અલ-કુરઆન

33

Al-Ahzab

سورة الأحزاب


یٰۤاَیُّہَا النَّبِیُّ اتَّقِ اللّٰہَ وَ لَا تُطِعِ الۡکٰفِرِیۡنَ وَ الۡمُنٰفِقِیۡنَ ؕ اِنَّ اللّٰہَ کَانَ عَلِیۡمًا حَکِیۡمًا ۙ﴿۱﴾

(૧) અય નબી ! ખુદાથી ડરતા રહો, અને નાસ્તિકો તથા મુનાફીકોનું કહેવું ન માનો; બેશક ખુદા દરેક વસ્તુઓનો જાણનાર અને હિકમતવાળો છે:

وَّ اتَّبِعۡ مَا یُوۡحٰۤی اِلَیۡکَ مِنۡ رَّبِّکَ ؕ اِنَّ اللّٰہَ کَانَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرًا ۙ﴿۲﴾

(૨) અને તારા પરવરદિગાર તરફથી તારી તરફ જે કાંઇ વહી કરવામાં આવે છે તેની તાબેદારી કર; બેશક તમે જે કાર્યો કરો છો તેનાથી અલ્લાહ વાકેફ છે:

وَّ تَوَکَّلۡ عَلَی اللّٰہِ ؕ وَ کَفٰی بِاللّٰہِ وَکِیۡلًا ﴿۳﴾

(૩) અને અલ્લાહ ઉપર આધાર રાખ; અને મુહાફીઝ તરીકે અલ્લાહ કાફી છે.

مَا جَعَلَ اللّٰہُ لِرَجُلٍ مِّنۡ قَلۡبَیۡنِ فِیۡ جَوۡفِہٖ ۚ وَ مَا جَعَلَ اَزۡوَاجَکُمُ الِّٰٓیۡٔ تُظٰہِرُوۡنَ مِنۡہُنَّ اُمَّہٰتِکُمۡ ۚ وَ مَا جَعَلَ اَدۡعِیَآءَکُمۡ اَبۡنَآءَکُمۡ ؕ ذٰلِکُمۡ قَوۡلُکُمۡ بِاَفۡوَاہِکُمۡ ؕ وَ اللّٰہُ یَقُوۡلُ الۡحَقَّ وَ ہُوَ یَہۡدِی السَّبِیۡلَ ﴿۴﴾

(૪) અલ્લાહે કોઇ ઇન્સાનની અંદર બે દિલ નથી રાખ્યા, અને તમારી ઝેહાર કરેલી ઔરતોને તમારી વાલેદા નથી બનાવી, અને ખોળે લીધેલ ઔલાદને તમારી ઔલાદ નથી બનાવી, આ બધી તમારા મોઢાની વાતો છે અલ્લાહ હક કહે છે અને (હક) રસ્તો દેખાડે છે.

اُدۡعُوۡہُمۡ لِاٰبَآئِہِمۡ ہُوَ اَقۡسَطُ عِنۡدَ اللّٰہِ ۚ فَاِنۡ لَّمۡ تَعۡلَمُوۡۤا اٰبَآءَہُمۡ فَاِخۡوَانُکُمۡ فِی الدِّیۡنِ وَ مَوَالِیۡکُمۡ ؕ وَ لَیۡسَ عَلَیۡکُمۡ جُنَاحٌ فِیۡمَاۤ اَخۡطَاۡتُمۡ بِہٖ ۙ وَ لٰکِنۡ مَّا تَعَمَّدَتۡ قُلُوۡبُکُمۡ ؕ وَ کَانَ اللّٰہُ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿۵﴾

(૫) તેઓને તેમના વાલિદના નામથી બોલાવો કે આ અલ્લાહની નજરમાં ઇન્સાફથી વધારે નજીક છે અને અગર તેમના વાલિદને તમે નથી જાણતા તો તેઓ તમારા દીનીભાઇ અને દોસ્ત છે, અને તમારાથી જે કાંઇ ભૂલ થઇ ગઇ છે તેમાં તમારા ઉપર કોઇ ગુનાહ નથી, પરંતુ જે કાંઇ તમે ઇરાદાપૂર્વક કહો; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

اَلنَّبِیُّ اَوۡلٰی بِالۡمُؤۡمِنِیۡنَ مِنۡ اَنۡفُسِہِمۡ وَ اَزۡوَاجُہٗۤ اُمَّہٰتُہُمۡ ؕ وَ اُولُوا الۡاَرۡحَامِ بَعۡضُہُمۡ اَوۡلٰی بِبَعۡضٍ فِیۡ کِتٰبِ اللّٰہِ مِنَ الۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُہٰجِرِیۡنَ اِلَّاۤ اَنۡ تَفۡعَلُوۡۤا اِلٰۤی اَوۡلِیٰٓئِکُمۡ مَّعۡرُوۡفًا ؕ کَانَ ذٰلِکَ فِی الۡکِتٰبِ مَسۡطُوۡرًا ﴿۶﴾

(૬) બેશક નબી તમામ મોઅમીનો ઉપર તેમની ઝાત કરતા વધારે હક ધરાવે છે, અને રસૂલની ઔરતો તેઓની વાલેદા છે, અને મોઅમીનો અને મુહાજેરીનમાંથી સગાંવહાલાં બીજા કરતાં વધારે હકદાર છે, સિવાય એ કે તમે તમારા દોસ્તો સાથે નેકી કરો, આ બાબત કિતાબે ખુદામાં લખેલી મૌજૂદ છે.

وَ اِذۡ اَخَذۡنَا مِنَ النَّبِیّٖنَ مِیۡثَاقَہُمۡ وَ مِنۡکَ وَ مِنۡ نُّوۡحٍ وَّ اِبۡرٰہِیۡمَ وَ مُوۡسٰی وَ عِیۡسَی ابۡنِ مَرۡیَمَ ۪ وَ اَخَذۡنَا مِنۡہُمۡ مِّیۡثَاقًا غَلِیۡظًا ۙ﴿۷﴾

(૭) અને (તે સમયને યાદ કર) જ્યારે અમોએ પયગંબરો પાસેથી તેમના વચન લીધાં હતાં અને તારી પાસેથી તથા નૂહ તથા ઇબ્રાહીમ તથા મૂસા તથા ઇસા ઇબ્ને મરિયમ પાસેથી; તેઓ પાસેથી પાકુ વચન લીધુ હતુ:

لِّیَسۡـَٔلَ الصّٰدِقِیۡنَ عَنۡ صِدۡقِہِمۡ ۚ وَ اَعَدَّ لِلۡکٰفِرِیۡنَ عَذَابًا اَلِیۡمًا ٪﴿۸﴾

(૮) જેથી સાચાઓથી તેમની સચ્ચાઇના બારામાં સવાલ કરવામાં આવે, અને નાસ્તિકો માટે દર્દનાક અઝાબ તૈયાર રાખ્યો છે.

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوا اذۡکُرُوۡا نِعۡمَۃَ اللّٰہِ عَلَیۡکُمۡ اِذۡ جَآءَتۡکُمۡ جُنُوۡدٌ فَاَرۡسَلۡنَا عَلَیۡہِمۡ رِیۡحًا وَّ جُنُوۡدًا لَّمۡ تَرَوۡہَا ؕ وَ کَانَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرًا ۚ﴿۹﴾

(૯) અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની નેઅમતને યાદ કરો જયારે (નાસ્તિકોનું) લશ્કર તમારી સામે આવ્યુ પરંતુ અમોએ તેમની ઉપર તોફાની પવન અને એવું લશ્કર મોકલ્યુ જેને તમે જોતા ન હતા અને અલ્લાહ તમારા આમાલને જોનાર છે.

