અલ-કુરઆન

58

Al-Mujadila

سورة المجادلة


قَدۡ سَمِعَ اللّٰہُ قَوۡلَ الَّتِیۡ تُجَادِلُکَ فِیۡ زَوۡجِہَا وَ تَشۡتَکِیۡۤ اِلَی اللّٰہِ ٭ۖ وَ اللّٰہُ یَسۡمَعُ تَحَاوُرَکُمَا ؕ اِنَّ اللّٰہَ سَمِیۡعٌۢ بَصِیۡرٌ ﴿۱﴾

(૧) બેશક અલ્લાહે તેણીની વાત સાંભળી કે જે તારી સાથે તેના શોહરના બારામાં બહેસ કરતી હતી અને અલ્લાહથી ફરિયાદ કરતી હતી, અને અલ્લાહ તમો બંનેની વાત સાંભળતો હતો; બેશક અલ્લાહ સાંભળનાર અને જોનાર છે.

اَلَّذِیۡنَ یُظٰہِرُوۡنَ مِنۡکُمۡ مِّنۡ نِّسَآئِہِمۡ مَّا ہُنَّ اُمَّہٰتِہِمۡ ؕ اِنۡ اُمَّہٰتُہُمۡ اِلَّا الِّٰٓیۡٔ وَلَدۡنَہُمۡ ؕ وَ اِنَّہُمۡ لَیَقُوۡلُوۡنَ مُنۡکَرًا مِّنَ الۡقَوۡلِ وَ زُوۡرًا ؕ وَ اِنَّ اللّٰہَ لَعَفُوٌّ غَفُوۡرٌ ﴿۲﴾

(૨) જે લોકો પોતાની ઔરતોને પોતાની "મા" બરાબર છે એમ કહીને (ઝેહાર કરે છે) તેણીઓ તેમની "મા"ઓ નથી, તેમની "મા"ઓ ફકત તેણીઓ છે કે જેણીઓએ તેમને જન્મ આપ્યો છે! ખરેખર તેઓ અણગમતો અને બાતિલ કલામ કરે છે; અને બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

وَ الَّذِیۡنَ یُظٰہِرُوۡنَ مِنۡ نِّسَآئِہِمۡ ثُمَّ یَعُوۡدُوۡنَ لِمَا قَالُوۡا فَتَحۡرِیۡرُ رَقَبَۃٍ مِّنۡ قَبۡلِ اَنۡ یَّتَمَآسَّا ؕ ذٰلِکُمۡ تُوۡعَظُوۡنَ بِہٖ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرٌ ﴿۳﴾

(૩) જે લોકો પોતાની પત્નીઓને ઝેહાર કરે છે. પછી પોતાની વાતથી ફરવા ચાહે તો તેના માટે જરૂરી છે કે તેણી સાથે સંબંધ બાંધવા પહેલા એક ગુલામ આઝાદ કરે, આ હુકમ છે જેની તમને નસીહત કરવામાં આવેલ છે, અને અલ્લાહ તમારા આમાલને જાણે છે.

فَمَنۡ لَّمۡ یَجِدۡ فَصِیَامُ شَہۡرَیۡنِ مُتَتَابِعَیۡنِ مِنۡ قَبۡلِ اَنۡ یَّتَمَآسَّا ۚ فَمَنۡ لَّمۡ یَسۡتَطِعۡ فَاِطۡعَامُ سِتِّیۡنَ مِسۡکِیۡنًا ؕ ذٰلِکَ لِتُؤۡمِنُوۡا بِاللّٰہِ وَ رَسُوۡلِہٖ ؕ وَ تِلۡکَ حُدُوۡدُ اللّٰہِ ؕ وَ لِلۡکٰفِرِیۡنَ عَذَابٌ اَلِیۡمٌ ﴿۴﴾

(૪) પછી કોઇ શખ્સ માટે ગુલામ શકય ન હોય, તો એકબીજાથી સંબંધ બાંધવા પહેલા તે મર્દ સતત બે મહિના રોઝા રાખે, અને જો તે શકય ન હોય તો સાઇઠ ગરીબોને જમાડે, આ એ માટે કે તમે અલ્લાહ અને તેના રસૂલ પર ઇમાન લાવો, અને આ અલ્લાહની હદો છે; અને જેઓ આ હુકમ નહિ માને તેઓ માટે દર્દનાક અઝાબ છે.

