અલ-કુરઆન

39

Az-Zumar

سورة الزمر


تَنۡزِیۡلُ الۡکِتٰبِ مِنَ اللّٰہِ الۡعَزِیۡزِ الۡحَکِیۡمِ ﴿۱﴾

(૧) આ કિતાબ જબરદસ્ત અને હિકમતવાળા અલ્લાહ તરફથી નાઝિલ થયેલી છે.

اِنَّاۤ اَنۡزَلۡنَاۤ اِلَیۡکَ الۡکِتٰبَ بِالۡحَقِّ فَاعۡبُدِ اللّٰہَ مُخۡلِصًا لَّہُ الدِّیۡنَ ؕ﴿۲﴾

(૨) બેશક અમોએ આ કિતાબને તારી ઉપર હક સાથે નાઝિલ કરી માટે અલ્લાહની ઇબાદત કર એવી હાલતમાં કે તારૂ દીન ખાલિસ હોય.

اَلَا لِلّٰہِ الدِّیۡنُ الۡخَالِصُ ؕ وَ الَّذِیۡنَ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِہٖۤ اَوۡلِیَآءَ ۘ مَا نَعۡبُدُہُمۡ اِلَّا لِیُقَرِّبُوۡنَاۤ اِلَی اللّٰہِ زُلۡفٰی ؕ اِنَّ اللّٰہَ یَحۡکُمُ بَیۡنَہُمۡ فِیۡ مَا ہُمۡ فِیۡہِ یَخۡتَلِفُوۡنَ ۬ؕ اِنَّ اللّٰہَ لَا یَہۡدِیۡ مَنۡ ہُوَ کٰذِبٌ کَفَّارٌ ﴿۳﴾

(૩) જાણી લો કે ખાલિસ દીન ફકત અલ્લાહ માટે જ છે જેઓ અલ્લાહ સિવાય બીજાને વલીઓ બનાવ્યા (તેઓ કહે છે) "અમે તેઓની ઇબાદત નથી કરતા સિવાય કે તેઓ અમને અલ્લાહની નઝદીક કરે." અલ્લાહ તેમની વચ્ચેના ઇખ્તેલાફનો ફેંસલો કરશે; બેશક અલ્લાહ હરગિઝ જૂઠ્ઠા અને નાશુક્રાઓની હિદાયત નથી કરતો.

لَوۡ اَرَادَ اللّٰہُ اَنۡ یَّتَّخِذَ وَلَدًا لَّاصۡطَفٰی مِمَّا یَخۡلُقُ مَا یَشَآءُ ۙ سُبۡحٰنَہٗ ؕ ہُوَ اللّٰہُ الۡوَاحِدُ الۡقَہَّارُ ﴿۴﴾

(૪) જો અલ્લાહ કોઇને ફરઝંદ બનાવવા ચાહે તો તે પોતાની ખિલ્કતમાંથી જેને ચાહે તેને ચૂંટી લેત (પરંતુ) તેની જાત પાક અને બેનિયાઝ છે, તે દરેક ચીઝ પર કાબૂ રાખનાર એક અલ્લાહ છે.

خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ بِالۡحَقِّ ۚ یُکَوِّرُ الَّیۡلَ عَلَی النَّہَارِ وَ یُکَوِّرُ النَّہَارَ عَلَی الَّیۡلِ وَ سَخَّرَ الشَّمۡسَ وَ الۡقَمَرَ ؕ کُلٌّ یَّجۡرِیۡ لِاَجَلٍ مُّسَمًّی ؕ اَلَا ہُوَ الۡعَزِیۡزُ الۡغَفَّارُ ﴿۵﴾

(૫) તેણે આસમાનો અને ઝમીનને હકની સાથે પેદા કર્યા; અને રાતને દિવસ પર ઢાંકે છે અને દિવસને રાત પર ઢાંકે છે અને તેણે સૂરજ અને ચાંદને તાબે રાખ્યા, તેમાંથી દરેક ચોક્કસ મુદ્દત સુધી ચાલતા રહેશે; બેશક તે જબરદસ્ત અને મોટો બક્ષવાવાળો છે.

خَلَقَکُمۡ مِّنۡ نَّفۡسٍ وَّاحِدَۃٍ ثُمَّ جَعَلَ مِنۡہَا زَوۡجَہَا وَ اَنۡزَلَ لَکُمۡ مِّنَ الۡاَنۡعَامِ ثَمٰنِیَۃَ اَزۡوَاجٍ ؕ یَخۡلُقُکُمۡ فِیۡ بُطُوۡنِ اُمَّہٰتِکُمۡ خَلۡقًا مِّنۡۢ بَعۡدِ خَلۡقٍ فِیۡ ظُلُمٰتٍ ثَلٰثٍ ؕ ذٰلِکُمُ اللّٰہُ رَبُّکُمۡ لَہُ الۡمُلۡکُ ؕ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ۚ فَاَنّٰی تُصۡرَفُوۡنَ ﴿۶﴾

(૬) તેણે તમો સૌને એક નફસમાંથી પેદા કર્યા, પછી તેમાંથી જ તેના જીવનસાથી બનાવ્યા, અને તમારા માટે આઠ જાનવરોના જોડા બનાવ્યા, તે તમોને તમારી વાલેદાઓના પેટમાં ત્રણ અંધકાર દરમ્યાન જુદા જુદા ખિલ્કતના તબક્કાઓથી પસાર કરે છે, તે અલ્લાહ તમારો પરવરદિગાર છે, તેના જ કબ્જામાં હુકૂમત છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી, તો પછી તમે કેવી રીતે (હકથી) ફરી જાઓ છો ?

اِنۡ تَکۡفُرُوۡا فَاِنَّ اللّٰہَ غَنِیٌّ عَنۡکُمۡ ۟ وَ لَا یَرۡضٰی لِعِبَادِہِ الۡکُفۡرَ ۚ وَ اِنۡ تَشۡکُرُوۡا یَرۡضَہُ لَکُمۡ ؕ وَ لَا تَزِرُ وَازِرَۃٌ وِّزۡرَ اُخۡرٰی ؕ ثُمَّ اِلٰی رَبِّکُمۡ مَّرۡجِعُکُمۡ فَیُنَبِّئُکُمۡ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ؕ اِنَّہٗ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۷﴾

(૭) અગર તમે નાશુક્રી કરશો તો અલ્લાહ તમારાથી બેનિયાઝ છે, અને પોતાના બંદાઓ માટે નાશુક્રી પસંદ નથી કરતો, અને તેનો શુક્ર કરશો તો તે તેને તમારા માટે પસંદ કરે છે, અને કોઇ પણ શખ્સ બીજાના ગુનાહોનો બોજો ઉપાડશે નહિં, ત્યારબાદ તમારા સૌનું પાછુ ફરવું તમારા પરવરદિગાર તરફ છે, પછી તમે જે કાંઇ કરતા હતા તે તમને જણાવશે કારણકે તે દિલોના છુપા રાઝને જાણનાર છે!