10

اِذۡ جَآءُوۡکُمۡ مِّنۡ فَوۡقِکُمۡ وَ مِنۡ اَسۡفَلَ مِنۡکُمۡ وَ اِذۡ زَاغَتِ الۡاَبۡصَارُ وَ بَلَغَتِ الۡقُلُوۡبُ الۡحَنَاجِرَ وَ تَظُنُّوۡنَ بِاللّٰہِ الظُّنُوۡنَا ﴿۱۰﴾

(૧૦) જયારે (નાસ્તિકો) તમારી તરફ ઊંચાણ તથા નીચાણમાંથી આવ્યા ત્યારે ડરથી તમારી આંખો અંજાય ગઇ હતી, અને કાળજા મોંઢે આવી ગયા હતાં, અને તમે અલ્લાહના બારામાં જાતજાતના ગુમાનો કરવા લાગ્યા હતાં.

11

ہُنَالِکَ ابۡتُلِیَ الۡمُؤۡمِنُوۡنَ وَ زُلۡزِلُوۡا زِلۡزَالًا شَدِیۡدًا ﴿۱۱﴾

(૧૧) ત્યાં મોઅમીનોની અજમાઇશ થઇ અને સખત હચમચી ગયા.

12

وَ اِذۡ یَقُوۡلُ الۡمُنٰفِقُوۡنَ وَ الَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ مَّا وَعَدَنَا اللّٰہُ وَ رَسُوۡلُہٗۤ اِلَّا غُرُوۡرًا ﴿۱۲﴾

(૧૨) અને જયારે મુનાફીકો તથા બીમાર દિલોવાળા કહેવા લાગ્યા કે અલ્લાહ તથા તેના રસૂલોએ અમારી સાથે દગા સિવાય કોઇ વાયદો કર્યો નથી.

13

وَ اِذۡ قَالَتۡ طَّآئِفَۃٌ مِّنۡہُمۡ یٰۤاَہۡلَ یَثۡرِبَ لَا مُقَامَ لَکُمۡ فَارۡجِعُوۡا ۚ وَ یَسۡتَاۡذِنُ فَرِیۡقٌ مِّنۡہُمُ النَّبِیَّ یَقُوۡلُوۡنَ اِنَّ بُیُوۡتَنَا عَوۡرَۃٌ ؕۛ وَ مَا ہِیَ بِعَوۡرَۃٍ ۚۛ اِنۡ یُّرِیۡدُوۡنَ اِلَّا فِرَارًا ﴿۱۳﴾

(૧૩) અને જયારે તેઓમાંના એક સમૂહે કહ્યું કે અય મદીનાવાળાઓ! તમારા માટે અહીં રોકાવા જેવુ નથી માટે પાછા ફરી જાઓ, અને તેઓમાંનું એક સમૂહ નબી પાસે રજા માંગતો હતો અને કહેતા હતા કે અમારા મકાનો જોખમમાં પડયા છે, જો કે તે જોખમમાં ન હતા પરંતુ તેઓ ફકત (જેહાદથી) ભાગી જવા ચાહતા હતા.

14

وَ لَوۡ دُخِلَتۡ عَلَیۡہِمۡ مِّنۡ اَقۡطَارِہَا ثُمَّ سُئِلُوا الۡفِتۡنَۃَ لَاٰتَوۡہَا وَ مَا تَلَبَّثُوۡا بِہَاۤ اِلَّا یَسِیۡرًا ﴿۱۴﴾

(૧૪) અને જો તેમની ઉપર ચારે તરફથી લશ્કર દાખલ કરી દેવામાં આવત અને તેમનાથી ફીત્ના (શિર્ક તરફ પલટવા)નો સવાલ કરવામાં આવતે તો તેઓ તુરંત હાજર થઇ જતા અને (આ પસંદગી માટે) થોડા સમયથી વધારે રોકાત નહિં.

15

وَ لَقَدۡ کَانُوۡا عَاہَدُوا اللّٰہَ مِنۡ قَبۡلُ لَا یُوَلُّوۡنَ الۡاَدۡبَارَ ؕ وَ کَانَ عَہۡدُ اللّٰہِ مَسۡـُٔوۡلًا ﴿۱۵﴾

(૧૫) અને જો કે અગાઉ તેઓએ અલ્લાહથી પાકો વાયદો કર્યો હતો કે તેઓ કયારે પણ (દુશ્મનો સામે) પીઠ નહિં ફેરવે અને અલ્લાહ સાથે કરેલા વાયદા બારામાં જરૂર સવાલ કરવામાં આવશે.

16

قُلۡ لَّنۡ یَّنۡفَعَکُمُ الۡفِرَارُ اِنۡ فَرَرۡتُمۡ مِّنَ الۡمَوۡتِ اَوِ الۡقَتۡلِ وَ اِذًا لَّا تُمَتَّعُوۡنَ اِلَّا قَلِیۡلًا ﴿۱۶﴾

(૧૬) તમે કહો કે અગર તમે કત્લ અથવા મોતના ડરથી ભાગવા ચાહો તો તમને ફાયદો નહિં થાય સિવાય કે થોડોક ફાયદો (દુનિયામાં) ઉપાડી લ્યો.

17

قُلۡ مَنۡ ذَا الَّذِیۡ یَعۡصِمُکُمۡ مِّنَ اللّٰہِ اِنۡ اَرَادَ بِکُمۡ سُوۡٓءًا اَوۡ اَرَادَ بِکُمۡ رَحۡمَۃً ؕ وَ لَا یَجِدُوۡنَ لَہُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ وَلِیًّا وَّ لَا نَصِیۡرًا ﴿۱۷﴾

(૧૭) તમે કહો કોણ તમને અલ્લાહના ઇરાદાથી બચાવી શકે જો તે તમારી બૂરાઇ અથવા તમારા ઉપર મહેરબાનીનો ઇરાદો કરે? તેઓ કોઇ સરપરસ્ત કે મદદગાર અલ્લાહ સિવાય પામશે નહીં.

18

قَدۡ یَعۡلَمُ اللّٰہُ الۡمُعَوِّقِیۡنَ مِنۡکُمۡ وَ الۡقَآئِلِیۡنَ لِاِخۡوَانِہِمۡ ہَلُمَّ اِلَیۡنَا ۚ وَ لَا یَاۡتُوۡنَ الۡبَاۡسَ اِلَّا قَلِیۡلًا ﴿ۙ۱۸﴾

(૧૮) અને અલ્લાહ સારી રીતે ઓળખે છે કે જેઓ (લડાઇથી) રોકે છે, તથા તેમના ભાઇઓને કહે છે કે અમારી તરફ આવી જાઓ. તેઓ પોતે લડાઇમાં ભાગ નથી લેતા સિવાય કે થોડોક:

19

اَشِحَّۃً عَلَیۡکُمۡ ۚۖ فَاِذَا جَآءَ الۡخَوۡفُ رَاَیۡتَہُمۡ یَنۡظُرُوۡنَ اِلَیۡکَ تَدُوۡرُ اَعۡیُنُہُمۡ کَالَّذِیۡ یُغۡشٰی عَلَیۡہِ مِنَ الۡمَوۡتِ ۚ فَاِذَا ذَہَبَ الۡخَوۡفُ سَلَقُوۡکُمۡ بِاَلۡسِنَۃٍ حِدَادٍ اَشِحَّۃً عَلَی الۡخَیۡرِ ؕ اُولٰٓئِکَ لَمۡ یُؤۡمِنُوۡا فَاَحۡبَطَ اللّٰہُ اَعۡمَالَہُمۡ ؕ وَ کَانَ ذٰلِکَ عَلَی اللّٰہِ یَسِیۡرًا ﴿۱۹﴾

(૧૯) તેઓ (દરેક ચીઝમાં) તમારા પ્રત્યે કંજૂસ છે, પછી જયારે ખોફઝદા (ભયભિત) થાય છે ત્યારે તમે જોશો કે તેઓ તારી તરફ એવી રીતે જૂએ છે તથા તેમની આંખો એવી રીતે ફરતી હોય, જાણે કે તેઓ પર મૌતની બેહોશી છવાઇ ગઇ હોય, પરંતુ જયારે ડર જતો રહે છે ત્યારે તમારા ઉપર તે જ ઝબાનો વડે સખત હુમલો કરે છે. એવી હાલતમાં કે માલે ગનીમતના લાલચુ છે, તેઓ ઇમાન નથી લાવ્યા, માટે અલ્લાહે તેમના આમાલને બરબાદ કરી દીધા, અને અલ્લાહ માટે આ કામ સહેલુ છે.

