અલ-કુરઆન

74

Al-Muddathir

سورة المدثر


یٰۤاَیُّہَا الۡمُدَّثِّرُ ۙ﴿۱﴾

(૧) અય રાતે સુવાની ચાદર ઓઢનાર !

قُمۡ فَاَنۡذِرۡ ۪ۙ﴿۲﴾

(૨) ઉઠ અને ડરાવ:

وَ رَبَّکَ فَکَبِّرۡ ۪﴿ۙ۳﴾

(૩) તથા તારા પરવરદિગારને મહાન જાણ:

وَ ثِیَابَکَ فَطَہِّرۡ ۪﴿ۙ۴﴾

(૪) તથા તારા લિબાસને સાફ રાખ:

وَ الرُّجۡزَ فَاہۡجُرۡ ۪﴿ۙ۵﴾

(૫) તથા ગંદકીથી દૂર રહે.

وَ لَا تَمۡنُنۡ تَسۡتَکۡثِرُ ۪﴿ۙ۶﴾

(૬) તથા અહેસાન ન જતાવ અને વધારો ન ચાહ:

وَ لِرَبِّکَ فَاصۡبِرۡ ؕ﴿۷﴾

(૭) તથા તારા પરવરદિગાર માટે સબ્ર કર!

فَاِذَا نُقِرَ فِی النَّاقُوۡرِ ۙ﴿۸﴾

(૮) પછી જ્યારે સૂર ફૂંકવામાં આવશે:

فَذٰلِکَ یَوۡمَئِذٍ یَّوۡمٌ عَسِیۡرٌ ۙ﴿۹﴾

(૯) તે દિવસ, સખત દિવસ છે.

10

عَلَی الۡکٰفِرِیۡنَ غَیۡرُ یَسِیۡرٍ ﴿۱۰﴾

(૧૦) નાસ્તિકો માટે આસાન નથી!

11

ذَرۡنِیۡ وَ مَنۡ خَلَقۡتُ وَحِیۡدًا ﴿ۙ۱۱﴾

(૧૧) મને અને તેની સાથે રહેવા દે કે જેને મેં એકલાએ પૈદા કર્યો છે.

12

وَّ جَعَلۡتُ لَہٗ مَالًا مَّمۡدُوۡدًا ﴿ۙ۱۲﴾

(૧૨) અને તે કે જેના માટે વિશાળ માલો-દોલત રાખી,

13

وَّ بَنِیۡنَ شُہُوۡدًا ﴿ۙ۱۳﴾

(૧૩) અને નજર સામે રહેનારા ફરઝંદો આપ્યા:

14

وَّ مَہَّدۡتُّ لَہٗ تَمۡہِیۡدًا ﴿ۙ۱۴﴾

(૧૪) અને તમામ સગવડતાઓ તેના માટે તૈયાર કરી:

15

ثُمَّ یَطۡمَعُ اَنۡ اَزِیۡدَ ﴿٭ۙ۱۵﴾

(૧૫) છતાં પણ લાલચ કરે છે કે વધારો કરૂં!

16

کَلَّا ؕ اِنَّہٗ کَانَ لِاٰیٰتِنَا عَنِیۡدًا ﴿ؕ۱۶﴾

(૧૬) હરગિઝ એવુ નહી થાય કારણકે તે અમારી નિશાનીઓ પ્રત્યે દુશ્મની રાખે છે.

17

سَاُرۡہِقُہٗ صَعُوۡدًا ﴿ؕ۱۷﴾

(૧૭) નજીકમાં જ હું તેને (અઝાબના) પહાડ ઉપર ચઢાવીશ.

18

اِنَّہٗ فَکَّرَ وَ قَدَّرَ ﴿ۙ۱۸﴾

(૧૮) બેશક તેણે (કુરઆન સાથે મુકાબલા માટે) વિચાર્યુ અને તૈયારી કરી!

19

فَقُتِلَ کَیۡفَ قَدَّرَ ﴿ۙ۱۹﴾

(૧૯) તે હલાક થાય, કેવી તૈયારી કરી!

20

ثُمَّ قُتِلَ کَیۡفَ قَدَّرَ ﴿ۙ۲۰﴾

(૨૦) તે પાછો હલાક થાય, કેવી તૈયારી કરી!

21

ثُمَّ نَظَرَ ﴿ۙ۲۱﴾

(૨૧) પછી તેણે જોયું :

22

ثُمَّ عَبَسَ وَ بَسَرَ ﴿ۙ۲۲﴾

(૨૨) પછી તેનો ચહેરો બગડી ગયો અને ઝડપથી કામે લાગ્યો;

23

ثُمَّ اَدۡبَرَ وَ اسۡتَکۡبَرَ ﴿ۙ۲۳﴾

(૨૩) પછી પીઠ ફેરવી અને તકબ્બૂર કર્યો:

24

فَقَالَ اِنۡ ہٰذَاۤ اِلَّا سِحۡرٌ یُّؤۡثَرُ ﴿ۙ۲۴﴾

(૨૪) છેવટે તેણે કહ્યું કે આ અગાઉના જાદુ જેવો જાદુ સિવાય કાંઇ નથી!

