અલ-કુરઆન

35

Fatir

سورة فاطر


اَلۡحَمۡدُ لِلّٰہِ فَاطِرِ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ جَاعِلِ الۡمَلٰٓئِکَۃِ رُسُلًا اُولِیۡۤ اَجۡنِحَۃٍ مَّثۡنٰی وَ ثُلٰثَ وَ رُبٰعَ ؕ یَزِیۡدُ فِی الۡخَلۡقِ مَا یَشَآءُ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱﴾

(૧) તમામ વખાણ અલ્લાહ માટે છે જે આસમાનો અને ઝમીનનો પેદા કરનાર છે, તથા ફરિશ્તાઓને તેના પયગામ પહોંચાડનાર બનાવ્યા કે જેની પાંખો બબ્બે, ત્રણ ત્રણ અને ચાર ચાર છે, અને તે જે કાંઇ ચાહે છે પોતાના સર્જનમાં વધારો કરે છે, બેશક તે દરેક વસ્તુ પર કુદરત રાખે છે.

مَا یَفۡتَحِ اللّٰہُ لِلنَّاسِ مِنۡ رَّحۡمَۃٍ فَلَا مُمۡسِکَ لَہَا ۚ وَ مَا یُمۡسِکۡ ۙ فَلَا مُرۡسِلَ لَہٗ مِنۡۢ بَعۡدِہٖ ؕ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿۲﴾

(૨) અલ્લાહ ઇન્સાનો માટે જે રહેમતનો દરવાજો ખોલે તેને કોઇ અટકાવનાર નથી, અને જે (રહેમત) અટકાવે તેને તેના સિવાય કોઇ મોકલી શકનાર નથી તે જબરદસ્ત અને હિકમતવાળો છે.

یٰۤاَیُّہَا النَّاسُ اذۡکُرُوۡا نِعۡمَتَ اللّٰہِ عَلَیۡکُمۡ ؕ ہَلۡ مِنۡ خَالِقٍ غَیۡرُ اللّٰہِ یَرۡزُقُکُمۡ مِّنَ السَّمَآءِ وَ الۡاَرۡضِ ؕ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ۫ۖ فَاَنّٰی تُؤۡفَکُوۡنَ ﴿۳﴾

(૩) અય લોકો ! તમારા ઉપર અલ્લાહની નેઅમતોને યાદ કરો, શું અલ્લાહ સિવાય બીજો કોઇ ખાલિક છે જે તમને આસમાન અને ઝમીનમાંથી રોઝી આપે? તેના સિવાય કોઇ માઅબૂદ નથી એવી હાલતમાં તમે કેવી રીતે (હકથી) ફરી જાવ છો?

وَ اِنۡ یُّکَذِّبُوۡکَ فَقَدۡ کُذِّبَتۡ رُسُلٌ مِّنۡ قَبۡلِکَ ؕ وَ اِلَی اللّٰہِ تُرۡجَعُ الۡاُمُوۡرُ ﴿۴﴾

(૪) અને જો તને આ લોકો જૂઠલાવે તો તારી અગાઉ રસૂલોને જૂઠલાવવામાં આવ્યા અને દરેક બાબતોને અલ્લાહની જ તરફ પાછી ફેરવવામાં આવશે.

یٰۤاَیُّہَا النَّاسُ اِنَّ وَعۡدَ اللّٰہِ حَقٌّ فَلَا تَغُرَّنَّکُمُ الۡحَیٰوۃُ الدُّنۡیَا ٝ وَ لَا یَغُرَّنَّکُمۡ بِاللّٰہِ الۡغَرُوۡرُ ﴿۵﴾

(૫) અય લોકો ! અલ્લાહનો વાયદો હક છે, માટે દુનિયાનું જીવન તમને ધોખામાં ન નાખે, અને ધોખો દેવાવાળો તમને અલ્લાહ બાબતે ધોખો ન આપે.

اِنَّ الشَّیۡطٰنَ لَکُمۡ عَدُوٌّ فَاتَّخِذُوۡہُ عَدُوًّا ؕ اِنَّمَا یَدۡعُوۡا حِزۡبَہٗ لِیَکُوۡنُوۡا مِنۡ اَصۡحٰبِ السَّعِیۡرِ ؕ﴿۶﴾

(૬) બેશક શૈતાન તમારો દુશ્મન છે બસ તમે તેને દુશ્મન રાખો, તે પોતાના સમૂહને બોલાવે છે કે તેઓ બાળનારી આગવાળા થઇ જાય.

