અલ-કુરઆન

23

Al-Mumenoon

سورة المؤمنون


قَدۡ اَفۡلَحَ الۡمُؤۡمِنُوۡنَ ۙ﴿۱﴾

(૧) બેશક મોઅમીનો કામ્યાબ થઇ ગયા :

الَّذِیۡنَ ہُمۡ فِیۡ صَلَاتِہِمۡ خٰشِعُوۡنَ ۙ﴿۲﴾

(૨) જેઓ પોતાની નમાઝોમાં ખુશુઅ રાખે છે:

وَ الَّذِیۡنَ ہُمۡ عَنِ اللَّغۡوِ مُعۡرِضُوۡنَ ﴿ۙ۳﴾

(૩) અને જેઓ નકામી વાતોથી મોઢુ ફેરવે છે.

وَ الَّذِیۡنَ ہُمۡ لِلزَّکٰوۃِ فٰعِلُوۡنَ ۙ﴿۴﴾

(૪) અને જેઓ ઝકાત(ના હુકમ પર) અમલ કરે છે :

وَ الَّذِیۡنَ ہُمۡ لِفُرُوۡجِہِمۡ حٰفِظُوۡنَ ۙ﴿۵﴾

(૫) અને જેઓ પોતાની શર્મગાહ (પાકદમની)ની હિફાઝત કરે છે.

اِلَّا عَلٰۤی اَزۡوَاجِہِمۡ اَوۡ مَا مَلَکَتۡ اَیۡمَانُہُمۡ فَاِنَّہُمۡ غَیۡرُ مَلُوۡمِیۡنَ ۚ﴿۶﴾

(૬) સિવાય પોતાની ઔરતોથી અથવા પોતાની મિલકત (કનીઝો)થી કે તેઓથી લજ્જત હાંસિલ કરવામાં કંઇ મલામત નથી.

فَمَنِ ابۡتَغٰی وَرَآءَ ذٰلِکَ فَاُولٰٓئِکَ ہُمُ الۡعٰدُوۡنَ ۚ﴿۷﴾

(૭) પછી તે ઉપરાંત બીજા રસ્તેથી (લજ્જત) ચાહશે તો તે હદ ઓળંગનાર છે.

وَ الَّذِیۡنَ ہُمۡ لِاَمٰنٰتِہِمۡ وَ عَہۡدِہِمۡ رٰعُوۡنَ ۙ﴿۸﴾

(૮) અને જેઓ પોતાની અમાનતો તથા વાયદાનુ ઘ્યાન રાખે છે.

وَ الَّذِیۡنَ ہُمۡ عَلٰی صَلَوٰتِہِمۡ یُحَافِظُوۡنَ ۘ﴿۹﴾

(૯) અને જેઓ પોતાની નમાઝોની હિફાજત કરે છે.

10

اُولٰٓئِکَ ہُمُ الۡوٰرِثُوۡنَ ﴿ۙ۱۰﴾

(૧૦) એ લોકો ખરા (જન્નતના) વારસદાર છે:

11

الَّذِیۡنَ یَرِثُوۡنَ الۡفِرۡدَوۡسَ ؕ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۱۱﴾

(૧૧) જેઓ જન્નતુલ ફિરદોસના વારસદાર બનશે; જેમાં તેઓ હંમેશા રહેશે.

12

وَ لَقَدۡ خَلَقۡنَا الۡاِنۡسَانَ مِنۡ سُلٰلَۃٍ مِّنۡ طِیۡنٍ ﴿ۚ۱۲﴾

(૧૨) અને ખરેખર અમોએ ઇન્સાનને માટીના નીચોડમાંથી પેદા કર્યો.

13

ثُمَّ جَعَلۡنٰہُ نُطۡفَۃً فِیۡ قَرَارٍ مَّکِیۡنٍ ﴿۪۱۳﴾

(૧૩) પછી અમોએ તેને મહેફૂઝ જગ્યાએ (રહેમમાં) નુત્ફો બનાવીને મૂક્યો.

14

ثُمَّ خَلَقۡنَا النُّطۡفَۃَ عَلَقَۃً فَخَلَقۡنَا الۡعَلَقَۃَ مُضۡغَۃً فَخَلَقۡنَا الۡمُضۡغَۃَ عِظٰمًا فَکَسَوۡنَا الۡعِظٰمَ لَحۡمًا ٭ ثُمَّ اَنۡشَاۡنٰہُ خَلۡقًا اٰخَرَ ؕ فَتَبٰرَکَ اللّٰہُ اَحۡسَنُ الۡخٰلِقِیۡنَ ﴿ؕ۱۴﴾

(૧૪) પછી નુત્ફાને થીજી ગયેલા લોહીનું સ્વરૂપ આપ્યુ પછી તે થીજી ગયેલ લોહીને ચવાઇ ગયેલા ગોશ્તમાં ફેરવ્યુ પછી તે ગોશ્તમાંથી હાડકાંઓ બનાવ્યા પછી હાડકાંઓ ઉપર ગોશ્ત ચઢાવ્યું, પછી અમોએ તેનુ એક નવીન સર્જન કર્યુ માટે કેટલો બરકતવાળો તથા બહેતરીન ખલ્ક કરવાવાળો છે અલ્લાહ!

15

ثُمَّ اِنَّکُمۡ بَعۡدَ ذٰلِکَ لَمَیِّتُوۡنَ ﴿ؕ۱۵﴾

(૧૫) ત્યારબાદ તમે સઘળા ખરેખર મૃત્યુ પામવાના છો.

16

ثُمَّ اِنَّکُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ تُبۡعَثُوۡنَ ﴿۱۶﴾

(૧૬) ત્યારબાદ કયામતના દિવસે તમે પાછા ઉઠાડવામાં આવશો.

17

وَ لَقَدۡ خَلَقۡنَا فَوۡقَکُمۡ سَبۡعَ طَرَآئِقَ ٭ۖ وَ مَا کُنَّا عَنِ الۡخَلۡقِ غٰفِلِیۡنَ ﴿۱۷﴾

(૧૭) અને ખરેખર અમોએ તમારા પર સાત રસ્તાઓ બનાવ્યો; અને અમે અમારી મખ્લૂકથી હરગિઝ ગાફિલ નથી થતા.

18

وَ اَنۡزَلۡنَا مِنَ السَّمَآءِ مَآءًۢ بِقَدَرٍ فَاَسۡکَنّٰہُ فِی الۡاَرۡضِ ٭ۖ وَ اِنَّا عَلٰی ذَہَابٍۭ بِہٖ لَقٰدِرُوۡنَ ﴿ۚ۱۸﴾

(૧૮) અને અમોએ આસમાનમાંથી એક ખાસ મિકદારમાં પાણી વરસાવ્યું, પછી તેને ઝમીનમાં રોકી દીધું, અને બેશક અમે તેને પરત લઇ જવા ઉપર કુદરત રાખીએ છીએ.

