سورة القيامة
لَاۤ اُقۡسِمُ بِیَوۡمِ الۡقِیٰمَۃِ ۙ﴿۱﴾
(૧) કસમ કયામતના દિવસની:
وَ لَاۤ اُقۡسِمُ بِالنَّفۡسِ اللَّوَّامَۃِ ؕ﴿۲﴾
(૨) અને કસમ બૂરાઇઓ ઉપર મલામત કરનાર નફસની!
اَیَحۡسَبُ الۡاِنۡسَانُ اَلَّنۡ نَّجۡمَعَ عِظَامَہٗ ؕ﴿۳﴾
(૩) શું ઇન્સાન એમ ગુમાન કરે છે કે અમે તેનાં હાડકાંઓને ભેગાં નહિ કરીએ?
بَلٰی قٰدِرِیۡنَ عَلٰۤی اَنۡ نُّسَوِّیَ بَنَانَہٗ ﴿۴﴾
(૪) બેશક ! અમે કુદરત ધરાવીએ છીએ કે તેની આંગળીઓના ટેરવાં(ની રેખાઓ પણ) વ્યવસ્થિત કરી દઇએ.
بَلۡ یُرِیۡدُ الۡاِنۡسَانُ لِیَفۡجُرَ اَمَامَہٗ ۚ﴿۵﴾
(૫) બલ્કે ઇન્સાન ચાહે છે કે પોતાની સામે (બૂરાઇનો) રસ્તો ખુલ્લો રહે.
یَسۡـَٔلُ اَیَّانَ یَوۡمُ الۡقِیٰمَۃِ ؕ﴿۶﴾
(૬) (માટે) પૂછે છે કે કયામતનો દિવસ કયારે આવશે?!
فَاِذَا بَرِقَ الۡبَصَرُ ۙ﴿۷﴾
(૭) પછી જ્યારે આંખો ડરથી ફરવા લાગશે,
وَ خَسَفَ الۡقَمَرُ ۙ﴿۸﴾
(૮) અને ચાંદ રોશની વગરનો થઇ જશે:
وَ جُمِعَ الشَّمۡسُ وَ الۡقَمَرُ ۙ﴿۹﴾
(૯) અને સૂરજ તથા ચાંદ ભેગા કરી દેવામાં આવશે:
یَقُوۡلُ الۡاِنۡسَانُ یَوۡمَئِذٍ اَیۡنَ الۡمَفَرُّ ﴿ۚ۱۰﴾
(૧૦) તે દિવસે ઇન્સાન કહેશે કે ભાગવાનો રસ્તો ક્યાં છે?
کَلَّا لَا وَزَرَ ﴿ؕ۱۱﴾
(૧૧) હરગિઝ એવું નથી, કોઇપણ પનાહગાહ નથી!
اِلٰی رَبِّکَ یَوۡمَئِذِۣ الۡمُسۡتَقَرُّ ﴿ؕ۱۲﴾
(૧૨) તે દિવસે સ્થાયી થવાની છેલ્લી જગ્યા તારા પરવરદિગાર પાસે છે.
یُنَبَّؤُا الۡاِنۡسَانُ یَوۡمَئِذٍۭ بِمَا قَدَّمَ وَ اَخَّرَ ﴿ؕ۱۳﴾
(૧૩) તે દિવસે ઇન્સાનને તેના તમામ આગલા-પાછલા આમાલ જણાવવામાં આવશે.
بَلِ الۡاِنۡسَانُ عَلٰی نَفۡسِہٖ بَصِیۡرَۃٌ ﴿ۙ۱۴﴾
(૧૪) બલ્કે ઇન્સાન પોતે પોતાની હાલત જાણે છે:
وَّ لَوۡ اَلۡقٰی مَعَاذِیۡرَہٗ ﴿ؕ۱۵﴾
(૧૫) પછી ભલેને (જાહેરમાં) પોતાના માટે બહાના રજૂ કરે.
لَا تُحَرِّکۡ بِہٖ لِسَانَکَ لِتَعۡجَلَ بِہٖ ﴿ؕ۱۶﴾
(૧૬) તે (કુરઆન)ની તિલાવત માટે ઉતાવળથી તારી જીભ ન હલાવો.
اِنَّ عَلَیۡنَا جَمۡعَہٗ وَ قُرۡاٰنَہٗ ﴿ۚۖ۱۷﴾
(૧૭) બેશક તેનું ભેગું કરવું અને તેનું પઢાવવું અમારી જવાબદારી છે.
فَاِذَا قَرَاۡنٰہُ فَاتَّبِعۡ قُرۡاٰنَہٗ ﴿ۚ۱۸﴾
(૧૮) પછી જયારે અમે પઢાવીએ ત્યારે પઢવામાં તેની પૈરવી કર.
ثُمَّ اِنَّ عَلَیۡنَا بَیَانَہٗ ﴿ؕ۱۹﴾
(૧૯) પછી તેના બયાનની જવાબદારી અમારી છે.
کَلَّا بَلۡ تُحِبُّوۡنَ الۡعَاجِلَۃَ ﴿ۙ۲۰﴾
(૨૦) તમે જેવું ધારો છો એવું હરગિઝ નથી, બલ્કે તમે જલ્દી ફના થનાર (દુનિયા)ને પસંદ કરો છો:
وَ تَذَرُوۡنَ الۡاٰخِرَۃَ ﴿ؕ۲۱﴾
(૨૧) તથા આખેરતને છોડી દો છો.