20

یَحۡسَبُوۡنَ الۡاَحۡزَابَ لَمۡ یَذۡہَبُوۡا ۚ وَ اِنۡ یَّاۡتِ الۡاَحۡزَابُ یَوَدُّوۡا لَوۡ اَنَّہُمۡ بَادُوۡنَ فِی الۡاَعۡرَابِ یَسۡاَلُوۡنَ عَنۡ اَنۡۢبَآئِکُمۡ ؕ وَ لَوۡ کَانُوۡا فِیۡکُمۡ مَّا قٰتَلُوۡۤا اِلَّا قَلِیۡلًا ﴿٪۲۰﴾

(૨૦) તેઓ હજુ એમ સમજે છે કે નાસ્તિકોના લશકર હજુ ગયા નથી. અગર ફરી વાર લશકર આવી જાય તો તેઓ એવું ચાહશે કે તેઓ ગામડીયાઓે વચ્ચે છુપા રહીને તમારી ખબર પૂછયા કરે, અને અગર તમારી સાથે રહે તો જેહાદ નહિ કરે સિવાય થોડોક.

21

لَقَدۡ کَانَ لَکُمۡ فِیۡ رَسُوۡلِ اللّٰہِ اُسۡوَۃٌ حَسَنَۃٌ لِّمَنۡ کَانَ یَرۡجُوا اللّٰہَ وَ الۡیَوۡمَ الۡاٰخِرَ وَ ذَکَرَ اللّٰہَ کَثِیۡرًا ﴿ؕ۲۱﴾

(૨૧) બેશક તમારામાંથી જે અલ્લાહ(ની રહેમત) તથા કયામત(ના હિસાબ)ની ઉમ્મીદ રાખતો હોય, અલ્લાહને વધારે યાદ કરતો હોય તેના માટે અલ્લાહના રસૂલ (સ.અ.વ.ની ઝિંદગી) બહેતરીન નમૂનો છે.

22

وَ لَمَّا رَاَ الۡمُؤۡمِنُوۡنَ الۡاَحۡزَابَ ۙ قَالُوۡا ہٰذَا مَا وَعَدَنَا اللّٰہُ وَ رَسُوۡلُہٗ وَ صَدَقَ اللّٰہُ وَ رَسُوۡلُہٗ ۫ وَ مَا زَادَہُمۡ اِلَّاۤ اِیۡمَانًا وَّ تَسۡلِیۡمًا ﴿ؕ۲۲﴾

(૨૨) અને જયારે મોઅમીનોએ લશ્કરોને જોયા ત્યારે તેઓ પોકારી ઉઠયા કે આ એ જ છે કે જેનો ખુદા અને રસૂલે વાયદો કર્યો હતો, અને ખુદા તથા તેના રસૂલે સાચુ કહ્યુ, અને આ (લશ્કર સામે આવવા)થી તેમના ઇમાન અને ઇતાઅત સિવાય કાંઇ ચીઝમાં વધારો ન થયો.

23

مِنَ الۡمُؤۡمِنِیۡنَ رِجَالٌ صَدَقُوۡا مَا عَاہَدُوا اللّٰہَ عَلَیۡہِ ۚ فَمِنۡہُمۡ مَّنۡ قَضٰی نَحۡبَہٗ وَ مِنۡہُمۡ مَّنۡ یَّنۡتَظِرُ ۫ۖ وَ مَا بَدَّلُوۡا تَبۡدِیۡلًا ﴿ۙ۲۳﴾

(૨૩) મોઅમીનોમાંથી અમુક એવા છે કે જેમણે અલ્લાહથી કરેલા વાયદાને સાચો કરી દેખાડયો, એમાંથી અમુકની મુદ્દત પૂરી થઇ ગઇ અને અમુક ઇન્તેઝાર કરી રહ્યા છે અને તેમણે પોતાના વાયદામાં કંઇ ફેરફાર કર્યો નથી.

24

لِّیَجۡزِیَ اللّٰہُ الصّٰدِقِیۡنَ بِصِدۡقِہِمۡ وَ یُعَذِّبَ الۡمُنٰفِقِیۡنَ اِنۡ شَآءَ اَوۡ یَتُوۡبَ عَلَیۡہِمۡ ؕ اِنَّ اللّٰہَ کَانَ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿ۚ۲۴﴾

(૨૪) જેથી અલ્લાહ સાચાઓને તેમની સચ્ચાઇનો બદલો આપે, અને મુનાફીકોને ચાહે તો અઝાબ આપે, અથવા તેમની તૌબા કબૂલ કરે કારણકે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

25

وَ رَدَّ اللّٰہُ الَّذِیۡنَ کَفَرُوۡا بِغَیۡظِہِمۡ لَمۡ یَنَالُوۡا خَیۡرًا ؕ وَ کَفَی اللّٰہُ الۡمُؤۡمِنِیۡنَ الۡقِتَالَ ؕ وَ کَانَ اللّٰہُ قَوِیًّا عَزِیۡزًا ﴿ۚ۲۵﴾

(૨૫) અને અલ્લાહે નાસ્તિકોને ગનીમત મેળવ્યા વગર ગુસ્સા સહીત પાછા ફેરવી દીધા, અને અલ્લાહે મોઅમીનોને લડાઇથી બેનિયાઝ કરી દીધા; અને અલ્લાહ તાકતવર અને જબરદસ્ત છે.

26

وَ اَنۡزَلَ الَّذِیۡنَ ظَاہَرُوۡہُمۡ مِّنۡ اَہۡلِ الۡکِتٰبِ مِنۡ صَیَاصِیۡہِمۡ وَ قَذَفَ فِیۡ قُلُوۡبِہِمُ الرُّعۡبَ فَرِیۡقًا تَقۡتُلُوۡنَ وَ تَاۡسِرُوۡنَ فَرِیۡقًا ﴿ۚ۲۶﴾

(૨૬) અને તેણે તેઓ (નાસ્તિકો)ની મદદ કરનાર એહલેકિતાબને તેમના કિલ્લાઓ પરથી નીચે ઉતારી મૂકયા અને તેમના દિલોમાં દબદબો નાખી દીધો કે તેમાંથી અમુકને તમે કત્લ કરતા હતા અને અમુકને કેદ કરતા હતા.

27

وَ اَوۡرَثَکُمۡ اَرۡضَہُمۡ وَ دِیَارَہُمۡ وَ اَمۡوَالَہُمۡ وَ اَرۡضًا لَّمۡ تَطَـُٔوۡہَا ؕ وَ کَانَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرًا ﴿٪۲۷﴾

(૨૭) અને તમને તેમની ઝમીન તથા તેમના ઘરો તથા તેમના માલના વારસદાર બનાવી દીધા અને એવી ઝમીનના કે જેના પર તમોએ હરગિઝ પગ મૂક્યો ન હતો; અને બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો છે.