وَ اِذَا مَسَّ الۡاِنۡسَانَ ضُرٌّ دَعَا رَبَّہٗ مُنِیۡبًا اِلَیۡہِ ثُمَّ اِذَا خَوَّلَہٗ نِعۡمَۃً مِّنۡہُ نَسِیَ مَا کَانَ یَدۡعُوۡۤا اِلَیۡہِ مِنۡ قَبۡلُ وَ جَعَلَ لِلّٰہِ اَنۡدَادًا لِّیُضِلَّ عَنۡ سَبِیۡلِہٖ ؕ قُلۡ تَمَتَّعۡ بِکُفۡرِکَ قَلِیۡلًا ٭ۖ اِنَّکَ مِنۡ اَصۡحٰبِ النَّارِ ﴿۸﴾

(૮) અને જયારે ઇન્સાન પર કોઇ આફત આવે છે ત્યારે તેના પરવરદિગારને પોકારે છે તેની તરફ પલટે છે, પરંતુ જયારે અલ્લાહ તેને કોઇ નેઅમત આપે છે, ત્યારે જે વસ્તુ માટે તેને પોકારતો હતો તેને ભૂલી જાય છે, અને અલ્લાહના શરીક બનાવે છે, જેથી (લોકોને) તેના રસ્તાથી ભટકાવે, તું કહે કે થોડા દિવસો તમારી કુફ્રમાં મોજ માણી લો કે તમે ચોક્કસ જહન્નમવાસીઓમાંથી છો.

اَمَّنۡ ہُوَ قَانِتٌ اٰنَآءَ الَّیۡلِ سَاجِدًا وَّ قَآئِمًا یَّحۡذَرُ الۡاٰخِرَۃَ وَ یَرۡجُوۡا رَحۡمَۃَ رَبِّہٖ ؕ قُلۡ ہَلۡ یَسۡتَوِی الَّذِیۡنَ یَعۡلَمُوۡنَ وَ الَّذِیۡنَ لَا یَعۡلَمُوۡنَ ؕ اِنَّمَا یَتَذَکَّرُ اُولُوا الۡاَلۡبَابِ ٪﴿۹﴾

(૯) શું (આવો ઇન્સાન બહેતર છે અથવા) તે ઇન્સાન કે જે રાતના સજદા તથા કયામની હાલતમાં ખુદાની બંદગી કરતો હોય અને આખેરતથી ડરતો હોય અને તેના પરવરદિગારની રહેમતનો ઉમેદવાર હોય? કહે કે શું જેઓ જાણે છે અને જેઓ નથી જાણતા તેઓ સરખા છે ? ફકત અક્કલમંદો જ નસીહત હાંસિલ કરે છે.

10

قُلۡ یٰعِبَادِ الَّذِیۡنَ اٰمَنُوا اتَّقُوۡا رَبَّکُمۡ ؕ لِلَّذِیۡنَ اَحۡسَنُوۡا فِیۡ ہٰذِہِ الدُّنۡیَا حَسَنَۃٌ ؕ وَ اَرۡضُ اللّٰہِ وَاسِعَۃٌ ؕ اِنَّمَا یُوَفَّی الصّٰبِرُوۡنَ اَجۡرَہُمۡ بِغَیۡرِ حِسَابٍ ﴿۱۰﴾

(૧૦) તું કહે કે અય મારા ઇમાનદાર બંદાઓ, તમારા પરવરદિગાર(ની નાફરમાની)થી બચો, જે લોકોએ આ દુનિયામાં સારા કામો કર્યા છે તેમના માટે સારો બદલો છે, અને અલ્લાહની ઝમીન વિશાળ છે (માટે જો વધારે દબાણ હોય તો હિજરત કરો) કે સબ્ર કરનારાઓ બેહિસાબ બદલો હાંસિલ કરશે.

11

قُلۡ اِنِّیۡۤ اُمِرۡتُ اَنۡ اَعۡبُدَ اللّٰہَ مُخۡلِصًا لَّہُ الدِّیۡنَ ﴿ۙ۱۱﴾

(૧૧) તું કહે કે મને હુકમ કરવામાં આવ્યો છે કે અલ્લાહની ઇબાદત કરૂં એવી હાલતમાં કે મારો દીન ખાલિસ કરેલો હોય.

12

وَ اُمِرۡتُ لِاَنۡ اَکُوۡنَ اَوَّلَ الۡمُسۡلِمِیۡنَ ﴿۱۲﴾

(૧૨) અને મને હુકમ કરવામાં આવ્યો છે કે હું પહેલો મુસલમાન બનું.

13

قُلۡ اِنِّیۡۤ اَخَافُ اِنۡ عَصَیۡتُ رَبِّیۡ عَذَابَ یَوۡمٍ عَظِیۡمٍ ﴿۱۳﴾

(૧૩) તું કહે કે જો હું નાફરમાની કરૂં તો મને મહાન દિવસના અઝાબનો ડર છે.

14

قُلِ اللّٰہَ اَعۡبُدُ مُخۡلِصًا لَّہٗ دِیۡنِیۡ ﴿ۙ۱۴﴾

(૧૪) તું કહે કે હું ફકત અલ્લાહની ઇબાદત કરૂં છું, એવી હાલતમાં કે મારો દીન તેના માટે ખાલિસ કરૂં છું.

15

فَاعۡبُدُوۡا مَا شِئۡتُمۡ مِّنۡ دُوۡنِہٖ ؕ قُلۡ اِنَّ الۡخٰسِرِیۡنَ الَّذِیۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَہُمۡ وَ اَہۡلِیۡہِمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ اَلَا ذٰلِکَ ہُوَ الۡخُسۡرَانُ الۡمُبِیۡنُ ﴿۱۵﴾

(૧૫) માટે તમે તેના સિવાય જેની ચાહો તેની ઇબાદત કરો, તું કહે કે હકીકતમાં નુકસાન ઉઠાવનાર તેઓ જ છે કે જેઓએ અને જેઓના ઘરવાળાઓએ કયામતના દિવસે નુકસાન ઉઠાવ્યું, જાણી લો કે આ ચોખ્ખુ નુકસાન છે.

16

لَہُمۡ مِّنۡ فَوۡقِہِمۡ ظُلَلٌ مِّنَ النَّارِ وَ مِنۡ تَحۡتِہِمۡ ظُلَلٌ ؕ ذٰلِکَ یُخَوِّفُ اللّٰہُ بِہٖ عِبَادَہٗ ؕ یٰعِبَادِ فَاتَّقُوۡنِ ﴿۱۶﴾

(૧૬) તેઓની ઉપર આગના ઓઢણા અને નીચે આગના બિછોના હશે, આ તે જ વસ્તુ છે કે જેનાથી ખુદા તેના બંદાઓને ડરાવે છે, અય મારા બંદાઓ મારા (અઝાબ)થી બચો.