اِنَّ الَّذِیۡنَ یُحَآدُّوۡنَ اللّٰہَ وَ رَسُوۡلَہٗ کُبِتُوۡا کَمَا کُبِتَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ وَ قَدۡ اَنۡزَلۡنَاۤ اٰیٰتٍۭ بَیِّنٰتٍ ؕ وَ لِلۡکٰفِرِیۡنَ عَذَابٌ مُّہِیۡنٌ ۚ﴿۵﴾

(૫) બેશક જેઓ અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરે છે તેઓ એવી જ રીતે ઝલીલ થાશે જેવી રીતે તેમની પહેલાના લોકોને ઝલીલ થયા, અને અમોએ ખુલ્લી નિશાનીઓ નાઝિલ કરી, અને નાસ્તિકો માટે ઝિલ્લતવાળો અઝાબ છે.

یَوۡمَ یَبۡعَثُہُمُ اللّٰہُ جَمِیۡعًا فَیُنَبِّئُہُمۡ بِمَا عَمِلُوۡا ؕ اَحۡصٰہُ اللّٰہُ وَ نَسُوۡہُ ؕ وَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ شَہِیۡدٌ ٪﴿۶﴾

(૬) જે દિવસે અલ્લાહ સર્વોને ઉઠાડશે, અને તેઓને તેમના કરેલા આમાલ વિશે ખબર આપશે, જેને તે અલ્લાહે ગણીને રાખેલ છે અને તેઓ ભૂલી ગયા; અને અલ્લાહ દરેક વસ્તુનો ગવાહ છે.

اَلَمۡ تَرَ اَنَّ اللّٰہَ یَعۡلَمُ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ مَا یَکُوۡنُ مِنۡ نَّجۡوٰی ثَلٰثَۃٍ اِلَّا ہُوَ رَابِعُہُمۡ وَ لَا خَمۡسَۃٍ اِلَّا ہُوَ سَادِسُہُمۡ وَ لَاۤ اَدۡنٰی مِنۡ ذٰلِکَ وَ لَاۤ اَکۡثَرَ اِلَّا ہُوَ مَعَہُمۡ اَیۡنَ مَا کَانُوۡا ۚ ثُمَّ یُنَبِّئُہُمۡ بِمَا عَمِلُوۡا یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ اِنَّ اللّٰہَ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿۷﴾

(૭) શું તું નથી જાણતો કે અલ્લાહ ઝમીન અને આસમાનોની દરેક વસ્તુને જાણે છે, કોઇ પણ સમયે ત્રણ જણાં કાનાફૂસી નથી કરતા સિવાય કે તે (અલ્લાહ) તેઓમાંનો ચોથો હોય છે અને પાંચ જણાંની કાનાફૂસી નથી કરતા સિવાય કે તે (અલ્લાહ) તેઓમાંનો છઠ્ઠો હોય છે, ન તેના કરતાં ઓછા કે ન તેના કરતા વધારે સિવાય કે તે તેઓની સાથે જરૂર હોય છે, ચાહે તેઓ કોઇ પણ જગ્યાએ હોય, તે પછી કયામતના દિવસે તેઓને તેઓના આમાલ જણાવશે, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.

اَلَمۡ تَرَ اِلَی الَّذِیۡنَ نُہُوۡا عَنِ النَّجۡوٰی ثُمَّ یَعُوۡدُوۡنَ لِمَا نُہُوۡا عَنۡہُ وَ یَتَنٰجَوۡنَ بِالۡاِثۡمِ وَ الۡعُدۡوَانِ وَ مَعۡصِیَتِ الرَّسُوۡلِ ۫ وَ اِذَا جَآءُوۡکَ حَیَّوۡکَ بِمَا لَمۡ یُحَیِّکَ بِہِ اللّٰہُ ۙ وَ یَقُوۡلُوۡنَ فِیۡۤ اَنۡفُسِہِمۡ لَوۡ لَا یُعَذِّبُنَا اللّٰہُ بِمَا نَقُوۡلُ ؕ حَسۡبُہُمۡ جَہَنَّمُ ۚ یَصۡلَوۡنَہَا ۚ فَبِئۡسَ الۡمَصِیۡرُ ﴿۸﴾

