અલ-કુરઆન

42

Ash-Shura

سورة الشورى


حٰمٓ ۚ﴿۱﴾

(૧) હા મીમ:

عٓسٓقٓ ﴿۲﴾

(૨) અયન સીન કાફ.

کَذٰلِکَ یُوۡحِیۡۤ اِلَیۡکَ وَ اِلَی الَّذِیۡنَ مِنۡ قَبۡلِکَ ۙ اللّٰہُ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿۳﴾

(૩) આજ પ્રમાણે જબરદસ્ત હિકમતવાળા અલ્લાહ તમારી તરફ અને તમારી અગાઉના (રસૂલો) તરફ વહી મોકલે છે.

لَہٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ وَ ہُوَ الۡعَلِیُّ الۡعَظِیۡمُ ﴿۴﴾

(૪) ઝમીન અને આસમાનોમાં જે કાંઇ છે તે બધું તેનું જ છે; અને તે બુલંદ અને મહાન છે.

تَکَادُ السَّمٰوٰتُ یَتَفَطَّرۡنَ مِنۡ فَوۡقِہِنَّ وَ الۡمَلٰٓئِکَۃُ یُسَبِّحُوۡنَ بِحَمۡدِ رَبِّہِمۡ وَ یَسۡتَغۡفِرُوۡنَ لِمَنۡ فِی الۡاَرۡضِ ؕ اَلَاۤ اِنَّ اللّٰہَ ہُوَ الۡغَفُوۡرُ الرَّحِیۡمُ ﴿۵﴾

(૫) નજીક છે કે (નાસ્તિકોની જૂઠી નિસ્બતોને કારણે) આસમાનો ઉપરથી ફાટી જાય, અને ફરિશ્તાઓ તેના પરવરદિગારની હમ્દ અને તસ્બીહ કરી રહ્યા છે, તથા જેઓ ઝમીનમાં છે તેમના માટે સતત ઇસ્તગફાર કરે છે. જાણી લો કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

وَ الَّذِیۡنَ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِہٖۤ اَوۡلِیَآءَ اللّٰہُ حَفِیۡظٌ عَلَیۡہِمۡ ۫ۖ وَ مَاۤ اَنۡتَ عَلَیۡہِمۡ بِوَکِیۡلٍ ﴿۶﴾

(૬) અને જેમણે તેના સિવાય કોઇપણને વલી (સરપરસ્ત) બનાવ્યો અલ્લાહ તેઓનુ / તેઓના આમાલનુ ઘ્યાન રાખનાર છે અને તુ તેઓ(ના આમાલ) માટે જવાબદાર નથી.

وَ کَذٰلِکَ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ قُرۡاٰنًا عَرَبِیًّا لِّتُنۡذِرَ اُمَّ الۡقُرٰی وَ مَنۡ حَوۡلَہَا وَ تُنۡذِرَ یَوۡمَ الۡجَمۡعِ لَا رَیۡبَ فِیۡہِ ؕ فَرِیۡقٌ فِی الۡجَنَّۃِ وَ فَرِیۡقٌ فِی السَّعِیۡرِ ﴿۷﴾

(૭) અને અમોએ આ જ રીતે તારી તરફ કુરઆન અરબી (સ્પષ્ટ) વહી કર્યુ, જેથી તમે મક્કા તથા તેના આસપાસ રહેવાવાળાઓને ચેતવો, અને સૌના ભેગા થવાના દિવસથી ચેતવો કે જેમાં કોઇ શક નથી; (તે દિવસે) એક સમૂહ જન્નતમાં છે અને એક જહન્નમમાં છે.

وَ لَوۡ شَآءَ اللّٰہُ لَجَعَلَہُمۡ اُمَّۃً وَّاحِدَۃً وَّ لٰکِنۡ یُّدۡخِلُ مَنۡ یَّشَآءُ فِیۡ رَحۡمَتِہٖ ؕ وَ الظّٰلِمُوۡنَ مَا لَہُمۡ مِّنۡ وَّلِیٍّ وَّ لَا نَصِیۡرٍ ﴿۸﴾

(૮) અને અગર ખુદા ચાહત તો સૌને એક ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે પોતાની મહેરબાનીમાં દાખલ કરે છે; અને ઝાલિમોનો ન કોઇ વલી છે અને ન મદદગાર.

اَمِ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِہٖۤ اَوۡلِیَآءَ ۚ فَاللّٰہُ ہُوَ الۡوَلِیُّ وَ ہُوَ یُحۡیِ الۡمَوۡتٰی ۫ وَ ہُوَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ٪﴿۹﴾

(૯) શું તેઓએ તેના સિવાય બીજાઓને વલી બનાવ્યા?! એવી હાલતમાં કે એ વલી છે અને એ મુર્દાઓને જીવતા કરે છે, અને તે દરેક વસ્તુ ઉપર પર કુદરત ધરાવે છે!