17

وَ الَّذِیۡنَ اجۡتَنَبُوا الطَّاغُوۡتَ اَنۡ یَّعۡبُدُوۡہَا وَ اَنَابُوۡۤا اِلَی اللّٰہِ لَہُمُ الۡبُشۡرٰی ۚ فَبَشِّرۡ عِبَادِ ﴿ۙ۱۷﴾

(૧૭) જેઓ તાગૂતની ઇબાદતથી પરહેઝ કરી અને અલ્લાહ તરફ પાછા ફર્યા તેઓ માટે ખુશખબરી છે. માટે (અય પયગંબર!) મારા બંદાઓને ખુશખબરી આપ :

18

الَّذِیۡنَ یَسۡتَمِعُوۡنَ الۡقَوۡلَ فَیَتَّبِعُوۡنَ اَحۡسَنَہٗ ؕ اُولٰٓئِکَ الَّذِیۡنَ ہَدٰىہُمُ اللّٰہُ وَ اُولٰٓئِکَ ہُمۡ اُولُوا الۡاَلۡبَابِ ﴿۱۸﴾

(૧૮) જેઓ વાતને ઘ્યાનથી સાંભળે છે અને તેમાંથી બહેતરીનની તાબેદારી કરે છે, તેઓ જ એ લોકો છે કે જેમને અલ્લાહે હિદાયત આપી છે અને તેઓ અક્કલમંદ છે.

19

اَفَمَنۡ حَقَّ عَلَیۡہِ کَلِمَۃُ الۡعَذَابِ ؕ اَفَاَنۡتَ تُنۡقِذُ مَنۡ فِی النَّارِ ﴿ۚ۱۹﴾

(૧૯) શું તે શખ્સ કે જેના ઉપર અઝાબનો હુકમ સાબિત થઇ જાય, તુ તેને નજાત આપી શકો છો અથવા જે આગમાં હોય તેને નજાત આપી શકો છો?

20

لٰکِنِ الَّذِیۡنَ اتَّقَوۡا رَبَّہُمۡ لَہُمۡ غُرَفٌ مِّنۡ فَوۡقِہَا غُرَفٌ مَّبۡنِیَّۃٌ ۙ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ۬ؕ وَعۡدَ اللّٰہِ ؕ لَا یُخۡلِفُ اللّٰہُ الۡمِیۡعَادَ ﴿۲۰﴾

(૨૦) પરંતુ જેઓ પોતાના પરવરદિગારથી ડરે છે તેમના માટે જન્નતમાં ઓરડા છે જેની ઉપર બીજા ઓરડાઓ બનેલા છે, જેના નીચે નહેરો વહે છે, આ અલ્લાહનો વાયદો છે, અને હરગિઝ અલ્લાહ વાયદા તોડતો નથી.

21

اَلَمۡ تَرَ اَنَّ اللّٰہَ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَسَلَکَہٗ یَنَابِیۡعَ فِی الۡاَرۡضِ ثُمَّ یُخۡرِجُ بِہٖ زَرۡعًا مُّخۡتَلِفًا اَلۡوَانُہٗ ثُمَّ یَہِیۡجُ فَتَرٰىہُ مُصۡفَرًّا ثُمَّ یَجۡعَلُہٗ حُطَامًا ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَذِکۡرٰی لِاُولِی الۡاَلۡبَابِ ﴿٪۲۱﴾

(૨૧) શું તેં નથી જોયું કે અલ્લાહે આસમાનથી પાણી વરસાવ્યું, પછી તેને અલગ અલગ ઝરણામાં જારી કર્યા, પછી તેના વડે અલગ અલગ રંગની ખેતી પેદા કરી, પછી તે ખેતી સૂકાઇ જાય છે, તો તેને તું પીળા રંગની જૂવે છો, પછી તેનો ભૂકો બનાવે છે, બેશક તેમાં અક્કલમંદ માટે નસીહત છે.

22

اَفَمَنۡ شَرَحَ اللّٰہُ صَدۡرَہٗ لِلۡاِسۡلَامِ فَہُوَ عَلٰی نُوۡرٍ مِّنۡ رَّبِّہٖ ؕ فَوَیۡلٌ لِّلۡقٰسِیَۃِ قُلُوۡبُہُمۡ مِّنۡ ذِکۡرِ اللّٰہِ ؕ اُولٰٓئِکَ فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۲۲﴾

(૨૨) શું તે ઇન્સાન જેની છાતી અલ્લાહે ઇસ્લામ (કબૂલ કરવા) માટે વિશાળ કરી દીધી છે અને તેના રબ તરફથી નૂરાની (સવારી પર સવાર) છે (તે ગુમરાહ જેવો છે?) અફસોસ છે તેઓ માટે કે જેમના દિલ અલ્લાહની યાદ સામે સખત છે અને તેઓ ખુલ્લી ગુમરાહીમાં છે.

23

اَللّٰہُ نَزَّلَ اَحۡسَنَ الۡحَدِیۡثِ کِتٰبًا مُّتَشَابِہًا مَّثَانِیَ ٭ۖ تَقۡشَعِرُّ مِنۡہُ جُلُوۡدُ الَّذِیۡنَ یَخۡشَوۡنَ رَبَّہُمۡ ۚ ثُمَّ تَلِیۡنُ جُلُوۡدُہُمۡ وَ قُلُوۡبُہُمۡ اِلٰی ذِکۡرِ اللّٰہِ ؕ ذٰلِکَ ہُدَی اللّٰہِ یَہۡدِیۡ بِہٖ مَنۡ یَّشَآءُ ؕ وَ مَنۡ یُّضۡلِلِ اللّٰہُ فَمَا لَہٗ مِنۡ ہَادٍ ﴿۲۳﴾

(૨૩) અલ્લાહે બહેતરીન કલામ નાઝિલ કર્યો, કિતાબ કે જેની આયતો એકબીજા જેવી છે અને તેને દોહરાવવામાં આવી છે કે જેના સાંભળવાથી પોતાના રબનો ડર રાખવાવાળાઓ ડરના લીધે ધ્રુજી ઊઠે છે પછી તેમના શરીર અને દિલ યાદે ખુદા માટે નરમ થઇ જાય છે, ખરેખર તે અલ્લાહની હિદાયત છે, તે જેને ચાહે છે અતા કરે છે અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેના માટે કોઇ હિદાયત કરનાર નહી હોય.

24

اَفَمَنۡ یَّتَّقِیۡ بِوَجۡہِہٖ سُوۡٓءَ الۡعَذَابِ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ وَ قِیۡلَ لِلظّٰلِمِیۡنَ ذُوۡقُوۡا مَا کُنۡتُمۡ تَکۡسِبُوۡنَ ﴿۲۴﴾

(૨૪) શું તે ઇન્સાન જે અઝાબે બદને પોતાના ચહેરાથી દૂર કરે (તે તેના જેવો છે જે અઝાબથી સલામત છે?) અને ઝાલિમોને કહેવામાં આવશે કરણીનો સ્વાદ ચાખો.

