અલ-કુરઆન

50

Qaf

سورة ق


قٓ ۟ۚ وَ الۡقُرۡاٰنِ الۡمَجِیۡدِ ۚ﴿۱﴾

(૧) કાફ; આ બુઝુર્ગીવાળા કુરઆનની કસમ!

بَلۡ عَجِبُوۡۤا اَنۡ جَآءَہُمۡ مُّنۡذِرٌ مِّنۡہُمۡ فَقَالَ الۡکٰفِرُوۡنَ ہٰذَا شَیۡءٌ عَجِیۡبٌ ۚ﴿۲﴾

(૨) પરંતુ તે નાસ્તિકોને નવાઇ લાગી કે તેઓમાંથી જ કોઇ ચેતવનાર (રસૂલ) આવ્યો અને નાસ્તિકોએ કહ્યુ કે આ નવાઇ પમાડનાર વાત છે!

ءَاِذَا مِتۡنَا وَ کُنَّا تُرَابًا ۚ ذٰلِکَ رَجۡعٌۢ بَعِیۡدٌ ﴿۳﴾

(૩) શું જયારે અમે મરીને માટી બની જશું (ત્યારે પાછા ફરશું)?! આ (અક્કલથી) દૂર છે.

قَدۡ عَلِمۡنَا مَا تَنۡقُصُ الۡاَرۡضُ مِنۡہُمۡ ۚ وَ عِنۡدَنَا کِتٰبٌ حَفِیۡظٌ ﴿۴﴾

(૪) અમે જાણીએ છીએ કે કંઇ ચીઝ ઝમીન ઘટાડે છે અને અમારી પાસે કિતાબ છે જેમાં દરેક ચીઝ મહેફૂઝ છે.

بَلۡ کَذَّبُوۡا بِالۡحَقِّ لَمَّا جَآءَہُمۡ فَہُمۡ فِیۡۤ اَمۡرٍ مَّرِیۡجٍ ﴿۵﴾

(૫) બલ્કે જ્યારે હક તેઓની પાસે આવ્યુ ત્યારે તેઓએ જુઠલાવ્યુ તેથી તેઓ -પોતાના વેરવિખેર થયેલ મામલાઓમાં- પરેશાન છે.

اَفَلَمۡ یَنۡظُرُوۡۤا اِلَی السَّمَآءِ فَوۡقَہُمۡ کَیۡفَ بَنَیۡنٰہَا وَ زَیَّنّٰہَا وَ مَا لَہَا مِنۡ فُرُوۡجٍ ﴿۶﴾

(૬) શું તેઓ પોતાના ઉપર આસમાન તરફ નથી જોયુ કે અમોએ તેને કેવી રીતે બનાવ્યું અને કેવી રીતે તેને શણગાર્યુ, અને તેમાં કાંઇ ખામી નથી?!

وَ الۡاَرۡضَ مَدَدۡنٰہَا وَ اَلۡقَیۡنَا فِیۡہَا رَوَاسِیَ وَ اَنۡۢبَتۡنَا فِیۡہَا مِنۡ کُلِّ زَوۡجٍۭ بَہِیۡجٍ ۙ﴿۷﴾

(૭) અને અમોએ ઝમીનને ફેલાવી અને તેમાં પહાડ જડી દીધા, અને તેમાં દરેક પ્રકારની ખૂબસુરત વસ્તુઓ ઊગાડી દીધી:

تَبۡصِرَۃً وَّ ذِکۡرٰی لِکُلِّ عَبۡدٍ مُّنِیۡبٍ ﴿۸﴾

(૮) જેથી અલ્લાહ તરફથી રજૂ થનાર દરેક બંદા માટે બસીરત અને નસીહત બને!

