Al-Ankaboot
سورة العنكبوت
وَ وَصَّیۡنَا الۡاِنۡسَانَ بِوَالِدَیۡہِ حُسۡنًا ؕ وَ اِنۡ جَاہَدٰکَ لِتُشۡرِکَ بِیۡ مَا لَیۡسَ لَکَ بِہٖ عِلۡمٌ فَلَا تُطِعۡہُمَا ؕ اِلَیَّ مَرۡجِعُکُمۡ فَاُنَبِّئُکُمۡ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۸﴾
(૮) અને અમોએ ઇન્સાનને તેના વાલેદૈનની સાથે નેકી કરવાની વસિયત કરી છે તથા જો તેઓ કોશિશ કરે કે તુ કોઇને મારો શરીક બનાવે કે જેનું તને ઇલ્મ નથી તો તેઓની ઇતાઅત ન કરજે અને તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ છે, પછી તમો જે કાંઇ કરતા હતા તે હું તમોને જણાવી દઇશ.
وَ مِنَ النَّاسِ مَنۡ یَّقُوۡلُ اٰمَنَّا بِاللّٰہِ فَاِذَاۤ اُوۡذِیَ فِی اللّٰہِ جَعَلَ فِتۡنَۃَ النَّاسِ کَعَذَابِ اللّٰہِ ؕ وَ لَئِنۡ جَآءَ نَصۡرٌ مِّنۡ رَّبِّکَ لَیَقُوۡلُنَّ اِنَّا کُنَّا مَعَکُمۡ ؕ اَوَ لَیۡسَ اللّٰہُ بِاَعۡلَمَ بِمَا فِیۡ صُدُوۡرِ الۡعٰلَمِیۡنَ ﴿۱۰﴾
(૧૦) અને અમુક લોકો એવા છે જેઓ કહે છે કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા, પરંતુ જ્યારે અલ્લાહની રાહમાં કોઇ ઇજા પહોંચે ત્યારે લોકોની ઇજાને અલ્લાહના અઝાબ જેવો ગણે છે જયારે તારા પરવરદિગાર તરફથી કોઇ મદદ આવી પહોંચે ત્યારે ભારપૂર્વક કહે છે કે અમે તમારી જ સાથે હતા, શું અલ્લાહ દુનિયાવાળાઓના દિલોમાં જે કાંઇ છે તેનાથી સારી રીતે વાકેફ નથી ?
وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لِلَّذِیۡنَ اٰمَنُوا اتَّبِعُوۡا سَبِیۡلَنَا وَ لۡنَحۡمِلۡ خَطٰیٰکُمۡ ؕ وَ مَا ہُمۡ بِحٰمِلِیۡنَ مِنۡ خَطٰیٰہُمۡ مِّنۡ شَیۡءٍ ؕ اِنَّہُمۡ لَکٰذِبُوۡنَ ﴿۱۲﴾
(૧૨) અને નાસ્તિકોએ ઇમાનવાળાઓને કહ્યુ તમે અમારા રસ્તાની તાબેદારી કરો કે અમે તમારા ગુનાહોનો ભાર ઉપાડી લેશુ; હરગિઝ તેઓ તેમના ગુનાહોનો બોજો ઉપાડશે નહી; બેશક તેઓ જૂઠા છે!
وَ لَقَدۡ اَرۡسَلۡنَا نُوۡحًا اِلٰی قَوۡمِہٖ فَلَبِثَ فِیۡہِمۡ اَلۡفَ سَنَۃٍ اِلَّا خَمۡسِیۡنَ عَامًا ؕ فَاَخَذَہُمُ الطُّوۡفَانُ وَ ہُمۡ ظٰلِمُوۡنَ ﴿۱۴﴾
(૧૪) અને અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યા, પછી તેમના વચ્ચે તે એક હજારમાં પચાસ વર્ષ ઓછા રહ્યા છેવટે તે કોમ તોફાન(ના અઝાબ)માં ગિરફતાર થઇ એ હાલતમાં કે તે લોકો ઝાલિમો હતા.