25

کَذَّبَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ فَاَتٰىہُمُ الۡعَذَابُ مِنۡ حَیۡثُ لَا یَشۡعُرُوۡنَ ﴿۲۵﴾

(૨૫) અગાઉના લોકોએ (આયતોને) જૂઠલાવી અને તેમના ઉપર એવી જગ્યાએથી અઝાબ આવ્યો કે જેનુ તેમને ગુમાન ન હતુ.

26

فَاَذَاقَہُمُ اللّٰہُ الۡخِزۡیَ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا ۚ وَ لَعَذَابُ الۡاٰخِرَۃِ اَکۡبَرُ ۘ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿۲۶﴾

(૨૬) પછી અલ્લાહે તેમને દુનિયાની ઝિંદગીમાં ઝિલ્લતની મજા ચખાડી, અને જો તેઓ જાણે તો આખેરતનો અઝાબ મોટો છે.

27

وَ لَقَدۡ ضَرَبۡنَا لِلنَّاسِ فِیۡ ہٰذَا الۡقُرۡاٰنِ مِنۡ کُلِّ مَثَلٍ لَّعَلَّہُمۡ یَتَذَکَّرُوۡنَ ﴿ۚ۲۷﴾

(૨૭) અને ખરેજ અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક પ્રકારની મિસાલ બયાન કરી કે કદાચને તેઓ નસીહત હાંસિલ કરે.

28

قُرۡاٰنًا عَرَبِیًّا غَیۡرَ ذِیۡ عِوَجٍ لَّعَلَّہُمۡ یَتَّقُوۡنَ ﴿۲۸﴾

(૨૮) કુરઆન અરબી (સ્પષ્ટ) છે, જે દરેક પ્રકારની વક્રતાથી મુક્ત છે, કદાચને તેઓ પરહેઝગાર બને.

29

ضَرَبَ اللّٰہُ مَثَلًا رَّجُلًا فِیۡہِ شُرَکَآءُ مُتَشٰکِسُوۡنَ وَ رَجُلًا سَلَمًا لِّرَجُلٍ ؕ ہَلۡ یَسۡتَوِیٰنِ مَثَلًا ؕ اَلۡحَمۡدُ لِلّٰہِ ۚ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۲۹﴾

(૨૯) અલ્લાહે એક મિસાલ આપી : એક શખ્ત (ગુલામ) જે ઘણા ભાગેદારોની મિલકત છે જેઓ તેની બાબતે સતત ઝઘડો કરે અને તે શખ્સ કે જે એક જ શખ્સને તાબે છે, શું બંનેની હાલતો એક સરખી છે ? બધા વખાણ અલ્લાહ માટે છે; પરંતુ તેઓમાંથી મોટા ભાગના લોકો જાણતા નથી.

30

اِنَّکَ مَیِّتٌ وَّ اِنَّہُمۡ مَّیِّتُوۡنَ ﴿۫۳۰﴾

(૩૦) અય પયગંબર તમને મૌત આવવાની છે, અને તેઓ પણ મરણ પામશે.

31

ثُمَّ اِنَّکُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ عِنۡدَ رَبِّکُمۡ تَخۡتَصِمُوۡنَ ﴿٪۳۱﴾

(૩૧) પછી બેશક કયામતના દિવસે તમે બધા તમારા પરવરદિગાર પાસે વાદ-વિવાદ કરશો.

32

فَمَنۡ اَظۡلَمُ مِمَّنۡ کَذَبَ عَلَی اللّٰہِ وَ کَذَّبَ بِالصِّدۡقِ اِذۡ جَآءَہٗ ؕ اَلَیۡسَ فِیۡ جَہَنَّمَ مَثۡوًی لِّلۡکٰفِرِیۡنَ ﴿۳۲﴾

(૩૨) પછી તેના કરતાં વધારે ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અને જ્યારે હક આવે ત્યારે તેને જૂઠલાવે? શું નાસ્તિકોનું રહેઠાણ જહન્નમ નથી ?

33

وَ الَّذِیۡ جَآءَ بِالصِّدۡقِ وَ صَدَّقَ بِہٖۤ اُولٰٓئِکَ ہُمُ الۡمُتَّقُوۡنَ ﴿۳۳﴾

(૩૩) અને જે હક લઇને આવ્યો અને જેણે તેની તસ્દીક કરી (ટેકો આપ્યો) તેઓ હકીકતમાં પરહેઝગાર છે.

34

لَہُمۡ مَّا یَشَآءُوۡنَ عِنۡدَ رَبِّہِمۡ ؕ ذٰلِکَ جَزٰٓؤُا الۡمُحۡسِنِیۡنَ ﴿ۚۖ۳۴﴾

(૩૪) તેમના માટે જે ચાહે તે દરેક વસ્તુ તેમના પરવરદિગાર પાસે હાજર છે, આ સારા કાર્યો કરનારનો બદલો છે!

35

لِیُکَفِّرَ اللّٰہُ عَنۡہُمۡ اَسۡوَاَ الَّذِیۡ عَمِلُوۡا وَ یَجۡزِیَہُمۡ اَجۡرَہُمۡ بِاَحۡسَنِ الَّذِیۡ کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۳۵﴾

(૩૫) જેથી જે બદતરીન આમાલ કર્યા હતા તેને (ઇમાનના છાંયડામાં) ઢાંકી દે અને જે (નેક) આમાલ અંજામ આપતા હતા, તેના કરતા બહેતર બદલો આપે.

36

اَلَیۡسَ اللّٰہُ بِکَافٍ عَبۡدَہٗ ؕ وَ یُخَوِّفُوۡنَکَ بِالَّذِیۡنَ مِنۡ دُوۡنِہٖ ؕ وَ مَنۡ یُّضۡلِلِ اللّٰہُ فَمَا لَہٗ مِنۡ ہَادٍ ﴿ۚ۳۶﴾

(૩૬) શું અલ્લાહ તેના બંદાઓ માટે કાફી નથી? શું તેઓ તને તેના સિવાય બીજાઓથી ડરાવે છે? અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેનો કોઇ હિદાયત કરવાવાળો નહી હોય!

37

وَ مَنۡ یَّہۡدِ اللّٰہُ فَمَا لَہٗ مِنۡ مُّضِلٍّ ؕ اَلَیۡسَ اللّٰہُ بِعَزِیۡزٍ ذِی انۡتِقَامٍ ﴿۳۷﴾

(૩૭) અને જેને અલ્લાહ હિદાયત ફરમાવે, તેને ગુમરાહ કરનાર કોઇ નહી હોય; શું અલ્લાહ ઝબરદસ્ત ઇન્તેકામ લેનાર નથી?

