَاَیۡتَ ثَمَّ رَاَیۡتَ نَعِیۡمًا وَّ مُلۡکًا کَبِیۡرًا ﴿۲۰﴾

(૨૦) જયારે તુ ત્યાં જોઇશ ત્યારે (પુષ્કળ) નેઅમત અને વિશાળ સલ્તનત જોઇશ!

21

عٰلِیَہُمۡ ثِیَابُ سُنۡدُسٍ خُضۡرٌ وَّ اِسۡتَبۡرَقٌ ۫ وَّ حُلُّوۡۤا اَسَاوِرَ مِنۡ فِضَّۃٍ ۚ وَ سَقٰہُمۡ رَبُّہُمۡ شَرَابًا طَہُوۡرًا ﴿۲۱﴾

(૨૧) તેના શરીર ઉપર બારીક અને જાડા લીલા રેશમી વસ્ત્રો અને ચાંદીના કડા છે, અને તેમનો પરવરદિગાર તેમને પાકીઝા શરાબ પીવડાવે છે!

22

اِنَّ ہٰذَا کَانَ لَکُمۡ جَزَآءً وَّ کَانَ سَعۡیُکُمۡ مَّشۡکُوۡرًا ﴿٪۲۲﴾

(૨૨) બેશક આ તમારૂં ઇનામ છે, અને તમારી કોશિશોની કદર કરવામાં આવી છે!

23

اِنَّا نَحۡنُ نَزَّلۡنَا عَلَیۡکَ الۡقُرۡاٰنَ تَنۡزِیۡلًا ﴿ۚ۲۳﴾

(૨૩) બેશક અમોએ તારા ઉપર કુરઆનને નાઝિલ કર્યુ!

24

فَاصۡبِرۡ لِحُکۡمِ رَبِّکَ وَ لَا تُطِعۡ مِنۡہُمۡ اٰثِمًا اَوۡ کَفُوۡرًا ﴿ۚ۲۴﴾

(૨૪) તેથી તું તારા પરવરદિગારના હુકમ(ની તબલીગ) ખાતર સબ્ર કર, અને તેઓમાંથી કોઇ ગુનેહગાર અને નાસ્તિકની ઇતાઅત ન કર!

25

وَ اذۡکُرِ اسۡمَ رَبِّکَ بُکۡرَۃً وَّ اَصِیۡلًا ﴿ۖۚ۲۵﴾

(૨૫) અને સવાર સાંજ તારા પરવરદિગારના નામનો ઝિક્ર કર!

26

وَ مِنَ الَّیۡلِ فَاسۡجُدۡ لَہٗ وَ سَبِّحۡہُ لَیۡلًا طَوِیۡلًا ﴿۲۶﴾

(૨૬) અને રાતે તેના માટે સજદો કર અને રાતમાંથી વધારે સમય તેની તસ્બીહ કર.

27

اِنَّ ہٰۤؤُلَآءِ یُحِبُّوۡنَ الۡعَاجِلَۃَ وَ یَذَرُوۡنَ وَرَآءَہُمۡ یَوۡمًا ثَقِیۡلًا ﴿۲۷﴾

(૨૭) બેશક આ લોકો જલ્દીથી પસાર થનાર દુનિયાને પસંદ કરે છે, એવી હાલતમાં કે પાછળ એક ભારે દિવસને છોડી રહ્યા છે!

28

نَحۡنُ خَلَقۡنٰہُمۡ وَ شَدَدۡنَاۤ اَسۡرَہُمۡ ۚ وَ اِذَا شِئۡنَا بَدَّلۡنَاۤ اَمۡثَالَہُمۡ تَبۡدِیۡلًا ﴿۲۸﴾

(૨૮) અમોએ તેમને પેદા કર્યા અને અમોએ જ તેમના (શરીરના) સાંધાઓને મજબૂત કર્યા અને અમે જયારે ચાહીએ ત્યારે તેમની જગ્યા પર બીજાઓને લઇ આવીએ!

29

اِنَّ ہٰذِہٖ تَذۡکِرَۃٌ ۚ فَمَنۡ شَآءَ اتَّخَذَ اِلٰی رَبِّہٖ سَبِیۡلًا ﴿۲۹﴾

(૨૯) બેશક આ એક નસીહત છે, માટે જે ચાહે તે પોતાના પરવરદિગારનો રસ્તો પસંદ કરી લ્યે!

30

وَ مَا تَشَآءُوۡنَ اِلَّاۤ اَنۡ یَّشَآءَ اللّٰہُ ؕ اِنَّ اللّٰہَ کَانَ عَلِیۡمًا حَکِیۡمًا ﴿٭ۖ۳۰﴾

(૩૦) અને તમે કંઇપણ ચાહતા નથી સિવાય કે અલ્લાહ ચાહે, બેશક અલ્લાહ જાણનાર અને હિકમતવાળો હતો અને છે!

31

یُّدۡخِلُ مَنۡ یَّشَآءُ فِیۡ رَحۡمَتِہٖ ؕ وَ الظّٰلِمِیۡنَ اَعَدَّ لَہُمۡ عَذَابًا اَلِیۡمًا ﴿٪۳۱﴾

(૩૧) તે જેને ચાહે પોતાની રહેમતમાં દાખલ કરે છે, અને ઝાલિમો માટે દર્દનાક અઝાબ તૈયાર રાખેલ છે!