اَلَّذِیۡنَ کَفَرُوۡا لَہُمۡ عَذَابٌ شَدِیۡدٌ ۬ؕ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَہُمۡ مَّغۡفِرَۃٌ وَّ اَجۡرٌ کَبِیۡرٌ ﴿٪۷﴾

(૭) જે લોકો નાસ્તિક થયા તેમના માટે સખત અઝાબ છે, અને જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમના માટે માફી અને મોટો બદલો છે.

اَفَمَنۡ زُیِّنَ لَہٗ سُوۡٓءُ عَمَلِہٖ فَرَاٰہُ حَسَنًا ؕ فَاِنَّ اللّٰہَ یُضِلُّ مَنۡ یَّشَآءُ وَ یَہۡدِیۡ مَنۡ یَّشَآءُ ۫ۖ فَلَا تَذۡہَبۡ نَفۡسُکَ عَلَیۡہِمۡ حَسَرٰتٍ ؕ اِنَّ اللّٰہَ عَلِیۡمٌۢ بِمَا یَصۡنَعُوۡنَ ﴿۸﴾

(૮) શુ જેના ખરાબ કાર્યો સુશોભિત કરીને દેખાડવાના કારણે સારા જાણતો હોય (તે અલ્લાહે હિદાયત આપેલા જેવો થઇ શકે છે? ના) કારણકે અલ્લાહ જેને ચાહે ગુમરાહ કરે અને જેને ચાહે હિદાયત આપે છે. માટે તમે અફસોસને લીધે તેની પાછળ તમારી જાન ન આપો, બેશક અલ્લાહ જે કાંઇ તેઓ કરે છે તેને જાણનાર છે.

وَ اللّٰہُ الَّذِیۡۤ اَرۡسَلَ الرِّیٰحَ فَتُثِیۡرُ سَحَابًا فَسُقۡنٰہُ اِلٰی بَلَدٍ مَّیِّتٍ فَاَحۡیَیۡنَا بِہِ الۡاَرۡضَ بَعۡدَ مَوۡتِہَا ؕ کَذٰلِکَ النُّشُوۡرُ ﴿۹﴾

(૯) અને અલ્લાહ એ જ છે કે જેણે હવાને મોકલી કે જે વાદળોને ચલાવે છે પછી અમે તેને ઉજ્જડ શહેર સુધી હાંકીયા, અને અમે તેના વડે ઉજ્જડ ઝમીનને જીવંત કરીએ છીએ અને આજ પ્રમાણે (મરણ પામેલાઓને) ફરીવાર ઉઠાડવામાં આવશે.

10

مَنۡ کَانَ یُرِیۡدُ الۡعِزَّۃَ فَلِلّٰہِ الۡعِزَّۃُ جَمِیۡعًا ؕ اِلَیۡہِ یَصۡعَدُ الۡکَلِمُ الطَّیِّبُ وَ الۡعَمَلُ الصَّالِحُ یَرۡفَعُہٗ ؕ وَ الَّذِیۡنَ یَمۡکُرُوۡنَ السَّیِّاٰتِ لَہُمۡ عَذَابٌ شَدِیۡدٌ ؕ وَ مَکۡرُ اُولٰٓئِکَ ہُوَ یَبُوۡرُ ﴿۱۰﴾

(૧૦) જે કોઇ પણ ઇઝઝત ચાહતો હોય તો (તે સમજી લે કે) તમામ ઇઝઝત પરવરદિગાર માટે છે પાકીઝા કલામ તેની તરફ ઊંચે જાય છે, અને નેક અમલ તેને ઊંચે લઇ જાય છે, અને જે લોકો મક્કારીથી બૂરાઇ અંજામ આપે છે તેમના માટે સખત અઝાબ છે અને તેમની મક્કારી નાબૂદ થશે.

11

وَ اللّٰہُ خَلَقَکُمۡ مِّنۡ تُرَابٍ ثُمَّ مِنۡ نُّطۡفَۃٍ ثُمَّ جَعَلَکُمۡ اَزۡوَاجًا ؕ وَ مَا تَحۡمِلُ مِنۡ اُنۡثٰی وَ لَا تَضَعُ اِلَّا بِعِلۡمِہٖ ؕ وَ مَا یُعَمَّرُ مِنۡ مُّعَمَّرٍ وَّ لَا یُنۡقَصُ مِنۡ عُمُرِہٖۤ اِلَّا فِیۡ کِتٰبٍ ؕ اِنَّ ذٰلِکَ عَلَی اللّٰہِ یَسِیۡرٌ ﴿۱۱﴾

(૧૧) અને અલ્લાહે તમને માટીમાંથી પછી નુત્ફામાંથી બનાવ્યા, પછી તમારી જોડી બનાવી અને કોઇપણ માદા ગર્ભનો બોજ નથી ઉપાડતી અથવા જન્મ નથી આપતી સિવાય કે તેના ઇલ્મમાં (હોય છે) કોઇપણની ઉમ્ર વધારવામાં કે ઘટાડવામાં નથી આવતી સિવાય કે તે (અલ્લાહની) કિતાબમાં લખાયેલ (હોય) છે, અને અલ્લાહ માટે આ કામ સહેલુ છે.

