અલ-કુરઆન

65

At-Talaq

سورة الطلاق


یٰۤاَیُّہَا النَّبِیُّ اِذَا طَلَّقۡتُمُ النِّسَآءَ فَطَلِّقُوۡہُنَّ لِعِدَّتِہِنَّ وَ اَحۡصُوا الۡعِدَّۃَ ۚ وَ اتَّقُوا اللّٰہَ رَبَّکُمۡ ۚ لَا تُخۡرِجُوۡہُنَّ مِنۡۢ بُیُوۡتِہِنَّ وَ لَا یَخۡرُجۡنَ اِلَّاۤ اَنۡ یَّاۡتِیۡنَ بِفَاحِشَۃٍ مُّبَیِّنَۃٍ ؕ وَ تِلۡکَ حُدُوۡدُ اللّٰہِ ؕ وَ مَنۡ یَّتَعَدَّ حُدُوۡدَ اللّٰہِ فَقَدۡ ظَلَمَ نَفۡسَہٗ ؕ لَا تَدۡرِیۡ لَعَلَّ اللّٰہَ یُحۡدِثُ بَعۡدَ ذٰلِکَ اَمۡرًا ﴿۱﴾

(૧) અય પયગંબર ! જયારે તમે લોકો ઔરતોને તલાક આપો ત્યારે તેમને ઇદ્દતના હિસાબે તલાક આપો, અને ઇદ્દતની ગણત્રી રાખો, અને અલ્લાહ કે જે તમારો રબ છે તેનાથી ડરતા રહો, અને ન તેણીઓને ઘરોમાંથી કાઢી મૂકો, અને ન તેણીઓ પોતે નીકળી જાય, સિવાય કે કોઇ ખુલ્લો ગુનાહ કરે, અને આ અલ્લાહની હદો છે; અને જે કોઇ અલ્લાહની હદોથી આગળ વધે તો તેણે પોતાના ઉપર જ ઝુલ્મ કર્યો છે, તમને ખબર નથી કે કદાચને અલ્લાહ તેના પછી કોઇ (મેળાપની) નવી હાલત પેદા કરી દે !

فَاِذَا بَلَغۡنَ اَجَلَہُنَّ فَاَمۡسِکُوۡہُنَّ بِمَعۡرُوۡفٍ اَوۡ فَارِقُوۡہُنَّ بِمَعۡرُوۡفٍ وَّ اَشۡہِدُوۡا ذَوَیۡ عَدۡلٍ مِّنۡکُمۡ وَ اَقِیۡمُوا الشَّہَادَۃَ لِلّٰہِ ؕ ذٰلِکُمۡ یُوۡعَظُ بِہٖ مَنۡ کَانَ یُؤۡمِنُ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ ۬ؕ وَ مَنۡ یَّتَّقِ اللّٰہَ یَجۡعَلۡ لَّہٗ مَخۡرَجًا ۙ﴿۲﴾

(૨) પછી જયારે તેણીઓ પોતાની ઇદ્દતની મુદ્દત પૂરી કરી નાખે ત્યારે તેણીઓને ભલાઇની સાથે રોકો, અથવા ભલાઇની સાથે રવાના કરો; અને તલાક માટે તમારામાંથી બે આદીલને ગવાહ બનાવો અને ફકત અલ્લાહ માટે ગવાહી કાયમ કરો, આ નસીહત તેઓ માટે કરવામાં આવે છે કે જે અલ્લાહ અને કયામત પર ઇમાન રાખે છે, અને જે કોઇ અલ્લાહ(ની નાફરમાની)થી પરહેઝ કરે છે અલ્લાહ તેના માટે નજાતનો રસ્તો બનાવી દે છે :

وَّ یَرۡزُقۡہُ مِنۡ حَیۡثُ لَا یَحۡتَسِبُ ؕ وَ مَنۡ یَّتَوَکَّلۡ عَلَی اللّٰہِ فَہُوَ حَسۡبُہٗ ؕ اِنَّ اللّٰہَ بَالِغُ اَمۡرِہٖ ؕ قَدۡ جَعَلَ اللّٰہُ لِکُلِّ شَیۡءٍ قَدۡرًا ﴿۳﴾

(૩) અને તેને એવી જગ્યાએથી રોઝી આપશે જેનું તેને ગુમાન નહીં હોય; અને જે કોઇ અલ્લાહ પર આધાર રાખે તો અલ્લાહ તેના માટે પૂરતો છે; બેશક અલ્લાહ પોતાના ફરમાનને અંજામ સુધી પહોંચાડે છે, બેશક અલ્લાહે દરેક વસ્તુ માટે એક મિકદાર મુકર્રર કરી છે.

