અલ-કુરઆન

15

Al-Hijr

سورة الحجر


الٓرٰ ۟ تِلۡکَ اٰیٰتُ الۡکِتٰبِ وَ قُرۡاٰنٍ مُّبِیۡنٍ ﴿۱﴾

(૧) અલિફ લામ રા. આ કિતાબે ખુદા અને રોશન કુરઆન છે.

رُبَمَا یَوَدُّ الَّذِیۡنَ کَفَرُوۡا لَوۡ کَانُوۡا مُسۡلِمِیۡنَ ﴿۲﴾

(૨) (અઝાબ જોઇને) નાસ્તિકો ઇચ્છા કરશે કે કાશ અમે પણ મુસલમાન હોત !

ذَرۡہُمۡ یَاۡکُلُوۡا وَ یَتَمَتَّعُوۡا وَ یُلۡہِہِمُ الۡاَمَلُ فَسَوۡفَ یَعۡلَمُوۡنَ ﴿۳﴾

(૩) તેમને (તેમના હાલ પર) છોડી દો, કે તેઓ ખાઇ પીવે અને (દુનિયાથી) ફાયદો ઉપાડે તથા ઉમ્મીદો તેમને ગાફિલ કરી નાખે, પછી તેઓ જલ્દી જાણી લેશે.

وَ مَاۤ اَہۡلَکۡنَا مِنۡ قَرۡیَۃٍ اِلَّا وَ لَہَا کِتَابٌ مَّعۡلُوۡمٌ ﴿۴﴾

(૪) અને અમોએ કોઇ પણ વસ્તીને કયારેય હલાક નથી કરી, સિવાય કે તેનો (નક્કી થયેલ) સમય લખાયેલ હોય છે.

مَا تَسۡبِقُ مِنۡ اُمَّۃٍ اَجَلَہَا وَ مَا یَسۡتَاۡخِرُوۡنَ ﴿۵﴾

(૫) કોઇ પણ ઉમ્મત તેના નક્કી સમયથી ન આગળ વધે છે, અને ન તેનાથી પાછળ રહે છે.

وَ قَالُوۡا یٰۤاَیُّہَا الَّذِیۡ نُزِّلَ عَلَیۡہِ الذِّکۡرُ اِنَّکَ لَمَجۡنُوۡنٌ ؕ﴿۶﴾

(૬) અને તેઓ (નાસ્તિકો) કહે છે કે અય કે જેના પર ઝિક્ર નાઝિલ કરવામાં આવ્યો છે! ખરેખર તું દિવાનો છો.

لَوۡ مَا تَاۡتِیۡنَا بِالۡمَلٰٓئِکَۃِ اِنۡ کُنۡتَ مِنَ الصّٰدِقِیۡنَ ﴿۷﴾

(૭) અગર તું સાચો હોય તો કેમ અમારી પાસે ફરિશ્તાઓને લઇ આવતો નથી ?

مَا نُنَزِّلُ الۡمَلٰٓئِکَۃَ اِلَّا بِالۡحَقِّ وَ مَا کَانُوۡۤا اِذًا مُّنۡظَرِیۡنَ ﴿۸﴾

(૮) અમે ફરિશ્તાઓને નાઝિલ નથી કરતા સિવાય કે હકની સાથે અને પછી (જયારે નાઝિલ થશે ત્યારે) તેમને મોહલત આપવામાં આવશે નહિં.

اِنَّا نَحۡنُ نَزَّلۡنَا الذِّکۡرَ وَ اِنَّا لَہٗ لَحٰفِظُوۡنَ ﴿۹﴾

(૯) બેશક અમોએ જ આ ઝિક્ર (કુરઆન)ને નાઝિલ કર્યું છે અને બેશક અમે જ તેના મુહાફિઝ છીએ.

10

وَ لَقَدۡ اَرۡسَلۡنَا مِنۡ قَبۡلِکَ فِیۡ شِیَعِ الۡاَوَّلِیۡنَ ﴿۱۰﴾

(૧૦) અને ખરેજ અમોએ તારી અગાઉની ઉમ્મતોમાં (રસૂલો) મોકલ્યા હતા.

11

وَ مَا یَاۡتِیۡہِمۡ مِّنۡ رَّسُوۡلٍ اِلَّا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿۱۱﴾

(૧૧) અને કોઇપણ રસૂલ તેઓની પાસે આવતા ન હતા, પરંતુ તેઓ તેમની મશ્કરી કરતા હતા.

12

کَذٰلِکَ نَسۡلُکُہٗ فِیۡ قُلُوۡبِ الۡمُجۡرِمِیۡنَ ﴿ۙ۱۲﴾

(૧૨) અને આ રીતે અમે (ઝિક્રને) મુજરીમોના દિલોમાં રસ્તો આપીએ છીએ.