10

وَ مَا اخۡتَلَفۡتُمۡ فِیۡہِ مِنۡ شَیۡءٍ فَحُکۡمُہٗۤ اِلَی اللّٰہِ ؕ ذٰلِکُمُ اللّٰہُ رَبِّیۡ عَلَیۡہِ تَوَکَّلۡتُ ٭ۖ وَ اِلَیۡہِ اُنِیۡبُ ﴿۱۰﴾

(૧૦) અને જે કોઇ બાબતમાં તમે ઇખ્તેલાફ કરો (કહે કે) તેના ફેંસલાનો હક અલ્લાહ પાસે છે; એ જ અલ્લાહ મારો પરવરદિગાર છે અને તેના ઉપર જ હું આધાર રાખું છું, અને તેની જ તરફ હું રજૂ થાઉં છું.

11

فَاطِرُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ جَعَلَ لَکُمۡ مِّنۡ اَنۡفُسِکُمۡ اَزۡوَاجًا وَّ مِنَ الۡاَنۡعَامِ اَزۡوَاجًا ۚ یَذۡرَؤُکُمۡ فِیۡہِ ؕ لَیۡسَ کَمِثۡلِہٖ شَیۡءٌ ۚ وَ ہُوَ السَّمِیۡعُ الۡبَصِیۡرُ ﴿۱۱﴾

(૧૧) તે આસમાનો અને ઝમીનનો પેદા કરનાર છે, તેણે તમારામાંથી તમારા માટે જીવનસાથીઓ બનાવ્યા, અને જાનવરોમાંથી જોડા બનાવ્યા (આ રીતે) તમને દુનિયામાં ફેલાવે છે. તેના જેવી કોઇ ચીઝ નથી અને તે (સૌને) સાંભળનાર અને (દરેક વસ્તુનો) જોનાર છે.

12

لَہٗ مَقَالِیۡدُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۚ یَبۡسُطُ الرِّزۡقَ لِمَنۡ یَّشَآءُ وَ یَقۡدِرُ ؕ اِنَّہٗ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿۱۲﴾

(૧૨) આસમાનો તથા ઝમીનની ચાવીઓ તેના પાસે છે, તે જેના માટે ચાહે રોઝી વિશાળ કરે છે અને (જેના માટે ચાહે) તંગ કરે છે; બેશક તે દરેક વસ્તુનો જાણનાર છે.

13

شَرَعَ لَکُمۡ مِّنَ الدِّیۡنِ مَا وَصّٰی بِہٖ نُوۡحًا وَّ الَّذِیۡۤ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ وَ مَا وَصَّیۡنَا بِہٖۤ اِبۡرٰہِیۡمَ وَ مُوۡسٰی وَ عِیۡسٰۤی اَنۡ اَقِیۡمُوا الدِّیۡنَ وَ لَا تَتَفَرَّقُوۡا فِیۡہِ ؕ کَبُرَ عَلَی الۡمُشۡرِکِیۡنَ مَا تَدۡعُوۡہُمۡ اِلَیۡہِ ؕ اَللّٰہُ یَجۡتَبِیۡۤ اِلَیۡہِ مَنۡ یَّشَآءُ وَ یَہۡدِیۡۤ اِلَیۡہِ مَنۡ یُّنِیۡبُ ﴿۱۳﴾

(૧૩) તેણે તમારા માટે નૂહનો સિફારિશ કરેલ દીન નક્કી કર્યો કે જેની વહી તમને કરી અને જેની ઇબ્રાહીમ તથા મૂસા તથા ઇસાને સિફારિશ કરી કે દીનને કાયમ કરો અને તેમાં ભાગલા ન પાડો, મુશરિકો ઉપર આ બાબત ભારે છે જેના તરફ તેઓને તું દાવત આપે છો. અલ્લાહ જેને ચાહે છે ચૂંટે છે અને જે તેની તરફ રજૂ થાય છે તેની હિદાયત કરે છે.

14

وَ مَا تَفَرَّقُوۡۤا اِلَّا مِنۡۢ بَعۡدِ مَا جَآءَہُمُ الۡعِلۡمُ بَغۡیًۢا بَیۡنَہُمۡ ؕ وَ لَوۡ لَا کَلِمَۃٌ سَبَقَتۡ مِنۡ رَّبِّکَ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی لَّقُضِیَ بَیۡنَہُمۡ ؕ وَ اِنَّ الَّذِیۡنَ اُوۡرِثُوا الۡکِتٰبَ مِنۡۢ بَعۡدِہِمۡ لَفِیۡ شَکٍّ مِّنۡہُ مُرِیۡبٍ ﴿۱۴﴾

(૧૪) અને તેઓ એક બીજાથી ભાગલાઓમાં વહેંચાય ન ગયા સિવાય કે ઇલ્મ આવ્યા પછી આ પણ આપસમાં એકબીજા પર ઝુલ્મના કારણે હતું અને અગર પરવરદિગાર તરફથી (મોહલતનુ) ફરમાન જારી ન થયુ હોત તો તેઓ દરમ્યાન ફેંસલો થઇ જાત અને બેશક જેઓ તેમના પછી કિતાબના વારસદાર થયા તેઓ તેના બારામાં બદગુમાની ભરેલી શંકામાં પડેલા છે.

