Al-Baqara
سورة البقرة
وَ اِذَا قِیۡلَ لَہُمۡ اٰمِنُوۡا کَمَاۤ اٰمَنَ النَّاسُ قَالُوۡۤا اَنُؤۡمِنُ کَمَاۤ اٰمَنَ السُّفَہَآءُ ؕ اَلَاۤ اِنَّہُمۡ ہُمُ السُّفَہَآءُ وَ لٰکِنۡ لَّا یَعۡلَمُوۡنَ ﴿۱۳﴾
(૧૩) અને જયારે તેમને કહેવામાં આવે છે કે, જેમ બીજા લોકો ઈમાન લાવ્યા છે તેમ તમે પણ ઈમાન લાવો. ત્યારે તેઓ કહે છે કે શું અમે એવી રીતે ઈમાન લાવીએ કે જેવી રીતે મૂર્ખાઓ ઈમાન લાવ્યા છે? જાણી લો કે એ લોકો પોતે જ મૂર્ખ છે પણ તેઓ જાણતા નથી.
وَ اِذَا لَقُوا الَّذِیۡنَ اٰمَنُوۡا قَالُوۡۤا اٰمَنَّا ۚۖ وَ اِذَا خَلَوۡا اِلٰی شَیٰطِیۡنِہِمۡ ۙ قَالُوۡۤا اِنَّا مَعَکُمۡ ۙ اِنَّمَا نَحۡنُ مُسۡتَہۡزِءُوۡنَ ﴿۱۴﴾
(૧૪) અને જયારે તેઓ ઈમાન લાવનારાઓની મુલાકાત કરે છે, ત્યારે કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ પરંતુ જ્યારે એકાંતમાં પોતાના શયતાનો સાથે હોય છે ત્યારે કહે છે કે બેશક અમે તો તમારી જ સાથે છીએ, અમે તો ફકત (મોમીનોની) મજાક ઉડાવીએ છીએ.
مَثَلُہُمۡ کَمَثَلِ الَّذِی اسۡتَوۡقَدَ نَارًا ۚ فَلَمَّاۤ اَضَآءَتۡ مَا حَوۡلَہٗ ذَہَبَ اللّٰہُ بِنُوۡرِہِمۡ وَ تَرَکَہُمۡ فِیۡ ظُلُمٰتٍ لَّا یُبۡصِرُوۡنَ ﴿۱۷﴾
(૧૭) તેમની મિસાલ તેના જેવી છે કે જેણે આગ સળગાવી, પછી જયારે આગથી બધી બાજુ અજવાળું થયું ત્યારે અલ્લાહે તેમની રોશની લઈ લીધી અને તેમને એવા એક અંધકારમાં છોડી દીધા કે તેમને કાંઈ પણ દેખાતું નથી.
اَوۡ کَصَیِّبٍ مِّنَ السَّمَآءِ فِیۡہِ ظُلُمٰتٌ وَّ رَعۡدٌ وَّ بَرۡقٌ ۚ یَجۡعَلُوۡنَ اَصَابِعَہُمۡ فِیۡۤ اٰذَانِہِمۡ مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الۡمَوۡتِ ؕ وَ اللّٰہُ مُحِیۡطٌۢ بِالۡکٰفِرِیۡنَ ﴿۱۹﴾
(૧૯) (અથવા તેમની બીજી મિસાલ) આકાશમાંથી પડતા એવા એક ધોધમાર વરસાદના જેવી છે, કે જેમાં અંધકાર હોય તથા ગર્જના તથા વીજળી હોય જેના કડાકાઓનો અવાજ સાંભળીને મૌતના ડરથી તેઓ પોતાના કાનોમાં આંગળા નાંખી દે છે; અને અલ્લાહ નાસ્તિકોને ધેરી લીધેલ છે.
یَکَادُ الۡبَرۡقُ یَخۡطَفُ اَبۡصَارَہُمۡ ؕ کُلَّمَاۤ اَضَآءَ لَہُمۡ مَّشَوۡا فِیۡہِ ٭ۙ وَ اِذَاۤ اَظۡلَمَ عَلَیۡہِمۡ قَامُوۡا ؕ وَ لَوۡ شَآءَ اللّٰہُ لَذَہَبَ بِسَمۡعِہِمۡ وَ اَبۡصَارِہِمۡ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿٪۲۰﴾
(૨૦) નજીક છે કે વીજળી તેમની આંખોની રોશનીને છીનવી લે; જ્યારે પણ તે તેમને રોશની આપે છે ત્યારે તેમાં તેઓ આગળ ચાલે છે અને જેવો તેમના ઉપર અંધકાર છવાય જાય તેવા તેઓ ઊભા રહી જાય છે; જો અલ્લાહ ચાહતે તો તેમની સાંભળવાની તથા જોવાની શક્તિ જરૂર છીનવી લેતે કારણકે અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.
الَّذِیۡ جَعَلَ لَکُمُ الۡاَرۡضَ فِرَاشًا وَّ السَّمَآءَ بِنَآءً ۪ وَّ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخۡرَجَ بِہٖ مِنَ الثَّمَرٰتِ رِزۡقًا لَّکُمۡ ۚ فَلَا تَجۡعَلُوۡا لِلّٰہِ اَنۡدَادًا وَّ اَنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۲۲﴾
(૨૨) જેણે જમીનને તમારા માટે બિછાનું બનાવ્યું તથા આકાશને એક છત; અને જેણે આકાશમાંથી પાણી નાઝિલ કર્યુ, પછી તે વડે તમારી રોજી માટે ફળો પ્ૌદા કર્યા; માટે જાણી જોઈને અલ્લાહના બરોબરીયા બનાવો નહી.
وَ اِنۡ کُنۡتُمۡ فِیۡ رَیۡبٍ مِّمَّا نَزَّلۡنَا عَلٰی عَبۡدِنَا فَاۡتُوۡا بِسُوۡرَۃٍ مِّنۡ مِّثۡلِہٖ ۪ وَ ادۡعُوۡا شُہَدَآءَکُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۲۳﴾
(૨૩) અને અમોએ જે અમારા બંદા ઉપર નાઝિલ કર્યુ છે તેમાં જો તમને શંકા હોય તો તેના જેવો એક જ સૂરો લઇ આવો, અને અલ્લાહ સિવાય તમારી વાતની ગવાહી આપનારાઓને પણ (મદદ માટે) બોલાવી લ્યો અગર તમે સાચા હોવ.
فَاِنۡ لَّمۡ تَفۡعَلُوۡا وَ لَنۡ تَفۡعَلُوۡا فَاتَّقُوا النَّارَ الَّتِیۡ وَقُوۡدُہَا النَّاسُ وَ الۡحِجَارَۃُ ۚۖ اُعِدَّتۡ لِلۡکٰفِرِیۡنَ ﴿۲۴﴾
(૨૪) પછી જો તમે (તેમ)ન કરી શકો - અને તમે તે હરગિઝ કરી શકશો નહી - તો તે આગથી ડરો કે જેનું બળતણ માણસો તથા પથ્થરો છે, જે નાસ્તિકો માટે ત્ૌયાર કરવામાં આવી છે.
وَ بَشِّرِ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ اَنَّ لَہُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ؕ کُلَّمَا رُزِقُوۡا مِنۡہَا مِنۡ ثَمَرَۃٍ رِّزۡقًا ۙ قَالُوۡا ہٰذَا الَّذِیۡ رُزِقۡنَا مِنۡ قَبۡلُ ۙ وَ اُتُوۡا بِہٖ مُتَشَابِہًا ؕ وَ لَہُمۡ فِیۡہَاۤ اَزۡوَاجٌ مُّطَہَّرَۃٌ ٭ۙ وَّ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۲۵﴾
(૨૫) અને (અય રસૂલ) જેઓ ઈમાન લાવ્યા છે તથા નેક કાર્યો કર્યા છે, તેઓને ખુશખબર આપ કે તેમના માટે જન્નતો છે, જેની નીચે થઈને નદીઓ વહે છે. જયારે પણ તેમને તેમાંથી રોઝીરૂપે કોઇ ફળ આપવામાં આવશે, ત્યારે તેઓ કહેશે કે આના જેવા (ફળ) અમને પહેલાં પણ મળી ચૂકયાં છે, જો કે તે તેના જેવા આપવામાં આવ્યા હશે અને તેમના માટે એમાં પાકીઝા ઔરતો હશે અને તેઓ તેમાં હંમેશ માટે રહેશે.
اِنَّ اللّٰہَ لَا یَسۡتَحۡیٖۤ اَنۡ یَّضۡرِبَ مَثَلًا مَّا بَعُوۡضَۃً فَمَا فَوۡقَہَا ؕ فَاَمَّا الَّذِیۡنَ اٰمَنُوۡا فَیَعۡلَمُوۡنَ اَنَّہُ الۡحَقُّ مِنۡ رَّبِّہِمۡ ۚ وَ اَمَّا الَّذِیۡنَ کَفَرُوۡا فَیَقُوۡلُوۡنَ مَا ذَاۤ اَرَادَ اللّٰہُ بِہٰذَا مَثَلًا ۘ یُضِلُّ بِہٖ کَثِیۡرًا ۙ وَّ یَہۡدِیۡ بِہٖ کَثِیۡرًا ؕ وَ مَا یُضِلُّ بِہٖۤ اِلَّا الۡفٰسِقِیۡنَ ﴿ۙ۲۶﴾
(૨૬) બેશક, અલ્લાહ એક મચ્છર જેવાનો અથવા તે કરતાંય વધારે નજીવા (જંતુ)ની મિસાલ બયાન કરતા શરમાતો નથી; પછી જેઓ ઈમાન લાવ્યા છે તેઓ તો જાણે છે કે તે તેઓના પરવરદિગાર તરફથી હક છે, પરંતુ નાસ્તિકો કહે છે કે આ મિસાલથી અલ્લાહનો શું મકસદ છે? (અલ્લાહ) એવી જ મિસાલોથી ધણાઓને ગુમરાહ કરે છે અને ધણાઓને તે વડે હિદાયત આપે છે અને (અલ્લાહ) તેના વડે ફાસિકો સિવાય કોઈને પણ ગુમરાહ કરતો નથી.
الَّذِیۡنَ یَنۡقُضُوۡنَ عَہۡدَ اللّٰہِ مِنۡۢ بَعۡدِ مِیۡثَاقِہٖ ۪ وَ یَقۡطَعُوۡنَ مَاۤ اَمَرَ اللّٰہُ بِہٖۤ اَنۡ یُّوۡصَلَ وَ یُفۡسِدُوۡنَ فِی الۡاَرۡضِ ؕ اُولٰٓئِکَ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿۲۷﴾
(૨૭) જેઓ અલ્લાહ સાથેનો કરાર તેના નક્કી થયા પછી તોડી નાખે છે, તથા જેની સાથે અલ્લાહે સંબંધ રાખવાનો હુકમ આપ્યો છે તેને તોડી નાખે છે તથા ઝમીન પર ફસાદ કરતા રહે છે, તે જ લોકો નુકસાન ઉઠાવનાર છે.
کَیۡفَ تَکۡفُرُوۡنَ بِاللّٰہِ وَ کُنۡتُمۡ اَمۡوَاتًا فَاَحۡیَاکُمۡ ۚ ثُمَّ یُمِیۡتُکُمۡ ثُمَّ یُحۡیِیۡکُمۡ ثُمَّ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۲۸﴾
(૨૮) અને કેવી રીતે તમે અલ્લાહનો ઈન્કાર કરો છો? જ્યારે તમે નિર્જીવ હતા ત્યારે તેણે તમને જીવન આપ્યું, પછી તમને મૌત આપશે અને ફરીથી તમને જીવતા કરશે. પછી તમે તેની તરફ પાછા ફેરવવામાં આવશો.
ہُوَ الَّذِیۡ خَلَقَ لَکُمۡ مَّا فِی الۡاَرۡضِ جَمِیۡعًا ٭ ثُمَّ اسۡتَوٰۤی اِلَی السَّمَآءِ فَسَوّٰىہُنَّ سَبۡعَ سَمٰوٰتٍ ؕ وَ ہُوَ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿٪۲۹﴾
(૨૯) તે એજ છે કે જેણે ઝમીનમાં જે કાંઇ છે તે બધુ જ તમારા માટે પેદા કર્યુ, પછી આકાશ તરફ ઘ્યાન આપ્યું, પછી તેને સંપૂર્ણ રીતે સાત આકાશો બનાવ્યા; અને તે તમામ વસ્તુઓનો જાણનાર છે.
وَ اِذۡ قَالَ رَبُّکَ لِلۡمَلٰٓئِکَۃِ اِنِّیۡ جَاعِلٌ فِی الۡاَرۡضِ خَلِیۡفَۃً ؕ قَالُوۡۤا اَتَجۡعَلُ فِیۡہَا مَنۡ یُّفۡسِدُ فِیۡہَا وَ یَسۡفِکُ الدِّمَآءَ ۚ وَ نَحۡنُ نُسَبِّحُ بِحَمۡدِکَ وَ نُقَدِّسُ لَکَ ؕ قَالَ اِنِّیۡۤ اَعۡلَمُ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۳۰﴾
(૩૦) અને (અય રસૂલ) તારા પરવરદિગારે જ્યારે ફરિશ્તાઓને કહ્યું કે, ઝમીન ઉપર હું એક ખલીફાની નિમણૂંક કરીશ ત્યારે તેઓએ કહ્યું કે શું તું તે (ઝમીન)માં એવાની નિમણૂંક કરીશ કે જે તેમાં ફસાદ અને ખૂનરેઝી કર્યા કરશે? જો કે અમે તારા વખાણની તસ્બીહ કરીએ છીએ તથા તારી પાકીઝગી વર્ણવીએ છીએ, (અલ્લાહે) ફરમાવ્યું કે બેશક જે હું જાણું છું તે તમે જાણતા નથી.
قَالَ یٰۤاٰدَمُ اَنۡۢبِئۡہُمۡ بِاَسۡمَآئِہِمۡ ۚ فَلَمَّاۤ اَنۡۢبَاَہُمۡ بِاَسۡمَآئِہِمۡ ۙ قَالَ اَلَمۡ اَقُلۡ لَّکُمۡ اِنِّیۡۤ اَعۡلَمُ غَیۡبَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۙ وَ اَعۡلَمُ مَا تُبۡدُوۡنَ وَ مَا کُنۡتُمۡ تَکۡتُمُوۡنَ ﴿۳۳﴾
(૩૩) (અલ્લાહે) ફરમાવ્યું કે અય આદમ! નામો તેઓને બતાવી દે. પછી જ્યારે આદમે તે (ફરિશ્તા)ઓને નામો બતાવી દીધા, ત્યારે (અલ્લાહે) ફરમાવ્યું કે શું મેં તમને કહ્યું ન હતું કે બેશક હું જ આકાશો તથા ઝમીનના છૂપા ભેદોનો જાણનાર છું અને જે કાંઈ તમે જાહેર કરો છો તથા જે કાંઈ તમે છૂપાવી રાખો છો તેને પણ હું જાણુંં છું.
وَ اِذۡ قُلۡنَا لِلۡمَلٰٓئِکَۃِ اسۡجُدُوۡا لِاٰدَمَ فَسَجَدُوۡۤا اِلَّاۤ اِبۡلِیۡسَ ؕ اَبٰی وَ اسۡتَکۡبَرَ ٭۫ وَ کَانَ مِنَ الۡکٰفِرِیۡنَ ﴿۳۴﴾
(૩૪) અને જ્યારે અમોએ ફરિશ્તાઓને કહ્યું કે, આદમને સજદો કરો ત્યારે દરેક (ફરિશ્તાઓ)એ સજદો કર્યો સિવાય ઈબ્લીસે (શૈતાને); તેણે ઘમંડ અને ઇન્કાર કર્યો અને તે નાસ્તિકોમાંથી થઇ ગયો.
وَ قُلۡنَا یٰۤاٰدَمُ اسۡکُنۡ اَنۡتَ وَ زَوۡجُکَ الۡجَنَّۃَ وَ کُلَا مِنۡہَا رَغَدًا حَیۡثُ شِئۡتُمَا ۪ وَ لَا تَقۡرَبَا ہٰذِہِ الشَّجَرَۃَ فَتَکُوۡنَا مِنَ الظّٰلِمِیۡنَ ﴿۳۵﴾
(૩૫) અને અમોએ હુકમ કર્યો કે અય આદમ! તું અને તારી ઔરત જન્નતમાંં રહો અને તેમાં જ્યાંથી પણ ચાહો મનપસંદ ખાઓ, પણ આ ઝાડ પાસે જશો નહિ, નહિતર તમે ઝુલમગારોમાંથી થઈ જશો.
فَاَزَلَّہُمَا الشَّیۡطٰنُ عَنۡہَا فَاَخۡرَجَہُمَا مِمَّا کَانَا فِیۡہِ ۪ وَ قُلۡنَا اہۡبِطُوۡا بَعۡضُکُمۡ لِبَعۡضٍ عَدُوٌّ ۚ وَ لَکُمۡ فِی الۡاَرۡضِ مُسۡتَقَرٌّ وَّ مَتَاعٌ اِلٰی حِیۡنٍ ﴿۳۶﴾
(૩૬) પછી શૈતાને તે બન્નેને ભૂલ કરાવી, જેથી (તેણે) જે જન્નતમાં તેઓ હતા તે (જન્નત)માંથી તેમને કઢાવ્યા અને અમે હુકમ કર્યો કે જાઓ, તમારામાંથી અમુક એકબીજાના દુશ્મન બનશે, અને એક મુદ્દત સુધી ઝમીન પર જ તમારૂં સ્થાન અને ઝિંદગીનો નિર્વાહ રહેશે.
قُلۡنَا اہۡبِطُوۡا مِنۡہَا جَمِیۡعًا ۚ فَاِمَّا یَاۡتِیَنَّکُمۡ مِّنِّیۡ ہُدًی فَمَنۡ تَبِعَ ہُدَایَ فَلَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۳۸﴾
(૩૮) અમોએ હુકમ કર્યોર્ કે તમે સધળા ત્યાંથી ઉતરી જાઓ; જ્યારે મારા તરફથી તમને હિદાયત પહોંચશે, ત્યારે જે મારી હિદાયતની પૈરવી કરશે તેમને ન તો કાંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.
یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اذۡکُرُوۡا نِعۡمَتِیَ الَّتِیۡۤ اَنۡعَمۡتُ عَلَیۡکُمۡ وَ اَوۡفُوۡا بِعَہۡدِیۡۤ اُوۡفِ بِعَہۡدِکُمۡ ۚ وَ اِیَّایَ فَارۡہَبُوۡنِ ﴿۴۰﴾
(૪૦) અય બની ઈસરાઈલ! મારી તે નેઅમતોને યાદ કરો કે જે મેં તમને અતા કરી હતી અને તમે મને આપેલા વાયદાને વફા કરો (જેથી) હું તમને આપેલા વાયદાને વફા કરૂં અને તમો ફકત મારાથી જ ડરતા રહો.
وَ اٰمِنُوۡا بِمَاۤ اَنۡزَلۡتُ مُصَدِّقًا لِّمَا مَعَکُمۡ وَ لَا تَکُوۡنُوۡۤا اَوَّلَ کَافِرٍۭ بِہٖ ۪ وَ لَا تَشۡتَرُوۡا بِاٰیٰتِیۡ ثَمَنًا قَلِیۡلًا ۫ وَّ اِیَّایَ فَاتَّقُوۡنِ ﴿۴۱﴾
(૪૧) અને ઈમાન લાવો તેના ઉપર જે મેં (કુરઆન) નાઝિલ કર્યુ છે, જે તમારી પાસે (આસમાની કિતાબ) છે તેની સચ્ચાઇ બયાન કરે છે અને તમે પહેલા તેનો ઈન્કાર કરનારા બનો નહિ, તથા મારી આયતોને નજીવી કિંમતે વેચો નહીં અને ફકત મારાથી જ ડરો.
وَ اتَّقُوۡا یَوۡمًا لَّا تَجۡزِیۡ نَفۡسٌ عَنۡ نَّفۡسٍ شَیۡئًا وَّ لَا یُقۡبَلُ مِنۡہَا شَفَاعَۃٌ وَّ لَا یُؤۡخَذُ مِنۡہَا عَدۡلٌ وَّ لَا ہُمۡ یُنۡصَرُوۡنَ ﴿۴۸﴾
(૪૮) અને તે દિવસથી ડરો કે જે દિવસે ન કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિનો બદલો (સજા) કબૂલ કરશે અને ન કોઇની શફાઅત કબૂલ કરવામાં આવશે, ન કોઈ પણ જાતનો ફિદયો તેની પાસેથી લેવામાં આવશે અને ન તેમને મદદ કરવામાં આવશે.
وَ اِذۡ نَجَّیۡنٰکُمۡ مِّنۡ اٰلِ فِرۡعَوۡنَ یَسُوۡمُوۡنَکُمۡ سُوۡٓءَ الۡعَذَابِ یُذَبِّحُوۡنَ اَبۡنَآءَکُمۡ وَ یَسۡتَحۡیُوۡنَ نِسَآءَکُمۡ ؕ وَ فِیۡ ذٰلِکُمۡ بَلَآ ءٌ مِّنۡ رَّبِّکُمۡ عَظِیۡمٌ ﴿۴۹﴾
(૪૯) અને જ્યારે અમોએ તમને આલે ફિરઔનથી છુટકારો આપ્યો; તેઓ તમને બદતરીન સજા આપતા હતા, તમારા ફરઝંદોને ઝબ્હ કરી નાખતા હતા અને તમારી દુખ્તરોને જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી તમારા માટે ધણું મોટું ઇમ્તેહાન હતું.
وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہٖ یٰقَوۡمِ اِنَّکُمۡ ظَلَمۡتُمۡ اَنۡفُسَکُمۡ بِاتِّخَاذِکُمُ الۡعِجۡلَ فَتُوۡبُوۡۤا اِلٰی بَارِئِکُمۡ فَاقۡتُلُوۡۤا اَنۡفُسَکُمۡ ؕ ذٰلِکُمۡ خَیۡرٌ لَّکُمۡ عِنۡدَ بَارِئِکُمۡ ؕ فَتَابَ عَلَیۡکُمۡ ؕ اِنَّہٗ ہُوَ التَّوَّابُ الرَّحِیۡمُ ﴿۵۴﴾
(૫૪) અને જ્યારે મૂસાએ પોતાની કૌમને કહ્યું કે અય મારી કૌમ! બેશક તમોએ (ખુદા તરીકે) વાછરડાને પસંદ કરીને પોતાની ઝાત પર ઝુલ્મ કર્યો, હવે તમારા પેદા કરનારની હુજુરમાં તૌબા કરો અને તમે પોતાને (એક-બીજાને) કત્લ કરી નાખો એજ તમારા પેદા કરનાર પાસે તમારા હકમાં બહેતર છે. પછી તમારી તૌબા (અલ્લાહે) કબૂલ કરી; બેશક, તે તૌબાને કબૂલ કરનાર, રહેમ કરનાર છે.
وَ اِذۡ قُلۡتُمۡ یٰمُوۡسٰی لَنۡ نُّؤۡمِنَ لَکَ حَتّٰی نَرَی اللّٰہَ جَہۡرَۃً فَاَخَذَتۡکُمُ الصّٰعِقَۃُ وَ اَنۡتُمۡ تَنۡظُرُوۡنَ ﴿۵۵﴾
(૫૫) અને જ્યારે તમોએ કહ્યું કે અય મૂસા! જયાં સુધી અમે અલ્લાહને નરી આંખે જોઈ ન લઈએ ત્યાં સુધી તારા પર હરગિઝ ઈમાન લાવશું નહિ, ત્યારે તમને વીજળીએ પકડી પાડયા અને તમો જોતા રહી ગયા.
وَ ظَلَّلۡنَا عَلَیۡکُمُ الۡغَمَامَ وَ اَنۡزَلۡنَا عَلَیۡکُمُ الۡمَنَّ وَ السَّلۡوٰی ؕ کُلُوۡا مِنۡ طَیِّبٰتِ مَا رَزَقۡنٰکُمۡ ؕ وَ مَا ظَلَمُوۡنَا وَ لٰکِنۡ کَانُوۡۤا اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۵۷﴾
(૫૭) અને અમોએ તમારા પર વાદળોની છાયા કરી તથા તમારા માટે મન્ના તથા સલ્વા (નામના ખોરાક) નાઝિલ કર્યો; જે પાકીઝા ચીજોની રોજી અમોએ તમને આપી છે તેમાંથી ખાઓ; અને તેઓએ અમારા ઉપર ઝુલ્મ નથી કર્યો બલ્કે તેઓએ પોતાના જ ઉપર ઝુલ્મ કર્યો.
وَ اِذۡ قُلۡنَا ادۡخُلُوۡا ہٰذِہِ الۡقَرۡیَۃَ فَکُلُوۡا مِنۡہَا حَیۡثُ شِئۡتُمۡ رَغَدًا وَّ ادۡخُلُوا الۡبَابَ سُجَّدًا وَّ قُوۡلُوۡا حِطَّۃٌ نَّغۡفِرۡ لَکُمۡ خَطٰیٰکُمۡ ؕ وَ سَنَزِیۡدُ الۡمُحۡسِنِیۡنَ ﴿۵۸﴾
(૫૮) અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ કહ્યું કે, આ શહેરમાં દાખલ થાઓ અને તેની પુષ્કળ નેઅમતોમાંથી જે કાંઈ ચાહો તે ખાઓ પીઓ અને દરવાજામાંથી સજદો કરતા તથા ‘માફી આપો’ કહેતા દાખલ થાઓ, (એટલે) અમે તમારા ગુનાહ માફ કરી દઈશું. તથા નેક આમાલ કરનારાઓને વધારે સારો બદલો આપીશું.
فَبَدَّلَ الَّذِیۡنَ ظَلَمُوۡا قَوۡلًا غَیۡرَ الَّذِیۡ قِیۡلَ لَہُمۡ فَاَنۡزَلۡنَا عَلَی الَّذِیۡنَ ظَلَمُوۡا رِجۡزًا مِّنَ السَّمَآءِ بِمَا کَانُوۡا یَفۡسُقُوۡنَ ﴿٪۵۹﴾
(૫૯) પછી ઝાલિમોએ જે કાંઈ તેમને કહેવામાં આવ્યું હતું તેના શબ્દો બદલી નાખ્યા. માટે ઝાલિમોની નાફરમાનીને કારણે તેમના ઉપર આકાશમાંથી એક અઝાબ નાઝિલ કર્યો.
وَ اِذِ اسۡتَسۡقٰی مُوۡسٰی لِقَوۡمِہٖ فَقُلۡنَا اضۡرِبۡ بِّعَصَاکَ الۡحَجَرَ ؕ فَانۡفَجَرَتۡ مِنۡہُ اثۡنَتَاعَشۡرَۃَ عَیۡنًا ؕ قَدۡ عَلِمَ کُلُّ اُنَاسٍ مَّشۡرَبَہُمۡ ؕ کُلُوۡا وَ اشۡرَبُوۡا مِنۡ رِّزۡقِ اللّٰہِ وَ لَا تَعۡثَوۡا فِی الۡاَرۡضِ مُفۡسِدِیۡنَ ﴿۶۰﴾
(૬૦) અને જયારે મૂસાએ પોતાની કોમ માટે પાણી માંગ્યું ત્યારે અમોએ કહ્યું કે, આ પત્થર ઉપર તારી લાકડી માર; પછી તેમાંથી બાર ઝરણાં ફૂટી નીકળ્યા; દરેક ટોળાએ પોત-પોતાની પીવાની જગ્યા ઓળખી લીધી; અલ્લાહે તમને આપેલી રોજીમાંથી ખાઓ તથા પીઓ અને ઝમીન ઉપર ફસાદ ન ફેલાવો.
وَ اِذۡ قُلۡتُمۡ یٰمُوۡسٰی لَنۡ نَّصۡبِرَ عَلٰی طَعَامٍ وَّاحِدٍ فَادۡعُ لَنَا رَبَّکَ یُخۡرِجۡ لَنَا مِمَّا تُنۡۢبِتُ الۡاَرۡضُ مِنۡۢ بَقۡلِہَا وَ قِثَّآئِہَا وَ فُوۡمِہَا وَ عَدَسِہَا وَ بَصَلِہَا ؕ قَالَ اَتَسۡتَبۡدِلُوۡنَ الَّذِیۡ ہُوَ اَدۡنٰی بِالَّذِیۡ ہُوَ خَیۡرٌ ؕ اِہۡبِطُوۡا مِصۡرًا فَاِنَّ لَکُمۡ مَّا سَاَلۡتُمۡ ؕ وَ ضُرِبَتۡ عَلَیۡہِمُ الذِّلَّۃُ وَ الۡمَسۡکَنَۃُ ٭ وَ بَآءُوۡ بِغَضَبٍ مِّنَ اللّٰہِ ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ کَانُوۡا یَکۡفُرُوۡنَ بِاٰیٰتِ اللّٰہِ وَ یَقۡتُلُوۡنَ النَّبِیّٖنَ بِغَیۡرِ الۡحَقِّ ؕ ذٰلِکَ بِمَا عَصَوۡا وَّ کَانُوۡا یَعۡتَدُوۡنَ ﴿٪۶۱﴾
(૬૧) અને જયારે તમોએ કહ્યું કે, અય મૂસા! અમે એક જ પ્રકારના ખોરાક ઉપર કદી પણ સબ્ર નહી કરશું, માટે તું તારા પરવરદિગાર પાસે દુઆ કર કે, ઝમીનમાંથી જે જે વસ્તુઓ ઊગે છે (જેવી કે) શાકભાજી, કાકડી, લસણ, મસુર અને ડુંગળી (વિગેરે) અમારા માટે વ્યવસ્થા કરે; મૂસાએ ફરમાવ્યું કે શું તમે ઉમદા વસ્તુઓને પસ્ત વસ્તુઓથી બદલવા ચાહો છો? તો શહેરમાં દાખલ થાઓ, જેથી જે વસ્તુઓનો તમોએ સવાલ કર્યો છે તે જરૂર તમને મળશે. અને તેમના પર ઝિલ્લત અને મોહતાજીની મહોર લગાવી દેવામાં આવી અને અલ્લાહના ગઝબમાં ગિરફતાર થઇ ગયા. આ એટલા માટે કે અલ્લાહની નિશાનીઓનો તેઓ ઈન્કાર કરતા હતા અને નબીઓને નાહક કત્લ કરતા હતા; એટલા માટે કે તેઓ નાફરમાન હતા અને ઝુલ્મ કરતા હતા.
اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ الَّذِیۡنَ ہَادُوۡا وَ النَّصٰرٰی وَ الصّٰبِئِیۡنَ مَنۡ اٰمَنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ وَ عَمِلَ صَالِحًا فَلَہُمۡ اَجۡرُہُمۡ عِنۡدَ رَبِّہِمۡ ۪ۚ وَ لَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۶۲﴾
(૬૨) બેશક! જેઓ ઈમાન લાવ્યા છે અને યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને સાબેઈન (સિતારાઓની ઇબાદત કરનાર)માંથી જે કોઈ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવશે તથા (પોતાની જવાબદારી મુજબ) નેક આમાલ કરશે પછી તેમના માટે તેમના પરવરદિગાર પાસે બદલો છે, ન તેઓ ડરશે, ન ગમગીન થશે.
وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَکُمۡ وَ رَفَعۡنَا فَوۡقَکُمُ الطُّوۡرَ ؕ خُذُوۡا مَاۤ اٰتَیۡنٰکُمۡ بِقُوَّۃٍ وَّ اذۡکُرُوۡا مَا فِیۡہِ لَعَلَّکُمۡ تَتَّقُوۡنَ ﴿۶۳﴾
(૬૩) અને જ્યારે અમોએ તમારી પાસેથી વાયદો લીધો તથા તૂરનો પહાડ તમારા માથા ઉપર ઉંચકી રાખ્યો (અને કહ્યુ) જે કાંઈ અમોએ તમને આપ્યું છે (તૌરેત) તેને મજબૂતીથી પકડી રાખો, અને જે તેમાં છે તે યાદ રાખો કે જેથી તમે પરહેઝગાર બનો.
وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہٖۤ اِنَّ اللّٰہَ یَاۡمُرُکُمۡ اَنۡ تَذۡبَحُوۡا بَقَرَۃً ؕ قَالُوۡۤا اَتَتَّخِذُنَا ہُزُوًا ؕ قَالَ اَعُوۡذُ بِاللّٰہِ اَنۡ اَکُوۡنَ مِنَ الۡجٰہِلِیۡنَ ﴿۶۷﴾
(૬૭) અને જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે બેશક અલ્લાહ તમને એક ગાય ઝિબ્હ કરવાનો હુકમ કરે છે, તેમણે કહ્યું કે શું તું અમારી મશ્કરી કરે છે ? તેણે કહ્યું કે હું અલ્લાહ પાસે પનાહ ચાહુ છું કે હું જાહીલોમાંથી થાઉં!
قَالُوا ادۡعُ لَنَا رَبَّکَ یُبَیِّنۡ لَّنَا مَا ہِیَ ؕ قَالَ اِنَّہٗ یَقُوۡلُ اِنَّہَا بَقَرَۃٌ لَّا فَارِضٌ وَّ لَا بِکۡرٌ ؕ عَوَانٌۢ بَیۡنَ ذٰلِکَ ؕ فَافۡعَلُوۡا مَا تُؤۡمَرُوۡنَ ﴿۶۸﴾
(૬૮) તેમણે કહ્યું કે, તું તારા પરવરદિગાર પાસે અમારા માટે વિનંતી કર, કે તે ગાય કેવી છે? તે અમારા માટે વર્ણવે; (મૂસાએ) કહ્યું કે બેશક (અલ્લાહ) ફરમાવે છે કે તે એવી ગાય હોવી જોઇએ જે ન ધરડી હોય કે ન નાની ઉમ્રની. પણ બન્ને દરમ્યાનની હોય પછી તમને જે હુકમ આપવામાં આવ્યો છે તેનું પાલન કરો.
قَالُوا ادۡعُ لَنَا رَبَّکَ یُبَیِّنۡ لَّنَا مَا لَوۡنُہَا ؕ قَالَ اِنَّہٗ یَقُوۡلُ اِنَّہَا بَقَرَۃٌ صَفۡرَآءُ ۙ فَاقِعٌ لَّوۡنُہَا تَسُرُّ النّٰظِرِیۡنَ ﴿۶۹﴾
(૬૯) તેમણે કહ્યું કે, તારા પરવરદિગાર પાસે અમારા માટે વિનંતી કર કે તેનો રંગ કેવો હોવો જોઇએ તે અમોને બયાન કરે. (મૂસાએ) કહ્યું કે બેશક (અલ્લાહ) ફરમાવે છે તે ગાય એવા પીળા રંગની છે કે જોનારાઓને ખુશ કરી નાખે!
قَالُوا ادۡعُ لَنَا رَبَّکَ یُبَیِّنۡ لَّنَا مَا ہِیَ ۙ اِنَّ الۡبَقَرَ تَشٰبَہَ عَلَیۡنَا ؕ وَ اِنَّاۤ اِنۡ شَآءَ اللّٰہُ لَمُہۡتَدُوۡنَ ﴿۷۰﴾
(૭૦) તેમણે કહ્યું કે, તારા પરવરદિગાર પાસે અમારા માટે વિનંતી કર કે તે ખુલાસા સાથે વર્ણવે કે તે ગાય કેવી હોવી જોઇએ? કારણકે આ ગાય(નું નક્કી કરવુ) અમારા માટે ગૂંચવણ બની ગઇ છે અને બેશક જો અલ્લાહ ચાહશે તો અમે જરૂર હિદાયત પામશું.
قَالَ اِنَّہٗ یَقُوۡلُ اِنَّہَا بَقَرَۃٌ لَّا ذَلُوۡلٌ تُثِیۡرُ الۡاَرۡضَ وَ لَا تَسۡقِی الۡحَرۡثَ ۚ مُسَلَّمَۃٌ لَّا شِیَۃَ فِیۡہَا ؕ قَالُوا الۡـٰٔنَ جِئۡتَ بِالۡحَقِّ ؕ فَذَبَحُوۡہَا وَ مَا کَادُوۡا یَفۡعَلُوۡنَ ﴿٪۷۱﴾
(૭૧) તેણે કહ્યું કે બેશક (અલ્લાહ) ફરમાવે છે કે તે ગાય એવી હોય કે જેને ઝમીન ખેડવા અથવા ખેતરોને પાણી પાવા માટે હજી કામે લગાડી ન હોય; તંદુરસ્ત અને એક રંગની ડાઘ વિનાની હોય; તેઓ બોલ્યા “હવે તુ યોગ્ય પૈગામ લાવ્યો” પછી તેમણે તેને ઝબ્હ કરી, જો કે તેઓ આ કાર્ય કરવા ચાહતા ન હતા.
ثُمَّ قَسَتۡ قُلُوۡبُکُمۡ مِّنۡۢ بَعۡدِ ذٰلِکَ فَہِیَ کَالۡحِجَارَۃِ اَوۡ اَشَدُّ قَسۡوَۃً ؕ وَ اِنَّ مِنَ الۡحِجَارَۃِ لَمَا یَتَفَجَّرُ مِنۡہُ الۡاَنۡہٰرُ ؕ وَ اِنَّ مِنۡہَا لَمَا یَشَّقَّقُ فَیَخۡرُجُ مِنۡہُ الۡمَآءُ ؕ وَ اِنَّ مِنۡہَا لَمَا یَہۡبِطُ مِنۡ خَشۡیَۃِ اللّٰہِ ؕوَ مَا اللّٰہُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ ﴿۷۴﴾
(૭૪) તે બાદ તમારા દિલો સખત થઈ ગયાં જાણે કે પત્થર અથવા તેથી પણ વધારે સખત; કારણકે પત્થરોમાંથી અમુક એવા હોય છે કે જેમાંથી પાણીના ઝરણાં ફૂટી નીકળે છે, અને તેમાંથી અમુક એવા હોય છે કે જે ફાટી જાય છે પછી તેમાંથી પાણી નીકળે છે, અને તેમાંથી અમુક એવા પણ હોય છે કે અલ્લાહના ભયથી (પહાડ પરથી) નીચે પડે છે. અને તમે જે કાંઈ કરો છે તેનાથી અલ્લાહ ગાફિલ નથી.
اَفَتَطۡمَعُوۡنَ اَنۡ یُّؤۡمِنُوۡا لَکُمۡ وَ قَدۡ کَانَ فَرِیۡقٌ مِّنۡہُمۡ یَسۡمَعُوۡنَ کَلٰمَ اللّٰہِ ثُمَّ یُحَرِّفُوۡنَہٗ مِنۡۢ بَعۡدِ مَا عَقَلُوۡہُ وَ ہُمۡ یَعۡلَمُوۡنَ ﴿۷۵﴾
(૭૫) શું તમે (મુસલમાનો) એવી ઉમ્મીદ રાખો છો કે તેઓ (યહૂદીઓ) તમારા (દીન પર) ઇમાન લઇ આવે? જયારે તેઓમાંથી એક ટોળું એવું છે કે તે અલ્લાહનો કલામ સાંભળે છે, પછી તેઓ તેને સમજી ચૂકયા બાદ પણ જાણી જોઈને તેમાં ફેરફાર કરી નાખે છે.
وَ اِذَا لَقُوا الَّذِیۡنَ اٰمَنُوۡا قَالُوۡۤا اٰمَنَّا ۚۖ وَ اِذَا خَلَا بَعۡضُہُمۡ اِلٰی بَعۡضٍ قَالُوۡۤا اَتُحَدِّثُوۡنَہُمۡ بِمَا فَتَحَ اللّٰہُ عَلَیۡکُمۡ لِیُحَآجُّوۡکُمۡ بِہٖ عِنۡدَ رَبِّکُمۡ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۷۶﴾
(૭૬) (યહૂદીઓ) જયારે તેઓ મોમીનો સાથે મુલાકાત કરે છે ત્યારે કહે છે કે અમે ઈમાન લઈ આવ્યા છીએ, પણ જ્યારે એકાંતમાં આપસમાં મળે છે ત્યારે કહે છે કે શું તમે તેમને તે કહી દો છો કે જે (હકીકત) અલ્લાહે તમારા ઉપર જાહેર કરી છે કે જેથી તેઓ તમારા પરવરદિગારની હજુરમાં એ જ વડે તમારા વિરૂઘ્ધ દલીલો કાયમ કરે? શું તમે વિચારતા નથી?
فَوَیۡلٌ لِّلَّذِیۡنَ یَکۡتُبُوۡنَ الۡکِتٰبَ بِاَیۡدِیۡہِمۡ ٭ ثُمَّ یَقُوۡلُوۡنَ ہٰذَا مِنۡ عِنۡدِ اللّٰہِ لِیَشۡتَرُوۡا بِہٖ ثَمَنًا قَلِیۡلًا ؕ فَوَیۡلٌ لَّہُمۡ مِّمَّا کَتَبَتۡ اَیۡدِیۡہِمۡ وَ وَیۡلٌ لَّہُمۡ مِّمَّا یَکۡسِبُوۡنَ ﴿۷۹﴾
(૭૯) અફસોસ છે તેમના માટે જેઓ કિતાબ પોતાને જ હાથે લખે છે, અને પછી કહે છે કે, આ અલ્લાહના તરફથી છે કે જેથી તેને થોડીક કિંમતમાં (પોતાના સ્વાર્થ માટે) વેચી શકે; વળી અફસોસ છે તેમના માટે કે જે તેમના હાથોએ લખ્યું અને અફસોસ છે તેમના માટે કે જે કાંઇ તેમના હાથે લાગે છે.
وَ قَالُوۡا لَنۡ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَیَّامًا مَّعۡدُوۡدَۃً ؕ قُلۡ اَتَّخَذۡتُمۡ عِنۡدَ اللّٰہِ عَہۡدًا فَلَنۡ یُّخۡلِفَ اللّٰہُ عَہۡدَہٗۤ اَمۡ تَقُوۡلُوۡنَ عَلَی اللّٰہِ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۸۰﴾
(૮૦) અને તેઓ કહે છે કે અમને તો અમુક દિવસો સિવાય આગ હરગિઝ અડકશે નહિ; તું કહે કે શું તમે અલ્લાહ પાસેથી એવું વચન લઈ લીધું છે કે જેની મુખાલેફત અલ્લાહ ન કરે? યા પછી તેની ખિલાફ એવી વાતો કરો છો કે જે તમે જાણતા નથી.
وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ لَا تَعۡبُدُوۡنَ اِلَّا اللّٰہَ ۟ وَ بِالۡوَالِدَیۡنِ اِحۡسَانًا وَّ ذِی الۡقُرۡبٰی وَ الۡیَتٰمٰی وَ الۡمَسٰکِیۡنِ وَ قُوۡلُوۡا لِلنَّاسِ حُسۡنًا وَّ اَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ ؕ ثُمَّ تَوَلَّیۡتُمۡ اِلَّا قَلِیۡلًا مِّنۡکُمۡ وَ اَنۡتُمۡ مُّعۡرِضُوۡنَ ﴿۸۳﴾
(૮૩) અને જયારે અમોએ બની ઈસરાઈલ પાસેથી વચન લીધું કે તમે અલ્લાહ સિવાય અન્યની ઈબાદત કરશો નહિ, અને વાલેદૈનની સાથે અને સગાવ્હાલાં તથા યતીમો તથા મિસ્કીનોની સાથે નેકી કરતા રહેશો; અને લોકો સાથે સારી વાત કરો અને નમાઝ કાયમ કરો તથા ઝકાત આપતા રહો; ત્યારબાદ તમારામાંના થોડા લોકો સિવાય બધા જ (વચનથી) ફરી ગયા, અને તમે લોકો (વચનથી) ફરી જનાર જ છો.
وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَکُمۡ لَا تَسۡفِکُوۡنَ دِمَآءَکُمۡ وَ لَا تُخۡرِجُوۡنَ اَنۡفُسَکُمۡ مِّنۡ دِیَارِکُمۡ ثُمَّ اَقۡرَرۡتُمۡ وَ اَنۡتُمۡ تَشۡہَدُوۡنَ ﴿۸۴﴾
(૮૪) અને જ્યારે અમોએ તમારી પાસેથી વચન લીધું કે તમે આપસમાં ખૂનરેજી કરશો નહિ, તેમજ તમારામાંથી કોઇને બેવતન કરશો નહિ, પછી તમોએ કબૂલ કર્યુ અને તમે પોતેજ તેના ગવાહ છો.
ثُمَّ اَنۡتُمۡ ہٰۤـؤُلَآءِ تَقۡتُلُوۡنَ اَنۡفُسَکُمۡ وَ تُخۡرِجُوۡنَ فَرِیۡقًا مِّنۡکُمۡ مِّنۡ دِیَارِہِمۡ ۫ تَظٰہَرُوۡنَ عَلَیۡہِمۡ بِالۡاِثۡمِ وَ الۡعُدۡوَانِ ؕ وَ اِنۡ یَّاۡتُوۡکُمۡ اُسٰرٰی تُفٰدُوۡہُمۡ وَ ہُوَ مُحَرَّمٌ عَلَیۡکُمۡ اِخۡرَاجُہُمۡ ؕ اَفَتُؤۡمِنُوۡنَ بِبَعۡضِ الۡکِتٰبِ وَ تَکۡفُرُوۡنَ بِبَعۡضٍ ۚ فَمَا جَزَآءُ مَنۡ یَّفۡعَلُ ذٰلِکَ مِنۡکُمۡ اِلَّا خِزۡیٌ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا ۚ وَ یَوۡمَ الۡقِیٰمَۃِ یُرَدُّوۡنَ اِلٰۤی اَشَدِّ الۡعَذَابِ ؕ وَ مَا اللّٰہُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ ﴿۸۵﴾
(૮૫) અને તમે એ જ છો કે પોતાનાઓને મારી નાખો છો, તથા અમુક લોકોને બેવતન કરો છો, અને ગુનાહ તથા ઝુલ્મ કરવામાં એક બીજાની મદદ કરો છો; અને જયારે તેમને તમારી સામે કૈદી બનાવીને લાવવામાં આવે છે ત્યારે તમે ફિદયો આપીને તેમને છોડાવો છો, જો કે તેમને બેવતન કરવુ જ તમારા માટે હરામ હતુ; તો શું તમે કિતાબના અમુક ભાગને માનો છો અને અમુકને માનતા નથી? તમારામાંથી જે કોઈ આવું કરે તેના માટે દુનિયાની ઝિંદગીમાં ઝિલ્લત સિવાય બીજો શું બદલો છે? અને કયામતના દિવસે પણ તેમને ધણા સખત અઝાબ તરફ ફેરવવામાં આવશે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ ગાફિલ નથી.
وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ وَ قَفَّیۡنَا مِنۡۢ بَعۡدِہٖ بِالرُّسُلِ ۫ وَ اٰتَیۡنَا عِیۡسَی ابۡنَ مَرۡیَمَ الۡبَیِّنٰتِ وَ اَیَّدۡنٰہُ بِرُوۡحِ الۡقُدُسِ ؕ اَفَکُلَّمَا جَآءَکُمۡ رَسُوۡلٌۢ بِمَا لَا تَہۡوٰۤی اَنۡفُسُکُمُ اسۡتَکۡبَرۡتُمۡ ۚ فَفَرِیۡقًا کَذَّبۡتُمۡ ۫ وَ فَرِیۡقًا تَقۡتُلُوۡنَ ﴿۸۷﴾
(૮૭) અને બેશક અમોએ મૂસાને કિતાબ અતા કરી તથા તેના પછી બીજા પયગંબરો એક પછી એક મોકલ્યા, અને અમોએ મરિયમના પુત્ર ઈસાને રોશન દલીલ આપી તથા રૂહુલકુદુસ થકી તેની મદદ કરી; શું એવુ નથી કે જ્યારે કોઈ રસૂલ તમારી પાસે તમારી ઈચ્છા વિરૂદ્ઘનો હુકમ લઈ આવ્યો ત્યારે તમે તકબ્બૂર કરતા રહ્યા, પછી અમુકને જૂઠા પાડ્યા, અને અમુકને કતલ કરી નાખ્યા?
وَ لَمَّا جَآءَہُمۡ کِتٰبٌ مِّنۡ عِنۡدِ اللّٰہِ مُصَدِّقٌ لِّمَا مَعَہُمۡ ۙ وَ کَانُوۡا مِنۡ قَبۡلُ یَسۡتَفۡتِحُوۡنَ عَلَی الَّذِیۡنَ کَفَرُوۡا ۚۖ فَلَمَّا جَآءَہُمۡ مَّا عَرَفُوۡا کَفَرُوۡا بِہٖ ۫ فَلَعۡنَۃُ اللّٰہِ عَلَی الۡکٰفِرِیۡنَ ﴿۸۹﴾
(૮૯) અને જ્યારે તેમની પાસે અલ્લાહની એક કિતાબ આવી કે જે તેમની પાસે છે તેની સચ્ચાઇ સાબિત કરનાર છે, જો કે અગાઉ તેઓ પોતાને (પયગંબરની મદદથી) નાસ્તિકો ઊપર કામ્યાબી હાંસિલ કરવાની ખુશખબરી આપતા હતા, પણ જ્યારે તેમની પાસે તે (પયગંબર) આવ્યા ત્યારે ઓળખવા છતાં (જાણી જોઇને) તેનો ઇન્કાર કર્યા માટે અલ્લાહની લાનત થાય નાસ્તિકો પર.
بِئۡسَمَا اشۡتَرَوۡا بِہٖۤ اَنۡفُسَہُمۡ اَنۡ یَّکۡفُرُوۡا بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ بَغۡیًا اَنۡ یُّنَزِّلَ اللّٰہُ مِنۡ فَضۡلِہٖ عَلٰی مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ ۚ فَبَآءُوۡ بِغَضَبٍ عَلٰی غَضَبٍ ؕ وَ لِلۡکٰفِرِیۡنَ عَذَابٌ مُّہِیۡنٌ ﴿۹۰﴾
(૯૦) પોતાની જાતને કેટલી ખરાબ કિંમતે વહેંચ્યા કે હસદને કારણે અલ્લાહે નાઝિલ કરેલ (આયતો)નો ઇન્કાર કર્યો (કહયુ કે) શા માટે અલ્લાહ પોતાના ફઝલથી જેના ઉપર ચાહે છે નાઝિલ કરે છે ? પછી અલ્લાહના ગઝબ ઉપર ગઝબમાં ગિરફતાર થયા, નાસ્તિકો માટે ઝિલ્લતભર્યો અઝાબ છે.
وَ اِذَا قِیۡلَ لَہُمۡ اٰمِنُوۡا بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ قَالُوۡا نُؤۡمِنُ بِمَاۤ اُنۡزِلَ عَلَیۡنَا وَ یَکۡفُرُوۡنَ بِمَا وَرَآءَہٗ ٭ وَ ہُوَ الۡحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَہُمۡ ؕ قُلۡ فَلِمَ تَقۡتُلُوۡنَ اَنۡۢبِیَآءَ اللّٰہِ مِنۡ قَبۡلُ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۹۱﴾
(૯૧) અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે જે કાંઈ અલ્લાહે નાઝિલ કર્યું છે તેના પર ઈમાન લાવો. ત્યારે કહે છે કે, અમારા પર જે કાંઈ નાઝિલ કરવામાં આવ્યું છે તેની ઉપર ઇમાન લાવ્યા છીએ અને તે સિવાયનો તેઓ ઈન્કાર કરે છે, એવી હાલતમાં કે તે હક છે અને જે તેઓ પાસે (આગળની કિતાબ)ની સચ્ચાઇ સાબિત કરનાર છે; માટે કહે કે જો તમે ખરેખર ઈમાન લાવનારા છો તો આ પહેલાં આવેલા નબીઓને શા માટે કતલ કરતા હતા?
وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَکُمۡ وَ رَفَعۡنَا فَوۡقَکُمُ الطُّوۡرَ ؕ خُذُوۡا مَاۤ اٰتَیۡنٰکُمۡ بِقُوَّۃٍ وَّ اسۡمَعُوۡا ؕ قَالُوۡا سَمِعۡنَا وَ عَصَیۡنَا ٭ وَ اُشۡرِبُوۡا فِیۡ قُلُوۡبِہِمُ الۡعِجۡلَ بِکُفۡرِہِمۡ ؕ قُلۡ بِئۡسَمَا یَاۡمُرُکُمۡ بِہٖۤ اِیۡمَانُکُمۡ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۹۳﴾
(૯૩) અને જ્યારે અમોએ તમારી પાસેથી પાકું વચન લીધું અને (સીના) પહાડને તમારા માથા પર ઊંચકી રાખ્યો, જે કાંઈ અમોએ તમને આપ્યું છે તે મજબૂતીથી પકડી લો અને સાંભળો (ઇતાઅત કરો); ત્યારે તેમણે કહ્યું કે અમોએ સાંભળી લીધું, પરંતુ અમોએ નાફરમાની કરી; અને નાસ્તિકપણાને લીધે તેમના દિલોમાં વાછરડાં પ્રત્યેની મોહબ્બત ઘર કરી ગઈ હતી. તું કહે કે જો તમે ઈમાન લાવનારા છો તો તમારૂં ઈમાન તમને કેવો ખરાબ હુકમ આપે છે.
وَ لَتَجِدَنَّہُمۡ اَحۡرَصَ النَّاسِ عَلٰی حَیٰوۃٍ ۚۛ وَ مِنَ الَّذِیۡنَ اَشۡرَکُوۡا ۚۛ یَوَدُّ اَحَدُہُمۡ لَوۡ یُعَمَّرُ اَلۡفَ سَنَۃٍ ۚ وَ مَا ہُوَ بِمُزَحۡزِحِہٖ مِنَ الۡعَذَابِ اَنۡ یُّعَمَّرَ ؕ وَ اللّٰہُ بَصِیۡرٌۢ بِمَا یَعۡمَلُوۡنَ ﴿٪۹۶﴾
(૯૬) અને (અય રસૂલ) જરૂર તુ તેઓને સૌથી વધારે જીવન જીવવાના લાલચી પામીશ, મુશરિકો કરતા પણ વધારે એટલે સુધી કે તેઓમાંથી દરેક એવું ઈચ્છે છે કે તે પોતે હજાર વર્ષ જીવે, પરંતુ તેની મોટી ઊમ્ર અઝાબને રોકી શકનાર નથી; જે તેઓ કરે છે તે અલ્લાહ સારી રીતે નિહાળે છે.
قُلۡ مَنۡ کَانَ عَدُوًّا لِّجِبۡرِیۡلَ فَاِنَّہٗ نَزَّلَہٗ عَلٰی قَلۡبِکَ بِاِذۡنِ اللّٰہِ مُصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیۡہِ وَ ہُدًی وَّ بُشۡرٰی لِلۡمُؤۡمِنِیۡنَ ﴿۹۷﴾
(૯૭) (અય રસૂલ) કહી દો કે જે કોઇ જિબ્રઇલ (અ.સ.)ના દુશ્મન છે (તે અલ્લાહના દુશ્મન છે કારણકે) જિબ્રઇલ (અ.સ.)એ તમારા દિલ પર કુરઆન અલ્લાહના હુકમથી નાઝિલ કર્યુ છે જે (પહેલાની કિતાબ) તમારી પાસે છે તેની સચ્ચાઇ સાબિત કરનાર છે અને ઇમાન લાવનારાઓ માટે હિદાયત અને ખુશખબર છે.
وَ لَمَّا جَآءَہُمۡ رَسُوۡلٌ مِّنۡ عِنۡدِ اللّٰہِ مُصَدِّقٌ لِّمَا مَعَہُمۡ نَبَذَ فَرِیۡقٌ مِّنَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ ٭ۙ کِتٰبَ اللّٰہِ وَرَآءَ ظُہُوۡرِہِمۡ کَاَنَّہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۱۰۱﴾۫
(૧૦૧) અને જ્યારે અલ્લાહના તરફથી એવા એક રસૂલ આવ્યા કે જે તેઓ પાસેની (આસમાની કિતાબ)ની સચ્ચાઇ સાબિત કરનાર છે ત્યારે જેમને કિતાબ આપવામાં આવી હતી, તેઓ માંથી એક ટોળાએ અલ્લાહની કિતાબને એવી રીતે પીઠ પાછળ નાખી દીધી કે જાણે તેઓ કશું જાણતા જ ન હતા!
وَ اتَّبَعُوۡا مَا تَتۡلُوا الشَّیٰطِیۡنُ عَلٰی مُلۡکِ سُلَیۡمٰنَ ۚ وَ مَا کَفَرَ سُلَیۡمٰنُ وَ لٰکِنَّ الشَّیٰطِیۡنَ کَفَرُوۡا یُعَلِّمُوۡنَ النَّاسَ السِّحۡرَ ٭ وَ مَاۤ اُنۡزِلَ عَلَی الۡمَلَکَیۡنِ بِبَابِلَ ہَارُوۡتَ وَ مَارُوۡتَ ؕ وَ مَا یُعَلِّمٰنِ مِنۡ اَحَدٍ حَتّٰی یَقُوۡلَاۤ اِنَّمَا نَحۡنُ فِتۡنَۃٌ فَلَا تَکۡفُرۡ ؕ فَیَتَعَلَّمُوۡنَ مِنۡہُمَا مَا یُفَرِّقُوۡنَ بِہٖ بَیۡنَ الۡمَرۡءِ وَ زَوۡجِہٖ ؕ وَ مَا ہُمۡ بِضَآرِّیۡنَ بِہٖ مِنۡ اَحَدٍ اِلَّا بِاِذۡنِ اللّٰہِ ؕ وَ یَتَعَلَّمُوۡنَ مَا یَضُرُّہُمۡ وَ لَا یَنۡفَعُہُمۡ ؕ وَ لَقَدۡ عَلِمُوۡا لَمَنِ اشۡتَرٰىہُ مَا لَہٗ فِی الۡاٰخِرَۃِ مِنۡ خَلَاقٍ ۟ؕ وَ لَبِئۡسَ مَا شَرَوۡا بِہٖۤ اَنۡفُسَہُمۡ ؕ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿۱۰۲﴾
(૧૦૨) અને સુલયમાનની હુકુમત દરમિયાન શૈતાનો જે પઢતા હતા તેની પૈરવી કરવા લાગ્યા જો કે સુલયમાન કાફિર થયા ન હતા બલ્કે શૈતાનોએ જ કુફ્ર ઇખ્તિયાર કર્યુ હતુ, તેઓ માણસોને જાદુ શીખવતા હતા; તથા જે બાબિલમાં હારૂત તથા મારૂત ફરિશ્તાઓ નાઝિલ કરવામાં આવ્યા (તેની પૈરવી કરવા લાગ્યા) જો કે તે બંને ફરિશ્તા કોઈને શીખવતા ન હતા, પરંતુ કહેતા કે અમે તો માત્ર કસોટી છીએ, માટે તું નાસ્તિક થા નહિ; તો પણ તે લોકો પતિ પત્ની વચ્ચે જુદાઇ પડાવે તેવો જાદુ તેમની પાસેથી શીખતા; જો કે અલ્લાહના હુકમ સિવાય તેઓ તેનાથી કોઈને પણ હાનિ ન પહોંચાડી શકે; તેઓ શીખતા હતા જે તેમના માટે નુકશાનકારક હતું અને ફાયદાકારક ન હતું; તેઓ આ પણ સારી રીતે જાણતા હતા કે જે કોઈ આનો ખરીદનાર હશે તેના માટે આખેરતમાં કાંઈ પણ ફાયદો નહિ થાય; અને જે ચીઝનાં બદલામાં પોતાના નફસને વેચી નાખતા હતા તે કેટલી ખરાબ હતી જો તે જાણતા હોત.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَقُوۡلُوۡا رَاعِنَا وَ قُوۡلُوا انۡظُرۡنَا وَ اسۡمَعُوۡا ؕ وَ لِلۡکٰفِرِیۡنَ عَذَابٌ اَلِیۡمٌ ﴿۱۰۴﴾
(૧૦૪) અય ઈમાન લાવનારાઓ! (રસૂલને) “રાએના” (અમારો ખ્યાલ કરો) સંબોધી બોલાવો નહિ અને “ઉન્ઝુરના” (આ શબ્દનો અર્થ પણ અમારો ખ્યાલ કરો થાય છે પણ સન્માનવાળો છે) કહી બોલાવો અને સાંભળો (ઇતાઅત કરો); અને ન માનનારાઓ માટે દુ:ખદાયક અઝાબ છે.
