અલ-કુરઆન

98

Al-Bayyina

سورة البينة


لَمۡ یَکُنِ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ اَہۡلِ الۡکِتٰبِ وَ الۡمُشۡرِکِیۡنَ مُنۡفَکِّیۡنَ حَتّٰی تَاۡتِیَہُمُ الۡبَیِّنَۃُ ۙ﴿۱﴾

(૧) કિતાબવાળા નાસ્તિકો તથા બીજા મુશ્રિકો પોતાની માન્યતાઓથી અલગ થવાના નથી, જ્યાં સુધી તેમના પાસે ખુલ્લી દલીલ ન આવે:

رَسُوۡلٌ مِّنَ اللّٰہِ یَتۡلُوۡا صُحُفًا مُّطَہَّرَۃً ۙ﴿۲﴾

(૨) અલ્લાહ તરફથી રસૂલ (ન આવે) કે જે પાકીઝા કિતાબોની તિલાવત કરે :

فِیۡہَا کُتُبٌ قَیِّمَۃٌ ؕ﴿۳﴾

(૩) જેમાં કિંમતી અને યોગ્ય લખાણો છે.

وَ مَا تَفَرَّقَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ اِلَّا مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡہُمُ الۡبَیِّنَۃُ ؕ﴿۴﴾

(૪) અને જેમને કિતાબ આપવામાં આવી હતી તેમણે ઇખ્તેલાફ ન કર્યો સિવાય એ પછી કે તેમની પાસે ખુલ્લી દલીલ આવી!

وَ مَاۤ اُمِرُوۡۤا اِلَّا لِیَعۡبُدُوا اللّٰہَ مُخۡلِصِیۡنَ لَہُ الدِّیۡنَ ۬ۙ حُنَفَآءَ وَ یُقِیۡمُوا الصَّلٰوۃَ وَ یُؤۡتُوا الزَّکٰوۃَ وَ ذٰلِکَ دِیۡنُ الۡقَیِّمَۃِ ؕ﴿۵﴾

(૫) અને તેમને ફકત એ જ હુકમ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઇબાદત કરે અને એવી હાલતમાં કે દીનને તે (અલ્લાહ)ના માટે ખાલીસ કરે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે, અને એ જ સાચો અને મજબૂત દીન છે!

اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ اَہۡلِ الۡکِتٰبِ وَ الۡمُشۡرِکِیۡنَ فِیۡ نَارِ جَہَنَّمَ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ اُولٰٓئِکَ ہُمۡ شَرُّ الۡبَرِیَّۃِ ؕ﴿۶﴾

(૬) બેશક કિતાબવાળાઓમાંથી જેઓ નાસ્તિક થયા તેઓ તથા મુશરિકો જહન્નમમાં છે હંમેશા તેમાં રહેશે અને તેઓ બદતરીન મખલૂક છે!

اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ۙ اُولٰٓئِکَ ہُمۡ خَیۡرُ الۡبَرِیَّۃِ ؕ﴿۷﴾

(૭) બેશક જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તે લોકો બહેતરીન મખ્લૂક છે.

جَزَآؤُہُمۡ عِنۡدَ رَبِّہِمۡ جَنّٰتُ عَدۡنٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ؕ رَضِیَ اللّٰہُ عَنۡہُمۡ وَ رَضُوۡا عَنۡہُ ؕ ذٰلِکَ لِمَنۡ خَشِیَ رَبَّہٗ ٪﴿۸﴾

(૮) તેમનો બદલો તેમના પરવરદિગાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે, જેની હેઠળ નદીઓ વહે છે; તેમાં તેઓ હંમેશ માટે રહેશે; અલ્લાહ તેઓથી રાજી છે અને તેઓ અલ્લાહથી રાજી છે, અને આ બધું તેના માટે છે કે જે પોતાના પરવરદિગારથી ડરે!