15

فَلِذٰلِکَ فَادۡعُ ۚ وَ اسۡتَقِمۡ کَمَاۤ اُمِرۡتَ ۚ وَ لَا تَتَّبِعۡ اَہۡوَآءَہُمۡ ۚ وَ قُلۡ اٰمَنۡتُ بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ مِنۡ کِتٰبٍ ۚ وَ اُمِرۡتُ لِاَعۡدِلَ بَیۡنَکُمۡ ؕ اَللّٰہُ رَبُّنَا وَ رَبُّکُمۡ ؕ لَنَاۤ اَعۡمَالُنَا وَ لَکُمۡ اَعۡمَالُکُمۡ ؕ لَا حُجَّۃَ بَیۡنَنَا وَ بَیۡنَکُمۡ ؕ اَللّٰہُ یَجۡمَعُ بَیۡنَنَا ۚ وَ اِلَیۡہِ الۡمَصِیۡرُ ﴿ؕ۱۵﴾

(૧૫) તેથી તું તેના તરફ દાવત દે, અને એ રીતે મક્કમતાથી કામ લે જે રીતે તને હુકમ આપવામાં આવ્યો છે, અને તેમની ખ્વાહીશાતોની તાબેદારી ન કર અને કહે મારૂં ઇમાન દરેક તે કિતાબ પર છે, જેને અલ્લાહે નાઝિલ કરેલ છે, અને મને હુકમ આપવામાં આવ્યો છે કે તમારા વચ્ચે ઇન્સાફ કરૂં; અલ્લાહ મારો અને તમારો પરવરદિગાર છે, અમારા આમાલનુ પરિણામ અમારા માટે છે અને તમારા આમાલનુ પરિણામ તમારા માટે છે. અમારી અને તમારી વચ્ચે કોઇ બહેસ નથી, અલ્લાહ આપણને સૌને ભેગા કરશે, અને તેની જ તરફ પાછું ફરવાનું છે.

16

وَ الَّذِیۡنَ یُحَآجُّوۡنَ فِی اللّٰہِ مِنۡۢ بَعۡدِ مَا اسۡتُجِیۡبَ لَہٗ حُجَّتُہُمۡ دَاحِضَۃٌ عِنۡدَ رَبِّہِمۡ وَ عَلَیۡہِمۡ غَضَبٌ وَّ لَہُمۡ عَذَابٌ شَدِیۡدٌ ﴿۱۶﴾

(૧૬) અને જેઓ અલ્લાહને માન્ય રાખ્યા બાદ તેના બારામાં વાદ-વિવાદ કરે છે તેમની દલીલ અલ્લાહ પાસે રદબાતલ છે, અને તેમના ઉપર ગઝબ છે, અને તેમના માટે સખ્ત અઝાબ છે.

17

اَللّٰہُ الَّذِیۡۤ اَنۡزَلَ الۡکِتٰبَ بِالۡحَقِّ وَ الۡمِیۡزَانَ ؕ وَ مَا یُدۡرِیۡکَ لَعَلَّ السَّاعَۃَ قَرِیۡبٌ ﴿۱۷﴾

(૧૭) અલ્લાહ એ જ છે જેણે હકની સાથે કિતાબ અને મીઝાનને નાઝિલ કર્યા, અને તમને શું ખબર કે કદાચને ઘડી નજીક હોય?

18

یَسۡتَعۡجِلُ بِہَا الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِہَا ۚ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا مُشۡفِقُوۡنَ مِنۡہَا ۙ وَ یَعۡلَمُوۡنَ اَنَّہَا الۡحَقُّ ؕ اَلَاۤ اِنَّ الَّذِیۡنَ یُمَارُوۡنَ فِی السَّاعَۃِ لَفِیۡ ضَلٰلٍۭ بَعِیۡدٍ ﴿۱۸﴾

(૧૮) તેના પર ઇમાન ન લાવનારાઓ ઊતાવળ કરે છે, પરંતુ ઇમાનવાળાઓ તેનાથી ડરતા રહે છે, અને જાણે છે કે તે હક છે; જાણી લો કે જેઓ (કયામતની) ઘડીના બારામાં શક કરે છે તેઓ ગુમરાહીમાં ખૂબ દૂર છે.

19

اَللّٰہُ لَطِیۡفٌۢ بِعِبَادِہٖ یَرۡزُقُ مَنۡ یَّشَآءُ ۚ وَ ہُوَ الۡقَوِیُّ الۡعَزِیۡزُ ﴿٪۱۹﴾

(૧૯) અલ્લાહ તેના બંદાઓ ઉપર મહેરબાન છે, જેને ચાહે છે તેને રોઝી આપે છે, અને તાકતવર અને જબરદસ્ત છે.

