અલ-કુરઆન

55

Al-Rahman

سورة الرحمن


اَلرَّحۡمٰنُ ۙ﴿۱﴾

(૧) રહેમાન અલ્લાહ:

عَلَّمَ الۡقُرۡاٰنَ ؕ﴿۲﴾

(૨) કુરઆન શીખવ્યું.

خَلَقَ الۡاِنۡسَانَ ۙ﴿۳﴾

(૩) (તેણે જ) ઈન્સાનને પેદા કર્યો:

عَلَّمَہُ الۡبَیَانَ ﴿۴﴾

(૪) તે (ઇન્સાન)ને બયાનની તાલીમ આપી.

اَلشَّمۡسُ وَ الۡقَمَرُ بِحُسۡبَانٍ ﴿۪۵﴾

(૫) સૂરજ અને ચાંદ બંને (તેના મુકર્રર કરેલા) હિસાબ પ્રમાણે ચાલે છે :

وَّ النَّجۡمُ وَ الشَّجَرُ یَسۡجُدٰنِ ﴿۶﴾

(૬) અને વનસ્પતિ તથા વૃક્ષ તેનો સજદો કરે છે.

وَ السَّمَآءَ رَفَعَہَا وَ وَضَعَ الۡمِیۡزَانَ ۙ﴿۷﴾

(૭) તેણે આસમાનને ઊંચુ કર્યું, અને (તેમાં) મીઝાન/કાનૂન રાખ્યો:

اَلَّا تَطۡغَوۡا فِی الۡمِیۡزَانِ ﴿۸﴾

(૮) જેથી મીઝાનમાં સરકશી ન કરો.

وَ اَقِیۡمُوا الۡوَزۡنَ بِالۡقِسۡطِ وَ لَا تُخۡسِرُوا الۡمِیۡزَانَ ﴿۹﴾

(૯) અને તોલ માપ ઇન્સાફ સાથે કાયમ રાખો, અને મીઝાનમાં ઓછુ ન રાખો.

10

وَ الۡاَرۡضَ وَضَعَہَا لِلۡاَنَامِ ﴿ۙ۱۰﴾

(૧૦) અને ઝમીનને મખ્લૂક માટે ખલ્ક કરી,

11

فِیۡہَا فَاکِہَۃٌ ۪ۙ وَّ النَّخۡلُ ذَاتُ الۡاَکۡمَامِ ﴿ۖ۱۱﴾

(૧૧) કે જેમાં ફળો છે અને ખજૂર કે જે પડમાં લપેટાયેલ છે,

12

وَ الۡحَبُّ ذُو الۡعَصۡفِ وَ الرَّیۡحَانُ ﴿ۚ۱۲﴾

(૧૨) અને છોડવા અને પાંદડા સાથે દાણાઓ તથા સુગંધી વનસ્પતિઓ છે.

13

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۱۳﴾

(૧૩) માટે તમે બંને (જિન્નાત અને ઇન્સાન) તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

14

خَلَقَ الۡاِنۡسَانَ مِنۡ صَلۡصَالٍ کَالۡفَخَّارِ ﴿ۙ۱۴﴾

(૧૪) ઇન્સાનને ઠીકરા જેવી સૂકી માટીથી બનાવ્યો.

15

وَ خَلَقَ الۡجَآنَّ مِنۡ مَّارِجٍ مِّنۡ نَّارٍ ﴿ۚ۱۵﴾

(૧૫) અને જિન્નાતને આગની ભડકતી જવાળામાંથી પેદા કર્યા.

16

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۱۶﴾

(૧૬) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

17

رَبُّ الۡمَشۡرِقَیۡنِ وَ رَبُّ الۡمَغۡرِبَیۡنِ ﴿ۚ۱۷﴾

(૧૭) તે બંને પૂર્વ અને બંને પશ્ચિમનો પરવરદિગાર છે!

18

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۱۸﴾

(૧૮) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો !

19

مَرَجَ الۡبَحۡرَیۡنِ یَلۡتَقِیٰنِ ﴿ۙ۱۹﴾

(૧૯) તેણે બે દરિયા વહાવ્યા છે જે આપસમાં મળે છે:

20

بَیۡنَہُمَا بَرۡزَخٌ لَّا یَبۡغِیٰنِ ﴿ۚ۲۰﴾

(૨૦) અને તે બન્નેની વચ્ચે એક આડ છે કે જેથી કોઇ એકબીજા પર ગલબો ન કરે. (બંને ભળી ન જાય)

21

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۲۱﴾

(૨૧) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

22

یَخۡرُجُ مِنۡہُمَا اللُّؤۡلُؤُ وَ الۡمَرۡجَانُ ﴿ۚ۲۲﴾

(૨૨) તે બંને દરિયામાંથી લોઅલોઅ (મોતી) તથા મરજાન નીકળે છે.

23

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۲۳﴾

(૨૩) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો.

24

وَ لَہُ الۡجَوَارِ الۡمُنۡشَئٰتُ فِی الۡبَحۡرِ کَالۡاَعۡلَامِ ﴿ۚ۲۴﴾

(૨૪) તેના માટે જ છે બનાવેલા વહાણો કે જે દરિયામાં ચાલે છે અને પહાડ જેવા છે!

25

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿٪۲۵﴾

(૨૫) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો.

26

کُلُّ مَنۡ عَلَیۡہَا فَانٍ ﴿ۚۖ۲۶﴾

(૨૬) જે કોઇ તે (ઝમીન)ના પર છે તે ફના (નાશ) થનાર છે:

27

وَّ یَبۡقٰی وَجۡہُ رَبِّکَ ذُو الۡجَلٰلِ وَ الۡاِکۡرَامِ ﴿ۚ۲۷﴾

(૨૭) અને સાહેબે જલાલો ઇકરામ, તારા રબનો ચહેરો (ઝાત) બાકી રહેનાર છે.

28

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۲۸﴾

(૨૮) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

29

یَسۡـَٔلُہٗ مَنۡ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ کُلَّ یَوۡمٍ ہُوَ فِیۡ شَاۡنٍ ﴿ۚ۲۹﴾

(૨૯) આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે તેનાથી માંગતા રહે છે; અને દરરોજ તે શાન/કામમાં છે.

30

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۳۰﴾

(૩૦) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

31

سَنَفۡرُغُ لَکُمۡ اَیُّہَ الثَّقَلٰنِ ﴿ۚ۳۱﴾

(૩૧) અય બંને સમૂહો ! (જિન્નાત અને ઇન્સાન) અમે નજીકમાં જ તમારા (હિસાબ) તરફ ઘ્યાન આપશું.

32

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۳۲﴾

(૩૨) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

33

یٰمَعۡشَرَ الۡجِنِّ وَ الۡاِنۡسِ اِنِ اسۡتَطَعۡتُمۡ اَنۡ تَنۡفُذُوۡا مِنۡ اَقۡطَارِ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ فَانۡفُذُوۡا ؕ لَا تَنۡفُذُوۡنَ اِلَّا بِسُلۡطٰنٍ ﴿ۚ۳۳﴾

(૩૩) અય જિન્નાત અને ઇન્સાનના સમૂહ ! અગર તમારામાં આસમાનો તથા ઝમીનની હદોમાંથી નીકળી જવાની તાકત હોય તો નીકળી જાઓ; હરગિઝ (ભારે) તાકત વગર તમે નથી નીકળી શકતા.

34

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۳۴﴾

(૩૪) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

35

یُرۡسَلُ عَلَیۡکُمَا شُوَاظٌ مِّنۡ نَّارٍ ۬ۙ وَّ نُحَاسٌ فَلَا تَنۡتَصِرٰنِ ﴿ۚ۳۵﴾

(૩૫) તમો બંને પર ધૂમાડા વગરની આગની જ્વાળાઓ અને ધૂમાડાનો ઢગલો મોકલવામાં આવશે અને કોઇની મદદ નહિં માંગી શકો!