38

وَ لَئِنۡ سَاَلۡتَہُمۡ مَّنۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ لَیَقُوۡلُنَّ اللّٰہُ ؕ قُلۡ اَفَرَءَیۡتُمۡ مَّا تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ اِنۡ اَرَادَنِیَ اللّٰہُ بِضُرٍّ ہَلۡ ہُنَّ کٰشِفٰتُ ضُرِّہٖۤ اَوۡ اَرَادَنِیۡ بِرَحۡمَۃٍ ہَلۡ ہُنَّ مُمۡسِکٰتُ رَحۡمَتِہٖ ؕ قُلۡ حَسۡبِیَ اللّٰہُ ؕ عَلَیۡہِ یَتَوَکَّلُ الۡمُتَوَکِّلُوۡنَ ﴿۳۸﴾

(૩૮) અગર તમે તેમને સવાલ કરે કે ઝમીન અને આસમાનને કોણે પેદા કર્યા ? તો તેઓ કહેશે કે અલ્લાહે, તું કહે કે શું તમો અલ્લાહ સિવાય જેને પુકારો છો તેના વિશે વિચારો છો કે જો અલ્લાહ મને કાંઇક નુકસાન પહોંચાડવાનો ઇરાદો કરે, તો તેઓ તેના નુકસાનને દૂર કરી શકે છે? અથવા તે મારા રહેમ કરવા ચાહે તો શું તેઓ તે રહેમતને અટકાવી શકે છે? તું કહે કે મારા માટે મારો અલ્લાહ કાફી છે અને બધા આધાર રાખનાર તેના ઉપર જ આધાર રાખે છે.

39

قُلۡ یٰقَوۡمِ اعۡمَلُوۡا عَلٰی مَکَانَتِکُمۡ اِنِّیۡ عَامِلٌ ۚ فَسَوۡفَ تَعۡلَمُوۡنَ ﴿ۙ۳۹﴾

(૩૯) તું કહે કે અય મારી કોમ! તમે જે કરી શકતા હોવ તે કરો હું મારી જવાબદારી અદા કરૂ છુ પછી જલ્દી તમે જાણી લેશો :

40

مَنۡ یَّاۡتِیۡہِ عَذَابٌ یُّخۡزِیۡہِ وَ یَحِلُّ عَلَیۡہِ عَذَابٌ مُّقِیۡمٌ ﴿۴۰﴾

(૪૦) કે કોના ઉપર ઝલીલ કરનાર અઝાબ આવે છે અને કોના ઉપર હંમેશા રહેનાર અઝાબ ઉતરે છે.

41

اِنَّاۤ اَنۡزَلۡنَا عَلَیۡکَ الۡکِتٰبَ لِلنَّاسِ بِالۡحَقِّ ۚ فَمَنِ اہۡتَدٰی فَلِنَفۡسِہٖ ۚ وَ مَنۡ ضَلَّ فَاِنَّمَا یَضِلُّ عَلَیۡہَا ۚ وَ مَاۤ اَنۡتَ عَلَیۡہِمۡ بِوَکِیۡلٍ ﴿٪۴۱﴾

(૪૧) અમોએ આ કિતાબને તારી ઉપર હક સાથે લોકો માટે નાઝિલ કરી, પછી જે કોઇ હિદાયત પામશે તે પોતાના ફાયદામાં છે અને જે ગુમરાહ થશે તે પોતાના જ નુકસાનમાં ગુમરાહ થશે, અને તું તેઓ માટે જવાબદાર નથી.

42

اَللّٰہُ یَتَوَفَّی الۡاَنۡفُسَ حِیۡنَ مَوۡتِہَا وَ الَّتِیۡ لَمۡ تَمُتۡ فِیۡ مَنَامِہَا ۚ فَیُمۡسِکُ الَّتِیۡ قَضٰی عَلَیۡہَا الۡمَوۡتَ وَ یُرۡسِلُ الۡاُخۡرٰۤی اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یَّتَفَکَّرُوۡنَ ﴿۴۲﴾

(૪૨) અલ્લાહ મૌત વખતે રૂહોને કબજે કરે છે અને જેઓ મરતા નથી તેમની રૂહોને પણ ઊંઘના સમયે લઇ લે છે. પછી જેની મૌતનો ફેસલો કરી લે છે તેની રૂહને રોકી લે છે અને બીજી રૂહોને એક નક્કી મુદ્દત સુધી પાછી મોકલે છે; બેશક જેઓ ગૌરો ફિક્ર કરે છે તેમના માટે આમાં ઘણી નિશાનીઓ છે.

43

اَمِ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِ اللّٰہِ شُفَعَآءَ ؕ قُلۡ اَوَ لَوۡ کَانُوۡا لَا یَمۡلِکُوۡنَ شَیۡئًا وَّ لَا یَعۡقِلُوۡنَ ﴿۴۳﴾

(૪૩) શું તેઓએ અલ્લાહને છોડીને બીજા શફાઅત કરનારાઓ પસંદ કરી લીધા (તેઓને) કહે જો ન તેઓ કંઇ ચીઝના માલિક હોય અને ન સમજ ધરાવતા હોય (તો પણ)?!

44

قُلۡ لِّلّٰہِ الشَّفَاعَۃُ جَمِیۡعًا ؕ لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ ثُمَّ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۴۴﴾

(૪૪) તું કહે કે શફાઅતનો કામીલ ઇખ્તિયાર અલ્લાહનો જ છે, આસમાનો તથા ઝમીનમાં હુકૂમત તેની જ છે, ત્યારબાદ તમોને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.

45

وَ اِذَا ذُکِرَ اللّٰہُ وَحۡدَہُ اشۡمَاَزَّتۡ قُلُوۡبُ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ ۚ وَ اِذَا ذُکِرَ الَّذِیۡنَ مِنۡ دُوۡنِہٖۤ اِذَا ہُمۡ یَسۡتَبۡشِرُوۡنَ ﴿۴۵﴾

(૪૫) અને જયારે તેમના સામે એક ખુદાનો ઝિક્ર કરવામાં આવે છે ત્યારે જેમનું ઇમાન આખેરત પર નથી તેઓના દિલ નફરતથી ભરાવા લાગે છે; પરંતુ જયારે તેના સિવાય બીજા કોઇનો ઝિક્ર કરવામાં આવે છે ત્યારે તેઓ ખુશ થઇ જાય છે.

46

قُلِ اللّٰہُمَّ فَاطِرَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ عٰلِمَ الۡغَیۡبِ وَ الشَّہَادَۃِ اَنۡتَ تَحۡکُمُ بَیۡنَ عِبَادِکَ فِیۡ مَا کَانُوۡا فِیۡہِ یَخۡتَلِفُوۡنَ ﴿۴۶﴾

(૪૬) તું કહે કે અય અલ્લાહ, અય ઝમીન અને આસમાનના પેદા કરનાર તથા છુપા અને જાહેરના જાણનાર તું તારા બંદાઓના વચ્ચે ફેસલો કરીશ જે બાબતોમાં તેઓ એકબીજા સાથે ઇખ્તેલાફ કરતા હતા.

