અલ-કુરઆન

18

Al-Kahf

سورة الكهف


اَلۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡۤ اَنۡزَلَ عَلٰی عَبۡدِہِ الۡکِتٰبَ وَ لَمۡ یَجۡعَلۡ لَّہٗ عِوَجًا ؕ﴿ٜ۱﴾

(૧) તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જેણે પોતાના બંદા ઉપર કિતાબ નાઝિલ કરી અને તેમાં કોઇ વક્રતા રાખી નથી.

قَیِّمًا لِّیُنۡذِرَ بَاۡسًا شَدِیۡدًا مِّنۡ لَّدُنۡہُ وَ یُبَشِّرَ الۡمُؤۡمِنِیۡنَ الَّذِیۡنَ یَعۡمَلُوۡنَ الصّٰلِحٰتِ اَنَّ لَہُمۡ اَجۡرًا حَسَنًا ۙ﴿۲﴾

(૨) સીધો રસ્તો દેખાડનારી (કિતાબ છે) કે જેથી તેના તરફથી આવનાર સખત અઝાબથી (ગુનેહગારોને) ડરાવે અને મોઅમીનો કે જેઓ નેકી કરે છે તેમને ખુશખબરી આપે કે તેમના માટે સારો બદલો છે.

مَّاکِثِیۡنَ فِیۡہِ اَبَدًا ۙ﴿۳﴾

(૩) જેમાં તેઓ હંમેશા રહેશે:

وَّ یُنۡذِرَ الَّذِیۡنَ قَالُوا اتَّخَذَ اللّٰہُ وَلَدًا ٭﴿۴﴾

(૪) અને જેઓ કહ્યુ કે અલ્લાહે ફરઝંદ પસંદ કર્યો, તેઓને અલ્લાહના અઝાબથી ડરાવે.

مَا لَہُمۡ بِہٖ مِنۡ عِلۡمٍ وَّ لَا لِاٰبَآئِہِمۡ ؕ کَبُرَتۡ کَلِمَۃً تَخۡرُجُ مِنۡ اَفۡوَاہِہِمۡ ؕ اِنۡ یَّقُوۡلُوۡنَ اِلَّا کَذِبًا ﴿۵﴾

(૫) ન તેઓને તેનું ઇલ્મ છે, ન તેઓના બાપદાદાઓને હતું, તેઓના મુખેથી મોટી વાત નીકળે છે; તેઓ ફકત જૂઠું બોલે છે.

فَلَعَلَّکَ بَاخِعٌ نَّفۡسَکَ عَلٰۤی اٰثَارِہِمۡ اِنۡ لَّمۡ یُؤۡمِنُوۡا بِہٰذَا الۡحَدِیۡثِ اَسَفًا ﴿۶﴾

(૬) અગર તેઓ આ વાત ઉપર ઇમાન નહિં લાવે, તો જાણે તેઓના આમાલના અફસોસમાં તુ તારી જાતને હલાક કરી નાખીશ!

اِنَّا جَعَلۡنَا مَا عَلَی الۡاَرۡضِ زِیۡنَۃً لَّہَا لِنَبۡلُوَہُمۡ اَیُّہُمۡ اَحۡسَنُ عَمَلًا ﴿۷﴾

(૭) ખરેખર અમોએ ઝમીન પર જે કાંઇ છે તેને સુશોભિત બનાવ્યું કે જેથી અમે તેઓને અજમાવીએ કે તેમનામાંથી સારા કાર્ય કરનાર કોણ છે.

وَ اِنَّا لَجٰعِلُوۡنَ مَا عَلَیۡہَا صَعِیۡدًا جُرُزًا ؕ﴿۸﴾

(૮) અને (છેવટે) અમે તેની ઉપર જે કાંઇ છે તેને ઉજ્જડ મેદાન બનાવી દેશું.

اَمۡ حَسِبۡتَ اَنَّ اَصۡحٰبَ الۡکَہۡفِ وَ الرَّقِیۡمِ ۙ کَانُوۡا مِنۡ اٰیٰتِنَا عَجَبًا ﴿۹﴾

(૯) અથવા શું તું એવું ગુમાન કરે છે કે અસ્હાબે કહફ (ગુફાવાળા) તથા અસ્હાબે રકીમ (શીલા લેખવાળાઓ) અમારી નવાઇ પમાડનાર નિશાનીઓમાંથી હતા?!

10

اِذۡ اَوَی الۡفِتۡیَۃُ اِلَی الۡکَہۡفِ فَقَالُوۡا رَبَّنَاۤ اٰتِنَا مِنۡ لَّدُنۡکَ رَحۡمَۃً وَّ ہَیِّیٔۡ لَنَا مِنۡ اَمۡرِنَا رَشَدًا ﴿۱۰﴾

(૧૦) જ્યારે નવયુવાનોએ ગુફામાં પનાહ લીધી ત્યારે તેમણે કહ્યુ કે અય અમારા પરવરદિગાર! અમને તારી પાસેથી રહેમત અતા કર અને અમારા કાર્યોમાં અમને હિદાયત આપ.

11

فَضَرَبۡنَا عَلٰۤی اٰذَانِہِمۡ فِی الۡکَہۡفِ سِنِیۡنَ عَدَدًا ﴿ۙ۱۱﴾

(૧૧) તેથી અમોએ ગુફામાં વર્ષો સુધી તેઓના કાન ઉપર (ઊંઘનો) પડદો પાડી રાખ્યો.

12

ثُمَّ بَعَثۡنٰہُمۡ لِنَعۡلَمَ اَیُّ الۡحِزۡبَیۡنِ اَحۡصٰی لِمَا لَبِثُوۡۤا اَمَدًا ﴿٪۱۲﴾

(૧૨) પછી અમોએ તેમને જગાડયા કે જેથી અમે (જાહેરી નિશાની વડે) જાણી લઇએ કે તે બે સમૂહમાંથી કયા સમૂહે ઊંઘમાં રહેવાની મુદ્દતનો બહેતર હિસાબ કર્યો?

13

نَحۡنُ نَقُصُّ عَلَیۡکَ نَبَاَہُمۡ بِالۡحَقِّ ؕ اِنَّہُمۡ فِتۡیَۃٌ اٰمَنُوۡا بِرَبِّہِمۡ وَ زِدۡنٰہُمۡ ہُدًی ﴿٭ۖ۱۳﴾

(૧૩) તેમનો કિસ્સો અમે તને હક સાથે બયાન કરીએ છીએ; બેશક તેઓ એવા યુવાન હતા કે જેઓ પોતાના પરવરદિગાર ઉપર ઇમાન લાવ્યા અને અમોએ તેમની હિદાયતમાં વધારો કરી દીધો.

14

وَّ رَبَطۡنَا عَلٰی قُلُوۡبِہِمۡ اِذۡ قَامُوۡا فَقَالُوۡا رَبُّنَا رَبُّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ لَنۡ نَّدۡعُوَا۠ مِنۡ دُوۡنِہٖۤ اِلٰـہًا لَّقَدۡ قُلۡنَاۤ اِذًا شَطَطًا ﴿۱۴﴾

(૧૪) અને અમોએ તેમના દિલોને મજબૂત કરી દીધા, જયારે તેઓ ઊભા થયા અને કહ્યું : અમારો પરવરદિગાર આકાશો અને ઝમીનનો પરવરદિગાર છે, અને અમો તેના સિવાય બીજા કોઇ માઅબૂદને નહિં પોકારીએ. જો આવુ કરીએ તો ખરેખર અમે બાતિલ બોલ્યા.

15

ہٰۤؤُلَآءِ قَوۡمُنَا اتَّخَذُوۡا مِنۡ دُوۡنِہٖۤ اٰلِہَۃً ؕ لَوۡ لَا یَاۡتُوۡنَ عَلَیۡہِمۡ بِسُلۡطٰنٍۭ بَیِّنٍ ؕ فَمَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰی عَلَی اللّٰہِ کَذِبًا ﴿ؕ۱۵﴾

(૧૫) આ અમારી કૌમે તેના સિવાય બીજા માઅબૂદો બનાવી લીધા, શા માટે તેઓ તેમના માટે કોઇ ખુલ્લી દલીલો રજૂ નથી કરતા? માટે તેના કરતાં વધારે ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે?

16

وَ اِذِ اعۡتَزَلۡتُمُوۡہُمۡ وَمَا یَعۡبُدُوۡنَ اِلَّا اللّٰہَ فَاۡ وٗۤا اِلَی الۡکَہۡفِ یَنۡشُرۡ لَکُمۡ رَبُّکُمۡ مِّنۡ رَّحۡمَتِہٖ وَیُہَیِّیٔۡ لَکُمۡ مِّنۡ اَمۡرِکُمۡ مِّرۡفَقًا ﴿۱۶﴾

(૧૬) અને (અમોએ તેઓને કહ્યુ) જયારે અલ્લાહ સિવાય જેની ઇબાદત કરવામાં આવે છે તેનાથી દૂર થાવ ત્યારે ગૂફામાં પનાહ લ્યો જેથી તમારો પરવરદિગાર તમારી માટે પોતાની રહેમતને ફેલાવે અને તમારા કાર્યમાં આસાની અતા કરે.