مَا یَوَدُّ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ اَہۡلِ الۡکِتٰبِ وَ لَا الۡمُشۡرِکِیۡنَ اَنۡ یُّنَزَّلَ عَلَیۡکُمۡ مِّنۡ خَیۡرٍ مِّنۡ رَّبِّکُمۡ ؕ وَ اللّٰہُ یَخۡتَصُّ بِرَحۡمَتِہٖ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ ذُو الۡفَضۡلِ الۡعَظِیۡمِ ﴿۱۰۵﴾
(૧૦૫) એહલે કિતાબમાંથી જેઓ નાસ્તિક છે તેઓને તથા મુશ્રિકોને આ પસંદ નથી કે તમારા પરવરદિગાર તરફથી તમારા પર કોઈ ભલાઈ નાઝિલ થાય; જો કે અલ્લાહ જેને ચાહે છે તેને જ પોતાની રહેમત માટે ચૂંટી કાઢે છે; અને અલ્લાહ અઝીમ ફઝ્લનો માલિક છે.
مَا نَنۡسَخۡ مِنۡ اٰیَۃٍ اَوۡ نُنۡسِہَا نَاۡتِ بِخَیۡرٍ مِّنۡہَاۤ اَوۡ مِثۡلِہَا ؕ اَلَمۡ تَعۡلَمۡ اَنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۰۶﴾
(૧૦૬) અમે કોઈ આયતને રદ કરતા નથી અથવા ભૂલાવી દેતા નથી. જ્યાં સુધી કે તેનાથી વધારે સારી અથવા તેના જ જેવી બીજી આયત નાઝિલ કરીએ; શું તમને ખબર નથી કે અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે?
اَمۡ تُرِیۡدُوۡنَ اَنۡ تَسۡـَٔلُوۡا رَسُوۡلَکُمۡ کَمَا سُئِلَ مُوۡسٰی مِنۡ قَبۡلُ ؕ وَ مَنۡ یَّتَبَدَّلِ الۡکُفۡرَ بِالۡاِیۡمَانِ فَقَدۡ ضَلَّ سَوَآءَ السَّبِیۡلِ ﴿۱۰۸﴾
(૧૦૮) શું તમારો એવો ઈરાદો છે કે તમે (પણ) તમારા રસૂલને એવા જ સવાલ કરો જેવા કે આ પહેલાં મૂસાને કરવામાં આવ્યા હતા? અને જે કોઈ ઈમાનને કુફ્રથી બદલી નાખશે ખરેખર તે સન્માર્ગથી ભટકી ગયો.
وَدَّ کَثِیۡرٌ مِّنۡ اَہۡلِ الۡکِتٰبِ لَوۡ یَرُدُّوۡنَکُمۡ مِّنۡۢ بَعۡدِ اِیۡمَانِکُمۡ کُفَّارًا ۚۖ حَسَدًا مِّنۡ عِنۡدِ اَنۡفُسِہِمۡ مِّنۡۢ بَعۡدِ مَا تَبَیَّنَ لَہُمُ الۡحَقُّ ۚ فَاعۡفُوۡا وَ اصۡفَحُوۡا حَتّٰی یَاۡتِیَ اللّٰہُ بِاَمۡرِہٖ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۰۹﴾
(૧૦૯) કિતાબવાળાઓમાંથી ધણા ખરા તમારા પ્રત્યે હસદને કારણે એવી ઈચ્છા ધરાવે છે કે, તમને તમારા ઈમાન (લાવ્યા) પછી પાછા નાસ્તિક બનાવી નાખે. જ્યારે કે હક તેઓ પર બિલકુલ વાઝેહ થઇ ચૂક્યું છે; પણ તમે (તેમને) માફ કરી દો તથા દરગુજર કરો (અત્યારે જેહાદ ન કરો) ત્યાં સુધી કે અલ્લાહનો (જેહાદ બાબતે) હુકમ આવી જાય; બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.
وَ اَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ ؕ وَ مَا تُقَدِّمُوۡا لِاَنۡفُسِکُمۡ مِّنۡ خَیۡرٍ تَجِدُوۡہُ عِنۡدَ اللّٰہِ ؕ اِنَّ اللّٰہَ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۱۱۰﴾
(૧૧૦) અને નમાઝ કાયમ કરો, તથા ઝકાત આપતા રહો; અને જે નેકી તમે તમારા પોતાના માટે આગળ મોકલશો તેને તમે અલ્લાહ પાસે પામશો; બેશક અલ્લાહ તમારા તમામ આમાલને નિહાળે છે.
وَ قَالُوۡا لَنۡ یَّدۡخُلَ الۡجَنَّۃَ اِلَّا مَنۡ کَانَ ہُوۡدًا اَوۡ نَصٰرٰی ؕ تِلۡکَ اَمَانِیُّہُمۡ ؕ قُلۡ ہَاتُوۡا بُرۡہَانَکُمۡ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۱۱۱﴾
(૧૧૧) અને તેઓ કહે છે કે યહૂદી અથવા ખ્રિસ્તી સિવાય બીજા કોઈ જન્નતમાં દાખલ થશે નહિ; આ તેમની ઇચ્છાઓ જ છે; તું કહે કે જો તમે સાચા હોવ તો તમારી દલીલ રજૂ કરો.
بَلٰی ٭ مَنۡ اَسۡلَمَ وَجۡہَہٗ لِلّٰہِ وَ ہُوَ مُحۡسِنٌ فَلَہٗۤ اَجۡرُہٗ عِنۡدَ رَبِّہٖ ۪ وَ لَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۱۱۲﴾٪
(૧૧૨) હા, જે પોતાનો રૂખ અલ્લાહ તરફ કરી નાખે (એટલે પોતાની જાતને સમર્પિત કરી દે) તથા તે નેક આમાલ કરનાર પણ હોય તો તેનો બદલો તેના પરવરદિગાર પાસે છે જ, અને તેમને ન તો કાંઈ ખૌફ રહેશે અને ન તો તેઓ ગમગીન થશે.
وَ قَالَتِ الۡیَہُوۡدُ لَیۡسَتِ النَّصٰرٰی عَلٰی شَیۡءٍ ۪ وَّ قَالَتِ النَّصٰرٰی لَیۡسَتِ الۡیَہُوۡدُ عَلٰی شَیۡءٍ ۙ وَّ ہُمۡ یَتۡلُوۡنَ الۡکِتٰبَ ؕ کَذٰلِکَ قَالَ الَّذِیۡنَ لَا یَعۡلَمُوۡنَ مِثۡلَ قَوۡلِہِمۡ ۚ فَاللّٰہُ یَحۡکُمُ بَیۡنَہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ فِیۡمَا کَانُوۡا فِیۡہِ یَخۡتَلِفُوۡنَ ﴿۱۱۳﴾
(૧૧૩) અને યહૂદીઓ કહે છે કે ખ્રિસ્તીઓની (અલ્લાહ પાસે) કોઇ હેસિયત નથી, અને ખ્રિસ્તીઓ કહે છે કે યહૂદીઓની (અલ્લાહ પાસે) કોઇ હેસિયત નથી, જો કે તેઓ કિતાબ પઢે છે; જાહિલ (મુશ્રિકો) પણ તેઓના જેવી જ વાતો કહે છે; પછી અલ્લાહ કયામતના દિવસે તેમની વચ્ચે મતભેદ બાબતે ફેંસલો કરી દેશે.
وَ مَنۡ اَظۡلَمُ مِمَّنۡ مَّنَعَ مَسٰجِدَ اللّٰہِ اَنۡ یُّذۡکَرَ فِیۡہَا اسۡمُہٗ وَ سَعٰی فِیۡ خَرَابِہَا ؕ اُولٰٓئِکَ مَا کَانَ لَہُمۡ اَنۡ یَّدۡخُلُوۡہَاۤ اِلَّا خَآئِفِیۡنَ ۬ؕ لَہُمۡ فِی الدُّنۡیَا خِزۡیٌ وَّ لَہُمۡ فِی الۡاٰخِرَۃِ عَذَابٌ عَظِیۡمٌ ﴿۱۱۴﴾
(૧૧૪) અને એથી વધારે ઝાલિમ કોણ છે કે જે અલ્લાહની મસ્જિદમાં તેના નામનો ઝિક્ર થતો અટકાવે તથા તે (મસ્જિદો)નો નાશ કરવાનો પ્રયત્ન કરે? તે લોકો માટે હક (યોગ્ય) નથી કે ડર સિવાય મસ્જિદમાં આવે; તેમના માટે આ દુનિયામાં મોટી રૂસવાઇ તથા આખેરતમાં સખ્ત અઝાબ છે.
وَ قَالُوا اتَّخَذَ اللّٰہُ وَلَدًا ۙ سُبۡحٰنَہٗ ؕ بَلۡ لَّہٗ مَا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ کُلٌّ لَّہٗ قٰنِتُوۡنَ ﴿۱۱۶﴾
(૧૧૬) અને તેઓ (યહૂદીઓ) કહે છે કે અલ્લાહે એક ફરઝંદ પસંદ કર્યો છે તેની જાત (આવી ખામિથી) પાક છે; બલ્કે આકાશો તથા ઝમીનમાં જે કાંઈ છે તે (સધળું) તેનું જ છે; અને સર્વે તેનાં ફરમાબરદાર છે.
وَ قَالَ الَّذِیۡنَ لَا یَعۡلَمُوۡنَ لَوۡ لَا یُکَلِّمُنَا اللّٰہُ اَوۡ تَاۡتِیۡنَاۤ اٰیَۃٌ ؕ کَذٰلِکَ قَالَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ مِّثۡلَ قَوۡلِہِمۡ ؕ تَشَابَہَتۡ قُلُوۡبُہُمۡ ؕ قَدۡ بَیَّنَّا الۡاٰیٰتِ لِقَوۡمٍ یُّوۡقِنُوۡنَ ﴿۱۱۸﴾
(૧૧૮) અને જાહીલો કહે છે કે અલ્લાહ અમારી સાથે વાતો કેમ કરતો નથી અથવા અમારી ઉપર આયત શા માટે નાઝિલ નથી કરતો? એ જ પ્રમાણે તેમની પહેલાનાઓ પણ તેમના જેવી જ વાતો કરી હતી; તેઓ સર્વેનાં દિલો એક સરખાં છે; બેશક યકીન રાખનારા (હક તલાશ કરનારા) લોકો માટે અમે દલીલો સ્પષ્ટ વર્ણવી ચૂક્યા છીએ.
وَ لَنۡ تَرۡضٰی عَنۡکَ الۡیَہُوۡدُ وَ لَا النَّصٰرٰی حَتّٰی تَتَّبِعَ مِلَّتَہُمۡ ؕ قُلۡ اِنَّ ہُدَی اللّٰہِ ہُوَ الۡہُدٰی ؕ وَ لَئِنِ اتَّبَعۡتَ اَہۡوَآءَہُمۡ بَعۡدَ الَّذِیۡ جَآءَکَ مِنَ الۡعِلۡمِ ۙ مَا لَکَ مِنَ اللّٰہِ مِنۡ وَّلِیٍّ وَّ لَا نَصِیۡرٍ ﴿۱۲۰﴾ؔ
(૧૨૦) અને યહૂદીઓ તથા ખ્રિસ્તીઓ તારાથી હરગિઝ રાજી થશે નહિ જ્યાં સુધી કે તું તેમની મિલ્લત (મઝહબ)ની પૈરવી ન કર; કહે કે બેશક અલ્લાહની હિદાયત એજ (સાચી) હિદાયત છે; જો તું ઇલ્મ આવી ગયા પછી તેમની ઈચ્છાઓને અનુસરશે તો અલ્લાહના અઝાબથી બચાવવા માટે તારો કોઈ સરપરસ્ત કે મદદગાર રહેશે નહિ.
اَلَّذِیۡنَ اٰتَیۡنٰہُمُ الۡکِتٰبَ یَتۡلُوۡنَہٗ حَقَّ تِلَاوَتِہٖ ؕ اُولٰٓئِکَ یُؤۡمِنُوۡنَ بِہٖ ؕ وَ مَنۡ یَّکۡفُرۡ بِہٖ فَاُولٰٓئِکَ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿۱۲۱﴾٪
(૧૨૧) જે લોકોને અમોએ કિતાબ આપી છે તેને એવી રીતે પઢે છે કે જેવી રીતે પઢવાનો હક છે; તેઓ તે (પયગંબર)ની ઉપર ઇમાન લાવશે; તથા જેઓ તેનો ઈન્કાર કરે છે તેઓ જ નુકસાન ભોગવનારા છે.
وَ اتَّقُوۡا یَوۡمًا لَّا تَجۡزِیۡ نَفۡسٌ عَنۡ نَّفۡسٍ شَیۡئًا وَّ لَا یُقۡبَلُ مِنۡہَا عَدۡلٌ وَّ لَا تَنۡفَعُہَا شَفَاعَۃٌ وَّ لَا ہُمۡ یُنۡصَرُوۡنَ ﴿۱۲۳﴾
(૧૨૩) અને તે દિવસનો ડર રાખો કે જે દિવસે ન કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિના બદલા (સજા)ને કબૂલ કરશે, ન તેના તરફથી કંઈ પણ ફિદયો (બદલો) કબૂલ કરવામાં આવશે, અને ન કોઈની ભલામણ તેને ફાયદો આપી શકશે અને ન તો તેમને કોઈ સહાય કરવામાં આવશે.
وَ اِذِ ابۡتَلٰۤی اِبۡرٰہٖمَ رَبُّہٗ بِکَلِمٰتٍ فَاَتَمَّہُنَّ ؕ قَالَ اِنِّیۡ جَاعِلُکَ لِلنَّاسِ اِمَامًا ؕ قَالَ وَ مِنۡ ذُرِّیَّتِیۡ ؕ قَالَ لَا یَنَالُ عَہۡدِی الظّٰلِمِیۡنَ ﴿۱۲۴﴾
(૧૨૪) અને જ્યારે ઈબ્રાહીમનું તેના પરવરદિગારે થોડાક શબ્દોથી ઇમ્તેહાન લીધું અને ઈબ્રાહીમ તેમાં કામ્યાબ થયા; (અલ્લાહે) ફરમાવ્યું કે બેશક હું તને લોકોનો ઈમામ બનાવું છું; (ઈબ્રાહીમે અરજ કરી) અને મારી ઓલાદમાંથી પણ? (અલ્લાહે) ફરમાવ્યું મારો આ (ઇમામતનો) હોદ્દો ઝાલિમો સુધી નહી પહોંચે.
وَ اِذۡ جَعَلۡنَا الۡبَیۡتَ مَثَابَۃً لِّلنَّاسِ وَ اَمۡنًا ؕ وَ اتَّخِذُوۡا مِنۡ مَّقَامِ اِبۡرٰہٖمَ مُصَلًّی ؕ وَ عَہِدۡنَاۤ اِلٰۤی اِبۡرٰہٖمَ وَ اِسۡمٰعِیۡلَ اَنۡ طَہِّرَا بَیۡتِیَ لِلطَّآئِفِیۡنَ وَ الۡعٰکِفِیۡنَ وَ الرُّکَّعِ السُّجُوۡدِ ﴿۱۲۵﴾
(૧૨૫) અને જ્યારે અમોએ આ ધર (કાઅબા)ને તમામ લોકોના ભેગા થવાની જગ્યા અને સલામતીની જગ્યા બનાવી; (અને હુકમ કર્યો કે) ઈબ્રાહીમના (ઊભા રહેવાના) સ્થાનને (તમારી) નમાઝની જગ્યા બનાવો; અને ઈબ્રાહીમ તથા ઈસ્માઈલથી અમોએ અહદ લીધો કે તમે બન્ને મારા ધરને તવાફ કરનારાઓ તથા એઅતેકાફ કરનારાઓ માટે તથા રૂકૂઅ સજદો કરનારાઓ માટે પાક અને સાફ રાખો.
وَ اِذۡ قَالَ اِبۡرٰہٖمُ رَبِّ اجۡعَلۡ ہٰذَا بَلَدًا اٰمِنًا وَّ ارۡزُقۡ اَہۡلَہٗ مِنَ الثَّمَرٰتِ مَنۡ اٰمَنَ مِنۡہُمۡ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ ؕ قَالَ وَ مَنۡ کَفَرَ فَاُمَتِّعُہٗ قَلِیۡلًا ثُمَّ اَضۡطَرُّہٗۤ اِلٰی عَذَابِ النَّارِ ؕ وَ بِئۡسَ الۡمَصِیۡرُ ﴿۱۲۶﴾
(૧૨૬) અને જ્યારે ઈબ્રાહીમે કહ્યુ કે અય મારા પરવરદિગાર! આ સ્થળને સલામતીનું શહેર બનાવ અને તેના રહેવાસીઓમાંથી જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવે (તેમને) ફળફળાદીની રોજી અતા કર; (અલ્લાહે) ફરમાવ્યું - પણ જેઓ નહિ માનનારા હશે તેમને થોડા સમય માટે સુખ ભોગવવા દઈશ પછી તેઓને આગના અઝાબ તરફ ખેંચી જઇશ; તે ધણો ખરાબ અંજામ છે.
وَ اِذۡ یَرۡفَعُ اِبۡرٰہٖمُ الۡقَوَاعِدَ مِنَ الۡبَیۡتِ وَ اِسۡمٰعِیۡلُ ؕ رَبَّنَا تَقَبَّلۡ مِنَّا ؕ اِنَّکَ اَنۡتَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۱۲۷﴾
(૧૨૭) અને જ્યારે ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ ખાનએ કાઅબાની બુનિયાદ ઊભી કરી રહ્યા હતા; (ત્યારે કહ્યું) અય અમારા પરવરદિગાર! અમારી (આ સેવા) કબૂલ કર; બેશક તું સાંભળનાર અને જાણનાર છે.
رَبَّنَا وَ اجۡعَلۡنَا مُسۡلِمَیۡنِ لَکَ وَ مِنۡ ذُرِّیَّتِنَاۤ اُمَّۃً مُّسۡلِمَۃً لَّکَ ۪ وَ اَرِنَا مَنَاسِکَنَا وَ تُبۡ عَلَیۡنَا ۚ اِنَّکَ اَنۡتَ التَّوَّابُ الرَّحِیۡمُ ﴿۱۲۸﴾
(૧૨૮) અને અય અમારા પરવરદિગાર! અમો બન્નેને તારા ફરમાબરદાર બંદા બનાવ અને અમારી ઓલાદમાંથી પણ એક મુસ્લિમ (ફરમાંબરદાર) ઉમ્મત પૈદા કર, અમને અમારા મનાસિક (ઇબાદતો) બતાવ અને અમારી તૌબા કબૂલ કર, બેશક તું તૌબા કબૂલ કરવાવાળો મહેરબાન છે.
رَبَّنَا وَ ابۡعَثۡ فِیۡہِمۡ رَسُوۡلًا مِّنۡہُمۡ یَتۡلُوۡا عَلَیۡہِمۡ اٰیٰتِکَ وَ یُعَلِّمُہُمُ الۡکِتٰبَ وَ الۡحِکۡمَۃَ وَ یُزَکِّیۡہِمۡ ؕ اِنَّکَ اَنۡتَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿۱۲۹﴾٪
(૧૨૯) અય અમારા પરવરદિગાર! તેઓમાંથી જ એક રસૂલ મોકલ. જે તેઓની સામે તારી આયતોની તિલાવત કરે તથા કિતાબ અને હિકમત (સદબુદ્ઘિ)ની તાલીમ આપે તથા તેઓને પાકીઝા બનાવે; બેશક તું ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.
وَ مَنۡ یَّرۡغَبُ عَنۡ مِّلَّۃِ اِبۡرٰہٖمَ اِلَّا مَنۡ سَفِہَ نَفۡسَہٗ ؕ وَ لَقَدِ اصۡطَفَیۡنٰہُ فِی الدُّنۡیَا ۚ وَ اِنَّہٗ فِی الۡاٰخِرَۃِ لَمِنَ الصّٰلِحِیۡنَ ﴿۱۳۰﴾
(૧૩૦) અને એવો કોણ છે જે ઈબ્રાહીમના મઝહબથી મોંઢું ફેરવે, સિવાય તેના કે જેણે પોતે પોતાને મૂર્ખ બનાવ્યો હોય; અને બેશક અમોએ તેને દુનિયામાં ચૂંટી કાઢ્યો, અને આખેરતમાં પણ તે નેક કીરદાર લોકોમાંથી છે.
وَ وَصّٰی بِہَاۤ اِبۡرٰہٖمُ بَنِیۡہِ وَ یَعۡقُوۡبُ ؕ یٰبَنِیَّ اِنَّ اللّٰہَ اصۡطَفٰی لَکُمُ الدِّیۡنَ فَلَا تَمُوۡتُنَّ اِلَّا وَ اَنۡتُمۡ مُّسۡلِمُوۡنَ ﴿۱۳۲﴾ؕ
(૧૩૨) અને ઈબ્રાહીમે પોતાના ફરઝંદોને આ વસિયત કરી તથા યાકૂબે પણ કે અય મારા ફરઝંદો! બેશક અલ્લાહે તમારા માટે આ દીનને પસંદ કર્યો છે જેથી તમે મુસ્લિમ થયા સિવાય હરગિઝ મૃત્યુ પામતા નહિ.
اَمۡ کُنۡتُمۡ شُہَدَآءَ اِذۡ حَضَرَ یَعۡقُوۡبَ الۡمَوۡتُ ۙ اِذۡ قَالَ لِبَنِیۡہِ مَا تَعۡبُدُوۡنَ مِنۡۢ بَعۡدِیۡ ؕ قَالُوۡا نَعۡبُدُ اِلٰہَکَ وَ اِلٰـہَ اٰبَآئِکَ اِبۡرٰہٖمَ وَ اِسۡمٰعِیۡلَ وَ اِسۡحٰقَ اِلٰـہًا وَّاحِدًا ۚۖ وَّ نَحۡنُ لَہٗ مُسۡلِمُوۡنَ ﴿۱۳۳﴾
(૧૩૩) શું તમે તે વખતે હાજર હતા કે જ્યારે યાકૂબને મૌત આવી? તે વખતે તેણે પોતાના ફરઝંદોને કહ્યુ (પૂછયું) હતું, કે તમે મારા પછી કોની ઈબાદત કરશો? તેમણે અરજ કરી કે, અમે આપના માઅબૂદ તથા આપના દાદા ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક ના માઅબૂદ એક જ ખુદાની ઈબાદત કરીશું, અને અમો તેનાજ ફરમાંબરદાર અને તેનેજ તસ્લીમ છીએ.
تِلۡکَ اُمَّۃٌ قَدۡ خَلَتۡ ۚ لَہَا مَا کَسَبَتۡ وَ لَکُمۡ مَّا کَسَبۡتُمۡ ۚ وَ لَا تُسۡـَٔلُوۡنَ عَمَّا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۳۴﴾
(૧૩૪) (યહૂદીઓ) આ તે લોકો હતા જેઓ ગુજરી ગયા તેમણે જે હાંસિલ કર્યુ તે તેમના માટે છે અને તમે જે હાંસિલ કરશો તે તમારા માટે છે અને તેઓ જે કાંઈ કરતા હતા તે સંબંધે તમને સવાલ કરવામાં આવશે નહિ.
وَ قَالُوۡا کُوۡنُوۡا ہُوۡدًا اَوۡ نَصٰرٰی تَہۡتَدُوۡا ؕ قُلۡ بَلۡ مِلَّۃَ اِبۡرٰہٖمَ حَنِیۡفًا ؕ وَ مَا کَانَ مِنَ الۡمُشۡرِکِیۡنَ ﴿۱۳۵﴾
(૧૩૫) અને તેઓ કહે છે કે યહૂદી અથવા ખ્રિસ્તી થઈ જાઓ તો હિદાયત મેળવશો; તું કહે: નહિ! બલ્કે ઈબ્રાહીમના દીને હનીફ(ને અનુસરીને હિદાયત મળશે); અને તે મુશ્રિકોમાંથી ન હતા.
قُوۡلُوۡۤا اٰمَنَّا بِاللّٰہِ وَ مَاۤ اُنۡزِلَ اِلَیۡنَا وَ مَاۤ اُنۡزِلَ اِلٰۤی اِبۡرٰہٖمَ وَ اِسۡمٰعِیۡلَ وَ اِسۡحٰقَ وَ یَعۡقُوۡبَ وَ الۡاَسۡبَاطِ وَ مَاۤ اُوۡتِیَ مُوۡسٰی وَ عِیۡسٰی وَ مَاۤ اُوۡتِیَ النَّبِیُّوۡنَ مِنۡ رَّبِّہِمۡ ۚ لَا نُفَرِّقُ بَیۡنَ اَحَدٍ مِّنۡہُمۡ ۫ۖ وَ نَحۡنُ لَہٗ مُسۡلِمُوۡنَ ﴿۱۳۶﴾
(૧૩૬) (મુસલમાનો) કહો કે અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, તથા જે કાંઈ અમારા ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર તથા જે કાંઈ ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક તથા યાકૂબ અને તેમના વંશજો ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર પણ; અને જે કાંઈ મૂસા તથા ઈસા ને આપવામાં આવ્યું છે અને જે કાંઈ બીજા નબીઓને તેમના પરવરદિગાર તરફથી મળ્યું છે તેના પર ઇમાન લાવ્યા છીએ; અને અમે તે નબીઓમાંના કોઈ વચ્ચે કંઇપણ ભેદભાવ રાખતા નથી; અને અમે અલ્લાહને તસ્લીમ થનાર છીએ.
فَاِنۡ اٰمَنُوۡا بِمِثۡلِ مَاۤ اٰمَنۡتُمۡ بِہٖ فَقَدِ اہۡتَدَوۡا ۚ وَ اِنۡ تَوَلَّوۡا فَاِنَّمَا ہُمۡ فِیۡ شِقَاقٍ ۚ فَسَیَکۡفِیۡکَہُمُ اللّٰہُ ۚ وَ ہُوَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۱۳۷﴾ؕ
(૧૩૭) પછી જો તેઓ પણ એવી જ રીતે ઈમાન લાવે જેવી રીતે તમે ઈમાન લાવ્યા છો તો બેશક તેમણે હિદાયત મેળવી, પણ જો તેઓ મોંઢું ફેરવે તો બેશક તેઓ (હકથી) દૂર થયા છે, પણ અલ્લાહ તમને તેમના (શર)થી બચાવશે અને તે સાંભળનાર, જાણનાર છે.
قُلۡ اَتُحَآجُّوۡنَنَا فِی اللّٰہِ وَ ہُوَ رَبُّنَا وَ رَبُّکُمۡ ۚ وَ لَنَاۤ اَعۡمَالُنَا وَ لَکُمۡ اَعۡمَالُکُمۡ ۚ وَ نَحۡنُ لَہٗ مُخۡلِصُوۡنَ ﴿۱۳۹﴾ۙ
(૧૩૯) (અય રસૂલ !) કહે કે શું અલ્લાહ સબંધી તમે અમારી સાથે વાદવિવાદ કરો છો? જો કે તે અમારો અને તમારો પરવરદિગાર છે, અને અમારા આમાલ અમારા માટે છે અને તમારા આમાલ તમારા માટે છે, અને અમે તેના ખાલિસ બંદા છીએ.
اَمۡ تَقُوۡلُوۡنَ اِنَّ اِبۡرٰہٖمَ وَ اِسۡمٰعِیۡلَ وَ اِسۡحٰقَ وَ یَعۡقُوۡبَ وَ الۡاَسۡبَاطَ کَانُوۡا ہُوۡدًا اَوۡ نَصٰرٰی ؕ قُلۡ ءَاَنۡتُمۡ اَعۡلَمُ اَمِ اللّٰہُ ؕ وَ مَنۡ اَظۡلَمُ مِمَّنۡ کَتَمَ شَہَادَۃً عِنۡدَہٗ مِنَ اللّٰہِ ؕ وَ مَا اللّٰہُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ ﴿۱۴۰﴾
(૧૪૦) શું તમે (એમ) કહો છો કે બેશક ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક તથા યાકૂબ તથા તેમના વંશજો યહૂદી અથવા ખ્રિસ્તી હતા? તું કહે કે શું તમે વધુ જાણનારા છો કે અલ્લાહ? અને એથી વધુ ઝાલિમ કોણ છે જે પોતાની પાસે અલ્લાહની ગવાહીને સંતાડે? અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ ગાફિલ નથી.
تِلۡکَ اُمَّۃٌ قَدۡ خَلَتۡ ۚ لَہَا مَا کَسَبَتۡ وَ لَکُمۡ مَّا کَسَبۡتُمۡ ۚ وَ لَا تُسۡـَٔلُوۡنَ عَمَّا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۴۱﴾٪
(૧૪૧) તે લોકો ગુજરી ગયા છે, તેમણે જે હાંસિલ કર્યુ તે તેમના માટે છે અને તમે જે હાંસિલ કરશો તે તમારા માટે છે અને તેઓ જે કાંઈ કરતા હતા તે બાબતે તમને સવાલ કરવામાં આવશે નહિ.
سَیَقُوۡلُ السُّفَہَآءُ مِنَ النَّاسِ مَا وَلّٰىہُمۡ عَنۡ قِبۡلَتِہِمُ الَّتِیۡ کَانُوۡا عَلَیۡہَا ؕ قُلۡ لِّلّٰہِ الۡمَشۡرِقُ وَ الۡمَغۡرِبُ ؕ یَہۡدِیۡ مَنۡ یَّشَآءُ اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۱۴۲﴾
(૧૪૨) નજદીકમાં અમુક મૂર્ખા લોકો એમ કહેશે કે આ (મુસલમાનો)ને કિબ્લાથી કઇ ચીઝે ફેરવી નાખ્યા, જેની પર તેઓ પહેલા કાયમ હતા ? (અય રસૂલ!) કહે કે પૂર્વ અને પશ્ચિમ અલ્લાહના છે; તે જેને ચાહે છે તેને સીધા રસ્તાની હિદાયત કરે છે.