47

وَ لَوۡ اَنَّ لِلَّذِیۡنَ ظَلَمُوۡا مَا فِی الۡاَرۡضِ جَمِیۡعًا وَّ مِثۡلَہٗ مَعَہٗ لَافۡتَدَوۡا بِہٖ مِنۡ سُوۡٓءِ الۡعَذَابِ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ وَ بَدَا لَہُمۡ مِّنَ اللّٰہِ مَا لَمۡ یَکُوۡنُوۡا یَحۡتَسِبُوۡنَ ﴿۴۷﴾

(૪૭) અને અગર ઝાલિમો ઝમીન ઉપરની બધી વસ્તુના માલિક હોય અને તેટલું જ બીજું તેમાં વધારે, તે બધું આપી દેવા તૈયાર થશે જેથી કયામતના દિવસે નજાત પામે. અને અલ્લાહ તરફથી તેઓ માટે એવી બાબતો જાહેર થશે, જેનુ તેઓએ હરગિઝ ગુમાન નહી કરતા હોય.

48

وَ بَدَا لَہُمۡ سَیِّاٰتُ مَا کَسَبُوۡا وَ حَاقَ بِہِمۡ مَّا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿۴۸﴾

(૪૮) અને તેમના બધા ખરાબ કાર્યો તેમના માટે જાહેર થશે અને જેની મશ્કરી કરતા હતા તે (અઝાબ) તેમને ઘેરી લેશે.

49

فَاِذَا مَسَّ الۡاِنۡسَانَ ضُرٌّ دَعَانَا ۫ ثُمَّ اِذَا خَوَّلۡنٰہُ نِعۡمَۃً مِّنَّا ۙ قَالَ اِنَّمَاۤ اُوۡتِیۡتُہٗ عَلٰی عِلۡمٍ ؕ بَلۡ ہِیَ فِتۡنَۃٌ وَّ لٰکِنَّ اَکۡثَرَہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۴۹﴾

(૪૯) અને જયારે ઇન્સાન પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે અમને પોકારે છે. ત્યારબાદ અમે જયારે તેને અમારી તરફથી કોઇ નેઅમત આપીએ ત્યારે કહે છે કે આ મારા ઇલ્મના કારણે મને આપવામાં આવી છે; બલ્કે આ અજમાઇશ છે, પરંતુ તેઓમાંના ઘણાં ખરા જાણતા નથી.

50

قَدۡ قَالَہَا الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ فَمَاۤ اَغۡنٰی عَنۡہُمۡ مَّا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿۵۰﴾

(૫૦) તેમની અગાઉના લોકોએ પણ એ જ કહ્યું હતું, પરંતુ જે કાંઇ તેઓ હાંસિલ કરતા હતા તે હાંસિલ કરેલ ચીઝોએ તેઓને કંઇપણ ફાયદો પહોંચાડ્યો નહી.

51

فَاَصَابَہُمۡ سَیِّاٰتُ مَا کَسَبُوۡا ؕ وَ الَّذِیۡنَ ظَلَمُوۡا مِنۡ ہٰۤؤُلَآءِ سَیُصِیۡبُہُمۡ سَیِّاٰتُ مَا کَسَبُوۡا ۙ وَ مَا ہُمۡ بِمُعۡجِزِیۡنَ ﴿۵۱﴾

(૫૧) પછી તેમના આમાલની ખરાબ અસરો તેઓ સુધી પહોંચી અને આ લોકોમાંથી ઝાલિમો સુધી તેમના આમાલની ખરાબ અસરો પહોંચશે અને તેઓ હરગિઝ (અઝાબથી) બચી શકશે નહી.

52

اَوَ لَمۡ یَعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ یَبۡسُطُ الرِّزۡقَ لِمَنۡ یَّشَآءُ وَ یَقۡدِرُ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿٪۵۲﴾

(૫૨) શું તેઓ નથી જાણ્યુ કે અલ્લાહ જેના માટે ચાહે છે રોઝી બહોળી કરી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી દે છે ? બેશક જે લોકો ઇમાન લાવે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે.

53

قُلۡ یٰعِبَادِیَ الَّذِیۡنَ اَسۡرَفُوۡا عَلٰۤی اَنۡفُسِہِمۡ لَا تَقۡنَطُوۡا مِنۡ رَّحۡمَۃِ اللّٰہِ ؕ اِنَّ اللّٰہَ یَغۡفِرُ الذُّنُوۡبَ جَمِیۡعًا ؕ اِنَّہٗ ہُوَ الۡغَفُوۡرُ الرَّحِیۡمُ ﴿۵۳﴾

(૫૩) તું કહે કે અય મારા બંદાઓ કે જેમણે પોતાના નફસ ઉપર ઝિયાદતી કરી છે તમો અલ્લાહની રહેમતથી નિરાશ ન થાવ; બેશક અલ્લાહ તમામ ગુનાહ માફ કરશે કારણકે તે ગફુરૂર રહીમ છે.

54

وَ اَنِیۡبُوۡۤا اِلٰی رَبِّکُمۡ وَ اَسۡلِمُوۡا لَہٗ مِنۡ قَبۡلِ اَنۡ یَّاۡتِیَکُمُ الۡعَذَابُ ثُمَّ لَا تُنۡصَرُوۡنَ ﴿۵۴﴾

(૫૪) અને તમો સૌ તમારા પરવરદિગાર તરફ રજૂ થાવ, અને તેના માટે મુકમ્મલ તૌર પર તસ્લીમ થાવ, એ પહેલા કે તમારા પર અઝાબ આવે, ત્યારબાદ તમારી મદદ કરવામાં નહિં આવે.

55

وَ اتَّبِعُوۡۤا اَحۡسَنَ مَاۤ اُنۡزِلَ اِلَیۡکُمۡ مِّنۡ رَّبِّکُمۡ مِّنۡ قَبۡلِ اَنۡ یَّاۡتِیَکُمُ الۡعَذَابُ بَغۡتَۃً وَّ اَنۡتُمۡ لَا تَشۡعُرُوۡنَ ﴿ۙ۵۵﴾

(૫૫) અને તમારા પરવરદિગાર તરફથી જે બહેતરીન કાનૂનો નાઝિલ કરવામાં આવ્યા છે તેની પેરવી કરો, એ પહેલાં કે તમારા પર અચાનક અઝાબ આવી પહોંચે એવી હાલતમાં કે તમને તેની જાણ પણ ન હોય!