(૮) શું તુંએ તે લોકોને નથી જોયા જેમને કાનાફૂસી રોકવામાં આવ્યા હતા ? પછી જેનાથી રોકવામાં આવ્યા હતા તે કામ તરફ પલટે છે અને ગુનાહ તથા ઝુલ્મ તથા રસૂલની નાફરમાની માટે કાનાફૂસી કરે છે અને જયારે તમારી પાસે આવે છે ત્યારે એવા કલેમાતથી સલામ કરે છે જેવા કલેમાતથી અલ્લાહે તમને સલામ નથી કરેલ અને પોતાના મનમાં કહે છે શા માટે અલ્લાહ અમને અઝાબ આપતો નથી? તેમના માટે જહન્નમ પૂરતી છે, જેમાં તેઓ દાખલ થશે આ કેવી ખરાબ પલટવાની જગ્યા છે!

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِذَا تَنَاجَیۡتُمۡ فَلَا تَتَنَاجَوۡا بِالۡاِثۡمِ وَ الۡعُدۡوَانِ وَ مَعۡصِیَتِ الرَّسُوۡلِ وَ تَنَاجَوۡا بِالۡبِرِّ وَ التَّقۡوٰی ؕ وَ اتَّقُوا اللّٰہَ الَّذِیۡۤ اِلَیۡہِ تُحۡشَرُوۡنَ ﴿۹﴾

(૯) અય ઇમાનવાળાઓ ! જયારે તમે કાનાફૂસી કરો ત્યારે ગુનાહ, ઝુલ્મ અને રસૂલની નાફરમાનીમાં ન કરો અને ભલાઇ તથા પરહેઝગારી કાનાફૂસી કરો, અને અલ્લાહથી ડરો કે જેની તરફ મહેશૂર કરવામાં આવશો.

10

اِنَّمَا النَّجۡوٰی مِنَ الشَّیۡطٰنِ لِیَحۡزُنَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ لَیۡسَ بِضَآرِّہِمۡ شَیۡئًا اِلَّا بِاِذۡنِ اللّٰہِ ؕ وَ عَلَی اللّٰہِ فَلۡیَتَوَکَّلِ الۡمُؤۡمِنُوۡنَ ﴿۱۰﴾

(૧૦) કાનાફૂસી શૈતાન તરફથી છે જેથી ઇમાનવાળાઓ ગમગીન થાય, પરંતુ અલ્લાહની રજા સિવાય કોઇ (કાનાફૂસી) તેઓને નુકસાન પહોંચાડતી શકતી નથી અને ઇમાનવાળાઓએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.

11

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِذَا قِیۡلَ لَکُمۡ تَفَسَّحُوۡا فِی الۡمَجٰلِسِ فَافۡسَحُوۡا یَفۡسَحِ اللّٰہُ لَکُمۡ ۚ وَ اِذَا قِیۡلَ انۡشُزُوۡا فَانۡشُزُوۡا یَرۡفَعِ اللّٰہُ الَّذِیۡنَ اٰمَنُوۡا مِنۡکُمۡ ۙ وَ الَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ دَرَجٰتٍ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرٌ ﴿۱۱﴾

(૧૧) અય ઇમાનવાળાઓ જયારે તમને મજલીસમાં (બેઠકમાં) જગ્યા આપવાનું કહેવામાં આવે ત્યારે જગ્યા આપો. અલ્લાહ તમને (જન્નતમાં) જગ્યા આપશે અને જયારે તમને ઊભા થવાનુ કહેવામાં આવે ત્યારે ઊભા થઇ જાવ, (કારણકે ખાસ જગ્યાએ બેઠવામાં બુઝુર્ગી નથી) અલ્લાહ તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા અને જેઓને ઇલ્મ આપવામાં આવ્યુ તેને બુલંદ દરજ્જાઓ આપે છે અને અલ્લાહ તમારા આમાલને જાણે છે.