وَ کَذٰلِکَ جَعَلۡنٰکُمۡ اُمَّۃً وَّسَطًا لِّتَکُوۡنُوۡا شُہَدَآءَ عَلَی النَّاسِ وَ یَکُوۡنَ الرَّسُوۡلُ عَلَیۡکُمۡ شَہِیۡدًا ؕ وَ مَا جَعَلۡنَا الۡقِبۡلَۃَ الَّتِیۡ کُنۡتَ عَلَیۡہَاۤ اِلَّا لِنَعۡلَمَ مَنۡ یَّتَّبِعُ الرَّسُوۡلَ مِمَّنۡ یَّنۡقَلِبُ عَلٰی عَقِبَیۡہِ ؕ وَ اِنۡ کَانَتۡ لَکَبِیۡرَۃً اِلَّا عَلَی الَّذِیۡنَ ہَدَی اللّٰہُ ؕ وَ مَا کَانَ اللّٰہُ لِیُضِیۡعَ اِیۡمَانَکُمۡ ؕ اِنَّ اللّٰہَ بِالنَّاسِ لَرَءُوۡفٌ رَّحِیۡمٌ ﴿۱۴۳﴾
(૧૪૩) અને એવી રીતે અમોએ તમને મઘ્યમ ઉમ્મત બનાવી છે કે જેથી તમે લોકો ઉપર ગવાહ રહો અને રસૂલ તમારા ઉપર ગવાહ રહે, અને જે કિબ્લા તરફ તું નમાઝ પઢ્યા કરતો હતો તે અમોએ એ માટે નક્કી કર્યો હતો કે રસૂલનું કોણ અનુકરણ કરે છે અને કોણ પાછલા પગે ફરી જાય છે તેમને જાણી લઇએ; અને આ (કિબ્લાનું બદલવું) તમામ લોકો માટે (કબૂલ કરવું) મુશ્કેલ હતું, સિવાય તેમના કે જેમની અલ્લાહે હિદાયત કરી હોય; અને અલ્લાહ એવો નથી કે (કિબ્લો બદલીને) તમારા ઇમાનને બરબાદ કરે; કારણકે અલ્લાહ તમામ લોકો પર મહેરબાન અને રહેમ કરનાર છે.
قَدۡ نَرٰی تَقَلُّبَ وَجۡہِکَ فِی السَّمَآءِ ۚ فَلَنُوَلِّیَنَّکَ قِبۡلَۃً تَرۡضٰہَا ۪ فَوَلِّ وَجۡہَکَ شَطۡرَ الۡمَسۡجِدِ الۡحَرَامِ ؕ وَ حَیۡثُ مَا کُنۡتُمۡ فَوَلُّوۡا وُجُوۡہَکُمۡ شَطۡرَہٗ ؕ وَ اِنَّ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ لَیَعۡلَمُوۡنَ اَنَّہُ الۡحَقُّ مِنۡ رَّبِّہِمۡ ؕ وَ مَا اللّٰہُ بِغَافِلٍ عَمَّا یَعۡمَلُوۡنَ ﴿۱۴۴﴾
(૧૪૪) (અય રસૂલ) તારૂં આસમાન તરફ મોંઢું ફેરવવું અમે ખરેખર નિહાળીએ છીએ! જેથી જરૂર અમે તારો રૂખ એવા કિબ્લા તરફ ફેરવી દઇશું કે જેથી તું ખુશ થશે, હવે તું તારો રૂખ મસ્જિદુલ હરામ (કાઅબા) તરફ ફેરવ; અને જ્યાં પણ તું હો તેની જ તરફ તારો રૂખ ફેરવ; બેશક જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ સારી રીતે જાણે છે કે આ તેમના પરવરદિગાર તરફથી હક છે; અને જે કાર્યો તેઓ કરી રહ્યા છે તેનાથી અલ્લાહ ગાફિલ નથી.
وَ لَئِنۡ اَتَیۡتَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ بِکُلِّ اٰیَۃٍ مَّا تَبِعُوۡا قِبۡلَتَکَ ۚ وَ مَاۤ اَنۡتَ بِتَابِعٍ قِبۡلَتَہُمۡ ۚ وَ مَا بَعۡضُہُمۡ بِتَابِعٍ قِبۡلَۃَ بَعۡضٍ ؕ وَ لَئِنِ اتَّبَعۡتَ اَہۡوَآءَہُمۡ مِّنۡۢ بَعۡدِ مَا جَآءَکَ مِنَ الۡعِلۡمِ ۙ اِنَّکَ اِذًا لَّمِنَ الظّٰلِمِیۡنَ ﴿۱۴۵﴾ۘ
(૧૪૫) અને જેમને કિતાબ આપવામાં આવી છે તેમની સામે અગર તું દરેક પ્રકારની નિશાની રજૂ કરીશ તો પણ તેઓ તારા કિબ્લાને અનુસરશે નહિ, તેમજ તું પણ તેમના કિબ્લાને અનુસરનાર નથી, અને તેઓમાંથી કોઇપણ એક (ગિરોહ) બીજા (ગિરોહ)ના કિબ્લાને અનુસરનાર નથી; અને તને જે ઇલ્મ મળી ચૂકયું છે તે પછી પણ જો તું તેમની ઈચ્છાઓને અનુસરીશ તો ખરેખર એ હાલતમાં તું ઝાલિમોમાંથી થઇ જઇશ.
اَلَّذِیۡنَ اٰتَیۡنٰہُمُ الۡکِتٰبَ یَعۡرِفُوۡنَہٗ کَمَا یَعۡرِفُوۡنَ اَبۡنَآءَہُمۡ ؕ وَ اِنَّ فَرِیۡقًا مِّنۡہُمۡ لَیَکۡتُمُوۡنَ الۡحَقَّ وَ ہُمۡ یَعۡلَمُوۡنَ ﴿۱۴۶﴾ؔ
(૧૪૬) જેમને અમોએ કિતાબ આપી છે તેઓ તેને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાના ફરઝંદોને ઓળખે છે; બેશક તેઓમાંથી એક ગિરોહ એવો છે કે જે જાણી જોઈને હકને સંતાડે છે.
وَ لِکُلٍّ وِّجۡہَۃٌ ہُوَ مُوَلِّیۡہَا فَاسۡتَبِقُوا الۡخَیۡرٰتِ ؕ اَیۡنَ مَا تَکُوۡنُوۡا یَاۡتِ بِکُمُ اللّٰہُ جَمِیۡعًا ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۴۸﴾
(૧૪૮) અને દરેક (ગિરોહ) માટે એક કિબ્લો છે કે જે દિશા તરફ રૂખ કરે, માટે (આ બાબતે વાદ-વિવાદ કરો નહી અને) તમે સારા કાર્યોમાં એક બીજાથી આગળ વધો; જ્યાં પણ તમે હશો અલ્લાહ તમો સર્વને ભેગા કરી લાવશે; કારણકે અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.
وَ مِنۡ حَیۡثُ خَرَجۡتَ فَوَلِّ وَجۡہَکَ شَطۡرَ الۡمَسۡجِدِ الۡحَرَامِ ؕ وَ اِنَّہٗ لَلۡحَقُّ مِنۡ رَّبِّکَ ؕ وَ مَا اللّٰہُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ ﴿۱۴۹﴾
(૧૪૯) અને (અય પયગંબર) જ્યાં (પણ મુસાફરીમાં) બહાર જાવ ત્યાં (નમાઝ સમયે) તારો રૂખ મસ્જિદુલ હરામ તરફ રાખ, બેશક આ તારા પરવરદિગાર તરફથી હક છે; અને અલ્લાહ તમારા આમાલથી ગાફિલ નથી.
وَ مِنۡ حَیۡثُ خَرَجۡتَ فَوَلِّ وَجۡہَکَ شَطۡرَ الۡمَسۡجِدِ الۡحَرَامِ ؕ وَ حَیۡثُ مَا کُنۡتُمۡ فَوَلُّوۡا وُجُوۡہَکُمۡ شَطۡرَہٗ ۙ لِئَلَّا یَکُوۡنَ لِلنَّاسِ عَلَیۡکُمۡ حُجَّۃٌ ٭ۙ اِلَّا الَّذِیۡنَ ظَلَمُوۡا مِنۡہُمۡ ٭ فَلَا تَخۡشَوۡہُمۡ وَ اخۡشَوۡنِیۡ ٭ وَ لِاُتِمَّ نِعۡمَتِیۡ عَلَیۡکُمۡ وَ لَعَلَّکُمۡ تَہۡتَدُوۡنَ ﴿۱۵۰﴾ۙۛ
(૧૫૦) અને જ્યાંથી પણ તું નીકળે તારો રૂખ મસ્જિદુલ હરામ તરફ રાખ; અને તમે ગમે ત્યાં હોવ તમારો રૂખ તેની જ તરફ કરો. જેથી લોકોને તમારી વિરૂઘ્ધ કોઇ બહાનુ મળી શકે નહિ, સિવાય તેમના કે જેઓ તેમાંથી ઝાલિમ છે, (તેઓની ઝુબાન બંધ નહી રહે) માટે તેમનાથી ડરો નહિ અને મારાથી જ ડરતા રહો, આ એ માટે કે હું મારી નેઅમતો તમારા ઉપર પૂરી કરી દઉં. એ માટે કે શાયદ તમે હિદાયત મેળવો.
کَمَاۤ اَرۡسَلۡنَا فِیۡکُمۡ رَسُوۡلًا مِّنۡکُمۡ یَتۡلُوۡا عَلَیۡکُمۡ اٰیٰتِنَا وَ یُزَکِّیۡکُمۡ وَ یُعَلِّمُکُمُ الۡکِتٰبَ وَ الۡحِکۡمَۃَ وَ یُعَلِّمُکُمۡ مَّا لَمۡ تَکُوۡنُوۡا تَعۡلَمُوۡنَ ﴿۱۵۱﴾ؕۛ
(૧૫૧) આજ મુજબ અમોએ તમારામાંથી એક રસૂલને તમારી દરમ્યાન મોકલ્યો, જેથી અમારી આયતોની તમારી સામે તિલાવત કરે તથા તમને પાકીઝા બનાવે, તમને કિતાબ તથા હિકમતની તાલીમ આપે છે અને જે તમે જાણતા ન હતા તે તમને શીખવાડે.
اِنَّ الصَّفَا وَ الۡمَرۡوَۃَ مِنۡ شَعَآئِرِ اللّٰہِ ۚ فَمَنۡ حَجَّ الۡبَیۡتَ اَوِ اعۡتَمَرَ فَلَا جُنَاحَ عَلَیۡہِ اَنۡ یَّطَّوَّفَ بِہِمَا ؕ وَ مَنۡ تَطَوَّعَ خَیۡرًا ۙ فَاِنَّ اللّٰہَ شَاکِرٌ عَلِیۡمٌ ﴿۱۵۸﴾
(૧૫૮) બેશક “સફા” તથા “મરવા” અલ્લાહની નિશાનીઓમાંથી છે, માટે જે કોઈ બયતુલ્લાહ (કાઅબા)ની હજ અથવા ઉમરા અદા કરે તેના માટે તે (સફા અને મરવા જેમાં નાસ્તિકોએ બુત લગાડેલા હતા) તે વચ્ચે તવાફ કરવામાં કાંઈ હરજ નથી; અને જે લાગણી સાથે વધુ નેકી કરે છે તો બેશક અલ્લાહ કદર કરનાર અને જાણનાર છે.
اِنَّ الَّذِیۡنَ یَکۡتُمُوۡنَ مَاۤ اَنۡزَلۡنَا مِنَ الۡبَیِّنٰتِ وَ الۡہُدٰی مِنۡۢ بَعۡدِ مَا بَیَّنّٰہُ لِلنَّاسِ فِی الۡکِتٰبِ ۙ اُولٰٓئِکَ یَلۡعَنُہُمُ اللّٰہُ وَ یَلۡعَنُہُمُ اللّٰعِنُوۡنَ ﴿۱۵۹﴾ۙ
(૧૫૯) બેશક જે લોકો અમારી નાઝિલ કરેલી ખુલ્લી નિશાનીઓ અને હિદાયતની વાતો (કે જે અમોએ) સર્વે લોકો માટે કિતાબમાં વાઝેહ બયાન કરી દીધા પછી સંતાડે, એવા લોકો પર અલ્લાહ લાનત કરે છે અને દરેક લાનત કરનારાઓ તેમના ઉપર લાનત કરે છે.
اِنَّ فِیۡ خَلۡقِ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ اخۡتِلَافِ الَّیۡلِ وَ النَّہَارِ وَ الۡفُلۡکِ الَّتِیۡ تَجۡرِیۡ فِی الۡبَحۡرِ بِمَا یَنۡفَعُ النَّاسَ وَ مَاۤ اَنۡزَلَ اللّٰہُ مِنَ السَّمَآءِ مِنۡ مَّآءٍ فَاَحۡیَا بِہِ الۡاَرۡضَ بَعۡدَ مَوۡتِہَا وَ بَثَّ فِیۡہَا مِنۡ کُلِّ دَآبَّۃٍ ۪ وَّ تَصۡرِیۡفِ الرِّیٰحِ وَ السَّحَابِ الۡمُسَخَّرِ بَیۡنَ السَّمَآءِ وَ الۡاَرۡضِ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یَّعۡقِلُوۡنَ ﴿۱۶۴﴾
(૧૬૪) બેશક આકાશો તથા ઝમીનની ખિલકતમાં તથા રાત અને દિવસના પરિવર્તનમાં તથા તે વહાણોમાં (કે) જે સમુદ્રમાં તરતા ફરે છે, જેના વડે લોકો ફાયદો મેળવે છે તથા તે પાણીમાં કે જેને અલ્લાહ આકાશમાંથી વરસાવે છે, પછી જેના વડે ઝમીનને તેના મરણ પછી પુન: સજીવન કરીને દરેક પ્રકારના જાનવરોને તેમાં ફેલાવી દે છે, અને પવનના ફેરફારમાં તથા તે વાદળાંઓમાં કે જે આકાશમાં અને ઝમીન વચ્ચે (અલ્લાહના) હુકમને આધીન રહે છે, સમજ ધરાવનાર લોકો માટે (તેમાં) નિશાનીઓ છે.
وَ مِنَ النَّاسِ مَنۡ یَّتَّخِذُ مِنۡ دُوۡنِ اللّٰہِ اَنۡدَادًا یُّحِبُّوۡنَہُمۡ کَحُبِّ اللّٰہِ ؕ وَ الَّذِیۡنَ اٰمَنُوۡۤا اَشَدُّ حُبًّا لِّلّٰہِ ؕوَ لَوۡ یَرَی الَّذِیۡنَ ظَلَمُوۡۤا اِذۡ یَرَوۡنَ الۡعَذَابَ ۙ اَنَّ الۡقُوَّۃَ لِلّٰہِ جَمِیۡعًا ۙ وَّ اَنَّ اللّٰہَ شَدِیۡدُ الۡعَذَابِ ﴿۱۶۵﴾
(૧૬૫) અને લોકોમાંથી એવા પણ છે કે જેઓ અલ્લાહ સિવાય બીજાઓને અલ્લાહ જેવો માને છે, અને તેઓને પણ અલ્લાહની જેમ જ ચાહે છે અને જેઓ ઈમાન લાવ્યા છે તેમને અલ્લાહ પ્રત્યે વધારે મોહબ્બત હોય છે અને કાશ કે ઝાલિમો આ વાતને અત્યારે સમજી લે જે વાત અઝાબ જોયા પછી સમજાશે કે ખરેખર તમામ તાકાત અલ્લાહ માટે છે અને બેશક અલ્લાહ સખત અઝાબ આપનાર છે.
وَ قَالَ الَّذِیۡنَ اتَّبَعُوۡا لَوۡ اَنَّ لَنَا کَرَّۃً فَنَتَبَرَّاَ مِنۡہُمۡ کَمَا تَبَرَّءُوۡا مِنَّا ؕ کَذٰلِکَ یُرِیۡہِمُ اللّٰہُ اَعۡمَالَہُمۡ حَسَرٰتٍ عَلَیۡہِمۡ ؕ وَ مَا ہُمۡ بِخٰرِجِیۡنَ مِنَ النَّارِ ﴿۱۶۷﴾٪
(૧૬૭) અને તાબેદારી કરનારાઓ કહેશે કે કદાચને અમને (દુનિયામાં) પાછુ ફરવા મળે તો અમે પણ તેમના પ્રત્યે એવી જ બેઝારી રાખશું જેવી કે અત્યારે તેમણે અમારી પ્રત્યે રાખી છે, આ પ્રમાણે અલ્લાહ તેમના આમાલને તેમના પસ્તાવાનું કારણ બનાવીને દેખાડશે, અને તેઓે જહન્નમમાંથી નીકળવા પામશે નહિ.
وَ اِذَا قِیۡلَ لَہُمُ اتَّبِعُوۡا مَاۤ اَنۡزَلَ اللّٰہُ قَالُوۡا بَلۡ نَتَّبِعُ مَاۤ اَلۡفَیۡنَا عَلَیۡہِ اٰبَآءَنَا ؕ اَوَ لَوۡ کَانَ اٰبَآؤُہُمۡ لَا یَعۡقِلُوۡنَ شَیۡئًا وَّ لَا یَہۡتَدُوۡنَ ﴿۱۷۰﴾
(૧૭૦) અને જયારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે કાંઈ નાઝિલ કર્યુ છે તેને અનુસરો ત્યારે તેઓ કહે છે કે અમે તો તેને જ અનુસરીશું કે જેને અનુસરતા અમારા બાપદાદાઓને અમોએ જોયા છે; જો કે તેમના બાપદાદા કોઈ વસ્તુની સમજ ધરાવતા ન હતા (તેમજ) હિદાયત પામેલા ન હતા (તે છતાંય શું તેઓ તેમને અનુસરશે?)
وَ مَثَلُ الَّذِیۡنَ کَفَرُوۡا کَمَثَلِ الَّذِیۡ یَنۡعِقُ بِمَا لَا یَسۡمَعُ اِلَّا دُعَآءً وَّ نِدَآءً ؕ صُمٌّۢ بُکۡمٌ عُمۡیٌ فَہُمۡ لَا یَعۡقِلُوۡنَ ﴿۱۷۱﴾
(૧૭૧) અને નાસ્તિકોનો દાખલો તે (ગોવાળ)ના દાખલા જેવો છે કે તે (ઘેટાઓને) બોલાવે છે કે જેઓ અવાજ અને રાડ સિવાય કશું જ સાંભળતા નથી, (તેઓ) બહેરા, મૂંગા અને આંધળા છે તેથી તેઓ કાંઇ સમજતા નથી.
اِنَّمَا حَرَّمَ عَلَیۡکُمُ الۡمَیۡتَۃَ وَ الدَّمَ وَ لَحۡمَ الۡخِنۡزِیۡرِ وَ مَاۤ اُہِلَّ بِہٖ لِغَیۡرِ اللّٰہِ ۚ فَمَنِ اضۡطُرَّ غَیۡرَ بَاغٍ وَّ لَا عَادٍ فَلَاۤ اِثۡمَ عَلَیۡہِ ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۷۳﴾
(૧૭૩) તેણે તમારા ઉપર ફકત મરી ગએલાં (જાનવર) તથા લોહી તથા સુવ્વરનું માંસ અને અલ્લાહ સિવાયના બીજા નામ ઉપર ઝબ્હ કરેલ (જાનવરનું માંસ) હરામ કર્યું છે, પછી જે કોઈ મજબૂરીની હાલતમાં બગાવતના ઇરાદા વગર ખાતો હોય તો તેના માટે કોઇ ગુનાહ નથી; બેશક અલ્લાહ માફ કરનાર (અને) રહેમ કરનાર છે.
اِنَّ الَّذِیۡنَ یَکۡتُمُوۡنَ مَاۤ اَنۡزَلَ اللّٰہُ مِنَ الۡکِتٰبِ وَ یَشۡتَرُوۡنَ بِہٖ ثَمَنًا قَلِیۡلًا ۙ اُولٰٓئِکَ مَا یَاۡکُلُوۡنَ فِیۡ بُطُوۡنِہِمۡ اِلَّا النَّارَ وَ لَا یُکَلِّمُہُمُ اللّٰہُ یَوۡمَ الۡقِیٰمَۃِ وَ لَا یُزَکِّیۡہِمۡ ۚۖ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۱۷۴﴾
(૧૭૪) બેશક જે લોકો અલ્લાહે નાઝિલ કરેલી કિતાબમાંના કોઈ ભાગને સંતાડે છે અને તેના બદલામાં થોડી કિંમત મેળવે છે તેઓ બીજું કાંઈ નહિ પણ પોતાના પેટમાં આગ ભરે છે અને અલ્લાહ કયામતના દિવસે તેમની સાથે વાત કરશે નહિ તથા તેમને પાક પણ કરશે નહિ અને તેમના માટે દુ:ખદાયક અઝાબ હશે.
لَیۡسَ الۡبِرَّ اَنۡ تُوَلُّوۡا وُجُوۡہَکُمۡ قِبَلَ الۡمَشۡرِقِ وَ الۡمَغۡرِبِ وَ لٰکِنَّ الۡبِرَّ مَنۡ اٰمَنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ وَ الۡمَلٰٓئِکَۃِ وَ الۡکِتٰبِ وَ النَّبِیّٖنَ ۚ وَ اٰتَی الۡمَالَ عَلٰی حُبِّہٖ ذَوِی الۡقُرۡبٰی وَ الۡیَتٰمٰی وَ الۡمَسٰکِیۡنَ وَ ابۡنَ السَّبِیۡلِ ۙ وَ السَّآئِلِیۡنَ وَ فِی الرِّقَابِ ۚ وَ اَقَامَ الصَّلٰوۃَ وَ اٰتَی الزَّکٰوۃَ ۚ وَ الۡمُوۡفُوۡنَ بِعَہۡدِہِمۡ اِذَا عٰہَدُوۡا ۚ وَ الصّٰبِرِیۡنَ فِی الۡبَاۡسَآءِ وَ الضَّرَّآءِ وَ حِیۡنَ الۡبَاۡسِ ؕ اُولٰٓئِکَ الَّذِیۡنَ صَدَقُوۡا ؕ وَ اُولٰٓئِکَ ہُمُ الۡمُتَّقُوۡنَ ﴿۱۷۷﴾
(૧૭૭) તમે તમારા મુખ પૂર્વ અથવા પશ્ચિમ તરફ કરો એમાં જ નેકી નથી. બલ્કે નેકી તો એ છે કે જે અલ્લાહ પર તથા કયામતના દિવસ પર તથા ફરિશ્તાઓ પર તથા કિતાબ પર અને નબીઓ પર ઈમાન લાવે, અને અલ્લાહની મોહબ્બતમાં (પોતાના) સગાં વહાલાંને તથા અનાથોને તથા મોહતાજોને તથા મોહતાજ મુસાફરોને તથા સવાલ કરનારાઓને અને ગુલામોને આઝાદ કરાવવા માટે માલની સહાય આપે, તથા નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે, અને જયારે તેઓ વાયદો કરે ત્યારે પોતાના વાયદાને પાળે, તંગીમાં તથા મુસીબતમાં અને લડાઈની સખતી વખતે સબ્ર કરનાર હોય; આ એ જ લોકો છે કે જેઓ સાચા છે; અને તેઓ જ પરહેઝગાર છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا کُتِبَ عَلَیۡکُمُ الۡقِصَاصُ فِی الۡقَتۡلٰی ؕ اَلۡحُرُّ بِالۡحُرِّ وَ الۡعَبۡدُ بِالۡعَبۡدِ وَ الۡاُنۡثٰی بِالۡاُنۡثٰی ؕ فَمَنۡ عُفِیَ لَہٗ مِنۡ اَخِیۡہِ شَیۡءٌ فَاتِّبَاعٌۢ بِالۡمَعۡرُوۡفِ وَ اَدَآءٌ اِلَیۡہِ بِاِحۡسَانٍ ؕ ذٰلِکَ تَخۡفِیۡفٌ مِّنۡ رَّبِّکُمۡ وَ رَحۡمَۃٌ ؕ فَمَنِ اعۡتَدٰی بَعۡدَ ذٰلِکَ فَلَہٗ عَذَابٌ اَلِیۡمٌ ﴿۱۷۸﴾
(૧૭૮) અય ઈમાન લાવનારાઓ! કતલની બાબતે કેસાસ (ખૂનના બદલાનો હુકમ) તમારા માટે લખી દેવામાં આવ્યો છે. આઝાદને બદલે આઝાદ, ગુલામને બદલે ગુલામ, સ્ત્રીને બદલે સ્ત્રી. પરંતુ જો કોઇ (કાતિલને) તેના (દીની) ભાઇ તરફથી માફ કરવામાં આવે તો કાતિલે વળતર (દીય્યત) નેકી અને એહસાન સાથે અદા કરવું જોઇએ, આ તમારા પરવરદિગાર તરફથી સુગમતા (છૂટ) અને મહેરબાની છે, ત્યારબાદ જે કોઇ હદ ઓળંગે તેના માટે દુ:ખદાયક અઝાબ છે.
کُتِبَ عَلَیۡکُمۡ اِذَا حَضَرَ اَحَدَکُمُ الۡمَوۡتُ اِنۡ تَرَکَ خَیۡرَۨا ۚۖ الۡوَصِیَّۃُ لِلۡوَالِدَیۡنِ وَ الۡاَقۡرَبِیۡنَ بِالۡمَعۡرُوۡفِ ۚ حَقًّا عَلَی الۡمُتَّقِیۡنَ ﴿۱۸۰﴾ؕ
(૧૮૦) તમારા ઉપર આ (હુકમ) લખી દેવામાં આવ્યો છે કે જ્યારે તમારામાંથી કોઈના મરણનો સમય આવી પહોંચે (અને) જો તે કાંઈ મિલ્કત મૂકી જાય તો પોતાના મા બાપ તથા નિકટના સગાંઓ માટે યોગ્ય વસિયત કરે, પરહેઝગારો પર આ એક જવાબદારી છે.
فَمَنۡ خَافَ مِنۡ مُّوۡصٍ جَنَفًا اَوۡ اِثۡمًا فَاَصۡلَحَ بَیۡنَہُمۡ فَلَاۤ اِثۡمَ عَلَیۡہِ ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۸۲﴾٪
(૧૮૨) પછી જે કોઈને વસિયત કરનાર તરફથી તેની વસિયતમાં કાયદા વિરૂદ્ઘ (હોવા)નો અથવા ગુનાહ થવાનો ભય હોય તેથી જો તેઓ દરમ્યાન સુલેહ કરાવી આપે તો તેના પર કાંઈ ગુનાહ નથી; બેશક અલ્લાહ મોટો માફ કરનાર (અને) દયા કરનાર છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا کُتِبَ عَلَیۡکُمُ الصِّیَامُ کَمَا کُتِبَ عَلَی الَّذِیۡنَ مِنۡ قَبۡلِکُمۡ لَعَلَّکُمۡ تَتَّقُوۡنَ ﴿۱۸۳﴾ۙ
(૧૮૩) અય ઈમાન લાવનારાઓ! તમારા ઉપર રોઝા(નો હુકમ) એવી જ રીતે લખવામાં આવ્યો છે કે જેવી રીતે તમારા પહેલાના લોકો ઉપર લખવામાં આવ્યો હતો, આ એ માટે કે શાયદ તમે પરહેઝગાર બનો :
اَیَّامًا مَّعۡدُوۡدٰتٍ ؕ فَمَنۡ کَانَ مِنۡکُمۡ مَّرِیۡضًا اَوۡ عَلٰی سَفَرٍ فَعِدَّۃٌ مِّنۡ اَیَّامٍ اُخَرَ ؕ وَ عَلَی الَّذِیۡنَ یُطِیۡقُوۡنَہٗ فِدۡیَۃٌ طَعَامُ مِسۡکِیۡنٍ ؕ فَمَنۡ تَطَوَّعَ خَیۡرًا فَہُوَ خَیۡرٌ لَّہٗ ؕ وَ اَنۡ تَصُوۡمُوۡا خَیۡرٌ لَّکُمۡ اِنۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۱۸۴﴾
(૧૮૪) (તે રોઝા અમુક) ગણતરીના દિવસો (પૂરતા છે); પણ તમારામાંથી જે કોઈ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં (છૂટી ગએલા રોઝા રાખીને) ગણતરી પૂરી કરે; અને તે લોકો કે જેઓ (શિદ્દત અને મશક્કતને કારણે) રોઝા રાખી શકતા નથી તેઓ બદલામાં એક મિસ્કીનને ખાવાનું ખવડાવે; પછી જે કોઈ વધુ નેકી કરે તેના માટે વધુ સારૂં છે; પણ જો તમે સમજો તો રોઝા રાખવા એ તમારા માટે બહેતર છે.
شَہۡرُ رَمَضَانَ الَّذِیۡۤ اُنۡزِلَ فِیۡہِ الۡقُرۡاٰنُ ہُدًی لِّلنَّاسِ وَ بَیِّنٰتٍ مِّنَ الۡہُدٰی وَ الۡفُرۡقَانِ ۚ فَمَنۡ شَہِدَ مِنۡکُمُ الشَّہۡرَ فَلۡیَصُمۡہُ ؕ وَ مَنۡ کَانَ مَرِیۡضًا اَوۡ عَلٰی سَفَرٍ فَعِدَّۃٌ مِّنۡ اَیَّامٍ اُخَرَ ؕ یُرِیۡدُ اللّٰہُ بِکُمُ الۡیُسۡرَ وَ لَا یُرِیۡدُ بِکُمُ الۡعُسۡرَ ۫ وَ لِتُکۡمِلُوا الۡعِدَّۃَ وَ لِتُکَبِّرُوا اللّٰہَ عَلٰی مَا ہَدٰىکُمۡ وَ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۱۸۵﴾
(૧૮૫) રમઝાનનો મહિનો (કે) જેમાં આ કુરઆન નાઝિલ કરવામાં આવ્યું જે લોકો માટે હિદાયત છે, હિદાયતની રોશન દલીલો તથા હકને બાતિલથી જૂદુ પાડનાર છે. માટે તમારામાંથી જે કોઈ આ મહિનામાં (વતનમાં) હાજર હોય તેણે રોઝા રાખવા જોઈએ; અને જે શખ્સ બીમાર અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં (કઝા) રોઝા રાખીને તેની ગણતરી પૂરી કરે, અલ્લાહ તમારા માટે આસાની ઈચ્છે છે અને સખ્તાઈ ઈચ્છતો નથી, (કઝા રોઝા) ગણતરી પૂરી કરવા માટે છે, અને તમને હિદાયત કરી છે તે માટે અલ્લાહની મહાનતા વર્ણવતા રહો, અને કદાચને તમે શુક્ર કરનારા બનો.
