અલ-કુરઆન

12

Yusuf

سورة يوسف


الٓرٰ ۟ تِلۡکَ اٰیٰتُ الۡکِتٰبِ الۡمُبِیۡنِ ۟﴿۱﴾

(૧) અલિફ લામ રા; આ વાઝેહ કિતાબની આયતો છે.

اِنَّاۤ اَنۡزَلۡنٰہُ قُرۡءٰنًا عَرَبِیًّا لَّعَلَّکُمۡ تَعۡقِلُوۡنَ ﴿۲﴾

(૨) બેશક અમોએ કુરઆનને અરબીમાં નાઝિલ કર્યુ જેથી તમે તેને સમજી શકો.

نَحۡنُ نَقُصُّ عَلَیۡکَ اَحۡسَنَ الۡقَصَصِ بِمَاۤ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ ہٰذَا الۡقُرۡاٰنَ ٭ۖ وَ اِنۡ کُنۡتَ مِنۡ قَبۡلِہٖ لَمِنَ الۡغٰفِلِیۡنَ ﴿۳﴾

(૩) આ કુરઆનની વહી થકી અમે તને બહેતરીન કિસ્સા બયાન કરીએ છીએ અને બેશક આની અગાઊ તેની તરફ, તુ ગાફિલોમાંથી હતો.

اِذۡ قَالَ یُوۡسُفُ لِاَبِیۡہِ یٰۤاَبَتِ اِنِّیۡ رَاَیۡتُ اَحَدَعَشَرَ کَوۡکَبًا وَّ الشَّمۡسَ وَ الۡقَمَرَ رَاَیۡتُہُمۡ لِیۡ سٰجِدِیۡنَ ﴿۴﴾

(૪) જ્યારે યુસુફે પોતાના વાલિદને કહ્યું કે અય મારા વાલિદ! મેં અગિયાર સિતારા અને સૂરજ તથા ચાંદને મારો સજદો કરતાં જોયા.

قَالَ یٰبُنَیَّ لَا تَقۡصُصۡ رُءۡیَاکَ عَلٰۤی اِخۡوَتِکَ فَیَکِیۡدُوۡا لَکَ کَیۡدًا ؕ اِنَّ الشَّیۡطٰنَ لِلۡاِنۡسَانِ عَدُوٌّ مُّبِیۡنٌ ﴿۵﴾

(૫) યાકૂબે કહ્યું કે અય મારા ફરઝંદ! તારો ખ્વાબ તારા ભાઇઓને ન કહેજે, નહિતર તેઓ તારી સાથે મક્કારી કરશે. કારણકે શૈતાન ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે.

وَ کَذٰلِکَ یَجۡتَبِیۡکَ رَبُّکَ وَ یُعَلِّمُکَ مِنۡ تَاۡوِیۡلِ الۡاَحَادِیۡثِ وَ یُتِمُّ نِعۡمَتَہٗ عَلَیۡکَ وَ عَلٰۤی اٰلِ یَعۡقُوۡبَ کَمَاۤ اَتَمَّہَا عَلٰۤی اَبَوَیۡکَ مِنۡ قَبۡلُ اِبۡرٰہِیۡمَ وَ اِسۡحٰقَ ؕ اِنَّ رَبَّکَ عَلِیۡمٌ حَکِیۡمٌ ٪﴿۶﴾

(૬) અને આ રીતે તને તારો પરવરદિગાર મુન્તખબ કરશે અને તને ખ્વાબની તાબીર શીખવશે અને તારા ઉપર તથા યાકૂબની ઔલાદ ઉપર પોતાની નેઅમતો તમામ કરશે, જેવી રીતે અગાઉ તારા પરદાદા ઇબ્રાહીમ તથા ઇસ્હાક પર તમામ કરી; બેશક તારો પરવરદિગાર જાણનાર, હિકમતવાળો છે.

لَقَدۡ کَانَ فِیۡ یُوۡسُفَ وَ اِخۡوَتِہٖۤ اٰیٰتٌ لِّلسَّآئِلِیۡنَ ﴿۷﴾

(૭) ખરેખર યુસુફ તથા તેના ભાઇઓમાં સવાલ કરનારાઓ માટે નિશાનીઓ મોજૂદ છે.

اِذۡ قَالُوۡا لَیُوۡسُفُ وَ اَخُوۡہُ اَحَبُّ اِلٰۤی اَبِیۡنَا مِنَّا وَ نَحۡنُ عُصۡبَۃٌ ؕ اِنَّ اَبَانَا لَفِیۡ ضَلٰلٍ مُّبِیۡنِۣ ۚ﴿ۖ۸﴾

(૮) જ્યારે તેઓએ કહ્યું ખરેજ યુસુફ તથા તેનો ભાઇ (બિનયામીન) આપણાં કરતાં આપણા વાલિદને વધુ વહાલો છે, જો કે આપણે એક તાકતવર ગિરોહ છીએ, બેશક આપણા વાલિદ ખુલ્લી ગુમરાહીમાં છે:

اقۡتُلُوۡا یُوۡسُفَ اَوِ اطۡرَحُوۡہُ اَرۡضًا یَّخۡلُ لَکُمۡ وَجۡہُ اَبِیۡکُمۡ وَ تَکُوۡنُوۡا مِنۡۢ بَعۡدِہٖ قَوۡمًا صٰلِحِیۡنَ ﴿۹﴾

(૯) યુસુફને મારી નાખો અથવા તેને ઝમીન (શહેર)માંથી હાંકી કાઢો કે જેથી તમારા વાલિદનું ઘ્યાન માત્ર તમારા તરફ થઇ જાય, અને ત્યારબાદ તમે (તોબા કરીને) નેક કૌમ બની જાજો.

10

قَالَ قَآئِلٌ مِّنۡہُمۡ لَا تَقۡتُلُوۡا یُوۡسُفَ وَ اَلۡقُوۡہُ فِیۡ غَیٰبَتِ الۡجُبِّ یَلۡتَقِطۡہُ بَعۡضُ السَّیَّارَۃِ اِنۡ کُنۡتُمۡ فٰعِلِیۡنَ ﴿۱۰﴾

(૧૦) તેઓમાંના એક કહેનારાએ કહ્યું કે જો તમારે કાંઇ કરવુંજ હોય તો યુસુફને મારી ન નાખો, પણ તેને કૂવાની છુપાવવાની જગ્યામાં ફેંકી દો જેથી કોઇ કાફલો તેને લઇ જાય.

11

قَالُوۡا یٰۤاَبَانَا مَا لَکَ لَا تَاۡمَنَّا عَلٰی یُوۡسُفَ وَ اِنَّا لَہٗ لَنٰصِحُوۡنَ ﴿۱۱﴾

(૧૧) તેઓએ કહ્યું અય અમારા વાલિદ! શા કારણે તમે યુસુફ બાબતે અમારા પર ઇત્મેનાન નથી રાખતા જો કે અમે ખરેખર તેની ભલાઇ ચાહનાર છીએ.

12

اَرۡسِلۡہُ مَعَنَا غَدًا یَّرۡتَعۡ وَ یَلۡعَبۡ وَ اِنَّا لَہٗ لَحٰفِظُوۡنَ ﴿۱۲﴾

(૧૨) કાલે તેને અમારી સાથે મોકલ જેથી બરોબર ખાઇ અને રમે ખરેખર અમે તેનું ઘ્યાન રાખશુ.

13

قَالَ اِنِّیۡ لَیَحۡزُنُنِیۡۤ اَنۡ تَذۡہَبُوۡا بِہٖ وَ اَخَافُ اَنۡ یَّاۡکُلَہُ الذِّئۡبُ وَ اَنۡتُمۡ عَنۡہُ غٰفِلُوۡنَ ﴿۱۳﴾

(૧૩) તેણે કહ્યું તમે તેને લઇ જાઓ એ વાતથી બેશક મને દુ:ખ થશે, અને મને ડર છે કે ક્યાંક વરૂ તેને ફાડી ખાઇ અને તમે તેનાથી ગાફિલ રહો.

14

قَالُوۡا لَئِنۡ اَکَلَہُ الذِّئۡبُ وَ نَحۡنُ عُصۡبَۃٌ اِنَّاۤ اِذًا لَّخٰسِرُوۡنَ ﴿۱۴﴾

(૧૪) તેમણે કહ્યું કે અમે એક તાકતવર ગિરોહ છીએ, છતાં જો વરૂ તેને ખાઇ જાય તો અમે ખરેખર નુકસાન ઉઠાવનાર થઇ જશુ.

15

فَلَمَّا ذَہَبُوۡا بِہٖ وَ اَجۡمَعُوۡۤا اَنۡ یَّجۡعَلُوۡہُ فِیۡ غَیٰبَتِ الۡجُبِّ ۚ وَ اَوۡحَیۡنَاۤ اِلَیۡہِ لَتُنَبِّئَنَّہُمۡ بِاَمۡرِہِمۡ ہٰذَا وَ ہُمۡ لَا یَشۡعُرُوۡنَ ﴿۱۵﴾

(૧૫) પછી કે જ્યારે તેને તેઓ સાથે લઇ ગયા અને તેઓ એકમત થયા કે તે (યુસુફ)ને કૂવામાં છુપાવવાની જગ્યાએ રાખી દે ત્યારે અમોએ તેને વહી કરી કે ખરેખર તું તેઓને ગફલતની હાલતમાં આ મામલો યાદ અપાવીશ.

16

وَ جَآءُوۡۤ اَبَاہُمۡ عِشَآءً یَّبۡکُوۡنَ ؕ﴿۱۶﴾

(૧૬) અને રાત પડતાં તેઓ રડતા રડતા તેમના વાલિદ પાસે આવ્યા.

17

قَالُوۡا یٰۤاَبَانَاۤ اِنَّا ذَہَبۡنَا نَسۡتَبِقُ وَ تَرَکۡنَا یُوۡسُفَ عِنۡدَ مَتَاعِنَا فَاَکَلَہُ الذِّئۡبُ ۚ وَ مَاۤ اَنۡتَ بِمُؤۡمِنٍ لَّنَا وَ لَوۡ کُنَّا صٰدِقِیۡنَ ﴿۱۷﴾

(૧૭) તેઓએ કહ્યું, અય અમારા વાલિદ! અમે તો હરિફાઇમાં મશગૂલ હતા અને યુસુફને અમારા સામાન પાસે રાખ્યો હતો, પછી તેને વરૂ ખાઇ ગયો, તુ હરગિઝ અમારી વાત નહી માન ભલે પછી અમે સાચા હોઇએ.