19

فَاَنۡشَاۡنَا لَکُمۡ بِہٖ جَنّٰتٍ مِّنۡ نَّخِیۡلٍ وَّ اَعۡنَابٍ ۘ لَکُمۡ فِیۡہَا فَوَاکِہُ کَثِیۡرَۃٌ وَّ مِنۡہَا تَاۡکُلُوۡنَ ﴿ۙ۱۹﴾

(૧૯) પછી અમોએ તે પાણીથી તમારા માટે બગીચા પેદા કર્યા, જેમાં તમારા માટે ખજૂર, દ્રાક્ષ તેમજ બીજા ઘણાં ફળો છે, અને તેમાંથી જ તમે ખાવ છો:

20

وَ شَجَرَۃً تَخۡرُجُ مِنۡ طُوۡرِ سَیۡنَآءَ تَنۡۢبُتُ بِالدُّہۡنِ وَ صِبۡغٍ لِّلۡاٰکِلِیۡنَ ﴿۲۰﴾

(૨૦) અને એવુ ઝાડ જે તૂરે સીનામાં ઊગે છે, જેમાંથી તેલ નિકળે છે અને ખાનારાઓ માટે શાક છે.

21

وَ اِنَّ لَکُمۡ فِی الۡاَنۡعَامِ لَعِبۡرَۃً ؕ نُسۡقِیۡکُمۡ مِّمَّا فِیۡ بُطُوۡنِہَا وَ لَکُمۡ فِیۡہَا مَنَافِعُ کَثِیۡرَۃٌ وَّ مِنۡہَا تَاۡکُلُوۡنَ ﴿ۙ۲۱﴾

(૨૧) અને બેશક તે જાનવરોમાં તમારા માટે એક ઇબ્રત છે; જે કંઇ તેની અંદર (દૂધ) છે તેમાંથી તમને પાઇએ છીએ અને તેમાં તમારા માટે (બીજા પણ) ઘણા ફાયદાઓ છે, અને તેમાંથી તમે (ગોશ્ત) ખાવ છો:

22

وَ عَلَیۡہَا وَ عَلَی الۡفُلۡکِ تُحۡمَلُوۡنَ ﴿٪۲۲﴾

(૨૨) અને તેઓ (જાનવરો) પર તથા કશ્તીઓ પર તમે સવાર થાવ છો.

23

وَ لَقَدۡ اَرۡسَلۡنَا نُوۡحًا اِلٰی قَوۡمِہٖ فَقَالَ یٰقَوۡمِ اعۡبُدُوا اللّٰہَ مَا لَکُمۡ مِّنۡ اِلٰہٍ غَیۡرُہٗ ؕ اَفَلَا تَتَّقُوۡنَ ﴿۲۳﴾

(૨૩) અને ખરેખર અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યા, પછી તેણે કહ્યું કે અય મારી કોમ ! તમે અલ્લાહની ઇબાદત કરો, જેના સિવાય તમારો બીજો કોઇ માઅબૂદ નથી; તો શું તમે (બીજાની ઇબાદતથી) પરહેઝ નહી કરો?

24

فَقَالَ الۡمَلَؤُا الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ قَوۡمِہٖ مَا ہٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثۡلُکُمۡ ۙ یُرِیۡدُ اَنۡ یَّتَفَضَّلَ عَلَیۡکُمۡ ؕ وَ لَوۡ شَآءَ اللّٰہُ لَاَنۡزَلَ مَلٰٓئِکَۃً ۚۖ مَّا سَمِعۡنَا بِہٰذَا فِیۡۤ اٰبَآئِنَا الۡاَوَّلِیۡنَ ﴿ۚ۲۴﴾

(૨૪) ત્યારે તેની કોમના નાસ્તિક સરદારોએ કહ્યું કે આ (નૂહ) તમારા જેવો જ ઇન્સાન છે, જે ચાહે છે કે તમારા ઉપર ફઝીલત મેળવે અને જો અલ્લાહ ચાહતે તો ફરિશ્તાઓને મોકલેત, આપણા બાપદાદાઓ પાસેથી આવુ કયારેય સાંભળ્યુ નથી.

25

اِنۡ ہُوَ اِلَّا رَجُلٌۢ بِہٖ جِنَّۃٌ فَتَرَبَّصُوۡا بِہٖ حَتّٰی حِیۡنٍ ﴿۲۵﴾

(૨૫) હકીકતમાં આ એવો ઇન્સાન છે કે જે પાગલ થઇ ગયો છે, માટે થોડો સમય રાહ જૂઓ.

26

قَالَ رَبِّ انۡصُرۡنِیۡ بِمَا کَذَّبُوۡنِ ﴿۲۶﴾

(૨૬) આથી નૂહે કહ્યુ કે અય મારા પરવરદિગાર! તેઓના જૂઠલાવવા સામે તું મારી મદદ કર.

27

فَاَوۡحَیۡنَاۤ اِلَیۡہِ اَنِ اصۡنَعِ الۡفُلۡکَ بِاَعۡیُنِنَا وَ وَحۡیِنَا فَاِذَا جَآءَ اَمۡرُنَا وَ فَارَ التَّنُّوۡرُ ۙ فَاسۡلُکۡ فِیۡہَا مِنۡ کُلٍّ زَوۡجَیۡنِ اثۡنَیۡنِ وَ اَہۡلَکَ اِلَّا مَنۡ سَبَقَ عَلَیۡہِ الۡقَوۡلُ مِنۡہُمۡ ۚ وَ لَا تُخَاطِبۡنِیۡ فِی الَّذِیۡنَ ظَلَمُوۡا ۚ اِنَّہُمۡ مُّغۡرَقُوۡنَ ﴿۲۷﴾

(૨૭) જેથી અમોએ તેના તરફ વહી કરી કે તું અમારી નજર સામે અને અમારી વહી મુજબ કશ્તી બનાવ પછી જયારે અમારો હુકમ આવે અને (પાણી) તંદૂર(માંથી) ઊભરાવા લાગે ત્યારે દરેક (જાનવરમાંથી એક-એક) જોડા અને તારા ખાનદાનને સાથે લઇ લેજે સિવાય કે જે(ની હલાકત)નો વાયદો અગાઉ આપી દીધો છે અને ઝાલિમો બાબતે મારી સાથે વાત ન કરજે, બેશક તેઓ ડુબી જવાના છે.

28

فَاِذَا اسۡتَوَیۡتَ اَنۡتَ وَ مَنۡ مَّعَکَ عَلَی الۡفُلۡکِ فَقُلِ الۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡ نَجّٰنَا مِنَ الۡقَوۡمِ الظّٰلِمِیۡنَ ﴿۲۸﴾

(૨૮) પછી જ્યારે તું તથા તારા સાથીઓ કશ્તીમાં બેસી જાઓ ત્યારે તું કહે કે વખાણ અલ્લાહના જ છે કે જેણે અમને ઝાલિમ લોકોથી નજાત આપી.