13

لَا یُؤۡمِنُوۡنَ بِہٖ وَ قَدۡ خَلَتۡ سُنَّۃُ الۡاَوَّلِیۡنَ ﴿۱۳﴾

(૧૩) તેઓ તેના (રસૂલ) ઉપર ઇમાન લાવશે નહિ, અગાઉના (નાસ્તિક) લોકોની આવી જ સુન્નત (રીતભાત) હતી.

14

وَ لَوۡ فَتَحۡنَا عَلَیۡہِمۡ بَابًا مِّنَ السَّمَآءِ فَظَلُّوۡا فِیۡہِ یَعۡرُجُوۡنَ ﴿ۙ۱۴﴾

(૧૪) અને અગર અમે તેમના માટે આસમાનનો એક દરવાજો ઊઘાડી પણ દઇએ, જેથી તેઓ સતત તેના પર ચઢ્યા કરે:

15

لَقَالُوۡۤا اِنَّمَا سُکِّرَتۡ اَبۡصَارُنَا بَلۡ نَحۡنُ قَوۡمٌ مَّسۡحُوۡرُوۡنَ ﴿٪۱۵﴾

(૧૫) તો તેઓ જરૂર કહેશે કે અમારી નજરબંદી કરી દેવામાં આવી છે, બલ્કે અમારી ઉપર જાદુ કરી દેવામાં આવેલ છે.

16

وَ لَقَدۡ جَعَلۡنَا فِی السَّمَآءِ بُرُوۡجًا وَّ زَیَّنّٰہَا لِلنّٰظِرِیۡنَ ﴿ۙ۱۶﴾

(૧૬) અને ખરેજ અમોએ આસમાનમાં નક્ષત્રો (તારાના ઝૂમખા) બનાવ્યા અને જોનારાઓ માટે તે (આસમાન)ને સુશોભિત બનાવ્યુ.

17

وَ حَفِظۡنٰہَا مِنۡ کُلِّ شَیۡطٰنٍ رَّجِیۡمٍ ﴿ۙ۱۷﴾

(૧૭) અને અમોએ દરેક હાંકી કાઢેલ શૈતાનથી તેની હિફાઝત કરી.

18

اِلَّا مَنِ اسۡتَرَقَ السَّمۡعَ فَاَتۡبَعَہٗ شِہَابٌ مُّبِیۡنٌ ﴿۱۸﴾

(૧૮) પણ કોઇ (શૈતાન) ચોરી છુપીથી (ફરિશ્તાઓની ગૈબી વાતો) સાંભળે, કે (તરત જ) ભડકતી આગ તેની પાછળ પડે છે.

19

وَ الۡاَرۡضَ مَدَدۡنٰہَا وَ اَلۡقَیۡنَا فِیۡہَا رَوَاسِیَ وَ اَنۡۢبَتۡنَا فِیۡہَا مِنۡ کُلِّ شَیۡءٍ مَّوۡزُوۡنٍ ﴿۱۹﴾

(૧૯) અને અમોએ ઝમીન પાથરી અને તેમાં મોટા મોટા પહાડના લંગર નાખી (ઊભા કરી) દીધા તથા તેમાં દરેક વસ્તુ યોગ્ય પ્રમાણમાં ઊગાડી.

20

وَ جَعَلۡنَا لَکُمۡ فِیۡہَا مَعَایِشَ وَ مَنۡ لَّسۡتُمۡ لَہٗ بِرٰزِقِیۡنَ ﴿۲۰﴾

(૨૦) અને તેમાં તમારા જીવન જરૂરી સાધનો પણ મૂકયા છે અને તેમના માટે પણ કે જેમને તમે રોઝી પહોંચાડતા નથી.

21

وَ اِنۡ مِّنۡ شَیۡءٍ اِلَّا عِنۡدَنَا خَزَآئِنُہٗ ۫ وَ مَا نُنَزِّلُہٗۤ اِلَّا بِقَدَرٍ مَّعۡلُوۡمٍ ﴿۲۱﴾

(૨૧) એક પણ ચીજ એવી નથી સિવાય કે તેના ખજાનાઓ અમારી પાસે હોય, અમે તેને નક્કી (થયેલ) પ્રમાણ સિવાય નાઝિલ કરતા નથી.

22

وَ اَرۡسَلۡنَا الرِّیٰحَ لَوَاقِحَ فَاَنۡزَلۡنَا مِنَ السَّمَآءِ مَآءً فَاَسۡقَیۡنٰکُمُوۡہُ ۚ وَ مَاۤ اَنۡتُمۡ لَہٗ بِخٰزِنِیۡنَ ﴿۲۲﴾

(૨૨) અને અમો પવનને ફળદ્રૂપ (વાદળ/વનસ્પતિ) બનાવવા મોકલીએ છીએ, પછી આસમાનમાંથી પાણી વરસાવીએ છીએ, પછી અમે તે (પાણી) તમને પીવડાવીએ છીએ, જો કે તમે તે (પાણી)ને સાચવી રાખનાર નથી.

