અલ-કુરઆન

54

Al-Qamar

سورة القمر


اِقۡتَرَبَتِ السَّاعَۃُ وَ انۡشَقَّ الۡقَمَرُ ﴿۱﴾

(૧) (કયામતની) ઘડી નજીક આવી ગઇ અને ચાંદના ટુકડા થયા.

وَ اِنۡ یَّرَوۡا اٰیَۃً یُّعۡرِضُوۡا وَ یَقُوۡلُوۡا سِحۡرٌ مُّسۡتَمِرٌّ ﴿۲﴾

(૨) અને જ્યારે તેઓ કોઇ પણ નિશાની જોવે ત્યારે મોઢું ફેરવતા કહે છે કે આ એક મુસલસલ જાદુ છે.

وَ کَذَّبُوۡا وَ اتَّبَعُوۡۤا اَہۡوَآءَہُمۡ وَ کُلُّ اَمۡرٍ مُّسۡتَقِرٌّ ﴿۳﴾

(૩) અને તેઓએ જૂઠલાવ્યું અને પોતાની ખ્વાહીશાતોની પેરવી કરી અને દરેક બાબતની એક મંજીલ છે.

وَ لَقَدۡ جَآءَہُمۡ مِّنَ الۡاَنۡۢبَآءِ مَا فِیۡہِ مُزۡدَجَرٌ ۙ﴿۴﴾

(૪) અને ખરેખર તેમની પાસે કેટલીય ખબરો આવી ચૂકી છે કે જેમાં બૂરાઇથી રોકનાર બાબતો છે:

حِکۡمَۃٌۢ بَالِغَۃٌ فَمَا تُغۡنِ النُّذُرُ ۙ﴿۵﴾

(૫) (દિલ સુધી) પહોંચનાર હિકમત છે, પરંતુ આ ચેતવણી તેમને / હઠીલા લોકો કંઇ ફાયદો પહોંચાડતી નથી:

فَتَوَلَّ عَنۡہُمۡ ۘ یَوۡمَ یَدۡعُ الدَّاعِ اِلٰی شَیۡءٍ نُّکُرٍ ۙ﴿۶﴾

(૬) માટે તું તેમનાથી મોઢું ફેરવી લે (અને રાહ જો) જે દિવસે એક પોકારનાર તેમને એવી એક વહેશતનાક બાબત તરફ બોલાવશે:

خُشَّعًا اَبۡصَارُہُمۡ یَخۡرُجُوۡنَ مِنَ الۡاَجۡدَاثِ کَاَنَّہُمۡ جَرَادٌ مُّنۡتَشِرٌ ۙ﴿۷﴾

(૭) તેઓ એવી હાલતમાં કે આંખો નમેલી, તીડોની જેમ વિખરાયેલા કબ્રોની બહાર નીકળશે.

مُّہۡطِعِیۡنَ اِلَی الدَّاعِ ؕ یَقُوۡلُ الۡکٰفِرُوۡنَ ہٰذَا یَوۡمٌ عَسِرٌ ﴿۸﴾

(૮) એવી હાલતમાં કે બોલાવનાર તરફ ગરદન ઊંચી કરશે (નવાઇથી જોશે); અને નાસ્તિકો કહેશે કે આ દિવસ બહુ ભારી (સખ્ત) છે.

کَذَّبَتۡ قَبۡلَہُمۡ قَوۡمُ نُوۡحٍ فَکَذَّبُوۡا عَبۡدَنَا وَ قَالُوۡا مَجۡنُوۡنٌ وَّ ازۡدُجِرَ ﴿۹﴾

(૯) તેમની પહેલા નૂહની કોમે જૂઠલાવ્યું; તેમણે અમારા બંદાને જૂઠલાવ્યો અને કહ્યું કે તે દીવાનો છે, અને તેને (અનેક પ્રકારની તકલીફો આપી પૈગામ પહોંચાડવાથી) રોક્યો.

10

فَدَعَا رَبَّہٗۤ اَنِّیۡ مَغۡلُوۡبٌ فَانۡتَصِرۡ ﴿۱۰﴾

(૧૦) પછી તેણે પોતાના પરવરદિગારથી દુઆ કરી કે ખરેખર હું હારી ગયો છું માટે મારો બદલો લે!