12

وَ مَا یَسۡتَوِی الۡبَحۡرٰنِ ٭ۖ ہٰذَا عَذۡبٌ فُرَاتٌ سَآئِغٌ شَرَابُہٗ وَ ہٰذَا مِلۡحٌ اُجَاجٌ ؕ وَ مِنۡ کُلٍّ تَاۡکُلُوۡنَ لَحۡمًا طَرِیًّا وَّ تَسۡتَخۡرِجُوۡنَ حِلۡیَۃً تَلۡبَسُوۡنَہَا ۚ وَ تَرَی الۡفُلۡکَ فِیۡہِ مَوَاخِرَ لِتَبۡتَغُوۡا مِنۡ فَضۡلِہٖ وَ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۱۲﴾

(૧૨) અને બે સમુદ્રો સમાન નથી, એકનુ પાણી મીઠુ, મનપસંદ અને પીવામાં મનગમતુ હોય અને બીજાનુ પાણી ખારૂ અને કડવુ હોય, અને તમે તે (બંને)માંથી તાજું ગોશ્ત ખાવ છો, અને શણગારનો સામાન કાઢીને પહેરો છો, અને તમે જહાજને જૂવો છો કે જે દરિયાના પાણીને ચીરતા આગળ વધે છે, જેથી તમે તેના ફઝલને તલાશ કરો, અને કદાચને તેના શુક્રગુઝાર બની જાવ.

13

یُوۡلِجُ الَّیۡلَ فِی النَّہَارِ وَ یُوۡلِجُ النَّہَارَ فِی الَّیۡلِ ۙ وَ سَخَّرَ الشَّمۡسَ وَ الۡقَمَرَ ۫ۖ کُلٌّ یَّجۡرِیۡ لِاَجَلٍ مُّسَمًّی ؕ ذٰلِکُمُ اللّٰہُ رَبُّکُمۡ لَہُ الۡمُلۡکُ ؕ وَ الَّذِیۡنَ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِہٖ مَا یَمۡلِکُوۡنَ مِنۡ قِطۡمِیۡرٍ ﴿ؕ۱۳﴾

(૧૩) તે રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં. તેણે સૂરજ તથા ચાંદને તાબે કરી દીધા છે. જે દરેક પોત પોતાના નક્કી સમય મુજબ ચાલી રહ્યા છે; તે તમારો પરવરદિગાર છે, સર્વે હુકૂમત તેની જ છે. જેમને તેના સિવાય તમે પોકારો છો તેઓ ખજૂરના ઠળીયાની છાલના (પણ) માલિક નથી.

14

اِنۡ تَدۡعُوۡہُمۡ لَا یَسۡمَعُوۡا دُعَآءَکُمۡ ۚ وَ لَوۡ سَمِعُوۡا مَا اسۡتَجَابُوۡا لَکُمۡ ؕ وَ یَوۡمَ الۡقِیٰمَۃِ یَکۡفُرُوۡنَ بِشِرۡکِکُمۡ ؕ وَ لَا یُنَبِّئُکَ مِثۡلُ خَبِیۡرٍ ﴿٪۱۴﴾

(૧૪) જો તમે તેમને પોકારશો તો તેઓ તમને સાંભળશે નહિં અને જો સાંભળી લેશે તો પણ તમને કાંઇ જવાબ આપશે નહિં, અને કયામતના દિવસે તમારા શિર્કનો ઇન્કાર કરશે, અને જાણકાર (અલ્લાહ) સિવાય તમને કોઇ આવી ખબર આપતુ નથી.

15

یٰۤاَیُّہَا النَّاسُ اَنۡتُمُ الۡفُقَرَآءُ اِلَی اللّٰہِ ۚ وَ اللّٰہُ ہُوَ الۡغَنِیُّ الۡحَمِیۡدُ ﴿۱۵﴾

(૧૫) અય લોકો ! તમે સર્વે અલ્લાહના મોહતાજ છો, અને અલ્લાહ બેનિયાઝ અને વખાણને લાયક છે.