18

وَ جَآءُوۡ عَلٰی قَمِیۡصِہٖ بِدَمٍ کَذِبٍ ؕ قَالَ بَلۡ سَوَّلَتۡ لَکُمۡ اَنۡفُسُکُمۡ اَمۡرًا ؕ فَصَبۡرٌ جَمِیۡلٌ ؕ وَ اللّٰہُ الۡمُسۡتَعَانُ عَلٰی مَا تَصِفُوۡنَ ﴿۱۸﴾

(૧૮) અને તેઓ યુસુફના પહેરણ પર બનાવટી લોહી લગાડી લાવ્યા. તેણે કહ્યું (વાત આ નથી) પરંતુ, તમારા દિલોએ (આ બાબતને તમારા માટે) સુશોભિત બનાવી દીધી છે; માટે સબ્ર બેહતર છે; અને જે કાંઇ તમે બયાન કરો છો તે બાબતમાં અલ્લાહ જ મદદ કરનાર છે.

19

وَ جَآءَتۡ سَیَّارَۃٌ فَاَرۡسَلُوۡا وَارِدَہُمۡ فَاَدۡلٰی دَلۡوَہٗ ؕ قَالَ یٰبُشۡرٰی ہٰذَا غُلٰمٌ ؕ وَ اَسَرُّوۡہُ بِضَاعَۃً ؕ وَ اللّٰہُ عَلِیۡمٌۢ بِمَا یَعۡمَلُوۡنَ ﴿۱۹﴾

(૧૯) અને ત્યાં એક કાફલો આવી પહોંચ્યો, તેમણે પોતાના પાણી કાઢવાવાળાને મોકલ્યો તેણે જઇને પોતાની ડોલ કૂવામાં નાખી. તે બોલી ઉઠ્યો : ખુશખબરી! (એક) નવયુવાન છે, અને (પછી) તેને (વેપારની) વસ્તુ જેમ છુપાવી લીધો; અને તેઓ જે કાંઇ કરતા હતા તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ હતો.

20

وَ شَرَوۡہُ بِثَمَنٍۭ بَخۡسٍ دَرَاہِمَ مَعۡدُوۡدَۃٍ ۚ وَ کَانُوۡا فِیۡہِ مِنَ الزَّاہِدِیۡنَ ﴿٪۲۰﴾

(૨૦) અને તેને નજીવી કિંમતે થોડાક (ચાંદીના) દિરહમમાં વેચી નાખ્યો અને તેઓ તે(ના વહેંચાણ)માં કાંઇ રસ ધરાવતા ન હતા.

21

وَ قَالَ الَّذِی اشۡتَرٰىہُ مِنۡ مِّصۡرَ لِامۡرَاَتِہٖۤ اَکۡرِمِیۡ مَثۡوٰىہُ عَسٰۤی اَنۡ یَّنۡفَعَنَاۤ اَوۡ نَتَّخِذَہٗ وَلَدًا ؕ وَ کَذٰلِکَ مَکَّنَّا لِیُوۡسُفَ فِی الۡاَرۡضِ ۫ وَ لِنُعَلِّمَہٗ مِنۡ تَاۡوِیۡلِ الۡاَحَادِیۡثِ ؕ وَ اللّٰہُ غَالِبٌ عَلٰۤی اَمۡرِہٖ وَ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَعۡلَمُوۡنَ ﴿۲۱﴾

(૨૧) અને મિસરના જે શખ્સે તેને ખરીદયો તેણે પોતાની ઔરતને કહ્યું કે તેને માન આપજે, કદાચને તે આપણા માટે ફાયદાકારક બને. અથવા આપણે તેને આપણો ફરઝંદ બનાવી લઇએ. અને આ રીતે અમોએ ઝમીનમાં યુસુફને (ખાસ) સ્થાન આપ્યું જેથી તેને ખ્વાબની તાબીર શીખવીએ, અને અલ્લાહ પોતાના કામમાં ગાલીબ છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.

22

وَ لَمَّا بَلَغَ اَشُدَّہٗۤ اٰتَیۡنٰہُ حُکۡمًا وَّ عِلۡمًا ؕ وَ کَذٰلِکَ نَجۡزِی الۡمُحۡسِنِیۡنَ ﴿۲۲﴾

(૨૨) અને જ્યારે તે બાલિગ (પરિપકવ) થઇ ગયો ત્યારે અમોએ તેને હિકમત તથા ઇલ્મ અતા કર્યુ અને નેક કીરદારોને અમે આવી રીતે બદલો આપીએ છીએ.

23

وَ رَاوَدَتۡہُ الَّتِیۡ ہُوَ فِیۡ بَیۡتِہَا عَنۡ نَّفۡسِہٖ وَ غَلَّقَتِ الۡاَبۡوَابَ وَ قَالَتۡ ہَیۡتَ لَکَ ؕ قَالَ مَعَاذَ اللّٰہِ اِنَّہٗ رَبِّیۡۤ اَحۡسَنَ مَثۡوَایَ ؕ اِنَّہٗ لَا یُفۡلِحُ الظّٰلِمُوۡنَ ﴿۲۳﴾

(૨૩) અને જેણીના ઘરમાં યુસુફ હતો, તેને પોતાની (શહેવત) માટે તલબ કર્યો, અને દરવાજાઓ બંધ કરી દીધા અને કહ્યું કે આવ તારા માટે તૈયાર છુ, તેણે કહ્યું : હું અલ્લાહની પનાહ ચાહુ છું, મારા પાલનહારે બહેતરીન જગ્યા આપી છે બેશક ઝુલમગાર કામ્યાબ થતા નથી.

24

وَ لَقَدۡ ہَمَّتۡ بِہٖ ۚ وَ ہَمَّ بِہَا لَوۡ لَاۤ اَنۡ رَّاٰ بُرۡہَانَ رَبِّہٖ ؕ کَذٰلِکَ لِنَصۡرِفَ عَنۡہُ السُّوۡٓءَ وَ الۡفَحۡشَآءَ ؕ اِنَّہٗ مِنۡ عِبَادِنَا الۡمُخۡلَصِیۡنَ ﴿۲۴﴾

(૨૪) અને ખરેખર તેણીએ તે (યુસુફે)નો ઇરાદો કર્યો, જો તે (યુસુફે) પોતાના પરવરદિગારની ખુલ્લી દલીલ જોઇ લીધી ન હોત તો તે પણ તેણીનો ઇરાદો કરત. આ રીતે (મદદ કરી) જેથી તેનાથી બૂરાઇ તથા બદકારીને દૂર રાખીએ; કારણકે તે અમારા મુખલીસ બંદાઓમાંથી હતો.

25

وَ اسۡتَبَقَا الۡبَابَ وَ قَدَّتۡ قَمِیۡصَہٗ مِنۡ دُبُرٍ وَّ اَلۡفَیَا سَیِّدَہَا لَدَا الۡبَابِ ؕ قَالَتۡ مَا جَزَآءُ مَنۡ اَرَادَ بِاَہۡلِکَ سُوۡٓءًا اِلَّاۤ اَنۡ یُّسۡجَنَ اَوۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۲۵﴾

(૨૫) અને તેઓ બન્ને દરવાજા તરફ દોડ્યા, અને તેણીએ તેનું પહેરણ પાછળથી ફાડી નાખ્યું પછી દરવાજા પાસે તેઓ બન્નેએ તેણીના ધણીને જોયો. તેણીએ કહ્યું કે જે તારી ઔરત સાથે બદીનો ઇરાદો કરે તેની સજા શું હોય શકે સિવાય કે તેને કૈદમાં નાખવામાં આવે અથવા દર્દનાક સજા આપવામાં આવે?

26

قَالَ ہِیَ رَاوَدَتۡنِیۡ عَنۡ نَّفۡسِیۡ وَ شَہِدَ شَاہِدٌ مِّنۡ اَہۡلِہَا ۚ اِنۡ کَانَ قَمِیۡصُہٗ قُدَّ مِنۡ قُبُلٍ فَصَدَقَتۡ وَ ہُوَ مِنَ الۡکٰذِبِیۡنَ ﴿۲۶﴾

(૨૬) તેણે કહ્યું કે તેણીએ મને પોતાની (શહેવત) માટે તલબ કર્યો હતો. તેણીના ખાનદાનમાંથી એક ગવાહી આપનાર એ ગવાહી આપી કે અગર તેનું પહેરણ સામેથી ફાટેલું હોય તો તેણી સાચું બોલે છે અને તે જૂઠાઓમાંથી છે.

27

وَ اِنۡ کَانَ قَمِیۡصُہٗ قُدَّ مِنۡ دُبُرٍ فَکَذَبَتۡ وَ ہُوَ مِنَ الصّٰدِقِیۡنَ ﴿۲۷﴾

(૨૭) અને અગર તેનું પહેરણ પાછળથી ફાટેલું હોય તો તેણી જૂઠું બોલે છે અને તે સાચાઓમાંથી છે.

28

فَلَمَّا رَاٰ قَمِیۡصَہٗ قُدَّ مِنۡ دُبُرٍ قَالَ اِنَّہٗ مِنۡ کَیۡدِکُنَّ ؕ اِنَّ کَیۡدَکُنَّ عَظِیۡمٌ ﴿۲۸﴾

(૨૮) પછી જ્યારે તેણે તેનું પહેરણ પાછળથી ફાટેલું જોયું ત્યારે કહ્યું કે બેશક આ તમો ઔરતોની મક્કારી છે; બેશક તમારી મક્કારી મોટી હોય છે.

29

یُوۡسُفُ اَعۡرِضۡ عَنۡ ہٰذَا ٜ وَ اسۡتَغۡفِرِیۡ لِذَنۡۢبِکِ ۚۖ اِنَّکِ کُنۡتِ مِنَ الۡخٰطِئِیۡنَ ﴿٪۲۹﴾

(૨૯) અય યુસુફ! તું આ (બનાવ)ને જવા દે; અને અય (ઝુલૈખા!) તું તારા ગુનાહની માફી માંગ, કારણકે તું ખતાકારોમાંથી હતી.

30

وَ قَالَ نِسۡوَۃٌ فِی الۡمَدِیۡنَۃِ امۡرَاَتُ الۡعَزِیۡزِ تُرَاوِدُ فَتٰىہَا عَنۡ نَّفۡسِہٖ ۚ قَدۡ شَغَفَہَا حُبًّا ؕ اِنَّا لَنَرٰىہَا فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۳۰﴾

(૩૦) અને શહેરની ઔરતોએ કહ્યું કે મિસરના બાદશાહની બેગમ પોતાના ગુલામને પોતાની તરફ ખેંચે છે, તેણીના દિલમાં તેની મોહબ્બત વસી ગઇ છે; બેશક અમે તેણીને ખુલ્લી ગુમરાહીમાં જોઇએ છીએ.