اِنَّمَا تَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ اَوۡثَانًا وَّ تَخۡلُقُوۡنَ اِفۡکًا ؕ اِنَّ الَّذِیۡنَ تَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ لَا یَمۡلِکُوۡنَ لَکُمۡ رِزۡقًا فَابۡتَغُوۡا عِنۡدَ اللّٰہِ الرِّزۡقَ وَ اعۡبُدُوۡہُ وَ اشۡکُرُوۡا لَہٗ ؕ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۱۷﴾
(૧૭) તમે અલ્લાહ સિવાય જે બૂતોની ઇબાદત કરો છો તે ફકત તમે જૂઠ ઘડો છો. હકીકતમાં અલ્લાહ સિવાય જેની તમે ઇબાદત કરો છો, તેઓ તમારા માટે કોઇપણ પ્રકારની રોઝીના માલિક નથી, માટે અલ્લાહ પાસે રોઝી તલાશ કરો, અને તેની ઇબાદત કરો અને તેનો શુક્ર કરો કે તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.
قُلۡ سِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَانۡظُرُوۡا کَیۡفَ بَدَاَ الۡخَلۡقَ ثُمَّ اللّٰہُ یُنۡشِیُٔ النَّشۡاَۃَ الۡاٰخِرَۃَ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿ۚ۲۰﴾
(૨૦) તું કહે કે તમે ઝમીનમાં હરો ફરો; અને જૂઓ કે તેણે ખિલકતની શરૂઆત કરી? ત્યારબાદ આખેરતને (આવી રીતે જ) પેદા કરશે, બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે!
فَمَا کَانَ جَوَابَ قَوۡمِہٖۤ اِلَّاۤ اَنۡ قَالُوا اقۡتُلُوۡہُ اَوۡ حَرِّقُوۡہُ فَاَنۡجٰىہُ اللّٰہُ مِنَ النَّارِ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿۲۴﴾
(૨૪) અને તે (ઇબ્રાહીમ)ની કોમનો જવાબ આ સિવાય બીજો કાંઇ ન હતો કે -તેને કત્લ કરી નાખો અથવા તેને (આગમાં) બાળી નાખો,- પરંતુ અલ્લાહે તેને આગથી બચાવી લીધા; બેશક જે લોકો ઇમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે.
وَ قَالَ اِنَّمَا اتَّخَذۡتُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ اَوۡثَانًا ۙ مَّوَدَّۃَ بَیۡنِکُمۡ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا ۚ ثُمَّ یَوۡمَ الۡقِیٰمَۃِ یَکۡفُرُ بَعۡضُکُمۡ بِبَعۡضٍ وَّ یَلۡعَنُ بَعۡضُکُمۡ بَعۡضًا ۫ وَّ مَاۡوٰىکُمُ النَّارُ وَ مَا لَکُمۡ مِّنۡ نّٰصِرِیۡنَ ﴿٭ۙ۲۵﴾
(૨૫) અને (ઇબ્રાહીમે) કહ્યું કે તમારી દરમ્યાન દુનિયાની મહોબ્બતને બાકી રાખવા માટે ખુદાને છોડીને બૂતોને અપનાવી લીધા, પછી કયામતના દિવસે તમે એક બીજાથી બેઝાર/દૂર થાશો અને એક બીજા ઉપર લાનત કરશો. અને તમારા સૌનું ઠેકાણું જહન્નમ છે અને તમારો કોઇ મદદગાર નહી હોય.