16

اِنۡ یَّشَاۡ یُذۡہِبۡکُمۡ وَ یَاۡتِ بِخَلۡقٍ جَدِیۡدٍ ﴿ۚ۱۶﴾

(૧૬) જો તે ચાહે તો તમો સર્વેને ઉઠાવી લે અને એક નવી ખિલ્કત લઇ આવે.

17

وَ مَا ذٰلِکَ عَلَی اللّٰہِ بِعَزِیۡزٍ ﴿۱۷﴾

(૧૭) અને આ અલ્લાહના માટે મુશ્કેલ નથી.

18

وَ لَا تَزِرُ وَازِرَۃٌ وِّزۡرَ اُخۡرٰی ؕ وَ اِنۡ تَدۡعُ مُثۡقَلَۃٌ اِلٰی حِمۡلِہَا لَا یُحۡمَلۡ مِنۡہُ شَیۡءٌ وَّ لَوۡ کَانَ ذَا قُرۡبٰی ؕ اِنَّمَا تُنۡذِرُ الَّذِیۡنَ یَخۡشَوۡنَ رَبَّہُمۡ بِالۡغَیۡبِ وَ اَقَامُوا الصَّلٰوۃَ ؕ وَ مَنۡ تَزَکّٰی فَاِنَّمَا یَتَزَکّٰی لِنَفۡسِہٖ ؕ وَ اِلَی اللّٰہِ الۡمَصِیۡرُ ﴿۱۸﴾

(૧૮) અને કોઇ પણ શખ્સ બીજા કોઇ(ના ગુનાહ)નો બોજો ઊંચકશે નહિં, અને અગર કોઇને ઉપાડવા માટે બોલાવશે તો તેમાંથી કંઇ પણ ઊંચકશે નહિં, ભલે પછી તે તેનો સંબંધી હોય, તમે ફકત તેઓને ડરાવી શકો છો કે જેઓ ખાનગીમાં પોતાના પરવરદિગારથી ડરતા હોય, તથા નમાઝ કાયમ કરતા હોય અને જે કોઇ પોતાને પાકીઝા કરશે, તે પોતાના (ફાયદા) માટે પાક થશે, અને (દરેકને) અલ્લાહની તરફ પાછુ ફરવાનું છે.

19

وَ مَا یَسۡتَوِی الۡاَعۡمٰی وَ الۡبَصِیۡرُ ﴿ۙ۱۹﴾

(૧૯) અને આંધળા તથા દેખનારા સમાન નથી:

20

وَ لَا الظُّلُمٰتُ وَ لَا النُّوۡرُ ﴿ۙ۲۰﴾

(૨૦) અને ઝુલમત (અંધકાર) અને નૂર (બંને સમાન નથી:)

21

وَ لَا الظِّلُّ وَ لَا الۡحَرُوۡرُ ﴿ۚ۲۱﴾

(૨૧) અને છાંયો અને તડકો (સમાન નથી.)

22

وَ مَا یَسۡتَوِی الۡاَحۡیَآءُ وَ لَا الۡاَمۡوَاتُ ؕ اِنَّ اللّٰہَ یُسۡمِعُ مَنۡ یَّشَآءُ ۚ وَ مَاۤ اَنۡتَ بِمُسۡمِعٍ مَّنۡ فِی الۡقُبُوۡرِ ﴿۲۲﴾

(૨૨) અને જીવતા તથા મુર્દા સમાન નથી; બેશક અલ્લાહ જેને ચાહે છે પોતાની વાત સંભળાવે છે, અને તું તેમને નથી સંભળાવી શકતો કે જેઓ કબરોની અંદર છે.

23

اِنۡ اَنۡتَ اِلَّا نَذِیۡرٌ ﴿۲۳﴾

(૨૩) તું ડરાવનાર સિવાય કંઇ નથી.

24

اِنَّاۤ اَرۡسَلۡنٰکَ بِالۡحَقِّ بَشِیۡرًا وَّ نَذِیۡرًا ؕ وَ اِنۡ مِّنۡ اُمَّۃٍ اِلَّا خَلَا فِیۡہَا نَذِیۡرٌ ﴿۲۴﴾

(૨૪) બેશક અમોએ તને હકની સાથે ખુશખબરી આપનાર તથા ડરાવનાર બનાવીને મોકલ્યો છે; અને કોઇ પણ ઉમ્મત એવી પસાર નથી થઇ સિવાય કે તેમાં ડરાવનાર રહ્યો હોય.