17

وَ تَرَی الشَّمۡسَ اِذَا طَلَعَتۡ تَّزٰوَرُ عَنۡ کَہۡفِہِمۡ ذَاتَ الۡیَمِیۡنِ وَ اِذَا غَرَبَتۡ تَّقۡرِضُہُمۡ ذَاتَ الشِّمَالِ وَ ہُمۡ فِیۡ فَجۡوَۃٍ مِّنۡہُ ؕ ذٰلِکَ مِنۡ اٰیٰتِ اللّٰہِ ؕ مَنۡ یَّہۡدِ اللّٰہُ فَہُوَ الۡمُہۡتَدِ ۚ وَ مَنۡ یُّضۡلِلۡ فَلَنۡ تَجِدَ لَہٗ وَلِیًّا مُّرۡشِدًا ﴿٪۱۷﴾

(૧૭) અને તું સૂર્યને જોતે કે જયારે તે ઊગતો ત્યારે તેમની ગુફાથી સીધા હાથ તરફ ઢળેતો હતો અને જયારે ડૂબતો હતો ત્યારે તેમને ડાબા હાથ તરફથી કપાતો હતો; જયારે કે તેઓ તે (ગુફા)ના વિશાળ ભાગમાં હતા; આ અલ્લાહની નિશાનીઓમાંથી છે; જેને અલ્લાહ હિદાયત કરે છે તે હિદાયત પામેલો છે, અને જેને તે ગુમરાહ કરે, તેના માટે તું કોઇ હિદાયત કરનાર સરપરસ્ત પામીશ નહિં.

18

وَ تَحۡسَبُہُمۡ اَیۡقَاظًا وَّ ہُمۡ رُقُوۡدٌ ٭ۖ وَّ نُقَلِّبُہُمۡ ذَاتَ الۡیَمِیۡنِ وَ ذَاتَ الشِّمَالِ ٭ۖ وَ کَلۡبُہُمۡ بَاسِطٌ ذِرَاعَیۡہِ بِالۡوَصِیۡدِ ؕ لَوِ اطَّلَعۡتَ عَلَیۡہِمۡ لَوَلَّیۡتَ مِنۡہُمۡ فِرَارًا وَّ لَمُلِئۡتَ مِنۡہُمۡ رُعۡبًا ﴿۱۸﴾

(૧૮) તને જાગતા હોય એમ લાગેત, જો કે તેઓ સૂતા હતા, અને અમે તેમને જમણે અને ડાબે પડખે ફેરવતા હતા, અને તેમનો કૂતરો ઉંબરામાં તેના બંને પગ ફેલાવી બેઠો હતો; અગર તું તેમને જોતે તો જરૂર પલટીને નાસવા લાગતે અને તેમના પ્રભાવથી ડરી જતે.

19

وَ کَذٰلِکَ بَعَثۡنٰہُمۡ لِیَتَسَآءَلُوۡا بَیۡنَہُمۡ ؕ قَالَ قَآئِلٌ مِّنۡہُمۡ کَمۡ لَبِثۡتُمۡ ؕ قَالُوۡا لَبِثۡنَا یَوۡمًا اَوۡ بَعۡضَ یَوۡمٍ ؕ قَالُوۡا رَبُّکُمۡ اَعۡلَمُ بِمَا لَبِثۡتُمۡ ؕ فَابۡعَثُوۡۤا اَحَدَکُمۡ بِوَرِقِکُمۡ ہٰذِہٖۤ اِلَی الۡمَدِیۡنَۃِ فَلۡیَنۡظُرۡ اَیُّہَاۤ اَزۡکٰی طَعَامًا فَلۡیَاۡتِکُمۡ بِرِزۡقٍ مِّنۡہُ وَ لۡـیَؔ‍‍‍تَلَطَّفۡ وَ لَا یُشۡعِرَنَّ بِکُمۡ اَحَدًا ﴿۱۹﴾

(૧૯) અને એવી જ રીતે અમોએ તેમને ઉઠાડ્યા કે જેથી આપસમાં એક બીજાને સવાલ કરે; તેઓ માંના એક કહેનારાએ કહ્યું કે તમે કેટલુ રોકાણા? તેમણે કહ્યું આપણે એક દિવસ અથવા કાંઇક ઓછો (સમય) રોકાણા; તેમણે કહ્યું જેટલો સમય તમે રોકાણા તેને તમારો પરવરદિગાર સારી રીતે જાણે છે; માટે (હવે) તમે તમારામાંથી એકને તમારા આ સિક્કા આપી શહેર તરફ મોકલો કે તે (ત્યાં જઇને) જૂએ કે ક્યો ખોરાક વધારે પાકીઝા છે? પછી તે તેમાંથી તમારા માટે ખોરાક લાવે અને સાવચેતી રાખે જેથી કોઇને પણ તમારી જાણ ન થવા પામે!

20

اِنَّہُمۡ اِنۡ یَّظۡہَرُوۡا عَلَیۡکُمۡ یَرۡجُمُوۡکُمۡ اَوۡ یُعِیۡدُوۡکُمۡ فِیۡ مِلَّتِہِمۡ وَ لَنۡ تُفۡلِحُوۡۤا اِذًا اَبَدًا ﴿۲۰﴾

(૨૦) કારણ કે અગર તેઓને તમારી જાણ થઇ જશે તો તમને સંગસાર કરશે અથવા તો તમને પોતાના દીનમાં પાછા દાખલ કરી લેશે, અને આવી હાલતમાં તમે હરગિઝ કામ્યાબી મેળવશો નહિ.

21

وَ کَذٰلِکَ اَعۡثَرۡنَا عَلَیۡہِمۡ لِیَعۡلَمُوۡۤا اَنَّ وَعۡدَ اللّٰہِ حَقٌّ وَّ اَنَّ السَّاعَۃَ لَا رَیۡبَ فِیۡہَا ۚ٭ اِذۡ یَتَنَازَعُوۡنَ بَیۡنَہُمۡ اَمۡرَہُمۡ فَقَالُوا ابۡنُوۡا عَلَیۡہِمۡ بُنۡیَانًا ؕ رَبُّہُمۡ اَعۡلَمُ بِہِمۡ ؕ قَالَ الَّذِیۡنَ غَلَبُوۡا عَلٰۤی اَمۡرِہِمۡ لَنَتَّخِذَنَّ عَلَیۡہِمۡ مَّسۡجِدًا ﴿۲۱﴾

(૨૧) અને આવી રીતે અમોએ તેમની હાલતથી તેઓને વાકેફ કરી દીધા કે જેથી તેઓ જાણી લે કે અલ્લાહનો વાયદો ખરેખર સાચો છે અને (કયામતની) ઘડી (આવવા)માં કાંઇ શક નથી. જે વખતે તેઓ તેમના મામલા સંબંધી આપસમાં બહેસ કરવા લાગ્યા ત્યારે તેમણે કહ્યું કે તેમના પર એક ઇમારત બનાવો; તેમનો પરવરદિગાર તેમની હાલતથી સારી રીતે વાકેફ છે; જેમનો મશવેરો તેઓના મામલામાં ગાલીબ થયો તેમણે કહ્યું કે જરૂર અમે તેમના ઉપર એક મસ્જિદ બનાવીશું.

22

سَیَقُوۡلُوۡنَ ثَلٰثَۃٌ رَّابِعُہُمۡ کَلۡبُہُمۡ ۚ وَ یَقُوۡلُوۡنَ خَمۡسَۃٌ سَادِسُہُمۡ کَلۡبُہُمۡ رَجۡمًۢا بِالۡغَیۡبِ ۚ وَ یَقُوۡلُوۡنَ سَبۡعَۃٌ وَّ ثَامِنُہُمۡ کَلۡبُہُمۡ ؕ قُلۡ رَّبِّیۡۤ اَعۡلَمُ بِعِدَّتِہِمۡ مَّا یَعۡلَمُہُمۡ اِلَّا قَلِیۡلٌ ۬۟ فَلَا تُمَارِ فِیۡہِمۡ اِلَّا مِرَآءً ظَاہِرًا ۪ وَّ لَا تَسۡتَفۡتِ فِیۡہِمۡ مِّنۡہُمۡ اَحَدًا ﴿٪۲۲﴾

(૨૨) અનકરીબ કહેશે : તેઓ ત્રણ હતા અને ચોથો તેમનો કૂતરો હતો; અને (અમુક) કહેશે તેઓ પાંચ હતા અને છઠ્ઠો તેનો કૂતરો હતો - અંધારામાં તીર મારે છે - અને (અમુક) કહેશે કે તેઓ સાત હતા (અને) આઠમો તેમનો કૂતરો હતો. તું કહે કે મારો પરવરદિગાર તેમની સંખ્યાથી સારી રીતે વાકેફ છે, તેમની સંખ્યાને નથી જાણતા પણ થોડા લોકો, માટે તમે તેમના સંબંધમાં સ્પષ્ટ દલીલ સિવાય વાદ-વિવાદ ન કરો અને તેમના વિશે કોઇપણનો મત માંગો નહી.

23

وَ لَا تَقُوۡلَنَّ لِشَایۡءٍ اِنِّیۡ فَاعِلٌ ذٰلِکَ غَدًا ﴿ۙ۲۳﴾

(૨૩) અને કોઇ પણ કામની બાબતમાં તું એમ ન કહે કે કાલે હું તે કરીશ:

24

اِلَّاۤ اَنۡ یَّشَآءَ اللّٰہُ ۫ وَ اذۡکُرۡ رَّبَّکَ اِذَا نَسِیۡتَ وَ قُلۡ عَسٰۤی اَنۡ یَّہۡدِیَنِ رَبِّیۡ لِاَقۡرَبَ مِنۡ ہٰذَا رَشَدًا ﴿۲۴﴾

(૨૪) સિવાય કે અલ્લાહ ચાહે; અને જ્યારે તું ભૂલી જાય ત્યારે તારા પરવરદિગારને યાદ કર અને કહે : ઉમ્મીદવાર છુ કે મારો પરવરદિગાર મને આના કરતા (હકથી) વધુ નજદીક રસ્તાની હિદાયત કરશે.

25

وَ لَبِثُوۡا فِیۡ کَہۡفِہِمۡ ثَلٰثَ مِائَۃٍ سِنِیۡنَ وَ ازۡدَادُوۡا تِسۡعًا ﴿۲۵﴾

(૨૫) અને તેઓ તેમની ગુફામાં ત્રણસો વર્ષ રહ્યા અને (તેમાં) નવ (વર્ષ)નો વધારો થયો.

