અલ-કુરઆન

32

As-Sajda

سورة السجدة


الٓـمّٓ ۚ﴿۱﴾

(૧) અલિફ-લામ-મીમ.

تَنۡزِیۡلُ الۡکِتٰبِ لَا رَیۡبَ فِیۡہِ مِنۡ رَّبِّ الۡعٰلَمِیۡنَ ؕ﴿۲﴾

(૨) આ કિતાબનું નાઝિલ થવું -જેમાં કોઇપણ પ્રકારનો શક નથી- તમામ દુનિયાવાળાઓના પરવરદિગાર તરફથી છે.

اَمۡ یَقُوۡلُوۡنَ افۡتَرٰىہُ ۚ بَلۡ ہُوَ الۡحَقُّ مِنۡ رَّبِّکَ لِتُنۡذِرَ قَوۡمًا مَّاۤ اَتٰہُمۡ مِّنۡ نَّذِیۡرٍ مِّنۡ قَبۡلِکَ لَعَلَّہُمۡ یَہۡتَدُوۡنَ ﴿۳﴾

(૩) શું તેઓ એમ કહે છે આ તેને ઉપજાવી કાઢયું છે ? પરંતુ તે તારા પરવરદિગાર તરફથી હક છે જેથી તું કોમને ડરાવે કે જેમની પાસે તારી અગાઉ કોઇ ડરાવનાર આવ્યો નથી. કદાચને તેઓ હિદાયત મેળવી લે.

اَللّٰہُ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَا فِیۡ سِتَّۃِ اَیَّامٍ ثُمَّ اسۡتَوٰی عَلَی الۡعَرۡشِ ؕ مَا لَکُمۡ مِّنۡ دُوۡنِہٖ مِنۡ وَّلِیٍّ وَّ لَا شَفِیۡعٍ ؕ اَفَلَا تَتَذَکَّرُوۡنَ ﴿۴﴾

(૪) અલ્લાહ એ જ છે કે જેણે આસમાનો તથા ઝમીન તથા તે બંને વચ્ચે જે કાંઇ છે તેને છ દિવસમાં પેદા કર્યુ, અને પછી (સત્તાના) અર્શ પર બિરાજમાન થયો. તેના સિવાય ન કોઇ તમારો વલી છે અને ન શફાઅત કરનાર, શું તમે નસીહત હાંસિલ નથી કરતા?!

یُدَبِّرُ الۡاَمۡرَ مِنَ السَّمَآءِ اِلَی الۡاَرۡضِ ثُمَّ یَعۡرُجُ اِلَیۡہِ فِیۡ یَوۡمٍ کَانَ مِقۡدَارُہٗۤ اَلۡفَ سَنَۃٍ مِّمَّا تَعُدُّوۡنَ ﴿۵﴾

(૫) (આ દુનિયાની) દરેક બાબત આસમાનથી લઇને ઝમીન સુધીનુ આયોજન તે કરે છે પછી તે દિવસે જેનુ પ્રમાણ તમારી ગણતરી મુજબ હજાર વર્ષનુ છે તેની તરફ બુલંદ થશે.

ذٰلِکَ عٰلِمُ الۡغَیۡبِ وَ الشَّہَادَۃِ الۡعَزِیۡزُ الرَّحِیۡمُ ۙ﴿۶﴾

(૬) તે (ખુદા) જાહેર અને છુપી બાબતનો જાણનાર છે અને તે જબરદસ્ત અને મહેરબાન છે:

الَّذِیۡۤ اَحۡسَنَ کُلَّ شَیۡءٍ خَلَقَہٗ وَ بَدَاَ خَلۡقَ الۡاِنۡسَانِ مِنۡ طِیۡنٍ ۚ﴿۷﴾

(૭) તેણે દરેક વસ્તુને નેક બનાવી અને ઇન્સાનની ખિલ્કતની શરૂઆત તેણે માટીમાંથી કરી.

ثُمَّ جَعَلَ نَسۡلَہٗ مِنۡ سُلٰلَۃٍ مِّنۡ مَّآءٍ مَّہِیۡنٍ ۚ﴿۸﴾

(૮) ત્યારબાદ તેની નસ્લને એક તુચ્છ પાણીના નિચોડમાંથી ખલ્ક કરી.