31

فَلَمَّا سَمِعَتۡ بِمَکۡرِہِنَّ اَرۡسَلَتۡ اِلَیۡہِنَّ وَ اَعۡتَدَتۡ لَہُنَّ مُتَّکَاً وَّ اٰتَتۡ کُلَّ وَاحِدَۃٍ مِّنۡہُنَّ سِکِّیۡنًا وَّ قَالَتِ اخۡرُجۡ عَلَیۡہِنَّ ۚ فَلَمَّا رَاَیۡنَہٗۤ اَکۡبَرۡنَہٗ وَ قَطَّعۡنَ اَیۡدِیَہُنَّ وَ قُلۡنَ حَاشَ لِلّٰہِ مَا ہٰذَا بَشَرًا ؕ اِنۡ ہٰذَاۤ اِلَّا مَلَکٌ کَرِیۡمٌ ﴿۳۱﴾

(૩૧) પછી જ્યારે તેણીએ તેણીઓના મક્ર (મેણાં ટોણાં) સાંભળ્યા ત્યારે તેણીઓને બોલાવી અને તેણીઓ માટે (કિંમતી) ટેકો દેવાના તકીયા તૈયાર કર્યા, પછી તેઓમાંથી દરેકને છરી આપી, અને (યુસુફને) કહ્યું કે તું તેમની સામે નીકળી આવ. પછી જ્યારે ઔરતોએ તેને જોયો ત્યારે તે મહાન દેખાયો, તેણીઓએ પોત પોતાના હાથ કાપી નાખ્યા, અને બોલી ઉઠી અલ્લાહ પાક છે આ ઇન્સાન નથી; આ એક મોહતરમ ફરિશ્તો છે.

32

قَالَتۡ فَذٰلِکُنَّ الَّذِیۡ لُمۡتُنَّنِیۡ فِیۡہِ ؕ وَ لَقَدۡ رَاوَدۡتُّہٗ عَنۡ نَّفۡسِہٖ فَاسۡتَعۡصَمَ ؕ وَ لَئِنۡ لَّمۡ یَفۡعَلۡ مَاۤ اٰمُرُہٗ لَیُسۡجَنَنَّ وَ لَیَکُوۡنًا مِّنَ الصّٰغِرِیۡنَ ﴿۳۲﴾

(૩૨) તેણીએ કહ્યું કે આ એ જ છે કે જેના સંબંધમાં તમે મારી મલામત કરતા હતા કે મે તેને (બદઇરાદાથી) મારી તરફ ખેંચ્યો પણ તેને પરહેઝ કરી જો તે મારા હુકમ પર અમલ નહી કરે તો તેને ખરેખર કૈદ કરવામાં આવશે અને ખરેખર તે ઝલીલ થઇ જશે.

33

قَالَ رَبِّ السِّجۡنُ اَحَبُّ اِلَیَّ مِمَّا یَدۡعُوۡنَنِیۡۤ اِلَیۡہِ ۚ وَ اِلَّا تَصۡرِفۡ عَنِّیۡ کَیۡدَہُنَّ اَصۡبُ اِلَیۡہِنَّ وَ اَکُنۡ مِّنَ الۡجٰہِلِیۡنَ ﴿۳۳﴾

(૩૩) તેણે કહ્યું : અય મારા પરવરદિગાર જેના તરફ તેણીઓ મને બોલાવે છે તેના કરતાં કૈદખાનું મને વધારે પસંદ છે અને જો તેણીઓની મક્કારીને મારાથી પલટાવીશ નહી તો હું તેણીઓ તરફ ઢળી જઇશ અને જાહીલોમાંથી થઇ જઇશ.

34

فَاسۡتَجَابَ لَہٗ رَبُّہٗ فَصَرَفَ عَنۡہُ کَیۡدَہُنَّ ؕ اِنَّہٗ ہُوَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۳۴﴾

(૩૪) ત્યારબાદ તે (યુસૂફ)ના પરવરદિગારે તેની દુઆ કબૂલ કરી અને તે ઔરતોની મક્કારી તેનાથી પલટાવી દીધી; બેશક તે સાંભળનાર, જાણનાર છે.

35

ثُمَّ بَدَا لَہُمۡ مِّنۡۢ بَعۡدِ مَا رَاَوُا الۡاٰیٰتِ لَیَسۡجُنُنَّہٗ حَتّٰی حِیۡنٍ ﴿٪۳۵﴾

(૩૫) પછી (યુસુફની પાકીઝગીની) નિશાનીઓ જોઇ લીધા બાદ પણ તેને એક મુદ્દત સુધી કેદ કરવાનો નિર્ણય લીધો.

36

وَ دَخَلَ مَعَہُ السِّجۡنَ فَتَیٰنِ ؕ قَالَ اَحَدُہُمَاۤ اِنِّیۡۤ اَرٰىنِیۡۤ اَعۡصِرُ خَمۡرًا ۚ وَ قَالَ الۡاٰخَرُ اِنِّیۡۤ اَرٰىنِیۡۤ اَحۡمِلُ فَوۡقَ رَاۡسِیۡ خُبۡزًا تَاۡکُلُ الطَّیۡرُ مِنۡہُ ؕ نَبِّئۡنَا بِتَاۡوِیۡلِہٖ ۚ اِنَّا نَرٰىکَ مِنَ الۡمُحۡسِنِیۡنَ ﴿۳۶﴾

(૩૬) અને કૈદખાનામાં તેની સાથે બે જવાનો દાખલ થયા; તેઓમાંના એકે કહ્યું કે બેશક મેં (ખ્વાબમાં) જોયું કે હું દ્રાક્ષ નીચોવી શરાબ બનાવી રહ્યો છું અને બીજાએ કહ્યું કે મેં (ખ્વાબમાં) જોયું છે કે મેં મારા માથા પર રોટલી ઊંચકી છે, જેમાંથી પરીન્દાઓ ખાય છે; તેની તાબીર તું અમને જણાવ; બેશક અમે તને નેક કિરદારવાળાઓમાંથી જોઇએ છીએ.

37

قَالَ لَا یَاۡتِیۡکُمَا طَعَامٌ تُرۡزَقٰنِہٖۤ اِلَّا نَبَّاۡتُکُمَا بِتَاۡوِیۡلِہٖ قَبۡلَ اَنۡ یَّاۡتِیَکُمَا ؕ ذٰلِکُمَا مِمَّا عَلَّمَنِیۡ رَبِّیۡ ؕ اِنِّیۡ تَرَکۡتُ مِلَّۃَ قَوۡمٍ لَّا یُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ ہُمۡ بِالۡاٰخِرَۃِ ہُمۡ کٰفِرُوۡنَ ﴿۳۷﴾

(૩૭) તેણે કહ્યું કે તમને આપવામાં આવતુ ખાવાનુ નહી આવે તે પહેલા હુ તમને તાબીર બતાવી દઇશ, આ ઇલ્મ મારા પરવરદિગારે મને શીખવ્યુ છે, મેં તે લોકોના રસ્તાને છોડી દીધો કે જેઓ અલ્લાહ પર ઇમાન રાખતા નથી અને કયામતનો પણ ઇન્કાર કરનારા છે.

38

وَ اتَّبَعۡتُ مِلَّۃَ اٰبَآءِیۡۤ اِبۡرٰہِیۡمَ وَ اِسۡحٰقَ وَ یَعۡقُوۡبَ ؕ مَا کَانَ لَنَاۤ اَنۡ نُّشۡرِکَ بِاللّٰہِ مِنۡ شَیۡءٍ ؕ ذٰلِکَ مِنۡ فَضۡلِ اللّٰہِ عَلَیۡنَا وَ عَلَی النَّاسِ وَ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَشۡکُرُوۡنَ ﴿۳۸﴾

(૩૮) અને હું મારા બાપદાદા ઇબ્રાહીમ તથા ઇસ્હાક તથા યાકૂબના મઝહબની તાબેદારી કરૂં છું. અમારા માટે યોગ્ય નથી કે અમે કોઇને પણ અલ્લાહના શરીક બનાવીએ. આ અમારા ઉપર તથા બધા ઇન્સાનો પર અલ્લાહનો ફઝલ છે, પરંતુ ઘણાંખરા લોકો શુક્ર કરતા નથી.

39

یٰصَاحِبَیِ السِّجۡنِ ءَاَرۡبَابٌ مُّتَفَرِّقُوۡنَ خَیۡرٌ اَمِ اللّٰہُ الۡوَاحِدُ الۡقَہَّارُ ﴿ؕ۳۹﴾

(૩૯) અય મારા કૈદખાનાના બન્ને સાથીઓ! શું જુદા જુદા ખુદાઓ સારા છે કે (દરેક ચીઝો ઉપર) છવાઇ જનાર એક અલ્લાહ ?

40

مَا تَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِہٖۤ اِلَّاۤ اَسۡمَآءً سَمَّیۡتُمُوۡہَاۤ اَنۡتُمۡ وَ اٰبَآؤُکُمۡ مَّاۤ اَنۡزَلَ اللّٰہُ بِہَا مِنۡ سُلۡطٰنٍ ؕ اِنِ الۡحُکۡمُ اِلَّا لِلّٰہِ ؕ اَمَرَ اَلَّا تَعۡبُدُوۡۤا اِلَّاۤ اِیَّاہُ ؕ ذٰلِکَ الدِّیۡنُ الۡقَیِّمُ وَ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَعۡلَمُوۡنَ ﴿۴۰﴾

(૪૦) તમો તે નામો સિવાય કોઇની ઇબાદત નથી કરતા કે જે તમો તથા તમારા બાપ દાદાઓએ ઘડી કાઢયા છે, જેમના માટે અલ્લાહે કાંઇ દલીલ નાઝિલ કરી નથી; ફેસલાનો હક ફકત અલ્લાહને જ છે; તેણે હુકમ આપ્યો છે કે તમે તેના સિવાય કોઇની ઇબાદત કરો નહિ; આ જ સાબિત (અડગ) દીન છે પરંતુ ઘણાખરા લોકો જાણતા નથી.

41

یٰصَاحِبَیِ السِّجۡنِ اَمَّاۤ اَحَدُ کُمَا فَیَسۡقِیۡ رَبَّہٗ خَمۡرًا ۚ وَ اَمَّا الۡاٰخَرُ فَیُصۡلَبُ فَتَاۡکُلُ الطَّیۡرُ مِنۡ رَّاۡسِہٖ ؕ قُضِیَ الۡاَمۡرُ الَّذِیۡ فِیۡہِ تَسۡتَفۡتِیٰنِ ﴿ؕ۴۱﴾

(૪૧) અય મારા કૈદખાનાના બન્ને સાથીઓ! તમારામાંનો એક તો (આઝાદ થઇ) પોતાના માલિકને શરાબ પીવડાવશે; અને બીજાને ફાંસીએ લટકાવવામાં આવશે, પછી તેના માથામાંથી પરીન્દાઓ ખાશે: ફેંસલો થઇ ચૂક્યો છે કે જેના વિશે તમે બંને સવાલ કરતા હતા.

42

وَ قَالَ لِلَّذِیۡ ظَنَّ اَنَّہٗ نَاجٍ مِّنۡہُمَا اذۡکُرۡنِیۡ عِنۡدَ رَبِّکَ ۫ فَاَنۡسٰہُ الشَّیۡطٰنُ ذِکۡرَ رَبِّہٖ فَلَبِثَ فِی السِّجۡنِ بِضۡعَ سِنِیۡنَ ﴿ؕ٪۴۲﴾

(૪૨) અને તે બંનેમાંથી જેના છૂટી જવાનું તેને ઇલ્મ હતું તે (કેદી)ને તેણે કહ્યું: તારા માલિક પાસે મને યાદ કરજે, પછી શેતાને તેને તે (માલિક પાસે યાદ કરવાનુ) ભૂલાવી દીધું, તેથી તે (યુસુફ) અમુક વર્ષો કૈદમાં રહ્યો.

