અલ-કુરઆન

93

Ad-Dhuha

سورة الضحى


وَ الضُّحٰی ۙ﴿۱﴾

(૧) કસમ છે ઊગતા દિવસની :

وَ الَّیۡلِ اِذَا سَجٰی ۙ﴿۲﴾

(૨) અને કસમ છે રાતની જ્યારે કે તે સ્થિર થાય / છવાઇ જાય.

مَا وَدَّعَکَ رَبُّکَ وَ مَا قَلٰی ؕ﴿۳﴾

(૩) તારા પરવરદિગારે ન તને છોડી દીધો છે અને ન તારાથી નારાજ થયો છે.

وَ لَلۡاٰخِرَۃُ خَیۡرٌ لَّکَ مِنَ الۡاُوۡلٰی ؕ﴿۴﴾

(૪) અને બેશક તારા માટે આખેરત દુનિયા કરતાં બહેતર છે.

وَ لَسَوۡفَ یُعۡطِیۡکَ رَبُّکَ فَتَرۡضٰی ؕ﴿۵﴾

(૫) અને જલ્દી જ તારો પરવરદિગાર તને એટલુ અતા કરશે કે તું રાજી થઇ જઇશ.

اَلَمۡ یَجِدۡکَ یَتِیۡمًا فَاٰوٰی ۪﴿۶﴾

(૬) શું તેણે તને યતીમ ન પામ્યા અને પનાહ આપી?

وَ وَجَدَکَ ضَآلًّا فَہَدٰی ۪﴿۷﴾

(૭) અને તને ગુમ થયેલો પામી અને તારી હિદાયત કરી.

وَ وَجَدَکَ عَآئِلًا فَاَغۡنٰی ؕ﴿۸﴾

(૮) અને તને મોહતાજ (તંગદસ્ત) પામી અને તને બેનિયાઝ કર્યો.

فَاَمَّا الۡیَتِیۡمَ فَلَا تَقۡہَرۡ ؕ﴿۹﴾

(૯) આમ છે (માટે) તું યતીમને ઝલીલ ન કરજે:

10

وَ اَمَّا السَّآئِلَ فَلَا تَنۡہَرۡ ﴿ؕ۱۰﴾

(૧૦) અને માંગનારને ન ધુત્કારજે:

11

وَ اَمَّا بِنِعۡمَۃِ رَبِّکَ فَحَدِّثۡ ﴿٪۱۱﴾

(૧૧) અને તારા પરવરદિગારની નેઅમતોને બયાન કર!