25

وَ اِنۡ یُّکَذِّبُوۡکَ فَقَدۡ کَذَّبَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ۚ جَآءَتۡہُمۡ رُسُلُہُمۡ بِالۡبَیِّنٰتِ وَ بِالزُّبُرِ وَ بِالۡکِتٰبِ الۡمُنِیۡرِ ﴿۲۵﴾

(૨૫) અને અગર તેઓ તને જૂઠલાવે તો તેમની અગાઉના લોકોએ જૂઠલાવ્યા હતા, તેમની પાસે રસૂલો રોશન દલીલો, લખાણો અને રોશની આપનારી કિતાબ લઇને આવ્યા હતા.

26

ثُمَّ اَخَذۡتُ الَّذِیۡنَ کَفَرُوۡا فَکَیۡفَ کَانَ نَکِیۡرِ ﴿٪۲۶﴾

(૨૬) પછી મેં નાસ્તિકોને પકડી લીધા, પછી મારો અઝાબ કેવો હતો !

27

اَلَمۡ تَرَ اَنَّ اللّٰہَ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً ۚ فَاَخۡرَجۡنَا بِہٖ ثَمَرٰتٍ مُّخۡتَلِفًا اَلۡوَانُہَا ؕ وَ مِنَ الۡجِبَالِ جُدَدٌۢ بِیۡضٌ وَّ حُمۡرٌ مُّخۡتَلِفٌ اَلۡوَانُہَا وَ غَرَابِیۡبُ سُوۡدٌ ﴿۲۷﴾

(૨૭) શું તેં નથી જોયું કે અલ્લાહે આસમાનથી પાણી મોકલ્યું, પછી અમોએ તેના વડે જુદા જુદા રંગના ફળો પેદા કર્યા અને ડુંગરોમાં જુદા જુદા રંગોના સફેદ અને લાલ ક્યારેક એકદમ કાળા રસ્તાઓ બનાવ્યા ?

28

وَ مِنَ النَّاسِ وَ الدَّوَآبِّ وَ الۡاَنۡعَامِ مُخۡتَلِفٌ اَلۡوَانُہٗ کَذٰلِکَ ؕ اِنَّمَا یَخۡشَی اللّٰہَ مِنۡ عِبَادِہِ الۡعُلَمٰٓؤُا ؕ اِنَّ اللّٰہَ عَزِیۡزٌ غَفُوۡرٌ ﴿۲۸﴾

(૨૮) અને ઇન્સાનોમાં તથા ચોપગાઓમાં તથા જાનવરોમાં પણ આવા અલગ અલગ પ્રકારના રંગ છે, (હા હકીકત) આ જ પ્રમાણે છે અલ્લાહથી ડરવાવાળા તેના બંદાઓમાંથી ફકત આલિમો જ છે, બેશક અલ્લાહ જબરદસ્ત અને માફ કરનાર છે.

29

اِنَّ الَّذِیۡنَ یَتۡلُوۡنَ کِتٰبَ اللّٰہِ وَ اَقَامُوا الصَّلٰوۃَ وَ اَنۡفَقُوۡا مِمَّا رَزَقۡنٰہُمۡ سِرًّا وَّ عَلَانِیَۃً یَّرۡجُوۡنَ تِجَارَۃً لَّنۡ تَبُوۡرَ ﴿ۙ۲۹﴾

(૨૯) બેશક જેઓ અલ્લાહની કિતાબની તિલાવત કરે છે, તથા નમાઝ કાયમ કરે છે, અને અમોએ તેમને જે રોઝી આપી છે તેમાંથી છુપી અથવા જાહેર રીતે (અમારી રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરે છે, તેઓ એવા વેપારના ઉમેદવાર છે કે જે કયારેય બરબાદ નહી થાય:

30

لِیُوَفِّیَہُمۡ اُجُوۡرَہُمۡ وَ یَزِیۡدَہُمۡ مِّنۡ فَضۡلِہٖ ؕ اِنَّہٗ غَفُوۡرٌ شَکُوۡرٌ ﴿۳۰﴾

(૩૦) જેથી ખુદા તેમને પૂરેપૂરો બદલો આપે અને પોતાના ફઝલથી તેને વધારે છે, બેશક તે ખૂબ વધારે માફ કરવાવાળો અને કદર કરવાવાળો છે.