43

وَ قَالَ الۡمَلِکُ اِنِّیۡۤ اَرٰی سَبۡعَ بَقَرٰتٍ سِمَانٍ یَّاۡکُلُہُنَّ سَبۡعٌ عِجَافٌ وَّ سَبۡعَ سُنۡۢبُلٰتٍ خُضۡرٍ وَّ اُخَرَ یٰبِسٰتٍ ؕ یٰۤاَیُّہَا الۡمَلَاُ اَفۡتُوۡنِیۡ فِیۡ رُءۡیَایَ اِنۡ کُنۡتُمۡ لِلرُّءۡیَا تَعۡبُرُوۡنَ ﴿۴۳﴾

(૪૩) અને બાદશાહે કહ્યું : બેશક મેં (સપનામાં) સાત જાડી ગાયો જોઇ કે જે સાત દૂબળી ગાયોને ખાતી હતી : અને સાત લીલાછમ ડુંડા જોયા તથા બીજા સાત સૂકા (તેને વીંટાળેલ છે) અય મારા સરદારો જો તમે તાબીર જાણતા હોવ તો મારા સપના બાબતે તમારો મત આપો.

44

قَالُوۡۤا اَضۡغَاثُ اَحۡلَامٍ ۚ وَ مَا نَحۡنُ بِتَاۡوِیۡلِ الۡاَحۡلَامِ بِعٰلِمِیۡنَ ﴿۴۴﴾

(૪૪) તેમણે જવાબ આપ્યો (આ) ગૂંચવણ ભરેલા સ્વપ્નો (છે), અને અમે (આવા) સ્વપ્નોની તાબીર જાણતા નથી.

45

وَ قَالَ الَّذِیۡ نَجَا مِنۡہُمَا وَ ادَّکَرَ بَعۡدَ اُمَّۃٍ اَنَا اُنَبِّئُکُمۡ بِتَاۡوِیۡلِہٖ فَاَرۡسِلُوۡنِ ﴿۴۵﴾

(૪૫) અને બંને (કેદીઓ)માંથી છુટીને આવેલાએ (લાંબી) મુદ્દત બાદ તેણે (યુસુફને) યાદ કરતાં કહ્યું કે હું તમને આની તાબીર જણાવીશ, માટે મને (યુસુફ પાસે) મોકલો.

46

یُوۡسُفُ اَیُّہَا الصِّدِّیۡقُ اَفۡتِنَا فِیۡ سَبۡعِ بَقَرٰتٍ سِمَانٍ یَّاۡکُلُہُنَّ سَبۡعٌ عِجَافٌ وَّ سَبۡعِ سُنۡۢبُلٰتٍ خُضۡرٍ وَّ اُخَرَ یٰبِسٰتٍ ۙ لَّعَلِّیۡۤ اَرۡجِعُ اِلَی النَّاسِ لَعَلَّہُمۡ یَعۡلَمُوۡنَ ﴿۴۶﴾

(૪૬) અય યુસુફ! અય બહુ જ સાચુ બોલનાર (આ સપના બાબતે) અમને તારો મત આપ કે સાત જાડી ગાયોને સાત દૂબળી, પાતળી ગાયો ખાતી હતી અને સાત લીલાંછમ ડૂંડા અને બીજા સાત સૂકાં (વીંટળાયેલ છે) જેથી હું લોકો પાસે પાછો જાઉં, કદાચ તેઓ પણ જાણી લે.

47

قَالَ تَزۡرَعُوۡنَ سَبۡعَ سِنِیۡنَ دَاَبًا ۚ فَمَا حَصَدۡتُّمۡ فَذَرُوۡہُ فِیۡ سُنۡۢبُلِہٖۤ اِلَّا قَلِیۡلًا مِّمَّا تَاۡکُلُوۡنَ ﴿۴۷﴾

(૪૭) તેણે કહ્યું કે તમે સાત વર્ષ સુધી (સતત) ખેતી કરતા રહેશો, પછી જે (ખેતી)ની લણણી કરો તેને તેનાજ ડૂંડામાં રહેવા દેજો, સિવાય કે જે થોડું તમારા ખાવાના કામમાં આવે.

48

ثُمَّ یَاۡتِیۡ مِنۡۢ بَعۡدِ ذٰلِکَ سَبۡعٌ شِدَادٌ یَّاۡکُلۡنَ مَا قَدَّمۡتُمۡ لَہُنَّ اِلَّا قَلِیۡلًا مِّمَّا تُحۡصِنُوۡنَ ﴿۴۸﴾

(૪૮) પછી તે બાદ સાત વર્ષ સખ્તાઇ (દુષ્કાળ)ના આવશે એટલે તમોએ આના માટે જે કાંઇ પહેલાંથી સાચવીને રાખ્યું હશે તે ખવાય જશે, સિવાય થોડુ કે જે તમે સાચવી રાખ્યું હશે.

49

ثُمَّ یَاۡتِیۡ مِنۡۢ بَعۡدِ ذٰلِکَ عَامٌ فِیۡہِ یُغَاثُ النَّاسُ وَ فِیۡہِ یَعۡصِرُوۡنَ ﴿٪۴۹﴾

(૪૯) ત્યારબાદ એક એવું વર્ષ આવશે કે જેમાં લોકો માટે વરસાદ થશે અને જેમાં તેઓ (ફળોને) નીચોવશે.

50

وَ قَالَ الۡمَلِکُ ائۡتُوۡنِیۡ بِہٖ ۚ فَلَمَّا جَآءَہُ الرَّسُوۡلُ قَالَ ارۡجِعۡ اِلٰی رَبِّکَ فَسۡـَٔلۡہُ مَا بَالُ النِّسۡوَۃِ الّٰتِیۡ قَطَّعۡنَ اَیۡدِیَہُنَّ ؕ اِنَّ رَبِّیۡ بِکَیۡدِہِنَّ عَلِیۡمٌ ﴿۵۰﴾

(૫૦) અને બાદશાહે કહ્યુ કે તેને મારી પાસે લઇ આવો. પછી જ્યારે તે કાસીદ તેની પાસે આવ્યો ત્યારે તેણે કહ્યું કે તું તારા માલિક પાસે પાછો જા. તેને આ સવાલ કર કે તે ઔરતો કે જેમણે પોત પોતાના હાથ કાપી નાખ્યા હતા તેનો બનાવ શું હતો ? બેશક મારો પરવરદિગાર તેણીઓની મક્કારીને જાણે છે.

51

قَالَ مَا خَطۡبُکُنَّ اِذۡ رَاوَدۡتُّنَّ یُوۡسُفَ عَنۡ نَّفۡسِہٖ ؕ قُلۡنَ حَاشَ لِلّٰہِ مَا عَلِمۡنَا عَلَیۡہِ مِنۡ سُوۡٓءٍ ؕ قَالَتِ امۡرَاَتُ الۡعَزِیۡزِ الۡـٰٔنَ حَصۡحَصَ الۡحَقُّ ۫ اَنَا رَاوَدۡتُّہٗ عَنۡ نَّفۡسِہٖ وَ اِنَّہٗ لَمِنَ الصّٰدِقِیۡنَ ﴿۵۱﴾

(૫૧) તે (બાદશાહે ઔરતોને બોલાવી)ને કહ્યુ તમોએ જયારે યુસુફને (શહેવત માટે) તલબ કર્યો ત્યારે તમારી સાથે શુ બન્યુ હતુ? તેણીઓએ કહ્યું કે અલ્લાહ પાક છે, અમોએ તેનામાં કંઇપણ બૂરાઇ જોઇ ન હતી. મિસરના અઝીઝની બેગમે કહ્યુ કે હવે હક જાહેર થઇ ગયું; મેં જ તેને મારી પોતાની (શહેવત) માટે તલબ કર્યો હતો, અને બેશક! તે સાચાઓમાંથી છે.

52

ذٰلِکَ لِیَعۡلَمَ اَنِّیۡ لَمۡ اَخُنۡہُ بِالۡغَیۡبِ وَ اَنَّ اللّٰہَ لَا یَہۡدِیۡ کَیۡدَ الۡخَآئِنِیۡنَ ﴿۵۲﴾

(૫૨) આ એ માટે કે તે જાણી લે કે મેં તેની પીઠ પાછળ તેના હકમાં કાંઇ ખયાનત કરી નથી અને એ કે અલ્લાહ ખયાનત કરનારાઓની મક્કારીને (કામ્યાબી તરફ) હિદાયત આપતો નથી.

53

وَ مَاۤ اُبَرِّیُٔ نَفۡسِیۡ ۚ اِنَّ النَّفۡسَ لَاَمَّارَۃٌۢ بِالسُّوۡٓءِ اِلَّا مَا رَحِمَ رَبِّیۡ ؕ اِنَّ رَبِّیۡ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۵۳﴾

(૫૩) અને હું મારા નફસને બૂરાઇથી પાક નથી ગણતો કારણકે (સરકશ) નફસ બદી (કરવા)નો હુકમ કરે છે, સિવાય કે જેના પર મારા પરવરદિગારે દયા કરી હોય, બેશક મારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.

54

وَ قَالَ الۡمَلِکُ ائۡتُوۡنِیۡ بِہٖۤ اَسۡتَخۡلِصۡہُ لِنَفۡسِیۡ ۚ فَلَمَّا کَلَّمَہٗ قَالَ اِنَّکَ الۡیَوۡمَ لَدَیۡنَا مَکِیۡنٌ اَمِیۡنٌ ﴿۵۴﴾

(૫૪) અને બાદશાહે કહ્યું કે તેને મારી પાસે લઇ આવો, હું તેને મારો ખાસ બનાવી રાખીશ. પછી જ્યારે તેણે તેની સાથે વાતચીત કરી ત્યારે કહ્યું કે બેશક આજના દિવસે તમારો અમારી પાસે બુલંદ દરજ્જો છે અને તમે અમાનતદાર છો.

55

قَالَ اجۡعَلۡنِیۡ عَلٰی خَزَآئِنِ الۡاَرۡضِ ۚ اِنِّیۡ حَفِیۡظٌ عَلِیۡمٌ ﴿۵۵﴾

(૫૫) તેણે કહ્યું કે ઝમીનના ખજાનાઓ પર મને મુકર્રર કરી દે, ખરેખર હું જાણકાર સંભાળ રાખનારો છું.