23

وَ اِنَّا لَنَحۡنُ نُحۡیٖ وَ نُمِیۡتُ وَ نَحۡنُ الۡوٰرِثُوۡنَ ﴿۲۳﴾

(૨૩) અને બેશક અમે જ સજીવન કરીએ છીએ તથા અમે જ મારીએ છીએ અને અમે જ વારસદાર છીએ.

24

وَ لَقَدۡ عَلِمۡنَا الۡمُسۡتَقۡدِمِیۡنَ مِنۡکُمۡ وَ لَقَدۡ عَلِمۡنَا الۡمُسۡتَاۡخِرِیۡنَ ﴿۲۴﴾

(૨૪) અને ખરેખર અમો તમારામાંથી જેઓ અગાઉ હતા તેમને જાણીએ છીએ અને (તમારા) પાછળ આવનારાઓને (પણ) અમે ખરેખર જાણીએ છીએ.

25

وَ اِنَّ رَبَّکَ ہُوَ یَحۡشُرُہُمۡ ؕ اِنَّہٗ حَکِیۡمٌ عَلِیۡمٌ ﴿٪۲۵﴾

(૨૫) અને બેશક તારો પરવરદિગાર એ જ છે જે તેમને મહેશૂર કરશે કારણકે જાણકાર હિકમતવાળો છે.

26

وَ لَقَدۡ خَلَقۡنَا الۡاِنۡسَانَ مِنۡ صَلۡصَالٍ مِّنۡ حَمَاٍ مَّسۡنُوۡنٍ ﴿ۚ۲۶﴾

(૨૬) અને ખરેજ અમોએ ઇન્સાનને કાળાશ પડતી સૂકી વાસવાળી માટીમાંથી બનાવ્યો.

27

وَ الۡجَآنَّ خَلَقۡنٰہُ مِنۡ قَبۡلُ مِنۡ نَّارِ السَّمُوۡمِ ﴿۲۷﴾

(૨૭) અને અમોએ જિન્નાતોને (ઇન્સાનની પૈદાઇશ) પહેલાં ભડભડતી આગમાંથી પૈદા કર્યા.

28

وَ اِذۡ قَالَ رَبُّکَ لِلۡمَلٰٓئِکَۃِ اِنِّیۡ خَالِقٌۢ بَشَرًا مِّنۡ صَلۡصَالٍ مِّنۡ حَمَاٍ مَّسۡنُوۡنٍ ﴿۲۸﴾

(૨૮) અને જયારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને કહ્યું : બેશક હું એક ઇન્સાનને કાળાશ પડતી સૂકી વાસવાળી માટીમાંથી બનાવનાર છું.

29

فَاِذَا سَوَّیۡتُہٗ وَ نَفَخۡتُ فِیۡہِ مِنۡ رُّوۡحِیۡ فَقَعُوۡا لَہٗ سٰجِدِیۡنَ ﴿۲۹﴾

(૨૯) પછી જ્યારે હું તેને પૂરેપૂરો બનાવી લઉં અને મારી રૂહ તેમાં ફૂંકી દઉં ત્યારે તમે તેની સામે સજદામાં પડી જજો.

30

فَسَجَدَ الۡمَلٰٓئِکَۃُ کُلُّہُمۡ اَجۡمَعُوۡنَ ﴿ۙ۳۰﴾

(૩૦) તમામ ફરિશ્તાઓએ સજદો કર્યો:

31

اِلَّاۤ اِبۡلِیۡسَ ؕ اَبٰۤی اَنۡ یَّکُوۡنَ مَعَ السّٰجِدِیۡنَ ﴿۳۱﴾

(૩૧) પણ શૈતાને (ન કર્યો); તેણે સજદો કરનારાઓ સાથે થવાનો ઇન્કાર કર્યો:

32

قَالَ یٰۤـاِبۡلِیۡسُ مَا لَکَ اَلَّا تَکُوۡنَ مَعَ السّٰجِدِیۡنَ ﴿۳۲﴾

(૩૨) અલ્લાહે ફરમાવ્યું : અય ઇબ્લીસ શા માટે તું સજદો કરનારાઓની સાથે ન થયો?

33

قَالَ لَمۡ اَکُنۡ لِّاَسۡجُدَ لِبَشَرٍ خَلَقۡتَہٗ مِنۡ صَلۡصَالٍ مِّنۡ حَمَاٍ مَّسۡنُوۡنٍ ﴿۳۳﴾

(૩૩) તેણે કહ્યું કે હું એવો નથી કે (એક) એવા ઇન્સાનને સજદો કરૂં કે જેને તેં સૂકી વાસવાળી માટીમાંથી બનાવ્યો.

