અલ-કુરઆન

52

At-tur

سورة الطور


وَ الطُّوۡرِ ۙ﴿۱﴾

(૧) તૂરની કસમ :

وَ کِتٰبٍ مَّسۡطُوۡرٍ ۙ﴿۲﴾

(૨) અને કસમ છે લખેલી કિતાબની:

فِیۡ رَقٍّ مَّنۡشُوۡرٍ ۙ﴿۳﴾

(૩) જે વિશાળ પેજમાં છે :

وَّ الۡبَیۡتِ الۡمَعۡمُوۡرِ ۙ﴿۴﴾

(૪) અને કસમ છે બયતુલ માઅમૂરની:

وَ السَّقۡفِ الۡمَرۡفُوۡعِ ۙ﴿۵﴾

(૫) અને કસમ છે પથરાયેલ છતની (આસમાનની):

وَ الۡبَحۡرِ الۡمَسۡجُوۡرِ ۙ﴿۶﴾

(૬) તથા ભરેલા (જોશ મારતા) દરિયાની કસમ:

اِنَّ عَذَابَ رَبِّکَ لَوَاقِعٌ ۙ﴿۷﴾

(૭) કે તારા પરવરદિગારનો અઝાબ આવશે:

مَّا لَہٗ مِنۡ دَافِعٍ ۙ﴿۸﴾

(૮) અને તેને કાંઇપણ રૂકાવટ નથી!

یَّوۡمَ تَمُوۡرُ السَّمَآءُ مَوۡرًا ۙ﴿۹﴾

(૯) જે દિવસે આસમાન ખૂબ જ ઝડપથી ફરવા લાગશે:

10

وَّ تَسِیۡرُ الۡجِبَالُ سَیۡرًا ﴿ؕ۱۰﴾

(૧૦) તથા પહાડો ચાલવા લાગશે:

11

فَوَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿ۙ۱۱﴾

(૧૧) માટે અફસોસ છે તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!

12

الَّذِیۡنَ ہُمۡ فِیۡ خَوۡضٍ یَّلۡعَبُوۡنَ ﴿ۘ۱۲﴾

(૧૨) જેઓ નકામી વાતોમાં પડી રમ્યા કરે છે!

13

یَوۡمَ یُدَعُّوۡنَ اِلٰی نَارِ جَہَنَّمَ دَعًّا ﴿ؕ۱۳﴾

(૧૩) જે દિવસે તેમને જહન્નમની આગ તરફ હાંકવામાં આવશે.

14

ہٰذِہِ النَّارُ الَّتِیۡ کُنۡتُمۡ بِہَا تُکَذِّبُوۡنَ ﴿۱۴﴾

(૧૪) (કહેવામાં આવશે) આ એ જ આગ છે કે જેને તમે જૂઠલાવ્યા કરતા હતા!

15

اَفَسِحۡرٌ ہٰذَاۤ اَمۡ اَنۡتُمۡ لَا تُبۡصِرُوۡنَ ﴿ۚ۱۵﴾

(૧૫) શું આ જાદુ છે, અથવા તમે જોતા નથી ?

16

اِصۡلَوۡہَا فَاصۡبِرُوۡۤا اَوۡ لَا تَصۡبِرُوۡا ۚ سَوَآءٌ عَلَیۡکُمۡ ؕ اِنَّمَا تُجۡزَوۡنَ مَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۱۶﴾

(૧૬) તમે તેમાં દાખલ થાવ (બળો) પછી ચાહે સબ્ર કરો યા સબ્ર ન કરો, તમારા માટે બન્ને હાલત સરખી છે; ફકત તમારા આમાલનો બદલો આપવામાં આવે છે!

17

اِنَّ الۡمُتَّقِیۡنَ فِیۡ جَنّٰتٍ وَّ نَعِیۡمٍ ﴿ۙ۱۷﴾

(૧૭) પરંતુ પરહેઝગાર લોકો જન્નતો તથા નેઅમતોમાં છે:

18

فٰکِہِیۡنَ بِمَاۤ اٰتٰہُمۡ رَبُّہُمۡ ۚ وَ وَقٰہُمۡ رَبُّہُمۡ عَذَابَ الۡجَحِیۡمِ ﴿۱۸﴾

(૧૮) એવી હાલતમાં કે તેમનો પરવરદિગારે તેમને જે આપ્યુ તેમાં તેઓ ખુશહાલ છે, અને પરવરદિગારે તેમને જહન્નમના અઝાબથી બચાવી લીધા છે.