26

قُلِ اللّٰہُ اَعۡلَمُ بِمَا لَبِثُوۡا ۚ لَہٗ غَیۡبُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ اَبۡصِرۡ بِہٖ وَ اَسۡمِعۡ ؕ مَا لَہُمۡ مِّنۡ دُوۡنِہٖ مِنۡ وَّلِیٍّ ۫ وَّ لَا یُشۡرِکُ فِیۡ حُکۡمِہٖۤ اَحَدًا ﴿۲۶﴾

(૨૬) (અય રસૂલ!) તું કહે : અલ્લાહ બેહતર જાણે છે કે તેઓ કેટલો સમય રહ્યા? આકાશો તથા ઝમીનનુ ગૈબ (છુપી વાતોની જાણકારી) તેની પાસે છે; તે કેવો જોનાર અને કેવો સાંભળનાર છે! તેના સિવાય તેઓ માટે બીજો કોઇ સરપરસ્ત નથી, અને તે (અલ્લાહ) પોતાના હુકમમાં કોઇ બીજાને શરીક કરતો નથી.

27

وَ اتۡلُ مَاۤ اُوۡحِیَ اِلَیۡکَ مِنۡ کِتَابِ رَبِّکَ ۚؕ لَا مُبَدِّلَ لِکَلِمٰتِہٖ ۚ۟ وَ لَنۡ تَجِدَ مِنۡ دُوۡنِہٖ مُلۡتَحَدًا ﴿۲۷﴾

(૨૭) અને તારા પરવરદિગારની કિતાબમાંથી તારા તરફ જે કાંઇ વહી કરવામાં આવેલ છે તેની તિલાવત કર; તેના શબ્દોને કોઇ બદલી શકતુ નથી; અને તને તેના સિવાય બીજે ક્યાંય પનાહ મળશે નહી.

28

وَ اصۡبِرۡ نَفۡسَکَ مَعَ الَّذِیۡنَ یَدۡعُوۡنَ رَبَّہُمۡ بِالۡغَدٰوۃِ وَ الۡعَشِیِّ یُرِیۡدُوۡنَ وَجۡہَہٗ وَ لَا تَعۡدُ عَیۡنٰکَ عَنۡہُمۡ ۚ تُرِیۡدُ زِیۡنَۃَ الۡحَیٰوۃِ الدُّنۡیَا ۚ وَ لَا تُطِعۡ مَنۡ اَغۡفَلۡنَا قَلۡبَہٗ عَنۡ ذِکۡرِنَا وَ اتَّبَعَ ہَوٰىہُ وَ کَانَ اَمۡرُہٗ فُرُطًا ﴿۲۸﴾

(૨૮) અને તે લોકો સાથે સબ્ર કર કે જેઓ સવાર સાંજ પોતાના પરવરદિગારને પોકારે છે, અને તે (અલ્લાહ)ની જ ખુશીના તલબગાર છે, અને દુનિયાની ઝિંદગીની ઝીનતના તલબગાર બનીને તેઓથી તારી નજર ફેરવી ન લેજે, અને તે શખ્સની ઇતાઅત ન કર કે જેના દિલને અમે અમારી યાદથી ગાફિલ બનાવી દીધું અને જેને પોતાની ખ્વાહીશાતોની તાબેદારી કરી અને જેનું કામ હદ ઓળંગી જવાનુ છે.

29

وَ قُلِ الۡحَقُّ مِنۡ رَّبِّکُمۡ ۟ فَمَنۡ شَآءَ فَلۡیُؤۡمِنۡ وَّ مَنۡ شَآءَ فَلۡیَکۡفُرۡ ۙ اِنَّاۤ اَعۡتَدۡنَا لِلظّٰلِمِیۡنَ نَارًا ۙ اَحَاطَ بِہِمۡ سُرَادِقُہَا ؕ وَ اِنۡ یَّسۡتَغِیۡثُوۡا یُغَاثُوۡا بِمَآءٍ کَالۡمُہۡلِ یَشۡوِی الۡوُجُوۡہَ ؕ بِئۡسَ الشَّرَابُ ؕ وَ سَآءَتۡ مُرۡتَفَقًا ﴿۲۹﴾

(૨૯) અને તું કહે : હક તમારા પરવરદિગાર તરફથી છે; માટે જે ચાહે તે ઇમાન લાવે, અને જે ચાહે તે ઇન્કાર કરે; બેશક અમોએ ઝાલિમ લોકો માટે એક આગ તૈયાર કરેલ છે કે જેના પડદાઓ તેમને ઘેરી લેશે; અને અગર તેઓ (પાણીની) ફરિયાદ કરશે તો પીગળેલા તાંબા જેવા પીણાથી તેઓની ફરિયાદ દૂર કરવામાં આવશે. જે તેમના ચહેરાને ભૂંજી નાખશે; કેવુ બૂરૂં છે પીણું અને કેટલી ખરાબ ભેગા થવાની જગ્યા છે!

30

اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ اِنَّا لَا نُضِیۡعُ اَجۡرَ مَنۡ اَحۡسَنَ عَمَلًا ﴿ۚ۳۰﴾

(૩૦) હકીકતમાં જે લોકો ઇમાન લાવ્યા અને જેમણે નેક આમાલ કર્યા, અમે તે સારા અમલ કરનારનો સવાબ બરબાદ કરતા નથી.

31

اُولٰٓئِکَ لَہُمۡ جَنّٰتُ عَدۡنٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہِمُ الۡاَنۡہٰرُ یُحَلَّوۡنَ فِیۡہَا مِنۡ اَسَاوِرَ مِنۡ ذَہَبٍ وَّ یَلۡبَسُوۡنَ ثِیَابًا خُضۡرًا مِّنۡ سُنۡدُسٍ وَّ اِسۡتَبۡرَقٍ مُّتَّکِئِیۡنَ فِیۡہَا عَلَی الۡاَرَآئِکِ ؕ نِعۡمَ الثَّوَابُ ؕ وَ حَسُنَتۡ مُرۡتَفَقًا ﴿٪۳۱﴾

(૩૧) તેઓના માટે હંમેશ રહેનારી જન્નતો છે જેની નીચે નદીઓ વહે છે; જેમાં તેઓને સોનાના કડા પહેરવામાં આવશે, ઝીણા અને ઘટ્ટ રેશમના લીલા રંગના લિબાસ પહેરશે અને ઊંચા સિંહાસનો પર ટેકો દઇને બેઠા હશે, તે કેટલો ઉત્તમ બદલો અને કેટલી ઉમદા ભેગા થવાની જગ્યા છે!

32

وَ اضۡرِبۡ لَہُمۡ مَّثَلًا رَّجُلَیۡنِ جَعَلۡنَا لِاَحَدِہِمَا جَنَّتَیۡنِ مِنۡ اَعۡنَابٍ وَّ حَفَفۡنٰہُمَا بِنَخۡلٍ وَّ جَعَلۡنَا بَیۡنَہُمَا زَرۡعًا ﴿ؕ۳۲﴾

(૩૨) અને તેમના માટે તે બે માણસોનો દાખલો બયાન કર કે : અમોએ તે બંનેમાંથી એકને માટે બે દ્રાક્ષના બગીચાઓ જે બંનેને ખજૂરના વૃક્ષો વડે ઘેરી લીધા હતા અને તે (બગીચાઓ)ના વચ્ચેના ભાગમાં (અનાજના) ખેતર બનાવ્યા.

33

کِلۡتَا الۡجَنَّتَیۡنِ اٰتَتۡ اُکُلَہَا وَ لَمۡ تَظۡلِمۡ مِّنۡہُ شَیۡئًا ۙ وَّ فَجَّرۡنَا خِلٰلَہُمَا نَہَرًا ﴿ۙ۳۳﴾

(૩૩) (અને) એ બંને બગીચાઓ તેમના ફળ આપતા હતા, અને કાંઇપણ કમી કરતા ન હતા, અને તે બંનેની વચ્ચે અમોએ એક નદી વહેતી કરી હતી:

34

وَّ کَانَ لَہٗ ثَمَرٌ ۚ فَقَالَ لِصَاحِبِہٖ وَ ہُوَ یُحَاوِرُہٗۤ اَنَا اَکۡثَرُ مِنۡکَ مَالًا وَّ اَعَزُّ نَفَرًا ﴿۳۴﴾

(૩૪) અને તેની ફળોની ઉપજ (વધારે) હતી તેથી તેણે પોતાના સાથીદારને વાતચીત કરતા કહ્યું : મારી પાસે તારા કરતાં વધારે દૌલત છે અને માણસોની તાકત વધારે છે.

35

وَ دَخَلَ جَنَّتَہٗ وَ ہُوَ ظَالِمٌ لِّنَفۡسِہٖ ۚ قَالَ مَاۤ اَظُنُّ اَنۡ تَبِیۡدَ ہٰذِہٖۤ اَبَدًا ﴿ۙ۳۵﴾

(૩૫) અને તે પોતાના બગીચામાં એવી હાલતમાં દાખલ થયો કે તે પોતાની જાત પર ઝુલ્મ કરનાર હતો. તેણે કહ્યું : હું નથી ધારતો કે આ કયારેય નાશ પામશે!

36

وَّ مَاۤ اَظُنُّ السَّاعَۃَ قَآئِمَۃً ۙ وَّ لَئِنۡ رُّدِدۡتُّ اِلٰی رَبِّیۡ لَاَجِدَنَّ خَیۡرًا مِّنۡہَا مُنۡقَلَبًا ﴿۳۶﴾

(૩૬) અને હું નથી ધારતો કે (કયામતની) ઘડી કાયમ થશે, અને જો હું મારા પરવરદિગાર તરફ પાછો ફેરવવામાં આવીશ તો બેશક આના કરતાં બહેતર જગ્યા મેળવીશ.