ثُمَّ سَوّٰىہُ وَ نَفَخَ فِیۡہِ مِنۡ رُّوۡحِہٖ وَ جَعَلَ لَکُمُ السَّمۡعَ وَ الۡاَبۡصَارَ وَ الۡاَفۡـِٕدَۃَ ؕ قَلِیۡلًا مَّا تَشۡکُرُوۡنَ ﴿۹﴾

(૯) પછી તેને પરિપૂર્ણ બનાવ્યો, અને પોતાની રૂહ તેમાં ફૂંકી, અને તમારા માટે કાન તથા આંખો તથા દિલ બનાવ્યા; પરંતુ તમે બહુ થોડો શુક્ર કરો છો.

10

وَ قَالُوۡۤا ءَ اِذَا ضَلَلۡنَا فِی الۡاَرۡضِ ءَ اِنَّا لَفِیۡ خَلۡقٍ جَدِیۡدٍ ۬ؕ بَلۡ ہُمۡ بِلِقَآیِٔ رَبِّہِمۡ کٰفِرُوۡنَ ﴿۱۰﴾

(૧૦) અને તેઓ કહ્યુ કે શું જ્યારે અમે ઝમીનમાં ગુમ થઇ જશું ત્યારે ફરીથી ખલ્ક કરવામાં આવશું ? બલ્કે તેઓ પોતાના પરવરદિગારની મુલાકાતનો ઇન્કાર કરે છે.

11

قُلۡ یَتَوَفّٰىکُمۡ مَّلَکُ الۡمَوۡتِ الَّذِیۡ وُکِّلَ بِکُمۡ ثُمَّ اِلٰی رَبِّکُمۡ تُرۡجَعُوۡنَ ﴿٪۱۱﴾

(૧૧) તું કહે કે મોતના ફરિશ્તાને તમારા પર નિયુકત કરવામાં આવ્યો છે કે તમારી રૂહ કબ્ઝ કરે પછી તેમને તમારા પરવરદિગારની તરફ પાછા ફેરવશે.

12

وَ لَوۡ تَرٰۤی اِذِ الۡمُجۡرِمُوۡنَ نَاکِسُوۡا رُءُوۡسِہِمۡ عِنۡدَ رَبِّہِمۡ ؕ رَبَّنَاۤ اَبۡصَرۡنَا وَ سَمِعۡنَا فَارۡجِعۡنَا نَعۡمَلۡ صَالِحًا اِنَّا مُوۡقِنُوۡنَ ﴿۱۲﴾

(૧૨) અને અગર તુ જો કે જયારે ગુનેહગારો રબની હજૂરમાં સર જૂકાવી ઊભા હશે; અય અમારા રબ અમે જોયુ અને સાંભળ્યુ, માટે તું અમને પાછા મોકલ જેથી અમે નેક આમાલ કરીએ બેશક અમે યકીન રાખનારાઓ છીએ.

13

وَ لَوۡ شِئۡنَا لَاٰتَیۡنَا کُلَّ نَفۡسٍ ہُدٰىہَا وَ لٰکِنۡ حَقَّ الۡقَوۡلُ مِنِّیۡ لَاَمۡلَـَٔنَّ جَہَنَّمَ مِنَ الۡجِنَّۃِ وَ النَّاسِ اَجۡمَعِیۡنَ ﴿۱۳﴾

(૧૩) અને જો અમે ચાહત તો દરેકે નફસને હિદાયત આપી દે તે, પરંતુ મારો વાયદો હક છે કે હું જહન્નમને (ગુનેહગાર) જિન્નાતો તથા ઇન્સાનોથી ભરી દઇશ.

14

فَذُوۡقُوۡا بِمَا نَسِیۡتُمۡ لِقَآءَ یَوۡمِکُمۡ ہٰذَا ۚ اِنَّا نَسِیۡنٰکُمۡ وَ ذُوۡقُوۡا عَذَابَ الۡخُلۡدِ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۱۴﴾

(૧૪) અને (તેઓને કહેશે) તમે આજના દિવસની તમારી મુલાકાતને ભૂલાવી દેવાની મજા ચાખો અમે તમને ભૂલી ગયા, અને જે કાર્યો તમે કર્યા હતા તેના બદલામાં હંમેશના અઝાબની મજા ચાખો.