28

یٰۤاَیُّہَا النَّبِیُّ قُلۡ لِّاَزۡوَاجِکَ اِنۡ کُنۡـتُنَّ تُرِدۡنَ الۡحَیٰوۃَ الدُّنۡیَا وَ زِیۡنَتَہَا فَتَعَالَیۡنَ اُمَتِّعۡکُنَّ وَ اُسَرِّحۡکُنَّ سَرَاحًا جَمِیۡلًا ﴿۲۸﴾

(૨૮) અય નબી ! તું તારી ઔરતોને કહે કે જો તમે દુનિયાની ઝિંદગી તથા તેની ઝીનતને ચાહો છો તો આવો હું તમને હદીયો અને ભલાઇને સાથે (શાદીના બંધનમાંથી) આઝાદ કરી દઉં.

29

وَ اِنۡ کُنۡـتُنَّ تُرِدۡنَ اللّٰہَ وَ رَسُوۡلَہٗ وَ الدَّارَ الۡاٰخِرَۃَ فَاِنَّ اللّٰہَ اَعَدَّ لِلۡمُحۡسِنٰتِ مِنۡکُنَّ اَجۡرًا عَظِیۡمًا ﴿۲۹﴾

(૨૯) અને જો તમે અલ્લાહ તથા તેના રસૂલ તથા આખેરતને ચાહો છો તો બેશક અલ્લાહે તમારામાંથી જે નેક ઓરતો છે તેના માટે ઘણો મોટો બદલો તૈયાર રાખ્યો છે.

30

یٰنِسَآءَ النَّبِیِّ مَنۡ یَّاۡتِ مِنۡکُنَّ بِفَاحِشَۃٍ مُّبَیِّنَۃٍ یُّضٰعَفۡ لَہَا الۡعَذَابُ ضِعۡفَیۡنِ ؕ وَ کَانَ ذٰلِکَ عَلَی اللّٰہِ یَسِیۡرًا ﴿۳۰﴾

(૩૦) અય નબીની ઔરતો! તમારામાંથી જે કોઇ ખુલ્લી રીતે બદકારી કરશે તો તેનો અઝાબ બમણો કરવામાં આવશે અને અલ્લાહ માટે આ સહેલુ છે.

31

وَ مَنۡ یَّقۡنُتۡ مِنۡکُنَّ لِلّٰہِ وَ رَسُوۡلِہٖ وَ تَعۡمَلۡ صَالِحًا نُّؤۡتِہَاۤ اَجۡرَہَا مَرَّتَیۡنِ ۙ وَ اَعۡتَدۡنَا لَہَا رِزۡقًا کَرِیۡمًا ﴿۳۱﴾

(૩૧) અને તમારામાંથી જે અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરે તથા નેક અમલ કરે તો અમે તેણીને તેનો બમણો બદલો આપીશું, અને અમોએ તેણીને માટે મોહતરમ રોઝી તૈયાર રાખી છે.

32

یٰنِسَآءَ النَّبِیِّ لَسۡتُنَّ کَاَحَدٍ مِّنَ النِّسَآءِ اِنِ اتَّقَیۡتُنَّ فَلَا تَخۡضَعۡنَ بِالۡقَوۡلِ فَیَطۡمَعَ الَّذِیۡ فِیۡ قَلۡبِہٖ مَرَضٌ وَّ قُلۡنَ قَوۡلًا مَّعۡرُوۡفًا ﴿ۚ۳۲﴾

(૩૨) અય નબીની ઔરતો ! અગર તમે તકવા ઇખ્તેયાર કરો, તો તમારો મરતબો બીજી સામાન્ય ઔરતો જેવો નથી, માટે (નામહેરમ સાથે) માયાળુ પણે વાત કરશો નહિં, કે બીમાર દિલોવાળાને લાલચ પેદા થાય, અને નેક વાતો કરો.

33

وَ قَرۡنَ فِیۡ بُیُوۡتِکُنَّ وَ لَا تَبَرَّجۡنَ تَبَرُّجَ الۡجَاہِلِیَّۃِ الۡاُوۡلٰی وَ اَقِمۡنَ الصَّلٰوۃَ وَ اٰتِیۡنَ الزَّکٰوۃَ وَ اَطِعۡنَ اللّٰہَ وَ رَسُوۡلَہٗ ؕ اِنَّمَا یُرِیۡدُ اللّٰہُ لِیُذۡہِبَ عَنۡکُمُ الرِّجۡسَ اَہۡلَ الۡبَیۡتِ وَ یُطَہِّرَکُمۡ تَطۡہِیۡرًا ﴿ۚ۳۳﴾

(૩૩) અને પોતાના ઘરોમાં બેસી રહો, અને અગાઉની જાહેલિયતના સમયની જેમ (ઝીનત સાથે) જાહેર ન થાવ અને નમાઝને કાયમ કરો તથા ઝકાત આપો અને અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરો, અય અહલેબૈત અલ્લાહનો ઇરાદો ફકત એ છે કે દરેક બૂરાઇને તમારાથી દૂર રાખે, અને એવી રીતે તમને પાક રાખે, જેવી રીતે પાક રાખવાનો હક છે.

34

وَ اذۡکُرۡنَ مَا یُتۡلٰی فِیۡ بُیُوۡتِکُنَّ مِنۡ اٰیٰتِ اللّٰہِ وَ الۡحِکۡمَۃِ ؕ اِنَّ اللّٰہَ کَانَ لَطِیۡفًا خَبِیۡرًا ﴿٪۳۴﴾

(૩૪) અને તમારા ઘરોમાં અલ્લાહની આયતો અને હિકમતની જે વાતો પઢવામાં આવે છે તેને યાદ કરો, બેશક અલ્લાહ ઝીણવટભરી બાબતોનો જાણકાર છે.

35

اِنَّ الۡمُسۡلِمِیۡنَ وَ الۡمُسۡلِمٰتِ وَ الۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُؤۡمِنٰتِ وَ الۡقٰنِتِیۡنَ وَ الۡقٰنِتٰتِ وَ الصّٰدِقِیۡنَ وَ الصّٰدِقٰتِ وَ الصّٰبِرِیۡنَ وَ الصّٰبِرٰتِ وَ الۡخٰشِعِیۡنَ وَ الۡخٰشِعٰتِ وَ الۡمُتَصَدِّقِیۡنَ وَ الۡمُتَصَدِّقٰتِ وَ الصَّآئِمِیۡنَ وَ الصّٰٓئِمٰتِ وَ الۡحٰفِظِیۡنَ فُرُوۡجَہُمۡ وَ الۡحٰفِظٰتِ وَ الذّٰکِرِیۡنَ اللّٰہَ کَثِیۡرًا وَّ الذّٰکِرٰتِ ۙ اَعَدَّ اللّٰہُ لَہُمۡ مَّغۡفِرَۃً وَّ اَجۡرًا عَظِیۡمًا ﴿۳۵﴾

(૩૫) બેશક મુસલમાન મર્દો તથા મુસલમાન ઔરતો, ઇમાનવાળા મર્દો તથા ઇમાનવાળી ઔરતો, ઇતાઅતગુઝાર મર્દો તથા ઇતાઅતગુઝાર ઔરતો, સાચા મર્દો તથા સાચી ઔરતો, સબ્ર કરનાર મર્દો તથા સબ્ર કરનારી ઔરતો, ખુશુઅ રાખનાર મર્દો તથા ખુશુઅ રાખનારી ઔરતો, સદકો આપનાર મર્દો તથા સદકો આપનારી ઔરતો, રોઝો રાખનાર મર્દો તથા રોઝો રાખનારી ઔરતો, પાકદામન મર્દો તથા પાકદામન ઔરતો, અલ્લાહનો વધુ ઝિક્ર કરનાર મર્દો તથા વધુ ઝિક્ર કરનારી ઔરતો માટે અલ્લાહે મગફેરત અને અજ્રે અઝીમ તૈયાર રાખેલ છે.

