અલ-કુરઆન

106

Quraish

سورة قريش


لِاِیۡلٰفِ قُرَیۡشٍ ۙ﴿۱﴾

(૧) કુરૈશને આ ઝમીનથી મોહબ્બત અપાવવા માટે (અબ્રહાને હલાક કર્યો):

اٖلٰفِہِمۡ رِحۡلَۃَ الشِّتَآءِ وَ الصَّیۡفِ ۚ﴿۲﴾

(૨) શિયાળા અને ઊનાળાના સફરમાં (આ મોહબ્બતને કારણે પાછા ફરે)

فَلۡیَعۡبُدُوۡا رَبَّ ہٰذَا الۡبَیۡتِ ۙ﴿۳﴾

(૩) (આ નેઅમતના શુક્ર) માટે તેમણે આ ઘરના પરવરદિગારની ઇબાદત કરવી જોઇએ:

الَّذِیۡۤ اَطۡعَمَہُمۡ مِّنۡ جُوۡعٍ ۬ۙ وَّ اٰمَنَہُمۡ مِّنۡ خَوۡفٍ ٪﴿۴﴾

(૪) જેણે તેઓને ભૂખમાં ખોરાક ખવડાવ્યો અને (દુશ્મનોના) ડરથી સલામત રાખ્યા.