12

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِذَا نَاجَیۡتُمُ الرَّسُوۡلَ فَقَدِّمُوۡا بَیۡنَ یَدَیۡ نَجۡوٰىکُمۡ صَدَقَۃً ؕ ذٰلِکَ خَیۡرٌ لَّکُمۡ وَ اَطۡہَرُ ؕ فَاِنۡ لَّمۡ تَجِدُوۡا فَاِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۲﴾

(૧૨) અય ઇમાનવાળાઓ ! જયારે પણ તમે રસૂલ સાથે કાનમાં વાત કરો તે પહેલા સદકો આપો તે તમારા માટે બહેતર અને વધારે પાકીઝા છે, અને અગર (સદકા માટે માલ) ન પામો તો અલ્લાહ ગફુરૂર રહીમ છે.

13

ءَاَشۡفَقۡتُمۡ اَنۡ تُقَدِّمُوۡا بَیۡنَ یَدَیۡ نَجۡوٰىکُمۡ صَدَقٰتٍ ؕ فَاِذۡ لَمۡ تَفۡعَلُوۡا وَ تَابَ اللّٰہُ عَلَیۡکُمۡ فَاَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ وَ اَطِیۡعُوا اللّٰہَ وَ رَسُوۡلَہٗ ؕ وَ اللّٰہُ خَبِیۡرٌۢ بِمَا تَعۡمَلُوۡنَ ﴿٪۱۳﴾

(૧૩) શું ફકીર થવાનો ડર લાગ્યો કે કાનમાં વાત કરવા પહેલા સદકો આપવાથી પરહેઝ કરી? અત્યારે કે આ કામ નથી કર્યુ અને અલ્લાહે તમારી તોબા કબૂલ કરી, નમાઝ કાયમ કરો તથા ઝકાત આપો અને અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરો અને અલ્લાહ તમારા આમાલને જાણે છે.

14

اَلَمۡ تَرَ اِلَی الَّذِیۡنَ تَوَلَّوۡا قَوۡمًا غَضِبَ اللّٰہُ عَلَیۡہِمۡ ؕ مَا ہُمۡ مِّنۡکُمۡ وَ لَا مِنۡہُمۡ ۙ وَ یَحۡلِفُوۡنَ عَلَی الۡکَذِبِ وَ ہُمۡ یَعۡلَمُوۡنَ ﴿۱۴﴾

(૧૪) શું તુંએ તે લોકોને નથી જોયા તેમણે એ લોકો સાથે દોસ્તી કરી લીધી કે જેમના ઉપર અલ્લાહે ગઝબ કર્યો હતો? ન તેઓ તમારામાંથી છે અને ન તેઓમાંથી છે! અને તેઓ જાણીજોઇને જૂઠી કસમ ખાય છે.

15

اَعَدَّ اللّٰہُ لَہُمۡ عَذَابًا شَدِیۡدًا ؕ اِنَّہُمۡ سَآءَ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۵﴾

(૧૫) અલ્લાહે તેમના માટે સખત અઝાબ તૈયાર રાખ્યો છે કારણકે ખરાબ આમાલ કરતા હતા.

16

اِتَّخَذُوۡۤا اَیۡمَانَہُمۡ جُنَّۃً فَصَدُّوۡا عَنۡ سَبِیۡلِ اللّٰہِ فَلَہُمۡ عَذَابٌ مُّہِیۡنٌ ﴿۱۶﴾

(૧૬) તેઓ પોતાની કસમોને ઢાલ બનાવી, અને (આ કસમો થકી) લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવ્યા, આ કારણે તેમના માટે ઝિલ્લતભર્યો અઝાબ છે!

17

لَنۡ تُغۡنِیَ عَنۡہُمۡ اَمۡوَالُہُمۡ وَ لَاۤ اَوۡلَادُہُمۡ مِّنَ اللّٰہِ شَیۡئًا ؕ اُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ؕ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۱۷﴾

(૧૭) અલ્લાહના અઝાબથી તેમનો માલ અને ઓલાદ તેમને બચાવશે નહિ, તેઓ જહન્નમી છે અને તેઓ તેમાં હંમેશા રહેશે!