19

کُلُوۡا وَ اشۡرَبُوۡا ہَنِیۡٓـًٔۢا بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿ۙ۱۹﴾

(૧૯) (કહેવામાં આવશે) જે આમાલ તમે અંજામ આપતા હતા તેના બદલામાં મનપસંદ ખાઓ અને પીઓ :

20

مُتَّکِئِیۡنَ عَلٰی سُرُرٍ مَّصۡفُوۡفَۃٍ ۚ وَ زَوَّجۡنٰہُمۡ بِحُوۡرٍ عِیۡنٍ ﴿۲۰﴾

(૨૦) એવી હાલતમાં કે તેઓ હારબંધ તખ્તો પર ટેકો આપીને બેઠતા હશે, અને મોટી આંખોવાળી હૂરો સાથે તેમને પરણાવીશું.

21

وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ اتَّبَعَتۡہُمۡ ذُرِّیَّتُہُمۡ بِاِیۡمَانٍ اَلۡحَقۡنَا بِہِمۡ ذُرِّیَّتَہُمۡ وَ مَاۤ اَلَتۡنٰہُمۡ مِّنۡ عَمَلِہِمۡ مِّنۡ شَیۡءٍ ؕ کُلُّ امۡرِیًٔۢ بِمَا کَسَبَ رَہِیۡنٌ ﴿۲۱﴾

(૨૧) અને જે લોકો ઇમાન લાવ્યા અને તેમની ઔલાદે પણ ઇમાનમાં તેમની પૈરવી કરી, અમે તેમની ઔલાદને તેમની સાથે મેળાવી દઇશું, અને કોઇના પણ આમાલ(ના સવાબ)માંથી કંઇપણ ઓછું નહિ કરીએ; અને દરેક શખ્સ પોતાના આમાલ માટે જવાબદાર છે.

22

وَ اَمۡدَدۡنٰہُمۡ بِفَاکِہَۃٍ وَّ لَحۡمٍ مِّمَّا یَشۡتَہُوۡنَ ﴿۲۲﴾

(૨૨) અને સતત તેઓ જે પ્રકારના ફળો અને ગોશ્તની તમન્ના કરશે તેની તેઓને મદદ પહોંચાડશુ / આપશુ.

23

یَتَنَازَعُوۡنَ فِیۡہَا کَاۡسًا لَّا لَغۡوٌ فِیۡہَا وَ لَا تَاۡثِیۡمٌ ﴿۲۳﴾

(૨૩) તેમાં તેઓ એકબીજાથી શરાબના જામ લેતા હશે જેમાં કંઇ નકામી વસ્તુ (ભાન ભૂલાવનાર નશો) અને ગુનાહ નથી.

24

وَ یَطُوۡفُ عَلَیۡہِمۡ غِلۡمَانٌ لَّہُمۡ کَاَنَّہُمۡ لُؤۡلُؤٌ مَّکۡنُوۡنٌ ﴿۲۴﴾

(૨૪) અને તેમની ફરતે (ખિદમત માટે) એવા નવજવાનો ચક્કર લગાવતા હશે કે જેઓ છીપલામાં છુપાવેલા મોતી જેવા ખૂબસુરત છે.

25

وَ اَقۡبَلَ بَعۡضُہُمۡ عَلٰی بَعۡضٍ یَّتَسَآءَلُوۡنَ ﴿۲۵﴾

(૨૫) અને તેઓ એકબીજાને સામસામા સવાલ કરશે.

26

قَالُوۡۤا اِنَّا کُنَّا قَبۡلُ فِیۡۤ اَہۡلِنَا مُشۡفِقِیۡنَ ﴿۲۶﴾

(૨૬) તેઓ કહેશે કે અમે અગાઉ ખાનદાન દરમ્યાન (પરિણામ બાબતે) ડરતા હતા.

27

فَمَنَّ اللّٰہُ عَلَیۡنَا وَ وَقٰىنَا عَذَابَ السَّمُوۡمِ ﴿۲۷﴾

(૨૭) પરંતુ અલ્લાહે અમારી ઉપર આ એહસાન કર્યો, અને મારી નાખનાર અઝાબથી બચાવ્યા.

28

اِنَّا کُنَّا مِنۡ قَبۡلُ نَدۡعُوۡہُ ؕ اِنَّہٗ ہُوَ الۡبَرُّ الرَّحِیۡمُ ﴿٪۲۸﴾

(૨૮) બેશક અમે પહેલા તેનાથી દુઆ કરતા હતા, કે તે એહસાન કરનાર અને મહેરબાન છે.