11

فَفَتَحۡنَاۤ اَبۡوَابَ السَّمَآءِ بِمَآءٍ مُّنۡہَمِرٍ ﴿۫ۖ۱۱﴾

(૧૧) ત્યારે અમોએ મૂશળધાર વરસાદ થકી આસમાનનાં દરવાજા ખોલી નાખ્યા :

12

وَّ فَجَّرۡنَا الۡاَرۡضَ عُیُوۡنًا فَالۡتَقَی الۡمَآءُ عَلٰۤی اَمۡرٍ قَدۡ قُدِرَ ﴿ۚ۱۲﴾

(૧૨) અને અમોએ ઝમીન ફાડી તેમાંથી ઝરણા જારી કરી દીધા અને બંને પાણી એક નક્કી થયેલ પ્રમાણ મુજબ ભળી ગયા.

13

وَ حَمَلۡنٰہُ عَلٰی ذَاتِ اَلۡوَاحٍ وَّ دُسُرٍ ﴿ۙ۱۳﴾

(૧૩) અને અમોએ નૂહને પાટીયા અને ખીલાવાળી કશ્તી પર સવાર કર્યો:

14

تَجۡرِیۡ بِاَعۡیُنِنَا ۚ جَزَآءً لِّمَنۡ کَانَ کُفِرَ ﴿۱۴﴾

(૧૪) જે અમારી દેખરેખ હેઠળ ચાલતી હતી! આ સજા હતી એ લોકો માટે જેઓ નાસ્તિક થયેલા હતા.

15

وَ لَقَدۡ تَّرَکۡنٰہَاۤ اٰیَۃً فَہَلۡ مِنۡ مُّدَّکِرٍ ﴿۱۵﴾

(૧૫) અને અમોએ તેને એક નિશાની બનાવીને રાખી શું છે કોઇ કે જે નસીહત હાંસિલ કરે?

16

فَکَیۡفَ کَانَ عَذَابِیۡ وَ نُذُرِ ﴿۱۶﴾

(૧૬) પછી મારો અઝાબ અને મારી ચેતવણી કેવી હતી !

17

وَ لَقَدۡ یَسَّرۡنَا الۡقُرۡاٰنَ لِلذِّکۡرِ فَہَلۡ مِنۡ مُّدَّکِرٍ ﴿۱۷﴾

(૧૭) અને અમોએ કુરઆનને નસીહત માટે આસાન કર્યુ ; શું છે કોઇ નસીહત હાંસિલ કરે?!

18

کَذَّبَتۡ عَادٌ فَکَیۡفَ کَانَ عَذَابِیۡ وَ نُذُرِ ﴿۱۸﴾

(૧૮) અને કોમે આદે (પયગંબરને) જૂઠલાવ્યા માટે (જૂઓ) અમારો અઝાબ અને ચેતવણી કેવી હતી!

19

اِنَّاۤ اَرۡسَلۡنَا عَلَیۡہِمۡ رِیۡحًا صَرۡصَرًا فِیۡ یَوۡمِ نَحۡسٍ مُّسۡتَمِرٍّ ﴿ۙ۱۹﴾

(૧૯) અમોએ તેમના ઉપર એક મનહુસ દિવસે સતત ઠંડી હવાવાળુ ભયંકર વાવાઝોડું મોકલી દીધું:

20

تَنۡزِعُ النَّاسَ ۙ کَاَنَّہُمۡ اَعۡجَازُ نَخۡلٍ مُّنۡقَعِرٍ ﴿۲۰﴾

(૨૦) જે લોકોને તેમની જગ્યાએથી એવી રીતે ઉપાડી લેતું હતું જાણે કે ખજૂરીના ઉખડી ગયેલા થડ હોય!

21

فَکَیۡفَ کَانَ عَذَابِیۡ وَ نُذُرِ ﴿۲۱﴾

(૨૧) માટે (જો) કેવો હતો અમારો અઝાબ અને કેવી હતી અમારી ચેતવણી!