29

وَ قُلۡ رَّبِّ اَنۡزِلۡنِیۡ مُنۡزَلًا مُّبٰرَکًا وَّ اَنۡتَ خَیۡرُ الۡمُنۡزِلِیۡنَ ﴿۲۹﴾

(૨૯) અને કહે કે અય મારા પરવરદિગાર અમને બરકતવાળી જગ્યાએ ઉતારજે, અને તું જ સૌથી સારો ઉતારો આપનાર છો.

30

اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ وَّ اِنۡ کُنَّا لَمُبۡتَلِیۡنَ ﴿۳۰﴾

(૩૦) બેશક આમાં નિશાનીઓ છે, અને બેશક અમે અજમાઇશ કરીએ છીએ.

31

ثُمَّ اَنۡشَاۡنَا مِنۡۢ بَعۡدِہِمۡ قَرۡنًا اٰخَرِیۡنَ ﴿ۚ۳۱﴾

(૩૧) ત્યારબાદ અમોએ બીજી કોમને પૈદા કરી.

32

فَاَرۡسَلۡنَا فِیۡہِمۡ رَسُوۡلًا مِّنۡہُمۡ اَنِ اعۡبُدُوا اللّٰہَ مَا لَکُمۡ مِّنۡ اِلٰہٍ غَیۡرُہٗ ؕ اَفَلَا تَتَّقُوۡنَ ﴿٪۳۲﴾

(૩૨) અને તેમાં અમારા રસૂલને મોકલ્યો કે તમે સૌ અલ્લાહની ઇબાદત કરો કે તેના સિવાય તમારા માટે બીજુ કોઇ ઇબાદતને લાયક નથી, તો શું તમે (શિર્કથી) પોતાને બચાવશો નહિં ?

33

وَ قَالَ الۡمَلَاُ مِنۡ قَوۡمِہِ الَّذِیۡنَ کَفَرُوۡا وَ کَذَّبُوۡا بِلِقَآءِ الۡاٰخِرَۃِ وَ اَتۡرَفۡنٰہُمۡ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا ۙ مَا ہٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثۡلُکُمۡ ۙ یَاۡکُلُ مِمَّا تَاۡکُلُوۡنَ مِنۡہُ وَ یَشۡرَبُ مِمَّا تَشۡرَبُوۡنَ ﴿۪ۙ۳۳﴾

(૩૩) અને તેની કોમના નાસ્તિક સરદારો જેઓ આખેરતની મુલાકાતનો ઇન્કાર કરતા હતા જેઓને અમે દુનિયાની ઝિંદગીમાં સુખી બનાવ્યા હતા, તેઓ કહ્યુ કે આ તમારા જેવો જ બશર (માણસ) છે, જે તમે ખાવ છો તેમાંથી ખાઇ છે અને તમે જે કાંઇ પીવો છો તેમાંથી પીવે છે.

34

وَ لَئِنۡ اَطَعۡتُمۡ بَشَرًا مِّثۡلَکُمۡ اِنَّکُمۡ اِذًا لَّخٰسِرُوۡنَ ﴿ۙ۳۴﴾

(૩૪) અને જો તમે તમારા જ જેવા બશર (માણસ)ની ઇતાઅત કરશો તો બેશક તમે નુકસાન ભોગવનારા થઇ છો.

35

اَیَعِدُکُمۡ اَنَّکُمۡ اِذَا مِتُّمۡ وَ کُنۡتُمۡ تُرَابًا وَّ عِظَامًا اَنَّکُمۡ مُّخۡرَجُوۡنَ ﴿۪ۙ۳۵﴾

(૩૫) શું તમને તે વાયદો કરે છે કે જ્યારે તમે મરી જશો અને માટી તથા હાડકાં બની જશો ત્યારે ફરીથી તમને (કબ્રોમાંથી) પાછા કાઢવામાં આવશો?

36

ہَیۡہَاتَ ہَیۡہَاتَ لِمَا تُوۡعَدُوۡنَ ﴿۪ۙ۳۶﴾

(૩૬) દૂર છે દૂર છે જે વાયદો તમને આપવામાં આવેલ છે!

37

اِنۡ ہِیَ اِلَّا حَیَاتُنَا الدُّنۡیَا نَمُوۡتُ وَ نَحۡیَا وَ مَا نَحۡنُ بِمَبۡعُوۡثِیۡنَ ﴿۪ۙ۳۷﴾

(૩૭) આ દુન્યવી જીવન સિવાય કાંઇ નથી (જેમાં) જીવ્યે તથા મરણ પામીએ છીએ, અને બીજી વાર ઊઠાડવામાં નહી આવે.

38

اِنۡ ہُوَ اِلَّا رَجُلُۨ افۡتَرٰی عَلَی اللّٰہِ کَذِبًا وَّ مَا نَحۡنُ لَہٗ بِمُؤۡمِنِیۡنَ ﴿۳۸﴾

(૩૮) તે બીજો કોઇ નથી સિવાય કે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપનાર ઇન્સાન અને અમે તેના પર ઇમાન લાવનારા નથી.

39

قَالَ رَبِّ انۡصُرۡنِیۡ بِمَا کَذَّبُوۡنِ ﴿۳۹﴾

(૩૯) (રસૂલે) કહ્યુ કે અય મારા પરવરદિગાર! તેઓના જૂઠલાવવાના મુકાબલામાં તું મારી મદદ કર.

40

قَالَ عَمَّا قَلِیۡلٍ لَّیُصۡبِحُنَّ نٰدِمِیۡنَ ﴿ۚ۴۰﴾

(૪૦) (અલ્લાહે) ફરમાવ્યું કે જલ્દી તેઓ પસ્તાશે .

41

فَاَخَذَتۡہُمُ الصَّیۡحَۃُ بِالۡحَقِّ فَجَعَلۡنٰہُمۡ غُثَآءً ۚ فَبُعۡدًا لِّلۡقَوۡمِ الظّٰلِمِیۡنَ ﴿۴۱﴾

(૪૧) નતીજો એ આવ્યો કે તેઓને એક ગર્જનાએ પોતાની પકડમાં લઇ લીધા અને અમોએ તેમને પાણી ઉપરના કચરા જેવા બનાવી નાખ્યા, ઝાલિમ કોમ (અલ્લાહની રહેમતથી) દૂર છે.

42

ثُمَّ اَنۡشَاۡنَا مِنۡۢ بَعۡدِہِمۡ قُرُوۡنًا اٰخَرِیۡنَ ﴿ؕ۴۲﴾

(૪૨) ત્યારબાદ અમોએ બીજી કોમોને પેદા કરી.

43

مَا تَسۡبِقُ مِنۡ اُمَّۃٍ اَجَلَہَا وَ مَا یَسۡتَاۡخِرُوۡنَ ﴿ؕ۴۳﴾

(૪૩) કોઇ પણ ઉમ્મત પોતાના મુકર્રર સમયથી ન આગળ વધે છે અને ન પાછળ રહે છે.

