અલ-કુરઆન

92

Al-Lail

سورة الليل


وَ الَّیۡلِ اِذَا یَغۡشٰی ۙ﴿۱﴾

(૧) કસમ છે રાતની જ્યારે કે તે (દુનિયાને) ઢાંકે છે:

وَ النَّہَارِ اِذَا تَجَلّٰی ۙ﴿۲﴾

(૨) અને કસમ છે દિવસની જ્યારે કે તે રોશન થાય:

وَ مَا خَلَقَ الذَّکَرَ وَ الۡاُنۡثٰۤی ۙ﴿۳﴾

(૩) અને કસમ છે તેની કે જેણે મર્દ અને ઔરતને પેદા કર્યા:

اِنَّ سَعۡیَکُمۡ لَشَتّٰی ؕ﴿۴﴾

(૪) બેશક તમારી કોશિશો અલગ અલગ પ્રકારની છે.

فَاَمَّا مَنۡ اَعۡطٰی وَ اتَّقٰی ۙ﴿۵﴾

(૫) પરંતુ જેણે માલ (રાહે ખુદામાં) અતા કર્યો તથા તકવા ઇખ્તેયાર કર્યો :

وَ صَدَّقَ بِالۡحُسۡنٰی ۙ﴿۶﴾

(૬) અને (જઝાએ) નેકીની તસ્દીક કરી:

فَسَنُیَسِّرُہٗ لِلۡیُسۡرٰی ؕ﴿۷﴾

(૭) અમે જલ્દી તેને આસાન રસ્તા પર લગાવી દેશુ.

وَ اَمَّا مَنۡۢ بَخِلَ وَ اسۡتَغۡنٰی ۙ﴿۸﴾

(૮) અને જેણે કંજૂસાઇ કરી તથા (આ રીતે) બેનિયાઝ થવા ચાહ્યુ:

وَ کَذَّبَ بِالۡحُسۡنٰی ۙ﴿۹﴾

(૯) તથા (જઝાએ) નેકને જૂઠલાવી:

10

فَسَنُیَسِّرُہٗ لِلۡعُسۡرٰی ﴿ؕ۱۰﴾

(૧૦) અમે જલ્દી તેને સખત રસ્તા પર લગાવી દેશુ.

11

وَ مَا یُغۡنِیۡ عَنۡہُ مَا لُہٗۤ اِذَا تَرَدّٰی ﴿ؕ۱۱﴾

(૧૧) અને જ્યારે તે (જહન્નમમાં પડી) હલાક થશે ત્યારે તેનો માલ તેના કાંઇજ કામમાં નહિ આવે.

12

اِنَّ عَلَیۡنَا لَلۡہُدٰی ﴿۫ۖ۱۲﴾

(૧૨) બેશક હિદાયત કરવી અમારી જવાબદારી છે:

13

وَ اِنَّ لَنَا لَلۡاٰخِرَۃَ وَ الۡاُوۡلٰی ﴿۱۳﴾

(૧૩) અને બેશક દુનિયા અને આખેરતનો ઇખ્તેયાર અમારી પાસે છે.

14

فَاَنۡذَرۡتُکُمۡ نَارًا تَلَظّٰی ﴿ۚ۱۴﴾

(૧૪) માટે હું તમને જ્વાળાઓ ફેંકતી આગથી ડરાવું છું,

15

لَا یَصۡلٰىہَاۤ اِلَّا الۡاَشۡقَی ﴿ۙ۱۵﴾

(૧૫) કે તેમાં બદબખ્ત સિવાય કોઇ દાખલ નહિ થાય;

16

الَّذِیۡ کَذَّبَ وَ تَوَلّٰی ﴿ؕ۱۶﴾

(૧૬) તે કે જેણે (આયતોને) જૂઠલાવી અને મોઢું ફેરવ્યું.

17

وَ سَیُجَنَّبُہَا الۡاَتۡقَی ﴿ۙ۱۷﴾

(૧૭) અને નજીકમાં પરહેઝગારને તેનાથી દૂર રાખવામાં આવશે :

18

الَّذِیۡ یُؤۡتِیۡ مَالَہٗ یَتَزَکّٰی ﴿ۚ۱۸﴾

(૧૮) તે કે જેણે પોતાનો માલ આપ્યો જેથી પાકીઝા થયા.

19

وَ مَا لِاَحَدٍ عِنۡدَہٗ مِنۡ نِّعۡمَۃٍ تُجۡزٰۤی ﴿ۙ۱۹﴾

(૧૯) અને કોઇપણનો તેના ઉપર કોઇ પ્રકારની નેઅમતનો કંઇપણ હક નથી કે (આના થકી) તેનો બદલો આપવામાં આવે:

20

اِلَّا ابۡتِغَآءَ وَجۡہِ رَبِّہِ الۡاَعۡلٰی ﴿ۚ۲۰﴾

(૨૦) સિવાય કે તે પોતાના મહાન પરવરદિગારની ખુશીનો તલબગાર છે.

21

وَ لَسَوۡفَ یَرۡضٰی ﴿٪۲۱﴾

(૨૧) અને તે જલ્દી જ રાજી થઇ જશે!