Luqman
سورة لقمان
وَ مِنَ النَّاسِ مَنۡ یَّشۡتَرِیۡ لَہۡوَ الۡحَدِیۡثِ لِیُضِلَّ عَنۡ سَبِیۡلِ اللّٰہِ بِغَیۡرِ عِلۡمٍ ٭ۖ وَّ یَتَّخِذَہَا ہُزُوًا ؕ اُولٰٓئِکَ لَہُمۡ عَذَابٌ مُّہِیۡنٌ ﴿۶﴾
(૬) અને લોકોમાંથી અમુક બેહુદી (નકામી) વાત ખરીદે છે જેથી ઇલ્મ વગર લોકોને અલ્લાહના રસ્તાથી ગુમરાહ કરે અને અલ્લાહની આયતોની મજાક ઉડાડે, એવા લોકો માટે ઝિલ્લત આપનારો અઝાબ છે.
وَ اِذَا تُتۡلٰی عَلَیۡہِ اٰیٰتُنَا وَلّٰی مُسۡتَکۡبِرًا کَاَنۡ لَّمۡ یَسۡمَعۡہَا کَاَنَّ فِیۡۤ اُذُنَیۡہِ وَقۡرًا ۚ فَبَشِّرۡہُ بِعَذَابٍ اَلِیۡمٍ ﴿۷﴾
(૭) અને જયારે તેની સામે અમારી આયતોને પઢવામાં આવે છે ત્યારે તકબ્બૂર કરી મોઢું ફેરવે છે, જાણે તેણે કાંઇ સાંભળ્યું જ નથી. જાણે કે તેના કાન બહેરા છે, તેને દર્દનાક અઝાબની ખુશખબરી આપ!
خَلَقَ السَّمٰوٰتِ بِغَیۡرِ عَمَدٍ تَرَوۡنَہَا وَ اَلۡقٰی فِی الۡاَرۡضِ رَوَاسِیَ اَنۡ تَمِیۡدَ بِکُمۡ وَ بَثَّ فِیۡہَا مِنۡ کُلِّ دَآبَّۃٍ ؕ وَ اَنۡزَلۡنَا مِنَ السَّمَآءِ مَآءً فَاَنۡۢبَتۡنَا فِیۡہَا مِنۡ کُلِّ زَوۡجٍ کَرِیۡمٍ ﴿۱۰﴾
(૧૦) તેણે આસમાનોને તમે જોઇ શકો તેવા થાંભલા વગર પેદા કર્યા અને ઝમીનમાં મોટામોટા પહાડો જમાવી દીધા જેથી તમોને ન ડગમગાવે અને તેમાં દરેક જાતના જાનવરો ફેલાવી દીધા અને અમોએ આસમાનથી પાણી વરસાવ્યુ અને તે (ઝમીન)માં દરેક જાત(ની વનસ્પતિ)ના ઉમદા જોડાઓ ઊગાવ્યા.
وَ لَقَدۡ اٰتَیۡنَا لُقۡمٰنَ الۡحِکۡمَۃَ اَنِ اشۡکُرۡ لِلّٰہِ ؕ وَ مَنۡ یَّشۡکُرۡ فَاِنَّمَا یَشۡکُرُ لِنَفۡسِہٖ ۚ وَ مَنۡ کَفَرَ فَاِنَّ اللّٰہَ غَنِیٌّ حَمِیۡدٌ ﴿۱۲﴾
(૧૨) અને ખરેખર અમોએ લુકમાનને હિકમત અતા કરી કે અલ્લાહનો શુક્ર કરે; અને જે કોઇ શુક્ર કરે તો તે પોતાના જ ફાયદા માટે શુક્ર કર્યો; અને જે નાશુક્રી કરે તો બેશક અલ્લાહ બેનિયાઝ અને વખાણને લાયક છે.
وَ وَصَّیۡنَا الۡاِنۡسَانَ بِوَالِدَیۡہِ ۚ حَمَلَتۡہُ اُمُّہٗ وَہۡنًا عَلٰی وَہۡنٍ وَّ فِصٰلُہٗ فِیۡ عَامَیۡنِ اَنِ اشۡکُرۡ لِیۡ وَ لِوَالِدَیۡکَ ؕ اِلَیَّ الۡمَصِیۡرُ ﴿۱۴﴾
(૧૪) અને અમોએ ઇન્સાનને તેના વાલેદૈન વિશે નસીહત કરી કે તેની વાલેદાએ કમજોરી ઉપર કમજોરી(ની હાલત)માં (તેનો) ભાર ઉપાડ્યો, અને બે વર્ષ બાદ તેનું દૂધ છુટે છે (માટે તને નસીહત કરી) કે તું મારો અને તારા વાલેદૈનનો શુક્ર કર કે (તમો સૌનું) પાછું ફરવું મારી જ તરફ છે.