18

یَوۡمَ یَبۡعَثُہُمُ اللّٰہُ جَمِیۡعًا فَیَحۡلِفُوۡنَ لَہٗ کَمَا یَحۡلِفُوۡنَ لَکُمۡ وَ یَحۡسَبُوۡنَ اَنَّہُمۡ عَلٰی شَیۡءٍ ؕ اَلَاۤ اِنَّہُمۡ ہُمُ الۡکٰذِبُوۡنَ ﴿۱۸﴾

(૧૮) જે દિવસે અલ્લાહ તેઓ બધાને ઉઠાડશે, અને તે (અલ્લાહ) માટે એવી જ કસમો ખાશે જેવી તમારી માટે ખાય છે, અને તેઓ એમ ગુમાન કરે છે તેઓ કંઇક કરી શકે છે, જાણી લો કે તેઓ જૂઠ્ઠા છે.

19

اِسۡتَحۡوَذَ عَلَیۡہِمُ الشَّیۡطٰنُ فَاَنۡسٰہُمۡ ذِکۡرَ اللّٰہِ ؕ اُولٰٓئِکَ حِزۡبُ الشَّیۡطٰنِ ؕ اَلَاۤ اِنَّ حِزۡبَ الشَّیۡطٰنِ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿۱۹﴾

(૧૯) તેઓની ઉપર શૈતાન ગાલિબ આવી ગયો છે, અને તેઓને અલ્લાહની યાદ ભૂલાવી દીધી છે, તેઓ શૈતાનના સમૂહ છે! ખરેખર શૈતાનનો સમૂહ નુકસાનમાં છે!

20

اِنَّ الَّذِیۡنَ یُحَآدُّوۡنَ اللّٰہَ وَ رَسُوۡلَہٗۤ اُولٰٓئِکَ فِی الۡاَذَلِّیۡنَ ﴿۲۰﴾

(૨૦) બેશક જેઓ અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરે છે તેઓ સૌથી ઝલીલ તરીન લોકોમાં છે.

21

کَتَبَ اللّٰہُ لَاَغۡلِبَنَّ اَنَا وَ رُسُلِیۡ ؕ اِنَّ اللّٰہَ قَوِیٌّ عَزِیۡزٌ ﴿۲۱﴾

(૨૧) અલ્લાહે લખી દીધું (મુકર્રર કર્યુ) છે કે હું અને મારો રસૂલ જરૂર ગાલિબ થશુ, બેશક અલ્લાહ જબરદસ્ત તાકતવર છે!

22

لَا تَجِدُ قَوۡمًا یُّؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ یُوَآدُّوۡنَ مَنۡ حَآدَّ اللّٰہَ وَ رَسُوۡلَہٗ وَ لَوۡ کَانُوۡۤا اٰبَآءَہُمۡ اَوۡ اَبۡنَآءَہُمۡ اَوۡ اِخۡوَانَہُمۡ اَوۡ عَشِیۡرَتَہُمۡ ؕ اُولٰٓئِکَ کَتَبَ فِیۡ قُلُوۡبِہِمُ الۡاِیۡمَانَ وَ اَیَّدَہُمۡ بِرُوۡحٍ مِّنۡہُ ؕ وَ یُدۡخِلُہُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ رَضِیَ اللّٰہُ عَنۡہُمۡ وَ رَضُوۡا عَنۡہُ ؕ اُولٰٓئِکَ حِزۡبُ اللّٰہِ ؕ اَلَاۤ اِنَّ حِزۡبَ اللّٰہِ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿٪۲۲﴾

(૨૨) જે લોકો અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખે છે તેમને તું એવા લોકો સાથે દોસ્તી રાખતા નહિં પામ કે જેમણે અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરી હોય, પછી ભલે તેઓ તેમના બાપદાદા હોય અથવા તેમની ઔલાદ હોય અથવા તેમના ભાઇઓ હોય અથવા તેમના સગા સંબંધીઓ હોય, તેઓ એ લોકો છે કે જેમના દિલોમાં અલ્લાહે ઇમાન લખી દીધું છે, અને પોતાની (ખાસ) રૂહ વડે તેમની મદદ કરી છે, અને તેમને એવી જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નહેરો વહે છે; જેમાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તેમનાથી રાજી છે અને તેઓ અલ્લાહથી રાજી છે, તેઓ જ અલ્લાહનો સમૂહ છે, જાણી લો! બેશક અલ્લાહનો સમૂહ જ સફળ છે.