36

وَ مَا کَانَ لِمُؤۡمِنٍ وَّ لَا مُؤۡمِنَۃٍ اِذَا قَضَی اللّٰہُ وَ رَسُوۡلُہٗۤ اَمۡرًا اَنۡ یَّکُوۡنَ لَہُمُ الۡخِیَرَۃُ مِنۡ اَمۡرِہِمۡ ؕ وَ مَنۡ یَّعۡصِ اللّٰہَ وَ رَسُوۡلَہٗ فَقَدۡ ضَلَّ ضَلٰلًا مُّبِیۡنًا ﴿ؕ۳۶﴾

(૩૬) અને કોઇ મોઅમીન મર્દ અને ઔરતને પોતાની બાબતે ઇખ્તેયાર નથી કે જયારે અલ્લાહ તથા તેનો રસૂલ; (તે બાબતે કોઇ) ફેંસલો કરી ચૂક્યા હોય અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે, બેશક તે ખુલ્લી ગુમરાહીમાં છે!

37

وَ اِذۡ تَقُوۡلُ لِلَّذِیۡۤ اَنۡعَمَ اللّٰہُ عَلَیۡہِ وَ اَنۡعَمۡتَ عَلَیۡہِ اَمۡسِکۡ عَلَیۡکَ زَوۡجَکَ وَ اتَّقِ اللّٰہَ وَ تُخۡفِیۡ فِیۡ نَفۡسِکَ مَا اللّٰہُ مُبۡدِیۡہِ وَ تَخۡشَی النَّاسَ ۚ وَ اللّٰہُ اَحَقُّ اَنۡ تَخۡشٰہُ ؕ فَلَمَّا قَضٰی زَیۡدٌ مِّنۡہَا وَطَرًا زَوَّجۡنٰکَہَا لِکَیۡ لَا یَکُوۡنَ عَلَی الۡمُؤۡمِنِیۡنَ حَرَجٌ فِیۡۤ اَزۡوَاجِ اَدۡعِیَآئِہِمۡ اِذَا قَضَوۡا مِنۡہُنَّ وَطَرًا ؕ وَ کَانَ اَمۡرُ اللّٰہِ مَفۡعُوۡلًا ﴿۳۷﴾

(૩૭) અને (યાદ કર), જયારે તું તે વ્યક્તિને કે જેને ખુદાએ નેઅમત અતા કરી હતી તથા તે જેના ઉપર એહસાન કર્યો હતો, કહી રહ્યો હતો કે તારી ઔરતને તારી પાસે રાખ અને અલ્લાહથી ડર, તથા તે એ વાતને દિલમાં છુપાવી રાખી હતી જેને અલ્લાહ જાહેર કરવાનો હતો અને લોકોથી ડરતો હતો જો કે અલ્લાહ વધારે હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, ત્યારબાદ જયારે ઝયદે પોતાની હાજત પૂરી કરી લીધી, ત્યારે અમોએ તે ઔરતના નિકાહ તારી સાથે કરી દીધા કે જેથી મોઅમીનો માટે પોતાના પાલક ફરઝંદની ઔરત સાથે નિકાહ કરવામાં કોઇ હરજ ન રહે, જયારે તેઓ પોતાની જરૂરત પૂરી કરી ચૂકયા હોય અને અલ્લાહના હુકમ પર અમલ થઇને જ રહે છે.

38

مَا کَانَ عَلَی النَّبِیِّ مِنۡ حَرَجٍ فِیۡمَا فَرَضَ اللّٰہُ لَہٗ ؕ سُنَّۃَ اللّٰہِ فِی الَّذِیۡنَ خَلَوۡا مِنۡ قَبۡلُ ؕ وَ کَانَ اَمۡرُ اللّٰہِ قَدَرًا مَّقۡدُوۡرَۨا ﴿۫ۙ۳۸﴾

(૩૮) નબીના માટે અલ્લાહની વાજિબાતમાં કોઇ નડતર નથી, આ અલ્લાહની સુન્નત છે કે જે અગાઉના નબીઓના ઝમાનાથી ચાલુ હતી; અને અલ્લાહનો હુકમ સહી હિસાબ મુજબ નક્કી થયેલો હોય છે:

39

الَّذِیۡنَ یُبَلِّغُوۡنَ رِسٰلٰتِ اللّٰہِ وَ یَخۡشَوۡنَہٗ وَ لَا یَخۡشَوۡنَ اَحَدًا اِلَّا اللّٰہَ ؕ وَ کَفٰی بِاللّٰہِ حَسِیۡبًا ﴿۳۹﴾

(૩૯) જેઓ અલ્લાહના પયગામ પહોંચાડે છે તથા દિલમાં તેનો (અલ્લાહનો) ડર રાખે છે અને અલ્લાહ સિવાય બીજા કોઇથી ડરતા નથી; અને આ જ બસ છે કે અલ્લાહ હિસાબ કરનાર છે.

40

مَا کَانَ مُحَمَّدٌ اَبَاۤ اَحَدٍ مِّنۡ رِّجَالِکُمۡ وَ لٰکِنۡ رَّسُوۡلَ اللّٰہِ وَ خَاتَمَ النَّبِیّٖنَ ؕ وَ کَانَ اللّٰہُ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمًا ﴿٪۴۰﴾

(૪૦) મોહમ્મદ સ.અ.વ. તમારા મર્દોમાંથી કોઇના વાલિદ નથી પરંતુ અલ્લાહનો રસૂલ છે અને નબીઓમાં છેલ્લો છે; અને અલ્લાહ દરેક વસ્તુનો કામેલન (સંપૂર્ણ) જાણનાર છે.

41

یٰۤاَیُّہَاالَّذِیۡنَ اٰمَنُوا اذۡکُرُوا اللّٰہَ ذِکۡرًا کَثِیۡرًا﴿ۙ۴۱﴾

(૪૧) અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની યાદ વધારે પ્રમાણમાં કરતા રહો :

42

وَّ سَبِّحُوۡہُ بُکۡرَۃً وَّ اَصِیۡلًا ﴿۴۲﴾

(૪૨) અને સવાર સાંજ તેની તસ્બીહ કરતા રહો.

43

ہُوَ الَّذِیۡ یُصَلِّیۡ عَلَیۡکُمۡ وَ مَلٰٓئِکَتُہٗ لِیُخۡرِجَکُمۡ مِّنَ الظُّلُمٰتِ اِلَی النُّوۡرِ ؕ وَ کَانَ بِالۡمُؤۡمِنِیۡنَ رَحِیۡمًا ﴿۴۳﴾

(૪૩) તે તમારા ઉપર રહેમત મોકલે છે અને તેના ફરિશ્તાઓ પણ, જેથી તમોને ઝુલમત (અંધકાર)માંથી કાઢી નૂર તરફ લઇ આવે અને હંમેશા તે મોઅમીનો પ્રત્યે મહેરબાન છે.

44

تَحِیَّتُہُمۡ یَوۡمَ یَلۡقَوۡنَہٗ سَلٰمٌ ۖۚ وَ اَعَدَّ لَہُمۡ اَجۡرًا کَرِیۡمًا ﴿۴۴﴾

(૪૪) જે દિવસે તેઓ (પરવરદિગારથી) મુલાકાત કરશે તે દિવસે તેમનું સ્વાગત સલામથી થશે, અને તેમના માટે અલ્લાહે કિંમતી અજ્ર તૈયાર રાખ્યો છે.

45

یٰۤاَیُّہَا النَّبِیُّ اِنَّاۤ اَرۡسَلۡنٰکَ شَاہِدًا وَّ مُبَشِّرًا وَّ نَذِیۡرًا ﴿ۙ۴۵﴾

(૪૫) અય નબી ! બેશક અમોએ તમને ગવાહ તથા ખુશખબરી આપનારા તથા (અલ્લાહના અઝાબથી) ડરાવનાર તરીકે મોકલ્યા છે:

46

وَّ دَاعِیًا اِلَی اللّٰہِ بِاِذۡنِہٖ وَ سِرَاجًا مُّنِیۡرًا ﴿۴۶﴾

(૪૬) અને અલ્લાહની પરવાનગીથી તેની તરફ દાવત આપનાર તથા નૂર આપનાર ચિરાગ (બનાવી મોકલ્યા છે.)