22

وَ لَقَدۡ یَسَّرۡنَا الۡقُرۡاٰنَ لِلذِّکۡرِ فَہَلۡ مِنۡ مُّدَّکِرٍ ﴿٪۲۲﴾

(૨૨) અને ખરેજ અમોએ નસીહત માટે કુરઆનને આસાન કર્યું; શું છે કોઇ નસીહત હાંસિલ કરે?

23

کَذَّبَتۡ ثَمُوۡدُ بِالنُّذُرِ ﴿۲۳﴾

(૨૩) અને સમૂદે (પણ) ચેતવણીને જૂઠલાવી.

24

فَقَالُوۡۤا اَبَشَرًا مِّنَّا وَاحِدًا نَّتَّبِعُہٗۤ ۙ اِنَّاۤ اِذًا لَّفِیۡ ضَلٰلٍ وَّ سُعُرٍ ﴿۲۴﴾

(૨૪) અને કહ્યું કે શું અમે અમારામાંથી જ કોઇ ઇન્સાનની તાબેદારી કરીએ?! જો એમ કરીએ તો ગુમરાહી અને પાગલપનના શિકાર થઇ જશું!

25

ءَاُلۡقِیَ الذِّکۡرُ عَلَیۡہِ مِنۡۢ بَیۡنِنَا بَلۡ ہُوَ کَذَّابٌ اَشِرٌ ﴿۲۵﴾

(૨૫) શું અમારામાંથી ફકત તેના ઉપર ઝિક્ર ઉતારવામાં આવ્યો ? હકીકતમાં તે જૂઠો અને મનમાની કરનાર છે.

26

سَیَعۡلَمُوۡنَ غَدًا مَّنِ الۡکَذَّابُ الۡاَشِرُ ﴿۲۶﴾

(૨૬) (પરંતુ) તેઓ કાલે જાણી લેશે કે જૂઠો અને મનમાની કરનાર કોણ છે ?

27

اِنَّا مُرۡسِلُوا النَّاقَۃِ فِتۡنَۃً لَّہُمۡ فَارۡتَقِبۡہُمۡ وَ اصۡطَبِرۡ ﴿۫۲۷﴾

(૨૭) અમે તેમની અજમાઇશ માટે એક ઊંટણી મોકલશું માટે તું તેઓ(નો મામલો પૂર્ણ થવા)ની રાહ જો અને સબ્ર કર.

28

وَ نَبِّئۡہُمۡ اَنَّ الۡمَآءَ قِسۡمَۃٌۢ بَیۡنَہُمۡ ۚ کُلُّ شِرۡبٍ مُّحۡتَضَرٌ ﴿۲۸﴾

(૨૮) અને તેમને ખબર આપ કે પાણી તેઓની દરમ્યાન વહેંચાવુ જોઇએ, દરેકે પોતાના વારા પર હાજર રહેવું જોઇએ.

29

فَنَادَوۡا صَاحِبَہُمۡ فَتَعَاطٰی فَعَقَرَ ﴿۲۹﴾

(૨૯) પછી તેઓએ તેમના એક જોડીદારને (ઊંટણીને મારવા) બોલાવ્યો, તે આ કામ માટે આવ્યો અને ઊંટણીના પગ કાપી નાખ્યા.

30

فَکَیۡفَ کَانَ عَذَابِیۡ وَ نُذُرِ ﴿۳۰﴾

(૩૦) માટે (જો) કેવો હતો અમારો અઝાબ અને કેવી હતી અમારી ચેતવણી!

31

اِنَّاۤ اَرۡسَلۡنَا عَلَیۡہِمۡ صَیۡحَۃً وَّاحِدَۃً فَکَانُوۡا کَہَشِیۡمِ الۡمُحۡتَظِرِ ﴿۳۱﴾

(૩૧) અમોએ તેમના ઉપર એક ગર્જના મોકલી પછી તેઓ સૂકાયેલ ઘાસચારા જેવા બની ગયા.

32

وَ لَقَدۡ یَسَّرۡنَا الۡقُرۡاٰنَ لِلذِّکۡرِ فَہَلۡ مِنۡ مُّدَّکِرٍ ﴿۳۲﴾

(૩૨) અને અમોએ કુરઆનને નસીહત માટે આસાન કરી દીધું, શું છે કોઇ નસીહત હાંસિલ કરે?