56

وَ کَذٰلِکَ مَکَّنَّا لِیُوۡسُفَ فِی الۡاَرۡضِ ۚ یَتَبَوَّاُ مِنۡہَا حَیۡثُ یَشَآءُ ؕ نُصِیۡبُ بِرَحۡمَتِنَا مَنۡ نَّشَآءُ وَ لَا نُضِیۡعُ اَجۡرَ الۡمُحۡسِنِیۡنَ ﴿۵۶﴾

(૫૬) અને આવી રીતે અમોએ યુસુફને તે ઝમીનમાં કુદરત આપી કે તેમાં જ્યાં ચાહે તે રહે; અમે જેને ચાહીએ છીએ તેના ઉપર અમારી રહેમત નાઝિલ કરીએ છીએ અને નેકી કરનારનો અજ્ર બરબાદ નથી કરતા.

57

وَ لَاَجۡرُ الۡاٰخِرَۃِ خَیۡرٌ لِّلَّذِیۡنَ اٰمَنُوۡا وَ کَانُوۡا یَتَّقُوۡنَ ﴿٪۵۷﴾

(૫૭) અને ખરેખર જે લોકો ઇમાન લાવ્યા છે તથા અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહે છે તેમના માટે આખેરતનો બદલો બેહતર છે.

58

وَ جَآءَ اِخۡوَۃُ یُوۡسُفَ فَدَخَلُوۡا عَلَیۡہِ فَعَرَفَہُمۡ وَ ہُمۡ لَہٗ مُنۡکِرُوۡنَ ﴿۵۸﴾

(૫૮) અને યુસુફના ભાઇઓ (મિસર) આવ્યા અને તેની પાસે પહોંચ્યા, પછી તેને તેઓને ઓળખી લીધા પણ તેઓએ તેને ન ઓળખ્યા.

59

وَ لَمَّا جَہَّزَہُمۡ بِجَہَازِہِمۡ قَالَ ائۡتُوۡنِیۡ بِاَخٍ لَّکُمۡ مِّنۡ اَبِیۡکُمۡ ۚ اَلَا تَرَوۡنَ اَنِّیۡۤ اُوۡفِی الۡکَیۡلَ وَ اَنَا خَیۡرُ الۡمُنۡزِلِیۡنَ ﴿۵۹﴾

(૫૯) અને જ્યારે તેને તેઓનો સામાન તૈયાર કર્યો ત્યારે તેણે કહ્યું કે તમારા વાલિદ તરફથી સાવકા ભાઇને મારી પાસે લેતા આવજો, શું તમે નથી જોતા કે હું પૂરેપૂરૂં માપ આપું છું, અને હું બહેતરીન મહેમાન નવાઝ પણ છું!?

60

فَاِنۡ لَّمۡ تَاۡتُوۡنِیۡ بِہٖ فَلَا کَیۡلَ لَکُمۡ عِنۡدِیۡ وَ لَا تَقۡرَبُوۡنِ ﴿۶۰﴾

(૬૦) અને જો તમે તેને મારી પાસે નહિ લાવો તો તમારા માટે મારી પાસે કાંઇ માપ (અનાજ) હશે નહિ, અને મારી નજીક આવશો નહિ.

61

قَالُوۡا سَنُرَاوِدُ عَنۡہُ اَبَاہُ وَ اِنَّا لَفٰعِلُوۡنَ ﴿۶۱﴾

(૬૧) તેમણે કહ્યું કે અમે તેના સંબંધમાં તેના વાલિદ સાથે વાતચીત કરશુ અને બેશક અમે આ (કામ) અંજામ આપશું.

62

وَ قَالَ لِفِتۡیٰنِہِ اجۡعَلُوۡا بِضَاعَتَہُمۡ فِیۡ رِحَالِہِمۡ لَعَلَّہُمۡ یَعۡرِفُوۡنَہَاۤ اِذَا انۡقَلَبُوۡۤا اِلٰۤی اَہۡلِہِمۡ لَعَلَّہُمۡ یَرۡجِعُوۡنَ ﴿۶۲﴾

(૬૨) અને તેણે પોતાના ખાદીમોને કહી દીધું કે તેમની કિંમત (જેને તેઓએ અનાજના માપ બદલ ચૂકવી છે તેને) પણ તેમના સામાનમાં મૂકી દો કે જેથી જ્યારે તેઓ પાછા ફરીને પોતાના કુટુંબીઓ પાસે જાય ત્યારે તેઓ તેને ઓળખી લે (અને) કદાચને પાછા ફરે.

63

فَلَمَّا رَجَعُوۡۤا اِلٰۤی اَبِیۡہِمۡ قَالُوۡا یٰۤاَبَانَا مُنِعَ مِنَّا الۡکَیۡلُ فَاَرۡسِلۡ مَعَنَاۤ اَخَانَا نَکۡتَلۡ وَ اِنَّا لَہٗ لَحٰفِظُوۡنَ ﴿۶۳﴾

(૬૩) પછી જ્યારે તેઓ તેમના વાલિદ પાસે પાછા આવ્યા ત્યારે કહ્યું અય અમારા વાલિદ! અમને (અનાજનો) હિસ્સો આપવાની ના પાડવામાં આવી છે. માટે અમારા ભાઇને અમારી સાથે મોકલો જેથી અમને હિસ્સો મળે, અને ખરેખર અમે તેની હિફાઝત કરશું.

64

قَالَ ہَلۡ اٰمَنُکُمۡ عَلَیۡہِ اِلَّا کَمَاۤ اَمِنۡتُکُمۡ عَلٰۤی اَخِیۡہِ مِنۡ قَبۡلُ ؕ فَاللّٰہُ خَیۡرٌ حٰفِظًا ۪ وَّ ہُوَ اَرۡحَمُ الرّٰحِمِیۡنَ ﴿۶۴﴾

(૬૪) તેણે ફરમાવ્યું કે શું હું તેના સંબંધમાં પણ તમારા પર એવો જ ભરોસો કરૂં કે જેવો આ પહેલા તેના ભાઇ સંબંધે કર્યો હતો ? અને અલ્લાહ બહેતરીન મુહાફિઝ છે, અને એ જ બહેતરીન રહેમ કરનારો છે.

65

وَ لَمَّا فَتَحُوۡا مَتَاعَہُمۡ وَجَدُوۡا بِضَاعَتَہُمۡ رُدَّتۡ اِلَیۡہِمۡ ؕ قَالُوۡا یٰۤاَبَانَا مَا نَبۡغِیۡ ؕ ہٰذِہٖ بِضَاعَتُنَا رُدَّتۡ اِلَیۡنَا ۚ وَ نَمِیۡرُ اَہۡلَنَا وَ نَحۡفَظُ اَخَانَا وَ نَزۡدَادُ کَیۡلَ بَعِیۡرٍ ؕ ذٰلِکَ کَیۡلٌ یَّسِیۡرٌ ﴿۶۵﴾

(૬૫) અને જ્યારે તેમણે પોતાનો સામાન ઉઘાડ્યો ત્યારે તેમણે પોતાની રકમ તેમને પાછી મળેલી જોઈ, તેમણે કહ્યું અય અમારા વાલિદ! આ આપણી મૂળ રકમ જે આપણને પાછી આપવામાં આવી છે. આપણે બીજું શું જોઇએ? અમે આપણા ખાનદાન માટે ખોરાક લઇ આવીશું, તથા અમારા ભાઇની હિફાઝત કરીશું, અને તેમાં એક ઊંટનો સામાન વધારે (લાવશું); અને આ હિસ્સો થોડો છે.

66

قَالَ لَنۡ اُرۡسِلَہٗ مَعَکُمۡ حَتّٰی تُؤۡتُوۡنِ مَوۡثِقًا مِّنَ اللّٰہِ لَتَاۡتُنَّنِیۡ بِہٖۤ اِلَّاۤ اَنۡ یُّحَاطَ بِکُمۡ ۚ فَلَمَّاۤ اٰتَوۡہُ مَوۡثِقَہُمۡ قَالَ اللّٰہُ عَلٰی مَا نَقُوۡلُ وَکِیۡلٌ ﴿۶۶﴾

(૬૬) તેણે કહ્યું કે હું તે (બિનયામીન)ને તમારી સાથે હરગિઝ નહિ મોકલું જ્યાં સુધી તમે અલ્લાહ(ના નામ)નું પાકું વચન મને નહિ આપો કે તેને ખરેખર મારી પાસે પાછો લઇને આવશો, સિવાય એવી હાલતમાં કે તમને જ ઘેરી લેવામાં આવે. પછી જ્યારે તેઓએ પોતાનું વચન આપ્યું ત્યારે તેણે કહ્યું કે જે કાંઇ આપણે કહીએ છીએ તેની દેખરેખ રાખનાર અલ્લાહ છે.

67

وَ قَالَ یٰبَنِیَّ لَا تَدۡخُلُوۡا مِنۡۢ بَابٍ وَّاحِدٍ وَّ ادۡخُلُوۡا مِنۡ اَبۡوَابٍ مُّتَفَرِّقَۃٍ ؕ وَ مَاۤ اُغۡنِیۡ عَنۡکُمۡ مِّنَ اللّٰہِ مِنۡ شَیۡءٍ ؕ اِنِ الۡحُکۡمُ اِلَّا لِلّٰہِ ؕ عَلَیۡہِ تَوَکَّلۡتُ ۚ وَ عَلَیۡہِ فَلۡیَتَوَکَّلِ الۡمُتَوَکِّلُوۡنَ ﴿۶۷﴾

(૬૭) અને તેણે કહ્યું કે અય મારા ફરઝંદો! એક જ દરવાજાથી દાખલ ન થતાં પણ જુદા જુદા દરવાજાઓથી દાખલ થજો; હું તમને (મારી તદબીર વડે) અલ્લાહ (ની તકદીર)થી બચાવી શકતો નથી; હુકમ માત્ર અલ્લાહનો જ છે; તેના ઉપર જ હું આધાર રાખું છું, અને તમામ આધાર રાખનારાઓને તેના ઉપર જ આધાર રાખવો જોઇએ.

68

وَ لَمَّا دَخَلُوۡا مِنۡ حَیۡثُ اَمَرَہُمۡ اَبُوۡہُمۡ ؕ مَا کَانَ یُغۡنِیۡ عَنۡہُمۡ مِّنَ اللّٰہِ مِنۡ شَیۡءٍ اِلَّا حَاجَۃً فِیۡ نَفۡسِ یَعۡقُوۡبَ قَضٰہَا ؕ وَ اِنَّہٗ لَذُوۡ عِلۡمٍ لِّمَا عَلَّمۡنٰہُ وَ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَعۡلَمُوۡنَ ﴿٪۶۸﴾

(૬૮) અને જ્યારે તેઓ તેમના વાલિદે કરેલા હુકમ મુજબ દાખલ થયા જો કે આ કામ અલ્લાહ(ની તકદીર)થી બેનિયાઝ કરી શકે તેમ ન હતુ, પરંતુ આ (માત્ર) યાકૂબના દિલની એક તમન્ના હતી કે જે તેઓએ પૂરી કરી; અને બેશક તે (યાકૂબ ઘણી બાબતો) જાણતો હતો કેમકે અમોએ તેને ઇલ્મ આપ્યું હતું, પરંતુ ઘણાખરા લોકો જાણતા નથી.