31

وَ الَّذِیۡۤ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ مِنَ الۡکِتٰبِ ہُوَ الۡحَقُّ مُصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیۡہِ ؕ اِنَّ اللّٰہَ بِعِبَادِہٖ لَخَبِیۡرٌۢ بَصِیۡرٌ ﴿۳۱﴾

(૩૧) અને જે કાંઇ કિતાબમાંથી અમે તારી તરફ વહી કરી તે હક છે અને તેની અગાઉ આવેલી કિતાબોની સચ્ચાઇ ન ટેકો આપનાર છે અને બેશક અલ્લાહ તેના બંદાઓને જોનાર તથા જાણનાર છે.

32

ثُمَّ اَوۡرَثۡنَا الۡکِتٰبَ الَّذِیۡنَ اصۡطَفَیۡنَا مِنۡ عِبَادِنَا ۚ فَمِنۡہُمۡ ظَالِمٌ لِّنَفۡسِہٖ ۚ وَ مِنۡہُمۡ مُّقۡتَصِدٌ ۚ وَ مِنۡہُمۡ سَابِقٌۢ بِالۡخَیۡرٰتِ بِاِذۡنِ اللّٰہِ ؕ ذٰلِکَ ہُوَ الۡفَضۡلُ الۡکَبِیۡرُ ﴿ؕ۳۲﴾

(૩૨) પછી અમોએ અમારા ચૂંટેલા બંદાઓને આ કિતાબના વારસદાર બનાવ્યા; તેઓમાંથી અમુક પોતાના ઉપર ઝુલ્મ કરનારા અને અમુક મઘ્યમ માર્ગી હતા અને તેઓમાંથી અમુક અલ્લાહના હુકમથી નેકીઓમાં આગળ વધી ગયા; અને હકીકતમાં તે મોટો ફઝલ છે.

33

جَنّٰتُ عَدۡنٍ یَّدۡخُلُوۡنَہَا یُحَلَّوۡنَ فِیۡہَا مِنۡ اَسَاوِرَ مِنۡ ذَہَبٍ وَّ لُؤۡلُؤًا ۚ وَ لِبَاسُہُمۡ فِیۡہَا حَرِیۡرٌ ﴿۳۳﴾

(૩૩) હંમેશા રહેનારી જન્નતો કે જેમાં તેઓ દાખલ થશે એવી હાલતમાં કે તેમને મોતી તથા સોનાના કડાથી શણગારવામાં આવેલા હશે, અને તેમાં તેમનો પોશાક રેશમનો હશે.

34

وَ قَالُوا الۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡۤ اَذۡہَبَ عَنَّا الۡحَزَنَ ؕ اِنَّ رَبَّنَا لَغَفُوۡرٌ شَکُوۡرُۨ ﴿ۙ۳۴﴾

(૩૪) અને તેઓ કહેશે કે અલ્લાહનો શુક્ર છે કે જેણે અમારાથી રંજોગમને દૂર કર્યા; બેશક અમારો પરવરદિગાર માફ કરનાર અને કદર કરનારો છે:

35

الَّذِیۡۤ اَحَلَّنَا دَارَ الۡمُقَامَۃِ مِنۡ فَضۡلِہٖ ۚ لَا یَمَسُّنَا فِیۡہَا نَصَبٌ وَّ لَا یَمَسُّنَا فِیۡہَا لُغُوۡبٌ ﴿۳۵﴾

(૩૫) તેણે અમોને પોતાના ફઝલથી એવા હંમેશના ઘરમાં રાખ્યા કે જેમાં અમને ન થાક લાગે છે અને ન કોઇ તકલીફ પહોંચે છે.

36

وَ الَّذِیۡنَ کَفَرُوۡا لَہُمۡ نَارُ جَہَنَّمَ ۚ لَا یُقۡضٰی عَلَیۡہِمۡ فَیَمُوۡتُوۡا وَ لَا یُخَفَّفُ عَنۡہُمۡ مِّنۡ عَذَابِہَا ؕ کَذٰلِکَ نَجۡزِیۡ کُلَّ کَفُوۡرٍ ﴿ۚ۳۶﴾

(૩૬) અને નાસ્તિકો માટે જહન્નમની આગ છે અને ન તેમના મોતનો હુકમ કરવામાં આવશે કે તેઓ મરી જાય, અને ન તેમના અઝાબને હળવો કરવામાં આવશે; અને દરેક નાશુક્રીની અમે આ રીતે સજા આપીએ છીએ.