34

قَالَ فَاخۡرُجۡ مِنۡہَا فَاِنَّکَ رَجِیۡمٌ ﴿ۙ۳۴﴾

(૩૪) તેણે ફરમાવ્યું : તું અહીંથી નીકળી જા, કારણ કે તુ હાંકી કાઢેલ છો!

35

وَّ اِنَّ عَلَیۡکَ اللَّعۡنَۃَ اِلٰی یَوۡمِ الدِّیۡنِ ﴿۳۵﴾

(૩૫) અને બેશક કયામતના દિવસ સુધી તારા ઉપર લાનત થશે.

36

قَالَ رَبِّ فَاَنۡظِرۡنِیۡۤ اِلٰی یَوۡمِ یُبۡعَثُوۡنَ ﴿۳۶﴾

(૩૬) તેણે કહ્યું કે, અય મારા પરવરદિગાર! તું મને તે દિવસ સુધીની મોહલત આપ કે જે દિવસે તેઓને (ઇન્સાનને) ઉઠાડવામાં આવશે.

37

قَالَ فَاِنَّکَ مِنَ الۡمُنۡظَرِیۡنَ ﴿ۙ۳۷﴾

(૩૭) તેણે કહ્યું, બેશક તુ મોહલત આપવામાં આવેલામાંથી છો.

38

اِلٰی یَوۡمِ الۡوَقۡتِ الۡمَعۡلُوۡمِ ﴿۳۸﴾

(૩૮) તે નક્કી થયેલ દિવસ સુધી.

39

قَالَ رَبِّ بِمَاۤ اَغۡوَیۡتَنِیۡ لَاُزَیِّنَنَّ لَہُمۡ فِی الۡاَرۡضِ وَ لَاُغۡوِیَنَّہُمۡ اَجۡمَعِیۡنَ ﴿ۙ۳۹﴾

(૩૯) તેણે કહ્યું : અય મારા પરવરદિગાર! કારણ કે તે મને (મારા તકબ્બૂરને કારણે) ગુમરાહ કર્યો, હું પણ દુનિયામાં (બૂરી વસ્તુઓ) તેમની (ઇન્સાનની) નજરમાં જરૂર સુશોભિત બનાવીશ અને જરૂર તેઓ સર્વોને ગુમરાહ કરીશ:

40

اِلَّا عِبَادَکَ مِنۡہُمُ الۡمُخۡلَصِیۡنَ ﴿۴۰﴾

(૪૦) સિવાય કે જેઓ તારા મુખ્લીસ બંદાઓમાંથી હશે.

41

قَالَ ہٰذَا صِرَاطٌ عَلَیَّ مُسۡتَقِیۡمٌ ﴿۴۱﴾

(૪૧) તેણે ફરમાવ્યું, મારી તરફ (આવવા)નો આ રસ્તો સીધો છે.

42

اِنَّ عِبَادِیۡ لَیۡسَ لَکَ عَلَیۡہِمۡ سُلۡطٰنٌ اِلَّا مَنِ اتَّبَعَکَ مِنَ الۡغٰوِیۡنَ ﴿۴۲﴾

(૪૨) બેશક મારા બંદાઓ પર તારો કાબૂ નથી સિવાય કે ગુમરાહોમાંથ્ાં જે તારી પૈરવી કરે.

43

وَ اِنَّ جَہَنَّمَ لَمَوۡعِدُہُمۡ اَجۡمَعِیۡنَ ﴿۟ۙ۴۳﴾

(૪૩) અને ખરેખર તેઓ સર્વેના વાયદાની જગ્યા જહન્નમ છે:

44

لَہَا سَبۡعَۃُ اَبۡوَابٍ ؕ لِکُلِّ بَابٍ مِّنۡہُمۡ جُزۡءٌ مَّقۡسُوۡمٌ ﴿٪۴۴﴾

(૪૪) તેના માટે સાત દરવાજા છે, દરેક દરવાજા માટે ભાગોની વહેંચણી થઇ ગઇ છે.

45

اِنَّ الۡمُتَّقِیۡنَ فِیۡ جَنّٰتٍ وَّ عُیُوۡنٍ ﴿ؕ۴۵﴾

(૪૫) બેશક પરહેઝગાર લોકો બગીચાઓમાં તથા ઝરણાઓના કિનારે હશે.

46

اُدۡخُلُوۡہَا بِسَلٰمٍ اٰمِنِیۡنَ ﴿۴۶﴾

(૪૬) (તેઓને કહેવામાં આવશે) સલામતી અને અમનો અમાન સાથે તેમાં દાખલ થાઓ.