15

اِنَّمَا یُؤۡمِنُ بِاٰیٰتِنَا الَّذِیۡنَ اِذَا ذُکِّرُوۡا بِہَا خَرُّوۡا سُجَّدًا وَّ سَبَّحُوۡا بِحَمۡدِ رَبِّہِمۡ وَ ہُمۡ لَا یَسۡتَکۡبِرُوۡنَ ﴿ٛ۱۵﴾

(૧૫) માત્ર તેઓ જ અમારી આયતો પર ઇમાન લાવે છે જ્યારે તેમણે આયતો યાદ અપાવવામાં આવે ત્યારે સિજદામાં પડી જાય છે, તથા પોતાના પરવરદિગારનો હમ્દ અને તસ્બીહ કરે છે, અને તકબ્બૂર કરતા નથી.

16

تَتَجَافٰی جُنُوۡبُہُمۡ عَنِ الۡمَضَاجِعِ یَدۡعُوۡنَ رَبَّہُمۡ خَوۡفًا وَّ طَمَعًا ۫ وَّ مِمَّا رَزَقۡنٰہُمۡ یُنۡفِقُوۡنَ ﴿۱۶﴾

(૧૬) તેમના પડખાં પથારીઓથી દૂર થાય છે, (સૂતા નથી) અને પોતાના પરવરદિગારને ડર અને ઉમ્મીદની હાલતમાં પોકારતા રહે છે; તેમજ અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેમાંથી ઇન્ફાક કરતા રહે છે.

17

فَلَا تَعۡلَمُ نَفۡسٌ مَّاۤ اُخۡفِیَ لَہُمۡ مِّنۡ قُرَّۃِ اَعۡیُنٍ ۚ جَزَآءًۢ بِمَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۷﴾

(૧૭) કોઇ પણ નથી જાણતું કે તેમની આંખોની ઠંડક માટેની કઇ કઇ વસ્તુઓ સંતાડી રાખેલ છે? જે તેમના આમાલનો બદલો છે.

18

اَفَمَنۡ کَانَ مُؤۡمِنًا کَمَنۡ کَانَ فَاسِقًا ؕؔ لَا یَسۡتَوٗنَ ﴿۱۸﴾؃

(૧૮) શું મોઅમીન ફાસિક જેવો છે? તેઓ બરાબર નથી.

19

اَمَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فَلَہُمۡ جَنّٰتُ الۡمَاۡوٰی ۫ نُزُلًۢا بِمَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۹﴾

(૧૯) જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમની મહેમાનગતિ માટે જન્નતુલ માવા છે જે તેમના આમાલનો બદલો છે.

20

وَ اَمَّا الَّذِیۡنَ فَسَقُوۡا فَمَاۡوٰىہُمُ النَّارُ ؕ کُلَّمَاۤ اَرَادُوۡۤا اَنۡ یَّخۡرُجُوۡا مِنۡہَاۤ اُعِیۡدُوۡا فِیۡہَا وَ قِیۡلَ لَہُمۡ ذُوۡقُوۡا عَذَابَ النَّارِ الَّذِیۡ کُنۡتُمۡ بِہٖ تُکَذِّبُوۡنَ ﴿۲۰﴾

(૨૦) અને જેઓએ નાફરમાની કરી બસ તેમનું ઠેકાણું જહન્નમ છે કે જયારે તેમાંથી નિકળવા ચાહશે ત્યારે તેમાં પલટાવામાં આવશે, તથા કહેવામાં આવશે આગની સજાની મજા ચાખો જેને તમે જૂઠલાવતા હતા.

21

وَ لَنُذِیۡقَنَّہُمۡ مِّنَ الۡعَذَابِ الۡاَدۡنٰی دُوۡنَ الۡعَذَابِ الۡاَکۡبَرِ لَعَلَّہُمۡ یَرۡجِعُوۡنَ ﴿۲۱﴾

(૨૧) અને અમે જરૂર તેમને મોટા અઝાબની પહેલા નઝદીકનો અઝાબ ચખાડીશુ, કે કદાચને તેઓ (સીધા રસ્તા તરફ) પાછા ફરે.

22

وَ مَنۡ اَظۡلَمُ مِمَّنۡ ذُکِّرَ بِاٰیٰتِ رَبِّہٖ ثُمَّ اَعۡرَضَ عَنۡہَا ؕ اِنَّا مِنَ الۡمُجۡرِمِیۡنَ مُنۡتَقِمُوۡنَ ﴿٪۲۲﴾

(૨૨) અને તેના કરતાં વધારે ઝાલિમ કોણ છે કે જેને પરવરદિગારની આયતોની યાદ દેવરાવવામાં આવે પછી તે મોઢુ ફેરવી લે?! બેશક અમે ગુનેહગારોંથી ઇન્તેકામ લેશુ.