وَ وَہَبۡنَا لَہٗۤ اِسۡحٰقَ وَ یَعۡقُوۡبَ وَ جَعَلۡنَا فِیۡ ذُرِّیَّتِہِ النُّبُوَّۃَ وَ الۡکِتٰبَ وَ اٰتَیۡنٰہُ اَجۡرَہٗ فِی الدُّنۡیَا ۚ وَ اِنَّہٗ فِی الۡاٰخِرَۃِ لَمِنَ الصّٰلِحِیۡنَ ﴿۲۷﴾
(૨૭) અને અમોએ તેને ઇસ્હાક તથા યાકૂબ આપ્યા અને તેમની નસ્લમાં નબુવ્વત અને કિતાબ રાખી અને દુનિયામાં તેને બદલો આપ્યો અને આખેરતમાં નેક કિરદારોમાં છે.
اَئِنَّکُمۡ لَتَاۡتُوۡنَ الرِّجَالَ وَ تَقۡطَعُوۡنَ السَّبِیۡلَ ۬ۙ وَ تَاۡتُوۡنَ فِیۡ نَادِیۡکُمُ الۡمُنۡکَرَ ؕ فَمَا کَانَ جَوَابَ قَوۡمِہٖۤ اِلَّاۤ اَنۡ قَالُوا ائۡتِنَا بِعَذَابِ اللّٰہِ اِنۡ کُنۡتَ مِنَ الصّٰدِقِیۡنَ ﴿۲۹﴾
(૨૯) શું તમો (જાતીય સંબંધ માટે) મર્દો પાસે જાવ છો અને (નસ્લનો) રસ્તો કાપો છો અને તમારી મહેફિલોમાં ખરાબ કાર્યો કરો છો? તો તેની કોમ પાસે આ સિવાય કંઇ જવાબ ન હતો કે અગર તમે સાચુ કહો છો તો અલ્લાહનો અઝાબ લઇ આવો.
وَ لَمَّا جَآءَتۡ رُسُلُنَاۤ اِبۡرٰہِیۡمَ بِالۡبُشۡرٰی ۙ قَالُوۡۤا اِنَّا مُہۡلِکُوۡۤا اَہۡلِ ہٰذِہِ الۡقَرۡیَۃِ ۚ اِنَّ اَہۡلَہَا کَانُوۡا ظٰلِمِیۡنَ ﴿ۚۖ۳۱﴾
(૩૧) અને જયારે અમારા ફરિશ્તાઓ ઇબ્રાહીમ પાસે ખુશખબરી લઇને આવ્યા અને તેઓએ કહ્યુ કે અમે આ વસ્તીઓને હલાક કરશું કારણ કે આ વસ્તીના લોકો ઝાલિમ છે.
قَالَ اِنَّ فِیۡہَا لُوۡطًا ؕ قَالُوۡا نَحۡنُ اَعۡلَمُ بِمَنۡ فِیۡہَا ٝ۫ لَنُنَجِّیَنَّہٗ وَ اَہۡلَہٗۤ اِلَّا امۡرَاَتَہٗ ٭۫ کَانَتۡ مِنَ الۡغٰبِرِیۡنَ ﴿۳۲﴾
(૩૨) (ઇબ્રાહીમે) કહ્યું કે તેમાં લૂત છે! તેઓએ કહ્યું કે જે કોઇ તેમાં છે અમે તેઓને જાણીએ છીએ, અમે તેને તથા તેના ઘરવાળાઓને બચાવી લઇશું, સિવાય કે તેમની ઔરત કે જે પાછળ રહી જનારાઓમાંથી છે.
وَ لَمَّاۤ اَنۡ جَآءَتۡ رُسُلُنَا لُوۡطًا سِیۡٓءَ بِہِمۡ وَ ضَاقَ بِہِمۡ ذَرۡعًا وَّ قَالُوۡا لَا تَخَفۡ وَ لَا تَحۡزَنۡ ۟ اِنَّا مُنَجُّوۡکَ وَ اَہۡلَکَ اِلَّا امۡرَاَتَکَ کَانَتۡ مِنَ الۡغٰبِرِیۡنَ ﴿۳۳﴾
(૩૩) અને જયારે અમારા ફરિશ્તાઓ લૂત પાસે આવ્યા, ત્યારે (લૂત તેમને જોઇને) પરેશાન અને દિલ તંગ થયા, તેઓએ કહ્યું કે ન તમે ડરો અને ન ગમગીન થાવ, બેશક અમે તને તથા તારા ઘરવાળાઓને બચાવી લઇશું સિવાય તારી ઔરતના કે જેણી પાછળ રહી જનારાઓમાંથી છે.