وَ اِنۡ جَاہَدٰکَ عَلٰۤی اَنۡ تُشۡرِکَ بِیۡ مَا لَیۡسَ لَکَ بِہٖ عِلۡمٌ ۙ فَلَا تُطِعۡہُمَا وَ صَاحِبۡہُمَا فِی الدُّنۡیَا مَعۡرُوۡفًا ۫ وَّ اتَّبِعۡ سَبِیۡلَ مَنۡ اَنَابَ اِلَیَّ ۚ ثُمَّ اِلَیَّ مَرۡجِعُکُمۡ فَاُنَبِّئُکُمۡ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۱۵﴾
(૧૫) અને જો તે બંને કોશિશ કરે કે એવા કોઇને મારો શરીક બનાવે કે જેનું તમને ઇલ્મ નથી તો તેમની ઇતાઅત ન કર, પરંતુ દુનિયામાં તેમની સાથે નેકી સાથે પેશ આવજે અને તેનો રસ્તો અપનાવજે જે તોબા કરતો મારી તરફ (પાછો) ફરે છે અને ત્યારબાદ તમારા સર્વેનું પાછુ ફરવું મારી જ તરફ છે અને હું જણાવીશ કે તમે લોકો શું કરતા હતા.
یٰبُنَیَّ اِنَّہَاۤ اِنۡ تَکُ مِثۡقَالَ حَبَّۃٍ مِّنۡ خَرۡدَلٍ فَتَکُنۡ فِیۡ صَخۡرَۃٍ اَوۡ فِی السَّمٰوٰتِ اَوۡ فِی الۡاَرۡضِ یَاۡتِ بِہَا اللّٰہُ ؕ اِنَّ اللّٰہَ لَطِیۡفٌ خَبِیۡرٌ ﴿۱۶﴾
(૧૬) અય મારા ફરઝંદ ! જો (નેકી અથવા બદી) એક રાઇના દાણા બરાબર -ભલે પછી તે કોઇ પત્થરમાં અથવા આસમાનોમાં અથવા ઝમીનમાં- હશે અલ્લાહ તેને (કયામતમાં) જરૂર હાજર કરશે, બેશક અલ્લાહ ઝીણવટભરી બાબતોથી માહિતગાર છે.
یٰبُنَیَّ اَقِمِ الصَّلٰوۃَ وَ اۡمُرۡ بِالۡمَعۡرُوۡفِ وَ انۡہَ عَنِ الۡمُنۡکَرِ وَ اصۡبِرۡ عَلٰی مَاۤ اَصَابَکَ ؕ اِنَّ ذٰلِکَ مِنۡ عَزۡمِ الۡاُمُوۡرِ ﴿ۚ۱۷﴾
(૧૭) અય મારા ફરઝંદ ! નમાઝને કાયમ કર અને નેકીનો હુકમ કર, અને બૂરાઇની મનાઇ કર અને જે મુસીબત તારા ઉપર આવી પડે તેના ઉપર સબર કર; બેશક આ મહત્વપૂર્ણ કામોમાંથી છે!
اَلَمۡ تَرَوۡا اَنَّ اللّٰہَ سَخَّرَ لَکُمۡ مَّا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ وَ اَسۡبَغَ عَلَیۡکُمۡ نِعَمَہٗ ظَاہِرَۃً وَّ بَاطِنَۃً ؕ وَ مِنَ النَّاسِ مَنۡ یُّجَادِلُ فِی اللّٰہِ بِغَیۡرِ عِلۡمٍ وَّ لَا ہُدًی وَّ لَا کِتٰبٍ مُّنِیۡرٍ ﴿۲۰﴾
(૨૦) શું તમોએ નથી જોયું કે અલ્લાહે ઝમીન અને આસમાનની બધી વસ્તુઓને તમારા તાબે કરી અને તમારા માટે જાહેરી અને છુપી ઘણી બધી નેઅમતો આપેલ છે? પરંતુ લોકોમાંથી અમુક એવા છે કે જે કોઇપણ ઇલ્મ હિદાયત અને રોશન કિતાબ વગર ખુદાના બારામાં તકરાર કરે છે.