44

ثُمَّ اَرۡسَلۡنَا رُسُلَنَا تَتۡرَا ؕ کُلَّمَا جَآءَ اُمَّۃً رَّسُوۡلُہَا کَذَّبُوۡہُ فَاَتۡبَعۡنَا بَعۡضَہُمۡ بَعۡضًا وَّ جَعَلۡنٰہُمۡ اَحَادِیۡثَ ۚ فَبُعۡدًا لِّقَوۡمٍ لَّا یُؤۡمِنُوۡنَ ﴿۴۴﴾

(૪૪) પછી અમો અમારા રસૂલોને એક પછી એક મોકલ્યા, અને જયારે પણ રસૂલ તેમની ઉમ્મત પાસે આવ્યા ત્યારે તેઓએ તેને જૂઠલાવ્યો, પછી અમોએ પણ તેમનો (નાસ્તિકોનો) એક પછી એક નાશ કરી નાખ્યો અને તેઓને કહાનીનુ સ્વરૂપ આપી દીધુ, જે લોકો ઇમાન નથી લાવતા તેઓ માટે (અલ્લાહની રહેમતથી) દૂરી છે.

45

ثُمَّ اَرۡسَلۡنَا مُوۡسٰی وَ اَخَاہُ ہٰرُوۡنَ ۬ۙ بِاٰیٰتِنَا وَ سُلۡطٰنٍ مُّبِیۡنٍ ﴿ۙ۴۵﴾

(૪૫) પછી અમોએ મૂસા તથા તેના ભાઇ હારૂનને અમારી નિશાનીઓ તથા વાઝેહ દલીલ સાથે મોકલ્યા :

46

اِلٰی فِرۡعَوۡنَ وَ مَلَا۠ئِہٖ فَاسۡتَکۡبَرُوۡا وَ کَانُوۡا قَوۡمًا عَالِیۡنَ ﴿ۚ۴۶﴾

(૪૬) ફિરઔન તથા તેના સરદારો તરફ; પણ તે લોકોએ તકબ્બુર (ઘમંડ) કર્યો, અને તે કોમ શિરજોર હતી.

47

فَقَالُوۡۤا اَنُؤۡمِنُ لِبَشَرَیۡنِ مِثۡلِنَا وَ قَوۡمُہُمَا لَنَا عٰبِدُوۡنَ ﴿ۚ۴۷﴾

(૪૭) અને તેઓએ કહ્યું કે શું અમે અમારા જ જેવા બે શખસો પર ઇમાન લઇ આવીએ, એવી હાલતમાં કે તેમની કોમ અમારી ગુલામ છે?

48

فَکَذَّبُوۡہُمَا فَکَانُوۡا مِنَ الۡمُہۡلَکِیۡنَ ﴿۴۸﴾

(૪૮) પરિણામે તેઓએ તે બંનેને (મૂસા અને હારૂનને) જૂઠલાવ્યા પછી તેઓ હલાક થનારાઓમાંના થયા.

49

وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ لَعَلَّہُمۡ یَہۡتَدُوۡنَ ﴿۴۹﴾

(૪૯) અને ખરેખર અમોએ મૂસાને કિતાબ આપી કે કદાચને તેઓ હિદાયત મેળવે.

50

وَ جَعَلۡنَا ابۡنَ مَرۡیَمَ وَ اُمَّہٗۤ اٰیَۃً وَّ اٰوَیۡنٰہُمَاۤ اِلٰی رَبۡوَۃٍ ذَاتِ قَرَارٍ وَّ مَعِیۡنٍ ﴿٪۵۰﴾

(૫૦) અને અમોએ મરિયમના ફરઝંદ તથા તેની વાલેદાને અમારી નિશાનીઓ બનાવી, અને તે બન્નેને એક ઊંચી જગ્યા પર કે જ્યાં વહેતુ પાણી હતુ ત્યાં જગ્યા આપી.

51

یٰۤاَیُّہَا الرُّسُلُ کُلُوۡا مِنَ الطَّیِّبٰتِ وَ اعۡمَلُوۡا صَالِحًا ؕ اِنِّیۡ بِمَا تَعۡمَلُوۡنَ عَلِیۡمٌ ﴿ؕ۵۱﴾

(૫૧) અય પયગંબરો! તમે પાક વસ્તુઓમાંથી ખાવ અને નેકી કરો; બેશક તમે જે કાંઇ કરો છો તેને હું જાણું છું.

52

وَ اِنَّ ہٰذِہٖۤ اُمَّتُکُمۡ اُمَّۃً وَّاحِدَۃً وَّ اَنَا رَبُّکُمۡ فَاتَّقُوۡنِ ﴿۵۲﴾

(૫૨) અને હકીકતમાં તમારી ઉમ્મત એક જ ઉમ્મત છે, અને હું તમારો પરવરદિગાર છું, માટે મારા (હુકમની નાફરમાની)થી બચો.

53

فَتَقَطَّعُوۡۤا اَمۡرَہُمۡ بَیۡنَہُمۡ زُبُرًا ؕ کُلُّ حِزۡبٍۭ بِمَا لَدَیۡہِمۡ فَرِحُوۡنَ ﴿۵۳﴾

(૫૩) પણ તેઓએ પોતાના મામલામાં વેરવિખેર થઇને જુદા-જુદા ગિરોહમાં વહેંચાઇ ગયા, દરેક ગિરોહ તેની પાસે જે કાંઇ હતુ તેનાથી ખુશ થયા.

54

فَذَرۡہُمۡ فِیۡ غَمۡرَتِہِمۡ حَتّٰی حِیۡنٍ ﴿۵۴﴾

(૫૪) તેથી એક મુદ્દત સુધી તું તેમને જેહાલતમાં પડ્યા રહેવા દે.

55

اَیَحۡسَبُوۡنَ اَنَّمَا نُمِدُّہُمۡ بِہٖ مِنۡ مَّالٍ وَّ بَنِیۡنَ ﴿ۙ۵۵﴾

(૫૫) શું તેઓ એવું ગુમાન કરે છે કે અમે તેમને જે કાંઇ માલ તથા ઔલાદ આપી રહ્યા છીએ:

56

نُسَارِعُ لَہُمۡ فِی الۡخَیۡرٰتِ ؕ بَلۡ لَّا یَشۡعُرُوۡنَ ﴿۵۶﴾

(૫૬) અમે તેમના માટે ફાયદો પહોંચાડવાની ઉતાવળ કરીએ છીએ. (ના એવુ નથી) પરંતુ તેઓ સમજતા નથી. (આ અજમાઇશ છે.)

57

اِنَّ الَّذِیۡنَ ہُمۡ مِّنۡ خَشۡیَۃِ رَبِّہِمۡ مُّشۡفِقُوۡنَ ﴿ۙ۵۷﴾

(૫૭) બેશક જેઓ પોતાના પરવરદિગારના ડરથી ડરતા રહે છે.