وَ نَزَّلۡنَا مِنَ السَّمَآءِ مَآءً مُّبٰرَکًا فَاَنۡۢبَتۡنَا بِہٖ جَنّٰتٍ وَّ حَبَّ الۡحَصِیۡدِ ۙ﴿۹﴾

(૯) અને અમોએ આસમાનથી બરકતવાળું પાણી વરસાવ્યું, અને તેના વડે બગીચા તથા અનાજની ખેતી જેને લણે છે તે ઊગાવી :

10

وَ النَّخۡلَ بٰسِقٰتٍ لَّہَا طَلۡعٌ نَّضِیۡدٌ ﴿ۙ۱۰﴾

(૧૦) અને લાંબી ખજૂર ઊગાવી જેના ઉપર ફળોના ઝુમખાઓ એક પર એક લદાયેલ છે:

11

رِّزۡقًا لِّلۡعِبَادِ ۙ وَ اَحۡیَیۡنَا بِہٖ بَلۡدَۃً مَّیۡتًا ؕ کَذٰلِکَ الۡخُرُوۡجُ ﴿۱۱﴾

(૧૧) આ બધુ અમારા બંદાઓ માટે રોઝી છે, અને અમોએ એ (વરસાદ) વડે ઉજ્જડ (મુર્દા) ઝમીનોને જીવંત કરી; આ જ પ્રમાણે (મુર્દાઓને જીવંત થઇને કબ્રમાંથી) બહાર આવવાનુ છે.

12

کَذَّبَتۡ قَبۡلَہُمۡ قَوۡمُ نُوۡحٍ وَّ اَصۡحٰبُ الرَّسِّ وَ ثَمُوۡدُ ﴿ۙ۱۲﴾

(૧૨) તેમની પહેલાં નૂહની કોમ તથા અસ્હાબે રસ્સ તથા સમૂદે (રસૂલોને) જૂઠલાવ્યા.

13

وَ عَادٌ وَّ فِرۡعَوۡنُ وَ اِخۡوَانُ لُوۡطٍ ﴿ۙ۱۳﴾

(૧૩) અને આદની કોમ તથા ફિરઔન તથા લૂતના ભાઇઓએ (પણ:)

14

وَّ اَصۡحٰبُ الۡاَیۡکَۃِ وَ قَوۡمُ تُبَّعٍ ؕ کُلٌّ کَذَّبَ الرُّسُلَ فَحَقَّ وَعِیۡدِ ﴿۱۴﴾

(૧૪) અને અસ્હાબે અયકા તથા તુબ્બાની કોમે પણ, અને તેઓ બધાએ રસૂલોને જૂઠલાવ્યા, પરિણામે અઝાબનો વાયદો હકીકતમાં બદલાઇ ગયો.

15

اَفَعَیِیۡنَا بِالۡخَلۡقِ الۡاَوَّلِ ؕ بَلۡ ہُمۡ فِیۡ لَبۡسٍ مِّنۡ خَلۡقٍ جَدِیۡدٍ ﴿٪۱۵﴾

(૧૫) શું અમે પહેલી ખિલ્કતથી આજિઝ (અશક્ત) થઇ ગયા? (ના) પરંતુ હકીકત એ છે કે તેઓ નવી ખિલ્કત વિશે શંકામાં છે.

16

وَ لَقَدۡ خَلَقۡنَا الۡاِنۡسَانَ وَ نَعۡلَمُ مَا تُوَسۡوِسُ بِہٖ نَفۡسُہٗ ۚۖ وَ نَحۡنُ اَقۡرَبُ اِلَیۡہِ مِنۡ حَبۡلِ الۡوَرِیۡدِ ﴿۱۶﴾

(૧૬) અને બેશક ઇન્સાનને અમોએ પેદા કર્યો છે, અને તેનું મન જે કાંઇ વસવસો કરે છે તે અમે જાણીએ છીએ, અને અમે તેની ગરદનની ધોરી નસ કરતાંય વધારે નઝદીક છીએ!

17

اِذۡ یَتَلَقَّی الۡمُتَلَقِّیٰنِ عَنِ الۡیَمِیۡنِ وَ عَنِ الشِّمَالِ قَعِیۡدٌ ﴿۱۷﴾

(૧૭) જયારે કે બે (નોંધ) લેનાર ફરિશ્તા જમણી અને ડાબી બાજુએથી તે(ના આમાલ)ની નોંધ લ્યે છે.