29

فَذَکِّرۡ فَمَاۤ اَنۡتَ بِنِعۡمَتِ رَبِّکَ بِکَاہِنٍ وَّ لَا مَجۡنُوۡنٍ ﴿ؕ۲۹﴾

(૨૯) માટે તું લોકોને નસીહત કર કે તારા રબની મહેરબાનીથી તું આગાહી (ભવિષ્યવાણી) કરનાર અને દીવાનો નથી.

30

اَمۡ یَقُوۡلُوۡنَ شَاعِرٌ نَّتَرَبَّصُ بِہٖ رَیۡبَ الۡمَنُوۡنِ ﴿۳۰﴾

(૩૦) બલ્કે તેઓ એમ કહે છે કે તે શાયર (કવિ) છે અને અમે તેના ઉપર મોત આપનારી બલા આવવાનો ઇન્તેઝાર કરીએે છીએ?!

31

قُلۡ تَرَبَّصُوۡا فَاِنِّیۡ مَعَکُمۡ مِّنَ الۡمُتَرَبِّصِیۡنَ ﴿ؕ۳۱﴾

(૩૧) તું કહે કે તમે ઇન્તેઝાર કરો કે હું તમારી સાથે ઇન્તેઝાર કરનારાઓમાંથી છું.

32

اَمۡ تَاۡمُرُہُمۡ اَحۡلَامُہُمۡ بِہٰذَاۤ اَمۡ ہُمۡ قَوۡمٌ طَاغُوۡنَ ﴿ۚ۳۲﴾

(૩૨) શું તેમની અક્કલ આવો હુકમ આપે છે અથવા તેઓ સરકશ કૌમ છે?!

33

اَمۡ یَقُوۡلُوۡنَ تَقَوَّلَہٗ ۚ بَلۡ لَّا یُؤۡمِنُوۡنَ ﴿ۚ۳۳﴾

(૩૩) અથવા તેઓ કહે છે કે આ (કુરઆન)ને નબીએ ઘડી કાઢયું છે, બલ્કે તેઓને ઇમાન નથી.

34

فَلۡیَاۡتُوۡا بِحَدِیۡثٍ مِّثۡلِہٖۤ اِنۡ کَانُوۡا صٰدِقِیۡنَ ﴿ؕ۳۴﴾

(૩૪) માટે જો તેઓ સાચુ કહેતા હોય તો આના જેવા કલામ લાવે!

35

اَمۡ خُلِقُوۡا مِنۡ غَیۡرِ شَیۡءٍ اَمۡ ہُمُ الۡخٰلِقُوۡنَ ﴿ؕ۳۵﴾

(૩૫) શું શૂન્યમાંથી તેઓનુ સર્જન થયેલ છે કે પોતે પોતાના ખાલિક છે ?

36

اَمۡ خَلَقُوا السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ ۚ بَلۡ لَّا یُوۡقِنُوۡنَ ﴿ؕ۳۶﴾

(૩૬) અથવા તેમણે આસમાનો અને ઝમીનને પેદા કર્યા છે?! પરંતુ હકીકત એ છે કે તેઓ યકીન કરવાવાળા નથી.

37

اَمۡ عِنۡدَہُمۡ خَزَآئِنُ رَبِّکَ اَمۡ ہُمُ الۡمُصَۜیۡطِرُوۡنَ ﴿ؕ۳۷﴾

(૩૭) અથવા તેમની પાસે તારા પરવરદિગારના ખજાના છે? અથવા (તમામ દુન્યા પર) સત્તા ધરાવે છે?

38

اَمۡ لَہُمۡ سُلَّمٌ یَّسۡتَمِعُوۡنَ فِیۡہِ ۚ فَلۡیَاۡتِ مُسۡتَمِعُہُمۡ بِسُلۡطٰنٍ مُّبِیۡنٍ ﴿ؕ۳۸﴾

(૩૮) અથવા તેમની પાસે કોઇ નીસરણી છે કે (જેના ઉપર ચઢીને આસમાનની) ખબરો સાંભળતા રહે છે? (જો એવુ હોય તો) તેમનો સાંભળનાર કોઇ વાઝેહ દલીલ લાવે.

39

اَمۡ لَہُ الۡبَنٰتُ وَ لَکُمُ الۡبَنُوۡنَ ﴿ؕ۳۹﴾

(૩૯) અથવા તે (અલ્લાહ)ના માટે દુખ્તરો છે અને તમારા માટે ફરઝંદો છે?!