37

قَالَ لَہٗ صَاحِبُہٗ وَ ہُوَ یُحَاوِرُہٗۤ اَکَفَرۡتَ بِالَّذِیۡ خَلَقَکَ مِنۡ تُرَابٍ ثُمَّ مِنۡ نُّطۡفَۃٍ ثُمَّ سَوّٰىکَ رَجُلًا ﴿ؕ۳۷﴾

(૩૭) તેના સાથીએ તેની જોડે વાતચીત કરતાં કહ્યું: શું તેનો ઇન્કાર કરે છો કે જેણે તને માટીમાંથી પૈદા કર્યો, પછી નુત્ફામાંથી. ત્યારબાદ તેણે તને મુકમ્મલ ઇન્સાન બનાવી દીધો?!

38

لٰکِنَّا۠ ہُوَ اللّٰہُ رَبِّیۡ وَ لَاۤ اُشۡرِکُ بِرَبِّیۡۤ اَحَدًا ﴿۳۸﴾

(૩૮) પરંતુ મારો પરવરદિગાર એ જ અલ્લાહ છે અને હું કોઇને પણ મારા પરવરદિગારનો શરીક બનાવતો નથી.

39

وَ لَوۡ لَاۤ اِذۡ دَخَلۡتَ جَنَّتَکَ قُلۡتَ مَا شَآءَ اللّٰہُ ۙ لَا قُوَّۃَ اِلَّا بِاللّٰہِ ۚ اِنۡ تَرَنِ اَنَا اَقَلَّ مِنۡکَ مَالًا وَّ وَلَدًا ﴿ۚ۳۹﴾

(૩૯) અને તેં તારા બગીચામાં દાખલ થતી વખતે એમ કેમ ન કહ્યું : આ (નેઅમતનુ મને આપવુ) અલ્લાહે ચાહ્યુ અલ્લાહ સિવાય કોઇ તાકાત નથી, જો તુ એમ જોવે છો કે હું માલ તથા ઔલાદમાં તારા કરતાં કમતર છું:

40

فَعَسٰی رَبِّیۡۤ اَنۡ یُّؤۡتِیَنِ خَیۡرًا مِّنۡ جَنَّتِکَ وَ یُرۡسِلَ عَلَیۡہَا حُسۡبَانًا مِّنَ السَّمَآءِ فَتُصۡبِحَ صَعِیۡدًا زَلَقًا ﴿ۙ۴۰﴾

(૪૦) ઉમ્મીદ છે મારો પરવરદિગાર મને તારા બગીચા કરતાં બહેતર બગીચો આપે, અને (તારા બગીચા)ની ઉપર આસમાનથી વીજળી રૂપે કોઇ અઝાબ મોકલે કે જેથી તે ઊજ્જડ મેદાન થઇ જાય:

41

اَوۡ یُصۡبِحَ مَآؤُہَا غَوۡرًا فَلَنۡ تَسۡتَطِیۡعَ لَہٗ طَلَبًا ﴿۴۱﴾

(૪૧) અથવા તેનું પાણી ઝમીનમાં ઊંડુ ચાલ્યું જાય કે હરગિઝ તું તેને પામી ન શકે.

42

وَ اُحِیۡطَ بِثَمَرِہٖ فَاَصۡبَحَ یُقَلِّبُ کَفَّیۡہِ عَلٰی مَاۤ اَنۡفَقَ فِیۡہَا وَ ہِیَ خَاوِیَۃٌ عَلٰی عُرُوۡشِہَا وَ یَقُوۡلُ یٰلَیۡتَنِیۡ لَمۡ اُشۡرِکۡ بِرَبِّیۡۤ اَحَدًا ﴿۴۲﴾

(૪૨) અને તેની નીપજના ફળ (આફત)માં ઘેરાઇ ગયા અને જે ખર્ચ તેણે કર્યો હતો તેના માટે હાથ ચોળતો રહી ગયો, જયારે કે તે બાગ પોતાના વેલાના માંડવાઓ ઉપર ઊંધો પડયો હતો. તે કહેતો હતો: હાય અફસોસ કેવું સારૂં થાત કે મેં મારા પરવરદિગારનો કોઇ શરીક બનાવ્યો ન હોત!

43

وَ لَمۡ تَکُنۡ لَّہٗ فِئَۃٌ یَّنۡصُرُوۡنَہٗ مِنۡ دُوۡنِ اللّٰہِ وَ مَا کَانَ مُنۡتَصِرًا ﴿ؕ۴۳﴾

(૪૩) અલ્લાહ સામે તેની મદદ કરનાર કોઇ ટોળુ ન હતુ અને તે પોતે (પણ) મદદ મેળવી શકે તેમ ન હતો.

44

ہُنَالِکَ الۡوَلَایَۃُ لِلّٰہِ الۡحَقِّ ؕ ہُوَ خَیۡرٌ ثَوَابًا وَّ خَیۡرٌ عُقۡبًا ﴿٪۴۴﴾

(૪૪) તે વખતે સાબિત થયુ કે સરપરસ્તી અલ્લાહની જ છે; એ જ (ફરમાબરદારોને) સારો બદલો આપનાર અને સારા અંજામે પહોંચાડનાર છે.

45

وَ اضۡرِبۡ لَہُمۡ مَّثَلَ الۡحَیٰوۃِ الدُّنۡیَا کَمَآءٍ اَنۡزَلۡنٰہُ مِنَ السَّمَآءِ فَاخۡتَلَطَ بِہٖ نَبَاتُ الۡاَرۡضِ فَاَصۡبَحَ ہَشِیۡمًا تَذۡرُوۡہُ الرِّیٰحُ ؕ وَ کَانَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ مُّقۡتَدِرًا ﴿۴۵﴾

(૪૫) અને તેમને દુન્યાવી જીવનની મિસાલ આપ કે તે પાણી જેવી છે કે જે અમો આસમાનથી વરસાવીએ છીએ, કે જે જમીનની વનસ્પતિમાં ભળી જાય છે, પછી તે સૂકાઇને ટૂકડા થઇ જાય છે જેને પવન વિખેરી નાખે છે, અને અલ્લાહ દરેક વસ્તુ પર કાબૂ રાખે છે.

46

اَلۡمَالُ وَ الۡبَنُوۡنَ زِیۡنَۃُ الۡحَیٰوۃِ الدُّنۡیَا ۚ وَ الۡبٰقِیٰتُ الصّٰلِحٰتُ خَیۡرٌ عِنۡدَ رَبِّکَ ثَوَابًا وَّ خَیۡرٌ اَمَلًا ﴿۴۶﴾

(૪૬) માલ અને ઔલાદ દુનિયાવી જીવનની ઝીનત છે; અને બાકી રહેનાર સારા કાર્યો તારા પરવરદિગાર પાસે સવાબ રૂપે બહેતર છે, અને બહેતરીન ઉમ્મીદ આપનાર છે.

47

وَ یَوۡمَ نُسَیِّرُ الۡجِبَالَ وَ تَرَی الۡاَرۡضَ بَارِزَۃً ۙ وَّ حَشَرۡنٰہُمۡ فَلَمۡ نُغَادِرۡ مِنۡہُمۡ اَحَدًا ﴿ۚ۴۷﴾

(૪૭) અને જે દિવસે અમે પહાડોને ચલાવવા માંડીશું અને તું ઝમીનને સાફ થયેલી જોઇશ, અને અમે તેમને મહેશૂર કરીશું કે તેમનામાંથી કોઇને પણ છોડીશું નહિં.

48

وَ عُرِضُوۡا عَلٰی رَبِّکَ صَفًّا ؕ لَقَدۡ جِئۡتُمُوۡنَا کَمَا خَلَقۡنٰکُمۡ اَوَّلَ مَرَّۃٍۭ ۫ بَلۡ زَعَمۡتُمۡ اَلَّنۡ نَّجۡعَلَ لَکُمۡ مَّوۡعِدًا ﴿۴۸﴾

(૪૮) અને તેમને તારા પરવરદિગારની હજૂરમાં હારબંધ લાવવામાં આવશે; હવે બેશક તમે અમારી પાસે એવી રીતે આવ્યા કે જેવી રીતે અમોએ તમને પહેલી વખતે પૈદા કર્યા હતા, બલ્કે તમારૂં એવું ગુમાન હતું કે અમોએ તમારા માટે વાયદો પૂરો કરવાનો કોઇ વખત નક્કી નહી કરીએ.

49

وَ وُضِعَ الۡکِتٰبُ فَتَرَی الۡمُجۡرِمِیۡنَ مُشۡفِقِیۡنَ مِمَّا فِیۡہِ وَ یَقُوۡلُوۡنَ یٰوَیۡلَتَنَا مَالِ ہٰذَا الۡکِتٰبِ لَا یُغَادِرُ صَغِیۡرَۃً وَّ لَا کَبِیۡرَۃً اِلَّاۤ اَحۡصٰہَا ۚ وَ وَجَدُوۡا مَا عَمِلُوۡا حَاضِرًا ؕ وَ لَا یَظۡلِمُ رَبُّکَ اَحَدًا ﴿٪۴۹﴾

(૪૯) અને જયારે નામએ આમાલ સામે રાખવામાં આવશે, તે સમયે તું ગુનેહગારોને નિહાળીશ કે જે કાંઇ તેમાં હશે તેનાથી ડરતા હશે અને કહેશે : હાય અમારી આફત : આ કેવી કિતાબ છે કે દરેક નાની અથવા મોટી બાબત મૂકી નથી, સિવાય કે દરેકની ગણતરી કરેલ છે, અને તેઓએ જે પણ કાર્યો કર્યા હશે તેને તેઓ હાજર જોશે, અને તારો પરવરદિગાર કોઇ ઉપર ઝુલ્મ નથી કરતો.