69

وَ لَمَّا دَخَلُوۡا عَلٰی یُوۡسُفَ اٰوٰۤی اِلَیۡہِ اَخَاہُ قَالَ اِنِّیۡۤ اَنَا اَخُوۡکَ فَلَا تَبۡتَئِسۡ بِمَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۶۹﴾

(૬૯) અને જ્યારે તેઓ યુસુફ પાસે પહોંચ્યા ત્યારે તેણે પોતાના ભાઇને પોતાની બાજુમાં જગ્યા આપીને કહ્યું બેશક હું તારો ભાઇ છું, માટે તેઓ જે કરે છે (તેનાથી) ગમગીન ન થા.

70

فَلَمَّا جَہَّزَہُمۡ بِجَہَازِہِمۡ جَعَلَ السِّقَایَۃَ فِیۡ رَحۡلِ اَخِیۡہِ ثُمَّ اَذَّنَ مُؤَذِّنٌ اَیَّتُہَا الۡعِیۡرُ اِنَّکُمۡ لَسٰرِقُوۡنَ ﴿۷۰﴾

(૭૦) પછી જ્યારે તેણે તેમનો સામાન તૈયાર કરાવ્યો ત્યારે એક પ્યાલો તેના ભાઇના સામાનમાં મૂકી દીધો, પછી અવાજ આપનારે અવાજ આપી કે અય કાફલાવાળાઓ! ખરેખર તમે ચોર છો.

71

قَالُوۡا وَ اَقۡبَلُوۡا عَلَیۡہِمۡ مَّا ذَا تَفۡقِدُوۡنَ ﴿۷۱﴾

(૭૧) (યુસુફના ભાઇઓએ) તેઓની સામે આવીને કહ્યું "તમે શું ખોયુ ?"

72

قَالُوۡا نَفۡقِدُ صُوَاعَ الۡمَلِکِ وَ لِمَنۡ جَآءَ بِہٖ حِمۡلُ بَعِیۡرٍ وَّ اَنَا بِہٖ زَعِیۡمٌ ﴿۷۲﴾

(૭૨) તેમણે કહ્યું કે બાદશાહનો (ખાસ) પ્યાલો અમારા (પાસે)થી ગુમ થઇ ગયો છે, અને જે તેને લાવશે તેને એક ઊંટનો ભાર (ઇનામ) મળશે અને તેનો હું જામીન છું.

73

قَالُوۡا تَاللّٰہِ لَقَدۡ عَلِمۡتُمۡ مَّا جِئۡنَا لِنُفۡسِدَ فِی الۡاَرۡضِ وَ مَا کُنَّا سٰرِقِیۡنَ ﴿۷۳﴾

(૭૩) તેમણે કહ્યું કે અલ્લાહની કસમ! તમે ખાત્રીથી જાણો છો કે અમે આ ઝમીનમાં ફસાદ કરવા નથી આવ્યા, અને અમે હરગિઝ ચોર ન હતા.

74

قَالُوۡا فَمَا جَزَآؤُہٗۤ اِنۡ کُنۡتُمۡ کٰذِبِیۡنَ ﴿۷۴﴾

(૭૪) તેમણે કહ્યું કે અગર તમે જૂઠા હોવ તો તેની શું સજા (થવી જોઇએ)?

75

قَالُوۡا جَزَآؤُہٗ مَنۡ وُّجِدَ فِیۡ رَحۡلِہٖ فَہُوَ جَزَآؤُہٗ ؕ کَذٰلِکَ نَجۡزِی الظّٰلِمِیۡنَ ﴿۷۵﴾

(૭૫) તેમણે કહ્યું કે જેના સામાનમાંથી તે મળી આવે (તેની સજામાં) તે શખ્સ પોતે તેનો બદલો બને; અમે ઝુલ્મ કરનારાઓને આ રીતે સજા કરીએ છીએ.

76

فَبَدَاَ بِاَوۡعِیَتِہِمۡ قَبۡلَ وِعَآءِ اَخِیۡہِ ثُمَّ اسۡتَخۡرَجَہَا مِنۡ وِّعَآءِ اَخِیۡہِ ؕ کَذٰلِکَ کِدۡنَا لِیُوۡسُفَ ؕ مَا کَانَ لِیَاۡخُذَ اَخَاہُ فِیۡ دِیۡنِ الۡمَلِکِ اِلَّاۤ اَنۡ یَّشَآءَ اللّٰہُ ؕ نَرۡفَعُ دَرَجٰتٍ مَّنۡ نَّشَآءُ ؕ وَ فَوۡقَ کُلِّ ذِیۡ عِلۡمٍ عَلِیۡمٌ ﴿۷۶﴾

(૭૬) પછી તે (યુસુફ)ના (સગા) ભાઇના સામાન (તપાસવા) પહેલાં તેના (બીજા) ભાઇઓના સામાન (તપાસવા)થી શરૂઆત કરી, (છેવટે) તેના (સગા) ભાઇના સામાનમાંથી તે (પ્યાલો) કાઢ્યો. આ રીતે અમોએ યુસુફના માટે (તેના ભાઇને રોકી લેવાની) યોજના ઘડી; (કારણ કે) મિસરના બાદશાહના દીન (કાનૂન) મુજબ પોતાના ભાઇને પકડી શકત નહી સિવાય કે અલ્લાહ ચાહે; અમે જેને ચાહીએ છીએ તેના દરજ્જા બુલંદ કરી દઇએ છીએ; અને દરેક ઇલ્મ ધરાવનાર કરતા વધારે ઇલ્મ ધરાવનાર હોય છે.

77

قَالُوۡۤا اِنۡ یَّسۡرِقۡ فَقَدۡ سَرَقَ اَخٌ لَّہٗ مِنۡ قَبۡلُ ۚ فَاَسَرَّہَا یُوۡسُفُ فِیۡ نَفۡسِہٖ وَ لَمۡ یُبۡدِہَا لَہُمۡ ۚ قَالَ اَنۡتُمۡ شَرٌّ مَّکَانًا ۚ وَ اللّٰہُ اَعۡلَمُ بِمَا تَصِفُوۡنَ ﴿۷۷﴾

(૭૭) તેમણે કહ્યું કે, તેણે ચોરી કરી છે. તેના ભાઇએ પણ અગાઉ ચોરી કરી હતી (યુસુફને ગુસ્સો આવ્યો) પરંતુ યુસુફે (ગુસ્સાને) પોતાના મનમાં છુપાવી રાખ્યો અને તે તેમના પર જાહેર કર્યો નહિ. તેણે કહ્યું કે તમે (આના કરતા) ખરાબ દરજ્જાના માણસો છો અને તમે જે બયાન કરો છો તે અલ્લાહ સારી રીતે જાણે છે.

78

قَالُوۡا یٰۤاَیُّہَا الۡعَزِیۡزُ اِنَّ لَہٗۤ اَبًا شَیۡخًا کَبِیۡرًا فَخُذۡ اَحَدَنَا مَکَانَہٗ ۚ اِنَّا نَرٰىکَ مِنَ الۡمُحۡسِنِیۡنَ ﴿۷۸﴾

(૭૮) તેઓએ કહ્યું: અય અઝીઝ! ખરેખર તેના વાલિદ ઘરડા છે. માટે તેના બદલામાં અમારામાંથી કોઇ એકને તેની જગ્યાએ લઇ લે, બેશક અમે તને અહેસાન કરનારા માંહેનો દેખીએ છીએ.

79

قَالَ مَعَاذَ اللّٰہِ اَنۡ نَّاۡخُذَ اِلَّا مَنۡ وَّجَدۡنَا مَتَاعَنَا عِنۡدَہٗۤ ۙ اِنَّاۤ اِذًا لَّظٰلِمُوۡنَ ﴿٪۷۹﴾

(૭૯) તેણે કહ્યું : અલ્લાહ એ (વાત)થી બચાવે કે જેની પાસેથી અમારો માલ મળ્યો હોય, તેના સિવાય બીજા કોઇને (કબજામાં) લઇએ, કે તે હાલતમાં ખરેખર અમે ઝાલિમ થઇ જશું.

80

فَلَمَّا اسۡتَیۡـَٔسُوۡا مِنۡہُ خَلَصُوۡا نَجِیًّا ؕ قَالَ کَبِیۡرُہُمۡ اَلَمۡ تَعۡلَمُوۡۤا اَنَّ اَبَاکُمۡ قَدۡ اَخَذَ عَلَیۡکُمۡ مَّوۡثِقًا مِّنَ اللّٰہِ وَ مِنۡ قَبۡلُ مَا فَرَّطۡتُّمۡ فِیۡ یُوۡسُفَ ۚ فَلَنۡ اَبۡرَحَ الۡاَرۡضَ حَتّٰی یَاۡذَنَ لِیۡۤ اَبِیۡۤ اَوۡ یَحۡکُمَ اللّٰہُ لِیۡ ۚ وَ ہُوَ خَیۡرُ الۡحٰکِمِیۡنَ ﴿۸۰﴾

(૮૦) પછી જ્યારે તેઓ તેના તરફથી નિરાશ થયા ત્યારે સલાહ કરવાને એકાંતમાં ગયા. તેઓ માંના મોટાએ કહ્યું શું તમે નથી જાણતા કે તમારા વાલિદે તમારી પાસેથી અલ્લાહના વાસ્તાથી અહેદ લીધેલ છે ? અને આની પહેલા તમે યુસુફના સંબંધમાં પણ કસૂરવાર હતા; માટે હું આ ઝમીન પરથી નહિ જાઉં, જ્યાં સુધી મારા વાલિદ મને રજા નહિં આપે અથવા મારા સંબંધમાં અલ્લાહ કાંઇ ફેસલો કરે, અને તે બહેતરીન ફેંસલો કરનારો છે.

81

اِرۡجِعُوۡۤا اِلٰۤی اَبِیۡکُمۡ فَقُوۡلُوۡا یٰۤاَبَانَاۤ اِنَّ ابۡنَکَ سَرَقَ ۚ وَ مَا شَہِدۡنَاۤ اِلَّا بِمَا عَلِمۡنَا وَ مَا کُنَّا لِلۡغَیۡبِ حٰفِظِیۡنَ ﴿۸۱﴾

(૮૧) તમે તમારા વાલિદ પાસે પાછા જાઓ અને કહો : અય અમારા વાલિદ! બેશક તમારા ફરઝંદે ચોરી કરી છે, અને અમે જે કાંઇ જાણીએ છીએ તે સિવાયની ગવાહી નથી આપતા, અમે ગૈબના જાણકાર નથી.

82

وَ سۡـَٔلِ الۡقَرۡیَۃَ الَّتِیۡ کُنَّا فِیۡہَا وَ الۡعِیۡرَ الَّتِیۡۤ اَقۡبَلۡنَا فِیۡہَا ؕ وَ اِنَّا لَصٰدِقُوۡنَ ﴿۸۲﴾

(૮૨) તું તે વસ્તીવાળાઓને કે જેમાં અમે હતા પૂછી જો અને તે કાફલાવાળાઓને પૂછી જો કે જે (કાફલા)માં અમે આવ્યા; અને બેશક અમે સાચા છીએ.