33

کَذَّبَتۡ قَوۡمُ لُوۡطٍۭ بِالنُّذُرِ ﴿۳۳﴾

(૩૩) અને કોમે લૂતે (પણ) ચેતવણીને જૂઠલાવી.

34

اِنَّاۤ اَرۡسَلۡنَا عَلَیۡہِمۡ حَاصِبًا اِلَّاۤ اٰلَ لُوۡطٍ ؕ نَجَّیۡنٰہُمۡ بِسَحَرٍ ﴿ۙ۳۴﴾

(૩૪) અમોએ તેમના ઉપર પત્થરોને ઉડાડે તેવુ વાવાઝોડુ મોકલ્યુ, સિવાય આલે લૂત કે જેમને અમોએ સહેરીના સમયે બચાવી લીધા.

35

نِّعۡمَۃً مِّنۡ عِنۡدِنَا ؕ کَذٰلِکَ نَجۡزِیۡ مَنۡ شَکَرَ ﴿۳۵﴾

(૩૫) આ નેઅમત હતી અમારી તરફથી; અને શુક્ર કરનારા બંદાઓને અમો આવી રીતે બદલો આપીએ છીએ.

36

وَ لَقَدۡ اَنۡذَرَہُمۡ بَطۡشَتَنَا فَتَمَارَوۡا بِالنُّذُرِ ﴿۳۶﴾

(૩૬) અને તેને તેઓને અમારી સજાથી ડરાવ્યા, પરંતુ તેઓ વાદવિવાદ અને શંકાકુશંકામાં અડગ હતા.

37

وَ لَقَدۡ رَاوَدُوۡہُ عَنۡ ضَیۡفِہٖ فَطَمَسۡنَاۤ اَعۡیُنَہُمۡ فَذُوۡقُوۡا عَذَابِیۡ وَ نُذُرِ ﴿۳۷﴾

(૩૭) અને તેનાથી મહેમાન વિશે નાજાએઝ માંગણી કરી; પરંતુ અમોએ તેમની આંખોને આંધળી કરી નાખી, અને (કહ્યુ કે) મારા અઝાબ અને મારી ચેતવણીની મજા ચાખો!

38

وَ لَقَدۡ صَبَّحَہُمۡ بُکۡرَۃً عَذَابٌ مُّسۡتَقِرٌّ ﴿ۚ۳۸﴾

(૩૮) અને સવાર થતાં તેમના ઉપર અચલ અઝાબ નાઝિલ થયો.

39

فَذُوۡقُوۡا عَذَابِیۡ وَ نُذُرِ ﴿۳۹﴾

(૩૯) માટે મારા અઝાબ અને ચેતવણીની મજા ચાખો!

40

وَ لَقَدۡ یَسَّرۡنَا الۡقُرۡاٰنَ لِلذِّکۡرِ فَہَلۡ مِنۡ مُّدَّکِرٍ ﴿٪۴۰﴾

(૪૦) અને અમોએ નસીહત માટે કુરઆનને આસાન કર્યું; શું છે કોઇ નસીહત હાંસિલ કરે?!

41

وَ لَقَدۡ جَآءَ اٰلَ فِرۡعَوۡنَ النُّذُرُ ﴿ۚ۴۱﴾

(૪૧) અને (આવી જ રીતે) આલે ફિરઔન પાસે ચેતવણીઓ આવી.

42

کَذَّبُوۡا بِاٰیٰتِنَا کُلِّہَا فَاَخَذۡنٰہُمۡ اَخۡذَ عَزِیۡزٍ مُّقۡتَدِرٍ ﴿۴۲﴾

(૪૨) પરંતુ તેઓએ અમારી બધી નિશાનીઓને જૂઠલાવી અને અમોએ તેમને એક ઝબરદસ્ત સાહેબે ઇકતેદારની જેમ પકડી લીધા!

