અલ-કુરઆન

91

Ash-Shams

سورة الشمس


وَ الشَّمۡسِ وَ ضُحٰہَا ۪ۙ﴿۱﴾

(૧) સૂરજ તથા તેની ફેલાયેલી રોશનીની કસમ:

وَ الۡقَمَرِ اِذَا تَلٰىہَا ۪ۙ﴿۲﴾

(૨) અને ચાંદની કસમ જયારે કે તેના પછી આવે છે,

وَ النَّہَارِ اِذَا جَلّٰىہَا ۪ۙ﴿۳﴾

(૩) અને કસમ દિવસની જ્યારે કે તે ઝમીનને રોશન કરે છે,

وَ الَّیۡلِ اِذَا یَغۡشٰىہَا ۪ۙ﴿۴﴾

(૪) અને કસમ છે રાતની જ્યારે કે તે ઝમીનને ઢાંકે છે:

وَ السَّمَآءِ وَ مَا بَنٰہَا ۪ۙ﴿۵﴾

(૫) કસમ આસમાનની અને તેની કે જેણે તેને બનાવ્યું:

وَ الۡاَرۡضِ وَ مَا طَحٰہَا ۪ۙ﴿۶﴾

(૬) અને કસમ ઝમીનની અને તેની કે જેણે તેને પાથરી:

وَ نَفۡسٍ وَّ مَا سَوّٰىہَا ۪ۙ﴿۷﴾

(૭) અને કસમ નફસની અને તેની કે જેને તેણે સમતલ બનાવી:

فَاَلۡہَمَہَا فُجُوۡرَہَا وَ تَقۡوٰىہَا ۪ۙ﴿۸﴾

(૮) પછી તેણે બૂરાઇ અને તકવાનુ ઇલ્હામ કર્યુ (પ્રેરણા આપી):

قَدۡ اَفۡلَحَ مَنۡ زَکّٰىہَا ۪ۙ﴿۹﴾

(૯) કે જેણે પોતાના નફસને પાકીઝા કર્યો બેશક તે કામ્યાબ થયો,

10

وَ قَدۡ خَابَ مَنۡ دَسّٰىہَا ﴿ؕ۱۰﴾

(૧૦) અને જેણે પોતાના નફ્સને ગુનાહથી ગંદો કર્યો તેને ખરે જ નુકસાન ઉઠાવ્યું.

11

کَذَّبَتۡ ثَمُوۡدُ بِطَغۡوٰىہَاۤ ﴿۪ۙ۱۱﴾

(૧૧) સમૂદે પોતાની સરકશીને લીધે રસૂલને જૂઠલાવ્યા:

12

اِذِ انۡۢبَعَثَ اَشۡقٰہَا ﴿۪ۙ۱۲﴾

(૧૨) જ્યારે કે તેઓમાંનો સૌથી વધારે કમનસીબ ઊભો થયો:

13

فَقَالَ لَہُمۡ رَسُوۡلُ اللّٰہِ نَاقَۃَ اللّٰہِ وَ سُقۡیٰہَا ﴿ؕ۱۳﴾

(૧૩) અને અલ્લાહના રસૂલે તેમને કહ્યું કે અલ્લાહની ઊંટણી અને તેને પાણી પીવરાવવાનું ઘ્યાન રાખજો.

14

فَکَذَّبُوۡہُ فَعَقَرُوۡہَا ۪۬ۙ فَدَمۡدَمَ عَلَیۡہِمۡ رَبُّہُمۡ بِذَنۡۢبِہِمۡ فَسَوّٰىہَا ﴿۪ۙ۱۴﴾

(૧૪) પરંતુ તેમણે તેને જૂઠલાવ્યો, અને તે ઊંટણીના પગ કાપી નાખ્યા (કત્લ કરી), જેથી પરવરદિગારે તેમના આ ગુનાહના કારણે તેઓને ભાંગીને ભૂકો કરી નાખ્યા અને બધાને (માટીની) બરાબર કરી નાખ્યા:

15

وَ لَا یَخَافُ عُقۡبٰہَا ﴿٪۱۵﴾

(૧૫) અને તે (અલ્લાહ)ને તે(ની આપેલી સજા)ના અંજામનો ડર નથી.