40

اَمۡ تَسۡـَٔلُہُمۡ اَجۡرًا فَہُمۡ مِّنۡ مَّغۡرَمٍ مُّثۡقَلُوۡنَ ﴿ؕ۴۰﴾

(૪૦) અથવા તુ તેમની પાસે કાંઇ અજ્ર / મહેનતાણું માંગે છો કે જેના ભારથી તેઓ દબાય છે?!

41

اَمۡ عِنۡدَہُمُ الۡغَیۡبُ فَہُمۡ یَکۡتُبُوۡنَ ﴿ؕ۴۱﴾

(૪૧) અથવા તેમની પાસે ગેબની ખબરો છે કે જેને તેઓ લખે છે?

42

اَمۡ یُرِیۡدُوۡنَ کَیۡدًا ؕ فَالَّذِیۡنَ کَفَرُوۡا ہُمُ الۡمَکِیۡدُوۡنَ ﴿ؕ۴۲﴾

(૪૨) અથવા તેઓ મક્કારી કરવા ચાહે છે, પરંતુ, નાસ્તિકો પોતે મક્રમાં ફસાઇ જશે.

43

اَمۡ لَہُمۡ اِلٰہٌ غَیۡرُ اللّٰہِ ؕ سُبۡحٰنَ اللّٰہِ عَمَّا یُشۡرِکُوۡنَ ﴿۴۳﴾

(૪૩) અથવા અલ્લાહના સિવાય તેમનો કોઇ બીજો માઅબૂદ છે (કે જેને તેઓને મદદનો વાયદો કરેલ છે)?! પરંતુ તેઓ જેને અલ્લાહના શરીક બનાવે છે તેનાથી અલ્લાહ પાક છે!

44

وَ اِنۡ یَّرَوۡا کِسۡفًا مِّنَ السَّمَآءِ سَاقِطًا یَّقُوۡلُوۡا سَحَابٌ مَّرۡکُوۡمٌ ﴿۴۴﴾

(૪૪) અને જો તેઓ જોવે આસમાનના ટુકડાઓ પડી રહ્યા છે તો કહેશે "આ વાદળોનો ઢગલો છે"

45

فَذَرۡہُمۡ حَتّٰی یُلٰقُوۡا یَوۡمَہُمُ الَّذِیۡ فِیۡہِ یُصۡعَقُوۡنَ ﴿ۙ۴۵﴾

(૪૫) માટે તું તેમને તેમની હાલત પર છોડી દે, ત્યાં સુધી કે તે દિવસને જોઇ લે કે જેમાં તેઓ બેહોશ થઇ / મરી જશે:

46

یَوۡمَ لَا یُغۡنِیۡ عَنۡہُمۡ کَیۡدُہُمۡ شَیۡئًا وَّ لَا ہُمۡ یُنۡصَرُوۡنَ ﴿ؕ۴۶﴾

(૪૬) તે દિવસે તેમની મક્કારી તેઓને કંઇપણ ફાયદો નહી પહોંચાડે, અને તેમની મદદ કરવામાં નહિ આવે!

47

وَ اِنَّ لِلَّذِیۡنَ ظَلَمُوۡا عَذَابًا دُوۡنَ ذٰلِکَ وَ لٰکِنَّ اَکۡثَرَہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۴۷﴾

(૪૭) અને બેશક જેમણે ઝુલ્મ કર્યો તેમના માટે આના પહેલા બીજી સજા (દુનિયામાં) છે, પરંતુ તેઓ માંના ઘણાંખરા જાણતા નથી.

48

وَ اصۡبِرۡ لِحُکۡمِ رَبِّکَ فَاِنَّکَ بِاَعۡیُنِنَا وَ سَبِّحۡ بِحَمۡدِ رَبِّکَ حِیۡنَ تَقُوۡمُ ﴿ۙ۴۸﴾

(૪૮) અને તું તારા પરવરદિગારના હુકમ માટે સબ્ર કર, કારણકે તું અમારી નજર સામે/હિફાઝતમાં છો અને કયામ કરતી વખતે તારા પરવરદિગારની હમ્દ અને તસ્બીહ કર:

49

وَ مِنَ الَّیۡلِ فَسَبِّحۡہُ وَ اِدۡبَارَ النُّجُوۡمِ ﴿٪۴۹﴾

(૪૯) અને રાતના એક હિસ્સામાં અને સિતારાઓના આથમવા બાદ તસ્બીહ કર.