43

اَکُفَّارُکُمۡ خَیۡرٌ مِّنۡ اُولٰٓئِکُمۡ اَمۡ لَکُمۡ بَرَآءَۃٌ فِی الزُّبُرِ ﴿ۚ۴۳﴾

(૪૩) શું તમારા નાસ્તિકો તેમના કરતાં બહેતર છે અથવા તમારા માટે આસમાની કિતાબોમાં કોઇ માફીનામું નાઝિલ થયેલુ છે?!

44

اَمۡ یَقُوۡلُوۡنَ نَحۡنُ جَمِیۡعٌ مُّنۡتَصِرٌ ﴿۴۴﴾

(૪૪) અથવા તેઓ કહે છે અમારો સમૂહ તાકતવર અને એક સંપ છે?

45

سَیُہۡزَمُ الۡجَمۡعُ وَ یُوَلُّوۡنَ الدُّبُرَ ﴿۴۵﴾

(૪૫) નજીકમાં જ આ સમૂહ હારી જશે અને પીઠ ફેરવી ભાગી જશે!

46

بَلِ السَّاعَۃُ مَوۡعِدُہُمۡ وَ السَّاعَۃُ اَدۡہٰی وَ اَمَرُّ ﴿۴۶﴾

(૪૬) (આ ઉપરાંત) તેમનો વાયદો (કયામતની) ઘડીનો છે, અને જેની સજા વધારે સખ્ત અને કડવી છે.

47

اِنَّ الۡمُجۡرِمِیۡنَ فِیۡ ضَلٰلٍ وَّ سُعُرٍ ﴿ۘ۴۷﴾

(૪૭) બેશક મુજરીમો ગુમરાહી અને આગની જ્વાળાઓમાં છે.

48

یَوۡمَ یُسۡحَبُوۡنَ فِی النَّارِ عَلٰی وُجُوۡہِہِمۡ ؕ ذُوۡقُوۡا مَسَّ سَقَرَ ﴿۴۸﴾

(૪૮) તે દિવસે તેમને આગ ઉપર ઊંધા મોઢે ઘસડી લઇ જવામાં આવશે અને (કહેવામાં આવશે) કે સકરના સ્પર્શની મજા ચાખો.

49

اِنَّا کُلَّ شَیۡءٍ خَلَقۡنٰہُ بِقَدَرٍ ﴿۴۹﴾

(૪૯) બેશક અમોએ દરેક વસ્તુને એક ખાસ મિકદાર મુજબ પેદા કરી!

50

وَ مَاۤ اَمۡرُنَاۤ اِلَّا وَاحِدَۃٌ کَلَمۡحٍۭ بِالۡبَصَرِ ﴿۵۰﴾

(૫૦) અને અમારો હુકમ એકથી વધારે નથી આંખના પલકારાની જેમ.

51

وَ لَقَدۡ اَہۡلَکۡنَاۤ اَشۡیَاعَکُمۡ فَہَلۡ مِنۡ مُّدَّکِرٍ ﴿۵۱﴾

(૫૧) અને અમોએ તમારા જેવા લોકોને અગાઉ હલાક કરી નાખ્યા; શું છે કોઇ નસીહત હાંસિલ કરે?

52

وَ کُلُّ شَیۡءٍ فَعَلُوۡہُ فِی الزُّبُرِ ﴿۵۲﴾

(૫૨) અને તેઓએ જે કાંઇ પણ કર્યુ, તે નામએ આમાલમાં મહેફૂઝ છે.

53

وَ کُلُّ صَغِیۡرٍ وَّ کَبِیۡرٍ مُّسۡتَطَرٌ ﴿۵۳﴾

(૫૩) અને દરેક નાનું અને મોટું કાર્ય તેમાં લખેલું છે.

54

اِنَّ الۡمُتَّقِیۡنَ فِیۡ جَنّٰتٍ وَّ نَہَرٍ ﴿ۙ۵۴﴾

(૫૪) બેશક પરહેઝગાર લોકો જન્નતો અને નહેરોની વચ્ચે છે :

55

فِیۡ مَقۡعَدِ صِدۡقٍ عِنۡدَ مَلِیۡکٍ مُّقۡتَدِرٍ ﴿٪۵۵﴾

(૫૫) સચ્ચાઇના દરજ્જામાં કુદરતમંદ બાદશાહની પાસે.