20

مَنۡ کَانَ یُرِیۡدُ حَرۡثَ الۡاٰخِرَۃِ نَزِدۡ لَہٗ فِیۡ حَرۡثِہٖ ۚ وَ مَنۡ کَانَ یُرِیۡدُ حَرۡثَ الدُّنۡیَا نُؤۡتِہٖ مِنۡہَا وَ مَا لَہٗ فِی الۡاٰخِرَۃِ مِنۡ نَّصِیۡبٍ ﴿۲۰﴾

(૨૦) જે આખેરતની ખેતી ચાહે છે અમે તેના માટે ખેતીમાં વધારો આપીએ છીએ, તથા જે દુનિયાની ખેતીનો તલબગાર છે તેને અમે તેમાંથી થોડુક આપીએ છીએ અને આખેરતમાં તેનો કંઇપણ હિસ્સો નથી.

21

اَمۡ لَہُمۡ شُرَکٰٓؤُا شَرَعُوۡا لَہُمۡ مِّنَ الدِّیۡنِ مَا لَمۡ یَاۡذَنۡۢ بِہِ اللّٰہُ ؕ وَ لَوۡ لَا کَلِمَۃُ الۡفَصۡلِ لَقُضِیَ بَیۡنَہُمۡ ؕ وَ اِنَّ الظّٰلِمِیۡنَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۲۱﴾

(૨૧) શું તેઓના એવા શરીકો છે કે જેમણે અલ્લાહની રજા વગર દીનની શરીઅત નક્કી કરી લીધેલ છે?! અને અગર ફેસલા(ની મોહલત)નો વાયદો ન થયો હોત તો તેમના વચ્ચે ફેસલો થઇ જાત; અને બેશક ઝાલિમો માટે દર્દનાક અઝાબ છે.

22

تَرَی الظّٰلِمِیۡنَ مُشۡفِقِیۡنَ مِمَّا کَسَبُوۡا وَ ہُوَ وَاقِعٌۢ بِہِمۡ ؕ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فِیۡ رَوۡضٰتِ الۡجَنّٰتِ ۚ لَہُمۡ مَّا یَشَآءُوۡنَ عِنۡدَ رَبِّہِمۡ ؕ ذٰلِکَ ہُوَ الۡفَضۡلُ الۡکَبِیۡرُ ﴿۲۲﴾

(૨૨) તું નિહાળીશ કે ઝાલિમો પોતાના આમાલ(ના અંજામ)થી ડરે છે, પરંતુ તે (અંજામ) તેઓને ઘેરી લેશે! અને જેઓ ઇમાન લાવ્યા અને સારા કાર્યો કર્યા, તેઓ જન્નતના બગીચાઓમાં છે, અને જે કંઇ ચાહશે તેમના માટે પરવરદિગારની પાસે છે; અને તે પરવરદિગારનો મોટો ફઝલ છે.

23

ذٰلِکَ الَّذِیۡ یُبَشِّرُ اللّٰہُ عِبَادَہُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ؕ قُلۡ لَّاۤ اَسۡـَٔلُکُمۡ عَلَیۡہِ اَجۡرًا اِلَّا الۡمَوَدَّۃَ فِی الۡقُرۡبٰی ؕ وَ مَنۡ یَّقۡتَرِفۡ حَسَنَۃً نَّزِدۡ لَہٗ فِیۡہَا حُسۡنًا ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ شَکُوۡرٌ ﴿۲۳﴾

(૨૩) આ તે છે કે જેની ખુશખબરી પરવરદિગાર -તેના ઇમાન લાવેલા નેક આમાલ કરનાર- બંદાઓને આપે છે, કહે કે હું તમારાથી આ (રિસાલત)ના બદલે કંઇપણ અજ્ર માંગતો નથી સિવાય કે મારા કરાબતદારો (નજીકના સગાવ્હાલાઓ) સાથે મોહબ્બત રાખો, અને જે કોઇ નેકી કરશે, અમે તેની નેકીમાં વધારો કરશું; બેશક અલ્લાહ માફ કરનાર અને કદર કરનાર છે.

24

اَمۡ یَقُوۡلُوۡنَ افۡتَرٰی عَلَی اللّٰہِ کَذِبًا ۚ فَاِنۡ یَّشَاِ اللّٰہُ یَخۡتِمۡ عَلٰی قَلۡبِکَ ؕ وَ یَمۡحُ اللّٰہُ الۡبَاطِلَ وَ یُحِقُّ الۡحَقَّ بِکَلِمٰتِہٖ ؕ اِنَّہٗ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۲۴﴾

(૨૪) શું તેઓ એમ કહે છે કે તે (પયગંબર) અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે?! જો અલ્લાહ ચાહે તો તારા દિલ પર મહોર મારી દે; અને અલ્લાહ બાતિલને નાબૂદ કરે છે અને હકને પોતાના કલેમાત થકી કાયમ કરે છે; બેશક તે દિલોના રાઝનો જાણનાર છે.