58

وَ الَّذِیۡنَ ہُمۡ بِاٰیٰتِ رَبِّہِمۡ یُؤۡمِنُوۡنَ ﴿ۙ۵۸﴾

(૫૮) અને જેઓ પોતાના પરવરદિગારની નિશાનીઓ પર ઇમાન લાવે છે:

59

وَ الَّذِیۡنَ ہُمۡ بِرَبِّہِمۡ لَا یُشۡرِکُوۡنَ ﴿ۙ۵۹﴾

(૫૯) અને જેઓ કોઇને પોતાના પરવરદિગારનો શરીક બનાવતા નથી:

60

وَ الَّذِیۡنَ یُؤۡتُوۡنَ مَاۤ اٰتَوۡا وَّ قُلُوۡبُہُمۡ وَجِلَۃٌ اَنَّہُمۡ اِلٰی رَبِّہِمۡ رٰجِعُوۡنَ ﴿ۙ۶۰﴾

(૬૦) અને જેઓ (ખુદાની રાહમાં) શકય હોય તે આમાલ અંજામ આપે છે છતાં પણ તેમના મન ડરતા હોય છે કે હકીકતમાં તેઓને પોતાના પરવરદિગાર તરફ પલટવાનુ છે:

61

اُولٰٓئِکَ یُسٰرِعُوۡنَ فِی الۡخَیۡرٰتِ وَ ہُمۡ لَہَا سٰبِقُوۡنَ ﴿۶۱﴾

(૬૧) તેઓ જ નેકીઓમાં ઉતાવળ કરે છે અને તેઓ તે (નેકી) માટે આગળ નિકળી જનારા છે.

62

وَ لَا نُکَلِّفُ نَفۡسًا اِلَّا وُسۡعَہَا وَ لَدَیۡنَا کِتٰبٌ یَّنۡطِقُ بِالۡحَقِّ وَ ہُمۡ لَا یُظۡلَمُوۡنَ ﴿۶۲﴾

(૬૨) અને અમે કોઇપણને ગજા ઉપરાંત જવાબદારી આપતા નથી અને અમારી પાસે એવી કિતાબ છે જે હક બોલે છે અને તેઓ પર કાંઇજ ઝુલ્મ કરવામાં નહિ આવે.

63

بَلۡ قُلُوۡبُہُمۡ فِیۡ غَمۡرَۃٍ مِّنۡ ہٰذَا وَ لَہُمۡ اَعۡمَالٌ مِّنۡ دُوۡنِ ذٰلِکَ ہُمۡ لَہَا عٰمِلُوۡنَ ﴿۶۳﴾

(૬૩) પરંતુ તેમનાં દિલો આ (કિતાબ)થી ગફલતમાં ડુબેલા છે અને તેમના તે સિવાય બીજા આમાલ છે જે તેઓ અંજામ આપતા રહે છે.

64

حَتّٰۤی اِذَاۤ اَخَذۡنَا مُتۡرَفِیۡہِمۡ بِالۡعَذَابِ اِذَا ہُمۡ یَجۡـَٔرُوۡنَ ﴿ؕ۶۴﴾

(૬૪) એટલે સુધી કે જ્યારે અમોએ તેઓના (ગુનેહગાર) માલદારોને અઝાબમાં સપડાવી દીધા ત્યારે તેઓ (મદદ માટે) શોર-બકોર કરે છે.

65

لَا تَجۡـَٔرُوا الۡیَوۡمَ ۟ اِنَّکُمۡ مِّنَّا لَا تُنۡصَرُوۡنَ ﴿۶۵﴾

(૬૫) આજે શોર-બકોર ન કરો; બેશક તમને અમારા તરફથી કોઇ મદદ કરવામાં નહિ આવે.

66

قَدۡ کَانَتۡ اٰیٰتِیۡ تُتۡلٰی عَلَیۡکُمۡ فَکُنۡتُمۡ عَلٰۤی اَعۡقَابِکُمۡ تَنۡکِصُوۡنَ ﴿ۙ۶۶﴾

(૬૬) (શુ ભૂલી ગયા) જયારે અમારી આયતો તમારી સામે સતત પઢવામાં આવતી હતી, ત્યારે તમે મોઢુ ફેરવીને પાછલા પગે ફરી જતા?!

67

مُسۡتَکۡبِرِیۡنَ ٭ۖ بِہٖ سٰمِرًا تَہۡجُرُوۡنَ ﴿۶۷﴾

(૬૭) એવી હાલતમાં તે (પયગંબર)ની સામે તકબ્બુર (ઘમંડ) કરતા તથા રાતની સભામાં ખરાબ વાતો કરતા હતા?

68

اَفَلَمۡ یَدَّبَّرُوا الۡقَوۡلَ اَمۡ جَآءَہُمۡ مَّا لَمۡ یَاۡتِ اٰبَآءَہُمُ الۡاَوَّلِیۡنَ ﴿۫۶۸﴾

(૬૮) શું તેમણે આ વાત પર ગૌરો ફીક્ર નથી કરી અથવા તેમની પાસે કોઇ એવી વસ્તુ આવી કે જે તેમના બાપદાદાઓ પાસે આવી ન હતી?

69

اَمۡ لَمۡ یَعۡرِفُوۡا رَسُوۡلَہُمۡ فَہُمۡ لَہٗ مُنۡکِرُوۡنَ ﴿۫۶۹﴾

(૬૯) અથવા તેમણે પોતાના રસૂલને ઓળખ્યો નથી એટલે તેનો ઇન્કાર કરે છે?

70

اَمۡ یَقُوۡلُوۡنَ بِہٖ جِنَّۃٌ ؕ بَلۡ جَآءَہُمۡ بِالۡحَقِّ وَ اَکۡثَرُہُمۡ لِلۡحَقِّ کٰرِہُوۡنَ ﴿۷۰﴾

(૭૦) અથવા તેઓ એમ કહે છે કે રસૂલ પાગલ છે? બલ્કે તે તેમની પાસે હક લાવ્યો છે અને તેઓમાંથી ઘણા ખરા હકથી અણગમો રાખે છે.

71

وَ لَوِ اتَّبَعَ الۡحَقُّ اَہۡوَآءَہُمۡ لَفَسَدَتِ السَّمٰوٰتُ وَ الۡاَرۡضُ وَ مَنۡ فِیۡہِنَّ ؕ بَلۡ اَتَیۡنٰہُمۡ بِذِکۡرِہِمۡ فَہُمۡ عَنۡ ذِکۡرِہِمۡ مُّعۡرِضُوۡنَ ﴿ؕ۷۱﴾

(૭૧) અને જો હક તેમની મરજીની તાબેદારી કરી લેતે તો આસમાનો તથા ઝમીન અને જે કોઇ તેની દરમ્યાન છે તે બધા બરબાદ થઇ જતે! બલ્કે અમોએ તેમને તેઓ(ના ફાયદા માટે)ની જ યાદી આપી છે અને તેઓ પોતાની જ યાદીથી મોઢું ફેરવી લીધું!