وَ اِذَا سَاَلَکَ عِبَادِیۡ عَنِّیۡ فَاِنِّیۡ قَرِیۡبٌ ؕ اُجِیۡبُ دَعۡوَۃَ الدَّاعِ اِذَا دَعَانِ ۙ فَلۡیَسۡتَجِیۡبُوۡا لِیۡ وَ لۡیُؤۡمِنُوۡا بِیۡ لَعَلَّہُمۡ یَرۡشُدُوۡنَ ﴿۱۸۶﴾
(૧૮૬) અને જ્યારે મારો બંદો તને મારા વિશે પૂછે તો (કહે કે) બેશક હું (તેની) પાસે જ છું, જ્યારે મારી (પાસે) દુઆ માંગે છે ત્યારે હું તેની દુઆ કબૂલ કરૂં છું, માટે તે લોકોને જોઈએ કે મારા પર ઈમાન લાવે કે જેથી તેઓ હિદાયત પામે.
اُحِلَّ لَکُمۡ لَیۡلَۃَ الصِّیَامِ الرَّفَثُ اِلٰی نِسَآئِکُمۡ ؕ ہُنَّ لِبَاسٌ لَّکُمۡ وَ اَنۡتُمۡ لِبَاسٌ لَّہُنَّ ؕ عَلِمَ اللّٰہُ اَنَّکُمۡ کُنۡتُمۡ تَخۡتَانُوۡنَ اَنۡفُسَکُمۡ فَتَابَ عَلَیۡکُمۡ وَ عَفَا عَنۡکُمۡ ۚ فَالۡـٰٔنَ بَاشِرُوۡہُنَّ وَ ابۡتَغُوۡا مَا کَتَبَ اللّٰہُ لَکُمۡ ۪ وَ کُلُوۡا وَ اشۡرَبُوۡا حَتّٰی یَتَبَیَّنَ لَکُمُ الۡخَیۡطُ الۡاَبۡیَضُ مِنَ الۡخَیۡطِ الۡاَسۡوَدِ مِنَ الۡفَجۡرِ۪ ثُمَّ اَتِمُّوا الصِّیَامَ اِلَی الَّیۡلِ ۚ وَ لَا تُبَاشِرُوۡہُنَّ وَ اَنۡتُمۡ عٰکِفُوۡنَ ۙ فِی الۡمَسٰجِدِ ؕ تِلۡکَ حُدُوۡدُ اللّٰہِ فَلَا تَقۡرَبُوۡہَا ؕ کَذٰلِکَ یُبَیِّنُ اللّٰہُ اٰیٰتِہٖ لِلنَّاسِ لَعَلَّہُمۡ یَتَّقُوۡنَ ﴿۱۸۷﴾
(૧૮૭) રોઝાની રાતે સ્ત્રી સાથે (શારીરિક) સંબંધ બાંધવો હલાલ કર્યો. તેણી તમારો લિબાસ છે, તમે તેણીનો લિબાસ છો. અલ્લાહ જાણતો હતો તમે પોતાની જાત સાથે (સંબંધ બાંધવાના હુકમ બાબતે) ખયાનત કરતા હતા માટે તમને (આ હુકમથી) માફ કર્યા અને દરગુજર કરી માટે હવે તમે તેણીઓ સાથે (રોઝાની રાતે શારીરિક) સંબંધ બાંધો. અલ્લાહે તમારા માટે જે મુકદ્દર કરેલ છે તે હાંસિલ કરો, ખાઓ પીવો ત્યાં સુધી કે સવારનું અંજવાળુ રાતના અંધકારથી જુદુ દેખાઇ આવે. પછી રાતની શરૂઆતમાં રોઝો પૂરો કરો અને જ્યારે મસ્જિદમાં એઅતેકાફની હાલતમાં હોવ ત્યારે તેણીઓ સાથે (શારીરિક) સંબંધ ન બાંધો. આ અલ્લાહની નક્કી કરેલી હદો છે, તેની નજીક પણ જશો નહી; આવી રીતે અલ્લાહ પોતાના હુકમો લોકો માટે રોશન બયાન કરે છે કે જેથી તેઓ પરહેઝગાર બને.
وَ لَا تَاۡکُلُوۡۤا اَمۡوَالَکُمۡ بَیۡنَکُمۡ بِالۡبَاطِلِ وَ تُدۡلُوۡا بِہَاۤ اِلَی الۡحُکَّامِ لِتَاۡکُلُوۡا فَرِیۡقًا مِّنۡ اَمۡوَالِ النَّاسِ بِالۡاِثۡمِ وَ اَنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۱۸۸﴾٪
(૧૮૮) અને એક બીજાનો માલ નાહક રીતે ખાઈ ન જાઓે તેમજ તેને લગતી તકરાર હાકિમો પાસે એ માટે ન લઈ જાઓે કે રિશવત દઇ નાહક રીતે જાણી જોઈને લોકોના માલમાંથી કાંઇક ખાઈ જાઓ.
یَسۡـَٔلُوۡنَکَ عَنِ الۡاَہِلَّۃِ ؕ قُلۡ ہِیَ مَوَاقِیۡتُ لِلنَّاسِ وَ الۡحَجِّ ؕ وَ لَیۡسَ الۡبِرُّ بِاَنۡ تَاۡتُوا الۡبُیُوۡتَ مِنۡ ظُہُوۡرِہَا وَ لٰکِنَّ الۡبِرَّ مَنِ اتَّقٰیۚ وَ اۡتُوا الۡبُیُوۡتَ مِنۡ اَبۡوَابِہَا ۪ وَ اتَّقُوا اللّٰہَ لَعَلَّکُمۡ تُفۡلِحُوۡنَ ﴿۱۸۹﴾
(૧૮૯) (લોકો) ચાંદ રાત બાબતે પૂછે છે કહે તે લોકો(ની વ્યવસ્થા) અને હજનો સમય નક્કી કરવા માટે છે; અને તમારા મકાનોમાં પાછળ (ના ભાગે)થી દાખલ થવું એ નેકી નથી પણ નેકી તો એ છે કે પરહેઝગાર બનો અને મકાનોમાં તેમના દરવાજાઓમાંથી દાખલ થાઓ અને અલ્લાહથી ડરતા રહો જેથી તમે કામ્યાબ થાઓ.
وَ اقۡتُلُوۡہُمۡ حَیۡثُ ثَقِفۡتُمُوۡہُمۡ وَ اَخۡرِجُوۡہُمۡ مِّنۡ حَیۡثُ اَخۡرَجُوۡکُمۡ وَ الۡفِتۡنَۃُ اَشَدُّ مِنَ الۡقَتۡلِ ۚ وَ لَا تُقٰتِلُوۡہُمۡ عِنۡدَ الۡمَسۡجِدِ الۡحَرَامِ حَتّٰی یُقٰتِلُوۡکُمۡ فِیۡہِ ۚ فَاِنۡ قٰتَلُوۡکُمۡ فَاقۡتُلُوۡہُمۡ ؕ کَذٰلِکَ جَزَآءُ الۡکٰفِرِیۡنَ ﴿۱۹۱﴾
(૧૯૧) અને જયાં તમને તેઓ મળે ત્યાં તેમને કતલ કરો અને જ્યાંથી તમને તેઓએ કાઢી મૂકયા હતા ત્યાંથી તમો પણ તેમને કાઢી મૂકો અને ફસાદ કતલ કરતાં વધુ સખત (ખરાબ) છે, અને મસ્જિદુલ હરામ પાસે તેમની સાથે લડો નહિ, જ્યાં સુધી તેઓ તમારી સાથે એ સ્થળે લડે નહિ. પણ જો તેઓ તમારી સાથે લડે તો તમે પણ તેઓ સાથે લડાઇ કરો; નાસ્તિકોની એ જ સજા છે.
وَ قٰتِلُوۡہُمۡ حَتّٰی لَا تَکُوۡنَ فِتۡنَۃٌ وَّ یَکُوۡنَ الدِّیۡنُ لِلّٰہِ ؕ فَاِنِ انۡتَہَوۡا فَلَا عُدۡوَانَ اِلَّا عَلَی الظّٰلِمِیۡنَ ﴿۱۹۳﴾
(૧૯૩) અને તેમની સાથે એટલી હદ સુધી લડો કે ફિત્નો બાકી રહેવા ન પામે અને દીન માત્ર અલ્લાહનો જ થઈને રહે; પછી જો તેઓ અટકી જાય તો (તમે પણ અટકાઇ જાવ કારણકે) ઝાલિમો સિવાય બીજા કોઈ ઉપર હુમલો કરવો યોગ્ય નથી.
اَلشَّہۡرُ الۡحَرَامُ بِالشَّہۡرِ الۡحَرَامِ وَ الۡحُرُمٰتُ قِصَاصٌ ؕ فَمَنِ اعۡتَدٰی عَلَیۡکُمۡ فَاعۡتَدُوۡا عَلَیۡہِ بِمِثۡلِ مَا اعۡتَدٰی عَلَیۡکُمۡ ۪ وَ اتَّقُوا اللّٰہَ وَ اعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ مَعَ الۡمُتَّقِیۡنَ ﴿۱۹۴﴾
(૧૯૪) હુરમતવાળા મહિનાનો જવાબ હુરમતવાળો મહિનો છે. દરેક હુરમતવાળી (ચીઝ)નો કેસાસ છે. પછી જો કોઇ તમારા ઉપર ઝુલ્મ કરે તો તમે (પણ) ઝુલ્મનો તેવો જ જવાબ આપો (તેમાં) અલ્લાહથી ડરતા રહો અને જાણો કે બેશક અલ્લાહ પરહેઝગારોની સાથે છે.
وَ اَتِمُّوا الۡحَجَّ وَ الۡعُمۡرَۃَ لِلّٰہِ ؕ فَاِنۡ اُحۡصِرۡتُمۡ فَمَا اسۡتَیۡسَرَ مِنَ الۡہَدۡیِ ۚ وَ لَا تَحۡلِقُوۡا رُءُوۡسَکُمۡ حَتّٰی یَبۡلُغَ الۡہَدۡیُ مَحِلَّہٗ ؕ فَمَنۡ کَانَ مِنۡکُمۡ مَّرِیۡضًا اَوۡ بِہٖۤ اَذًی مِّنۡ رَّاۡسِہٖ فَفِدۡیَۃٌ مِّنۡ صِیَامٍ اَوۡ صَدَقَۃٍ اَوۡ نُسُکٍ ۚ فَاِذَاۤ اَمِنۡتُمۡ ٝ فَمَنۡ تَمَتَّعَ بِالۡعُمۡرَۃِ اِلَی الۡحَجِّ فَمَا اسۡتَیۡسَرَ مِنَ الۡہَدۡیِ ۚ فَمَنۡ لَّمۡ یَجِدۡ فَصِیَامُ ثَلٰثَۃِ اَیَّامٍ فِی الۡحَجِّ وَ سَبۡعَۃٍ اِذَا رَجَعۡتُمۡ ؕ تِلۡکَ عَشَرَۃٌ کَامِلَۃٌ ؕ ذٰلِکَ لِمَنۡ لَّمۡ یَکُنۡ اَہۡلُہٗ حَاضِرِی الۡمَسۡجِدِ الۡحَرَامِ ؕ وَ اتَّقُوا اللّٰہَ وَ اعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ شَدِیۡدُ الۡعِقَابِ ﴿۱۹۶﴾٪
(૧૯૬) અને ખાસ અલ્લાહના માટે હજ તથા ઉમરા પૂરા કરો; પણ જો તમે ઘેરાઇ જાવ તો જે પણ કુરબાની (નું પ્રાણી) મળી આવે (તેની કુરબાની આપો) અને જ્યાં સુધી (તે) કુરબાની તેના હલાલ થવાના સ્થાને પહોંચી ન જાય (ત્યાં સુધી) તમારા માથા મૂંડાવો નહિ; પછી જે કોઈ તમારામાંથી બીમાર હોય અથવા તેના માથામાં કોઈ પ્રકારની તકલીફ હોય તો (મૂંડાવે) તેનો કફફારો રોઝા અથવા સદકા અથવા કુરબાની છે, પછી જ્યારે તમે (બીમારી વગેરેથી) નિર્ભય થઈ જાઓ ત્યારે જે ઉમરાએ તમત્તોઅ સાથે હજ કરે તે શક્ય બને તેની કુરબાની કરે, પણ જેને કાંઈ જ ન મળી શકે તે હજના દિવસોમાં ત્રણ રોઝા રાખે અને જ્યારે તમે પાછા (સ્વદેશ) આવી જાઓ ત્યારે (બીજા) સાત દિવસના (રોઝા રાખો); એ સર્વે મળી પૂરા દસ રોઝા થયા; આ (હુકમ) તેના માટે છે જે મક્કાનો રહેવાસી ન હોય; અને અલ્લાહથી ડરતા રહો અને જાણો કે અલ્લાહ સખત અઝાબ આપનાર છે.
اَلۡحَجُّ اَشۡہُرٌ مَّعۡلُوۡمٰتٌ ۚ فَمَنۡ فَرَضَ فِیۡہِنَّ الۡحَجَّ فَلَا رَفَثَ وَ لَا فُسُوۡقَ ۙ وَ لَا جِدَالَ فِی الۡحَجِّ ؕ وَ مَا تَفۡعَلُوۡا مِنۡ خَیۡرٍ یَّعۡلَمۡہُ اللّٰہُ ؕؔ وَ تَزَوَّدُوۡا فَاِنَّ خَیۡرَ الزَّادِ التَّقۡوٰی ۫ وَ اتَّقُوۡنِ یٰۤاُولِی الۡاَلۡبَابِ ﴿۱۹۷﴾
(૧૯૭) હજના મહિનાઓ જાણીતા છે, માટે જે કોઈ તેમાં હજનો ઈરાદો કરે તો તે હજ (ની મુદ્દત)માં ન સમાગમ કરે, ન બદકારી કરે, ન વાદ-વિવાદ કરે; અને જે નેકી તમે કરશો તેનાથી અલ્લાહ વાકેફ છે; અને રસ્તાનું ભાથું સાથે લઈ લો, જો કે ઉત્તમ ભાથું તો પરહેઝગારી છે, અને અય અક્કલમંદો! મારાથી ડરતા રહો!
لَیۡسَ عَلَیۡکُمۡ جُنَاحٌ اَنۡ تَبۡتَغُوۡا فَضۡلًا مِّنۡ رَّبِّکُمۡ ؕ فَاِذَاۤ اَفَضۡتُمۡ مِّنۡ عَرَفٰتٍ فَاذۡکُرُوا اللّٰہَ عِنۡدَ الۡمَشۡعَرِ الۡحَرَامِ ۪ وَ اذۡکُرُوۡہُ کَمَا ہَدٰىکُمۡ ۚ وَ اِنۡ کُنۡتُمۡ مِّنۡ قَبۡلِہٖ لَمِنَ الضَّآلِّیۡنَ ﴿۱۹۸﴾
(૧૯૮) તમારા ઉપર કોઇ ગુનાહ નથી કે તમે તમારા પરવરદિગાર પાસે ફઝલો કરમ માંગો; પછી જ્યારે તમે અરફાતથી રવાના થાવ ત્યારે મશ્અરૂલ હરામ પાસે અલ્લાહને યાદ કરો, જેવી રીતે તમને હિદાયત કરી છે યાદ કરો અને ખરે જ તમે આ પહેલાં ગુમરાહોમાંથી હતા.
فَاِذَا قَضَیۡتُمۡ مَّنَاسِکَکُمۡ فَاذۡکُرُوا اللّٰہَ کَذِکۡرِکُمۡ اٰبَآءَکُمۡ اَوۡ اَشَدَّ ذِکۡرًا ؕ فَمِنَ النَّاسِ مَنۡ یَّقُوۡلُ رَبَّنَاۤ اٰتِنَا فِی الدُّنۡیَا وَ مَا لَہٗ فِی الۡاٰخِرَۃِ مِنۡ خَلَاقٍ ﴿۲۰۰﴾
(૨૦૦) પછી જ્યારે તમે હજથી ફારીગ થઇ જાઓે ત્યારે અલ્લાહને એવી રીતે યાદ કરો કે જેવી રીતે તમારા બાપદાદાઓને યાદ કરો છો, બલ્કે તે કરતાંય વધારે; અને લોકોમાંથી અમુક એવા છે કે જેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર! અમને દુનિયામાં નેકી અતા કર, એવા (લોકો) માટે આખેરતમાં કાંઈ હિસ્સો નથી.
وَ اذۡکُرُوا اللّٰہَ فِیۡۤ اَیَّامٍ مَّعۡدُوۡدٰتٍ ؕ فَمَنۡ تَعَجَّلَ فِیۡ یَوۡمَیۡنِ فَلَاۤ اِثۡمَ عَلَیۡہِ ۚ وَ مَنۡ تَاَخَّرَ فَلَاۤ اِثۡمَ عَلَیۡہِ ۙ لِمَنِ اتَّقٰی ؕ وَ اتَّقُوا اللّٰہَ وَ اعۡلَمُوۡۤا اَنَّکُمۡ اِلَیۡہِ تُحۡشَرُوۡنَ ﴿۲۰۳﴾
(૨૦૩) અને ગણત્રી કરેલા દિવસોમાં અલ્લાહનો ઝિક્ર કરતા રહો; પછી જો કોઈ બે દિવસમાં જ જવા માટે જલ્દી કરે તો તેના માથે કાંઇ ગુનાહ નથી, અને જે કોઈ જવામાં મોડું કરે, તકવા ઇખ્તિયાર કરે તેના માથે પણ કાંઇ ગુનાહ નથી અને તમે અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે તમો તેની હજુરમાં જરૂર મહેશૂર કરવામાં આવશો.
وَ مِنَ النَّاسِ مَنۡ یُّعۡجِبُکَ قَوۡلُہٗ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا وَ یُشۡہِدُ اللّٰہَ عَلٰی مَا فِیۡ قَلۡبِہٖ ۙ وَ ہُوَ اَلَدُّ الۡخِصَامِ ﴿۲۰۴﴾
(૨૦૪) અને લોકોમાંથી એવા પણ છે કે જેની દુન્યવી જીવનને લગતી વાતો તને ભલી લાગે છે તથા જે તેના દિલોમાં છે તેના પર પણ અલ્લાહને તે ગવાહ બનાવે છે, જો કે તે એક હઠીલો દુશ્મન છે.
وَ اِذَا قِیۡلَ لَہُ اتَّقِ اللّٰہَ اَخَذَتۡہُ الۡعِزَّۃُ بِالۡاِثۡمِ فَحَسۡبُہٗ جَہَنَّمُ ؕ وَ لَبِئۡسَ الۡمِہَادُ ﴿۲۰۶﴾
(૨૦૬) અને જ્યારે તેને કહેવામાં આવે છે કે તું અલ્લાહથી ડર. ત્યારે તેની હઠ તેને વધુ ગુનાહ કરવાની પ્રેરણા આપે છે. તેથી તેના માટે જહન્નમ પૂરતી છે; અને ખરેજ તે કેવુ બૂરૂં રહેઠાણ છે!
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوا ادۡخُلُوۡا فِی السِّلۡمِ کَآفَّۃً ۪ وَ لَا تَتَّبِعُوۡا خُطُوٰتِ الشَّیۡطٰنِ ؕ اِنَّہٗ لَکُمۡ عَدُوٌّ مُّبِیۡنٌ ﴿۲۰۸﴾
(૨૦૮) અય ઈમાન લાવનારાઓ! તમે સધળા એકી સાથે (મતભેદ વગર મુક્કમલ રીતે) ઈસ્લામમાં દાખલ થાઓ, અને શેતાનના પગલે ચાલો નહિ; બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.
ہَلۡ یَنۡظُرُوۡنَ اِلَّاۤ اَنۡ یَّاۡتِیَہُمُ اللّٰہُ فِیۡ ظُلَلٍ مِّنَ الۡغَمَامِ وَ الۡمَلٰٓئِکَۃُ وَ قُضِیَ الۡاَمۡرُ ؕ وَ اِلَی اللّٰہِ تُرۡجَعُ الۡاُمُوۡرُ ﴿۲۱۰﴾٪
(૨૧૦) શું (આ રોશન બયાન પછી પણ) તેઓ એ વાતનો ઇન્તેઝાર કરે છે કે વાદળાઓના છાયાની પાછળ અલ્લાહ(નો અઝાબ) કે ફરિશ્તાઓ આવી જાય જેથી દરેક કાર્યનો ફેસલો થઇ જાય? દરેક કાર્યો અલ્લાહની જ તરફ રજૂ થવાના છે.
سَلۡ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ کَمۡ اٰتَیۡنٰہُمۡ مِّنۡ اٰیَۃٍۭ بَیِّنَۃٍ ؕ وَ مَنۡ یُّبَدِّلۡ نِعۡمَۃَ اللّٰہِ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡہُ فَاِنَّ اللّٰہَ شَدِیۡدُ الۡعِقَابِ ﴿۲۱۱﴾
(૨૧૧) બની ઈસરાઈલને પૂછો કે ‘અમોએ તેમને કેટલી બધી વાઝેહ નિશાનીઓ આપી હતી?’ જો કોઈ અલ્લાહે આપેલી નેઅમતને તેની પાસે આવ્યા પછી બદલી નાખે (એટલે દુરૂપયોગ કરે) તો ખરેખર અલ્લાહ અઝાબ આપવામાં ધણો જ સખત છે.
زُیِّنَ لِلَّذِیۡنَ کَفَرُوا الۡحَیٰوۃُ الدُّنۡیَا وَ یَسۡخَرُوۡنَ مِنَ الَّذِیۡنَ اٰمَنُوۡا ۘ وَ الَّذِیۡنَ اتَّقَوۡا فَوۡقَہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ وَ اللّٰہُ یَرۡزُقُ مَنۡ یَّشَآءُ بِغَیۡرِ حِسَابٍ ﴿۲۱۲﴾
(૨૧૨) દુનિયાની ઝિંદગી નાસ્તિકો માટે સુશોભિત બનાવવામાં આવી છે માટે તેઓ ઈમાન લાવનારાઓની મશ્કરી કરે છે; જો કે પરહેઝગારો(નો દરજ્જો) કયામતમાં તેઓ કરતા બલંદ હશે અને અલ્લાહ જેને ચાહે છે તેને બે હિસાબ રોજી અતા કરે છે.
کَانَ النَّاسُ اُمَّۃً وَّاحِدَۃً ۟ فَبَعَثَ اللّٰہُ النَّبِیّٖنَ مُبَشِّرِیۡنَ وَ مُنۡذِرِیۡنَ ۪ وَ اَنۡزَلَ مَعَہُمُ الۡکِتٰبَ بِالۡحَقِّ لِیَحۡکُمَ بَیۡنَ النَّاسِ فِیۡمَا اخۡتَلَفُوۡا فِیۡہِ ؕ وَ مَا اخۡتَلَفَ فِیۡہِ اِلَّا الَّذِیۡنَ اُوۡتُوۡہُ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡہُمُ الۡبَیِّنٰتُ بَغۡیًۢا بَیۡنَہُمۡ ۚ فَہَدَی اللّٰہُ الَّذِیۡنَ اٰمَنُوۡا لِمَا اخۡتَلَفُوۡا فِیۡہِ مِنَ الۡحَقِّ بِاِذۡنِہٖ ؕ وَ اللّٰہُ یَہۡدِیۡ مَنۡ یَّشَآءُ اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۲۱۳﴾
(૨૧૩) સધળા લોકો (નબીઓની બેઅસત પહેલા) એક જ ઉમ્મત હતા; પછી અલ્લાહે ખુશખબર આપનારા તથા ડરાવનારા નબીઓ મોકલ્યા, તથા તેમની સાથે હક કિતાબ (પણ) મોકલી કે તે લોકો વચ્ચે ઇખ્તેલાફી બાબતે ફેસલો કરે; અને તેમાં અહલે કિતાબ સિવાય બીજા કોઇએ ઇખ્તેલાફ કર્યો નહીં (અને તે પણ) વાઝેહ દલીલો તેમની પાસે આવી ગયા પછી અને તેનું કારણ આપસની દુશ્મની અને ઇર્ષા હતી. પછી અલ્લાહે ઈમાન લાવનારાઓને પોતાના હુકમથી ઇખ્તેલાફી (મતભેદવાળી) બાબતની હકીકત તરફ હિદાયત કરી અને અલ્લાહ જેને ચાહે છે તેને સેરાતે મુસ્તકીમ તરફ હિદાયત કરે છે.
اَمۡ حَسِبۡتُمۡ اَنۡ تَدۡخُلُوا الۡجَنَّۃَ وَ لَمَّا یَاۡتِکُمۡ مَّثَلُ الَّذِیۡنَ خَلَوۡا مِنۡ قَبۡلِکُمۡ ؕ مَسَّتۡہُمُ الۡبَاۡسَآءُ وَ الضَّرَّآءُ وَ زُلۡزِلُوۡا حَتّٰی یَقُوۡلَ الرَّسُوۡلُ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا مَعَہٗ مَتٰی نَصۡرُ اللّٰہِ ؕ اَلَاۤ اِنَّ نَصۡرَ اللّٰہِ قَرِیۡبٌ ﴿۲۱۴﴾
(૨૧૪) શું તમોએ એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં દાખલ થઇ જશો જ્યારે કે હજુ સુધી તમારા સામે એવા બનાવ નથી આવ્યા જેવા તમારી પહેલાની ઉમ્મત સામે આવી ચૂક્યા છે? તેમના પર (પરીક્ષાના કારણે એવી) સખ્તાઈ તથા દુ:ખ આવી પડ્યાં અને તેઓ ડગમગી ગયા, ત્યાં સુધી કે રસૂલ તથા તેની સાથે ઈમાન લાવનારાઓ બોલી ઉઠ્યા કે ‘અલ્લાહની મદદ ક્યારે આવશે?’ જાણી લ્યો કે અલ્લાહની મદદ નજદીક છે.
یَسۡـَٔلُوۡنَکَ مَا ذَا یُنۡفِقُوۡنَ ۬ؕ قُلۡ مَاۤ اَنۡفَقۡتُمۡ مِّنۡ خَیۡرٍ فَلِلۡوَالِدَیۡنِ وَ الۡاَقۡرَبِیۡنَ وَ الۡیَتٰمٰی وَ الۡمَسٰکِیۡنِ وَ ابۡنِالسَّبِیۡلِ ؕ وَ مَا تَفۡعَلُوۡا مِنۡ خَیۡرٍ فَاِنَّ اللّٰہَ بِہٖ عَلِیۡمٌ ﴿۲۱۵﴾
(૨૧૫) લોકો તને પૂછે છે કે તેઓ (રાહે ખુદામાં) શું (અને કોના માટે) ઇન્ફાક (ખર્ચ) કરે ? તું કહે કે તમે જે કાંઈ ઇન્ફાક (ખર્ચ) કરો તે માં બાપ માટે તથા અતિનિકટના સગાં વહાલાંઓ, યતીમો, મોહતાજો અને મોહતાજ મુસાફરો માટે હોવો જોઈએ; અને જે (પણ) નેકી તમે કરો છો બેશક તેને અલ્લાહ સારી રીતે જાણે છે.
کُتِبَ عَلَیۡکُمُ الۡقِتَالُ وَ ہُوَ کُرۡہٌ لَّکُمۡ ۚ وَ عَسٰۤی اَنۡ تَکۡرَہُوۡا شَیۡئًا وَّ ہُوَ خَیۡرٌ لَّکُمۡ ۚ وَ عَسٰۤی اَنۡ تُحِبُّوۡا شَیۡئًا وَّ ہُوَ شَرٌّ لَّکُمۡ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ وَ اَنۡتُمۡ لَا تَعۡلَمُوۡنَ ﴿۲۱۶﴾٪
(૨૧૬) તમારા ઉપર જેહાદ વાજિબ કરવામાં આવ્યું છે. જો કે તે તમને નાપસંદ છે, પણ શકય છે તમને એક વસ્તુ નાપસંદ હોય, પરંતુ તે તમારા માટે સારી હોય, અને (બીજી) એક વસ્તુ તમે પસંદ કરો (પણ) તે તમારા માટે ખરાબ હોય; અને અલ્લાહ (તમારી ભલાઇ) જાણે છે પણ તમે જાણતા નથી.