83

قَالَ بَلۡ سَوَّلَتۡ لَکُمۡ اَنۡفُسُکُمۡ اَمۡرًا ؕ فَصَبۡرٌ جَمِیۡلٌ ؕ عَسَی اللّٰہُ اَنۡ یَّاۡتِـیَنِیۡ بِہِمۡ جَمِیۡعًا ؕ اِنَّہٗ ہُوَ الۡعَلِیۡمُ الۡحَکِیۡمُ ﴿۸۳﴾

(૮૩) તેણે (યાકૂબ અ.સ.એ) કહ્યું : એમ નથી પરંતુ તમારા મનની ઇચ્છાઓએ આ બાબતને તમારા માટે સુશોભિત કરીને દેખાડી છે; માટે સબ્ર બહેતર છે ઉમ્મીદ છે કે અલ્લાહ તે સર્વેને મારી પાસે પહોંચાડી દેશે; કારણકે તે જાણકાર હિકમતવાળો છે.

84

وَ تَوَلّٰی عَنۡہُمۡ وَ قَالَ یٰۤاَسَفٰی عَلٰی یُوۡسُفَ وَ ابۡیَضَّتۡ عَیۡنٰہُ مِنَ الۡحُزۡنِ فَہُوَ کَظِیۡمٌ ﴿۸۴﴾

(૮૪) અને તેમની તરફથી મોંઢું ફેરવી લીધું અને બાલ્યા; હાય યુસુફ અને ગમના કારણે તેની બન્ને આંખો સફેદ થઇ ગઇ, પરંતુ તે ગુસ્સો પી જનાર હતો.

85

قَالُوۡا تَاللّٰہِ تَفۡتَؤُا تَذۡکُرُ یُوۡسُفَ حَتّٰی تَکُوۡنَ حَرَضًا اَوۡ تَکُوۡنَ مِنَ الۡہٰلِکِیۡنَ ﴿۸۵﴾

(૮૫) તેમણે કહ્યું અલ્લાહની કસમ ! તમે યુસુફને એટલો યાદ કરો છો કે મરણ પથારીએ પડશો અથવા હલાક થશો.

86

قَالَ اِنَّمَاۤ اَشۡکُوۡا بَثِّیۡ وَ حُزۡنِیۡۤ اِلَی اللّٰہِ وَ اَعۡلَمُ مِنَ اللّٰہِ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۸۶﴾

(૮૬) તેણે કહ્યું, હું મારી સખ્તી અને દુ:ખની શિકાયત ફકત અલ્લાહથી જ કરૂં છું અને અલ્લાહ તરફથી જે કાંઇ જાણું છું તે તમે જાણતા નથી.

87

یٰبَنِیَّ اذۡہَبُوۡا فَتَحَسَّسُوۡا مِنۡ یُّوۡسُفَ وَ اَخِیۡہِ وَ لَا تَایۡـَٔسُوۡا مِنۡ رَّوۡحِ اللّٰہِ ؕ اِنَّہٗ لَا یَایۡـَٔسُ مِنۡ رَّوۡحِ اللّٰہِ اِلَّا الۡقَوۡمُ الۡکٰفِرُوۡنَ ﴿۸۷﴾

(૮૭) અય મારા ફરઝંદો! જાઓ અને યુસુફ તથા તેના ભાઇની તલાશ કરો અને અલ્લાહની રહેમતથી નાઉમ્મીદ ન થાઓ; બેશક અલ્લાહની રહેમતથી નાસ્તિકો સિવાય કોઇ નાઉમ્મીદ થતું નથી.

88

فَلَمَّا دَخَلُوۡا عَلَیۡہِ قَالُوۡا یٰۤاَیُّہَا الۡعَزِیۡزُ مَسَّنَا وَ اَہۡلَنَا الضُّرُّ وَ جِئۡنَا بِبِضَاعَۃٍ مُّزۡجٰىۃٍ فَاَوۡفِ لَنَا الۡکَیۡلَ وَ تَصَدَّقۡ عَلَیۡنَا ؕ اِنَّ اللّٰہَ یَجۡزِی الۡمُتَصَدِّقِیۡنَ ﴿۸۸﴾

(૮૮) પછી જ્યારે તેઓ તેની પાસે આવ્યા ત્યારે કહ્યું, અય અઝીઝ! અમારા તથા અમારા ખાનદાન ઉપર આફત આવી પડી છે, અને જે પૂંજી અમે લાવ્યા છીએ તે નજીવી છે, (તે છતાં) અમને પૂરો હિસ્સો આપ અને અમને સદકો આપ. બેશક અલ્લાહ સદકો આપનારને બદલો આપે છે.

89

قَالَ ہَلۡ عَلِمۡتُمۡ مَّا فَعَلۡتُمۡ بِیُوۡسُفَ وَ اَخِیۡہِ اِذۡ اَنۡتُمۡ جٰہِلُوۡنَ ﴿۸۹﴾

(૮૯) તેણે કહ્યું, શું તમે જાણ્યુ કે તમોએ યુસુફ અને તેના ભાઇ સાથે જેહાલતમાં શું કર્યુ?

90

قَالُوۡۤا ءَاِنَّکَ لَاَنۡتَ یُوۡسُفُ ؕ قَالَ اَنَا یُوۡسُفُ وَ ہٰذَاۤ اَخِیۡ ۫ قَدۡ مَنَّ اللّٰہُ عَلَیۡنَا ؕ اِنَّہٗ مَنۡ یَّـتَّقِ وَ یَصۡبِرۡ فَاِنَّ اللّٰہَ لَا یُضِیۡعُ اَجۡرَ الۡمُحۡسِنِیۡنَ ﴿۹۰﴾

(૯૦) તેઓએ કહ્યું શું ખરેખર તું જ યુસુફ છો? તેણે કહ્યું, હા, હું જ યુસુફ છું, અને આ મારો ભાઇ છે; ખરેજ અમારા પર અલ્લાહે અહેસાન કર્યો છે; બેશક જે કોઇ પરહેઝગારી ઇખ્તેયાર કરે અને સબ્ર કરે (તો તેને ઇનામ આપવામાં આવશે કારણ કે) અલ્લાહ નેક કાર્યો કરનારાઓનો બદલો નકામો જવા દેતો નથી.

91

قَالُوۡا تَاللّٰہِ لَقَدۡ اٰثَرَکَ اللّٰہُ عَلَیۡنَا وَ اِنۡ کُنَّا لَخٰطِئِیۡنَ ﴿۹۱﴾

(૯૧) તેઓએ કહ્યું: અલ્લાહની કસમ! અલ્લાહે તને અમારી ઉપર ફઝીલત આપી અને ખરેજ અમે ખતાકાર હતા.

92

قَالَ لَا تَثۡرِیۡبَ عَلَیۡکُمُ الۡیَوۡمَ ؕ یَغۡفِرُ اللّٰہُ لَکُمۡ ۫ وَ ہُوَ اَرۡحَمُ الرّٰحِمِیۡنَ ﴿۹۲﴾

(૯૨) તેણે કહ્યું : હવે તમારા પર કોઇ મલામત નથી; અલ્લાહ તમને માફ કરશે, અને તે બહેતરીન રહેમ કરનાર છે.

93

اِذۡہَبُوۡا بِقَمِیۡصِیۡ ہٰذَا فَاَلۡقُوۡہُ عَلٰی وَجۡہِ اَبِیۡ یَاۡتِ بَصِیۡرًا ۚ وَ اۡتُوۡنِیۡ بِاَہۡلِکُمۡ اَجۡمَعِیۡنَ ﴿٪۹۳﴾

(૯૩) આ મારૂં પહેરણ લઇ જાઓ અને તેને મારા વાલિદના ચહેરા પર નાખી દેજો જેથી તે દેખતા જાય, અને (પછી તેણે) તમારા તમામ ખાનદાન સાથે મારી પાસે લાવજો.

94

وَ لَمَّا فَصَلَتِ الۡعِیۡرُ قَالَ اَبُوۡہُمۡ اِنِّیۡ لَاَجِدُ رِیۡحَ یُوۡسُفَ لَوۡ لَاۤ اَنۡ تُفَنِّدُوۡنِ ﴿۹۴﴾

(૯૪) અને જે વેળા આ કાફલો (મિસ્રથી) રવાના થયો ત્યારે તેમના વાલિદે (તેના વતનમાં) કહ્યું કે જો તમે મને બેવકુફ ગણી ન કાઢો તો (જાણી લો કે) બેશક મને યુસુફની સુગંધ આવે છે.

95

قَالُوۡا تَاللّٰہِ اِنَّکَ لَفِیۡ ضَلٰلِکَ الۡقَدِیۡمِ ﴿ٙ۹۵﴾

(૯૫) તે (યાકૂબના ખાનદાનવાળા)ઓએ કહ્યું અલ્લાહની કસમ! બેશક તું તો તારી જૂની ગુમરાહીમાં છે. (જૂની યાદોમાં ખોવાયેલા છે)

96

فَلَمَّاۤ اَنۡ جَآءَ الۡبَشِیۡرُ اَلۡقٰىہُ عَلٰی وَجۡہِہٖ فَارۡتَدَّ بَصِیۡرًا ۚ قَالَ اَلَمۡ اَقُلۡ لَّکُمۡ ۚۙ اِنِّیۡۤ اَعۡلَمُ مِنَ اللّٰہِ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۹۶﴾

(૯૬) પછી જ્યારે ખુશખબર લાવનાર આવ્યો અને તેણે તે (પહેરણ) તેના મોંઢા પર નાખ્યું ત્યારે તરત જ યાકૂબ અ.સ. દેખતા થઇ ગયા; તેણે કહ્યું શું હું તમને ન કહ્યું કે બેશક અલ્લાહના તરફથી જે કાંઇ હું જાણું છું તે તમે નથી જાણતા?

97

قَالُوۡا یٰۤاَبَانَا اسۡتَغۡفِرۡ لَنَا ذُنُوۡبَنَاۤ اِنَّا کُنَّا خٰطِئِیۡنَ ﴿۹۷﴾

(૯૭) તેમણે કહ્યું : અય અમારા વાલિદ! અમારા માટે (અલ્લાહ પાસે) અમારા ગુનાહોની માફી માંગ બેશક અમે ખતાકાર હતા.

98

قَالَ سَوۡفَ اَسۡتَغۡفِرُ لَکُمۡ رَبِّیۡ ؕ اِنَّہٗ ہُوَ الۡغَفُوۡرُ الرَّحِیۡمُ ﴿۹۸﴾

(૯૮) તેણે કહ્યું જલ્દી હું મારા પરવરદિગાર પાસે તમારા માટે ઇસ્તગફાર કરીશ; બેશક તે ગફુરૂર રહીમ છે.