47

وَ بَشِّرِ الۡمُؤۡمِنِیۡنَ بِاَنَّ لَہُمۡ مِّنَ اللّٰہِ فَضۡلًا کَبِیۡرًا ﴿۴۷﴾

(૪૭) અને મોઅમીનોને ખુશખબરી આપ કે અલ્લાહના તરફથી તેમના પર ઘણો ફઝલ છે.

48

وَ لَا تُطِعِ الۡکٰفِرِیۡنَ وَ الۡمُنٰفِقِیۡنَ وَ دَعۡ اَذٰىہُمۡ وَ تَوَکَّلۡ عَلَی اللّٰہِ ؕ وَ کَفٰی بِاللّٰہِ وَکِیۡلًا ﴿۴۸﴾

(૪૮) અને નાસ્તિકો તથા મુનાફીકોનું કહ્યું ન માન, અને તેમની અઝીય્યતની પરવાહ ન કર, અને અલ્લાહ પર આધાર રાખ; અને હિફાઝત માટે તે કાફી છે.

49

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِذَا نَکَحۡتُمُ الۡمُؤۡمِنٰتِ ثُمَّ طَلَّقۡتُمُوۡہُنَّ مِنۡ قَبۡلِ اَنۡ تَمَسُّوۡہُنَّ فَمَا لَکُمۡ عَلَیۡہِنَّ مِنۡ عِدَّۃٍ تَعۡتَدُّوۡنَہَا ۚ فَمَتِّعُوۡہُنَّ وَ سَرِّحُوۡہُنَّ سَرَاحًا جَمِیۡلًا ﴿۴۹﴾

(૪૯) અય ઇમાનવાળાઓ જયારે તમે ઇમાનદાર ઔરતો સાથે નિકાહ કરો અને તમે સંબંધ બાંઘ્યા વગર તલાક આપી દો પછી તમને કોઇ હક નથી કે તમે ઇદ્દતના હિસાબે રોકી રાખો તેમને યોગ્ય હદિયો આપીને સારી રીતે વિદાય કરો.

50

یٰۤاَیُّہَا النَّبِیُّ اِنَّاۤ اَحۡلَلۡنَا لَکَ اَزۡوَاجَکَ الّٰتِیۡۤ اٰتَیۡتَ اُجُوۡرَہُنَّ وَ مَا مَلَکَتۡ یَمِیۡنُکَ مِمَّاۤ اَفَآءَ اللّٰہُ عَلَیۡکَ وَ بَنٰتِ عَمِّکَ وَ بَنٰتِ عَمّٰتِکَ وَ بَنٰتِ خَالِکَ وَ بَنٰتِ خٰلٰتِکَ الّٰتِیۡ ہَاجَرۡنَ مَعَکَ ۫ وَ امۡرَاَۃً مُّؤۡمِنَۃً اِنۡ وَّہَبَتۡ نَفۡسَہَا لِلنَّبِیِّ اِنۡ اَرَادَ النَّبِیُّ اَنۡ یَّسۡتَنۡکِحَہَا ٭ خَالِصَۃً لَّکَ مِنۡ دُوۡنِ الۡمُؤۡمِنِیۡنَ ؕ قَدۡ عَلِمۡنَا مَا فَرَضۡنَا عَلَیۡہِمۡ فِیۡۤ اَزۡوَاجِہِمۡ وَ مَا مَلَکَتۡ اَیۡمَانُہُمۡ لِکَیۡلَا یَکُوۡنَ عَلَیۡکَ حَرَجٌ ؕ وَ کَانَ اللّٰہُ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿۵۰﴾

(૫૦) અય પયગંબર અમોએ તારા માટે -તમારી ઔરતો કે જેની મહેર આપી દીધી છે તેણીને હલાલ કરી તથા તે કનીઝો કે જેને અલ્લાહે તમને ગનીમતરૂપે આપી છે અને તમારા કાકાની દીકરીઓમાંથી અને તમારી ફોઇની દીકરીઓ અને તમારા મામાની દીકરીઓ અને તમારી માસીની દીકરીઓમાંથી જેણીઓ તમારી સાથે હિજરત કરીને આવી છે- અને તે મોઅમેના ઔરતો કે જેણી પોતાની જાતને નબીને બક્ષે અને નબી તેણી સાથે નિકાહ કરવા ચાહે તો (હલાલ કરી છે,) પરંતુ આ ફકત તમારા માટે છે, બીજા મોઅમીનો માટે નથી, અમને ખબર છે કે અમોએ તે લોકો ઉપર તેમની ઔરતો અને કનીઝોની બાબતે શું નક્કી કર્યુ છે (પરંતુ આ ખાસ છુટ તમારા માટે છે) જેથી તારા માટે કોઇ હરજ ન રહે અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

51

تُرۡجِیۡ مَنۡ تَشَآءُ مِنۡہُنَّ وَ تُــٔۡوِیۡۤ اِلَیۡکَ مَنۡ تَشَآءُ ؕ وَ مَنِ ابۡتَغَیۡتَ مِمَّنۡ عَزَلۡتَ فَلَا جُنَاحَ عَلَیۡکَ ؕ ذٰلِکَ اَدۡنٰۤی اَنۡ تَقَرَّ اَعۡیُنُہُنَّ وَ لَا یَحۡزَنَّ وَ یَرۡضَیۡنَ بِمَاۤ اٰتَیۡتَہُنَّ کُلُّہُنَّ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ مَا فِیۡ قُلُوۡبِکُمۡ ؕ وَ کَانَ اللّٰہُ عَلِیۡمًا حَلِیۡمًا ﴿۵۱﴾

(૫૧) (સાથે રહેવાના સમયમાં) જેણીના સમયને પાછળ રાખવા ચાહે પાછળ રાખ અને જેણીને ચાહે તારી સાથે રાખ અને જેમને તું અલગ કરી ચૂકયો છે તેમાંથી પણ તું કોઇને ચાહે તો તારા ઉપર કોઇ હરજ નથી; જેથી તેણીઓની આંખો ઠંડી રહે અને ગમગીન ન થાય અને જે કાંઇ આપો તેમાં ખુશ રહે અને અલ્લાહ તમારા દિલોમાં જે કાંઇ છે તે જાણે છે. તે દરેક વસ્તુનો જાણકાર અને હિકમતવાળો છે.

52

لَا یَحِلُّ لَکَ النِّسَآءُ مِنۡۢ بَعۡدُ وَ لَاۤ اَنۡ تَبَدَّلَ بِہِنَّ مِنۡ اَزۡوَاجٍ وَّ لَوۡ اَعۡجَبَکَ حُسۡنُہُنَّ اِلَّا مَا مَلَکَتۡ یَمِیۡنُکَ ؕ وَ کَانَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ رَّقِیۡبًا ﴿٪۵۲﴾

(૫૨) ત્યારબાદ તારા માટે બીજી ઔરતો હલાલ નથી અને ન તો તે ઔરતોને બદલવાની રજા છે, ભલે પછી બીજી ઔરતોની ખૂબસૂરતી ગમે તેટલી સારી લાગે, સિવાય કે જે (કનીઝો) તમારી મિલકતમાં આવે અને અલ્લાહ દરેક વસ્તુ પર નજર રાખનારો છે.