25

وَ ہُوَ الَّذِیۡ یَقۡبَلُ التَّوۡبَۃَ عَنۡ عِبَادِہٖ وَ یَعۡفُوۡا عَنِ السَّیِّاٰتِ وَ یَعۡلَمُ مَا تَفۡعَلُوۡنَ ﴿ۙ۲۵﴾

(૨૫) અને તે એ જ છે કે જે પોતાના બંદાઓની તૌબાને કબૂલ કરે છે, અને બૂરાઇઓને માફ કરે છે, અને તમે જે કાંઇ કરો છો તે જાણે છે:

26

وَ یَسۡتَجِیۡبُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ یَزِیۡدُہُمۡ مِّنۡ فَضۡلِہٖ ؕ وَ الۡکٰفِرُوۡنَ لَہُمۡ عَذَابٌ شَدِیۡدٌ ﴿۲۶﴾

(૨૬) અને જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા, તેઓની દુઆ કબૂલ કરે છે અને તેઓ ઉપર પોતાનો ફઝલ વધારે છે, અને નાસ્તિકો માટે સખ્ત અઝાબ છે.

27

وَ لَوۡ بَسَطَ اللّٰہُ الرِّزۡقَ لِعِبَادِہٖ لَبَغَوۡا فِی الۡاَرۡضِ وَ لٰکِنۡ یُّنَزِّلُ بِقَدَرٍ مَّا یَشَآءُ ؕ اِنَّہٗ بِعِبَادِہٖ خَبِیۡرٌۢ بَصِیۡرٌ ﴿۲۷﴾

(૨૭) અને અગર અલ્લાહ તેના બંદાઓની રોઝી વિશાળ કરી દેતે તો તેઓ ઝમીનમાં જરૂર બગાવત કરતા, પરંતુ તે તેની ઇચ્છા / મસ્લેહત પ્રમાણે પ્રમાણસર નાઝિલ કરે છે, બેશક તે પોતાના બંદાઓને જાણનાર અને જોનાર છે.

28

وَ ہُوَ الَّذِیۡ یُنَزِّلُ الۡغَیۡثَ مِنۡۢ بَعۡدِ مَا قَنَطُوۡا وَ یَنۡشُرُ رَحۡمَتَہٗ ؕ وَ ہُوَ الۡوَلِیُّ الۡحَمِیۡدُ ﴿۲۸﴾

(૨૮) અને તે એ જ છે કે જે લોકોના માયુસ થઇ જવા બાદ વરસાદ વરસાવે છે અને પોતાની રહેમતને ફેલાવે છે, અને તે જ વખાણને લાયક વલી છે.

29

وَ مِنۡ اٰیٰتِہٖ خَلۡقُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَثَّ فِیۡہِمَا مِنۡ دَآبَّۃٍ ؕ وَ ہُوَ عَلٰی جَمۡعِہِمۡ اِذَا یَشَآءُ قَدِیۡرٌ ﴿٪۲۹﴾

(૨૯) અને તેની નિશાનીઓમાંથી ઝમીન અને આસમાનોની ખિલકત અને બંનેમાં ફેલાયેલા જીવો છે; અને તે જયારે ચાહે તેઓને ભેગા કરવાની કુદરત રાખે છે.

30

وَ مَاۤ اَصَابَکُمۡ مِّنۡ مُّصِیۡبَۃٍ فَبِمَا کَسَبَتۡ اَیۡدِیۡکُمۡ وَ یَعۡفُوۡا عَنۡ کَثِیۡرٍ ﴿ؕ۳۰﴾

(૩૦) અને જે પણ મુસીબત તમારા સુધી પહોંચે છે તે તમારા કરેલા આમાલને કારણે છે, અને તે ઘણી વસ્તુઓ માફ કરે છે.

31

وَ مَاۤ اَنۡتُمۡ بِمُعۡجِزِیۡنَ فِی الۡاَرۡضِ ۚۖ وَ مَا لَکُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ مِنۡ وَّلِیٍّ وَّ لَا نَصِیۡرٍ ﴿۳۱﴾

(૩૧) અને તમે ઝમીનમાં અલ્લાહને (સજા આપવાથી) આજિઝ કરી શકવાના નથી અને અલ્લાહ સિવાય તમારો કોઇ વલી અને મદદગાર નથી.

32

وَ مِنۡ اٰیٰتِہِ الۡجَوَارِ فِی الۡبَحۡرِ کَالۡاَعۡلَامِ ﴿ؕ۳۲﴾

(૩૨) અને તેની નિશાનીઓમાંથી દરિયામાં ચાલતી પહાડ જેવી ઊંચી કશ્તીઓ છે.