47

وَ نَزَعۡنَا مَا فِیۡ صُدُوۡرِہِمۡ مِّنۡ غِلٍّ اِخۡوَانًا عَلٰی سُرُرٍ مُّتَقٰبِلِیۡنَ ﴿۴۷﴾

(૪૭) અને તેમના દિલોમાં જે કાંઇ કીનો હશે તે અમે કાઢી નાખીશું (અને) તેઓ તખ્તો પર એક બીજાની સામે ભાઇ ભાઇની જેમ બેઠા હશે.

48

لَا یَمَسُّہُمۡ فِیۡہَا نَصَبٌ وَّ مَا ہُمۡ مِّنۡہَا بِمُخۡرَجِیۡنَ ﴿۴۸﴾

(૪૮) તેમાં ન તેમને કંઇ દુ:ખ પહોંચશે અને ન તેમને તેમાંથી કાઢી મૂકવામાં આવશે.

49

نَبِّیٔۡ عِبَادِیۡۤ اَنِّیۡۤ اَنَا الۡغَفُوۡرُ الرَّحِیۡمُ ﴿ۙ۴۹﴾

(૪૯) મારા બંદાઓને ખબર આપ કે હું ગફુરૂર રહીમ છું.

50

وَ اَنَّ عَذَابِیۡ ہُوَ الۡعَذَابُ الۡاَلِیۡمُ ﴿۵۰﴾

(૫૦) અને એ કે મારો અઝાબ દર્દનાક અઝાબ છે.

51

وَ نَبِّئۡہُمۡ عَنۡ ضَیۡفِ اِبۡرٰہِیۡمَ ﴿ۘ۵۱﴾

(૫૧) અને તેમને ઇબ્રાહીમના મહેમાનોના બારામાં જણાવી દે.

52

اِذۡ دَخَلُوۡا عَلَیۡہِ فَقَالُوۡا سَلٰمًا ؕ قَالَ اِنَّا مِنۡکُمۡ وَجِلُوۡنَ ﴿۵۲﴾

(૫૨) જ્યારે તેઓ (મહેમાનો) તેની પાસે આવ્યા. તેમણે કહ્યું, સલામ; તેણે (ઇબ્રાહીમે) કહ્યું: બેશક અમે તમારાથી ડરીએ છીએ.

53

قَالُوۡا لَا تَوۡجَلۡ اِنَّا نُبَشِّرُکَ بِغُلٰمٍ عَلِیۡمٍ ﴿۵۳﴾

(૫૩) તેમણે કહ્યું : ડર નહિ, ખરેખર અમે તને એક સાહેબે ઇલ્મ ફરઝંદની ખુશખબરી આપીએ છીએ.

54

قَالَ اَبَشَّرۡتُمُوۡنِیۡ عَلٰۤی اَنۡ مَّسَّنِیَ الۡکِبَرُ فَبِمَ تُبَشِّرُوۡنَ ﴿۵۴﴾

(૫૪) (ઇબ્રાહીમે) કહ્યું : શુ મને ઘડપણ આવી ગયુ છે છતાંપણ ખુશખબરી આપો છો? શેની ખુશખબરી!

55

قَالُوۡا بَشَّرۡنٰکَ بِالۡحَقِّ فَلَا تَکُنۡ مِّنَ الۡقٰنِطِیۡنَ ﴿۵۵﴾

(૫૫) તેમણે કહ્યું કે અમો તને હક (સાચી) ખુશખબરી આપીએ છીએ માટે તું નાઉમ્મીદ થનારાઓમાંથી ન થા.

56

قَالَ وَ مَنۡ یَّقۡنَطُ مِنۡ رَّحۡمَۃِ رَبِّہٖۤ اِلَّا الضَّآلُّوۡنَ ﴿۵۶﴾

(૫૬) તેણે કહ્યું કે ગુમરાહો સિવાય પોતાના પરવરદિગારની રહેમતથી કોણ નાઉમ્મીદ થાય?!

57

قَالَ فَمَا خَطۡبُکُمۡ اَیُّہَا الۡمُرۡسَلُوۡنَ ﴿۵۷﴾

(૫૭) તેણે કહ્યું : અય રસૂલો! તમારી જવાબદારી શું છે ?

58

قَالُوۡۤا اِنَّاۤ اُرۡسِلۡنَاۤ اِلٰی قَوۡمٍ مُّجۡرِمِیۡنَ ﴿ۙ۵۸﴾

(૫૮) તેમણે કહ્યું, કે બેશક અમોને એક મુજરીમ કોમ તરફ મોકલવામાં આવ્યા છે;

59

اِلَّاۤ اٰلَ لُوۡطٍ ؕ اِنَّا لَمُنَجُّوۡہُمۡ اَجۡمَعِیۡنَ ﴿ۙ۵۹﴾

(૫૯) સિવાય લૂતના પરિવાર; બેશક તે સર્વેને અમે બચાવી લઇશું :

60

اِلَّا امۡرَاَتَہٗ قَدَّرۡنَاۤ ۙ اِنَّہَا لَمِنَ الۡغٰبِرِیۡنَ ﴿٪۶۰﴾

(૬૦) સિવાય કે તેની ઔરત, અમોએ નક્કી કરી લીધું છે કે બેશક તેણી (અઝાબમાં ફસાઇને) પાછળ રહી જનારાઓમાં રહેશે.