72

اَمۡ تَسۡـَٔلُہُمۡ خَرۡجًا فَخَرَاجُ رَبِّکَ خَیۡرٌ ٭ۖ وَّ ہُوَ خَیۡرُ الرّٰزِقِیۡنَ ﴿۷۲﴾

(૭૨) શું તું તેમની પાસે કાંઇ મહેનતાણું માંગે છો! જોકે તારા રબ તરફનુ મહેનતાણું બેહતર છે અને તે બેહતર રોઝી આપનારો છે.

73

وَ اِنَّکَ لَتَدۡعُوۡہُمۡ اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۷۳﴾

(૭૩) અને બેશક તું તેમને સીધા રસ્તા તરફ બોલાવે છો.

74

وَ اِنَّ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ عَنِ الصِّرَاطِ لَنٰکِبُوۡنَ ﴿۷۴﴾

(૭૪) અને જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા તેઓ (હક) રસ્તાથી ફરી ગયા છે.

75

وَ لَوۡ رَحِمۡنٰہُمۡ وَ کَشَفۡنَا مَا بِہِمۡ مِّنۡ ضُرٍّ لَّلَجُّوۡا فِیۡ طُغۡیَانِہِمۡ یَعۡمَہُوۡنَ ﴿۷۵﴾

(૭૫) અને જો અમે તેમના પર રહેમ કરીએ તથા તેમની તકલીફને દૂર કરી દઇએ, (તો પણ) જરૂર તેઓ પોતાની બળવાખોરીને વળગીને ભટકતા રહેશે.

76

وَ لَقَدۡ اَخَذۡنٰہُمۡ بِالۡعَذَابِ فَمَا اسۡتَکَانُوۡا لِرَبِّہِمۡ وَ مَا یَتَضَرَّعُوۡنَ ﴿۷۶﴾

(૭૬) અને અમોએ તેમને અઝાબમાં ગિરફતાર કર્યા, પરંતુ તેઓ તેમના પરવરદિગારની સામે ન નમ્યા અને ન કરગર્યા.

77

حَتّٰۤی اِذَا فَتَحۡنَا عَلَیۡہِمۡ بَابًا ذَا عَذَابٍ شَدِیۡدٍ اِذَا ہُمۡ فِیۡہِ مُبۡلِسُوۡنَ ﴿٪۷۷﴾

(૭૭) ત્યાં સુધી કે જ્યારે અમોએ તેમના પર સખત અઝાબનો દરવાજો ખોલી દીધો, એકાએક તે (હાલત)માં જ હતાશ થઇ ગયા.

78

وَ ہُوَ الَّذِیۡۤ اَنۡشَاَ لَکُمُ السَّمۡعَ وَ الۡاَبۡصَارَ وَ الۡاَفۡـِٕدَۃَ ؕ قَلِیۡلًا مَّا تَشۡکُرُوۡنَ ﴿۷۸﴾

(૭૮) અને તે અલ્લાહ એ જ છે જેણે તમારા માટે કાન તથા આંખો તથા દિલ બનાવ્યા; પરંતુ તમે બહુ થોડો શુક્ર કરો છો.

79

وَ ہُوَ الَّذِیۡ ذَرَاَکُمۡ فِی الۡاَرۡضِ وَ اِلَیۡہِ تُحۡشَرُوۡنَ ﴿۷۹﴾

(૭૯) અને તે એ જ છે જેણે તમને ઝમીનમાં ખલ્ક કર્યા અને તેની જ હજૂરમાં તમને ભેગા કરવામાં આવશે.

80

وَ ہُوَ الَّذِیۡ یُحۡیٖ وَ یُمِیۡتُ وَ لَہُ اخۡتِلَافُ الَّیۡلِ وَ النَّہَارِ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۸۰﴾

(૮૦) અને તે એ જ છે જે જીવન અને મૌત આપે છે અને રાત તથા દિવસનું બદલવું તેના જ કાબૂમાં છે; શું તમે વિચારતા નથી?

81

بَلۡ قَالُوۡا مِثۡلَ مَا قَالَ الۡاَوَّلُوۡنَ ﴿۸۱﴾

(૮૧) બલ્કે તેઓએ એ જ કહ્યું કે જે અગાઉના લોકોએ કહ્યું હતું.

82

قَالُوۡۤا ءَ اِذَا مِتۡنَا وَ کُنَّا تُرَابًا وَّ عِظَامًا ءَ اِنَّا لَمَبۡعُوۡثُوۡنَ ﴿۸۲﴾

(૮૨) તેઓએ કહ્યું કે અગર અમે મરી જઇશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, શું અમને ફરીથી ઉઠાડવામાં આવશે ?!

83

لَقَدۡ وُعِدۡنَا نَحۡنُ وَ اٰبَآؤُنَا ہٰذَا مِنۡ قَبۡلُ اِنۡ ہٰذَاۤ اِلَّاۤ اَسَاطِیۡرُ الۡاَوَّلِیۡنَ ﴿۸۳﴾

(૮૩) બેશક આવો વાયદો અમારી સાથે અને અમારા બાપદાદા સાથે અગાઉ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ફકત અગાઉના લોકોની વાર્તાઓ છે!

84

قُلۡ لِّمَنِ الۡاَرۡضُ وَ مَنۡ فِیۡہَاۤ اِنۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۸۴﴾

(૮૪) જો તમે જાણતા હોવ તો કહો કે આ ઝમીન અને જે કોઇ તેમાં છે તે કોના છે?!

85

سَیَقُوۡلُوۡنَ لِلّٰہِ ؕ قُلۡ اَفَلَا تَذَکَّرُوۡنَ ﴿۸۵﴾

(૮૫) તેઓ તુરંત કહેશે કે (તે બધુ) અલ્લાહનું જ છે! તું કહે : શું તમારા ઘ્યાનમાં નથી આવતુ?

86

قُلۡ مَنۡ رَّبُّ السَّمٰوٰتِ السَّبۡعِ وَ رَبُّ الۡعَرۡشِ الۡعَظِیۡمِ ﴿۸۶﴾

(૮૬) તું કહે કે સાતેય આસમાનો અને મહાન અર્શનો પરવરદિગાર કોણ છે?

87

سَیَقُوۡلُوۡنَ لِلّٰہِ ؕ قُلۡ اَفَلَا تَتَّقُوۡنَ ﴿۸۷﴾

(૮૭) તેઓ તરત જ કહેશે કે (તે બધા) અલ્લાહનાં જ છે; તું કહે કે છતાંય તમે (શિર્કથી) કેમ પરહેઝ કરતા નથી?

88

قُلۡ مَنۡۢ بِیَدِہٖ مَلَکُوۡتُ کُلِّ شَیۡءٍ وَّ ہُوَ یُجِیۡرُ وَ لَا یُجَارُ عَلَیۡہِ اِنۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۸۸﴾

(૮૮) તું કહે જો તમે જાણતા હોવ (તો કહો) કે દરેક વસ્તુની હુકુમત કોના હાથમાં છે? તે જ પનાહ આપે છે અને તેને પનાહ માંગવાની જરૂરત નથી.