33

اِنۡ یَّشَاۡ یُسۡکِنِ الرِّیۡحَ فَیَظۡلَلۡنَ رَوَاکِدَ عَلٰی ظَہۡرِہٖ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّکُلِّ صَبَّارٍ شَکُوۡرٍ ﴿ۙ۳۳﴾

(૩૩) અગર તે ચાહે તો હવાને સ્થિર કરે પરિણામે તે (કશ્તીઓ) પાણીની સપાટી પર રોકાય જાય; બેશક તેમાં દરેક સબ્ર કરનાર અને શુક્રગુઝાર માટે નિશાનીઓ છે.

34

اَوۡ یُوۡبِقۡہُنَّ بِمَا کَسَبُوۡا وَ یَعۡفُ عَنۡ کَثِیۡرٍ ﴿۫۳۴﴾

(૩૪) અથવા તે (કશ્તી સવારોને) તેઓના આમાલના કારણે હલાક કરી નાખે (પરંતુ) તે ઘણી બાબતોને માફ કરે છે :

35

وَّ یَعۡلَمَ الَّذِیۡنَ یُجَادِلُوۡنَ فِیۡۤ اٰیٰتِنَا ؕ مَا لَہُمۡ مِّنۡ مَّحِیۡصٍ ﴿۳۵﴾

(૩૫) અને જે લોકો અમારી આયતોના સંબંધમાં વાદ-વિવાદ કરતા રહે છે તેઓ જાણે કે તેમના માટે કોઇ છુટકારો નથી.

36

فَمَاۤ اُوۡتِیۡتُمۡ مِّنۡ شَیۡءٍ فَمَتَاعُ الۡحَیٰوۃِ الدُّنۡیَا ۚ وَ مَا عِنۡدَ اللّٰہِ خَیۡرٌ وَّ اَبۡقٰی لِلَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَلٰی رَبِّہِمۡ یَتَوَکَّلُوۡنَ ﴿ۚ۳۶﴾

(૩૬) અને તમને જે કાંઇ પણ આપવામાં આવ્યું છે તે દુન્યાવી ઝિંદગીનો સામાન છે, અને જે કાંઇ અલ્લાહ પાસે છે તે એ લોકો માટે બહેતર અને બાકી રહેનાર છે જેઓ ઇમાન લાવ્યા અને પોતાના પરવરદિગાર ઉપર આધાર રાખે છે.

37

وَ الَّذِیۡنَ یَجۡتَنِبُوۡنَ کَبٰٓئِرَ الۡاِثۡمِ وَ الۡفَوَاحِشَ وَ اِذَا مَا غَضِبُوۡا ہُمۡ یَغۡفِرُوۡنَ ﴿ۚ۳۷﴾

(૩૭) અને જેઓ ગુનાહે કબીરા અને બદકારીથી બચતા રહે છે, અને જયારે તેઓ ગુસ્સે થાય ત્યારે માફ કરે છે.

38

وَ الَّذِیۡنَ اسۡتَجَابُوۡا لِرَبِّہِمۡ وَ اَقَامُوا الصَّلٰوۃَ ۪ وَ اَمۡرُہُمۡ شُوۡرٰی بَیۡنَہُمۡ ۪ وَ مِمَّا رَزَقۡنٰہُمۡ یُنۡفِقُوۡنَ ﴿ۚ۳۸﴾

(૩૮) અને જેઓ પોતાના પરવરદિગારની દાવત કબૂલ કરે છે તથા નમાઝ કાયમ કરે છે, તથા તેઓના કામો સલાહ-મશવેરાથી થાય છે, અને અમોએ તેમને જે રીઝ્ક આપ્યું છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરે છે.

39

وَ الَّذِیۡنَ اِذَاۤ اَصَابَہُمُ الۡبَغۡیُ ہُمۡ یَنۡتَصِرُوۡنَ ﴿۳۹﴾

(૩૯) અને જયારે તેમના સુધી ઝુલ્મ પહોંચે ત્યારે (બચાવ માટે) મદદ માંગે છે.

40

وَ جَزٰٓؤُا سَیِّئَۃٍ سَیِّئَۃٌ مِّثۡلُہَا ۚ فَمَنۡ عَفَا وَ اَصۡلَحَ فَاَجۡرُہٗ عَلَی اللّٰہِ ؕ اِنَّہٗ لَا یُحِبُّ الظّٰلِمِیۡنَ ﴿۴۰﴾

(૪૦) અને દરેક બૂરાઇની સજા તેના જેવી છે અને જે માફ કરે અને નેકી કરે તો તેનો બદલો અલ્લાહ ઉપર છે, અને બેશક તે ઝાલિમોને ચાહતો નથી.

41

وَ لَمَنِ انۡتَصَرَ بَعۡدَ ظُلۡمِہٖ فَاُولٰٓئِکَ مَا عَلَیۡہِمۡ مِّنۡ سَبِیۡلٍ ﴿ؕ۴۱﴾

(૪૧) અને જે કોઇ પણ ઝુલ્મ થયા બાદ (ઇન્સાફ માટે) મદદ માંગે તો તેના પર કોઇ હરજ નથી.