53

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَدۡخُلُوۡا بُیُوۡتَ النَّبِیِّ اِلَّاۤ اَنۡ یُّؤۡذَنَ لَکُمۡ اِلٰی طَعَامٍ غَیۡرَ نٰظِرِیۡنَ اِنٰىہُ ۙ وَ لٰکِنۡ اِذَا دُعِیۡتُمۡ فَادۡخُلُوۡا فَاِذَا طَعِمۡتُمۡ فَانۡتَشِرُوۡا وَ لَا مُسۡتَاۡنِسِیۡنَ لِحَدِیۡثٍ ؕ اِنَّ ذٰلِکُمۡ کَانَ یُؤۡذِی النَّبِیَّ فَیَسۡتَحۡیٖ مِنۡکُمۡ ۫ وَ اللّٰہُ لَا یَسۡتَحۡیٖ مِنَ الۡحَقِّ ؕ وَ اِذَا سَاَلۡتُمُوۡہُنَّ مَتَاعًا فَسۡـَٔلُوۡہُنَّ مِنۡ وَّرَآءِ حِجَابٍ ؕ ذٰلِکُمۡ اَطۡہَرُ لِقُلُوۡبِکُمۡ وَ قُلُوۡبِہِنَّ ؕ وَ مَا کَانَ لَکُمۡ اَنۡ تُؤۡذُوۡا رَسُوۡلَ اللّٰہِ وَ لَاۤ اَنۡ تَنۡکِحُوۡۤا اَزۡوَاجَہٗ مِنۡۢ بَعۡدِہٖۤ اَبَدًا ؕ اِنَّ ذٰلِکُمۡ کَانَ عِنۡدَ اللّٰہِ عَظِیۡمًا ﴿۵۳﴾

(૫૩) અય ઇમાન લાવનારાઓ ! પયગંબરના ઘરોમાં દાખલ ન થાવ સિવાય કે તમને જમવાની દાવત આપવામાં આવે, એ શર્તે કે (સમય પહેલા) જમવાની રાહ જોઇ બેસી ન રહો, પરંતુ જયારે બોલાવવામાં આવે ત્યારે દાખલ થાવ, અને જયારે જમી ત્યારે વિખેરાઇ જાવ અને વાતોમાં ન લાગી જાવ, કારણ કે આ બાબત પયગંબરને તકલીફ પહોંચાડે છે, અને તે તમારાથી શરમાય છે, પરંતુ અલ્લાહ હક (કહેવા)થી શરમાતો નથી, અને જયારે નબીની ઔરતો પાસે કંઇપણ વસ્તુ માંગો ત્યારે પડદાની પાછળથી માંગો; આ તમારા અને તેણીઓના દિલની પાકીઝગી માટે બહેતર છે. તમને આ વાતનો હક નથી કે અલ્લાહના રસૂલને તકલીફ પહોંચાડો, અને (હક) ન(થી કે) તેમના બાદ તેની ઔરતો સાથે નિકાહ કરો; બેશક આ બાબત અલ્લાહની નજરમાં બહુ મોટી છે.

54

اِنۡ تُبۡدُوۡا شَیۡئًا اَوۡ تُخۡفُوۡہُ فَاِنَّ اللّٰہَ کَانَ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمًا ﴿۵۴﴾

(૫૪) તમે કોઇ પણ વાત જાહેર કરો યા તેને છુપાવો, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણનારો છે.

55

لَا جُنَاحَ عَلَیۡہِنَّ فِیۡۤ اٰبَآئِہِنَّ وَ لَاۤ اَبۡنَآئِہِنَّ وَ لَاۤ اِخۡوَانِہِنَّ وَ لَاۤ اَبۡنَآءِ اِخۡوَانِہِنَّ وَ لَاۤ اَبۡنَآءِ اَخَوٰتِہِنَّ وَ لَا نِسَآئِہِنَّ وَ لَا مَا مَلَکَتۡ اَیۡمَانُہُنَّ ۚ وَ اتَّقِیۡنَ اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ کَانَ عَلٰی کُلِّ شَیۡءٍ شَہِیۡدًا ﴿۵۵﴾

(૫૫) અને ઔરતો પર કોઇ હરજ નથી અગર પોતાના વાલિદ, દાદા, પોતાના ફરઝંદો, પોતાના ભાઇઓ, પોતાના ભત્રીજાઓ, પોતાના ભાણેજો અથવા પોતાના જેવી ઔરતો અને પોતાના ગુલામોની સામે બેપરદા આવે, પરંતુ તમો સહુ અલ્લાહથી ડરતી રહો કે અલ્લાહ દરેક વસ્તુનો ગવાહ છે.

56

اِنَّ اللّٰہَ وَ مَلٰٓئِکَتَہٗ یُصَلُّوۡنَ عَلَی النَّبِیِّ ؕ یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا صَلُّوۡا عَلَیۡہِ وَ سَلِّمُوۡا تَسۡلِیۡمًا ﴿۵۶﴾

(૫૬) બેશક અલ્લાહ તથા તેના ફરિશ્તા નબી પર દુરૂદ મોકલે છે; માટે અય ઇમાનવાળાઓ! તેના પર દુરૂદ મોકલતા રહો અને સલામ કરતા રહો તથા સંપૂર્ણપણે સમર્પિત રહો.

57

اِنَّ الَّذِیۡنَ یُؤۡذُوۡنَ اللّٰہَ وَ رَسُوۡلَہٗ لَعَنَہُمُ اللّٰہُ فِی الدُّنۡیَا وَ الۡاٰخِرَۃِ وَ اَعَدَّ لَہُمۡ عَذَابًا مُّہِیۡنًا ﴿۵۷﴾

(૫૭) બેશક જે લોકો અલ્લાહ તથા તેના રસૂલને ઇજા પહોંચાડે છે તેમને દુનિયા તથા આખેરતમાં અલ્લાહે રહમતથી દૂર રાખ્યા છે, અને અલ્લાહે તેમના માટે ઝલીલ કરનારો અઝાબ તૈયાર રાખ્યો છે.

58

وَ الَّذِیۡنَ یُؤۡذُوۡنَ الۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُؤۡمِنٰتِ بِغَیۡرِ مَا اکۡتَسَبُوۡا فَقَدِ احۡتَمَلُوۡا بُہۡتَانًا وَّ اِثۡمًا مُّبِیۡنًا ﴿٪۵۸﴾

(૫૮) અને જે લોકો ઇમાનદાર મર્દો તથા ઇમાનદાર ઔરતોને તેમના કાંઇ કસૂર વિના ઇજા પહોંચાડે છે, તેઓ ખરેખર તોહમત અને ખુલ્લા ગુનાહોનો બોજો પોતાના માથે ઉપાડેલો છે.

59

یٰۤاَیُّہَا النَّبِیُّ قُلۡ لِّاَزۡوَاجِکَ وَ بَنٰتِکَ وَ نِسَآءِ الۡمُؤۡمِنِیۡنَ یُدۡنِیۡنَ عَلَیۡہِنَّ مِنۡ جَلَابِیۡبِہِنَّ ؕ ذٰلِکَ اَدۡنٰۤی اَنۡ یُّعۡرَفۡنَ فَلَا یُؤۡذَیۡنَ ؕ وَ کَانَ اللّٰہُ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿۵۹﴾

(૫૯) અય નબી ! તું તારી ઔરતો તથા તારી દુખ્તરો અને મોઅમીન ઔરતોને કહે કે પોતાની ચાદરને પોતાના ઉપર ઢાંકી રાખે; આનાથી તેણીઓની ઓળખાણ આસાન થશે અને તેણીઓ અઝીય્યતથી બચશે અને અલ્લાહ હંમેશાથી ગફુરૂર રહીમ છે.