18

مَا یَلۡفِظُ مِنۡ قَوۡلٍ اِلَّا لَدَیۡہِ رَقِیۡبٌ عَتِیۡدٌ ﴿۱۸﴾

(૧૮) તે કોઇ વાત બોલતા નથી, પરંતુ નિગેહબાન (તેની નોંધ લેવા માટે) તૈયાર હોય છે!

19

وَ جَآءَتۡ سَکۡرَۃُ الۡمَوۡتِ بِالۡحَقِّ ؕ ذٰلِکَ مَا کُنۡتَ مِنۡہُ تَحِیۡدُ ﴿۱۹﴾

(૧૯) અને (છેવટે) મૌતની બેહોશી આવી જશે (અને કહેવામાં આવશે) આ તે જ છે જેનાથી તું ભાગતો હતો!

20

وَ نُفِخَ فِی الصُّوۡرِ ؕ ذٰلِکَ یَوۡمُ الۡوَعِیۡدِ ﴿۲۰﴾

(૨૦) અને સૂર ફૂંકી દેવામાં આવશે, તે અઝાબના વાયદાનો દિવસ છે!

21

وَ جَآءَتۡ کُلُّ نَفۡسٍ مَّعَہَا سَآئِقٌ وَّ شَہِیۡدٌ ﴿۲۱﴾

(૨૧) દરેક ઇન્સાન આવશે એવી હાલતમાં કે તેની સાથે એક હાંકનાર અને એક ગવાહ (ફરિશ્તા) છે.

22

لَقَدۡ کُنۡتَ فِیۡ غَفۡلَۃٍ مِّنۡ ہٰذَا فَکَشَفۡنَا عَنۡکَ غِطَآءَکَ فَبَصَرُکَ الۡیَوۡمَ حَدِیۡدٌ ﴿۲۲﴾

(૨૨) ખરેખર તું આ વિશે ગાફેલ હતો અને અમોએ તારા ઉપરથી (ગફલતના) પડદાઓ હટાવી દીધા, આજે તારી નિગાહ તેઝ થઇ ગઇ છે.

23

وَ قَالَ قَرِیۡنُہٗ ہٰذَا مَا لَدَیَّ عَتِیۡدٌ ﴿ؕ۲۳﴾

(૨૩) અને તેનો જોડીદાર (ફરિશ્તો) કહેશે કે આ (નામાએ આમાલ) મારી પાસે તૈયાર છે.

24

اَلۡقِیَا فِیۡ جَہَنَّمَ کُلَّ کَفَّارٍ عَنِیۡدٍ ﴿ۙ۲۴﴾

(૨૪) (પછી હુકમ થશે કે) દરેક હઠીલા નાસ્તિકને જહન્નમમાં નાખી દો:

25

مَّنَّاعٍ لِّلۡخَیۡرِ مُعۡتَدٍ مُّرِیۡبِۣ ﴿ۙ۲۵﴾

(૨૫) જે ભલાઇથી રોકનાર, હદ ઓળંગી જનાર અને શંકા કરનાર છે.

26

الَّذِیۡ جَعَلَ مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ فَاَلۡقِیٰہُ فِی الۡعَذَابِ الشَّدِیۡدِ ﴿۲۶﴾

(૨૬) જેણે અલ્લાહની સાથે બીજો માઅબૂદ બનાવી લીધો (હા) તેને સખ્ત અઝાબમાં નાખી દો!

27

قَالَ قَرِیۡنُہٗ رَبَّنَا مَاۤ اَطۡغَیۡتُہٗ وَ لٰکِنۡ کَانَ فِیۡ ضَلٰلٍۭ بَعِیۡدٍ ﴿۲۷﴾

(૨૭) પછી તેનો સાથી (શેતાન) કહેશે કે અય અમારા પરવરદિગાર ! મેં તેને સરકશી માટે મજબૂર નહોતો કર્યો, પરંતુ તે પોતે જ ગુમરાહીમાં દૂર હતો.