وَ اِلٰی مَدۡیَنَ اَخَاہُمۡ شُعَیۡبًا ۙ فَقَالَ یٰقَوۡمِ اعۡبُدُوا اللّٰہَ وَ ارۡجُوا الۡیَوۡمَ الۡاٰخِرَ وَ لَا تَعۡثَوۡا فِی الۡاَرۡضِ مُفۡسِدِیۡنَ ﴿۳۶﴾
(૩૬) અને અમોએ મદયન તરફ તેમના ભાઇ શોએબને મોકલ્યા હતા, તેમણે કહ્યું કે અય મારી કૌમ અલ્લાહની ઇબાદત કરો અને આખેરતના દિવસ માટે ઉમેદવાર રહો અને ઝમીન પર ફસાદ ન કરો.
وَ عَادًا وَّ ثَمُوۡدَا۠ وَ قَدۡ تَّبَیَّنَ لَکُمۡ مِّنۡ مَّسٰکِنِہِمۡ ۟ وَ زَیَّنَ لَہُمُ الشَّیۡطٰنُ اَعۡمَالَہُمۡ فَصَدَّہُمۡ عَنِ السَّبِیۡلِ وَ کَانُوۡا مُسۡتَبۡصِرِیۡنَ ﴿ۙ۳۸﴾
(૩૮) અને આદ તથા સમૂદ(ને પણ હલાક કર્યા), કે જેમના (વિરાન) ઘરો તમારા માટે જાહેર થઇ ગયા છે અને શૈતાને તેમના કાર્યોને તેમના માટે શોભીતા બનાવી દીધા હતા અને તેમને (હક) રસ્તાથી અટકાવી દીધા, જો કે તેઓ (હક) સમજતા હતા:
وَ قَارُوۡنَ وَ فِرۡعَوۡنَ وَ ہَامٰنَ ۟ وَ لَقَدۡ جَآءَہُمۡ مُّوۡسٰی بِالۡبَیِّنٰتِ فَاسۡتَکۡبَرُوۡا فِی الۡاَرۡضِ وَ مَا کَانُوۡا سٰبِقِیۡنَ ﴿ۚۖ۳۹﴾
(૩૯) અને કારૂન, ફિરઓન તથા હામાનની (પણ હલાક કર્યા) કે જેમની પાસે મૂસા વાઝેહ દલીલો લઇને આવ્યા હતા, પરંતુ તેમણે ઝમીનમાં તકબ્બૂર કર્યો, જોકે તેઓ (અમારાથી) આગળ નીકળી ન શક્યા.
فَکُلًّا اَخَذۡنَا بِذَنۡۢبِہٖ ۚ فَمِنۡہُمۡ مَّنۡ اَرۡسَلۡنَا عَلَیۡہِ حَاصِبًا ۚ وَ مِنۡہُمۡ مَّنۡ اَخَذَتۡہُ الصَّیۡحَۃُ ۚ وَ مِنۡہُمۡ مَّنۡ خَسَفۡنَا بِہِ الۡاَرۡضَ ۚ وَ مِنۡہُمۡ مَّنۡ اَغۡرَقۡنَا ۚ وَ مَا کَانَ اللّٰہُ لِیَظۡلِمَہُمۡ وَ لٰکِنۡ کَانُوۡۤا اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۴۰﴾
(૪૦) અને અમોએ દરેકને તેના ગુનાહના કારણે પકડી લીધા, તેઓમાંના અમુક પર પત્થરોનો વરસાદ કર્યો અને અમુકને ગર્જનાએ (અવાજે) પકડી લીધા અને અમુકને અમે ઝમીનમાં ધસાવી દીધા અને અમુકને (પાણીમાં) ડુબાડી દીધા અને અલ્લાહે હરગિઝ તેઓના ઉપર ઝુલ્મ નથી કર્યો, પરંતુ તેઓ પોતાના નફસો પર ઝુલ્મ કરતા હતા.