وَ اِذَا قِیۡلَ لَہُمُ اتَّبِعُوۡا مَاۤ اَنۡزَلَ اللّٰہُ قَالُوۡا بَلۡ نَتَّبِعُ مَا وَجَدۡنَا عَلَیۡہِ اٰبَآءَنَا ؕ اَوَ لَوۡ کَانَ الشَّیۡطٰنُ یَدۡعُوۡہُمۡ اِلٰی عَذَابِ السَّعِیۡرِ ﴿۲۱﴾
(૨૧) અને જયારે તેમને કહેવામાં આવે છે કે જે કંઇ અલ્લાહે નાઝિલ કર્યુ છે તેની તાબેદારી કરો! ત્યારે તેઓ કહે છે કે (ના,) બલ્કે અમે ફકત તેની તાબેદારી કરશુ જેના પર અમારા બાપદાદાઓને પામ્યા છે, શું શૈતાન તેઓને (બાપદાદાઓને) ભડકતી જ્વાળાઓની સજા તરફ બોલાવતો હોય (તો પણ)?!
وَ مَنۡ یُّسۡلِمۡ وَجۡہَہٗۤ اِلَی اللّٰہِ وَ ہُوَ مُحۡسِنٌ فَقَدِ اسۡتَمۡسَکَ بِالۡعُرۡوَۃِ الۡوُثۡقٰی ؕ وَ اِلَی اللّٰہِ عَاقِبَۃُ الۡاُمُوۡرِ ﴿۲۲﴾
(૨૨) અને જે કોઇ પોતાના ચહેરાને અલ્લાહને સમર્પિત કરે એવી હાલતમાં કે નેકી કરાવનાર હોય બસ હકીકતમાં તેણે મજબૂત દોરી (રસ્સી)ને પકડી લીધી અને તમામ કાર્યોનો અંજામ અલ્લાહની તરફ છે.
وَ مَنۡ کَفَرَ فَلَا یَحۡزُنۡکَ کُفۡرُہٗ ؕ اِلَیۡنَا مَرۡجِعُہُمۡ فَنُنَبِّئُہُمۡ بِمَا عَمِلُوۡا ؕ اِنَّ اللّٰہَ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۲۳﴾
(૨૩) અને જે કોઇ નાસ્તિક થાય (તો પછી) તેનુ નાસ્તિક થવુ તને ગમગીન ન કરે (કારણકે) તેઓનુ પાછુ ફરવુ અમારી તરફ જ છે પછી તેઓએ જે કાંઇ કર્યુ તેની ખબર આપીશુ અને હકીકતમાં અલ્લાહ દિલોના ભેદોને જાણે છે.
وَ لَئِنۡ سَاَلۡتَہُمۡ مَّنۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ لَیَقُوۡلُنَّ اللّٰہُ ؕ قُلِ الۡحَمۡدُ لِلّٰہِ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۲۵﴾
(૨૫) અને જ્યારે તું તેમને સવાલ કરીશ કે આસમાનો તથા ઝમીનને કોણે પેદા કર્યા ? ત્યારે તેઓ જરૂર કહેશે કે "અલ્લાહે"; તું કહે કે દરેક વખાણ અલ્લાહ માટે જ છે; પરંતુ તેઓમાં મોટા ભાગના જાણતા નથી.
وَ لَوۡ اَنَّ مَا فِی الۡاَرۡضِ مِنۡ شَجَرَۃٍ اَقۡلَامٌ وَّ الۡبَحۡرُ یَمُدُّہٗ مِنۡۢ بَعۡدِہٖ سَبۡعَۃُ اَبۡحُرٍ مَّا نَفِدَتۡ کَلِمٰتُ اللّٰہِ ؕ اِنَّ اللّٰہَ عَزِیۡزٌ حَکِیۡمٌ ﴿۲۷﴾
(૨૭) અગર જો ઝમીનમાં જેટલા વૃક્ષ છે તે કલમ થઇ જાય અને (સર્વે) સમુદ્રો શાહી બની જાય અને બીજા સાત સમુદ્રો તેમાં ઉમેરવામાં આવે (તે બધા ખત્મ થઇ જાય તો પણ) અલ્લાહના કલેમાત (શબ્દો) પૂરાં નહી થાય; બેશક અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે.
اَلَمۡ تَرَ اَنَّ اللّٰہَ یُوۡلِجُ الَّیۡلَ فِی النَّہَارِ وَ یُوۡلِجُ النَّہَارَ فِی الَّیۡلِ وَ سَخَّرَ الشَّمۡسَ وَ الۡقَمَرَ ۫ کُلٌّ یَّجۡرِیۡۤ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی وَّ اَنَّ اللّٰہَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرٌ ﴿۲۹﴾
(૨૯) શું તેં નથી જોયું કે અલ્લાહ રાતને દિવસમાં અને દિવસને રાતમાં દાખલ કરે છે અને સૂરજ તથા ચાંદને તેણે તાબે કરી દીધા છે કે જે દરેક નક્કી મુદ્દત સુધી ચાલતા રહેશે?! અને અલ્લાહ તમારા કાર્યોને જાણે છે.