60

لَئِنۡ لَّمۡ یَنۡتَہِ الۡمُنٰفِقُوۡنَ وَ الَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ وَّ الۡمُرۡجِفُوۡنَ فِی الۡمَدِیۡنَۃِ لَنُغۡرِیَنَّکَ بِہِمۡ ثُمَّ لَا یُجَاوِرُوۡنَکَ فِیۡہَاۤ اِلَّا قَلِیۡلًا ﴿ۖۛۚ۶۰﴾

(૬૦) પછી અગર મુનાફીકો તથા જેમના દિલમાં બીમારી છે અને મદીનામાં અફવા ફેલાવવાવાળા જો પોતાના કાર્યોથી નહિ અટકશે તો અમે તને તેના મુકાબલા માટે ઊભા કરી દેશું, પછી તેઓ તારા પાડોશમાં આ (શહેર)માં ફકત થોડા દિવસોથી વધારે નહી રહી શકે:

61

مَّلۡعُوۡنِیۡنَ ۚۛ اَیۡنَمَا ثُقِفُوۡۤا اُخِذُوۡا وَ قُتِّلُوۡا تَقۡتِیۡلًا ﴿۶۱﴾

(૬૧) દરેક જગ્યાએથી હાંકી કાઢવામાં આવશે અને જ્યાં પણ મળશે પકડી લેવામાં આવશે અને તેઓને સખ્તીપૂર્વક મારી નાખવામાં આવશે.

62

سُنَّۃَ اللّٰہِ فِی الَّذِیۡنَ خَلَوۡا مِنۡ قَبۡلُ ۚ وَ لَنۡ تَجِدَ لِسُنَّۃِ اللّٰہِ تَبۡدِیۡلًا ﴿۶۲﴾

(૬૨) આ અલ્લાહની સુન્નત અગાઉના લોકોમાં રહી ચૂકી છે અને હરગિઝ અલ્લાહની સુન્નતમાં ફેરફાર પામશો નહિ.

63

یَسۡـَٔلُکَ النَّاسُ عَنِ السَّاعَۃِ ؕ قُلۡ اِنَّمَا عِلۡمُہَا عِنۡدَ اللّٰہِ ؕ وَ مَا یُدۡرِیۡکَ لَعَلَّ السَّاعَۃَ تَکُوۡنُ قَرِیۡبًا ﴿۶۳﴾

(૬૩) (અય પયગંબર) આ લોકો તને (કયામતની) ઘડીના બારામાં સવાલ કરે છે, કહે કે તેનું ઇલ્મ અલ્લાહ પાસે છે અને તમે શું જાણો કદાચને નજીક હોય.

64

اِنَّ اللّٰہَ لَعَنَ الۡکٰفِرِیۡنَ وَ اَعَدَّ لَہُمۡ سَعِیۡرًا ﴿ۙ۶۴﴾

(૬૪) બેશક અલ્લાહે નાસ્તિકો પર લાનત કરી છે અને તેમના માટે બાળનારી આગ તૈયાર રાખી છે.

65

خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ۚ لَا یَجِدُوۡنَ وَلِیًّا وَّ لَا نَصِیۡرًا ﴿ۚ۶۵﴾

(૬૫) જેમાં તેઓ હંમેશને માટે રહેશે તથા તેમને કોઇ વલી અને મદદગાર નહિં પામે.

66

یَوۡمَ تُقَلَّبُ وُجُوۡہُہُمۡ فِی النَّارِ یَقُوۡلُوۡنَ یٰلَیۡتَنَاۤ اَطَعۡنَا اللّٰہَ وَ اَطَعۡنَا الرَّسُوۡلَا ﴿۶۶﴾

(૬૬) જે દિવસે તેમના મોઢાં આગમાં બદલાઇ / બગડી જશે અને તેઓ કહેતા હશે અય કાશ અમોએ અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરી હોત !

67

وَ قَالُوۡا رَبَّنَاۤ اِنَّاۤ اَطَعۡنَا سَادَتَنَا وَ کُبَرَآءَنَا فَاَضَلُّوۡنَا السَّبِیۡلَا ﴿۶۷﴾

(૬૭) અને તેઓ કહેશે કે અય અમારા પરવરદિગાર ! બેશક અમોએ અમારા સરદારો અને બુઝુર્ગોની પેરવી કરી, અને તેમણે અમોને (સીધા) રસ્તાથી ગુમરાહ કરી દીધા.

68

رَبَّنَاۤ اٰتِہِمۡ ضِعۡفَیۡنِ مِنَ الۡعَذَابِ وَ الۡعَنۡہُمۡ لَعۡنًا کَبِیۡرًا ﴿٪۶۸﴾

(૬૮) અય અમારા પરવરદિગાર ! તેમના ઉપર બમણો અઝાબ ઉતાર અને તેમના પર મોટી લાનત કર.

69

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَکُوۡنُوۡا کَالَّذِیۡنَ اٰذَوۡا مُوۡسٰی فَبَرَّاَہُ اللّٰہُ مِمَّا قَالُوۡا ؕ وَ کَانَ عِنۡدَ اللّٰہِ وَجِیۡہًا ﴿ؕ۶۹﴾

(૬૯) અય ઇમાન લાવનારાઓ ! તમે તેમના જેવા ન બનો કે જેમણે મૂસાને ઇજા પહોંચાડી. અલ્લાહે તેમના કહેવા (આક્ષેપ)થી નિર્દોષ સાબિત કરી દીધા, અને તે અલ્લાહની પાસે મોહતરમ હતા.

70

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوا اتَّقُوا اللّٰہَ وَ قُوۡلُوۡا قَوۡلًا سَدِیۡدًا ﴿ۙ۷۰﴾

(૭૦) અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહથી ડરો અને હક વાત કરો :

71

یُّصۡلِحۡ لَکُمۡ اَعۡمَالَکُمۡ وَ یَغۡفِرۡ لَکُمۡ ذُنُوۡبَکُمۡ ؕ وَ مَنۡ یُّطِعِ اللّٰہَ وَ رَسُوۡلَہٗ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِیۡمًا ﴿۷۱﴾

(૭૧) જેથી તે તમારા આમાલની ઇસ્લાહ કરે, તથા તમારા ગુનાહોને માફ કરે, અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરે, હકીકતમાં તેને મોટી કામ્યાબી હાંસિલ કરેલ છે.

72

اِنَّا عَرَضۡنَا الۡاَمَانَۃَ عَلَی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ الۡجِبَالِ فَاَبَیۡنَ اَنۡ یَّحۡمِلۡنَہَا وَ اَشۡفَقۡنَ مِنۡہَا وَ حَمَلَہَا الۡاِنۡسَانُ ؕ اِنَّہٗ کَانَ ظَلُوۡمًا جَہُوۡلًا ﴿ۙ۷۲﴾

(૭૨) બેશક અમોએ આસમાનો, ઝમીન તથા પહાડો સામે અમાનત રજૂ કરી, અને સર્વોએ તેને ઊંચકવાનો ઇન્કાર કર્યો અને તેનાથી ડરી ગયા, પરંતુ ઇન્સાને આ ભાર ઊંચકી લીધો હકીકતમાં ઇન્સાન (પોતાના હકમાં) ઝાલિમ અને નાદાન હતો:

73

لِّیُعَذِّبَ اللّٰہُ الۡمُنٰفِقِیۡنَ وَ الۡمُنٰفِقٰتِ وَ الۡمُشۡرِکِیۡنَ وَ الۡمُشۡرِکٰتِ وَ یَتُوۡبَ اللّٰہُ عَلَی الۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُؤۡمِنٰتِ ؕ وَ کَانَ اللّٰہُ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿٪۷۳﴾

(૭૩) જેથી અલ્લાહ મુનાફીક મર્દો તથા મુનાફીક ઔરતો અને મુશરિક મર્દો અને મુશરિક ઔરતો ઉપર અઝાબ ઉતારે; અને ઇમાનવાળા મર્દો તથા ઇમાનવાળી ઔરતોની તૌબાને કબૂલ કરે; અને અલ્લાહ હંમેશાથી ગફુરૂર રહીમ છે.