وَ الِّٰٓیۡٔ یَئِسۡنَ مِنَ الۡمَحِیۡضِ مِنۡ نِّسَآئِکُمۡ اِنِ ارۡتَبۡتُمۡ فَعِدَّتُہُنَّ ثَلٰثَۃُ اَشۡہُرٍ ۙ وَّ الِّٰٓیۡٔ لَمۡ یَحِضۡنَ ؕ وَ اُولَاتُ الۡاَحۡمَالِ اَجَلُہُنَّ اَنۡ یَّضَعۡنَ حَمۡلَہُنَّ ؕ وَ مَنۡ یَّتَّقِ اللّٰہَ یَجۡعَلۡ لَّہٗ مِنۡ اَمۡرِہٖ یُسۡرًا ﴿۴﴾

(૪) અને તમારી ઔરતોમાંથી જેણીઓ માસિક આવવાથી નિરાશ થઇ ગઇ છે. અગર તેણીઓ વિશે તમને શંકા હોય તો તેણીઓની ઇદ્દતની મુદ્દત ત્રણ માસ છે, અને એ જ પ્રમાણે જેમને માસિક નથી આવતું તે ઔરતો માટે એ જ હુકમ છે; અને હામેલા ઔરતોની ઇદ્દતની મુદ્દત બચ્ચાને જન્મ આપવા સુધીની છે; અને જે કોઇ અલ્લાહ(ની નાફરમાની)થી પરહેઝ કરે છે તો અલ્લાહ તેના કામો તેના માટે આસાન બનાવે છે.

ذٰلِکَ اَمۡرُ اللّٰہِ اَنۡزَلَہٗۤ اِلَیۡکُمۡ ؕ وَ مَنۡ یَّتَّقِ اللّٰہَ یُکَفِّرۡ عَنۡہُ سَیِّاٰتِہٖ وَ یُعۡظِمۡ لَہٗۤ اَجۡرًا ﴿۵﴾

(૫) આ અલ્લાહનો હુકમ છે, જે તેણે તમારા ઉપર નાઝિલ કર્યો છે; અને જે કોઇ અલ્લાહની નાફરમાનીથી પરહેઝ કરશે તો અલ્લાહ તેની બૂરાઇઓને માફ કરી દેશે તેના બદલાને વધારી દેશે.

اَسۡکِنُوۡہُنَّ مِنۡ حَیۡثُ سَکَنۡتُمۡ مِّنۡ وُّجۡدِکُمۡ وَ لَا تُضَآرُّوۡہُنَّ لِتُضَیِّقُوۡا عَلَیۡہِنَّ ؕ وَ اِنۡ کُنَّ اُولَاتِ حَمۡلٍ فَاَنۡفِقُوۡا عَلَیۡہِنَّ حَتّٰی یَضَعۡنَ حَمۡلَہُنَّ ۚ فَاِنۡ اَرۡضَعۡنَ لَکُمۡ فَاٰتُوۡہُنَّ اُجُوۡرَہُنَّ ۚ وَ اۡتَمِرُوۡا بَیۡنَکُمۡ بِمَعۡرُوۡفٍ ۚ وَ اِنۡ تَعَاسَرۡتُمۡ فَسَتُرۡضِعُ لَہٗۤ اُخۡرٰی ؕ﴿۶﴾

(૬) અને તેણીઓને (તલાક આપેલી ઔરતોને) તમારી શક્તિ પ્રમાણે જ્યાં તમે રહો છો ત્યાં જ તમારી સાથે રાખો, અને તેણીને ઇજા ન પહોંચાડો કે તેણી (મુસીબતમાં) ઘેરાઇ જાય, અને જો તેણીઓ હામેલા હોય તો જ્યાં સુધી તે બચ્ચાને જન્મ ન આપે ત્યાં સુધી તેણીઓને ખર્ચ આપો, પછી જો તેણી તમારા માટે (બાળકને) દૂધ પીવડાવે તો તેનો બદલો તેણીઓને આપો, અને આપસમાં ભલાઇ થકી નક્કી કરો, અને અગર તમારા બંને વચ્ચે કોઇ મુશ્કેલી ઊભી થાય, તો બીજી ઔરત પાસે દૂધ પીવડાવો.