89

سَیَقُوۡلُوۡنَ لِلّٰہِ ؕ قُلۡ فَاَنّٰی تُسۡحَرُوۡنَ ﴿۸۹﴾

(૮૯) તેઓ તરત જ કહેશે કે (આ બધુ) અલ્લાહ માટે જ છે; તું કહે, બસ કેવી રીતે (કહો છો કે) તમારા ઉપર જાદુ કરવામાં આવ્યો છે?!

90

بَلۡ اَتَیۡنٰہُمۡ بِالۡحَقِّ وَ اِنَّہُمۡ لَکٰذِبُوۡنَ ﴿۹۰﴾

(૯૦) બલ્કે અમે તેમની પાસે હક લાવ્યા છીએ અને હકીકતમાં તેઓ જૂઠા છે!

91

مَا اتَّخَذَ اللّٰہُ مِنۡ وَّلَدٍ وَّ مَا کَانَ مَعَہٗ مِنۡ اِلٰہٍ اِذًا لَّذَہَبَ کُلُّ اِلٰہٍۭ بِمَا خَلَقَ وَ لَعَلَا بَعۡضُہُمۡ عَلٰی بَعۡضٍ ؕ سُبۡحٰنَ اللّٰہِ عَمَّا یَصِفُوۡنَ ﴿ۙ۹۱﴾

(૯૧) બેશક અલ્લાહે કોઇને પોતાના ફરઝંદ તરીકે પસંદ નથી કર્યો અને ન તેની સાથે બીજો માઅબૂદ છે, જો એવું હોતે તો દરેક માઅબૂદ પોતાની મખ્લૂકને (પોતાની તદબીર હેઠળ) લઇ લેતે અને દરેક બીજા ઉપર બરતરી મેળવવા ચાહેત, જે કાંઇ તેઓ બયાન કરે છે તેનાથી અલ્લાહ પાક છે!

92

عٰلِمِ الۡغَیۡبِ وَ الشَّہَادَۃِ فَتَعٰلٰی عَمَّا یُشۡرِکُوۡنَ ﴿٪۹۲﴾

(૯૨) તે છુપા અને જાહેરનો જાણનારો છે બસ જેને તેના શરીક બનાવવામાં આવે છે તેના કરતા બુલંદ છે.

93

قُلۡ رَّبِّ اِمَّا تُرِیَنِّیۡ مَا یُوۡعَدُوۡنَ ﴿ۙ۹۳﴾

(૯૩) તું કહે કે મારા પરવરદિગાર જે અઝાબનો તેમને વાયદો કર્યો છે તે મને દેખાડ.

94

رَبِّ فَلَا تَجۡعَلۡنِیۡ فِی الۡقَوۡمِ الظّٰلِمِیۡنَ ﴿۹۴﴾

(૯૪) તો અય મારા પરવરદિગાર! તું મને (આ અઝાબમાં) ઝાલિમ લોકો સાથે ન રાખજે.

95

وَ اِنَّا عَلٰۤی اَنۡ نُّرِیَکَ مَا نَعِدُہُمۡ لَقٰدِرُوۡنَ ﴿۹۵﴾

(૯૫) અને અમે જે અઝાબનો તેમને વાયદો કરીએ છીએ તે તને દેખાડવાની તાકત રાખીએ છીએ.

96

اِدۡفَعۡ بِالَّتِیۡ ہِیَ اَحۡسَنُ السَّیِّئَۃَ ؕ نَحۡنُ اَعۡلَمُ بِمَا یَصِفُوۡنَ ﴿۹۶﴾

(૯૬) તું બૂરાઇને બહેતરીન રીતે દૂર કર; જે કાંઇ તેઓ બયાન કરે છે તેને અમે સારી રીતે જાણીએ છીએ.

97

وَ قُلۡ رَّبِّ اَعُوۡذُ بِکَ مِنۡ ہَمَزٰتِ الشَّیٰطِیۡنِ ﴿ۙ۹۷﴾

(૯૭) અને તું કહે કે અય મારા પરવરદિગાર! હું શેતાનોના વસવસાથી તારી પાસે પનાહ માંગું છું.

98

وَ اَعُوۡذُ بِکَ رَبِّ اَنۡ یَّحۡضُرُوۡنِ ﴿۹۸﴾

(૯૮) અને એ વાતથી તારી પનાહ માંગું છું કે શેતાનો ક્યાંય મારી પાસે આવી ન જાય.

99

حَتّٰۤی اِذَا جَآءَ اَحَدَہُمُ الۡمَوۡتُ قَالَ رَبِّ ارۡجِعُوۡنِ ﴿ۙ۹۹﴾

(૯૯) ત્યાં સુધી કે તેઓમાંથી કોઇને મૌત આવે, કહેશે કે અય મારા પરવરદિગાર! મને પાછો મોકલ.

100

لَعَلِّیۡۤ اَعۡمَلُ صَالِحًا فِیۡمَا تَرَکۡتُ کَلَّا ؕ اِنَّہَا کَلِمَۃٌ ہُوَ قَآئِلُہَا ؕ وَ مِنۡ وَّرَآئِہِمۡ بَرۡزَخٌ اِلٰی یَوۡمِ یُبۡعَثُوۡنَ ﴿۱۰۰﴾

(૧૦૦) કે કદાચ હું હવે મારા મૂકી દીધેલા (કામો)માંથી કોઇ સારૂં કામ કરૂં, કદી નહિં! આ માત્ર એક વાત છે જે તે કહે છે: તેઓની પાછળ ફરીથી ઊઠાડવાના દિવસ સુધી બરઝખ છે.

101

فَاِذَا نُفِخَ فِی الصُّوۡرِ فَلَاۤ اَنۡسَابَ بَیۡنَہُمۡ یَوۡمَئِذٍ وَّ لَا یَتَسَآءَلُوۡنَ ﴿۱۰۱﴾

(૧૦૧) પછી જ્યારે સૂર ફૂંકવામાં આવશે ત્યારે તે દિવસે તેમની વચ્ચે ન કોઇ સગપણનો સંબંધ બાકી રહેશે, ન એકબીજાને (મદદ માટે) પૂછશે.

102

فَمَنۡ ثَقُلَتۡ مَوَازِیۡنُہٗ فَاُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۱۰۲﴾

(૧૦૨) પછી જેમ(ની નેકીઓ)ના પલડાઓ ભારે હશે તેઓ કામ્યાબ થશે!

103

وَ مَنۡ خَفَّتۡ مَوَازِیۡنُہٗ فَاُولٰٓئِکَ الَّذِیۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَہُمۡ فِیۡ جَہَنَّمَ خٰلِدُوۡنَ ﴿۱۰۳﴾ۚ

(૧૦૩) અને જેમ(ની નેકીઓ)ના પલડાઓ હલકાં હશે, તો તેઓ એ જ છે કે જેમણે પોતાની જાતને નુકસાન પહોંચાડયું, અને તેઓ હંમેશ માટે જહન્નમમાં રહેશે.