99

فَلَمَّا دَخَلُوۡا عَلٰی یُوۡسُفَ اٰوٰۤی اِلَیۡہِ اَبَوَیۡہِ وَ قَالَ ادۡخُلُوۡا مِصۡرَ اِنۡ شَآءَ اللّٰہُ اٰمِنِیۡنَ ﴿ؕ۹۹﴾

(૯૯) પછી જ્યારે તેઓ યુસુફ પાસે આવ્યા ત્યારે તેણે પોતાના વાલેદૈનને પોતાની બાજુમાં જગ્યા આપી અને કહ્યું, ઇન્શાલ્લાહ મિસરમાં ઇત્મીનાન સાથે દાખલ થાઓ.

100

وَ رَفَعَ اَبَوَیۡہِ عَلَی الۡعَرۡشِ وَ خَرُّوۡا لَہٗ سُجَّدًا ۚ وَ قَالَ یٰۤاَبَتِ ہٰذَا تَاۡوِیۡلُ رُءۡیَایَ مِنۡ قَبۡلُ ۫ قَدۡ جَعَلَہَا رَبِّیۡ حَقًّا ؕ وَ قَدۡ اَحۡسَنَ بِیۡۤ اِذۡ اَخۡرَجَنِیۡ مِنَ السِّجۡنِ وَ جَآءَ بِکُمۡ مِّنَ الۡبَدۡوِ مِنۡۢ بَعۡدِ اَنۡ نَّزَغَ الشَّیۡطٰنُ بَیۡنِیۡ وَ بَیۡنَ اِخۡوَتِیۡ ؕ اِنَّ رَبِّیۡ لَطِیۡفٌ لِّمَا یَشَآءُ ؕ اِنَّہٗ ہُوَ الۡعَلِیۡمُ الۡحَکِیۡمُ ﴿۱۰۰﴾

(૧૦૦) અને તેણે પોતાના વાલેદૈનને તખ્ત ઉપર બેસાડયા અને બધા લોકો તે (અલ્લાહ)ના (શુક્ર) માટે સિજદામાં ચાલ્યા ગયા; અને તેણે કહ્યું: અય મારા વાલિદ ! આ મારા આગલા ખ્વાબની તાબીર છે : મારા પરવરદિગારે ખરેજ તેને સાચું કરી દેખાડયું છે; અને શૈતાને મારા અને મારા ભાઇઓ વચ્ચે ફિત્નો કર્યા બાદ ખરેખર તેણે મારી ઉપર અહેસાન કર્યો જયારે તેણે મને કૈદખાનામાંથી છોડાવ્યો અને આપ સર્વોને રણ (ગામડા)થી કાઢી મિસ્ર સુધી પહોંચાડયા, બેશક મારો પરવરદિગાર જે ઇરાદો કરે તેમાં (તેની) મહેરબાની હોય છે, બેશક તે જાણવાવાળો, હિકમતવાળો છે.

101

رَبِّ قَدۡ اٰتَیۡتَنِیۡ مِنَ الۡمُلۡکِ وَ عَلَّمۡتَنِیۡ مِنۡ تَاۡوِیۡلِ الۡاَحَادِیۡثِ ۚ فَاطِرَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۟ اَنۡتَ وَلِیّٖ فِی الدُّنۡیَا وَ الۡاٰخِرَۃِ ۚ تَوَفَّنِیۡ مُسۡلِمًا وَّ اَلۡحِقۡنِیۡ بِالصّٰلِحِیۡنَ ﴿۱۰۱﴾

(૧૦૧) અય મારા પરવરદિગાર! તેં મને હુકૂમત અતા કરી અને મને ખ્વાબની તાબીરનું ઇલ્મ આપ્યું; અય આકાશો તથા ઝમીનના ખાલિક! તું જ દુનિયા અને આખેરતમાં મારો વલી છો; મને ફરમાબરદારીની હાલતમાં (મુસ્લીમ સ્થિતિમાં) દુનિયાથી ઉઠાવજે અને મને સાલેહીન બંદાઓ સાથે મેળવી દે.

102

ذٰلِکَ مِنۡ اَنۡۢبَآءِ الۡغَیۡبِ نُوۡحِیۡہِ اِلَیۡکَ ۚ وَ مَا کُنۡتَ لَدَیۡہِمۡ اِذۡ اَجۡمَعُوۡۤا اَمۡرَہُمۡ وَ ہُمۡ یَمۡکُرُوۡنَ ﴿۱۰۲﴾

(૧૦૨) ગૈબની ખબરોમાંથી આ એક ખબર છે જે અમે તને (અય રસૂલ સ.અ.વ.) વહી થકી જણાવીએ છીએ, અને જે વખતે તે (યુસુફના ભાઇ)ઓ પોતાના મામલામાં એકમત થઇ ગયા હતા અને મક્ર કરતા હતા ત્યારે તું તેમની પાસે ન હતો.

103

وَ مَاۤ اَکۡثَرُ النَّاسِ وَ لَوۡ حَرَصۡتَ بِمُؤۡمِنِیۡنَ ﴿۱۰۳﴾

(૧૦૩) અને તમે ગમે તેટલો ભાર આપશો તો પણ ઘણાંખરા લોકો ઇમાન લાવશે નહિં.

104

وَ مَا تَسۡـَٔلُہُمۡ عَلَیۡہِ مِنۡ اَجۡرٍ ؕ اِنۡ ہُوَ اِلَّا ذِکۡرٌ لِّلۡعٰلَمِیۡنَ ﴿۱۰۴﴾٪

(૧૦૪) અને તું તેમની પાસેથી કાંઇ બદલો માંગતો નથી; તમામ દુનિયાવાળાઓ માટે નસીહત સિવાય આ બીજું કંઇ નથી.

105

وَ کَاَیِّنۡ مِّنۡ اٰیَۃٍ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ یَمُرُّوۡنَ عَلَیۡہَا وَ ہُمۡ عَنۡہَا مُعۡرِضُوۡنَ ﴿۱۰۵﴾

(૧૦૫) અને આકાશો તથા ઝમીનમાં ઘણી નિશાનીઓ છે કે જેની પાસેથી તેઓ બેદરકારીની હાલતમાં પસાર થતા રહે છે.

106

وَ مَا یُؤۡمِنُ اَکۡثَرُہُمۡ بِاللّٰہِ اِلَّا وَ ہُمۡ مُّشۡرِکُوۡنَ ﴿۱۰۶﴾

(૧૦૬) અને તેઓમાંથી ઘણાખરા અલ્લાહની સાથે બીજાઓને શરીક કર્યા વગર ઇમાન લાવતા જ નથી.

107

اَفَاَمِنُوۡۤا اَنۡ تَاۡتِیَہُمۡ غَاشِیَۃٌ مِّنۡ عَذَابِ اللّٰہِ اَوۡ تَاۡتِیَہُمُ السَّاعَۃُ بَغۡتَۃً وَّ ہُمۡ لَا یَشۡعُرُوۡنَ ﴿۱۰۷﴾

(૧૦૭) શું તેઓ અલ્લાહના ઘેરી લેનાર અઝાબથી અથવા અચાનક ગફલતની હાલતમાં કયામત આવી જવાથી સલામત છે?

108

قُلۡ ہٰذِہٖ سَبِیۡلِیۡۤ اَدۡعُوۡۤا اِلَی اللّٰہِ ۟ؔ عَلٰی بَصِیۡرَۃٍ اَنَا وَ مَنِ اتَّبَعَنِیۡ ؕ وَ سُبۡحٰنَ اللّٰہِ وَ مَاۤ اَنَا مِنَ الۡمُشۡرِکِیۡنَ ﴿۱۰۸﴾

(૧૦૮) તું કહે કે આ મારો રસ્તો છે, હું અને મારી તાબેદારી કરનારાઓ રોશન દલીલ સાથે અલ્લાહ તરફ બોલાવીએ છીએ અને અલ્લાહ પાક છે, અને હું મુશરિકોમાંથી નથી.

109

وَ مَاۤ اَرۡسَلۡنَا مِنۡ قَبۡلِکَ اِلَّا رِجَالًا نُّوۡحِیۡۤ اِلَیۡہِمۡ مِّنۡ اَہۡلِ الۡقُرٰی ؕ اَفَلَمۡ یَسِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَیَنۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ وَ لَدَارُ الۡاٰخِرَۃِ خَیۡرٌ لِّلَّذِیۡنَ اتَّقَوۡا ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۱۰۹﴾

(૧૦૯) અને અમોએ તારી પહેલાં નથી મોકલ્યા સિવાય કે વસ્તીવાળાઓમાંથી એવા ઇન્સાનો કે જેમની તરફ અમે વહી મોકલતા હતા; શું તેઓ (તારા વિરોધીએ) ઝમીન પર હરતા-ફરતા નથી કે તેઓની અગાઉના લોકોનો અંજામ જોવે?! અને આખેરતનું ઘર પરહેઝગારો માટે બહેતર છે; તો શું તમે વિચારતા નથી?

110

حَتّٰۤی اِذَا اسۡتَیۡـَٔسَ الرُّسُلُ وَ ظَنُّوۡۤا اَنَّہُمۡ قَدۡ کُذِبُوۡا جَآءَہُمۡ نَصۡرُنَا ۙ فَنُجِّیَ مَنۡ نَّشَآءُ ؕ وَلَا یُرَدُّ بَاۡسُنَا عَنِ الۡقَوۡمِ الۡمُجۡرِمِیۡنَ ﴿۱۱۰﴾

(૧૧૦) અહીં સુધી કે જ્યારે રસૂલો (નાસ્તિકોના ઇમાન લાવવા બાબતે) નિરાશ થઇ ગયા અને (અમુક લોકોએ) એવું ગુમાન કર્યુ કે ખરેજ તેઓને જૂઠું કહેવામાં આવ્યું છે કે તે જ વખતે અમારી મદદ તેમની પાસે (રસૂલો પાસે) આવી પહોંચી, પછી અમોએ જેઓને ચાહ્યા તેઓને બચાવી લીધા; અને મુજરીમો ઉપરથી અમારો અઝાબ ટાળી શકાતો નથી.

111

لَقَدۡ کَانَ فِیۡ قَصَصِہِمۡ عِبۡرَۃٌ لِّاُولِی الۡاَلۡبَابِ ؕ مَا کَانَ حَدِیۡثًا یُّفۡتَرٰی وَ لٰکِنۡ تَصۡدِیۡقَ الَّذِیۡ بَیۡنَ یَدَیۡہِ وَ تَفۡصِیۡلَ کُلِّ شَیۡءٍ وَّ ہُدًی وَّ رَحۡمَۃً لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿۱۱۱﴾٪

(૧૧૧) બેશક તેમના કિસ્સાઓમાં અક્કલમંદો માટે નસીહત છે, ઉપજાવી કાઢેલ જૂઠી વાર્તા નથી, પરંતુ (અગાઉની) મોજૂદ (આસમાની કિતાબ)ની ગવાહી આપે છે અને જેમાં દરેક વસ્તુની તફસીલ તથા ઇમાન લાવનારાઓ માટે હિદાયત અને રહેમત છે.