61

فَلَمَّا جَآءَ اٰلَ لُوۡطِۣ الۡمُرۡسَلُوۡنَ ﴿ۙ۶۱﴾

(૬૧) પછી જયારે રસૂલો આલે લૂત પાસે આવ્યા;

62

قَالَ اِنَّکُمۡ قَوۡمٌ مُّنۡکَرُوۡنَ ﴿۶۲﴾

(૬૨) તેણે (લૂતે) કહ્યું કે ખરેખર તમે અજાણ્યા લોકો છો.

63

قَالُوۡا بَلۡ جِئۡنٰکَ بِمَا کَانُوۡا فِیۡہِ یَمۡتَرُوۡنَ ﴿۶۳﴾

(૬૩) તેમણે કહ્યું : બલ્કે અમે તારી પાસે તે વસ્તુઓ (અઝાબ) લઇને આવ્યા છીએ કે જેના બારામાં (તારી કૌમના) લોકો શક કરતા હતા.

64

وَ اَتَیۡنٰکَ بِالۡحَقِّ وَ اِنَّا لَصٰدِقُوۡنَ ﴿۶۴﴾

(૬૪) અને અમે તારી પાસે હક સાથે આવ્યા છીએ અને ખરેખર અમે સાચા છીએ.

65

فَاَسۡرِ بِاَہۡلِکَ بِقِطۡعٍ مِّنَ الَّیۡلِ وَ اتَّبِعۡ اَدۡبَارَہُمۡ وَ لَا یَلۡتَفِتۡ مِنۡکُمۡ اَحَدٌ وَّ امۡضُوۡا حَیۡثُ تُؤۡمَرُوۡنَ ﴿۶۵﴾

(૬૫) તેથી રાતના એક હિસ્સામાં તમારા ખાનદાનને સાથે લઇ જાઓ અને તેમની પાછળ તમે રહેજો, અને તમારામાંથી કોઇ પણ પાછુ વળી ન જૂએ, અને તમોને જ્યાં જવાનો હુકમ આપવામાં આવ્યો છે ત્યાં ચાલ્યા જાઓ.

66

وَ قَضَیۡنَاۤ اِلَیۡہِ ذٰلِکَ الۡاَمۡرَ اَنَّ دَابِرَ ہٰۤؤُلَآءِ مَقۡطُوۡعٌ مُّصۡبِحِیۡنَ ﴿۶۶﴾

(૬૬) અને આ બાબતનો હુકમ અમોએ લૂતને (વહી થકી) પહોંચાડી દીધો કે સવાર થતાં તેઓના (નાસ્તિકોના) જડમૂળ કાપી નાખવામાં આવશે.

67

وَ جَآءَ اَہۡلُ الۡمَدِیۡنَۃِ یَسۡتَبۡشِرُوۡنَ ﴿۶۷﴾

(૬૭) અને શહેરના લોકો (મહેમાનના આવવાથી) ખુશ થતા (હઝરત લૂતના ઘર તરફ) આવ્યા.

68

قَالَ اِنَّ ہٰۤؤُلَآءِ ضَیۡفِیۡ فَلَا تَفۡضَحُوۡنِ ﴿ۙ۶۸﴾

(૬૮) તેણે કહ્યું કે બેશક આ મારા મહેમાનો છે, માટે મને બદનામ ન કરો:

69

وَ اتَّقُوا اللّٰہَ وَ لَا تُخۡزُوۡنِ ﴿۶۹﴾

(૬૯) અને અલ્લાહ(ના અઝાબ)થી ડરો અને મને શરમીંદા કરો નહિં.

70

قَالُوۡۤا اَوَ لَمۡ نَنۡہَکَ عَنِ الۡعٰلَمِیۡنَ ﴿۷۰﴾

(૭૦) તેમણે કહ્યું : શું અમોએ તને (બીજા) દુન્યાવાળા(ને લાવવા)ની મનાઈ કરી ન હતી?

71

قَالَ ہٰۤؤُلَآءِ بَنٰتِیۡۤ اِنۡ کُنۡتُمۡ فٰعِلِیۡنَ ﴿ؕ۷۱﴾

(૭૧) તેણે કહ્યું કે અગર તમારે કાંઇ કરવું જ છે તો આ મારી દુખ્તરો (શાદી માટે હાજર) છે.