56

اَنۡ تَقُوۡلَ نَفۡسٌ یّٰحَسۡرَتٰی عَلٰی مَا فَرَّطۡتُّ فِیۡ جَنۡۢبِ اللّٰہِ وَ اِنۡ کُنۡتُ لَمِنَ السّٰخِرِیۡنَ ﴿ۙ۵۶﴾

(૫૬) જેથી એવું ન થાય કયામતના દિવસે કોઇ કહે કે હાય અફસોસ કે મેં અલ્લાહના હક બાબતે કમી કરી, અને હું મજાક ઊડાવનારાઓમાંથી હતો:

57

اَوۡ تَقُوۡلَ لَوۡ اَنَّ اللّٰہَ ہَدٰىنِیۡ لَکُنۡتُ مِنَ الۡمُتَّقِیۡنَ ﴿ۙ۵۷﴾

(૫૭) અથવા કહે કે જો અલ્લાહ મને હિદાયત આપતે તો હું પણ મુત્તકીઓમાંથી હોત:

58

اَوۡ تَقُوۡلَ حِیۡنَ تَرَی الۡعَذَابَ لَوۡ اَنَّ لِیۡ کَرَّۃً فَاَکُوۡنَ مِنَ الۡمُحۡسِنِیۡنَ ﴿۵۸﴾

(૫૮) અથવા જ્યારે અઝાબને જોવે ત્યારે કહે કે અય કાશ ફરીથી (દુનિયામાં) પાછો ફરૂં અને નેક કિરદારોમાંથી થઇ જાઉં.

59

بَلٰی قَدۡ جَآءَتۡکَ اٰیٰتِیۡ فَکَذَّبۡتَ بِہَا وَ اسۡتَکۡبَرۡتَ وَ کُنۡتَ مِنَ الۡکٰفِرِیۡنَ ﴿۵۹﴾

(૫૯) હા ! તારી પાસે મારી આયતો આવી પરંતુ તે તેને જૂઠલાવી તથા તકબ્બૂર કર્યો, અને તું નાસ્તિક થયો.

60

وَ یَوۡمَ الۡقِیٰمَۃِ تَرَی الَّذِیۡنَ کَذَبُوۡا عَلَی اللّٰہِ وُجُوۡہُہُمۡ مُّسۡوَدَّۃٌ ؕ اَلَیۡسَ فِیۡ جَہَنَّمَ مَثۡوًی لِّلۡمُتَکَبِّرِیۡنَ ﴿۶۰﴾

(૬૦) અને તું કયામતના દિવસે જોઇશ કે જેઓએ અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપી હતી તેમના મોઢા કાળા છે અને શું જહન્નમમાં તકબ્બૂર કરવાવાળાઓની જગ્યા નથી ?

61

وَ یُنَجِّی اللّٰہُ الَّذِیۡنَ اتَّقَوۡا بِمَفَازَتِہِمۡ ۫ لَا یَمَسُّہُمُ السُّوۡٓءُ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۶۱﴾

(૬૧) અને અલ્લાહ પરહેઝગારોને તેમની કામ્યાબી સાથે નજાત આપશે, અને ન તેમને કોઇ બૂરાઇ સ્પર્શ કરી શકશે અને ન તેઓને કોઇ પ્રકારનુ દુ:ખ હશે.

62

اَللّٰہُ خَالِقُ کُلِّ شَیۡءٍ ۫ وَّ ہُوَ عَلٰی کُلِّ شَیۡءٍ وَّکِیۡلٌ ﴿۶۲﴾

(૬૨) અલ્લાહ દરેક વસ્તુનો પેદા કરનાર છે, અને તે દરેક વસ્તુઓનો મુહાફીઝ છે.

63

لَہٗ مَقَالِیۡدُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ الَّذِیۡنَ کَفَرُوۡا بِاٰیٰتِ اللّٰہِ اُولٰٓئِکَ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿٪۶۳﴾

(૬૩) આસમાનો તથા ઝમીનની ચાવીઓ તેની પાસે છે; અને જેમણે અલ્લાહની નિશાનીઓનો ઇન્કાર કર્યો તેઓ નુકસાન ભોગવનારા છે.

64

قُلۡ اَفَغَیۡرَ اللّٰہِ تَاۡمُرُوۡٓنِّیۡۤ اَعۡبُدُ اَیُّہَا الۡجٰہِلُوۡنَ ﴿۶۴﴾

(૬૪) તું કહે કે અય જાહીલો ! શું તમે મને હુકમ આપો છો કે હું અલ્લાહ સિવાય બીજાની ઇબાદત કરૂં ?

65

وَ لَقَدۡ اُوۡحِیَ اِلَیۡکَ وَ اِلَی الَّذِیۡنَ مِنۡ قَبۡلِکَ ۚ لَئِنۡ اَشۡرَکۡتَ لَیَحۡبَطَنَّ عَمَلُکَ وَ لَتَکُوۡنَنَّ مِنَ الۡخٰسِرِیۡنَ ﴿۶۵﴾

(૬૫) અને બેશક તારી તથા તારી અગાઉના (રસૂલો) પર વહી કરવામાં આવી કે જો શિર્ક કરીશ તો તારા અમલ નાબૂદ થઇ જશે અને નુકસાન ઊઠાવનારમાંથી થઇ જઇશ.

66

بَلِ اللّٰہَ فَاعۡبُدۡ وَ کُنۡ مِّنَ الشّٰکِرِیۡنَ ﴿۶۶﴾

(૬૬) બલ્કે અલ્લાહની ઇબાદત કર અને ગુઝારો શુક્ર ગુઝારોમાંથી થઇ જા.

67

وَ مَا قَدَرُوا اللّٰہَ حَقَّ قَدۡرِہٖ ٭ۖ وَ الۡاَرۡضُ جَمِیۡعًا قَبۡضَتُہٗ یَوۡمَ الۡقِیٰمَۃِ وَ السَّمٰوٰتُ مَطۡوِیّٰتٌۢ بِیَمِیۡنِہٖ ؕ سُبۡحٰنَہٗ وَ تَعٰلٰی عَمَّا یُشۡرِکُوۡنَ ﴿۶۷﴾

(૬૭) અને તેઓએ હકીકતમાં અલ્લાહની માઅરેફત હાંસિલ નથી કરી, એવી હાલતમાં કે કયામતના દિવસે બધી ઝમીન તે(ની કુદરત)ના કબજામાં છે, અને આસમાનો તે(ની કુદરત)ના હાથમાં વીંટળાએલા (કાગળ જેવા) છે; પાક અને બુલંદ તેની ઝાત છે જે વસ્તુઓને તેઓ તેના ભાગીદાર બનાવે છે.