یَسۡـَٔلُوۡنَکَ عَنِ الشَّہۡرِ الۡحَرَامِ قِتَالٍ فِیۡہِ ؕ قُلۡ قِتَالٌ فِیۡہِ کَبِیۡرٌ ؕ وَ صَدٌّ عَنۡ سَبِیۡلِ اللّٰہِ وَ کُفۡرٌۢ بِہٖ وَ الۡمَسۡجِدِ الۡحَرَامِ ٭ وَ اِخۡرَاجُ اَہۡلِہٖ مِنۡہُ اَکۡبَرُ عِنۡدَ اللّٰہِ ۚ وَ الۡفِتۡنَۃُ اَکۡبَرُ مِنَ الۡقَتۡلِ ؕ وَ لَا یَزَالُوۡنَ یُقَاتِلُوۡنَکُمۡ حَتّٰی یَرُدُّوۡکُمۡ عَنۡ دِیۡنِکُمۡ اِنِ اسۡتَطَاعُوۡا ؕ وَ مَنۡ یَّرۡتَدِدۡ مِنۡکُمۡ عَنۡ دِیۡنِہٖ فَیَمُتۡ وَ ہُوَ کَافِرٌ فَاُولٰٓئِکَ حَبِطَتۡ اَعۡمَالُہُمۡ فِی الدُّنۡیَا وَ الۡاٰخِرَۃِ ۚ وَ اُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۲۱۷﴾
(૨૧૭) (લોકો) તને મોહતરમ મહિનાઓમાં જેહાદ કરવા સબંધી પૂછે છે; કહે કે તેમાં જેહાદ કરવી (એ ગુનાહે) કબીરા છે; તેમજ (લોકોને) અલ્લાહની રાહથી રોકવા તથા (પોતે પણ) અલ્લાહનો ઈન્કાર કરવો અને મસ્જિદુલ હરામથી લોકોને અટકાવવા અને તેમાંથી તેના રહેવાસીઓને કાઢી મૂકવા (તે) અલ્લાહની નઝદીક (હુરમતવાળા મહિનામાં લડાઇ કરવાથી પણ વધારે) ગંભીર (ગુનોહ) છે અને ફિત્નો કત્લ કરતાંય વધારે ગંભીર (ગુનાહ) છે. અને તે (મુશ્રીકો) તમારાથી સતત લડ્યા કરશે એટલે સુધી કે જો તેમનું ચાલે તો તેઓ તમને તમારા દીનથી ફેરવી નાખે; અને જો તમારામાંથી કોઇ પોતાના દીનથી ફરી જાય અને કુફ્રની હાલતમાં મરી જાય તો તેવા લોકોના (નેક) આમાલ દુનિયા અને આખેરતમાં બરબાદ થઈ જશે, અને તેઓ જહન્નમીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.
اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ الَّذِیۡنَ ہَاجَرُوۡا وَ جٰہَدُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ ۙ اُولٰٓئِکَ یَرۡجُوۡنَ رَحۡمَتَ اللّٰہِ ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۲۱۸﴾
(૨૧૮) બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા જેમણે હિજરત કરી અને અલ્લાહની રાહમાં જેહાદ કરી, તેઓ અલ્લાહની રહેમતના ઉમેદવાર છે; અને અલ્લાહ બક્ષવાવાળો અને મહેરબાન છે.
یَسۡـَٔلُوۡنَکَ عَنِ الۡخَمۡرِ وَ الۡمَیۡسِرِؕ قُلۡ فِیۡہِمَاۤ اِثۡمٌ کَبِیۡرٌ وَّ مَنَافِعُ لِلنَّاسِ ۫ وَ اِثۡمُہُمَاۤ اَکۡبَرُ مِنۡ نَّفۡعِہِمَا ؕ وَ یَسۡـَٔلُوۡنَکَ مَا ذَا یُنۡفِقُوۡنَ ۬ؕ قُلِ الۡعَفۡوَؕ کَذٰلِکَ یُبَیِّنُ اللّٰہُ لَکُمُ الۡاٰیٰتِ لَعَلَّکُمۡ تَتَفَکَّرُوۡنَ ﴿۲۱۹﴾ۙ
(૨૧૯) લોકો તને દારૂ તથા જુગાર સબંધી પૂછે છે; કહે કે એ બંને મોટા ગુનાહ છે અને લોકો માટે (તેમાં અમુક દુન્યવી) ફાયદાઓ પણ છે; (પરંતુ) બંનેની સરખામણીમાં (દુન્યવી) ફાયદા કરતા ગુનાહ(નું નુકસાન) વધારે છે; અને તેઓ તને પૂછે છે કે અલ્લાહની રાહમાં તેઓ શું ખર્ચ કરે? કહે કે જે કાંઇ જરૂરત ઉપરાંત બાકી રહે; આવી રીતે અલ્લાહ તમારા માટે (પોતાના) હુકમો વાઝેહ કરીને બયાન કરે છે કે જેથી તમે મનન કરો:
فِی الدُّنۡیَا وَ الۡاٰخِرَۃِ ؕ وَ یَسۡـَٔلُوۡنَکَ عَنِ الۡیَتٰمٰی ؕ قُلۡ اِصۡلَاحٌ لَّہُمۡ خَیۡرٌ ؕ وَ اِنۡ تُخَالِطُوۡہُمۡ فَاِخۡوَانُکُمۡ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ الۡمُفۡسِدَ مِنَ الۡمُصۡلِحِ ؕ وَ لَوۡ شَآءَ اللّٰہُ لَاَعۡنَتَکُمۡ ؕ اِنَّ اللّٰہَ عَزِیۡزٌ حَکِیۡمٌ ﴿۲۲۰﴾
(૨૨૦) દુનિયા તથા આખેરત બાબતે (મનન કરો) અને તેઓ તને યતીમો સબંધી પૂછે છે; કહે કે તેમની હાલત સુધારવી નેક કામ છે; અને જો તમે તેમના સાથે હળીમળીને રહો તો તેઓ તમારા ભાઇઓ છે; અને અલ્લાહ ફસાદ કરનાર અને સુઘારણા કરનારને જાણે છે; અને જો અલ્લાહ ચાહતે તો તમને (સરપરસ્તી સાથે યતીમોની મિલ્કત જુદી રાખવાનો હુકમ આપી) મુસીબતમાં નાખી દેતે; બેશક અલ્લાહ જબરદસ્ત હિકમતવાળો છે.
وَ لَا تَنۡکِحُوا الۡمُشۡرِکٰتِ حَتّٰی یُؤۡمِنَّ ؕ وَ لَاَمَۃٌ مُّؤۡمِنَۃٌ خَیۡرٌ مِّنۡ مُّشۡرِکَۃٍ وَّ لَوۡ اَعۡجَبَتۡکُمۡ ۚ وَ لَا تُنۡکِحُوا الۡمُشۡرِکِیۡنَ حَتّٰی یُؤۡمِنُوۡا ؕ وَ لَعَبۡدٌ مُّؤۡمِنٌ خَیۡرٌ مِّنۡ مُّشۡرِکٍ وَّ لَوۡ اَعۡجَبَکُمۡ ؕ اُولٰٓئِکَ یَدۡعُوۡنَ اِلَی النَّارِ ۚۖ وَ اللّٰہُ یَدۡعُوۡۤا اِلَی الۡجَنَّۃِ وَ الۡمَغۡفِرَۃِ بِاِذۡنِہٖ ۚ وَ یُبَیِّنُ اٰیٰتِہٖ لِلنَّاسِ لَعَلَّہُمۡ یَتَذَکَّرُوۡنَ ﴿۲۲۱﴾٪
(૨૨૧) અને મુશરિક ઔરતો ઈમાન લાવે નહિ ત્યાં સુધી તેમની સાથે નિકાહ કરો નહિ; કારણકે એક ઈમાનવાળી કનીઝ મુશરિક ઔરત કરતાં બેહતર છે પછી ભલેને તે (મુશરિક) ઔરત ગમે તેટલી પણ તમને સારી કેમ ન લાગતી હોય? અને મુશરિકો જયાં સુધી ઈમાન લાવે નહિ ત્યાં સુધી (મુસ્લિમ ઔરતો) તેમના નિકાહમાં તમે ન આપો; અને કારણકે એક મોમીન ગુલામ મુશરિક કરતાં બેહતર છે. પછી ભલેને તે (મુશરિક ગમે તેટલો) તમને સારો કેમ ન લાગતો હોય; તેઓ (મુશરિકો) તમને (જહન્નમની) આગ તરફ બોલાવે છે, અને અલ્લાહ પોતાના હુકમથી જન્નત અને મગફેરત તરફ બોલાવે છે, અને લોકો માટે પોતાના હુકમો વાઝેહ કરી બયાન કરે છે કે જેથી તેઓ નસીહત હાંસિલ કરે.
وَ یَسۡـَٔلُوۡنَکَ عَنِ الۡمَحِیۡضِ ؕ قُلۡ ہُوَ اَذًی ۙ فَاعۡتَزِلُوا النِّسَآءَ فِی الۡمَحِیۡضِ ۙ وَ لَا تَقۡرَبُوۡہُنَّ حَتّٰی یَطۡہُرۡنَ ۚ فَاِذَا تَطَہَّرۡنَ فَاۡتُوۡہُنَّ مِنۡ حَیۡثُ اَمَرَکُمُ اللّٰہُ ؕ اِنَّ اللّٰہَ یُحِبُّ التَّوَّابِیۡنَ وَ یُحِبُّ الۡمُتَطَہِّرِیۡنَ ﴿۲۲۲﴾
(૨૨૨) અને તેઓ તને હૈઝ વિશે પૂછે છે; કહે કે તે એક નજાસત (નુકસાનકારક ગંદકી) છે, માટે તમે હૈઝના સમયે તમારી ઔરતોથી અલગ રહો (સમાગમ ન કરો), અને જ્યાં સુધી તેણીઓ પાક ન થાય ત્યાં સુધી તેના સાથે શારીરિક સંબંધ ન બાંધો, પછી જ્યારે તેણીઓ પાક થઇ જાય ત્યારે જે રીતે તમને અલ્લાહે ફરમાવ્યું છે તે રીતે તેમનાથી શારીરિક સંબંધ બાંધો; બેશક અલ્લાહ તૌબા કરનારાઓને તથા પાક રહેનારાઓને દોસ્ત રાખે છે.
نِسَآؤُکُمۡ حَرۡثٌ لَّکُمۡ ۪ فَاۡتُوۡا حَرۡثَکُمۡ اَنّٰی شِئۡتُمۡ ۫ وَ قَدِّمُوۡا لِاَنۡفُسِکُمۡ ؕ وَ اتَّقُوا اللّٰہَ وَ اعۡلَمُوۡۤا اَنَّکُمۡ مُّلٰقُوۡہُ ؕ وَ بَشِّرِ الۡمُؤۡمِنِیۡنَ ﴿۲۲۳﴾
(૨૨૩) તમારી ઔરતો તમારી ખેતી છે, માટે જ્યારે (અને જેવી રીતે) ચાહો તમારી ખેતીમાં જાઓ (આ કાર્યને સારી નિય્યતથી નેકીમાં ફેરવી) તમારા પોતાના માટે અગાઉથી નેકી મોકલતા રહો; તથા અલ્લાહથી ડરતા રહો અને આ જાણી લો કે તમે તેને જરૂર મળનાર છો; અને મોઅમીનોને ખુશખબરી આપો .
لَا یُؤَاخِذُکُمُ اللّٰہُ بِاللَّغۡوِ فِیۡۤ اَیۡمَانِکُمۡ وَ لٰکِنۡ یُّؤَاخِذُکُمۡ بِمَا کَسَبَتۡ قُلُوۡبُکُمۡ ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ حَلِیۡمٌ ﴿۲۲۵﴾
(૨૨૫) અલ્લાહ તમારી ઇરાદા વગરની કસમો માટે તમારો હિસાબ લેશે નહિ. પણ તમારા દિલોએ જે (ઇરાદાપૂર્વક) હાંસિલ કર્યુ હશે તેનો હિસાબ લેશે; અને અલ્લાહ માફ કરનાર, સહનશીલ છે.
لِلَّذِیۡنَ یُؤۡلُوۡنَ مِنۡ نِّسَآئِہِمۡ تَرَبُّصُ اَرۡبَعَۃِ اَشۡہُرٍ ۚ فَاِنۡ فَآءُوۡ فَاِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۲۲۶﴾
(૨૨૬) જે લોકો પોતાની ઔરતો સાથે શારિરીક સંબંધ ન બાંધવાની કસમ ખાય છે તેઓ પાસે (તલાક અથવા સુલેહ બાબતે ફેંસલો કરવા માટે) ચાર મહિનાનો સમય છે, પછી જો તેઓ (સુલેહ તરફ) વળી જાય તો ખરેખર અલ્લાહ ગફુરૂર રહીમ છે.
وَ الۡمُطَلَّقٰتُ یَتَرَبَّصۡنَ بِاَنۡفُسِہِنَّ ثَلٰثَۃَ قُرُوۡٓءٍ ؕ وَ لَا یَحِلُّ لَہُنَّ اَنۡ یَّکۡتُمۡنَ مَا خَلَقَ اللّٰہُ فِیۡۤ اَرۡحَامِہِنَّ اِنۡ کُنَّ یُؤۡمِنَّ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ ؕ وَ بُعُوۡلَتُہُنَّ اَحَقُّ بِرَدِّہِنَّ فِیۡ ذٰلِکَ اِنۡ اَرَادُوۡۤا اِصۡلَاحًا ؕ وَ لَہُنَّ مِثۡلُ الَّذِیۡ عَلَیۡہِنَّ بِالۡمَعۡرُوۡفِ ۪ وَ لِلرِّجَالِ عَلَیۡہِنَّ دَرَجَۃٌ ؕ وَ اللّٰہُ عَزِیۡزٌ حَکِیۡمٌ ﴿۲۲۸﴾٪
(૨૨૮) અને જે ઔરતોને તલાક આપવામાં આવી હોય તેઓએ પોતાના માટે ત્રણ હૈઝ આવવા (અને પાક થવા) સુધી રાહ જોવી જોઈએ; અને જો તેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન ધરાવતી હોય તો તેમના માટે તેમના ગર્ભાશયમાં અલ્લાહે જે કાંઈ પેદા કર્યુ હોય તેને સંતાડવું હરગિઝ જાએઝ નથી; અને જો આ મુદ્દત દરમ્યાન (આજ) શોહર સુલેહ કરીને ઔરતને પાછી હાંસિલ કરવાનો ઇરાદો કરે તો (બીજા કરતા) વધુ હકદાર છે અને ઔરત માટે આવી જ જવાબદારી (અને હક) છે, પરંતુ મરદો(નો હક) ઔરતો(ના હક) કરતા એક દરજ્જો વધારે છે અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને), હિકમતવાળો છે.
اَلطَّلَاقُ مَرَّتٰنِ۪ فَاِمۡسَاکٌۢ بِمَعۡرُوۡفٍ اَوۡ تَسۡرِیۡحٌۢ بِاِحۡسَانٍ ؕ وَ لَا یَحِلُّ لَکُمۡ اَنۡ تَاۡخُذُوۡا مِمَّاۤ اٰتَیۡتُمُوۡہُنَّ شَیۡئًا اِلَّاۤ اَنۡ یَّخَافَاۤ اَلَّا یُقِیۡمَا حُدُوۡدَ اللّٰہِ ؕ فَاِنۡ خِفۡتُمۡ اَلَّا یُقِیۡمَا حُدُوۡدَ اللّٰہِ ۙ فَلَا جُنَاحَ عَلَیۡہِمَا فِیۡمَا افۡتَدَتۡ بِہٖ ؕ تِلۡکَ حُدُوۡدُ اللّٰہِ فَلَا تَعۡتَدُوۡہَا ۚ وَ مَنۡ یَّتَعَدَّ حُدُوۡدَ اللّٰہِ فَاُولٰٓئِکَ ہُمُ الظّٰلِمُوۡنَ ﴿۲۲۹﴾
(૨૨૯) તલાક બે વખત (રદ થઈ શકે) છે, પછી તેમને સારી રીતે રાખો અથવા ભલાઈની સાથે તેમને જવા દો; અને આ તમારા માટે જાએઝ નથી કે જે કાંઈ તમે તેમને આપી ચૂક્યા હોવ તેમાંથી કાંઈ પાછું લઈ લો; સિવાય એ હાલતમાં કે બંનેને એ વાતનો ડર હોય કે બંને અલ્લાહની હદ પર કાયમ રહી શકશો નહિ; પરંતુ જો તેમને તે (વાત) નો ડર હોય કે તે બંને અલ્લાહની હદ પર કાયમ નહી રહી શકે, અને જો સ્ત્રી (શાદીના બંધનમાંથી) પોતાના છૂટકારા (ખુલાઅ) માટે કાંઈ વળતર આપી દે તો બન્ને ઉપર કાંઈ હરજ નથી; આ અલ્લાહની હદો છે, તેને ઓળંગો નહિ; અને જેઓ અલ્લાહની હદો ઓળંગે છે તેઓ જ ઝાલિમો છે.
فَاِنۡ طَلَّقَہَا فَلَا تَحِلُّ لَہٗ مِنۡۢ بَعۡدُ حَتّٰی تَنۡکِحَ زَوۡجًا غَیۡرَہٗ ؕ فَاِنۡ طَلَّقَہَا فَلَا جُنَاحَ عَلَیۡہِمَاۤ اَنۡ یَّتَرَاجَعَاۤ اِنۡ ظَنَّاۤ اَنۡ یُّقِیۡمَا حُدُوۡدَ اللّٰہِ ؕ وَ تِلۡکَ حُدُوۡدُ اللّٰہِ یُبَیِّنُہَا لِقَوۡمٍ یَّعۡلَمُوۡنَ ﴿۲۳۰﴾
(૨૩૦) પછી જો તે તેણીને તલાક આપે તો તે બાદ તેણી તેના માટે હલાલ રહેશે નહિ જયાં સુધી તેણી તેના સિવાય બીજા કોઈ મરદ સાથે નિકાહ કરે નહિ; પછી જો તે (બીજો ધણી પણ) તેણીને તલાક આપે અને જો તેઓ બંનેને ઉમ્મીદ હોય કે તેઓ અલ્લાહની હદને જાળવી શકશે તો તેઓ એકબીજાને ફરીથી પરણે (એમ કરવામાં) તેમના ઉપર કાંઈ હરજ નથી; અને આ અલ્લાહની હદો છે જેને જાણકાર લોકોના સમૂહ માટે વાઝેહ કરે છે.
وَ اِذَا طَلَّقۡتُمُ النِّسَآءَ فَبَلَغۡنَ اَجَلَہُنَّ فَاَمۡسِکُوۡہُنَّ بِمَعۡرُوۡفٍ اَوۡ سَرِّحُوۡہُنَّ بِمَعۡرُوۡفٍ ۪ وَ لَا تُمۡسِکُوۡہُنَّ ضِرَارًا لِّتَعۡتَدُوۡا ۚ وَ مَنۡ یَّفۡعَلۡ ذٰلِکَ فَقَدۡ ظَلَمَ نَفۡسَہٗ ؕ وَ لَا تَتَّخِذُوۡۤا اٰیٰتِ اللّٰہِ ہُزُوًا ۫ وَّ اذۡکُرُوۡا نِعۡمَتَ اللّٰہِ عَلَیۡکُمۡ وَ مَاۤ اَنۡزَلَ عَلَیۡکُمۡ مِّنَ الۡکِتٰبِ وَ الۡحِکۡمَۃِ یَعِظُکُمۡ بِہٖ ؕ وَ اتَّقُوا اللّٰہَ وَ اعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿۲۳۱﴾٪
(૨૩૧) અને જ્યારે તમે ઔરતોને તલાક આપો અને તેણીઓ પોતાની ઇદ્દતની મુદ્દત પૂરી કરે ત્યારે નેકી સાથે રોકી લ્યો અથવા નેકી સાથે વિદાય કરો, અને તેમને હાનિ પહોંચાડવાના હેતુસર રોકો નહિ કે તમે (તેણી ઉપર) ઝુલ્મ કરો, અને જે એમ કરશે તેણે ખરેખર પોતાનાજ ઉપર ઝુલ્મ કર્યો અને (આ બાબતે) અલ્લાહની આયતોને મજાકમાં લ્યો નહિ. તમારા ઉપર જે અલ્લાહની નેઅમત છે તેને યાદ કરો અને જે કિતાબ તથા હિકમત તમારા પર નાઝિલ કરી છે તેને યાદ કરો કે જેના થકી તેમને નસીહત હાસિલ થાય; અને અલ્લાહથી ડરો અને જાણો કે અલ્લાહ દરેક વસ્તુનો જાણનાર છે.
وَ اِذَا طَلَّقۡتُمُ النِّسَآءَ فَبَلَغۡنَ اَجَلَہُنَّ فَلَا تَعۡضُلُوۡہُنَّ اَنۡ یَّنۡکِحۡنَ اَزۡوَاجَہُنَّ اِذَا تَرَاضَوۡا بَیۡنَہُمۡ بِالۡمَعۡرُوۡفِ ؕ ذٰلِکَ یُوۡعَظُ بِہٖ مَنۡ کَانَ مِنۡکُمۡ یُؤۡمِنُ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ ؕ ذٰلِکُمۡ اَزۡکٰی لَکُمۡ وَ اَطۡہَرُ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ وَ اَنۡتُمۡ لَا تَعۡلَمُوۡنَ ﴿۲۳۲﴾
(૨૩૨) અને જ્યારે તમોએ ઔરતોને તલાક આપી દીધી હોય અને તેમણે પોતાની ઇદ્દતની મુદ્દત પૂર્ણ કરી દીધી હોય, જો તેણીઓ પોતાના શોહર સાથે આપસમાં નેક સુલુકથી રહેવા માટે રાજી થઇ નિકાહ કરવા ચાહે તો તમે રૂકાવટ ઊભી ન કરો. આ (હુકમ)થી તમારામાંથી તેઓને નસીહત કરવામાં આવે છે કે જેઓ અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખે છે; આ (રીતે અમલ કરવો) તમારા માટે પાકો-પાકીઝા છે અને અલ્લાહ જાણે છે અને તમે જાણતા નથી.
وَ الۡوَالِدٰتُ یُرۡضِعۡنَ اَوۡلَادَہُنَّ حَوۡلَیۡنِ کَامِلَیۡنِ لِمَنۡ اَرَادَ اَنۡ یُّتِمَّ الرَّضَاعَۃَ ؕ وَ عَلَی الۡمَوۡلُوۡدِ لَہٗ رِزۡقُہُنَّ وَ کِسۡوَتُہُنَّ بِالۡمَعۡرُوۡفِ ؕ لَا تُکَلَّفُ نَفۡسٌ اِلَّا وُسۡعَہَا ۚ لَا تُضَآرَّ وَالِدَۃٌۢ بِوَلَدِہَا وَ لَا مَوۡلُوۡدٌ لَّہٗ بِوَلَدِہٖ ٭ وَ عَلَی الۡوَارِثِ مِثۡلُ ذٰلِکَ ۚ فَاِنۡ اَرَادَا فِصَالًا عَنۡ تَرَاضٍ مِّنۡہُمَا وَ تَشَاوُرٍ فَلَا جُنَاحَ عَلَیۡہِمَا ؕ وَ اِنۡ اَرَدۡتُّمۡ اَنۡ تَسۡتَرۡضِعُوۡۤا اَوۡلَادَکُمۡ فَلَا جُنَاحَ عَلَیۡکُمۡ اِذَا سَلَّمۡتُمۡ مَّاۤ اٰتَیۡتُمۡ بِالۡمَعۡرُوۡفِ ؕ وَ اتَّقُوا اللّٰہَ وَ اعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۲۳۳﴾
(૨૩૩) અને માતાઓએ પોતાના બાળકોને પૂરા બે વર્ષ સુધી દૂધ પીવડાવવું જોઈએ, આ તેના માટે છે કે જેઓ દૂધ પીવડાવવાની મુદ્દત પૂરી કરાવવા ચાહતાં હોય; અને તે (દૂધ પીવરાવનારી ઔરતો)ના ખોરાક તથા પોશાકનો ખર્ચ યોગ્ય રીતે (બાળકના) બાપના શિરે છે; કોઈ વ્યક્તિને તેના ગજા ઉપરાંત જવાબદારી સોંપવામાં આવતી નથી, (એટલે કે) બાળકના ફાયદા માટે ન માતાને નુકસાન પહોંચાડવામાં આવે, ન પિતાને અને એ જ પ્રમાણે (ન માતા-પિતાના કારણે) વારિસને (બાળકને નુકસાન પહોંચાડવામાં આવે), પછી જો બંને (માં બાપ) રાજી ખુશીથી અને પરસ્પરની સલાહથી દૂધ છોડાવી લેવા ચાહે તો બંને ઉપર કાંઈ હરજ નથી; અને જો તમે તમારા બચ્ચાઓને દૂધ દાયા પાસે પીવરાવવા ઈચ્છતા હોવ તો તેમ કરવામાં પણ તમારા ઉપર કાંઈ હરજ નથી, એ શરતે કે તમે જે નક્કી કર્યુ હોય તે વાજબી રીતે તેણીને આપો; અને અલ્લાહથી ડરો અને જાણી લો કે જે કાંઈ તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે.
وَ الَّذِیۡنَ یُتَوَفَّوۡنَ مِنۡکُمۡ وَ یَذَرُوۡنَ اَزۡوَاجًا یَّتَرَبَّصۡنَ بِاَنۡفُسِہِنَّ اَرۡبَعَۃَ اَشۡہُرٍ وَّ عَشۡرًا ۚ فَاِذَا بَلَغۡنَ اَجَلَہُنَّ فَلَا جُنَاحَ عَلَیۡکُمۡ فِیۡمَا فَعَلۡنَ فِیۡۤ اَنۡفُسِہِنَّ بِالۡمَعۡرُوۡفِ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرٌ ﴿۲۳۴﴾
(૨૩૪) અને તમારામાંથી જે લોકો મરી જાય અને ઔરતો મૂકી જાય તે ઔરતો ચાર મહિના અને દસ દિવસ રાહ જૂએ, પછી જયારે તેઓ પોતાની ઈદ્દતની મુદ્દત પૂરી કરે ત્યારે જાઈઝ રીતે પોતાના માટે જે (નિકાહ) કરે તે માટે તમારા ઉપર કાંઈ (જવાબદારી) નથી; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ જાણકાર છે.
وَ لَا جُنَاحَ عَلَیۡکُمۡ فِیۡمَا عَرَّضۡتُمۡ بِہٖ مِنۡ خِطۡبَۃِ النِّسَآءِ اَوۡ اَکۡنَنۡتُمۡ فِیۡۤ اَنۡفُسِکُمۡ ؕ عَلِمَ اللّٰہُ اَنَّکُمۡ سَتَذۡکُرُوۡنَہُنَّ وَ لٰکِنۡ لَّا تُوَاعِدُوۡہُنَّ سِرًّا اِلَّاۤ اَنۡ تَقُوۡلُوۡا قَوۡلًا مَّعۡرُوۡفًا ۬ؕ وَ لَا تَعۡزِمُوۡا عُقۡدَۃَ النِّکَاحِ حَتّٰی یَبۡلُغَ الۡکِتٰبُ اَجَلَہٗ ؕ وَ اعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ یَعۡلَمُ مَا فِیۡۤ اَنۡفُسِکُمۡ فَاحۡذَرُوۡہُ ۚ وَ اعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ غَفُوۡرٌ حَلِیۡمٌ ﴿۲۳۵﴾٪
(૨૩૫) અને આ વિશે તમારા માટે કાંઈ ગુનોહ નથી કે આ (ઈદ્દતવાળી) ઔરતોને પરણવા માટે સંકેત આપો અથવા એ વિચારને તમારા મનમાં રાખો; (કેમકે) અલ્લાહ જાણે જ છે કે નજીકમાં તમે તેણીઓને યાદ કરશો, પરંતુ છૂપી રીતે તેમને વચન આપશો નહિ, સિવાય કે તેમની સાથે સારી (રીતે) વાતચીત કરો; અને જ્યાં સુધી નક્કી કરેલી ઈદ્દતની મુદ્દત પૂરી ન થાય ત્યાં સુધી પરણવાનો ઈરાદો કરો નહિ; અને જાણી લો કે તમારા મનમાં જે કાંઈ છે તે અલ્લાહ જાણે છે માટે તેની (નાફરમાનીથી) બચતા રહો, અને જાણી લો કે અલ્લાહ માફ કરનાર અને સહનશીલ છે.
لَا جُنَاحَ عَلَیۡکُمۡ اِنۡ طَلَّقۡتُمُ النِّسَآءَ مَا لَمۡ تَمَسُّوۡہُنَّ اَوۡ تَفۡرِضُوۡا لَہُنَّ فَرِیۡضَۃً ۚۖ وَّ مَتِّعُوۡہُنَّ ۚ عَلَی الۡمُوۡسِعِ قَدَرُہٗ وَ عَلَی الۡمُقۡتِرِ قَدَرُہٗ ۚ مَتَاعًۢا بِالۡمَعۡرُوۡفِ ۚ حَقًّا عَلَی الۡمُحۡسِنِیۡنَ ﴿۲۳۶﴾
(૨૩૬) જો તમે તે ઔરતોને કે જેમને તમે (શારીરિક સંબંધ માટે) અડક્યા (પણ) નથી અને જેમની મહેર હજી તમોએ નક્કી કરી નથી (તેણીઓને) તલાક આપો તો તમારા ઉપર કાંઈ હરજ નથી, પણ તેણીઓને કંઈક નફો પહોંચાડો (ભરણ પોષણ માટે કંઈક આપો) તવંગર પોતાના ગજા પ્રમાણે તથા ગરીબ તેના ગજા પ્રમાણે મુનાસીબ મિકદારમાં આપે,નેક કીરદાર લોકો ઉપર આ એક ફરજ છે.
وَ اِنۡ طَلَّقۡتُمُوۡہُنَّ مِنۡ قَبۡلِ اَنۡ تَمَسُّوۡہُنَّ وَ قَدۡ فَرَضۡتُمۡ لَہُنَّ فَرِیۡضَۃً فَنِصۡفُ مَا فَرَضۡتُمۡ اِلَّاۤ اَنۡ یَّعۡفُوۡنَ اَوۡ یَعۡفُوَا الَّذِیۡ بِیَدِہٖ عُقۡدَۃُ النِّکَاحِ ؕ وَ اَنۡ تَعۡفُوۡۤا اَقۡرَبُ لِلتَّقۡوٰی ؕ وَ لَا تَنۡسَوُا الۡفَضۡلَ بَیۡنَکُمۡ ؕ اِنَّ اللّٰہَ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۲۳۷﴾
(૨૩૭) અને જો તેણીઓ સાથે (શારીરિક) સંબંધ બાંઘ્યા પહેલાં-એવી હાલતમાં કે તેણીઓની મહેર નક્કી કરી ચૂકયા હોવ તલાક આપી દો તો જે કાંઈ (મહેર) તમોએ નક્કી કરી હોય તેના કરતા અડધી (આપવી જોઇએ), સિવાય કે સ્ત્રીઓ પોતે માફ કરી દે અથવા તે માફ કરી દે કે જેના હાથમાં નિકાહની સત્તા હતી; અને જો તમે (અય સ્ત્રીઓ!) આખી (મહેર) માફ કરી દો તો તે પરહેઝગારીની વધુ નજીક છે; અને અરસ પરસમાં ઉદારતા (દેખાડવાનુ) ભૂલતા નહિ; બેશક જે કાંઈ તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે.