37

وَ ہُمۡ یَصۡطَرِخُوۡنَ فِیۡہَا ۚ رَبَّنَاۤ اَخۡرِجۡنَا نَعۡمَلۡ صَالِحًا غَیۡرَ الَّذِیۡ کُنَّا نَعۡمَلُ ؕ اَوَ لَمۡ نُعَمِّرۡکُمۡ مَّا یَتَذَکَّرُ فِیۡہِ مَنۡ تَذَکَّرَ وَ جَآءَکُمُ النَّذِیۡرُ ؕ فَذُوۡقُوۡا فَمَا لِلظّٰلِمِیۡنَ مِنۡ نَّصِیۡرٍ ﴿٪۳۷﴾

(૩૭) અને તેઓ તેમાં ફરિયાદ કરશે કે અય અમારા પરવરદિગાર ! અમને બહાર કાઢ જેથી અમે જે અમલ અત્યાર સુધી કરતા હતા તેનાં સિવાય બીજા નેક અમલ કરીએ (કહેવામાં આવશે) શું અમોએ એટલી ઉમ્ર આપી ન હતી કે તેમાં નસીહત મેળવનારા નસીહત મેળવી લ્યે? અને તમારી પાસે ડરાવનારો આવ્યો હતો (પણ ઘ્યાન ન આપ્યુ) હવે (અઝાબની) મજા ચાખો, ઝાલિમો માટે કોઇ મદદગાર નથી!

38

اِنَّ اللّٰہَ عٰلِمُ غَیۡبِ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ اِنَّہٗ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۳۸﴾

(૩૮) બેશક અલ્લાહ આસમાનો તથા ઝમીનની છુપી વાતોનો જાણનાર છે; અને તે દિલોના છુપા રાઝોને જાણે છે.

39

ہُوَ الَّذِیۡ جَعَلَکُمۡ خَلٰٓئِفَ فِی الۡاَرۡضِ ؕ فَمَنۡ کَفَرَ فَعَلَیۡہِ کُفۡرُہٗ ؕ وَ لَا یَزِیۡدُ الۡکٰفِرِیۡنَ کُفۡرُہُمۡ عِنۡدَ رَبِّہِمۡ اِلَّا مَقۡتًا ۚ وَ لَا یَزِیۡدُ الۡکٰفِرِیۡنَ کُفۡرُہُمۡ اِلَّا خَسَارًا ﴿۳۹﴾

(૩૯) જેણે તમને ઝમીનમાં આગલાઓના વારસદાર બનાવ્યા, જે કોઇ નાસ્તિકપણું કરશે તેનુ નાસ્તિકપણું તેના જ નુકસાનમાં છે અને નાસ્તિકોનુ નાસ્તિકપણું તેના પરવરદિગાર પાસે ગઝબ સિવાય કાંઇપણ નહી વધારે અને તેઓનુ નાસ્તિકપણું (તેઓ માટે) નુકસાન સિવાય કાંઇપણ નહી વધારે.

40

قُلۡ اَرَءَیۡتُمۡ شُرَکَآءَکُمُ الَّذِیۡنَ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ ؕ اَرُوۡنِیۡ مَاذَا خَلَقُوۡا مِنَ الۡاَرۡضِ اَمۡ لَہُمۡ شِرۡکٌ فِی السَّمٰوٰتِ ۚ اَمۡ اٰتَیۡنٰہُمۡ کِتٰبًا فَہُمۡ عَلٰی بَیِّنَتٍ مِّنۡہُ ۚ بَلۡ اِنۡ یَّعِدُ الظّٰلِمُوۡنَ بَعۡضُہُمۡ بَعۡضًا اِلَّا غُرُوۡرًا ﴿۴۰﴾

(૪૦) તું કહે કે શું તમોએ તમારા શરીકોને જોયા કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો ? તો મને દેખાડો કે તેમણે ઝમીનમાં શું ખલ્ક કર્યુ ? અથવા આસમાનોમાં તેમનો હિસ્સો છે ? અથવા અમોએ તેમને કોઇ કિતાબ આપી કે જેમાં તેઓના (શિર્ક) માટે કોઇ દલીલ છે? (આવુ કાંઇપણ નથી) પરંતુ ઝુલ્મગારો એકબીજાને ફકત જૂઠા વાયદા/ફરેબ આપે છે.

41

اِنَّ اللّٰہَ یُمۡسِکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ اَنۡ تَزُوۡلَا ۬ۚ وَ لَئِنۡ زَالَتَاۤ اِنۡ اَمۡسَکَہُمَا مِنۡ اَحَدٍ مِّنۡۢ بَعۡدِہٖ ؕ اِنَّہٗ کَانَ حَلِیۡمًا غَفُوۡرًا ﴿۴۱﴾

(૪૧) બેશક અલ્લાહે ઝમીન અને આસમાનોને નાશ પામવાથી રોકી રાખ્યા છે, અને જો તે બંને નાશ થવા લાગે તો તેના સિવાય કોઇપણ રોકી શકે નહી તે બુર્દબાર (સહનશીલ) અને ગફુર છે.