25

اِنۡ ہٰذَاۤ اِلَّا قَوۡلُ الۡبَشَرِ ﴿ؕ۲۵﴾

(૨૫) આ ફકત એક ઇન્સાનનો કલામ છે.

26

سَاُصۡلِیۡہِ سَقَرَ ﴿۲۶﴾

(૨૬) નજીકમાં જ હું તેને સકરમાં નાખી દઇશ.

27

وَ مَاۤ اَدۡرٰىکَ مَا سَقَرُ ﴿ؕ۲۷﴾

(૨૭) અને તુ નથી જાણતો કે સકર શું છે ?

28

لَا تُبۡقِیۡ وَ لَا تَذَرُ ﴿ۚ۲۸﴾

(૨૮) ન કોઇને બાકી રાખશે અને ન કોઇને છોડશે :

29

لَوَّاحَۃٌ لِّلۡبَشَرِ ﴿ۚۖ۲۹﴾

(૨૯) ચામડીને સંપૂર્ણ બદલાવી નાખશે.

30

عَلَیۡہَا تِسۡعَۃَ عَشَرَ ﴿ؕ۳۰﴾

(૩૦) તેના ઉપર ઓગણીસ (ફરિશ્તાઓ) રાખેલ છે.

31

وَ مَا جَعَلۡنَاۤ اَصۡحٰبَ النَّارِ اِلَّا مَلٰٓئِکَۃً ۪ وَّ مَا جَعَلۡنَا عِدَّتَہُمۡ اِلَّا فِتۡنَۃً لِّلَّذِیۡنَ کَفَرُوۡا ۙ لِیَسۡتَیۡقِنَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ وَ یَزۡدَادَ الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِیۡمَانًا وَّ لَا یَرۡتَابَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ وَ الۡمُؤۡمِنُوۡنَ ۙ وَ لِیَقُوۡلَ الَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ وَّ الۡکٰفِرُوۡنَ مَاذَاۤ اَرَادَ اللّٰہُ بِہٰذَا مَثَلًا ؕ کَذٰلِکَ یُضِلُّ اللّٰہُ مَنۡ یَّشَآءُ وَ یَہۡدِیۡ مَنۡ یَّشَآءُ ؕ وَ مَا یَعۡلَمُ جُنُوۡدَ رَبِّکَ اِلَّا ہُوَ ؕ وَ مَا ہِیَ اِلَّا ذِکۡرٰی لِلۡبَشَرِ ﴿٪۳۱﴾

(૩૧) અને અમોએ ફકત ફરિશ્તાઓને જહન્નમના રખેવાળો બનાવ્યા, અને અમોએ તેમની સંખ્યા ફકત નાસ્તિકોની આજમાઇશ માટે રાખી છે, જેથી જેમને કિતાબ આપવામાં આવી છે તેમને યકીન થઇ જાય, અને જેઓ ઇમાન લાવ્યા છે તેમના ઇમાનમાં વધારો થાય, અને જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ તથા ઇમાન લાવનારાઓને શક ન થાય, અને જેમના દિલો બીમાર છે તથા જેઓ નાસ્તિક છે તેઓ કહે કે આ મિસાલથી અલ્લાહનો શુ ઇરાદો છે?! (હા) આ રીતે અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે, અને જેને ચાહે છે હિદાયત આપે છે, અને તારા પરવરદિગારના લશ્કરોને તેના સિવાય કોઇ જાણતું નથી, અને આ ફકત લોકો માટે નસીહત છે.

32

کَلَّا وَ الۡقَمَرِ ﴿ۙ۳۲﴾

(૩૨) જેવુ તેઓ ધારે છે એવુ હરગિઝ નથી! ચાંદની કસમ:

33

وَ الَّیۡلِ اِذۡ اَدۡبَرَ ﴿ۙ۳۳﴾

(૩૩) અને વિદાય લેતી રાતની કસમ:

34

وَ الصُّبۡحِ اِذَاۤ اَسۡفَرَ ﴿ۙ۳۴﴾

(૩૪) અને કસમ છે રોશન સવારની જ્યારે તે જાહેર થાય,

35

اِنَّہَا لَاِحۡدَی الۡکُبَرِ ﴿ۙ۳۵﴾

(૩૫) બેશક તે (જહન્નમ) એક મહત્વની ચીઝ છે:

36

نَذِیۡرًا لِّلۡبَشَرِ ﴿ۙ۳۶﴾

(૩૬) ચેતવણી છે બધા ઇન્સાનો માટે,

37

لِمَنۡ شَآءَ مِنۡکُمۡ اَنۡ یَّتَقَدَّمَ اَوۡ یَتَاَخَّرَ ﴿ؕ۳۷﴾

(૩૭) અને જેઓ તમારામાંથી ચાહે કે આગળ વધે અથવા પાછળ રહે.