فَاِنۡ خِفۡتُمۡ فَرِجَالًا اَوۡ رُکۡبَانًا ۚ فَاِذَاۤ اَمِنۡتُمۡ فَاذۡکُرُوا اللّٰہَ کَمَا عَلَّمَکُمۡ مَّا لَمۡ تَکُوۡنُوۡا تَعۡلَمُوۡنَ ﴿۲۳۹﴾
(૨૩૯) પણ જો તમને ડર હોય તો ચાલતા ચાલતા અથવા ઘોડા ઉપર (જે હાલતમાં હોવ તે હાલતમાં નમાઝ અદા કરો), પછી જ્યારે તમે મહેફૂઝ થઈ જાઓ, ત્યારે અલ્લાહને એવી રીતે યાદ કરો કે જેવી રીતે તેણે તમને (પોતાના રસૂલ દ્વારા) શીખવ્યું છે, જે તમે જાણતા ન હતા.
وَ الَّذِیۡنَ یُتَوَفَّوۡنَ مِنۡکُمۡ وَ یَذَرُوۡنَ اَزۡوَاجًا ۚۖ وَّصِیَّۃً لِّاَزۡوَاجِہِمۡ مَّتَاعًا اِلَی الۡحَوۡلِ غَیۡرَ اِخۡرَاجٍ ۚ فَاِنۡ خَرَجۡنَ فَلَا جُنَاحَ عَلَیۡکُمۡ فِیۡ مَا فَعَلۡنَ فِیۡۤ اَنۡفُسِہِنَّ مِنۡ مَّعۡرُوۡفٍ ؕ وَ اللّٰہُ عَزِیۡزٌ حَکِیۡمٌ ﴿۲۴۰﴾
(૨૪૦) અને તમારામાંથી જે લોકો મરણ પથારી હોય અને પાછળ ઔરતો મૂકી જાય, તેઓએ પોતાની ઔરતો માટે એક વર્ષ સુધી (ના નિર્વાહના) સાધન પૂરાં પાડવાં તથા ઘરમાંથી બહાર ન કાઢી મૂકવાની વસિયત કરવી જોઇએ, પછી જો તે (ઔરત ખુશીથી) નીકળી જાય અને પોતાના માટે કાયદેસર જે કાંઈ કરે તો તે માટે તમારા માથે કાંઈ (જવાબદારી) નથી; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.
اَلَمۡ تَرَ اِلَی الَّذِیۡنَ خَرَجُوۡا مِنۡ دِیَارِہِمۡ وَ ہُمۡ اُلُوۡفٌ حَذَرَ الۡمَوۡتِ ۪ فَقَالَ لَہُمُ اللّٰہُ مُوۡتُوۡا ۟ ثُمَّ اَحۡیَاہُمۡ ؕ اِنَّ اللّٰہَ لَذُوۡ فَضۡلٍ عَلَی النَّاسِ وَ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَشۡکُرُوۡنَ ﴿۲۴۳﴾
(૨૪૩) શું તેં એવા લોકોને નથી જોયા? કે જેઓ મૌતના ડરથી પોતાનાં ઘરોથી બહાર નીકળી ગયા અને તેઓ હજારો હતા. પછી અલ્લાહે તેમને ફરમાવ્યું કે મરી જાઓ; પછી તેમને ફરીવાર સજીવન કર્યા; બેશક અલ્લાહ લોકો પર ફઝલ કરનાર છે પણ મોટા ભાગના લોકો શુક્ર બજાવતા નથી.
مَنۡ ذَا الَّذِیۡ یُقۡرِضُ اللّٰہَ قَرۡضًا حَسَنًا فَیُضٰعِفَہٗ لَہٗۤ اَضۡعَافًا کَثِیۡرَۃً ؕ وَ اللّٰہُ یَقۡبِضُ وَ یَبۡصُۜطُ ۪ وَ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۲۴۵﴾
(૨૪૫) કોણ છે કે જે અલ્લાહને કર્ઝે હસના આપે કે જેથી અલ્લાહ તેને અસંખ્ય ગણું વધારી આપે? અને અલ્લાહ જ રોજી તંગ કરે છે અને વિશાળ કરે છે, તથા તેનીજ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.
اَلَمۡ تَرَ اِلَی الۡمَلَاِ مِنۡۢ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ مِنۡۢ بَعۡدِ مُوۡسٰی ۘ اِذۡ قَالُوۡا لِنَبِیٍّ لَّہُمُ ابۡعَثۡ لَنَا مَلِکًا نُّقَاتِلۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ ؕ قَالَ ہَلۡ عَسَیۡتُمۡ اِنۡ کُتِبَ عَلَیۡکُمُ الۡقِتَالُ اَلَّا تُقَاتِلُوۡا ؕ قَالُوۡا وَ مَا لَنَاۤ اَلَّا نُقَاتِلَ فِیۡ سَبِیۡلِ اللّٰہِ وَ قَدۡ اُخۡرِجۡنَا مِنۡ دِیَارِنَا وَ اَبۡنَآئِنَا ؕ فَلَمَّا کُتِبَ عَلَیۡہِمُ الۡقِتَالُ تَوَلَّوۡا اِلَّا قَلِیۡلًا مِّنۡہُمۡ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌۢ بِالظّٰلِمِیۡنَ ﴿۲۴۶﴾
(૨૪૬) શું તેં મૂસા પછીના બની ઈસરાઈલની જમાઅતને નથી જોઇ ? જયારે તેમણે તેમના પયગંબરને કહ્યું કે, અમારા માટે એક બાદશાહ નિયુક્ત કર (જેથી) અમે અલ્લાહની રાહમાં લડીએ; તેણે ફરમાવ્યું કે, શું એવું શક્ય નથી કે તમારા પર જેહાદ લખી દેવામાં (વાજિબ કરવામાં) આવે અને તમે જેહાદ ન કરો, નાફરમાની કરો. તેમણે કહ્યું કે જ્યારે અમને અમારા ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તથા અમને અમારા (બાળ) બચ્ચાઓથી જુદા પાડી દેવામાં આવ્યા છે તો પછી અમારા માટે શું કારણ હોય શકે કે અમે અલ્લાહની રાહમાં ન લડીએ! પછી જયારે તેમના પર જેહાદ લખી દેવામાં(વાજિબ કરવામાં) આવ્યો ત્યારે તેઓમાંથી થોડાક સિવાય બધાએ પીછેહટ કરી; અને અલ્લાહ ઝાલિમોથી સારી રીતે વાકેફ છે.
وَ قَالَ لَہُمۡ نَبِیُّہُمۡ اِنَّ اللّٰہَ قَدۡ بَعَثَ لَکُمۡ طَالُوۡتَ مَلِکًا ؕ قَالُوۡۤا اَنّٰی یَکُوۡنُ لَہُ الۡمُلۡکُ عَلَیۡنَا وَ نَحۡنُ اَحَقُّ بِالۡمُلۡکِ مِنۡہُ وَ لَمۡ یُؤۡتَ سَعَۃً مِّنَ الۡمَالِ ؕ قَالَ اِنَّ اللّٰہَ اصۡطَفٰىہُ عَلَیۡکُمۡ وَ زَادَہٗ بَسۡطَۃً فِی الۡعِلۡمِ وَ الۡجِسۡمِ ؕ وَ اللّٰہُ یُؤۡتِیۡ مُلۡکَہٗ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ وَاسِعٌ عَلِیۡمٌ ﴿۲۴۷﴾
(૨૪૭) અને તેમને તેમના નબીએ કહ્યું કે બેશક અલ્લાહે તમારા માટે તાલૂતને બાદશાહ નિમ્યો છે ત્યારે તેઓએ કહ્યું કે તે અમારા પર હુકૂમત કેવી રીતે કરી શકે જયારે કે હુકૂમત માટે અમે તેના કરતાં વધુ લાયક છીએ, (વળી) તેને માલો-દૌલતમાં વિશાળતા નથી આપવામાં આવી; (નબીએ) ફરમાવ્યું કે બેશક અલ્લાહે તેને તમારા ઉપર (બાદશાહત માટે) ચૂંટી કાઢયો છે અને તેને ઇલ્મ તથા જિસ્માની (તાકતમાં) વિશાળતા આપી છે; અલ્લાહ પોતાની હુકૂમત જેને ચાહે છે તેને અતા કરે છે; અને અલ્લાહ વિશાળતાવાળો જાણનાર છે.
وَ قَالَ لَہُمۡ نَبِیُّہُمۡ اِنَّ اٰیَۃَ مُلۡکِہٖۤ اَنۡ یَّاۡتِیَکُمُ التَّابُوۡتُ فِیۡہِ سَکِیۡنَۃٌ مِّنۡ رَّبِّکُمۡ وَ بَقِیَّۃٌ مِّمَّا تَرَکَ اٰلُ مُوۡسٰی وَ اٰلُ ہٰرُوۡنَ تَحۡمِلُہُ الۡمَلٰٓئِکَۃُ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لَّکُمۡ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۲۴۸﴾٪
(૨૪૮) અને તેમને તેમના નબીએ કહ્યું કે તેની બાદશાહતની ઓળખ એ છે કે તમારી પાસે તે સંદુક આવશે કે જેમાં તમારા પરવરદિગાર તરફથી સકીના (શાંતીનું કારણ) હશે અને તેમાં મૂસા તથા હારૂનની ઓલાદે વારસામાં મૂકેલી (પાકીઝા) વસ્તુઓ હશે (અને) ફરિશ્તાઓએ તેને ઊંચકેલી હશે; બેશક તમારા માટે તેમાં એક નિશાની છે, જો તમે ઈમાન ધરાવતા હોવ તો.
فَلَمَّا فَصَلَ طَالُوۡتُ بِالۡجُنُوۡدِ ۙ قَالَ اِنَّ اللّٰہَ مُبۡتَلِیۡکُمۡ بِنَہَرٍ ۚ فَمَنۡ شَرِبَ مِنۡہُ فَلَیۡسَ مِنِّیۡ ۚ وَ مَنۡ لَّمۡ یَطۡعَمۡہُ فَاِنَّہٗ مِنِّیۡۤ اِلَّا مَنِ اغۡتَرَفَ غُرۡفَۃًۢ بِیَدِہٖ ۚ فَشَرِبُوۡا مِنۡہُ اِلَّا قَلِیۡلًا مِّنۡہُمۡ ؕ فَلَمَّا جَاوَزَہٗ ہُوَ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا مَعَہٗ ۙ قَالُوۡا لَا طَاقَۃَ لَنَا الۡیَوۡمَ بِجَالُوۡتَ وَ جُنُوۡدِہٖ ؕ قَالَ الَّذِیۡنَ یَظُنُّوۡنَ اَنَّہُمۡ مُّلٰقُوا اللّٰہِ ۙ کَمۡ مِّنۡ فِئَۃٍ قَلِیۡلَۃٍ غَلَبَتۡ فِئَۃً کَثِیۡرَۃًۢ بِاِذۡنِ اللّٰہِ ؕ وَ اللّٰہُ مَعَ الصّٰبِرِیۡنَ ﴿۲۴۹﴾
(૨૪૯) પછી જયારે તાલૂત લશ્કર લઈને (વતનથી) દૂર થયો ત્યારે તેણે કહ્યું કે બેશક અલ્લાહ એક નહેર (ના પાણી)થી તમારી કસોટી કરશે, પછી જે તેમાંથી પી લેશે તે મારો (સાથી) નથી, અને જે તેને પીશે નહિ તે ખરેખર મારો (સાથી) છે, સિવાય કે જે પોતાના ખોબામાં સમાય તેટલું પીવે, (પરંતુ) તેઓમાંથી (ગણતરીના) થોડાક (લોકો) સિવાય સઘળાઓએ પાણી પીધું; પછી જયારે તે તથા તેના ઈમાનદાર સાથીઓ તે (નહેર)ને ઓળંગી ગયા, ત્યારે તેઓએ કહ્યું કે આજે અમારામાં જાલૂત અને તેના લશ્કરનો મુકાબલો કરવાની શક્તિ નથી; અને જેઓને અલ્લાહની મુલાકાતની ખાત્રી હતી તેઓએ કહ્યું ઘણી વખત એવું બને છે કે એક નાનો ગિરોહ મોટા ગિરોહ ઉપર અલ્લાહના હુકમથી કાબૂ મેળવી લે છે અને અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે.
وَ لَمَّا بَرَزُوۡا لِجَالُوۡتَ وَ جُنُوۡدِہٖ قَالُوۡا رَبَّنَاۤ اَفۡرِغۡ عَلَیۡنَا صَبۡرًا وَّ ثَبِّتۡ اَقۡدَامَنَا وَ انۡصُرۡنَا عَلَی الۡقَوۡمِ الۡکٰفِرِیۡنَ ﴿۲۵۰﴾ؕ
(૨૫૦) અને જયારે તેઓએ જાલૂત અને તેના લશ્કરનો સામનો કર્યો ત્યારે તેમણે કહ્યુ કે અય અમારા પરવરદિગાર! અમારા ઉપર સબ્રને વરસાવ અને અમને સાબિત કદમ રાખ અને તે નાસ્તિક કોમની વિરૂદ્ઘ અમારી મદદ કર.
فَہَزَمُوۡہُمۡ بِاِذۡنِ اللّٰہِ ۟ۙ وَ قَتَلَ دَاوٗدُ جَالُوۡتَ وَ اٰتٰىہُ اللّٰہُ الۡمُلۡکَ وَ الۡحِکۡمَۃَ وَ عَلَّمَہٗ مِمَّا یَشَآءُ ؕ وَ لَوۡ لَا دَفۡعُ اللّٰہِ النَّاسَ بَعۡضَہُمۡ بِبَعۡضٍ ۙ لَّفَسَدَتِ الۡاَرۡضُ وَ لٰکِنَّ اللّٰہَ ذُوۡ فَضۡلٍ عَلَی الۡعٰلَمِیۡنَ ﴿۲۵۱﴾
(૨૫૧) પછી તેમણે અલ્લાહના હુકમથી તેઓને હરાવી નાખ્યા; અને દાવૂદે જાલૂતને મારી નાખ્યો અને તે (દાઉદ)ને અલ્લાહે સલ્તનત તથા હિકમત અર્પણ કરી, અને (જે) કાંઈ ચાહ્યું તે તેને શીખવ્યું; અને જો અલ્લાહ અમુક લોકોને અમુક (લોકો) થકી દૂર ન કરે તો ઝમીન બરબાદ થઇ જાય, પરંતુ અલ્લાહ સર્વે દુનિયાવાળાઓ ઉપર મોટો ફઝલ કરનાર છે.
تِلۡکَ الرُّسُلُ فَضَّلۡنَا بَعۡضَہُمۡ عَلٰی بَعۡضٍ ۘ مِنۡہُمۡ مَّنۡ کَلَّمَ اللّٰہُ وَ رَفَعَ بَعۡضَہُمۡ دَرَجٰتٍ ؕ وَ اٰتَیۡنَا عِیۡسَی ابۡنَ مَرۡیَمَ الۡبَیِّنٰتِ وَ اَیَّدۡنٰہُ بِرُوۡحِ الۡقُدُسِ ؕ وَ لَوۡ شَآءَ اللّٰہُ مَا اقۡتَتَلَ الَّذِیۡنَ مِنۡۢ بَعۡدِہِمۡ مِّنۡۢ بَعۡدِ مَا جَآءَتۡہُمُ الۡبَیِّنٰتُ وَ لٰکِنِ اخۡتَلَفُوۡا فَمِنۡہُمۡ مَّنۡ اٰمَنَ وَ مِنۡہُمۡ مَّنۡ کَفَرَ ؕ وَ لَوۡ شَآءَ اللّٰہُ مَا اقۡتَتَلُوۡا ۟ وَ لٰکِنَّ اللّٰہَ یَفۡعَلُ مَا یُرِیۡدُ ﴿۲۵۳﴾٪
(૨૫૩) આ રસૂલોમાંથી અમોએ અમુકને અમુક ઉપર ફઝીલત આપી છે; તેઓમાંથી એવા પણ છે જેમની સાથે અલ્લાહે વાતચીત કરી તથા તેઓમાંના અમુકના દરજ્જા બુલંદ કર્યા છે; અને ઇસા ઇબ્ને મરિયમને અમોએ રોશન દલીલો આપી તથા રૂહુલકુદ્દૂસ દ્વારા તેની મદદ કરી; અને જો અલ્લાહને મંજૂર હોત તો તે (પયગંબરો) પછીના લોકો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ આવી ચૂકયા બાદ આપસમાં લડી મરતે નહિ, પરંતુ તેમણે ઇખ્તેલાફ કર્યો, તેઓમાંથી અમુક ઈમાન લાવ્યા અને તેઓમાંથી અમુકે કુફ્ર કર્યુ; અને જો અલ્લાહ ચાહતે તો તેઓ આપસમાં લડી શકતે નહિ; પરંતુ (જબરદસ્તીનુ ઇમાન નથી ચાહતો) અલ્લાહ જે ચાહે છે તે (હિકમત સાથે) અંજામ આપે છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اَنۡفِقُوۡا مِمَّا رَزَقۡنٰکُمۡ مِّنۡ قَبۡلِ اَنۡ یَّاۡتِیَ یَوۡمٌ لَّا بَیۡعٌ فِیۡہِ وَ لَا خُلَّۃٌ وَّ لَا شَفَاعَۃٌ ؕ وَ الۡکٰفِرُوۡنَ ہُمُ الظّٰلِمُوۡنَ ﴿۲۵۴﴾
(૨૫૪) અય ઈમાન લાવનારાઓ ! અમોએ તમને જે કાંઈ આપ્યું છે તેમાંથી તે દિવસ આવી પહોંચે તે પહેલાં રાહે ખુદામાં ઇન્ફાક (ખર્ચ) કરો કે જે (દિવસ)માં ન તો લેવડ દેવડ હશે, ન દોસ્તી અને ન ભલામણ; અને ઇન્કાર કરનારાઓે પોતે જ ઝુલમગાર છે.
اَللّٰہُ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَۚ اَلۡحَیُّ الۡقَیُّوۡمُ ۬ۚ لَا تَاۡخُذُہٗ سِنَۃٌ وَّ لَا نَوۡمٌ ؕ لَہٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ مَنۡ ذَا الَّذِیۡ یَشۡفَعُ عِنۡدَہٗۤ اِلَّا بِاِذۡنِہٖ ؕ یَعۡلَمُ مَا بَیۡنَ اَیۡدِیۡہِمۡ وَ مَا خَلۡفَہُمۡ ۚ وَ لَا یُحِیۡطُوۡنَ بِشَیۡءٍ مِّنۡ عِلۡمِہٖۤ اِلَّا بِمَا شَآءَ ۚ وَسِعَ کُرۡسِیُّہُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ ۚ وَ لَا یَـُٔوۡدُہٗ حِفۡظُہُمَا ۚ وَ ہُوَ الۡعَلِیُّ الۡعَظِیۡمُ ﴿۲۵۵﴾
(૨૫૫) અલ્લાહ તે છે કે જેના સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી, તે હંમેશ જીવંત (અને) સ્વબળથી કાયમ રહેલો છે, ન તેને ઝોંકુ આવે છે અને ન નીંદર; જે કાંઈ આસમાનોમાં અને જે કાંઈ ઝમીનમાં છે તે (સઘળું) તેનું જ છે; કોણ એવો છે જે તેની રજામંદી વગર તેની હજૂરમાં (કોઈના માટે) શફાઅત કરી શકે? તે જે કાંઇ તેમની સામે તથા જે કાંઇ તેમની પાછળ છે તેને જાણે છે અને તેઓ તેના ઇલ્મમાંથી કશું જાણી શકતા નથી, સિવાય એટલુ કે તે રજા આપે. તેની કુરસી (ઇલ્મ અને ઇકતેદાર) આકાશો અને ઝમીન કરતા પણ વિશાળ છે અને એ બંનેની હિફાઝત તેને બોજારૂપ લાગતી નથી, અને તે બલંદ મરતબાવાળો (અને) અઝમતવાળો છે.
لَاۤ اِکۡرَاہَ فِی الدِّیۡنِ ۟ۙ قَدۡ تَّبَیَّنَ الرُّشۡدُ مِنَ الۡغَیِّ ۚ فَمَنۡ یَّکۡفُرۡ بِالطَّاغُوۡتِ وَ یُؤۡمِنۡۢ بِاللّٰہِ فَقَدِ اسۡتَمۡسَکَ بِالۡعُرۡوَۃِ الۡوُثۡقٰی ٭ لَا انۡفِصَامَ لَہَا ؕ وَ اللّٰہُ سَمِیۡعٌ عَلِیۡمٌ ﴿۲۵۶﴾
(૨૫૬) દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી, ખરેજ હિદાયત ગુમરાહીથી જુદી અને વાઝેહ રીતે (જાહેર) થઇ ચૂકી છે, પછી જે કોઈ તાગૂત (જૂઠા ખુદાઓ-બુતો)નો ઈન્કાર કરે અને અલ્લાહ પર ઈમાન લાવે, ખરેખર તેણે અલ્લાહની મજબૂત રસ્સીને પકડી લીધી, કે જે કદી તૂટનાર નથી; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
اَللّٰہُ وَلِیُّ الَّذِیۡنَ اٰمَنُوۡا ۙ یُخۡرِجُہُمۡ مِّنَ الظُّلُمٰتِ اِلَی النُّوۡرِ۬ؕ وَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اَوۡلِیٰٓـُٔہُمُ الطَّاغُوۡتُ ۙ یُخۡرِجُوۡنَہُمۡ مِّنَ النُّوۡرِ اِلَی الظُّلُمٰتِ ؕ اُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۲۵۷﴾٪
(૨૫૭) જે લોકો ઈમાન લાવ્યા છે અલ્લાહ તેમનો સરપરસ્ત (વલી) છે, તે તેમને ગુમરાહીમાંથી કાઢી હિદાયત તરફ લઈ આવે છે અને નાસ્તિકોના સરપરસ્તો (વલીઓ) શેતાનો છે જે તેમને (ઈમાનના) નૂરમાંથી કાઢી (અધર્મના) અંધકાર તરફ લઈ જાય છે; આ (લોકો)જ આગના રહેવાસી છે, જેમાં તેઓ હંમેશા રહેનાર છે.
اَلَمۡ تَرَ اِلَی الَّذِیۡ حَآجَّ اِبۡرٰہٖمَ فِیۡ رَبِّہٖۤ اَنۡ اٰتٰىہُ اللّٰہُ الۡمُلۡکَ ۘ اِذۡ قَالَ اِبۡرٰہٖمُ رَبِّیَ الَّذِیۡ یُحۡیٖ وَ یُمِیۡتُ ۙ قَالَ اَنَا اُحۡیٖ وَ اُمِیۡتُ ؕ قَالَ اِبۡرٰہٖمُ فَاِنَّ اللّٰہَ یَاۡتِیۡ بِالشَّمۡسِ مِنَ الۡمَشۡرِقِ فَاۡتِ بِہَا مِنَ الۡمَغۡرِبِ فَبُہِتَ الَّذِیۡ کَفَرَ ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الظّٰلِمِیۡنَ ﴿۲۵۸﴾ۚ
(૨૫૮) શું તે (નમરૂદ)ની હાલત પર નજર નથી નાખી જેણે ઈબ્રાહીમ સાથે તેના પરવરદિગાર સંબંધી બહેસ કરી? એટલા માટે કે તે (નમરૂદ)ને અલ્લાહે સલ્તનત આપી હતી. જયારે ઈબ્રાહીમે કહ્યું કે મારો પરવરદિગાર તે છે જે જીવાડે છે અને મારે (પણ) છે. (ત્યારે) તેણે કહ્યું કે હું પણ જીવાડુ છું અને મારૂ છું; (પછી) ઈબ્રાહીમે કહ્યું કે બેશક અલ્લાહ સૂર્યને પૂર્વ બાજુએથી ઊગાડે છે (તો) તું તેને પશ્ચિમ બાજુએથી ઊગાડ, આથી તે નાસ્તિક મબ્હુત (સ્તબ્ધ) રહી ગયો; અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.
اَوۡ کَالَّذِیۡ مَرَّ عَلٰی قَرۡیَۃٍ وَّ ہِیَ خَاوِیَۃٌ عَلٰی عُرُوۡشِہَا ۚ قَالَ اَنّٰی یُحۡیٖ ہٰذِہِ اللّٰہُ بَعۡدَ مَوۡتِہَا ۚ فَاَمَاتَہُ اللّٰہُ مِائَۃَ عَامٍ ثُمَّ بَعَثَہٗ ؕ قَالَ کَمۡ لَبِثۡتَ ؕ قَالَ لَبِثۡتُ یَوۡمًا اَوۡ بَعۡضَ یَوۡمٍ ؕ قَالَ بَلۡ لَّبِثۡتَ مِائَۃَ عَامٍ فَانۡظُرۡ اِلٰی طَعَامِکَ وَ شَرَابِکَ لَمۡ یَتَسَنَّہۡ ۚ وَ انۡظُرۡ اِلٰی حِمَارِکَ وَ لِنَجۡعَلَکَ اٰیَۃً لِّلنَّاسِ وَ انۡظُرۡ اِلَی الۡعِظَامِ کَیۡفَ نُنۡشِزُہَا ثُمَّ نَکۡسُوۡہَا لَحۡمًا ؕ فَلَمَّا تَبَیَّنَ لَہٗ ۙ قَالَ اَعۡلَمُ اَنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۲۵۹﴾
(૨૫૯) અથવા તેં (ઓઝૈર નબી)ના જેવા કે જે એક વસ્તી પાસેથી પસાર થયા જે પોતાના છાપરાંઓ પર ઊંધી વળી ગઈ હતી, (તે જોઈને) તે કહેવા લાગ્યા કે અલ્લાહ આ વસ્તીના નાશ (પામ્યા) પછી તેને પાછી કેવી રીતે સજીવન કરશે? આથી અલ્લાહે તેને સો વર્ષ માટે મૌત આપી પછી તેને સજીવન કર્યા; (પછી) પૂછયું કે તું (આ હાલતમાં) કેટલી મુદ્દત રહ્યો? જવાબ આપ્યો કે એક દિવસ અથવા એક દિવસથી (પણ) ઓછું રહ્યો; (અલ્લાહે) ફરમાવ્યું (નહિ), બલ્કે તું સો વર્ષ સુધી રહ્યો. હવે તારા ખોરાક તથા પાણી તરફ નજર કર, વર્ષો વીત્યાં છતાં તેમની હાલત બદલાઈ નથી; અને તારા ગધેડા તરફ જો; અને (અમે ઈચ્છીએ છીએ કે) તને લોકો માટે (કયામત બાબતેની) એક નિશાની બનાવીએ અને હાડકાં તરફ જો, કે અમે તેને કેવી રીતે (પાછા) જોડી દઈએ છીએ, પછી (કેવી રીતે) તેના ઉપર ગોશ્ત ચઢાવીએ છીએ! જયારે તેની સામે આ હકીકત વાઝેહ થઈ ગઈ, ત્યારે તેણે કહ્યું કે હું જાણું છું કે ખરે જ અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
وَ اِذۡ قَالَ اِبۡرٰہٖمُ رَبِّ اَرِنِیۡ کَیۡفَ تُحۡیِ الۡمَوۡتٰی ؕ قَالَ اَوَ لَمۡ تُؤۡمِنۡ ؕ قَالَ بَلٰی وَ لٰکِنۡ لِّیَطۡمَئِنَّ قَلۡبِیۡ ؕ قَالَ فَخُذۡ اَرۡبَعَۃً مِّنَ الطَّیۡرِ فَصُرۡہُنَّ اِلَیۡکَ ثُمَّ اجۡعَلۡ عَلٰی کُلِّ جَبَلٍ مِّنۡہُنَّ جُزۡءًا ثُمَّ ادۡعُہُنَّ یَاۡتِیۡنَکَ سَعۡیًا ؕ وَ اعۡلَمۡ اَنَّ اللّٰہَ عَزِیۡزٌ حَکِیۡمٌ ﴿۲۶۰﴾٪
(૨૬૦) અને જયારે (ઈબ્રાહીમે) કહ્યું કે અય મારા પરવરદિગાર ! તું મરેલાઓને કેવી રીતે સજીવન કરે છે તે મને દેખાડ; ફરમાવ્યું શું તને ઇમાન નથી? કહ્યું “હા, પણ એટલા માટે કે મારા દિલને ઇત્મીનાન થઈ જાય” ફરમાવ્યું, પરીન્દાઓમાંથી ચાર (પરીન્દાઓ) લે, પછી તેમને નઝદીક કરી લે. (પછી તેના ટૂકડા કરી આપસમાં ભેળવીને) જુદા જુદા પહાડ ઉપર થોડો થોડો ભાગ મૂક. પછી તેમને બોલાવ. તેઓ ઝડપથી તારી પાસે આવશે; અને આ જાણી લે કે ખરે જ અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને) હિકમતવાળો છે.
مَثَلُ الَّذِیۡنَ یُنۡفِقُوۡنَ اَمۡوَالَہُمۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ کَمَثَلِ حَبَّۃٍ اَنۡۢبَتَتۡ سَبۡعَ سَنَابِلَ فِیۡ کُلِّ سُنۡۢبُلَۃٍ مِّائَۃُ حَبَّۃٍ ؕ وَ اللّٰہُ یُضٰعِفُ لِمَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ وَاسِعٌ عَلِیۡمٌ ﴿۲۶۱﴾
(૨૬૧) તે (લોકો)નો દાખલો કે જેઓ પોતાનો માલ અલ્લાહના માર્ગમાં ઇન્ફાક (ખર્ચ) કરે છે, એક દાણાના દાખલા જેવો છે જેમાંથી સાત ડુંડા નીકળે છે (જેના) દરેક ડુંડા (કણસલાં)માં સો દાણા હોય છે; અને અલ્લાહ જેના માટે ચાહે છે વધારો કરી દે છે; અને અલ્લાહ વિશાળતાવાળો (અને) જાણનાર છે.
اَلَّذِیۡنَ یُنۡفِقُوۡنَ اَمۡوَالَہُمۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ ثُمَّ لَا یُتۡبِعُوۡنَ مَاۤ اَنۡفَقُوۡا مَنًّا وَّ لَاۤ اَذًی ۙ لَّہُمۡ اَجۡرُہُمۡ عِنۡدَ رَبِّہِمۡ ۚ وَ لَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۲۶۲﴾
(૨૬૨) જે લોકો પોતાનો માલ અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરે છે, પછી જે ઇન્ફાક કર્યો છે, તેનો અહેસાન જતાવતા નથી, તેમજ કાંઈ અઝીયત પહોંચાડતા નથી, તેમના માટે તેમના પરવરદિગાર પાસે તેમનો અજ્ર (સવાબ) છે, અને તેમને ન કંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تُبۡطِلُوۡا صَدَقٰتِکُمۡ بِالۡمَنِّ وَ الۡاَذٰی ۙ کَالَّذِیۡ یُنۡفِقُ مَالَہٗ رِئَآءَ النَّاسِ وَ لَا یُؤۡمِنُ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِؕ فَمَثَلُہٗ کَمَثَلِ صَفۡوَانٍ عَلَیۡہِ تُرَابٌ فَاَصَابَہٗ وَابِلٌ فَتَرَکَہٗ صَلۡدًا ؕ لَا یَقۡدِرُوۡنَ عَلٰی شَیۡءٍ مِّمَّا کَسَبُوۡا ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الۡکٰفِرِیۡنَ ﴿۲۶۴﴾
(૨૬૪) અય ઈમાન લાવનારાઓ! તમે તમારા સદકા (દાન-ધર્મ)ને અહેસાન જતાવીને કે ઈજા પહોંચાડીને બરબાદ કરો નહિ, તેની જેમ કે જે પોતાની દોલત લોકોને દેખાડવા માટે ઇન્ફાક (ખર્ચ) કરે છે, અને અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખતો નથી; માટે તેનો દાખલો એક સાફ પત્થર જેવો છે કે જેના ઉપર માટી હોય, પછી તેના ઉપર ધોધમાર વરસાદ થાય અને તેને સાફ કરીને મૂકી દઇ છે; (એવી જ રીતે) તેઓએ જે કાંઈ હાંસિલ કર્યુ છે તેમાંથી તેઓ કંઇ ફાયદો નહી મેળવી શકશે; અને અલ્લાહ નાસ્તિકોની હિદાયત કરતો નથી.
وَ مَثَلُ الَّذِیۡنَ یُنۡفِقُوۡنَ اَمۡوَالَہُمُ ابۡتِغَآءَ مَرۡضَاتِ اللّٰہِ وَ تَثۡبِیۡتًا مِّنۡ اَنۡفُسِہِمۡ کَمَثَلِ جَنَّۃٍۭ بِرَبۡوَۃٍ اَصَابَہَا وَابِلٌ فَاٰتَتۡ اُکُلَہَا ضِعۡفَیۡنِ ۚ فَاِنۡ لَّمۡ یُصِبۡہَا وَابِلٌ فَطَلٌّ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۲۶۵﴾
(૨૬૫) અને તે લોકોની મિસાલ કે જેઓ પોતાનો માલ અલ્લાહની ખુશી હાંસિલ કરવા માટે અને પોતાના દિલોને મજબૂત બનાવવા માટે ઇન્ફાક (ખર્ચ) કરે છે. એક એવા બગીચાના જેવી છે જે ઊંચી જગ્યાએ આવેલ હોય અને તેના પર ધોધમાર વરસાદ વરસે પછી તે બમણાં ફળ આપે. પછી જો તેના પર જોરથી વરસાદ ન થાય તો ઝરમર વર્ષા (પૂરતી છે;) અને જે તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે.
اَیَوَدُّ اَحَدُکُمۡ اَنۡ تَکُوۡنَ لَہٗ جَنَّۃٌ مِّنۡ نَّخِیۡلٍ وَّ اَعۡنَابٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ۙ لَہٗ فِیۡہَا مِنۡ کُلِّ الثَّمَرٰتِ ۙ وَ اَصَابَہُ الۡکِبَرُ وَ لَہٗ ذُرِّیَّۃٌ ضُعَفَآءُ ۪ۖ فَاَصَابَہَاۤ اِعۡصَارٌ فِیۡہِ نَارٌ فَاحۡتَرَقَتۡ ؕ کَذٰلِکَ یُبَیِّنُ اللّٰہُ لَکُمُ الۡاٰیٰتِ لَعَلَّکُمۡ تَتَفَکَّرُوۡنَ ﴿۲۶۶﴾٪
(૨૬૬) શું તમારામાંથી કોઈપણ એ વાતને પસંદ કરશે કે તેના (માટે) ખજૂર તથા દ્રાક્ષનો બગીચો હોય (કે) જેની હેઠળ નદીઓ વહેતી હોય, જેમાં તેના માટે દરેક પ્રકારના ફળ (ફળાદિ) હોય એવી હાલતમાં તેને ઘડપણ આવી ગયું હોય અને તેના બચ્ચાઓ કમજોર હોય, પછી એકાએક તે (બગીચા)માં એક વાવાઝોડું આવી પડે જેમાં આગ (પણ) હોય કે જેનાથી તે (બગીચો) બળી જાય? આવી રીતે અલ્લાહ આયતોને તમારા માટે વાઝેહ કરીને બયાન કરે છે કે જેથી તમે ચિંતન કરો.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اَنۡفِقُوۡا مِنۡ طَیِّبٰتِ مَا کَسَبۡتُمۡ وَ مِمَّاۤ اَخۡرَجۡنَا لَکُمۡ مِّنَ الۡاَرۡضِ ۪ وَ لَا تَیَمَّمُوا الۡخَبِیۡثَ مِنۡہُ تُنۡفِقُوۡنَ وَ لَسۡتُمۡ بِاٰخِذِیۡہِ اِلَّاۤ اَنۡ تُغۡمِضُوۡا فِیۡہِ ؕ وَ اعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ غَنِیٌّ حَمِیۡدٌ ﴿۲۶۷﴾
(૨૬૭) અય ઈમાન લાવનારાઓ ! તમોએ જે કાંઈ નેક કમાણી કરી છે તથા અમોએ તમારા માટે ઝમીનમાં (જે) કાંઈ પૈદા કર્યું છે તેમાંથી (અલ્લાહની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો, ખરાબ વસ્તુનો ઇન્ફાક (ખર્ચ) કરવા માટે હાથ લંબાવજો નહી જે માલ અગર તમને આપવામાં આવે તો ચશ્મપોશી (આંખ આડા કાન) કર્યા સિવાય લેશો નહી; આ જાણી લો કે ખરેજ અલ્લાહ બેનિયાઝ વખાણને પાત્ર છે.
اَلشَّیۡطٰنُ یَعِدُکُمُ الۡفَقۡرَ وَ یَاۡمُرُکُمۡ بِالۡفَحۡشَآءِ ۚ وَ اللّٰہُ یَعِدُکُمۡ مَّغۡفِرَۃً مِّنۡہُ وَ فَضۡلًا ؕ وَ اللّٰہُ وَاسِعٌ عَلِیۡمٌ ﴿۲۶۸﴾ۖۙ
(૨૬૮) શેતાન તમને ફકીરીનો વાયદો આપે છે, અને બદકારીનો હુકમ કરે છે, અને અલ્લાહ પોતાના તરફથી મગફેરત તથા અહેસાનનો વાયદો કરે છે; અને અલ્લાહ વિશાળતાવાળો (અને) જાણકાર છે.
یُّؤۡتِی الۡحِکۡمَۃَ مَنۡ یَّشَآءُ ۚ وَ مَنۡ یُّؤۡتَ الۡحِکۡمَۃَ فَقَدۡ اُوۡتِیَ خَیۡرًا کَثِیۡرًا ؕ وَ مَا یَذَّکَّرُ اِلَّاۤ اُولُوا الۡاَلۡبَابِ ﴿۲۶۹﴾
(૨૬૯) તે જેને ચાહે છે હિકમત (સદબુદ્ઘિ) આપે છે, અને જેને હિકમત આપવામાં આવી, ખરેજ તેને નેકીઓની ઘણીબધી દોલત આપવામાં આવી; અને અક્કલમંદો સિવાય અન્ય કોઈ (આ હકીકતથી) નસીહત હાંસિલ કરતુ નથી.
وَ مَاۤ اَنۡفَقۡتُمۡ مِّنۡ نَّفَقَۃٍ اَوۡ نَذَرۡتُمۡ مِّنۡ نَّذۡرٍ فَاِنَّ اللّٰہَ یَعۡلَمُہٗ ؕ وَ مَا لِلظّٰلِمِیۡنَ مِنۡ اَنۡصَارٍ ﴿۲۷۰﴾
(૨૭૦) અને તમો (અલ્લાહની રાહમાં) જે કાંઇ ઇન્ફાક (ખર્ચ) કરો છો અથવા જે કાંઈ (અલ્લાહની રાહમાં ખર્ચ માટે) માનતા માનો છો, બેશક અલ્લાહ તે જાણે છે; અને ઝાલિમોનો કોઈ મદદગાર નથી.
اِنۡ تُبۡدُوا الصَّدَقٰتِ فَنِعِمَّا ہِیَ ۚ وَ اِنۡ تُخۡفُوۡہَا وَ تُؤۡتُوۡہَا الۡفُقَرَآءَ فَہُوَ خَیۡرٌ لَّکُمۡ ؕ وَ یُکَفِّرُ عَنۡکُمۡ مِّنۡ سَیِّاٰتِکُمۡ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرٌ ﴿۲۷۱﴾
(૨૭૧) જો તમે (તમારા) સદકા ખુલ્લી રીતે આપો તો તે સારૂં છે, અને જો તમે છૂપું રાખીને મોહતાજોને આપો તો તે તમારા હકમાં બેહતર છે; અને તેના થકી તમારા અમુક ગુનાહો માફ થઇ જશે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે.
لَیۡسَ عَلَیۡکَ ہُدٰىہُمۡ وَ لٰکِنَّ اللّٰہَ یَہۡدِیۡ مَنۡ یَّشَآءُ ؕ وَ مَا تُنۡفِقُوۡا مِنۡ خَیۡرٍ فَلِاَنۡفُسِکُمۡ ؕ وَ مَا تُنۡفِقُوۡنَ اِلَّا ابۡتِغَآءَ وَجۡہِ اللّٰہِ ؕ وَ مَا تُنۡفِقُوۡا مِنۡ خَیۡرٍ یُّوَفَّ اِلَیۡکُمۡ وَ اَنۡتُمۡ لَا تُظۡلَمُوۡنَ ﴿۲۷۲﴾
(૨૭૨) (અય પયગંબર જબરદસ્તી સાથે) તેઓની હિદાયતની જવાબદારી તારા માથે નથી (તેઓ ઉપર ખર્ચ કરવાથી હાથ રોકો નહી) પણ અલ્લાહ જેને ચાહે છે તેને હિદાયત કરે છે; અને તમે જે કાંઈ રાહે ખુદામાં વાપરો છો તે તમારા પોતાના જ માટે છે; અને તે ઇન્ફાક (ખર્ચ) અલ્લાહની ખુશી હાંસિલ કરવા સિવાય બીજા કોઈ હેતુસર કરો નહિ; અને તમારા માલમાંથી જે કાંઈ પણ તમે ખૈરમાં ઇન્ફાક (ખર્ચ) કરો છો તેનો પૂરેપૂરૂ વળતર તમને આપવામાં આવશે અને તમારી સાથે જરાપણ ઝુલ્મ કરવામાં આવશે નહિ.
لِلۡفُقَرَآءِ الَّذِیۡنَ اُحۡصِرُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ لَا یَسۡتَطِیۡعُوۡنَ ضَرۡبًا فِی الۡاَرۡضِ ۫ یَحۡسَبُہُمُ الۡجَاہِلُ اَغۡنِیَآءَ مِنَ التَّعَفُّفِ ۚ تَعۡرِفُہُمۡ بِسِیۡمٰہُمۡ ۚ لَا یَسۡـَٔلُوۡنَ النَّاسَ اِلۡحَافًا ؕ وَ مَا تُنۡفِقُوۡا مِنۡ خَیۡرٍ فَاِنَّ اللّٰہَ بِہٖ عَلِیۡمٌ ﴿۲۷۳﴾٪
(૨૭૩) (ખયરાત એવા મોહતાજોનો હક છે કે) જેઓ અલ્લાહની રાહમાં ઘેરાઈ ગયા હોય અને કોઈપણ રીતે ઝમીન પર (રોઝી મેળવવા માટે) મુસાફરી કરી શકતા ન હોય; જાહિલ લોકો તેમને તેમની ઇફફતના કારણે (સવાલ ન કરતા હોવાથી) માલદાર ધારે છે, (પણ) તું તેમની નિશાનીઓથી તેમને ઓળખી જઇશ, તેઓ લોકો પાસે ઇસ્રાર સાથે (ભારપૂર્વક) માંગતા નથી; અને તમે જે કાંઇ સારી ચીઝ ઇન્ફાક (ખર્ચ) કરશો, બેશક અલ્લાહ તેનાથી વાકેફ છે.
اَلَّذِیۡنَ یُنۡفِقُوۡنَ اَمۡوَالَہُمۡ بِالَّیۡلِ وَ النَّہَارِ سِرًّا وَّ عَلَانِیَۃً فَلَہُمۡ اَجۡرُہُمۡ عِنۡدَ رَبِّہِمۡ ۚ وَ لَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۲۷۴﴾ؔ
(૨૭૪) જે લોકો રાત દિવસ પોતાનો માલ છુપી રીતે અને ખુલ્લી રીતે ઇન્ફાક કરે છે, તેનો બદલો તેમના પરવરદિગાર પાસે છે, અને ન તેમને કાંઈ ડર હશે અને ન તેઓ ગમગીન થશે.
اَلَّذِیۡنَ یَاۡکُلُوۡنَ الرِّبٰوا لَا یَقُوۡمُوۡنَ اِلَّا کَمَا یَقُوۡمُ الَّذِیۡ یَتَخَبَّطُہُ الشَّیۡطٰنُ مِنَ الۡمَسِّ ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ قَالُوۡۤا اِنَّمَا الۡبَیۡعُ مِثۡلُ الرِّبٰوا ۘ وَ اَحَلَّ اللّٰہُ الۡبَیۡعَ وَ حَرَّمَ الرِّبٰوا ؕ فَمَنۡ جَآءَہٗ مَوۡعِظَۃٌ مِّنۡ رَّبِّہٖ فَانۡتَہٰی فَلَہٗ مَا سَلَفَ ؕ وَ اَمۡرُہٗۤ اِلَی اللّٰہِ ؕ وَ مَنۡ عَادَ فَاُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۲۷۵﴾
(૨૭૫) જે લોકો વ્યાજ ખાય છે તેઓ (કબરમાંથી નીકળી) ઊભા થશે નહિ પણ તેની જેમ કે જેને શેતાને અડકીને પાગલ કરી નાખ્યો હોય; આ (શિક્ષા) એ માટે કે તેઓ કહેતા હતા કે વેપારની મિસાલ વ્યાજ જેવી જ છે; જોકે અલ્લાહે વેપારને હલાલ કર્યો છે અને વ્યાજ હરામ કર્યુ છે; અને જો કોઇ પાસે તેના પરવરદિગાર તરફથી નસીહત આવી અને તે (વ્યાજ ખાતા) અટકી ગયો તો અગાઊ હાંસિલ કરેલ વ્યાજ તેના માટે (બક્ષી દેવામાં આવેલ) છે; અને તેનો મામલો અલ્લાહને હવાલે છે; અને જેઓ ફરીથી એ કામ અંજામ આપે, તો પછી તેઓ જહન્નમવાસી છે, જેમાં તેઓ હંમેશ રહેનાર છે.
اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ اَقَامُوا الصَّلٰوۃَ وَ اٰتَوُا الزَّکٰوۃَ لَہُمۡ اَجۡرُہُمۡ عِنۡدَ رَبِّہِمۡ ۚ وَ لَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۲۷۷﴾
(૨૭૭) બેશક જે લોકો ઈમાન લાવે તથા નેક અમલ કરે તથા નમાઝ કાયમ કરે અને ઝકાત આપે તેમના માટે તેનો બદલો તેમના પરવરદિગાર પાસે છે, અને ન તેમને કાંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.
فَاِنۡ لَّمۡ تَفۡعَلُوۡا فَاۡذَنُوۡا بِحَرۡبٍ مِّنَ اللّٰہِ وَ رَسُوۡلِہٖ ۚ وَ اِنۡ تُبۡتُمۡ فَلَکُمۡ رُءُوۡسُ اَمۡوَالِکُمۡ ۚ لَا تَظۡلِمُوۡنَ وَ لَا تُظۡلَمُوۡنَ ﴿۲۷۹﴾
(૨૭૯) પછી જો તમે તેમ ન કરો તો (જાણે) અલ્લાહ તથા તેના રસૂલ સાથે લડવાનુ એલાન કર્યુ, અને જો તમે તૌબા કરી લો તો તમને તમારી મૂળ રકમ મળશે, ન તમે ઝુલ્મ કરો અને ન તમારા પર ઝુલ્મ કરવામાં આવશે.
وَ اِنۡ کَانَ ذُوۡ عُسۡرَۃٍ فَنَظِرَۃٌ اِلٰی مَیۡسَرَۃٍ ؕ وَ اَنۡ تَصَدَّقُوۡا خَیۡرٌ لَّکُمۡ اِنۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۲۸۰﴾
(૨૮૦) અને જો તે (દેવાદાર) તંગદસ્ત હોય તો (તેનો) બેનિયાઝીનો સમય (આવે ત્યાં) સુધીની મોહલત આપો; અને જો તમે (અસલ લેણું પણ) સદકો આપી દ્યો તો તે તમારા માટે વધુ સારૂં છે અગર તમે જાણતા હોવ તો.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِذَا تَدَایَنۡتُمۡ بِدَیۡنٍ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی فَاکۡتُبُوۡہُ ؕ وَ لۡیَکۡتُبۡ بَّیۡنَکُمۡ کَاتِبٌۢ بِالۡعَدۡلِ ۪ وَ لَا یَاۡبَ کَاتِبٌ اَنۡ یَّکۡتُبَ کَمَا عَلَّمَہُ اللّٰہُ فَلۡیَکۡتُبۡ ۚ وَ لۡیُمۡلِلِ الَّذِیۡ عَلَیۡہِ الۡحَقُّ وَ لۡیَتَّقِ اللّٰہَ رَبَّہٗ وَ لَا یَبۡخَسۡ مِنۡہُ شَیۡئًا ؕ فَاِنۡ کَانَ الَّذِیۡ عَلَیۡہِ الۡحَقُّ سَفِیۡہًا اَوۡ ضَعِیۡفًا اَوۡ لَا یَسۡتَطِیۡعُ اَنۡ یُّمِلَّ ہُوَ فَلۡیُمۡلِلۡ وَلِیُّہٗ بِالۡعَدۡلِ ؕ وَ اسۡتَشۡہِدُوۡا شَہِیۡدَیۡنِ مِنۡ رِّجَالِکُمۡ ۚ فَاِنۡ لَّمۡ یَکُوۡنَا رَجُلَیۡنِ فَرَجُلٌ وَّ امۡرَاَتٰنِ مِمَّنۡ تَرۡضَوۡنَ مِنَ الشُّہَدَآءِ اَنۡ تَضِلَّ اِحۡدٰىہُمَا فَتُذَکِّرَ اِحۡدٰىہُمَا الۡاُخۡرٰی ؕ وَ لَا یَاۡبَ الشُّہَدَآءُ اِذَا مَا دُعُوۡا ؕ وَ لَا تَسۡـَٔمُوۡۤا اَنۡ تَکۡتُبُوۡہُ صَغِیۡرًا اَوۡ کَبِیۡرًا اِلٰۤی اَجَلِہٖ ؕ ذٰلِکُمۡ اَقۡسَطُ عِنۡدَ اللّٰہِ وَ اَقۡوَمُ لِلشَّہَادَۃِ وَ اَدۡنٰۤی اَلَّا تَرۡتَابُوۡۤا اِلَّاۤ اَنۡ تَکُوۡنَ تِجَارَۃً حَاضِرَۃً تُدِیۡرُوۡنَہَا بَیۡنَکُمۡ فَلَیۡسَ عَلَیۡکُمۡ جُنَاحٌ اَلَّا تَکۡتُبُوۡہَا ؕ وَ اَشۡہِدُوۡۤا اِذَا تَبَایَعۡتُمۡ ۪ وَ لَا یُضَآرَّ کَاتِبٌ وَّ لَا شَہِیۡدٌ ۬ؕ وَ اِنۡ تَفۡعَلُوۡا فَاِنَّہٗ فُسُوۡقٌۢ بِکُمۡ ؕ وَ اتَّقُوا اللّٰہَ ؕ وَ یُعَلِّمُکُمُ اللّٰہُ ؕ وَ اللّٰہُ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿۲۸۲﴾
(૨૮૨) અય ઈમાન લાવનારાઓ! જ્યારે તમે કોઈ ચોક્કસ મુદ્દત માટે પરસ્પર કર્ઝની લેવડદેવડ કરો તો તે લખી લ્યો; અને એક લખનાર તમારી વચ્ચે ઇન્સાફથી લખે, અને જેવી રીતે અલ્લાહે લખનારને શીખવ્યું છે તેવી રીતે લખવાથી ઇન્કાર ન કરે, અને જે કર્ઝ લેનાર હોય તે લખનાર પાસે લખાવે અને તેના માટે જરૂરી છે કે અલ્લાહથી ડરીને લખાવે અને કર્ઝ આપનારનો કોઈ હક ઓછો કરે નહિ; પછી જો તે કર્ઝ લેનાર મૂર્ખ અથવા કમજોર હોય અને તે લખાવી શકતો ન હોય તો તેનો વાલી ન્યાયસર લખાવે; અને તમારામાંથી બે પુરૂષોને ગવાહ રાખો, પછી જો બે પુરૂષો (હાજર) ન હોય તો એક પુરૂષ અને બે ઔરતો, જે તમે ગવાહ માટે પસંદ કરો તેને ગવાહ બનાવો કે જેથી તેમાંથી એક ભૂલી જાય તો બીજી તેને યાદ દેવડાવે; અને જ્યારે તે ગવાહોને બોલાવવામાં આવે ત્યારે તેઓ ઈન્કાર કરે નહિ; અને તમે નાના કે મોટા મામલા માટે મુદ્દત લખવામાં અણગમો ન રાખો (મૌખિક) ગવાહી કરતા (લેખિત) અલ્લાહ પાસે વધુ ન્યાયસર છે અને પુરાવા (માટે)ની વધારે સબળ સાબિતી છે, જેથી તમને શંકા ઉત્પન્ન થાય નહિ, સિવાય કે રોકડ લેવડ-દેવડ હોય. જે તમે આપસમાં કરો તે કદાચને તમે લખો નહિ તો તે માટે તમારા ઉપર કાંઈ હરજ નથી; અને જે વેળા તમે આપસમાં લેવડદેવડ કરો ત્યારે ગવાહ રાખો, અને લખનાર તથા ગવાહને (હક બયાન કરવાના કારણે) કંઇ નુકસાન ન પહોંચાડો અને જો તમે (નુકસાન પહોંચાડયું તો) નાફરમાની કરી, અલ્લાહની (નાફરમાનીથી) બચો; તે તમને (સહી ઇલ્મ) શીખવાડે છે; અને અલ્લાહ દરેક વસ્તુની સંપૂર્ણ જાણ રાખે છે.
وَ اِنۡ کُنۡتُمۡ عَلٰی سَفَرٍ وَّ لَمۡ تَجِدُوۡا کَاتِبًا فَرِہٰنٌ مَّقۡبُوۡضَۃٌ ؕ فَاِنۡ اَمِنَ بَعۡضُکُمۡ بَعۡضًا فَلۡیُؤَدِّ الَّذِی اؤۡتُمِنَ اَمَانَتَہٗ وَ لۡیَتَّقِ اللّٰہَ رَبَّہٗ ؕ وَ لَا تَکۡتُمُوا الشَّہَادَۃَ ؕ وَ مَنۡ یَّکۡتُمۡہَا فَاِنَّہٗۤ اٰثِمٌ قَلۡبُہٗ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ عَلِیۡمٌ ﴿۲۸۳﴾٪
(૨૮૩) અને જો તમે મુસાફરીમાં હોવ અને કોઈ લખનાર ન મળે તો કંઇ ચીજ ગિરવે (રાખી) લેવામાં આવે; પણ જો તમારામાંથી એક બીજાને અમાનતદાર સમજે તો જેને અમાનતદાર સમજવામાં આવ્યો હોય તેના માટે જરૂરી છે કે આપનારની અમાનત પાછી સોંપી દે અને (આ બાબતે) અલ્લાહની (નાફરમાનીથી) બચે કે જે તેનો પરવરદિગાર છે; અને તમે ગવાહીને સંતાડો નહિ; અને જે તે (ગવાહી)ને સંતાડશે તેનું દિલ ખરેખર ગુનેહગાર છે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે.
لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ وَ اِنۡ تُبۡدُوۡا مَا فِیۡۤ اَنۡفُسِکُمۡ اَوۡ تُخۡفُوۡہُ یُحَاسِبۡکُمۡ بِہِ اللّٰہُ ؕ فَیَغۡفِرُ لِمَنۡ یَّشَآءُ وَ یُعَذِّبُ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۲۸۴﴾
(૨૮૪) જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ ઝમીનમાં છે તે અલ્લાહનું જ છે; અને જે કાંઈ તમારા દિલોમાં છે તે તમે જાહેર કરો યા છૂપાવો. અલ્લાહ તેનો હિસાબ તમારી પાસેથી લેશે; પછી જેને ચાહશે માફ કરી દેશે અને જેને ચાહશે સજા કરશે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
اٰمَنَ الرَّسُوۡلُ بِمَاۤ اُنۡزِلَ اِلَیۡہِ مِنۡ رَّبِّہٖ وَ الۡمُؤۡمِنُوۡنَ ؕ کُلٌّ اٰمَنَ بِاللّٰہِ وَ مَلٰٓئِکَتِہٖ وَ کُتُبِہٖ وَ رُسُلِہٖ ۟ لَا نُفَرِّقُ بَیۡنَ اَحَدٍ مِّنۡ رُّسُلِہٖ ۟ وَ قَالُوۡا سَمِعۡنَا وَ اَطَعۡنَا ٭۫ غُفۡرَانَکَ رَبَّنَا وَ اِلَیۡکَ الۡمَصِیۡرُ ﴿۲۸۵﴾
(૨૮૫) રસૂલ તેના પર ઈમાન લાવ્યા છે જે તેના પર તેના પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે. અને બધા મોઅમીનો (પણ); અલ્લાહ પર તથા તેના ફરિશ્તાઓ પર તથા તેની કિતાબો પર તથા તેના રસૂલો પર ઈમાન લાવ્યા છે; (એમ કહીને કે) અમે તેના રસૂલોમાંથી કોઈની વચ્ચે કાંઈ ભેદભાવ રાખતા નથી; અને તેઓ (વળી એમ પણ) કહે છે કે અમોએ સાંભળ્યું તથા ઇતાઅત કરી, અય અમારા પરવરદિગાર! અમે તારી જ મગફેરત ચાહીએ છીએ અને (અમારૂં) પાછું ફરવાનું તારી જ તરફ છે.
لَا یُکَلِّفُ اللّٰہُ نَفۡسًا اِلَّا وُسۡعَہَا ؕ لَہَا مَا کَسَبَتۡ وَ عَلَیۡہَا مَا اکۡتَسَبَتۡ ؕ رَبَّنَا لَا تُؤَاخِذۡنَاۤ اِنۡ نَّسِیۡنَاۤ اَوۡ اَخۡطَاۡنَا ۚ رَبَّنَا وَ لَا تَحۡمِلۡ عَلَیۡنَاۤ اِصۡرًا کَمَا حَمَلۡتَہٗ عَلَی الَّذِیۡنَ مِنۡ قَبۡلِنَا ۚ رَبَّنَا وَ لَا تُحَمِّلۡنَا مَا لَا طَاقَۃَ لَنَا بِہٖ ۚ وَ اعۡفُ عَنَّا ٝ وَ اغۡفِرۡ لَنَا ٝ وَ ارۡحَمۡنَا ٝ اَنۡتَ مَوۡلٰىنَا فَانۡصُرۡنَا عَلَی الۡقَوۡمِ الۡکٰفِرِیۡنَ ﴿۲۸۶﴾٪
(૨૮૬) અલ્લાહ કોઈ નફસ (વ્યક્તિ)ને તેના ગજા ઉપરાંત જવાબદારી સોંપતો નથી, તેણે જે (નેકી) હાંસિલ કરી છે તેનો (અજ્ર) તેના જ માટે છે અને જે (બૂરાઇ) હાંસિલ કરી છે તેની (સજા પણ) તેના જ માટે છે; અય અમારા પરવરદિગાર! જો અમે ભૂલી જઈએ અથવા કોઈ ચૂક કરી બેસીએ તો તે માટે અમને પકડજે નહિ, અને અય અમારા પરવરદિગાર! અમારા પર એવો (જવાબદારીનો) બોજો નાખજે નહિ જેવો કે અમારી પહેલાં થઈ જનારાઓ પર નાખ્યો હતો, અને અય અમારા પરવરદિગાર ! જેની અમારામાં શકિત નથી એવો (જવાબદારીનો) બોજ અમારા ઉપર ન નાખ અને અમારાથી દરગુજર કર, અને અમને માફ કરી દે, અને અમારા પર રહેમ કર, તું (જ) અમારો સરપરસ્ત છો માટે નાસ્તિકોના મુકાબલામાં અમારી મદદ કર.