42

وَ اَقۡسَمُوۡا بِاللّٰہِ جَہۡدَ اَیۡمَانِہِمۡ لَئِنۡ جَآءَہُمۡ نَذِیۡرٌ لَّیَکُوۡنُنَّ اَہۡدٰی مِنۡ اِحۡدَی الۡاُمَمِ ۚ فَلَمَّا جَآءَہُمۡ نَذِیۡرٌ مَّا زَادَہُمۡ اِلَّا نُفُوۡرَۨا ﴿ۙ۴۲﴾

(૪૨) અને તેઓએ ભારપૂર્વક અલ્લાહની કસમો ખાધી કે અમારી પાસે અગર કોઇ ડરાવનાર આવશે તો અમે બધી ઉમ્મતો કરતાં વધારે હિદાયત મેળવશું, પરંતુ જયારે તે ડરાવનાર આવ્યો ત્યારે તેઓમાં (હકથી) દૂર થવા સિવાય બીજી કોઇ વસ્તુમાં વધારો થયો નહિં:

43

اسۡتِکۡـبَارًا فِی الۡاَرۡضِ وَ مَکۡرَ السَّیِّیَٔ ؕ وَ لَا یَحِیۡقُ الۡمَکۡرُ السَّیِّیُٔ اِلَّا بِاَہۡلِہٖ ؕ فَہَلۡ یَنۡظُرُوۡنَ اِلَّا سُنَّتَ الۡاَوَّلِیۡنَ ۚ فَلَنۡ تَجِدَ لِسُنَّتِ اللّٰہِ تَبۡدِیۡلًا ۬ۚ وَ لَنۡ تَجِدَ لِسُنَّتِ اللّٰہِ تَحۡوِیۡلًا ﴿۴۳﴾

(૪૩) ઝમીનમાં તકબ્બૂર અને ચાલાકીનું આ પરિણામ છે. પરંતુ ચાલાકોની ચાલાકી જ તેમને ઘેરી લે છે, શુ તેઓ અગાઉની ઉમ્મતોના બારામાં જે સુન્નત હતી તેના સિવાયની રાહ જુવે છે? અને અલ્લાહની સુન્નતમાં તમે હરગિઝ ફેરફાર પામશો નહિં, અને ન તમે તેની સુન્નતમાં કંઇ બદલાવ પામશો.

44

اَوَ لَمۡ یَسِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَیَنۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ وَ کَانُوۡۤا اَشَدَّ مِنۡہُمۡ قُوَّۃً ؕ وَ مَا کَانَ اللّٰہُ لِیُعۡجِزَہٗ مِنۡ شَیۡءٍ فِی السَّمٰوٰتِ وَ لَا فِی الۡاَرۡضِ ؕ اِنَّہٗ کَانَ عَلِیۡمًا قَدِیۡرًا ﴿۴۴﴾

(૪૪) શું તેઓ ઝમીનમાં સફર નથી કરતા કે જૂવે કે તેમના અગાઉના લોકોનું પરિણામ કેવું હતું ? જોકે તેઓ તેમના કરતાં વધારે તાકતવર હતા; અને આસમાનો તથા ઝમીનની કોઇ વસ્તુ એવી નથી કે તે (અલ્લાહ)ને (અઝાબ આપવાથી રોકી શકે) આજિઝ કરી શકે, બેશક તે જાણનાર અને કુદરત ધરાવનાર છે.

45

وَ لَوۡ یُؤَاخِذُ اللّٰہُ النَّاسَ بِمَا کَسَبُوۡا مَا تَرَکَ عَلٰی ظَہۡرِہَا مِنۡ دَآبَّۃٍ وَّ لٰکِنۡ یُّؤَخِّرُہُمۡ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ۚ فَاِذَا جَآءَ اَجَلُہُمۡ فَاِنَّ اللّٰہَ کَانَ بِعِبَادِہٖ بَصِیۡرًا ﴿٪۴۵﴾

(૪૫) જો અલ્લાહ લોકોને તેના અમલના કારણે પકડે તો ઝમીન ઉપર કોઇ જીવ બાકી ન રહે, પરંતુ તે એક નકકી સમય સુધી ઢીલ આપે છે, પછી જયારે સમય આવી પહોંચશે, (ત્યારે પકડશે કારણકે) પરવરદિગાર પોતાના બંદાઓ પર નજર રાખવાવાળો છે.