42

اِنَّمَا السَّبِیۡلُ عَلَی الَّذِیۡنَ یَظۡلِمُوۡنَ النَّاسَ وَ یَبۡغُوۡنَ فِی الۡاَرۡضِ بِغَیۡرِ الۡحَقِّ ؕ اُولٰٓئِکَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۴۲﴾

(૪૨) હરજ તેઓ ઉપર છે કે જે લોકો પર ઝુલ્મ કરે છે અને ઝમીનમાં નાહક સરકશી કરે છે, તેઓ માટે દર્દનાક અઝાબ છે.

43

وَ لَمَنۡ صَبَرَ وَ غَفَرَ اِنَّ ذٰلِکَ لَمِنۡ عَزۡمِ الۡاُمُوۡرِ ﴿٪۴۳﴾

(૪૩) પરંતુ જો કોઇ સબ્ર કરે અને માફ કરી દે, તે મજબૂત ઇરાદાવાળુ કામ છે.

44

وَ مَنۡ یُّضۡلِلِ اللّٰہُ فَمَا لَہٗ مِنۡ وَّلِیٍّ مِّنۡۢ بَعۡدِہٖ ؕ وَ تَرَی الظّٰلِمِیۡنَ لَمَّا رَاَوُا الۡعَذَابَ یَقُوۡلُوۡنَ ہَلۡ اِلٰی مَرَدٍّ مِّنۡ سَبِیۡلٍ ﴿ۚ۴۴﴾

(૪૪) અને જેને અલ્લાહ (તેઓના આમાલને કારણે) ગુમરાહ કરે તે પછી તેના માટે કોઇ વલી નથી અને તમે જોશો કે જ્યારે ઝાલિમો અઝાબ જોશે ત્યારે કહેશે કે શું પાછા ફરવા માટે કોઇ રસ્તો છે ?

45

وَ تَرٰىہُمۡ یُعۡرَضُوۡنَ عَلَیۡہَا خٰشِعِیۡنَ مِنَ الذُّلِّ یَنۡظُرُوۡنَ مِنۡ طَرۡفٍ خَفِیٍّ ؕ وَ قَالَ الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِنَّ الۡخٰسِرِیۡنَ الَّذِیۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَہُمۡ وَ اَہۡلِیۡہِمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ اَلَاۤ اِنَّ الظّٰلِمِیۡنَ فِیۡ عَذَابٍ مُّقِیۡمٍ ﴿۴۵﴾

(૪૫) અને તું તેઓને જોઇશ કે તેઓને આગ સામે રજૂ કરવામાં આવશે એવી હાલતમાં કે નામોશીને લીધે તેમના માથા નમેલા છે, અને તેઓ ત્રાંસી આંખોથી જોવે છે, અને ઇમાનવાળાઓ કહેશે, હકીકતમાં નુકસાન ઉપાડનાર તેઓ જ છે કે જેઓ અને જેઓના ઘરવાળાઓ કયામતના દિવસે નુકસાન ઉપાડે, જાણી લો કે ઝાલિમો હંમેશા અઝાબમાં રહેશે.

46

وَ مَا کَانَ لَہُمۡ مِّنۡ اَوۡلِیَآءَ یَنۡصُرُوۡنَہُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ ؕ وَ مَنۡ یُّضۡلِلِ اللّٰہُ فَمَا لَہٗ مِنۡ سَبِیۡلٍ ﴿ؕ۴۶﴾

(૪૬) તેઓ માટે અલ્લાહ સિવાય બીજો કોઇ મદદ કરનાર સરપરસ્ત નથી અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેના માટે (હિદાયતનો) કોઇ રસ્તો નથી.

47

اِسۡتَجِیۡبُوۡا لِرَبِّکُمۡ مِّنۡ قَبۡلِ اَنۡ یَّاۡتِیَ یَوۡمٌ لَّا مَرَدَّ لَہٗ مِنَ اللّٰہِ ؕ مَا لَکُمۡ مِّنۡ مَّلۡجَاٍ یَّوۡمَئِذٍ وَّ مَا لَکُمۡ مِّنۡ نَّکِیۡرٍ ﴿۴۷﴾

(૪૭) તમે લોકો તમારા પરવરદિગારની દાવતને કબૂલ કરો તે પહેલા કે તે દિવસ આવી જાય જે અલ્લાહ તરફથી પાછો ફરનાર નથી, અને તે દિવસે તમારા માટે ન કોઇ પનાહગાહ છે અને ન બચાવનાર છે.