72

لَعَمۡرُکَ اِنَّہُمۡ لَفِیۡ سَکۡرَتِہِمۡ یَعۡمَہُوۡنَ ﴿۷۲﴾

(૭૨) (અય મોહમ્મદ સ.અ.વ.) તારા જાનની કસમ! બેશક તેઓ પોતાના નશામાં આંધળા બની ભટકી રહ્યા હતા.

73

فَاَخَذَتۡہُمُ الصَّیۡحَۃُ مُشۡرِقِیۡنَ ﴿ۙ۷۳﴾

(૭૩) પછી સવાર થતાં થતાં તેમને એક (ખતરનાક) ગર્જનાએ પકડી લીધા:

74

فَجَعَلۡنَا عَالِیَہَا سَافِلَہَا وَ اَمۡطَرۡنَا عَلَیۡہِمۡ حِجَارَۃً مِّنۡ سِجِّیۡلٍ ﴿ؕ۷۴﴾

(૭૪) પછી અમોએ તેને ઉથલાવી નાખ્યા, અને તેમના ઉપર અમોએ માટીના ઢેંફા વરસાવ્યા.

75

اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّلۡمُتَوَسِّمِیۡنَ ﴿۷۵﴾

(૭૫) બેશક હોંશિયારો માટે આમાં નિશાનીઓ છે.

76

وَ اِنَّہَا لَبِسَبِیۡلٍ مُّقِیۡمٍ ﴿۷۶﴾

(૭૬) અને બેશક તે (શહેર કાફલાઓના) રસ્તા ઉપર કાયમ છે.

77

اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لِّلۡمُؤۡمِنِیۡنَ ﴿ؕ۷۷﴾

(૭૭) બેશક આમાં મોમીનો માટે એક નિશાની છે.

78

وَ اِنۡ کَانَ اَصۡحٰبُ الۡاَیۡکَۃِ لَظٰلِمِیۡنَ ﴿ۙ۷۸﴾

(૭૮) અને અસ્હાબુલ અયકહ (હ. શોયઅબની કૌમ) પણ ખરેખર ઝાલિમો હતા:

79

فَانۡتَقَمۡنَا مِنۡہُمۡ ۘ وَ اِنَّہُمَا لَبِاِمَامٍ مُّبِیۡنٍ ﴿ؕ٪۷۹﴾

(૭૯) જેથી અમોએ તેમનાથી ઇન્તેકામ લીધો, અને બેશક તે બન્ને રસ્તા પર જાહેર છે.

80

وَ لَقَدۡ کَذَّبَ اَصۡحٰبُ الۡحِجۡرِ الۡمُرۡسَلِیۡنَ ﴿ۙ۸۰﴾

(૮૦) અને ખરેજ અસ્હાબે હજરે (હ. સાલેહની કૌમે) રસૂલોને જૂઠલાવ્યા હતા:

81

وَ اٰتَیۡنٰہُمۡ اٰیٰتِنَا فَکَانُوۡا عَنۡہَا مُعۡرِضِیۡنَ ﴿ۙ۸۱﴾

(૮૧) અને અમોએ તેમને અમારી નિશાનીઓ આપી હતી, પરંતુ તેઓ તેનાથી મોઢુ ફેરવી લીધુ:

82

وَ کَانُوۡا یَنۡحِتُوۡنَ مِنَ الۡجِبَالِ بُیُوۡتًا اٰمِنِیۡنَ ﴿۸۲﴾

(૮૨) અને તેઓ પહાડો કોતરીને સલામત ઘરો બનાવતા હતા.

83

فَاَخَذَتۡہُمُ الصَّیۡحَۃُ مُصۡبِحِیۡنَ ﴿ۙ۸۳﴾

(૮૩) પછી સવાર થતાં તેમને એક (ખતરનાક) ગર્જનાએ પકડી લીધા:

84

فَمَاۤ اَغۡنٰی عَنۡہُمۡ مَّا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿ؕ۸۴﴾

(૮૪) અને જે કાંઇ તેઓને હાથ લાગ્યુ હતું તે તેઓને (અઝાબથી) બચાવી શક્યુ નહી.

85

وَ مَا خَلَقۡنَا السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَاۤ اِلَّا بِالۡحَقِّ ؕ وَ اِنَّ السَّاعَۃَ لَاٰتِیَۃٌ فَاصۡفَحِ الصَّفۡحَ الۡجَمِیۡلَ ﴿۸۵﴾

(૮૫) અને અમોએ આકાશો તથા ઝમીન અને તે બન્નેની વચ્ચે જે કાંઇ છે તેને હક સિવાય બનાવ્યુ નથી, અને બેશક (કયામતની) ઘડી આવશે, માટે બહેતરીન રીતે દરગુજર કર.

86

اِنَّ رَبَّکَ ہُوَ الۡخَلّٰقُ الۡعَلِیۡمُ ﴿۸۶﴾

(૮૬) ખરેખર તારો પરવરદિગાર જાણકાર પેદા કરનાર છે.