28

قَالَ لَا تَخۡتَصِمُوۡا لَدَیَّ وَ قَدۡ قَدَّمۡتُ اِلَیۡکُمۡ بِالۡوَعِیۡدِ ﴿۲۸﴾

(૨૮) (અલ્લાહ) કહેશે કે મારી હજૂરમાં વાદ વિવાદ ન કરો, હું તમને અગાઉ અઝાબની ચેતવણી આપી ચૂકયો છું.

29

مَا یُبَدَّلُ الۡقَوۡلُ لَدَیَّ وَ مَاۤ اَنَا بِظَلَّامٍ لِّلۡعَبِیۡدِ ﴿٪۲۹﴾

(૨૯) મારો બોલ/વાયદો બદલાતો નથી, અને હરગિઝ હુ બંદાઓ પર ઝુલ્મ નહિ કરૂં.

30

یَوۡمَ نَقُوۡلُ لِجَہَنَّمَ ہَلِ امۡتَلَاۡتِ وَ تَقُوۡلُ ہَلۡ مِنۡ مَّزِیۡدٍ ﴿۳۰﴾

(૩૦) જે દિવસે અમે જહન્નમને કહેશું, શું તું ભરાઇ ગઇ? તે કહેશે કે શું હજુ વધારે છે ?!

31

وَ اُزۡلِفَتِ الۡجَنَّۃُ لِلۡمُتَّقِیۡنَ غَیۡرَ بَعِیۡدٍ ﴿۳۱﴾

(૩૧) અને પરહેઝગારો માટે જન્નતને નજીક કરી દેવામાં આવશે, દૂર નહિ હોય.

32

ہٰذَا مَا تُوۡعَدُوۡنَ لِکُلِّ اَوَّابٍ حَفِیۡظٍ ﴿ۚ۳۲﴾

(૩૨) આ એ ચીજ છે કે જેનો તમને વાયદો આપવામાં આવેલો છે, અને તેઓ માટે છે કે જે અલ્લાહ તરફ પલટે છે અને તેના અહેકામોની હિફાઝત કરે છે.

33

مَنۡ خَشِیَ الرَّحۡمٰنَ بِالۡغَیۡبِ وَ جَآءَ بِقَلۡبٍ مُّنِیۡبِۣ ﴿ۙ۳۳﴾

(૩૩) જે ખાનગીમાં રહેમાનથી ડરે અને તેના હજૂરમાં રજૂ થનાર દિલ સાથે હાજર થાય:

34

ادۡخُلُوۡہَا بِسَلٰمٍ ؕ ذٰلِکَ یَوۡمُ الۡخُلُوۡدِ ﴿۳۴﴾

(૩૪) તમે સલામતીની સાથે જન્નતમાં દાખલ થાવ, આજે હંમેશા બાકી રહેવાનો દિવસ છે.

35

لَہُمۡ مَّا یَشَآءُوۡنَ فِیۡہَا وَلَدَیۡنَا مَزِیۡدٌ ﴿۳۵﴾

(૩૫) ત્યાં તેઓ માટે જે કાંઇ ચાહશે તે હાજર છે, અને અમારી પાસે તેના કરતા વધારે છે.

36

وَ کَمۡ اَہۡلَکۡنَا قَبۡلَہُمۡ مِّنۡ قَرۡنٍ ہُمۡ اَشَدُّ مِنۡہُمۡ بَطۡشًا فَنَقَّبُوۡا فِی الۡبِلَادِ ؕ ہَلۡ مِنۡ مَّحِیۡصٍ ﴿۳۶﴾

(૩૬) અને તેમની પહેલા અમે કેટલીએ કોમોને હલાક કરી ચૂક્યા કે જે તેમની કરતાં વધારે તાકતવર હતી અને શહેરો ફરી ચૂક્યા, શુ છુટકારો છે?

37

اِنَّ فِیۡ ذٰلِکَ لَذِکۡرٰی لِمَنۡ کَانَ لَہٗ قَلۡبٌ اَوۡ اَلۡقَی السَّمۡعَ وَ ہُوَ شَہِیۡدٌ ﴿۳۷﴾

(૩૭) આ કિસ્સામાં નસીહત છે તેના માટે જેની પાસે દિલ/અક્કલ છે, અથવા જે હાજર રહીને વાતને ઘ્યાનથી સાંભળે છે.