36

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۳۶﴾

(૩૬) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

37

فَاِذَا انۡشَقَّتِ السَّمَآءُ فَکَانَتۡ وَرۡدَۃً کَالدِّہَانِ ﴿ۚ۳۷﴾

(૩૭) જ્યારે આસમાન ફાટીને પીગળેલા ઘીની જેમ લાલ થઇ જશે.

38

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۳۸﴾

(૩૮) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

39

فَیَوۡمَئِذٍ لَّا یُسۡـَٔلُ عَنۡ ذَنۡۢبِہٖۤ اِنۡسٌ وَّ لَا جَآنٌّ ﴿ۚ۳۹﴾

(૩૯) તે દિવસે કોઇ ઇન્સાન અથવા જિન્નાતને તેમના ગુનાહ વિશે સવાલ નહી કરવામાં આવે.

40

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۴۰﴾

(૪૦) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

41

یُعۡرَفُ الۡمُجۡرِمُوۡنَ بِسِیۡمٰہُمۡ فَیُؤۡخَذُ بِالنَّوَاصِیۡ وَ الۡاَقۡدَامِ ﴿ۚ۴۱﴾

(૪૧) ગુનેહગારોને તેમના ચહેરાઓથી ઓળખી લેવામાં આવશે, પછી તેમને પેશાનીના વાળ અને પગથી પકડી લેવામાં આવશે.

42

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۴۲﴾

(૪૨) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

43

ہٰذِہٖ جَہَنَّمُ الَّتِیۡ یُکَذِّبُ بِہَا الۡمُجۡرِمُوۡنَ ﴿ۘ۴۳﴾

(૪૩) આ એ જ જહન્નમ છે જેનો મુજરીમો ઇન્કાર કરતા હતા!

44

یَطُوۡفُوۡنَ بَیۡنَہَا وَ بَیۡنَ حَمِیۡمٍ اٰنٍ ﴿ۚ۴۴﴾

(૪૪) (આજે) તે (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે આવ-જા કરે છે.

45

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿٪۴۵﴾

(૪૫) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

46

وَ لِمَنۡ خَافَ مَقَامَ رَبِّہٖ جَنَّتٰنِ ﴿ۚ۴۶﴾

(૪૬) અને જે શખ્સ પોતાના પરવરદિગારથી ડરે છે તેના માટે બે જન્નતો છે.

47

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿ۙ۴۷﴾

(૪૭) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

48

ذَوَاتَاۤ اَفۡنَانٍ ﴿ۚ۴۸﴾

(૪૮) (તેમાં) પ્રકાર પ્રકારની નેઅમતો અને લીલાછમ (તાજગીભર્યા) ઝાડો છે.

49

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۴۹﴾

(૪૯) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

50

فِیۡہِمَا عَیۡنٰنِ تَجۡرِیٰنِ ﴿ۚ۵۰﴾

(૫૦) તે બંનેમાં બે ઝરણાં વહે છે.

51

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۵۱﴾

(૫૧) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

52

فِیۡہِمَا مِنۡ کُلِّ فَاکِہَۃٍ زَوۡجٰنِ ﴿ۚ۵۲﴾

(૫૨) તે બંનેમાં દરેક ફળ બે પ્રકારના છે.

53

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۵۳﴾

(૫૩) માટે તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

54

مُتَّکِـِٕیۡنَ عَلٰی فُرُشٍۭ بَطَآئِنُہَا مِنۡ اِسۡتَبۡرَقٍ ؕ وَ جَنَا الۡجَنَّتَیۡنِ دَانٍ ﴿ۚ۵۴﴾

(૫૪) એવી હાલતમાં કે તેઓ ફર્શ પર ટેકો આપીને બેઠેલા છે જેના અસ્તર ભારે રેશમના છે; અને બંને જન્નતોના ફળો બિલ્કુલ નજીકથી મેળવશે.