50

وَ اِذۡ قُلۡنَا لِلۡمَلٰٓئِکَۃِ اسۡجُدُوۡا لِاٰدَمَ فَسَجَدُوۡۤا اِلَّاۤ اِبۡلِیۡسَ ؕ کَانَ مِنَ الۡجِنِّ فَفَسَقَ عَنۡ اَمۡرِ رَبِّہٖ ؕ اَفَتَتَّخِذُوۡنَہٗ وَ ذُرِّیَّتَہٗۤ اَوۡلِیَآءَ مِنۡ دُوۡنِیۡ وَ ہُمۡ لَکُمۡ عَدُوٌّ ؕ بِئۡسَ لِلظّٰلِمِیۡنَ بَدَلًا ﴿۵۰﴾

(૫૦) અને જયારે અમોએ ફરિશ્તાઓને કહ્યું: આદમને સજદો કરો ત્યારે ઇબ્લીસ સિવાય સર્વેએ સજદો કર્યો; તે જિન્નાતમાંથી હતો અને તેણે તેના પરવરદિગારના હુકમની નાફરમાની કરી; શું તમે મારા બદલે તેને અને તેની નસ્લને સરપરસ્ત પસંદ કરશો? જો કે તેઓ તમારા દુશ્મન છે : ઝાલિમો માટે કેટલો ખરાબ વિકલ્પ છે!

51

مَاۤ اَشۡہَدۡتُّہُمۡ خَلۡقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ لَا خَلۡقَ اَنۡفُسِہِمۡ ۪ وَ مَا کُنۡتُ مُتَّخِذَ الۡمُضِلِّیۡنَ عَضُدًا ﴿۵۱﴾

(૫૧) મેં આસમાનો તથા ઝમીનની ખિલકત વખતે તેઓ (શૈતાનો)ને હાજર રાખ્યા ન હતા અને ન તેમના પોતાની ખિલકતના સમયે (પણ); અને હરગિઝ હું ગુમરાહ કરનારાઓને મારા મદદગાર બનાવતો નથી.

52

وَ یَوۡمَ یَقُوۡلُ نَادُوۡا شُرَکَآءِیَ الَّذِیۡنَ زَعَمۡتُمۡ فَدَعَوۡہُمۡ فَلَمۡ یَسۡتَجِیۡبُوۡا لَہُمۡ وَ جَعَلۡنَا بَیۡنَہُمۡ مَّوۡبِقًا ﴿۵۲﴾

(૫૨) અને તે દિવસે કે જયારે અલ્લાહ ફરમાવશે: તેઓને પોકારો કે જેમને તમે મારા શરીક ધારતા હતા, પછી તેઓ તેમને પોકારશે પરંતુ તેઓ તેમને જવાબ નહિં આપે, અને તેમની વચ્ચે અમે હલાકતની જુદાઇ મૂકી દેશું.

53

وَ رَاَ الۡمُجۡرِمُوۡنَ النَّارَ فَظَنُّوۡۤا اَنَّہُمۡ مُّوَاقِعُوۡہَا وَ لَمۡ یَجِدُوۡا عَنۡہَا مَصۡرِفًا ﴿٪۵۳﴾

(૫૩) અને ગુનેહગારો આગ નિહાળશે અને યકીન કરશે કે તેઓ તેમાં પડી જશે અને તેઓ તેનાથી બચવા માટેની કોઇ જગ્યા પામશે નહિં.

54

وَ لَقَدۡ صَرَّفۡنَا فِیۡ ہٰذَا الۡقُرۡاٰنِ لِلنَّاسِ مِنۡ کُلِّ مَثَلٍ ؕ وَ کَانَ الۡاِنۡسَانُ اَکۡثَرَ شَیۡءٍ جَدَلًا ﴿۵۴﴾

(૫૪) અને ખરેજ અમોએ આ કુરઆનમાં ઇન્સાન માટે દરેક જાતની મિસાલ બયાન કરેલ છે; અને ઇન્સાન સૌથી વધારે વાદ-વિવાદ કરનાર છે.

55

وَ مَا مَنَعَ النَّاسَ اَنۡ یُّؤۡمِنُوۡۤا اِذۡ جَآءَہُمُ الۡہُدٰی وَ یَسۡتَغۡفِرُوۡا رَبَّہُمۡ اِلَّاۤ اَنۡ تَاۡتِیَہُمۡ سُنَّۃُ الۡاَوَّلِیۡنَ اَوۡ یَاۡتِیَہُمُ الۡعَذَابُ قُبُلًا ﴿۵۵﴾

(૫૫) અને જયારે લોકો સુધી હિદાયત પહોંચી જાય છે, ત્યારે તેમને ઇમાન લાવતા અને તેમના પરવરદિગાર પાસે ગુનાહની તૌબા કરવાથી કંઇ રોકતુ નથી. સિવાય (રાહ જોતો હોય) કે અગાઉના લોકો જેવો અંજામ તેમના માટે આવે અથવા તેમની રૂબરૂ અઝાબ આવી જાય.

56

وَ مَا نُرۡسِلُ الۡمُرۡسَلِیۡنَ اِلَّا مُبَشِّرِیۡنَ وَ مُنۡذِرِیۡنَ ۚ وَ یُجَادِلُ الَّذِیۡنَ کَفَرُوۡا بِالۡبَاطِلِ لِیُدۡحِضُوۡا بِہِ الۡحَقَّ وَ اتَّخَذُوۡۤا اٰیٰتِیۡ وَ مَاۤ اُنۡذِرُوۡا ہُزُوًا ﴿۵۶﴾

(૫૬) અને અમે રસૂલોને નથી મોકલતાં સિવાય કે ખુશખબર આપનાર અને ડરાવનાર બનાવીને; અને નાસ્તિકો બાતિલ થકી હકને નાબૂદ કરી દેવા વાદ વિવાદ કરે છે, અને મારી આયતોને તથા જે વસ્તુઓથી તેમને ચેતવવામાં આવે છે તેને મશ્કરીમાં લે છે.

57

وَ مَنۡ اَظۡلَمُ مِمَّنۡ ذُکِّرَ بِاٰیٰتِ رَبِّہٖ فَاَعۡرَضَ عَنۡہَا وَ نَسِیَ مَا قَدَّمَتۡ یَدٰہُ ؕ اِنَّا جَعَلۡنَا عَلٰی قُلُوۡبِہِمۡ اَکِنَّۃً اَنۡ یَّفۡقَہُوۡہُ وَ فِیۡۤ اٰذَانِہِمۡ وَقۡرًا ؕ وَ اِنۡ تَدۡعُہُمۡ اِلَی الۡہُدٰی فَلَنۡ یَّہۡتَدُوۡۤا اِذًا اَبَدًا ﴿۵۷﴾

(૫૭) અને તેના કરતાં વધારે ઝાલિમ કોણ છે કે જેને તેના પરવરદિગારની આયતો વડે ઘ્યાન દોરવામાં આવેલ છે પછી તે તેનાથી મોંઢું ફેરવી લ્યે, અને જે કામો તેના હાથો વડે આગળ મોકલી ચૂક્યા છે તેને ભૂલી જાય? બેશક અમોએ તેમના દિલો પર પરદા નાખી દીધા જેથી તેઓ સમજી ન શકે અને તેમના કાન ભારે (સુના) કરી દીધાં; અને જો તું તેમને હિદાયત તરફ બોલાવીશ તો પણ હરગિઝ તેઓ હિદાયત મેળવશે નહિં.

58

وَ رَبُّکَ الۡغَفُوۡرُ ذُو الرَّحۡمَۃِ ؕ لَوۡ یُؤَاخِذُہُمۡ بِمَا کَسَبُوۡا لَعَجَّلَ لَہُمُ الۡعَذَابَ ؕ بَلۡ لَّہُمۡ مَّوۡعِدٌ لَّنۡ یَّجِدُوۡا مِنۡ دُوۡنِہٖ مَوۡئِلًا ﴿۵۸﴾

(૫૮) અને તારો પરવરદિગાર માફ કરનાર, રહેમવાળો છે; જો તે તેઓના આમાલની સજા આપવા ચાહતે તો જલ્દી અઝાબ મોકલત પરંતુ તેના માટે એક સમય નક્કી છે. જેનાથી બચવાનો કોઇ રસ્તો નહી હોય.

59

وَ تِلۡکَ الۡقُرٰۤی اَہۡلَکۡنٰہُمۡ لَمَّا ظَلَمُوۡا وَ جَعَلۡنَا لِمَہۡلِکِہِمۡ مَّوۡعِدًا ﴿٪۵۹﴾

(૫૯) અને આ વસ્તીએ જ્યારે ઝુલ્મ કર્યો ત્યારે અમોએ તેને હલાક કરી નાખી; અને તેમની હલાકત માટે અમોએ એક સમય નક્કી કરેલ હતો.

60

وَ اِذۡ قَالَ مُوۡسٰی لِفَتٰىہُ لَاۤ اَبۡرَحُ حَتّٰۤی اَبۡلُغَ مَجۡمَعَ الۡبَحۡرَیۡنِ اَوۡ اَمۡضِیَ حُقُبًا ﴿۶۰﴾

(૬૦) અને જયારે મૂસાએ તેના જવાનને કહ્યું : હું રોકાઇશ નહી જયાં સુધી હું બે દરિયાઓના ભેગા થવાની જગ્યાએ પહોંચી ન જાઉં ભલે પછી લાંબી મુદ્દત સુધી ચાલતો રહું.

61

فَلَمَّا بَلَغَا مَجۡمَعَ بَیۡنِہِمَا نَسِیَا حُوۡتَہُمَا فَاتَّخَذَ سَبِیۡلَہٗ فِی الۡبَحۡرِ سَرَبًا ﴿۶۱﴾

(૬૧) પરંતુ જયારે તેઓ બે દરિયાઓના ભેગા થવાની જગ્યા પર પહોંચી ગયા ત્યારે તેઓ તેમની માછલી ભૂલી ગયા, અને પછી તે માછલીએ દરિયામાં પોતાનો રસ્તો કરી લીધો.