87

وَ لَقَدۡ اٰتَیۡنٰکَ سَبۡعًا مِّنَ الۡمَثَانِیۡ وَ الۡقُرۡاٰنَ الۡعَظِیۡمَ ﴿۸۷﴾

(૮૭) અને ખરેખર અમોએ તને સૂરએ હમ્દ અને મહાન કુરઆન અતા કર્યું છે.

88

لَا تَمُدَّنَّ عَیۡنَیۡکَ اِلٰی مَا مَتَّعۡنَا بِہٖۤ اَزۡوَاجًا مِّنۡہُمۡ وَ لَا تَحۡزَنۡ عَلَیۡہِمۡ وَ اخۡفِضۡ جَنَاحَکَ لِلۡمُؤۡمِنِیۡنَ ﴿۸۸﴾

(૮૮) તેઓમાંથી અમુક ગિરોહને અમોએ (જે ભૌતિક વસ્તુઓ વડે) ફાયદો પહોંચાડ્યો છે તેમની તરફ તું નજર ન નાખ, અને ન તેમના માટે દિલગીર થા, અને મોઅમીનો માટે પોતાને નમ્રતાવાળો બનાવ.

89

وَ قُلۡ اِنِّیۡۤ اَنَا النَّذِیۡرُ الۡمُبِیۡنُ ﴿ۚ۸۹﴾

(૮૯) અને કહે કે બેશક હું એક વાઝેહ ડરાવનારો છું.

90

کَمَاۤ اَنۡزَلۡنَا عَلَی الۡمُقۡتَسِمِیۡنَ ﴿ۙ۹۰﴾

(૯૦) (અઝાબ મોકલ્યો) જેવી રીતે (આયતોના) ભાગલા પાડનાર ઉપર મોકલ્યો.

91

الَّذِیۡنَ جَعَلُوا الۡقُرۡاٰنَ عِضِیۡنَ ﴿۹۱﴾

(૯૧) કે જેમણે કુરઆનના ભાગલા પાડ્યા.

92

فَوَ رَبِّکَ لَنَسۡـَٔلَنَّہُمۡ اَجۡمَعِیۡنَ ﴿ۙ۹۲﴾

(૯૨) માટે તારા પરવરદિગારની કસમ! તે બધાને અમે જરૂર સવાલ કરીશું:

93

عَمَّا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿ٙ۹۳﴾

(૯૩) જે કાંઇ પણ તેઓ કર્યા કરતા હતા તેના સબંધમાં.

94

فَاصۡدَعۡ بِمَا تُؤۡمَرُ وَ اَعۡرِضۡ عَنِ الۡمُشۡرِکِیۡنَ ﴿۹۴﴾

(૯૪) હવે તને જે કાંઇ હુકમ આપવામાં આવ્યો છે તેને સાફ બયાન કરી દો અને મુશરિકોથી મોંઢું ફેરવી લો.

95

اِنَّا کَفَیۡنٰکَ الۡمُسۡتَہۡزِءِیۡنَ ﴿ۙ۹۵﴾

(૯૫) બેશક મશ્કરી કરનારાઓથી તને બચાવવા માટે અમે કાફી છીએ:

96

الَّذِیۡنَ یَجۡعَلُوۡنَ مَعَ اللّٰہِ اِلٰہًا اٰخَرَ ۚ فَسَوۡفَ یَعۡلَمُوۡنَ ﴿۹۶﴾

(૯૬) જેઓ અલ્લાહની સાથે બીજા માઅબૂદો રાખે છે પરંતુ તેઓ જલ્દી જાણી લેશે.

97

وَ لَقَدۡ نَعۡلَمُ اَنَّکَ یَضِیۡقُ صَدۡرُکَ بِمَا یَقُوۡلُوۡنَ ﴿ۙ۹۷﴾

(૯૭) અને અમે ખરેખર જાણીએ છીએ કે તેઓ જે કાંઇક કહે છે તેનાથી તારી છાતી તંગ થાય છે.

98

فَسَبِّحۡ بِحَمۡدِ رَبِّکَ وَ کُنۡ مِّنَ السّٰجِدِیۡنَ ﴿ۙ۹۸﴾

(૯૮) પછી તું તારા પરવરદિગારના વખાણ કરી પાકીઝગી સાથે યાદ કર અને સજદો કરનારાઓમાંથી થઇ જા:

99

وَ اعۡبُدۡ رَبَّکَ حَتّٰی یَاۡتِیَکَ الۡیَقِیۡنُ ﴿٪۹۹﴾

(૯૯) અને જ્યાં સુધી યકીન(વાળી ચીઝ એટલે મોત) ન આવી જાય ત્યાં સુધી તારા પરવરદિગારની ઇબાદત કરતો રહે.