لِیُنۡفِقۡ ذُوۡ سَعَۃٍ مِّنۡ سَعَتِہٖ ؕ وَ مَنۡ قُدِرَ عَلَیۡہِ رِزۡقُہٗ فَلۡیُنۡفِقۡ مِمَّاۤ اٰتٰىہُ اللّٰہُ ؕ لَا یُکَلِّفُ اللّٰہُ نَفۡسًا اِلَّا مَاۤ اٰتٰىہَا ؕ سَیَجۡعَلُ اللّٰہُ بَعۡدَ عُسۡرٍ یُّسۡرًا ٪﴿۷﴾

(૭) વિશાળ સગવડતાવાળો વ્યકિત પોતાની વિશાળતા પ્રમાણે ઇન્ફાક (ખર્ચ) કરે, અને જેની રોઝી તંગ છે, તેને જોઇએ કે અલ્લાહે જે કાંઇ તેને આપ્યું છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરે, અને અલ્લાહ કોઇને પણ તેના ગજા ઉપરાંતની જવાબદારી આપતો નથી, જલ્દી જ અલ્લાહ તંગી પછી આસાની અતા કરે છે!

وَ کَاَیِّنۡ مِّنۡ قَرۡیَۃٍ عَتَتۡ عَنۡ اَمۡرِ رَبِّہَا وَ رُسُلِہٖ فَحَاسَبۡنٰہَا حِسَابًا شَدِیۡدًا ۙ وَّ عَذَّبۡنٰہَا عَذَابًا نُّکۡرًا ﴿۸﴾

(૮) અને ઘણીય વસ્તીઓએ પરવરદિગાર અને તેના રસૂલની નાફરમાની કરી અને અમોએ તેમનાથી સખ્ત હિસાબ લીધો, અને તેમને અતિ ખરાબ અઝાબમાં જકડી લીધા.

فَذَاقَتۡ وَبَالَ اَمۡرِہَا وَ کَانَ عَاقِبَۃُ اَمۡرِہَا خُسۡرًا ﴿۹﴾

(૯) તેમણે પોતાના કરેલા કાર્યોની સજાનો સ્વાદ ચાખ્યો, અને તેમના મામલાનું પરિણામ નુકસાન હતું.

10

اَعَدَّ اللّٰہُ لَہُمۡ عَذَابًا شَدِیۡدًا ۙ فَاتَّقُوا اللّٰہَ یٰۤاُولِی الۡاَلۡبَابِ ۬ۚۖۛ الَّذِیۡنَ اٰمَنُوۡا ؕ۟ۛ قَدۡ اَنۡزَلَ اللّٰہُ اِلَیۡکُمۡ ذِکۡرًا ﴿ۙ۱۰﴾

(૧૦) અલ્લાહે તેમના માટે સખ્ત અઝાબ તૈયાર કરેલ છે, માટે અય ઇમાન લાવેલા અક્કલમંદો! અલ્લાહની નાફરમાનીથી બચો (કારણકે) તેણે તમારા તરફ નસીહતો નાઝિલ કરેલ છે:

11

رَّسُوۡلًا یَّتۡلُوۡا عَلَیۡکُمۡ اٰیٰتِ اللّٰہِ مُبَیِّنٰتٍ لِّیُخۡرِجَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوۡرِ ؕ وَ مَنۡ یُّؤۡمِنۡۢ بِاللّٰہِ وَ یَعۡمَلۡ صَالِحًا یُّدۡخِلۡہُ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ؕ قَدۡ اَحۡسَنَ اللّٰہُ لَہٗ رِزۡقًا ﴿۱۱﴾

(૧૧) રસૂલ જે તમારી તરફ મોકલેલ છે કે અલ્લાહની રોશન આયતોની તમારા ઉપર તિલાવત કરે છે, જેથી જેઓ ઇમાન લાવેલ, તથા નેક આમાલ કરેલ છે, અંધકારમાંથી નૂર તરફ બહાર લાવે! અને જેઓએ અલ્લાહ ઉપર ઇમાન લાવેલ તથા નેક આમાલ કરેલ છે તેને જન્નતોમાં દાખલ કરે કે જેની નીચે નહેરો વહે છે, તેઓ તેમાં હંમેશા રહેશે ખરેખર અલ્લાહે તેમને નેક રોઝી આપેલ છે!

12

اَللّٰہُ الَّذِیۡ خَلَقَ سَبۡعَ سَمٰوٰتٍ وَّ مِنَ الۡاَرۡضِ مِثۡلَہُنَّ ؕ یَتَنَزَّلُ الۡاَمۡرُ بَیۡنَہُنَّ لِتَعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ۬ۙ وَّ اَنَّ اللّٰہَ قَدۡ اَحَاطَ بِکُلِّ شَیۡءٍ عِلۡمًا ﴿٪۱۲﴾

(૧૨) અલ્લાહ એ જ છે જેણે સાત આસમાનો પેદા કર્યા અને ઝમીનોમાં પણ એવી જ ઝમીનો (બનાવી), તેના હુકમો તેની વચ્ચે નાઝિલ થતા રહે છે જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અને તેના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી રાખી છે.