مَثَلُ الَّذِیۡنَ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِ اللّٰہِ اَوۡلِیَآءَ کَمَثَلِ الۡعَنۡکَبُوۡتِ ۖۚ اِتَّخَذَتۡ بَیۡتًا ؕ وَ اِنَّ اَوۡہَنَ الۡبُیُوۡتِ لَبَیۡتُ الۡعَنۡکَبُوۡتِ ۘ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿۴۱﴾
(૪૧) જેઓએ અલ્લાહ સિવાય બીજાઓને પોતાના સરપરસ્ત બનાવ્યા છે, તેમનો દાખલો એક કરોળીયા જેવો છે કે જેણે ઘર પસંદ કર્યુ જો તેઓ જાણતા હોય તો સૌથી નબળુ ઘર કરોળીયાનુ છે.
اُتۡلُ مَاۤ اُوۡحِیَ اِلَیۡکَ مِنَ الۡکِتٰبِ وَ اَقِمِ الصَّلٰوۃَ ؕ اِنَّ الصَّلٰوۃَ تَنۡہٰی عَنِ الۡفَحۡشَآءِ وَ الۡمُنۡکَرِ ؕ وَ لَذِکۡرُ اللّٰہِ اَکۡبَرُ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ مَا تَصۡنَعُوۡنَ ﴿۴۵﴾
(૪૫) તારા તરફ જે કિતાબ વહી કરવામાં આવેલ તેની તિલાવત કર અને નમાઝ કાએમ કર કારણ કે નમાઝ બૂરાઇ અને બદકારીથી રોકે છે અને અલ્લાહનો ઝિક્ર મહાન છે અને અલ્લાહ તમે જે કાંઇ અંજામ આપો છો તે જાણે છે.
وَ لَا تُجَادِلُوۡۤا اَہۡلَ الۡکِتٰبِ اِلَّا بِالَّتِیۡ ہِیَ اَحۡسَنُ ٭ۖ اِلَّا الَّذِیۡنَ ظَلَمُوۡا مِنۡہُمۡ وَ قُوۡلُوۡۤا اٰمَنَّا بِالَّذِیۡۤ اُنۡزِلَ اِلَیۡنَا وَ اُنۡزِلَ اِلَیۡکُمۡ وَ اِلٰـہُنَا وَ اِلٰـہُکُمۡ وَاحِدٌ وَّ نَحۡنُ لَہٗ مُسۡلِمُوۡنَ ﴿۴۶﴾
(૪૬) અને કિતાબવાળાઓ સાથે વાદવિવાદ ન કરો, સિવાય કે બહેતરીન અંદાઝમાં, પરંતુ તેઓમાંથી જેમણે ઝુલ્મ કર્યો (તેઓને) કહો કે અમે તેના ઉપર ઇમાન લાવ્યા જે અમારા તરફ અને તમારા તરફ નાઝિલ કરવામાં આવેલ અને અમારો અને તમારો ખુદા એક જ છે અને અમે તેને જ સમર્પિત છીએ.
وَ کَذٰلِکَ اَنۡزَلۡنَاۤ اِلَیۡکَ الۡکِتٰبَ ؕ فَالَّذِیۡنَ اٰتَیۡنٰہُمُ الۡکِتٰبَ یُؤۡمِنُوۡنَ بِہٖ ۚ وَ مِنۡ ہٰۤؤُلَآءِ مَنۡ یُّؤۡمِنُ بِہٖ ؕ وَ مَا یَجۡحَدُ بِاٰیٰتِنَاۤ اِلَّا الۡکٰفِرُوۡنَ ﴿۴۷﴾
(૪૭) અને આ રીતે, અમોએ તારી તરફ આ કિતાબ નાઝિલ કરી; અને જે લોકોને અમોએ કિતાબ આપી છે; તેઓ આ (કુરઆન) ઉપર ઇમાન લાવે છે; અને તેઓ (મુશરિકો)માંથી અમુક તેના પર ઇમાન લાવે છે; અને નાસ્તિકો સિવાય અમારી આયતોનો કોઇ ઇન્કાર કરતું નથી.