55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۵۵﴾

(૫૫) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

56

فِیۡہِنَّ قٰصِرٰتُ الطَّرۡفِ ۙ لَمۡ یَطۡمِثۡہُنَّ اِنۡسٌ قَبۡلَہُمۡ وَ لَا جَآنٌّ ﴿ۚ۵۶﴾

(૫૬) જન્નતોમાં (પોતાના શોહરો સુધી) ટૂંકી નજરોવાળી હૂરો છે જેમને પહેલા કયારેય કોઇ ઇન્સાને અને જિન્નાતે સ્પર્શ કરેલ નથી.

57

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿ۚ۵۷﴾

(૫૭) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

58

کَاَنَّہُنَّ الۡیَاقُوۡتُ وَ الۡمَرۡجَانُ ﴿ۚ۵۸﴾

(૫૮) તે (હૂરો) માણેક અને મરજાન જેવી છે.

59

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۵۹﴾

(૫૯) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

60

ہَلۡ جَزَآءُ الۡاِحۡسَانِ اِلَّا الۡاِحۡسَانُ ﴿ۚ۶۰﴾

(૬૦) શું નેકીનો બદલો નેકીના સિવાય કાંઇ છે ?

61

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۶۱﴾

(૬૧) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

62

وَ مِنۡ دُوۡنِہِمَا جَنَّتٰنِ ﴿ۚ۶۲﴾

(૬૨) અને તે બંને જન્નતોની હેઠળ બીજી બે જન્નતો છે.

63

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿ۙ۶۳﴾

(૬૩) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

64

مُدۡہَآ مَّتٰنِ ﴿ۚ۶۴﴾

(૬૪) તે બંને સંપૂર્ણ લીલીછમ છે.

65

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿ۚ۶۵﴾

(૬૫) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

66

فِیۡہِمَا عَیۡنٰنِ نَضَّاخَتٰنِ ﴿ۚ۶۶﴾

(૬૬) તે બંનેમાં ઉભરતા બે ઝરણા છે.

67

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۶۷﴾

(૬૭) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

68

فِیۡہِمَا فَاکِہَۃٌ وَّ نَخۡلٌ وَّ رُمَّانٌ ﴿ۚ۶۸﴾

(૬૮) તે બંનેમાં ફળો ખજૂરના ઝાડ તથા દાડમ છે.

69

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿ۚ۶۹﴾

(૬૯) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

70

فِیۡہِنَّ خَیۡرٰتٌ حِسَانٌ ﴿ۚ۷۰﴾

(૭૦) તે જન્નતોમાં નેકસીરત તથા ખૂબસુરત ઔરતો છે.

71

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿ۚ۷۱﴾

(૭૧) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

72

حُوۡرٌ مَّقۡصُوۡرٰتٌ فِی الۡخِیَامِ ﴿ۚ۷۲﴾

(૭૨) તે હૂરો કે જે તંબુઓમાં છુપાઇને બેઠેલી છે.

73

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿ۚ۷۳﴾

(૭૩) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

74

لَمۡ یَطۡمِثۡہُنَّ اِنۡسٌ قَبۡلَہُمۡ وَ لَا جَآنٌّ ﴿ۚ۷۴﴾

(૭૪) જેણીઓને પહેલાં કોઇ જિન્નાતે અને ઇન્સાને સ્પર્શ કરેલ નથી.

75

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿ۚ۷۵﴾

(૭૫) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

76

مُتَّکِـِٕیۡنَ عَلٰی رَفۡرَفٍ خُضۡرٍ وَّ عَبۡقَرِیٍّ حِسَانٍ ﴿ۚ۷۶﴾

(૭૬) તેઓ બહેતરીન લીલા રંગના કવર ચઢાવેલા તકીયા ઉપર ટેકો દીધેલી હાલતમાં બેઠા છે.

77

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکُمَا تُکَذِّبٰنِ ﴿۷۷﴾

(૭૭) માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

78

تَبٰرَکَ اسۡمُ رَبِّکَ ذِی الۡجَلٰلِ وَ الۡاِکۡرَامِ ﴿٪۷۸﴾

(૭૮) તારા પરવરદિગારનું નામ ખૂબ બરકતવાળું છે જે જલાલો ઇકરામવાળો છે.