23

وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ فَلَا تَکُنۡ فِیۡ مِرۡیَۃٍ مِّنۡ لِّقَآئِہٖ وَ جَعَلۡنٰہُ ہُدًی لِّبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ﴿ۚ۲۳﴾

(૨૩) અને અમોએ મૂસાને કિતાબ આપી અને તેની (અલ્લાહ સાથે) મુલાકાત બાબતે શક ન રાખ અને અમે તે (કિતાબ)ને બની ઇસરાઇલને માટે હિદાયત બનાવી.

24

وَ جَعَلۡنَا مِنۡہُمۡ اَئِمَّۃً یَّہۡدُوۡنَ بِاَمۡرِنَا لَمَّا صَبَرُوۡا ۟ؕ وَ کَانُوۡا بِاٰیٰتِنَا یُوۡقِنُوۡنَ ﴿۲۴﴾

(૨૪) અને અમોએ તેઓમાંથી અમુકને ઇમામ બનાવ્યા કે અમારા હુકમથી હિદાયત કરતા હતા કારણકે તેઓએ સબ્ર કરી અને અમારી આયતો પર યકીન રાખ્યુ.

25

اِنَّ رَبَّکَ ہُوَ یَفۡصِلُ بَیۡنَہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ فِیۡمَا کَانُوۡا فِیۡہِ یَخۡتَلِفُوۡنَ ﴿۲۵﴾

(૨૫) બેશક તારો પરવરદિગાર કયામતના દિવસે તેઓની દરમ્યાન ઇખ્તેલાફી બાબતોનો ફેસલો કરશે.

26

اَوَ لَمۡ یَہۡدِ لَہُمۡ کَمۡ اَہۡلَکۡنَا مِنۡ قَبۡلِہِمۡ مِّنَ الۡقُرُوۡنِ یَمۡشُوۡنَ فِیۡ مَسٰکِنِہِمۡ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ ؕ اَفَلَا یَسۡمَعُوۡنَ ﴿۲۶﴾

(૨૬) શું તેમની હિદાયત માટે એ કાફી નથી કે અમોએ તેમની પહેલા ઘણી કોમોને હલાક કરી નાખી? કે તેઓ તેમના (વિરાન) રહેઠાણોમાં હરેફરે છે, અને તેમાં નિશાનીઓ છે, શું તેઓ સાંભળતા નથી ?

27

اَوَ لَمۡ یَرَوۡا اَنَّا نَسُوۡقُ الۡمَآءَ اِلَی الۡاَرۡضِ الۡجُرُزِ فَنُخۡرِجُ بِہٖ زَرۡعًا تَاۡکُلُ مِنۡہُ اَنۡعَامُہُمۡ وَ اَنۡفُسُہُمۡ ؕ اَفَلَا یُبۡصِرُوۡنَ ﴿ؓ۲۷﴾

(૨૭) શું તેઓ નથી જોતા કે અમે પાણીને ઉજ્જડ ઝમીન સુધી પહોંચાડીએ છીએ અને તેના વડે ખેતી પૈદા કરીએ છીએ, જેને તેઓ તથા તેઓના જાનવરો ખાય છે, શું તેઓ જોતા નથી?

28

وَ یَقُوۡلُوۡنَ مَتٰی ہٰذَا الۡفَتۡحُ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۲۸﴾

(૨૮) અને તેઓ કહે છે કે જો તમે સાચુ કહો છો તો તે ફત્હ (વિજય)નો દિવસ કયારે આવશે?

29

قُلۡ یَوۡمَ الۡفَتۡحِ لَا یَنۡفَعُ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِیۡمَانُہُمۡ وَ لَا ہُمۡ یُنۡظَرُوۡنَ ﴿۲۹﴾

(૨૯) તું કહે કે ફત્હ (વિજય)ના દિવસે, નાસ્તિકોને ઇમાન ફાયદો નહી પહોંચાડે અને ન તેમને મોહલત આપવામાં આવશે.

30

فَاَعۡرِضۡ عَنۡہُمۡ وَ انۡتَظِرۡ اِنَّہُمۡ مُّنۡتَظِرُوۡنَ ﴿٪۳۰﴾

(૩૦) માટે તેઓથી મોઢુ ફેરવી લ્યો અને ઇન્તેઝાર કરો, કે તેઓ પણ ઇન્તેઝાર કરી રહ્યા છે.