62

فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتٰىہُ اٰتِنَا غَدَآءَنَا ۫ لَقَدۡ لَقِیۡنَا مِنۡ سَفَرِنَا ہٰذَا نَصَبًا ﴿۶۲﴾

(૬૨) પછી જ્યારે તે બંને ત્યાંથી પસાર થઇ ગયા ત્યારે તેણે પોતાના જવાનને કહ્યું કે આપણો ખોરાક લાવ; ખરેજ આપણી આ મુસાફરીમાં આપણને થાક લાગ્યો છે!

63

قَالَ اَرَءَیۡتَ اِذۡ اَوَیۡنَاۤ اِلَی الصَّخۡرَۃِ فَاِنِّیۡ نَسِیۡتُ الۡحُوۡتَ ۫ وَ مَاۤ اَنۡسٰنِیۡہُ اِلَّا الشَّیۡطٰنُ اَنۡ اَذۡکُرَہٗ ۚ وَ اتَّخَذَ سَبِیۡلَہٗ فِی الۡبَحۡرِ ٭ۖ عَجَبًا ﴿۶۳﴾

(૬૩) તેણે કહ્યું શું તે જોયું ! જે વખતે આપણે તે પત્થર પાસે રોકાયા હતા પછી હું માછલી(ની વાત કહેતા) ભૂલી ગયો અને તે મને ભૂલાવી ન દીધી પણ શેતાને, અને નવાઈ પમાડે એ રીતે દરિયામાં તેણે (માછલીએ) પોતાનો રસ્તો (કરી) લીધો હતો.

64

قَالَ ذٰلِکَ مَا کُنَّا نَبۡغِ ٭ۖ فَارۡتَدَّا عَلٰۤی اٰثَارِہِمَا قَصَصًا ﴿ۙ۶۴﴾

(૬૪) તેણે કહ્યું : આ જ તો આપણે તલાશ કરતા હતા, જેથી તેઓ બંને પોતાના પગના નિશાન શોધતા પાછા ફર્યાર્.

65

فَوَجَدَا عَبۡدًا مِّنۡ عِبَادِنَاۤ اٰتَیۡنٰہُ رَحۡمَۃً مِّنۡ عِنۡدِنَا وَ عَلَّمۡنٰہُ مِنۡ لَّدُنَّا عِلۡمًا ﴿۶۵﴾

(૬૫) પછી તે બન્નેએ અમારા બંદાઓમાંના એક બંદાને પામ્યા, જેને અમોએ અમારી પાસેથી રહેમત અતા કરેલ હતી અને જેને અમોએ અમારી પાસેથી ઘણું ઇલ્મ શીખવેલુ હતું.

66

قَالَ لَہٗ مُوۡسٰی ہَلۡ اَتَّبِعُکَ عَلٰۤی اَنۡ تُعَلِّمَنِ مِمَّا عُلِّمۡتَ رُشۡدًا ﴿۶۶﴾

(૬૬) મૂસાએ તેને કહ્યું : શું હું તારી પૈરવી કરૂંં જેથી જે ઇલ્મ તને આપવામાં આવેલ છે તેમાંથી રાહનુમાઇ માટે મને શીખવે?

67

قَالَ اِنَّکَ لَنۡ تَسۡتَطِیۡعَ مَعِیَ صَبۡرًا ﴿۶۷﴾

(૬૭) તેણે કહ્યું, હરગિઝ તું મારી સાથે સબ્ર કરી શકીશ નહિ!

68

وَ کَیۡفَ تَصۡبِرُ عَلٰی مَا لَمۡ تُحِطۡ بِہٖ خُبۡرًا ﴿۶۸﴾

(૬૮) અને જેના રાઝની તને ખબર નથી તેના પર તું કેવી રીતે સબ્ર કરીશ?!

69

قَالَ سَتَجِدُنِیۡۤ اِنۡ شَآءَ اللّٰہُ صَابِرًا وَّ لَاۤ اَعۡصِیۡ لَکَ اَمۡرًا ﴿۶۹﴾

(૬૯) તેણે કહ્યું કે અગર અલ્લાહ ચાહશે તો તું મને સબ્ર કરનાર પામીશ અને હું કોઇ પણ મામલામાં તારી નાફરમાની નહિ કરૂં.

70

قَالَ فَاِنِ اتَّبَعۡتَنِیۡ فَلَا تَسۡـَٔلۡنِیۡ عَنۡ شَیۡءٍ حَتّٰۤی اُحۡدِثَ لَکَ مِنۡہُ ذِکۡرًا ﴿٪۷۰﴾

(૭૦) તેણે કહ્યું : અગર તું મારી પૈરવી કર તો તું મને કોઇ વસ્તુના બારામાં સવાલ નહિં કરજે જયાં સુધી કે હું પોતે તેના બારામાં તને જણાવુ નહિં.

71

فَانۡطَلَقَا ٝ حَتّٰۤی اِذَا رَکِبَا فِی السَّفِیۡنَۃِ خَرَقَہَا ؕ قَالَ اَخَرَقۡتَہَا لِتُغۡرِقَ اَہۡلَہَا ۚ لَقَدۡ جِئۡتَ شَیۡئًا اِمۡرًا ﴿۷۱﴾

(૭૧) પછી તેઓ બંને આગળ વઘ્યા, ત્યાં સુધી કે તેઓ બંને એક હોડીમાં સવાર થયા અને તેમાં તેણે એક કાણું પાડી દીધું, (મૂસાએ) કહ્યું : શું તુંએ કાણું એ માટે પાડયું જેથી તેના સવારોને ડૂબાડી દે? ખરેજ તે ઘણુંજ અણગમતુ કામ કર્યુ!

72

قَالَ اَلَمۡ اَقُلۡ اِنَّکَ لَنۡ تَسۡتَطِیۡعَ مَعِیَ صَبۡرًا ﴿۷۲﴾

(૭૨) તેણે ફરમાવ્યું, શું મેં કહ્યું ન હતું કે તું મારી સાથે સબ્ર કરી શકીશ નહિ?!

73

قَالَ لَا تُؤَاخِذۡنِیۡ بِمَا نَسِیۡتُ وَ لَا تُرۡہِقۡنِیۡ مِنۡ اَمۡرِیۡ عُسۡرًا ﴿۷۳﴾

(૭૩) તેણે કહ્યું કે હું ભૂલી ગયો તે કારણે મને પકડમાં ન લે અને મારા મામલામાં સખતાઇથી પેશ ન આવ.

74

فَانۡطَلَقَا ٝ حَتّٰۤی اِذَا لَقِیَا غُلٰمًا فَقَتَلَہٗ ۙ قَالَ اَقَتَلۡتَ نَفۡسًا زَکِیَّۃًۢ بِغَیۡرِ نَفۡسٍ ؕ لَقَدۡ جِئۡتَ شَیۡئًا نُّکۡرًا ﴿۷۴﴾

(૭૪) પછી બન્ને ચાલ્યા અહીં સુધી કે તેઓ એક નવજવાનને મળ્યા, તેણે તે (જવાન)ને કત્લ કરી નાખ્યો. (જેથી મૂસાએ) કહ્યું : શું તેં એક પાકીઝા નફસને બીજા કોઇના ખૂનના ગુનાહ વગર મારી નાખ્યો? ખરેજ તેં અણગમતું કાર્ય કર્યું!

75

قَالَ اَلَمۡ اَقُلۡ لَّکَ اِنَّکَ لَنۡ تَسۡتَطِیۡعَ مَعِیَ صَبۡرًا ﴿۷۵﴾

(૭૫) તેણે કહ્યું : મેં તને કહ્યું ન હતું કે તું મારી સાથે સબ્ર કરી શકીશ નહિ.

76

قَالَ اِنۡ سَاَلۡتُکَ عَنۡ شَیۡءٍۭ بَعۡدَہَا فَلَا تُصٰحِبۡنِیۡ ۚ قَدۡ بَلَغۡتَ مِنۡ لَّدُنِّیۡ عُذۡرًا ﴿۷۶﴾

(૭૬) તેણે કહ્યું કે જો હવે પછી તને કોઇ વસ્તુ બાબતે સવાલ કરૂં તો મને તારી સાથે ન રાખજે કારણકે ખરે જ મારા તરફથી તને યોગ્ય કારણ મળી ચૂક્યું હશે.

77

فَانۡطَلَقَا ٝ حَتّٰۤی اِذَاۤ اَتَیَاۤ اَہۡلَ قَرۡیَۃِۣ اسۡتَطۡعَمَاۤ اَہۡلَہَا فَاَبَوۡا اَنۡ یُّضَیِّفُوۡہُمَا فَوَجَدَا فِیۡہَا جِدَارًا یُّرِیۡدُ اَنۡ یَّنۡقَضَّ فَاَقَامَہٗ ؕ قَالَ لَوۡ شِئۡتَ لَتَّخَذۡتَ عَلَیۡہِ اَجۡرًا ﴿۷۷﴾

(૭૭) પછી તે બંને આગળ ચાલ્યા એટલે સુધી કે એક વસ્તીમાં પહોંચ્યા કે જેમની પાસે તેમણે ખાવાનું માગ્યું, પરંતુ તેમણે તે બંનેને પોતાના મહેમાન બનાવવાનો ઇન્કાર કર્યો, (તેમ છતાં) તેમણે એક દિવાલ જોઇ કે જે પડવાની તૈયારીમાં હતી, તેને (ફરીથી) ઊભી કરી દીધી. (જેથી મૂસાએ) કહ્યું કે જો તું ચાહતે તો (આ) કાર્યનું મહેનતાણું જરૂર લઇ શકતે.