104

تَلۡفَحُ وُجُوۡہَہُمُ النَّارُ وَ ہُمۡ فِیۡہَا کٰلِحُوۡنَ ﴿۱۰۴﴾

(૧૦૪) આગની બાળનારી જ્વાળાઓ તેના ચહેરા ઉપર તલવલના ઘાની જેમ વરસાવવામાં આવશે અને તેમાં તેઓના ચહેરા અબુસ/બગડી ગયેલ હશે.

105

اَلَمۡ تَکُنۡ اٰیٰتِیۡ تُتۡلٰی عَلَیۡکُمۡ فَکُنۡتُمۡ بِہَا تُکَذِّبُوۡنَ ﴿۱۰۵﴾

(૧૦૫) શું મારી આયતો તમને પઢી સંભળાવવામાં આવતી ન હતી, પછી તમે તેને જૂઠલાવતા હતા?!

106

قَالُوۡا رَبَّنَا غَلَبَتۡ عَلَیۡنَا شِقۡوَتُنَا وَ کُنَّا قَوۡمًا ضَآلِّیۡنَ ﴿۱۰۶﴾

(૧૦૬) તેઓ કહેશે કે અય અમારા પરવરદિગાર! અમારી કમનસીબી અમારા પર ગાલીબ થઇ ગઇ હતી અને અમે ગુમરાહ કોમ હતી.

107

رَبَّنَاۤ اَخۡرِجۡنَا مِنۡہَا فَاِنۡ عُدۡنَا فَاِنَّا ظٰلِمُوۡنَ ﴿۱۰۷﴾

(૧૦૭) અય અમારા પરવરદિગાર ! આ (જહન્નમ)માંથી તું અમને કાઢ, પછી જો અમે (ગુનાહ તરફ) પાછા ફરીએ તો અમે ખરેખર ઝાલિમ છીએ.

108

قَالَ اخۡسَـُٔوۡا فِیۡہَا وَ لَا تُکَلِّمُوۡنِ ﴿۱۰۸﴾

(૧૦૮) અલ્લાહ ફરમાવશે, એ (જહન્નમ)માં જ દૂર થાવ અને મારી સાથે વાત ન કરો.

109

اِنَّہٗ کَانَ فَرِیۡقٌ مِّنۡ عِبَادِیۡ یَقُوۡلُوۡنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاغۡفِرۡ لَنَا وَ ارۡحَمۡنَا وَ اَنۡتَ خَیۡرُ الرّٰحِمِیۡنَ ﴿۱۰۹﴾ۚۖ

(૧૦૯) બેશક મારા બંદાઓમાંથી એક સમૂહ એવો હતો કે જે કહેતો હતો કે અય અમારા પરવરદિગાર! અમે ઇમાન લાવ્યા, માટે તું અમને માફ કર, અને અમારા પર રહેમ કર, અને તું બહેતરીન રહેમ કરનારો છો.

110

فَاتَّخَذۡتُمُوۡہُمۡ سِخۡرِیًّا حَتّٰۤی اَنۡسَوۡکُمۡ ذِکۡرِیۡ وَ کُنۡتُمۡ مِّنۡہُمۡ تَضۡحَکُوۡنَ ﴿۱۱۰﴾

(૧૧૦) પરંતુ તમો તેમની મજાક ઊડાવતા હતા, અહીં સુધી કે તે મજાકે તમને મારી યાદ ભૂલાવી દીધી અને તમે તેના ઉપર હસતા રહ્યા.

111

اِنِّیۡ جَزَیۡتُہُمُ الۡیَوۡمَ بِمَا صَبَرُوۡۤا ۙ اَنَّہُمۡ ہُمُ الۡفَآئِزُوۡنَ ﴿۱۱۱﴾

(૧૧૧) પરંતુ મે આજના દિવસે તેમને સબ્રનો બદલો આપ્યો તેઓ કામ્યાબ છે.

112

قٰلَ کَمۡ لَبِثۡتُمۡ فِی الۡاَرۡضِ عَدَدَ سِنِیۡنَ ﴿۱۱۲﴾

(૧૧૨) પછી (ખુદા તેમને) કહેશે કે તમે ઝમીન પર કેટલા વર્ષ રહ્યા ?

113

قَالُوۡا لَبِثۡنَا یَوۡمًا اَوۡ بَعۡضَ یَوۡمٍ فَسۡـَٔلِ الۡعَآدِّیۡنَ ﴿۱۱۳﴾

(૧૧૩) તેઓ કહેશે કે એક દિવસ અથવા દિવસનો થોડો ભાગ રહ્યા છીએ પછી ગણતરી કરનારાઓને પૂછી લો.

114

قٰلَ اِنۡ لَّبِثۡتُمۡ اِلَّا قَلِیۡلًا لَّوۡ اَنَّکُمۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۱۱۴﴾

(૧૧૪) તે ફરમાવશે કે (હા) તમે થોડોક જ સમય રહ્યા છો; જો તમો જાણતા હોત!

115

اَفَحَسِبۡتُمۡ اَنَّمَا خَلَقۡنٰکُمۡ عَبَثًا وَّ اَنَّکُمۡ اِلَیۡنَا لَا تُرۡجَعُوۡنَ ﴿۱۱۵﴾

(૧૧૫) શું તમોએ એમ ધારી લીધું હતું કે અમોએ તમને નકામા પૈદા કર્યા છે, અને તમોને અમારી હજૂરમાં પાછા નહિ ફરો?

116

فَتَعٰلَی اللّٰہُ الۡمَلِکُ الۡحَقُّ ۚ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ۚ رَبُّ الۡعَرۡشِ الۡکَرِیۡمِ ﴿۱۱۶﴾

(૧૧૬) બસ, બુલંદ છે અલ્લાહ જે હકીકી બાદશાહ છે, એ તેના સિવાય કોઇ માઅબૂદ નથી, એ જ મોહતરમ અર્શનો માલિક છે.

117

وَ مَنۡ یَّدۡعُ مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ ۙ لَا بُرۡہَانَ لَہٗ بِہٖ ۙ فَاِنَّمَا حِسَابُہٗ عِنۡدَ رَبِّہٖ ؕ اِنَّہٗ لَا یُفۡلِحُ الۡکٰفِرُوۡنَ ﴿۱۱۷﴾

(૧૧૭) અને જે કોઇ અલ્લાહની સાથે બીજા કોઇ માઅબૂદને પોકારશે કે જેની તેઓ પાસે કોઇ દલીલ નહી હોય, તેનો હિસાબ અલ્લાહ પાસે હશે; બેશક નાસ્તિકો કામ્યાબ નહિં થાય!

118

وَ قُلۡ رَّبِّ اغۡفِرۡ وَ ارۡحَمۡ وَ اَنۡتَ خَیۡرُ الرّٰحِمِیۡنَ ﴿٪۱۱۸﴾

(૧૧૮) અને (અય રસૂલ ! તું) કહે કે અય મારા પરવરદિગાર ! મને માફ કર, અને રહેમ કર, અને તું બહેતરીન રહેમ કરનારો છે.