اَلَمۡ تَرَ اَنَّ الۡفُلۡکَ تَجۡرِیۡ فِی الۡبَحۡرِ بِنِعۡمَتِ اللّٰہِ لِیُرِیَکُمۡ مِّنۡ اٰیٰتِہٖ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّکُلِّ صَبَّارٍ شَکُوۡرٍ ﴿۳۱﴾
(૩૧) શું તમે નથી જોયું કે અલ્લાહની નેઅમતથી દરિયામાં કશ્તીઓ ચાલે છે કે જેથી તમને પોતાની અમુક નિશાનીઓ બતાવે?! તેમાં દરેક સબ્ર કરનાર અને શુક્રગુઝાર માટે નિશાનીઓ છે!
وَ اِذَا غَشِیَہُمۡ مَّوۡجٌ کَالظُّلَلِ دَعَوُا اللّٰہَ مُخۡلِصِیۡنَ لَہُ الدِّیۡنَ ۬ۚ فَلَمَّا نَجّٰہُمۡ اِلَی الۡبَرِّ فَمِنۡہُمۡ مُّقۡتَصِدٌ ؕ وَ مَا یَجۡحَدُ بِاٰیٰتِنَاۤ اِلَّا کُلُّ خَتَّارٍ کَفُوۡرٍ ﴿۳۲﴾
(૩૨) અને જયારે કોઇ મોજું વાદળની જેમ તેમને ઢાંકી દ્યે છે ત્યારે ખુલુસ દીનદારી સાથે અલ્લાહને પોકારે છે પરંતુ જયારે અલ્લાહ તેને બચાવીને ઝમીન પર પહોંચાડે છે ત્યારે અમુક ઇન્સાફનો રસ્તો અપનાવે છે, અને અમારી આયતોનો ઇન્કાર ગદ્દાર અને નાશુક્રાઓ સિવાય કોઇ કરતું નથી.
یٰۤاَیُّہَا النَّاسُ اتَّقُوۡا رَبَّکُمۡ وَ اخۡشَوۡا یَوۡمًا لَّا یَجۡزِیۡ وَالِدٌ عَنۡ وَّلَدِہٖ ۫ وَ لَا مَوۡلُوۡدٌ ہُوَ جَازٍ عَنۡ وَّالِدِہٖ شَیۡئًا ؕ اِنَّ وَعۡدَ اللّٰہِ حَقٌّ فَلَا تَغُرَّنَّکُمُ الۡحَیٰوۃُ الدُّنۡیَا ٝ وَ لَا یَغُرَّنَّکُمۡ بِاللّٰہِ الۡغَرُوۡرُ ﴿۳۳﴾
(૩૩) અય લોકો ! તમારા પરવરદિગારથી ડરો અને તે દિવસથી ડરો કે જે દિવસે કોઇ વાલિદ ફરઝંદ(ની સજા)નો જવાબદાર નહી બને અને કોઇ ફરઝંદ વાલિદ(ની સજા)નો જવાબદાર નહિ બને; બેશક અલ્લાહનો વાયદો સાચો છે, માટે તમને દુનિયાની ઝિંદગી ધોખામાં ન નાખે, અને ન અલ્લાહના સંબંધમાં કોઇ ધોખો આપનાર તમને ધોખો આપવા પામે.
اِنَّ اللّٰہَ عِنۡدَہٗ عِلۡمُ السَّاعَۃِ ۚ وَ یُنَزِّلُ الۡغَیۡثَ ۚ وَ یَعۡلَمُ مَا فِی الۡاَرۡحَامِ ؕ وَ مَا تَدۡرِیۡ نَفۡسٌ مَّاذَا تَکۡسِبُ غَدًا ؕ وَ مَا تَدۡرِیۡ نَفۡسٌۢ بِاَیِّ اَرۡضٍ تَمُوۡتُ ؕ اِنَّ اللّٰہَ عَلِیۡمٌ خَبِیۡرٌ ﴿٪۳۴﴾
(૩૪) બેશક (કયામતની) ઘડીની જાણકારી અલ્લાહ પાસે જ છે, અને એ જ વરસાદ વરસાવે છે, અને ગર્ભમાં શું છે તે જાણે છે: અને કોઇ શખ્સ નથી જાણતો કે કાલે તે શું હાંસિલ કરશે; અને કોઇ શખ્સ નથી જાણતો કે તે કઇ જગ્યાએ મરશે; બેશક અલ્લાહ જાણનાર અને માહિતગાર છે.