78

قَالَ ہٰذَا فِرَاقُ بَیۡنِیۡ وَ بَیۡنِکَ ۚ سَاُنَبِّئُکَ بِتَاۡوِیۡلِ مَا لَمۡ تَسۡتَطِعۡ عَّلَیۡہِ صَبۡرًا ﴿۷۸﴾

(૭૮) તેણે કહ્યું આ મારી તથા તારી વચ્ચે જુદાઇ (નો સમય આવી ગયો) છે. પરંતુ જલ્દી હું તને તેની હકીકતની ખબર આપીશ જેના ઉપર તુ સબ્ર ન કરી શક્યો.

79

اَمَّا السَّفِیۡنَۃُ فَکَانَتۡ لِمَسٰکِیۡنَ یَعۡمَلُوۡنَ فِی الۡبَحۡرِ فَاَرَدۡتُّ اَنۡ اَعِیۡبَہَا وَ کَانَ وَرَآءَہُمۡ مَّلِکٌ یَّاۡخُذُ کُلَّ سَفِیۡنَۃٍ غَصۡبًا ﴿۷۹﴾

(૭૯) તે કશ્તી (અમુક) ગરીબોની હતી જેઓ દરિયામાં કામ કરતા હતા અને મેં ચાહ્યું કે તેને ખોડ ખાંપણવાળી બનાવી દઉં (કારણકે) તેમની પાછળ (ઝાલિમ) રાજા હતો કે જે દરેક (સલામત) હોડીને બળજબરીથી છીનવી લેતો હતો.

80

وَ اَمَّا الۡغُلٰمُ فَکَانَ اَبَوٰہُ مُؤۡمِنَیۡنِ فَخَشِیۡنَاۤ اَنۡ یُّرۡہِقَہُمَا طُغۡیَانًا وَّ کُفۡرًا ﴿ۚ۸۰﴾

(૮૦) અને તે નવજવાન કે જેના વાલેદૈન મોઅમીન હતા અને અમને એવો ડર હતો કે કદાચને તે સરકશી અને નાસ્તિકપણા માટે તેઓને મજબૂર કરે.

81

فَاَرَدۡنَاۤ اَنۡ یُّبۡدِلَہُمَا رَبُّہُمَا خَیۡرًا مِّنۡہُ زَکٰوۃً وَّ اَقۡرَبَ رُحۡمًا ﴿۸۱﴾

(૮૧) માટે અમોએ ઇરાદો કર્યો કે તે બંનેનો પરવરદિગાર તે બંનેને તેના બદલામાં એક એવું (ફરઝંદ) આપે કે જે તેના કરતાં વધારે પાકીઝા તથા મહેરબાન હોય.

82

وَ اَمَّا الۡجِدَارُ فَکَانَ لِغُلٰمَیۡنِ یَتِیۡمَیۡنِ فِی الۡمَدِیۡنَۃِ وَ کَانَ تَحۡتَہٗ کَنۡزٌ لَّہُمَا وَ کَانَ اَبُوۡہُمَا صَالِحًا ۚ فَاَرَادَ رَبُّکَ اَنۡ یَّبۡلُغَاۤ اَشُدَّہُمَا وَ یَسۡتَخۡرِجَا کَنۡزَہُمَا ٭ۖ رَحۡمَۃً مِّنۡ رَّبِّکَ ۚ وَ مَا فَعَلۡتُہٗ عَنۡ اَمۡرِیۡ ؕ ذٰلِکَ تَاۡوِیۡلُ مَا لَمۡ تَسۡطِعۡ عَّلَیۡہِ صَبۡرًا ﴿ؕ٪۸۲﴾

(૮૨) અને તે દિવાલ શહેરના બે યતીમ બાળકોની હતી, અને તેની નીચે તે બંને યતીમનો ખજાનો હતો, અને તેમના વાલિદ એક નેક માણસ હતા, જેથી તારા પરવરદિગારે ચાહ્યું કે તેઓ બંને પરિપકવ થઇને ખજાનો કાઢી લે, આ તારા પરવરદિગારની રહેમત થકી હતું. મારી મરજીથી ન હતું. જેના પર તું સબ્ર કરી ન શકયો તેની ખરી હકીકત આ હતી.

83

وَ یَسۡـَٔلُوۡنَکَ عَنۡ ذِی الۡقَرۡنَیۡنِ ؕ قُلۡ سَاَتۡلُوۡا عَلَیۡکُمۡ مِّنۡہُ ذِکۡرًا ﴿ؕ۸۳﴾

(૮૩) અને તેઓ તને ઝુલકરનૈન વિશે પૂછે છે, તું કહે : જલ્દી હું તમને તેનો અમુક અહેવાલ સંભળાવીશ.

84

اِنَّا مَکَّنَّا لَہٗ فِی الۡاَرۡضِ وَ اٰتَیۡنٰہُ مِنۡ کُلِّ شَیۡءٍ سَبَبًا ﴿ۙ۸۴﴾

(૮૪) બેશક અમોએ તેને ઝમીન ઉપર હુકૂમત આપી, અને અમોએ તેને દરેક વસ્તુનો વસીલો અતા કર્યો.

85

فَاَتۡبَعَ سَبَبًا ﴿۸۵﴾

(૮૫) પછી તે વસીલાનો ઉપયોગ/નું અનુસરણ કર્યુ.

86

حَتّٰۤی اِذَا بَلَغَ مَغۡرِبَ الشَّمۡسِ وَجَدَہَا تَغۡرُبُ فِیۡ عَیۡنٍ حَمِئَۃٍ وَّ وَجَدَ عِنۡدَہَا قَوۡمًا ۬ؕ قُلۡنَا یٰذَا الۡقَرۡنَیۡنِ اِمَّاۤ اَنۡ تُعَذِّبَ وَ اِمَّاۤ اَنۡ تَتَّخِذَ فِیۡہِمۡ حُسۡنًا ﴿۸۶﴾

(૮૬) અહીં સુધી જ્યારે તે સૂરજ અસ્ત થવાની જગ્યાએ પહોંચ્યો ત્યારે તેને કીચડવાળા ઝરણામાં ડૂબતો દેખાણો અને તેની આજુબાજુ એક કોમને જોઇ. અમોએ કહ્યું: અય ઝુલકરનૈન ! તું ચાહે તો (તે કૌમને) સજા કર અથવા તેમની સાથે નેક વર્તન કર.

87

قَالَ اَمَّا مَنۡ ظَلَمَ فَسَوۡفَ نُعَذِّبُہٗ ثُمَّ یُرَدُّ اِلٰی رَبِّہٖ فَیُعَذِّبُہٗ عَذَابًا نُّکۡرًا ﴿۸۷﴾

(૮૭) તેણે કહ્યું : તેઓમાંથી જેણે ઝુલ્મ કર્યો છે તેને અમે સજા આપીશું તે પછી તેને પોતાના પરવરદિગાર તરફ પાછો ફેરવવામાં આવશે અને તે તેને સખ્ત સજા આપશે!

88

وَ اَمَّا مَنۡ اٰمَنَ وَ عَمِلَ صَالِحًا فَلَہٗ جَزَآءَۨ الۡحُسۡنٰی ۚ وَ سَنَقُوۡلُ لَہٗ مِنۡ اَمۡرِنَا یُسۡرًا ﴿ؕ۸۸﴾

(૮૮) અને જે ઇમાન લાવ્યો તથા નેક અમલ કર્યા, તેના માટે સારો બદલો હશે અને અમે તેના માટે સહેલો હુકમ આપીશું.

89

ثُمَّ اَتۡبَعَ سَبَبًا ﴿۸۹﴾

(૮૯) તે પછી તે વસીલાનો ઊપયોગ/નું અનુસરણ કર્યુ.

90

حَتّٰۤی اِذَا بَلَغَ مَطۡلِعَ الشَّمۡسِ وَجَدَہَا تَطۡلُعُ عَلٰی قَوۡمٍ لَّمۡ نَجۡعَلۡ لَّہُمۡ مِّنۡ دُوۡنِہَا سِتۡرًا ﴿ۙ۹۰﴾

(૯૦) એટલે સુધી કે તે સૂર્યોદય થવાની જગ્યાએ પહોંચ્યો ત્યાં એવા લોકો પર ઊગતો જોયો કે જેમને અમે (સૂરજથી) બચવા માટે કોઇ વસ્તુ પહેરાવી ન હતી.

91

کَذٰلِکَ ؕ وَ قَدۡ اَحَطۡنَا بِمَا لَدَیۡہِ خُبۡرًا ﴿۹۱﴾

(૯૧) (ઝુલકરનૈનની દાસ્તાન) આ મુજબ હતી અને તેની પાસે જે કાંઇ હતું તે અમારા ઇલ્મના ઘેરાવમાં હતુ.

92

ثُمَّ اَتۡبَعَ سَبَبًا ﴿۹۲﴾

(૯૨) ફરી તે વસીલાનો ઊપયોગ/નું અનુસરણ કર્યુ.

93

حَتّٰۤی اِذَا بَلَغَ بَیۡنَ السَّدَّیۡنِ وَجَدَ مِنۡ دُوۡنِہِمَا قَوۡمًا ۙ لَّا یَکَادُوۡنَ یَفۡقَہُوۡنَ قَوۡلًا ﴿۹۳﴾

(૯૩) એટલે સુધી કે જ્યારે તે બે પહાડો વચ્ચે પહોંચ્યો, તે બંનેની સામે એવી કોમ મળી કે જેઓ કોઇ વાત સમજતા ન હતા.

94

قَالُوۡا یٰذَاالۡقَرۡنَیۡنِ اِنَّ یَاۡجُوۡجَ وَ مَاۡجُوۡجَ مُفۡسِدُوۡنَ فِی الۡاَرۡضِ فَہَلۡ نَجۡعَلُ لَکَ خَرۡجًا عَلٰۤی اَنۡ تَجۡعَلَ بَیۡنَنَا وَ بَیۡنَہُمۡ سَدًّا ﴿۹۴﴾

(૯૪) તેમણે કહ્યું કે અય ઝુલકરનૈન! બેશક યાજૂજ-માજૂજ ઝમીનમાં ફસાદ ફેલાવે છે, શું શક્ય છે કે અમે તમને ખર્ચ આપીયે તો અમારા અને તેઓ દરમ્યાન (દિવાલરૂપી) રૂકાવટ ઊભી કરી દ્યો?