وَ قَالُوۡا لَوۡ لَاۤ اُنۡزِلَ عَلَیۡہِ اٰیٰتٌ مِّنۡ رَّبِّہٖ ؕ قُلۡ اِنَّمَا الۡاٰیٰتُ عِنۡدَ اللّٰہِ ؕ وَ اِنَّمَاۤ اَنَا نَذِیۡرٌ مُّبِیۡنٌ ﴿۵۰﴾
(૫૦) અને તેઓ કહ્યુ કે તેના પર તેના પરવરદિગાર તરફથી નિશાનીઓ શા માટે નાઝિલ કરવામાં ન આવી ? તું કહે કે નિશાનીઓ ફકત અલ્લાહની પાસે છે; અને હું ફકત એક ખુલ્લો ડરાવનારો છું.
اَوَ لَمۡ یَکۡفِہِمۡ اَنَّاۤ اَنۡزَلۡنَا عَلَیۡکَ الۡکِتٰبَ یُتۡلٰی عَلَیۡہِمۡ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَرَحۡمَۃً وَّ ذِکۡرٰی لِقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿٪۵۱﴾
(૫૧) શું તેમના માટે આ પૂરતું નથી કે અમોએ તારા ઉપર કિતાબ નાઝિલ કરી કે સતત તેમની ઉપર પઢવામાં આવે છે. બેશક, જે લોકો ઇમાન લાવે છે તેમના માટે તેમાં રહેમત અને ઝિક્ર છે.
قُلۡ کَفٰی بِاللّٰہِ بَیۡنِیۡ وَ بَیۡنَکُمۡ شَہِیۡدًا ۚ یَعۡلَمُ مَا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا بِالۡبَاطِلِ وَ کَفَرُوۡا بِاللّٰہِ ۙ اُولٰٓئِکَ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿۵۲﴾
(૫૨) તું કહે કે અમારી અને તમારી વચ્ચે ગવાહ તરીકે અલ્લાહ પૂરતો છે, જે આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તેને જાણે છે, અને જે લોકો બાતિલ પર ઇમાન લાવ્યા અને અલ્લાહનો ઇન્કાર કર્યો હકીકતમાં તેઓ નુકસાન ભોગવનારા છે.
وَ یَسۡتَعۡجِلُوۡنَکَ بِالۡعَذَابِ ؕ وَ لَوۡ لَاۤ اَجَلٌ مُّسَمًّی لَّجَآءَہُمُ الۡعَذَابُ ؕ وَ لَیَاۡتِیَنَّہُمۡ بَغۡتَۃً وَّ ہُمۡ لَا یَشۡعُرُوۡنَ ﴿۵۳﴾
(૫૩) અને તેઓ તારી પાસે જલ્દી અઝાબ માંગે છે, જો તેનો સમય નક્કી ન હોત તો તે (અઝાબ) આવી જાત અને છેવટે, અચાનક આવશે અને એવી હાલતમાં કે તેઓ ગાફિલ હશે.
وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَنُبَوِّئَنَّہُمۡ مِّنَ الۡجَنَّۃِ غُرَفًا تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ نِعۡمَ اَجۡرُ الۡعٰمِلِیۡنَ ﴿٭ۖ۵۸﴾
(૫૮) અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને અમે જન્નતના ઓરડામાં જગ્યા આપીશું કે જેની નીચે નદીઓ વહે છે, અને તેઓ હંમેશા તેમાં રહેશે. કેવો બહેતરીન બદલો છે અમલ કરનારાઓ માટે!