68

وَ نُفِخَ فِی الصُّوۡرِ فَصَعِقَ مَنۡ فِی السَّمٰوٰتِ وَ مَنۡ فِی الۡاَرۡضِ اِلَّا مَنۡ شَآءَ اللّٰہُ ؕ ثُمَّ نُفِخَ فِیۡہِ اُخۡرٰی فَاِذَا ہُمۡ قِیَامٌ یَّنۡظُرُوۡنَ ﴿۶۸﴾

(૬૮) અને સૂર ફૂંકવામાં આવશે પછી ઝમીન અને આસમાનોની બધી મખ્લૂક મરી જશે, સિવાય કે જેને અલ્લાહ (બચાવવા) ચાહે, પછી ફરીવાર ફૂંકવામાં આવશે ત્યારે એકાએક બધા ઊભા થઇને રાહ જોવા લાગશે.

69

وَ اَشۡرَقَتِ الۡاَرۡضُ بِنُوۡرِ رَبِّہَا وَ وُضِعَ الۡکِتٰبُ وَ جِایۡٓءَ بِالنَّبِیّٖنَ وَ الشُّہَدَآءِ وَ قُضِیَ بَیۡنَہُمۡ بِالۡحَقِّ وَ ہُمۡ لَا یُظۡلَمُوۡنَ ﴿۶۹﴾

(૬૯) અને ઝમીન તેના પરવરદિગારના નૂરથી ઝગમગી જશે, અને (આમાલની) કિતાબ (સામે) રાખવામાં આવશે અને નબીઓ તથા શોહદાઓને લાવવામાં આવશે, અને તેમની વચ્ચે હક સાથે ફેસલો કરવામાં આવશે અને તેઓ ઉપર ઝુલ્મ નહી થાય.

70

وَ وُفِّیَتۡ کُلُّ نَفۡسٍ مَّا عَمِلَتۡ وَ ہُوَ اَعۡلَمُ بِمَا یَفۡعَلُوۡنَ ﴿٪۷۰﴾

(૭૦) અને દરેકને તેના અમલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે, અને તે તમામ આમાલને જાણે છે.

71

وَ سِیۡقَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِلٰی جَہَنَّمَ زُمَرًا ؕ حَتّٰۤی اِذَا جَآءُوۡہَا فُتِحَتۡ اَبۡوَابُہَا وَ قَالَ لَہُمۡ خَزَنَتُہَاۤ اَلَمۡ یَاۡتِکُمۡ رُسُلٌ مِّنۡکُمۡ یَتۡلُوۡنَ عَلَیۡکُمۡ اٰیٰتِ رَبِّکُمۡ وَ یُنۡذِرُوۡنَکُمۡ لِقَآءَ یَوۡمِکُمۡ ہٰذَا ؕ قَالُوۡا بَلٰی وَ لٰکِنۡ حَقَّتۡ کَلِمَۃُ الۡعَذَابِ عَلَی الۡکٰفِرِیۡنَ ﴿۷۱﴾

(૭૧) અને નાસ્તિકોના ગિરોહ-ગિરોહને જહન્નમ તરફ હંકારી લઇ જવામાં આવશે; જ્યારે કે તેઓ તેની પાસે પહોંચશે ત્યારે તેના દરવાજા ખોલી દેવામાં આવશે, અને તેના મુહાફીઝો તેમને કહેશે, શું તમારી પાસે તમારામાંથી રસૂલો નહોતા આવ્યા કે જેઓ તમને તમારા પરવરદિગારની આયતો વાંચી સંભળાવે અને તમને આ દિવસની મુલાકાતથી ડરાવે ? તેઓ કહેશે કે હા, પરંતુ નાસ્તિકોના હકમાં અઝાબ(નો વાયદો) સાબિત થઇ ગયો છે.

72

قِیۡلَ ادۡخُلُوۡۤا اَبۡوَابَ جَہَنَّمَ خٰلِدِیۡنَ فِیۡہَا ۚ فَبِئۡسَ مَثۡوَی الۡمُتَکَبِّرِیۡنَ ﴿۷۲﴾

(૭૨) કહેવામાં આવશે કે હવે જહન્નમના દરવાજાઓથી દાખલ થાવ અને હંમેશા તેમાં રહો; તકબ્બૂર કરવાવાળાઓનું કેવુ ખરાબ ઠેકાણું છે !

73

وَ سِیۡقَ الَّذِیۡنَ اتَّقَوۡا رَبَّہُمۡ اِلَی الۡجَنَّۃِ زُمَرًا ؕ حَتّٰۤی اِذَا جَآءُوۡہَا وَ فُتِحَتۡ اَبۡوَابُہَا وَ قَالَ لَہُمۡ خَزَنَتُہَا سَلٰمٌ عَلَیۡکُمۡ طِبۡتُمۡ فَادۡخُلُوۡہَا خٰلِدِیۡنَ ﴿۷۳﴾

(૭૩) અને પોતાના રબ(ની નાફરમાની)થી પરહેઝ કરનારાઓના ગિરોહ-ગિરોહ જન્નત તરફ લઇ જવામાં આવશે; જયારે તેઓ તેની પાસે પહોંચશે ત્યારે તેના દરવાજા ખોલી નાખવામાં આવશે, અને તેના મુહાફીઝ કહેશે કે તમારા ઉપર સલામ થાય કે તમો પાકો પાકીઝા છો તેથી તેમાં દાખલ થાવ અને હંમેશા રહો.

74

وَ قَالُوا الۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡ صَدَقَنَا وَعۡدَہٗ وَ اَوۡرَثَنَا الۡاَرۡضَ نَتَبَوَّاُ مِنَ الۡجَنَّۃِ حَیۡثُ نَشَآءُ ۚ فَنِعۡمَ اَجۡرُ الۡعٰمِلِیۡنَ ﴿۷۴﴾

(૭૪) અને તેઓ કહેશે કે ખુદાનો શુક્ર છે કે તેણે અમારી સાથે કરેલા વાયદાને સાચો કરી બતાવ્યો, અને અમોને (જન્નતની) ઝમીનના વારસદાર બનાવ્યા કે જન્નતમાં જ્યાં ચાહીએ ત્યાં રહીએ; અને કેવો નેક બદલો છે અમલ કરવાવાળાનો!

75

وَ تَرَی الۡمَلٰٓئِکَۃَ حَآفِّیۡنَ مِنۡ حَوۡلِ الۡعَرۡشِ یُسَبِّحُوۡنَ بِحَمۡدِ رَبِّہِمۡ ۚ وَ قُضِیَ بَیۡنَہُمۡ بِالۡحَقِّ وَ قِیۡلَ الۡحَمۡدُ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿٪۷۵﴾

(૭૫) અને તું ફરિશ્તાઓને અર્શની આજુબાજુ પોતાના પરવરદિગારના વખાણ તથા પાકીઝગીનુ વર્ણન કરતા જોઇશ અને તેઓ વચ્ચે ઇન્સાફથી ફેંસલો કરવામાં આવશે, અને કહેવામાં આવશે કે દરેક વખાણ દુનિયાઓના પાલનહાર માટે જ છે.