38

کُلُّ نَفۡسٍۭ بِمَا کَسَبَتۡ رَہِیۡنَۃٌ ﴿ۙ۳۸﴾

(૩૮) (હા) દરેક પોતાના આમાલમાં ગિરવે મૂકાયેલ છે:

39

اِلَّاۤ اَصۡحٰبَ الۡیَمِیۡنِ ﴿ؕۛ۳۹﴾

(૩૯) સિવાય કે જેઓ જમણા હાથવાળાઓ:

40

فِیۡ جَنّٰتٍ ۟ؕۛ یَتَسَآءَلُوۡنَ ﴿ۙ۴۰﴾

(૪૦) તેઓ જન્નતમાં છે અને એકબીજાને સવાલ કરે છે...

41

عَنِ الۡمُجۡرِمِیۡنَ ﴿ۙ۴۱﴾

(૪૧) ગુનેહગારો વિશે:

42

مَا سَلَکَکُمۡ فِیۡ سَقَرَ ﴿۴۲﴾

(૪૨) કે કઇ વસ્તુએ તમને સકરમાં દાખલ કર્યા?!

43

قَالُوۡا لَمۡ نَکُ مِنَ الۡمُصَلِّیۡنَ ﴿ۙ۴۳﴾

(૪૩) તેઓ કહેશે કે અમે નમાઝગુઝાર ન હતા:

44

وَ لَمۡ نَکُ نُطۡعِمُ الۡمِسۡکِیۡنَ ﴿ۙ۴۴﴾

(૪૪) અને અમે ગરીબોને ખાવાનું ખવડાવતા ન હતા:

45

وَ کُنَّا نَخُوۡضُ مَعَ الۡخَآئِضِیۡنَ ﴿ۙ۴۵﴾

(૪૫) અને અમે એહલે બાતિલ સાથે બાતિલમાં રચ્યા પચ્યા રહેતા હતા:

46

وَ کُنَّا نُکَذِّبُ بِیَوۡمِ الدِّیۡنِ ﴿ۙ۴۶﴾

(૪૬) અને અમે સતત બદલાના દિવસને જૂઠલાવતા હતા:

47

حَتّٰۤی اَتٰىنَا الۡیَقِیۡنُ ﴿ؕ۴۷﴾

(૪૭) ત્યાં સુધી કે અમને મોત આવ્યુ!

48

فَمَا تَنۡفَعُہُمۡ شَفَاعَۃُ الشّٰفِعِیۡنَ ﴿ؕ۴۸﴾

(૪૮) માટે શફાઅત કરનારાઓની શફાઅત તેઓને કંઇ ફાયદો નહિં પહોંચાડે.

49

فَمَا لَہُمۡ عَنِ التَّذۡکِرَۃِ مُعۡرِضِیۡنَ ﴿ۙ۴۹﴾

(૪૯) શા માટે તેઓ નસીહતથી મોઢું ફેરવ્યું?!

50

کَاَنَّہُمۡ حُمُرٌ مُّسۡتَنۡفِرَۃٌ ﴿ۙ۵۰﴾

(૫૦) જાણે ભાગેલા જંગલી ગધેડાઓ કે

51

فَرَّتۡ مِنۡ قَسۡوَرَۃٍ ﴿ؕ۵۱﴾

(૫૧) જેઓ સિંહથી ભાગેલા છે!

52

بَلۡ یُرِیۡدُ کُلُّ امۡرِیًٔ مِّنۡہُمۡ اَنۡ یُّؤۡتٰی صُحُفًا مُّنَشَّرَۃً ﴿ۙ۵۲﴾

(૫૨) બલ્કે તેઓમાંથી દરેક ચાહે છે કે તેમને જુદો-જુદો સહીફો મોકલવામાં આવે.

53

کَلَّا ؕ بَلۡ لَّا یَخَافُوۡنَ الۡاٰخِرَۃَ ﴿ؕ۵۳﴾

(૫૩) એવું નથી જેવું કહે છે બલ્કે તેઓ આખેરતથી ડરતા નથી!

54

کَلَّاۤ اِنَّہٗ تَذۡکِرَۃٌ ﴿ۚ۵۴﴾

(૫૪) એવું નથી જેવું કહે છે, આ (કુરઆન) એક નસીહત છે.

55

فَمَنۡ شَآءَ ذَکَرَہٗ ﴿ؕ۵۵﴾

(૫૫) જે ચાહે નસીહત હાંસિલ કરે.

56

وَ مَا یَذۡکُرُوۡنَ اِلَّاۤ اَنۡ یَّشَآءَ اللّٰہُ ؕ ہُوَ اَہۡلُ التَّقۡوٰی وَ اَہۡلُ الۡمَغۡفِرَۃِ ﴿٪۵۶﴾

(૫૬) અને નસીહત હાંસિલ નહિ કરે સિવાય કે અલ્લાહ ચાહે, તે અહલે તકવા અને અહલે મગફેરત છે.