95

قَالَ مَا مَکَّنِّیۡ فِیۡہِ رَبِّیۡ خَیۡرٌ فَاَعِیۡنُوۡنِیۡ بِقُوَّۃٍ اَجۡعَلۡ بَیۡنَکُمۡ وَ بَیۡنَہُمۡ رَدۡمًا ﴿ۙ۹۵﴾

(૯૫) તેણે કહ્યું, જે મારા પરવરદિગારે મને આપેલ છે તે બેહતર છે, માટે તમે તમારી તાકત વડે મારી મદદ કરો, હું તમારી અને તેમની વચ્ચે એક મજબૂત રૂકાવટ બનાવી દઉં.

96

اٰتُوۡنِیۡ زُبَرَ الۡحَدِیۡدِ ؕ حَتّٰۤی اِذَا سَاوٰی بَیۡنَ الصَّدَفَیۡنِ قَالَ انۡفُخُوۡا ؕ حَتّٰۤی اِذَا جَعَلَہٗ نَارًا ۙ قَالَ اٰتُوۡنِیۡۤ اُفۡرِغۡ عَلَیۡہِ قِطۡرًا ﴿ؕ۹۶﴾

(૯૬) તમે મને લોખંડના મોટા કટકા લાવી આપો. એટલે સુધી કે બંને પહાડો વચ્ચેની જગ્યાને સરખી થઇ ગઇ ત્યારે હુકમ કર્યો કે (તેના પર આગ) ફૂંકો, એટલે સુધી કે તેને આગ (જેવા) બનાવી દીધા ત્યારે કહ્યુ કે મને પીગળેલું તાંબુ લાવી આપો કે હું તેના ઉપર રેડી દઉં.

97

فَمَا اسۡطَاعُوۡۤا اَنۡ یَّظۡہَرُوۡہُ وَ مَا اسۡتَطَاعُوۡا لَہٗ نَقۡبًا ﴿۹۷﴾

(૯૭) તેથી ન તેના ઉપર તેઓ ચઢી શકે અને ન તેમાં સુરાખ (કાણું) પાડી શકે.

98

قَالَ ہٰذَا رَحۡمَۃٌ مِّنۡ رَّبِّیۡ ۚ فَاِذَا جَآءَ وَعۡدُ رَبِّیۡ جَعَلَہٗ دَکَّآءَ ۚ وَ کَانَ وَعۡدُ رَبِّیۡ حَقًّا ﴿ؕ۹۸﴾

(૯૮) તેણે (ઝુલકરનૈને) કહ્યું : આ મારા પરવરદિગાર તરફથી રહેમત છે, પછી જયારે મારા પરવરદિગારનો વાયદો આવશે ત્યારે તેને છિન્નભિન્ન કરી દેશે, અને મારા પરવરદિગારનો વાયદો સાચો છે.

99

وَ تَرَکۡنَا بَعۡضَہُمۡ یَوۡمَئِذٍ یَّمُوۡجُ فِیۡ بَعۡضٍ وَّ نُفِخَ فِی الصُّوۡرِ فَجَمَعۡنٰہُمۡ جَمۡعًا ﴿ۙ۹۹﴾

(૯૯) અને તે દિવસે અમે તેઓમાંથી અમુકને બીજા અમુક સાથે (સમુદ્રના) મોજાની જેમ છુટ્ટા મૂકી દેશું અને સૂર ફૂંકવામાં આવશે, પછી અમે તેમને એક જગ્યાએ ભેગા કરી દઇશું.

100

وَّ عَرَضۡنَا جَہَنَّمَ یَوۡمَئِذٍ لِّلۡکٰفِرِیۡنَ عَرۡضَۨا ﴿۱۰۰﴾ۙ

(૧૦૦) અને તે દિવસે અમે નાસ્તિકો સામે જહન્નમને રજૂ કરીશું.

101

الَّذِیۡنَ کَانَتۡ اَعۡیُنُہُمۡ فِیۡ غِطَـآءٍ عَنۡ ذِکۡرِیۡ وَ کَانُوۡا لَا یَسۡتَطِیۡعُوۡنَ سَمۡعًا ﴿۱۰۱﴾٪

(૧૦૧) તેઓ (નાસ્તિકો) કે જેમની આંખો અમારી યાદથી પડદાની નીચે ઢંકાયેલી હતી, અને તેઓ સાંભળી શકતા ન હતા.

102

اَفَحَسِبَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اَنۡ یَّتَّخِذُوۡا عِبَادِیۡ مِنۡ دُوۡنِیۡۤ اَوۡلِیَآءَ ؕ اِنَّـاۤ اَعۡتَدۡنَا جَہَنَّمَ لِلۡکٰفِرِیۡنَ نُزُلًا ﴿۱۰۲﴾

(૧૦૨) શું નાસ્તિકોએ એમ ધારી લીધું છે કે મને મૂકીને મારા બંદાઓને સરપરસ્ત પસંદ કરી લ્યે? બેશક અમોએ નાસ્તિકોની મહેમાન નવાઝી માટે જહન્નમ તૈયાર કરેલ છે.

103

قُلۡ ہَلۡ نُنَبِّئُکُمۡ بِالۡاَخۡسَرِیۡنَ اَعۡمَالًا ﴿۱۰۳﴾ؕ

(૧૦૩) તું કહે : શું અમે તમને આમાલ બાબતે સૌથી વધારે નુકસાન ભોગવનારની જાણકારી આપીએ?

104

اَلَّذِیۡنَ ضَلَّ سَعۡیُہُمۡ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا وَ ہُمۡ یَحۡسَبُوۡنَ اَنَّہُمۡ یُحۡسِنُوۡنَ صُنۡعًا ﴿۱۰۴﴾

(૧૦૪) કે જેમની દુન્યવી ઝિંદગીમાં તમામ કોશિશો નકામી ગઇ જો કે તેઓ એવું ગુમાન કરે છે કે તેઓ સારૂં કામ કરે છે.

105

اُولٰٓئِکَ الَّذِیۡنَ کَفَرُوۡا بِاٰیٰتِ رَبِّہِمۡ وَ لِقَآئِہٖ فَحَبِطَتۡ اَعۡمَالُہُمۡ فَلَا نُقِیۡمُ لَہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ وَزۡنًا ﴿۱۰۵﴾

(૧૦૫) કે જેમણે પોતાના પરવરદિગારની આયતોનો તથા તેની મુલાકાતનો ઇન્કાર કર્યો છે, જેથી તેમના કાર્યો રદ બાતલ થઇ ગયા, માટે કયામતના દિવસે અમે તેમના માટે મીઝાન કાયમ નહિં કરીએ.

106

ذٰلِکَ جَزَآؤُہُمۡ جَہَنَّمُ بِمَا کَفَرُوۡا وَ اتَّخَذُوۡۤا اٰیٰتِیۡ وَ رُسُلِیۡ ہُزُوًا ﴿۱۰۶﴾

(૧૦૬) આ છે જહન્નમ તેમનો બદલો, કારણ કે તેઓએ નાસ્તિકપણું કર્યુ અને આયતો તથા મારા રસૂલો(ની વાત)ને મશ્કરીમાં લીધી.

107

اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ کَانَتۡ لَہُمۡ جَنّٰتُ الۡفِرۡدَوۡسِ نُزُلًا ﴿۱۰۷﴾ۙ

(૧૦૭) બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમની મહેમાન નવાઝીની જગ્યા જન્નતુલ ફિરદૌસ છે.

108

خٰلِدِیۡنَ فِیۡہَا لَا یَبۡغُوۡنَ عَنۡہَا حِوَلًا ﴿۱۰۸﴾

(૧૦૮) જેમાં તેઓ હંમેશા રહેશે અને હરગિઝ તેમાંથી નીકળવા ચાહશે નહિ.

109

قُلۡ لَّوۡ کَانَ الۡبَحۡرُ مِدَادًا لِّکَلِمٰتِ رَبِّیۡ لَنَفِدَ الۡبَحۡرُ قَبۡلَ اَنۡ تَنۡفَدَ کَلِمٰتُ رَبِّیۡ وَ لَوۡ جِئۡنَا بِمِثۡلِہٖ مَدَدًا ﴿۱۰۹﴾

(૧૦૯) તું કહે : અગર મારા પરવરદિગારના કલેમાત (લખવા) માટે જો દરિયો શાહી (ઇન્ક) બની જાય તો એ પહેલાં કે મારા પરવરદિગારના કલેમાત પૂરા થાય દરિયો ખાલી થઇ જશે, ભલે પછી અમે તેના જેવો બીજો દરિયો લાવીને તેમાં મદદ માટે ઉમેરીએ.

110

قُلۡ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثۡلُکُمۡ یُوۡحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰـہُکُمۡ اِلٰہٌ وَّاحِدٌ ۚ فَمَنۡ کَانَ یَرۡجُوۡا لِقَآءَ رَبِّہٖ فَلۡیَعۡمَلۡ عَمَلًا صَالِحًا وَّ لَا یُشۡرِکۡ بِعِبَادَۃِ رَبِّہٖۤ اَحَدًا ﴿۱۱۰﴾٪

(૧૧૦) તું કહે : હું પણ ફકત તમારી જેમ ઇન્સાન (બશર) છું (પરંતુ) મારા તરફ વહી કરવામાં આવે છે કે તમારો માઅબૂદ ફકત એક છે તેથી જે કોઇ પોતાના પરવરદિગારની મુલાકાતની ઉમ્મીદ રાખતો હોય, તેણે નેક અમલ કરવા જોઇએ અને પોતાના પરવરદિગારની ઇબાદતમાં કોઇને ભાગીદાર ન બનાવે.