48

فَاِنۡ اَعۡرَضُوۡا فَمَاۤ اَرۡسَلۡنٰکَ عَلَیۡہِمۡ حَفِیۡظًا ؕ اِنۡ عَلَیۡکَ اِلَّا الۡبَلٰغُ ؕ وَ اِنَّاۤ اِذَاۤ اَذَقۡنَا الۡاِنۡسَانَ مِنَّا رَحۡمَۃً فَرِحَ بِہَا ۚ وَ اِنۡ تُصِبۡہُمۡ سَیِّئَۃٌۢ بِمَا قَدَّمَتۡ اَیۡدِیۡہِمۡ فَاِنَّ الۡاِنۡسَانَ کَفُوۡرٌ ﴿۴۸﴾

(૪૮) અને જો તેઓ મોઢુ ફેરવે તો (દુ:ખી ન થા કારણકે) અમોએ તને તેમની દેખરેખ માટે નથી મોકલ્યો, તમારી જવાબદારી ફકત પયગામ પહોંચાડવાની છે, અને અમે જયારે ઇન્સાનને અમારી રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેનાથી ખુશ થઇ જાય છે અને તેનાથી જો તેના આમાલના લીધે તેના સુધી કોઇ બલા પહોંચે (તો નાશુક્રી કરે છે) કારણકે ઇન્સાન ખૂબ જ નાશુક્રો છે.

49

لِلّٰہِ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ یَخۡلُقُ مَا یَشَآءُ ؕیَہَبُ لِمَنۡ یَّشَآءُ اِنَاثًا وَّ یَہَبُ لِمَنۡ یَّشَآءُ الذُّکُوۡرَ ﴿ۙ۴۹﴾

(૪૯) બેશક આસમાનો તથા ઝમીનની હુકૂમત અલ્લાહની જ છે; જે ચાહે છે તે પેદા કરે છે; જેને ચાહે છે દુખ્તર આપે છે, અને જેને ચાહે છે ફરઝંદ આપે છે:

50

اَوۡ یُزَوِّجُہُمۡ ذُکۡرَانًا وَّ اِنَاثًا ۚ وَ یَجۡعَلُ مَنۡ یَّشَآءُ عَقِیۡمًا ؕ اِنَّہٗ عَلِیۡمٌ قَدِیۡرٌ ﴿۵۰﴾

(૫૦) અથવા ફરઝંદ અને દુખ્તર બંનેને ભેગા કરી દે છે, અને જેને ચાહે છે લાઔલાદ (સંતાન વિહોણા) રાખે છે; બેશક તે જાણકાર અને કુદરત રાખનાર છે.

51

وَ مَا کَانَ لِبَشَرٍ اَنۡ یُّکَلِّمَہُ اللّٰہُ اِلَّا وَحۡیًا اَوۡ مِنۡ وَّرَآیِٔ حِجَابٍ اَوۡ یُرۡسِلَ رَسُوۡلًا فَیُوۡحِیَ بِاِذۡنِہٖ مَا یَشَآءُ ؕ اِنَّہٗ عَلِیٌّ حَکِیۡمٌ ﴿۵۱﴾

(૫૧) અને કોઇ ઇન્સાન માટે એ સઝાવાર નથી કે અલ્લાહ તેની સાથે વાત કરે, સિવાય કે વહી થકી અથવા પડદા પાછળથી અથવા રસૂલ (ફરિશ્તા)ને મોકલે છે અને જે ચાહે તે વહી કરે છે કારણકે તે બુલંદ મરતબા અને હિકમતવાળો છે.

52

وَ کَذٰلِکَ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ رُوۡحًا مِّنۡ اَمۡرِنَا ؕ مَا کُنۡتَ تَدۡرِیۡ مَا الۡکِتٰبُ وَ لَا الۡاِیۡمَانُ وَ لٰکِنۡ جَعَلۡنٰہُ نُوۡرًا نَّہۡدِیۡ بِہٖ مَنۡ نَّشَآءُ مِنۡ عِبَادِنَا ؕ وَ اِنَّکَ لَتَہۡدِیۡۤ اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿ۙ۵۲﴾

(૫૨) અને એ જ રીતે અમોએ તારી તરફ વહી કરી, આની પહેલા તને ખબર ન હતી કે કિતાબ શું છે અને ઇમાન કોને કહેવાય, પરંતુ અમોએ તે (કુરઆન)ને એક નૂર બનાવ્યું કે જેના થકી અમારા બંદાઓમાંથી જેની ચાહીએ તેની હિદાયત કરીએ છીએ; અને બેશક તું સીધા રસ્તાની હિદાયત કરે છો.

53

صِرَاطِ اللّٰہِ الَّذِیۡ لَہٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ اَلَاۤ اِلَی اللّٰہِ تَصِیۡرُ الۡاُمُوۡرُ ﴿٪۵۳﴾

(૫૩) જે અલ્લાહનો રસ્તો છે કે ઝમીન અને આસામાનોની દરેક વસ્તુઓ તે (અલ્લાહ)ની જ છે; અને જાણી લો તેની જ તરફ બધી બાબતોનું પાછું ફરવું છે.