38

وَ لَقَدۡ خَلَقۡنَا السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَا فِیۡ سِتَّۃِ اَیَّامٍ ٭ۖ وَّ مَا مَسَّنَا مِنۡ لُّغُوۡبٍ ﴿۳۸﴾

(૩૮) અને ખરેખર અમોએ આસમાનો તથા ઝમીન અને તે બન્નેની વચ્ચે જે કાંઇ છે તેને છ દિવસમાં પેદા કર્યું અને અમને કાંઇ થાક (પણ) ન લાગ્યો.

39

فَاصۡبِرۡ عَلٰی مَا یَقُوۡلُوۡنَ وَ سَبِّحۡ بِحَمۡدِ رَبِّکَ قَبۡلَ طُلُوۡعِ الشَّمۡسِ وَ قَبۡلَ الۡغُرُوۡبِ ﴿ۚ۳۹﴾

(૩૯) માટે તેમની વાત પર સબ્ર કરો, અને સૂરજ ઊગવા તથા આથમવા પહેલા તારા પરવરદિગારની હમ્દ અને તસ્બીહ કર.

40

وَ مِنَ الَّیۡلِ فَسَبِّحۡہُ وَ اَدۡبَارَ السُّجُوۡدِ ﴿۴۰﴾

(૪૦) અને રાતના એક હિસ્સામાં તેની હમ્દ કર, અને સજદાઓ બાદ (તેની હમ્દ કર્યા કર.)

41

وَ اسۡتَمِعۡ یَوۡمَ یُنَادِ الۡمُنَادِ مِنۡ مَّکَانٍ قَرِیۡبٍ ﴿ۙ۴۱﴾

(૪૧) અને ઘ્યાનથી સાંભળ જે દિવસે એક પોકારનાર નઝદીકની જગ્યાએથી પોકારશે:

42

یَّوۡمَ یَسۡمَعُوۡنَ الصَّیۡحَۃَ بِالۡحَقِّ ؕ ذٰلِکَ یَوۡمُ الۡخُرُوۡجِ ﴿۴۲﴾

(૪૨) જે દિવસે (કયામતની) ચીખને (હક સાથે) સાંભળશે તે (કબ્રોમાંથી) નીકળવાનો દિવસ છે.

43

اِنَّا نَحۡنُ نُحۡیٖ وَ نُمِیۡتُ وَ اِلَیۡنَا الۡمَصِیۡرُ ﴿ۙ۴۳﴾

(૪૩) બેશક અમે મોત અને જીવન આપનાર છીએ, અને અમારી તરફ જ પાછુ ફરવાનું છે:

44

یَوۡمَ تَشَقَّقُ الۡاَرۡضُ عَنۡہُمۡ سِرَاعًا ؕ ذٰلِکَ حَشۡرٌ عَلَیۡنَا یَسِیۡرٌ ﴿۴۴﴾

(૪૪) તે દિવસે ઝમીન ઝડપથી તેઓ ઉપરથી (ફાટીને) હટી જશે (કબ્રોમાંથી) નીકળશે, અને તે ભેગા કરવુ અમારા માટે સહેલું છે.

45

نَحۡنُ اَعۡلَمُ بِمَا یَقُوۡلُوۡنَ وَ مَاۤ اَنۡتَ عَلَیۡہِمۡ بِجَبَّارٍ ۟ فَذَکِّرۡ بِالۡقُرۡاٰنِ مَنۡ یَّخَافُ وَعِیۡدِ ﴿٪۴۵﴾

(૪૫) તેઓ જે કાંઇ કહે છે તેને અમે સારી રીતે જાણીએ છીએ અને તારી જવાબદારી તેઓ ઉપર બળજબરી કરવાની નથી, તમે કુરઆન થકી તેઓને નસીહત કરો, જેઓ અઝાબથી ડરે છે.