وَ لَئِنۡ سَاَلۡتَہُمۡ مَّنۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ سَخَّرَ الشَّمۡسَ وَ الۡقَمَرَ لَیَقُوۡلُنَّ اللّٰہُ ۚ فَاَنّٰی یُؤۡفَکُوۡنَ ﴿۶۱﴾
(૬૧) જો તું એમને સવાલ કર કે -આસમાનો અને ઝમીનને કોણે પેદા કર્યા ? અને સૂરજ તથા ચાંદને કોણે તાબે કર્યા ?- તો તેઓ જરૂર કહેશે કે "અલ્લાહે" પછી એવી હાલતમાં તેઓ કેવી રીતે (હકથી) બહેકી જાય છે?
وَ لَئِنۡ سَاَلۡتَہُمۡ مَّنۡ نَّزَّلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَحۡیَا بِہِ الۡاَرۡضَ مِنۡۢ بَعۡدِ مَوۡتِہَا لَیَقُوۡلُنَّ اللّٰہُ ؕ قُلِ الۡحَمۡدُ لِلّٰہِ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یَعۡقِلُوۡنَ ﴿٪۶۳﴾
(૬૩) અને જો તું તેમને પૂછે કે -આસમાન પરથી પાણી કોણે વરસાવ્યું? પછી તે વડે મરણ પામેલી ઝમીનને ફરી જીવંત કોણે કરી?- તો તેઓ કહેશે કે "અલ્લાહે"; તું કહે કે બધા વખાણ અલ્લાહ માટે જ છે; પરંતુ તેઓમાંના ઘણા ખરા જાણતા નથી.
فَاِذَا رَکِبُوۡا فِی الۡفُلۡکِ دَعَوُا اللّٰہَ مُخۡلِصِیۡنَ لَہُ الدِّیۡنَ ۬ۚ فَلَمَّا نَجّٰہُمۡ اِلَی الۡبَرِّ اِذَا ہُمۡ یُشۡرِکُوۡنَ ﴿ۙ۶۵﴾
(૬૫) પછી જ્યારે તેઓ કશ્તીમાં સવાર થાય છે ત્યારે દીનને અલ્લાહ માટે ખાલિસ કરીને તેને પોકારે છે, પછી જેવા તેમને ખુશ્કી સુધી (પહોંચાડીને) નજાત આપી તેવા તરત જ શિર્ક કરવા લાગી જાય છે:
اَوَ لَمۡ یَرَوۡا اَنَّا جَعَلۡنَا حَرَمًا اٰمِنًا وَّ یُتَخَطَّفُ النَّاسُ مِنۡ حَوۡلِہِمۡ ؕ اَفَبِالۡبَاطِلِ یُؤۡمِنُوۡنَ وَ بِنِعۡمَۃِ اللّٰہِ یَکۡفُرُوۡنَ ﴿۶۷﴾
(૬૭) શું તેઓએ નથી જોયું કે અમોએ તેમના માટે (મક્કાને) માનવંત સલામતીવાળી જગ્યા બનાવી એવી હાલતમાં કે તેની ચારો તરફથી લોકોને ઊંચકી લેવામાં આવે છે? શું તેઓ બાતિલ પર ઇમાન લાવશે અને અલ્લાહની નેઅમતનો ઇન્કાર કરશે?
وَ مَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰی عَلَی اللّٰہِ کَذِبًا اَوۡ کَذَّبَ بِالۡحَقِّ لَمَّا جَآءَہٗ ؕ اَلَیۡسَ فِیۡ جَہَنَّمَ مَثۡوًی لِّلۡکٰفِرِیۡنَ ﴿۶۸﴾
(૬૮) અને તેનાથી મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અથવા હક તેની પાસે આવી ગયા પછી તેને જૂઠલાવે?! શું જહન્નમમાં નાસ્તિકનું ઠેકાણું નથી ?!