وُجُوۡہٌ یَّوۡمَئِذٍ نَّاضِرَۃٌ ﴿ۙ۲۲﴾
(૨૨) (હા) તે દિવસે અમુક ચહેરાઓ ખુશહાલ છે,
اِلٰی رَبِّہَا نَاظِرَۃٌ ﴿ۚ۲۳﴾
(૨૩) પોતાના પરવરદિગારની નેઅમતોને નિહાળતા છે!
وَ وُجُوۡہٌ یَّوۡمَئِذٍۭ بَاسِرَۃٌ ﴿ۙ۲۴﴾
(૨૪) તથા અમુક ચહેરાઓ તે દિવસે ગમગીન છે,
تَظُنُّ اَنۡ یُّفۡعَلَ بِہَا فَاقِرَۃٌ ﴿ؕ۲۵﴾
(૨૫) કારણકે તેઓ જાણે છે કે કમર તોડ અઝાબ સામે છે!
کَلَّاۤ اِذَا بَلَغَتِ التَّرَاقِیَ ﴿ۙ۲۶﴾
(૨૬) એવુ નથી (કે જેવુ ઇન્સાન ધારે છે! તે ઇમાન નહિ લાવે) જ્યાં સુધી કે જીવ ગળે પહોંચે,
وَ قِیۡلَ مَنۡ ٜ رَاقٍ ﴿ۙ۲۷﴾
(૨૭) અને કહેવામાં આવશે કે કોણ છે જે (આ બીમારને મોતથી) નજાત આપે?!
وَّ ظَنَّ اَنَّہُ الۡفِرَاقُ ﴿ۙ۲۸﴾
(૨૮) અને (સકરાતના સમયે) યકીન થાશે કે જુદાઇનો સમય છે.
وَ الۡتَفَّتِ السَّاقُ بِالسَّاقِ ﴿ۙ۲۹﴾
(૨૯) અને પીંડળી પર પીંડળી ચઢશે!
اِلٰی رَبِّکَ یَوۡمَئِذِۣ الۡمَسَاقُ ﴿ؕ٪۳۰﴾
(૩૦) (હા) તે દિવસે દરેકનો રસ્તો પરવરદિગાર(ની બારગાહ) તરફ હશે!
فَلَا صَدَّقَ وَ لَا صَلّٰی ﴿ۙ۳۱﴾
(૩૧) (કહેવામાં આવશે) હરગિઝ તે ઇમાન ન લાવ્યો, નમાઝ ન પઢી:
وَ لٰکِنۡ کَذَّبَ وَ تَوَلّٰی ﴿ۙ۳۲﴾
(૩૨) બલ્કે જૂઠલાવ્યું અને મોઢું ફેરવ્યુ,
ثُمَّ ذَہَبَ اِلٰۤی اَہۡلِہٖ یَتَمَطّٰی ﴿ؕ۳۳﴾
(૩૩) પછી તે પોતાના બાલબચ્ચાં તરફ ઘમંડની હાલતમાં પગલા ભરતો પાછો ફર્યો.
اَوۡلٰی لَکَ فَاَوۡلٰی ﴿ۙ۳۴﴾
(૩૪) (આ અમલને કારણે) અઝાબે ઇલાહી તારા માટે યોગ્ય છે, યોગ્ય છે!
ثُمَّ اَوۡلٰی لَکَ فَاَوۡلٰی ﴿ؕ۳۵﴾
(૩૫) તે પછી પણ તારા માટે અઝાબે ઇલાહી યોગ્ય છે, યોગ્ય છે!
اَیَحۡسَبُ الۡاِنۡسَانُ اَنۡ یُّتۡرَکَ سُدًی ﴿ؕ۳۶﴾
(૩૬) શું ઇન્સાન એમ ગુમાન કરે છે કે બેમકસદ છોડી દેવામાં આવશે ?!
اَلَمۡ یَکُ نُطۡفَۃً مِّنۡ مَّنِیٍّ یُّمۡنٰی ﴿ۙ۳۷﴾
(૩૭) શું તે વીર્યનો ગર્ભ ન હતો, જે રહેમમાં નાખવામાં આવે છે ?!
ثُمَّ کَانَ عَلَقَۃً فَخَلَقَ فَسَوّٰی ﴿ۙ۳۸﴾
(૩૮) પછી તે જામેલ લોહી બન્યો અને ત્યારબાદ તેને સંપૂર્ણ (વ્યવસ્થિત ઇન્સાન) બનાવ્યો:
فَجَعَلَ مِنۡہُ الزَّوۡجَیۡنِ الذَّکَرَ وَ الۡاُنۡثٰی ﴿ؕ۳۹﴾
(૩૯) અને તેમાંથી બે પ્રકાર, નર અને માદા ખલ્ક કર્યા!
اَلَیۡسَ ذٰلِکَ بِقٰدِرٍ عَلٰۤی اَنۡ یُّحۡیَِۧ الۡمَوۡتٰی ﴿٪۴۰﴾
(૪૦) શું તે (ખુદા) એ વાત પર કુદરત નથી રાખતો કે મુડદાઓને જીવતા કરે ?
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો