અલ-કુરઆન

38

Sad

سورة ص


صٓ وَ الۡقُرۡاٰنِ ذِی الذِّکۡرِ ؕ﴿۱﴾

(૧) સાદ, કસમ છે નસીહતથી ભરેલા કુરઆનની.

بَلِ الَّذِیۡنَ کَفَرُوۡا فِیۡ عِزَّۃٍ وَّ شِقَاقٍ ﴿۲﴾

(૨) પરંતુ નાસ્તિકો ગુરૂર (ઘમંડ) અને ઇખ્તેલાફમાં પડયા છે.

کَمۡ اَہۡلَکۡنَا مِنۡ قَبۡلِہِمۡ مِّنۡ قَرۡنٍ فَنَادَوۡا وَّ لَاتَ حِیۡنَ مَنَاصٍ ﴿۳﴾

(૩) અમોએ તેમની અગાઉ કેટલીએ નસ્લોને હલાક કરી, પછી તેઓએ (નજાત માટે) ફરિયાદ કરી, પરંતુ નજાતનો સમય પસાર થઇ ચૂક્યો હતો.

وَ عَجِبُوۡۤا اَنۡ جَآءَہُمۡ مُّنۡذِرٌ مِّنۡہُمۡ ۫ وَ قَالَ الۡکٰفِرُوۡنَ ہٰذَا سٰحِرٌ کَذَّابٌ ۖ﴿ۚ۴﴾

(૪) અને તેમને એ વાતથી તઅજ્જુબ થયું કે તેઓમાંથી જ એક ડરાવનાર આવ્યો અને નાસ્તિકોએ કહ્યું કે આ જાદુગર અને ખૂબજ જૂઠ બોલનાર છે.

اَجَعَلَ الۡاٰلِہَۃَ اِلٰـہًا وَّاحِدًا ۚۖ اِنَّ ہٰذَا لَشَیۡءٌ عُجَابٌ ﴿۵﴾

(૫) શું તેણે સઘળા ખુદાઓને છોડીને એક ખુદાને અપનાવી લીધો, ખરેજ, એકદમ નવાઇ પમાડનાર વાત છે !

وَ انۡطَلَقَ الۡمَلَاُ مِنۡہُمۡ اَنِ امۡشُوۡا وَ اصۡبِرُوۡا عَلٰۤی اٰلِہَتِکُمۡ ۚۖ اِنَّ ہٰذَا لَشَیۡءٌ یُّرَادُ ۖ﴿ۚ۶﴾

(૬) તેઓમાંથી આગેવાનો બહાર આવ્યા અને કહ્યુ તમારા ખુદાઓ પર મજબૂતીથી કાયમ રહો બેશક આ ચીઝનો ઇરાદો કરવામાં આવેલ છે.

مَا سَمِعۡنَا بِہٰذَا فِی الۡمِلَّۃِ الۡاٰخِرَۃِ ۚۖ اِنۡ ہٰذَاۤ اِلَّا اخۡتِلَاقٌ ۖ﴿ۚ۷﴾

(૭) અમોએ બીજી ઉમ્મતોમાં આવી વાતો નથી સાંભળી; અને આ ફકત ઘડી કાઢેલી વાત છે.

ءَ اُنۡزِلَ عَلَیۡہِ الذِّکۡرُ مِنۡۢ بَیۡنِنَا ؕ بَلۡ ہُمۡ فِیۡ شَکٍّ مِّنۡ ذِکۡرِیۡ ۚ بَلۡ لَّمَّا یَذُوۡقُوۡا عَذَابِ ؕ﴿۸﴾

(૮) શું આપણામાંથી ફકત તેના ઉપર જ ઝિક્ર નાઝિલ થયેલ છે ? હકીકતમાં તેઓને મારા ઝિક્ર (વહી)માં શક છે બલ્કે તેઓએ હજી અઝાબ ચાખ્યો નથી.

اَمۡ عِنۡدَہُمۡ خَزَآئِنُ رَحۡمَۃِ رَبِّکَ الۡعَزِیۡزِ الۡوَہَّابِ ۚ﴿۹﴾

(૯) અથવા શું તેમની પાસે તારા જબરદસ્ત બક્ષનાર પરવરદિગારની રહેમતના ખજાનાઓ છે?

10

اَمۡ لَہُمۡ مُّلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا ۟ فَلۡیَرۡتَقُوۡا فِی الۡاَسۡبَابِ ﴿۱۰﴾

(૧૦) અથવા આસમાનો તથા ઝમીન અને તે બંનેની વચ્ચે જે કાંઇ છે તેનો ઇખ્તીયાર તેમને છે? (જો એવુ હોય તો) દરેક શક્ય વસીલાથી આસમાન પર ચડી જાય !

11

جُنۡدٌ مَّا ہُنَالِکَ مَہۡزُوۡمٌ مِّنَ الۡاَحۡزَابِ ﴿۱۱﴾

(૧૧) તેઓ પરાજીત થયેલ સમૂહોમાંથી એક નાનો સમૂહ છે.

12

کَذَّبَتۡ قَبۡلَہُمۡ قَوۡمُ نُوۡحٍ وَّ عَادٌ وَّ فِرۡعَوۡنُ ذُو الۡاَوۡتَادِ ﴿ۙ۱۲﴾

(૧૨) તેમની પહેલા કોમે નૂહ તથા કોમે આદ અને કુદરતમંદ ફિરઔને જૂઠલાવ્યા:

13

وَ ثَمُوۡدُ وَ قَوۡمُ لُوۡطٍ وَّ اَصۡحٰبُ لۡـَٔیۡکَۃِ ؕ اُولٰٓئِکَ الۡاَحۡزَابُ ﴿۱۳﴾

(૧૩) અને સમૂદ અને કોમે લૂતવાળા અને અસ્હાબે અયકા (શોઅયબની કોમ) તેઓ (જૂઠલાવનાર) સમૂહો હતા.

14

اِنۡ کُلٌّ اِلَّا کَذَّبَ الرُّسُلَ فَحَقَّ عِقَابِ ﴿٪۱۴﴾

(૧૪) તેઓમાંથી દરેકે રસૂલોને જૂઠલાવ્યા હતા, તેથી તેમના ઉપર અમારો અઝાબ સાબિત થયો.

15

وَ مَا یَنۡظُرُ ہٰۤؤُلَآءِ اِلَّا صَیۡحَۃً وَّاحِدَۃً مَّا لَہَا مِنۡ فَوَاقٍ ﴿۱۵﴾

(૧૫) અને તેઓ ફકત એક એવી ગર્જનાની રાહ જૂએ છે જેમાં લેશમાત્ર મોહલત અને પાછુ ફરવાનુ નથી!

16

وَ قَالُوۡا رَبَّنَا عَجِّلۡ لَّنَا قِطَّنَا قَبۡلَ یَوۡمِ الۡحِسَابِ ﴿۱۶﴾

(૧૬) અને તેઓ કહ્યુ કે પરવરદિગાર (અઝાબમાંથી) અમારો હિસ્સો હિસાબના દિવસની પહેલા અમોને આપ!

17

اِصۡبِرۡ عَلٰی مَا یَقُوۡلُوۡنَ وَ اذۡکُرۡ عَبۡدَنَا دَاوٗدَ ذَا الۡاَیۡدِ ۚ اِنَّہٗۤ اَوَّابٌ ﴿۱۷﴾

(૧૭) તમે તેમની વાતો પર સબ્ર કરો અને અમારા બંદા દાવૂદને યાદ કરો કે જે તાકતવર અને (અલ્લાહ તરફ) ખૂબ રજૂ થવાવાળા હતા.

18

اِنَّا سَخَّرۡنَا الۡجِبَالَ مَعَہٗ یُسَبِّحۡنَ بِالۡعَشِیِّ وَ الۡاِشۡرَاقِ ﴿ۙ۱۸﴾

(૧૮) અમોએ પહાડોને તેના તાબે કરી દીધા કે જેથી તેઓ તેની સાથે સવાર સાંજ પરવરદિગારની તસ્બીહ કરતા:

19

وَ الطَّیۡرَ مَحۡشُوۡرَۃً ؕ کُلٌّ لَّہٗۤ اَوَّابٌ ﴿۱۹﴾

(૧૯) અને પક્ષીઓને તેની આસપાસ ભેગાં કરી દીધા, તેઓ બધા તેની તરફ રજૂ કરનાર હતા.

20

وَ شَدَدۡنَا مُلۡکَہٗ وَ اٰتَیۡنٰہُ الۡحِکۡمَۃَ وَ فَصۡلَ الۡخِطَابِ ﴿۲۰﴾

(૨૦) અને અમોએ તેની હુકૂમતને મજબૂત કરી અને તેને હિકમત અને ઇન્સાફથી ફેસલો કરવાની તાકત આપી.

21

وَ ہَلۡ اَتٰىکَ نَبَؤُا الۡخَصۡمِ ۘ اِذۡ تَسَوَّرُوا الۡمِحۡرَابَ ﴿ۙ۲۱﴾

(૨૧) અને શું તમારી પાસે તે ફરિયાદીઓની ખબર પહોંચી છે કે જેઓ મહેરાબની દિવાલ ઉપર ચઢ્યા?!

22

اِذۡ دَخَلُوۡا عَلٰی دَاوٗدَ فَفَزِعَ مِنۡہُمۡ قَالُوۡا لَا تَخَفۡ ۚ خَصۡمٰنِ بَغٰی بَعۡضُنَا عَلٰی بَعۡضٍ فَاحۡکُمۡ بَیۡنَنَا بِالۡحَقِّ وَ لَا تُشۡطِطۡ وَ اہۡدِنَاۤ اِلٰی سَوَآءِ الصِّرَاطِ ﴿۲۲﴾

(૨૨) જયારે તેઓ દાવૂદ પાસે હાજર થયા ત્યારે તેઓથી ખૌફઝદા (ભયભિત) થયા. (જેથી) તેમણે કહ્યું કે (અય દાવૂદ!) ડર નહી; અમે બંને પક્ષકારો છીએ, અમારામાંથી એકે બીજા ઉપર ઝુલ્મ કર્યો છે, અત્યારે તું અમારી વચ્ચે હક સાથે ફેંસલો કર, અને (તેમ કરવામાં) કોઇ પ્રકારની નાઇન્સાફી ન કર, અને અમને સીધા રસ્તાની હિદાયત કર.

23

اِنَّ ہٰذَاۤ اَخِیۡ ۟ لَہٗ تِسۡعٌ وَّ تِسۡعُوۡنَ نَعۡجَۃً وَّ لِیَ نَعۡجَۃٌ وَّاحِدَۃٌ ۟ فَقَالَ اَکۡفِلۡنِیۡہَا وَ عَزَّنِیۡ فِی الۡخِطَابِ ﴿۲۳﴾

(૨૩) બેશક આ મારો ભાઇ છે; તેની પાસે નવ્વાણું ઘેટીઓ છે, અને મારી પાસે એક જ ઘેટી છે; તે કહે છે કે તે મને સોંપી દે, અને વાતચીતમાં મને મગલૂબ કરી દીધો છે.

24

قَالَ لَقَدۡ ظَلَمَکَ بِسُؤَالِ نَعۡجَتِکَ اِلٰی نِعَاجِہٖ ؕ وَ اِنَّ کَثِیۡرًا مِّنَ الۡخُلَطَآءِ لَیَبۡغِیۡ بَعۡضُہُمۡ عَلٰی بَعۡضٍ اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ قَلِیۡلٌ مَّا ہُمۡ ؕ وَ ظَنَّ دَاوٗدُ اَنَّمَا فَتَنّٰہُ فَاسۡتَغۡفَرَ رَبَّہٗ وَ خَرَّ رَاکِعًا وَّ اَنَابَ ﴿ٛ۲۴﴾

(૨૪) (દાવૂદે) કહ્યું તેણે પોતાની ઘેંટીઓ ઉપરાંત તારી ઘેંટી માંગીને તારા પર ઝુલ્મ કર્યો છે, અને ઘણાં ભાગીદારો એક બીજા ઉપર ઝુલ્મ કરે છે, સિવાય તે લોકોના કે જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા પરંતુ તેઓ ઘણાં ઓછા છે અને દાવૂદે જાણ્યુ કે અમોએ તેની અજમાઇશ કરી છે તેથી તેણે પોતાના પરવરદિગાર પાસે માફી માંગી અને સિજદામાં પડી ગયા, અને તોબા કરી.

25

فَغَفَرۡنَا لَہٗ ذٰلِکَ ؕ وَ اِنَّ لَہٗ عِنۡدَنَا لَزُلۡفٰی وَ حُسۡنَ مَاٰبٍ ﴿۲۵﴾

(૨૫) અમોએ તેને આ બાબતે માફ કરી દીધો; અને બેશક અમારી પાસે તેનો ખાસ મરતબો અને બહેતરીન અંજામ છે!

26

یٰدَاوٗدُ اِنَّا جَعَلۡنٰکَ خَلِیۡفَۃً فِی الۡاَرۡضِ فَاحۡکُمۡ بَیۡنَ النَّاسِ بِالۡحَقِّ وَ لَا تَتَّبِعِ الۡہَوٰی فَیُضِلَّکَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ ؕ اِنَّ الَّذِیۡنَ یَضِلُّوۡنَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ لَہُمۡ عَذَابٌ شَدِیۡدٌۢ بِمَا نَسُوۡا یَوۡمَ الۡحِسَابِ ﴿٪۲۶﴾

(૨૬) અય દાવૂદ અમોએ તને ઝમીનમાં અમારો ખલીફા બનાવ્યો, તેથી લોકો વચ્ચે ઇન્સાફથી ફેસલો કરો, અને (અયોગ્ય) ઇચ્છાની પૈરવી ન કરો, કે તને રાહે ખુદાથી ગુમરાહ કરી નાખે હકીકતમાં હિસાબનો દિવસ ભૂલવાને કારણે અલ્લાહના રસ્તેથી ગુમરાહ થનાર માટે સખ્ત અઝાબ છે.

27

وَ مَا خَلَقۡنَا السَّمَآءَ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَا بَاطِلًا ؕ ذٰلِکَ ظَنُّ الَّذِیۡنَ کَفَرُوۡا ۚ فَوَیۡلٌ لِّلَّذِیۡنَ کَفَرُوۡا مِنَ النَّارِ ﴿ؕ۲۷﴾

(૨૭) અને અમે આસમાન તથા ઝમીન અને તે બંને વચ્ચે જે કાંઇ છે તેને બેકાર નથી પેદા કર્યા, આ ફકત નાસ્તિકોનુ ગુમાન છે. અફસોસ નાસ્તિકો ઉપર આગ માટે.

28

اَمۡ نَجۡعَلُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ کَالۡمُفۡسِدِیۡنَ فِی الۡاَرۡضِ ۫ اَمۡ نَجۡعَلُ الۡمُتَّقِیۡنَ کَالۡفُجَّارِ ﴿۲۸﴾

(૨૮) શું જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમને ઝમીન પર ફસાદ કરનારાની બરાબર રાખશુ અથવા પરહેઝગારોને નાફરમાનોની બરાબર (રાખશુ)?

29

کِتٰبٌ اَنۡزَلۡنٰہُ اِلَیۡکَ مُبٰرَکٌ لِّیَدَّبَّرُوۡۤا اٰیٰتِہٖ وَ لِیَتَذَکَّرَ اُولُوا الۡاَلۡبَابِ ﴿۲۹﴾

(૨૯) આ એક મુબારક કિતાબ છે જે અમોએ તારી તરફ નાઝિલ કરી, જેથી તેની આયતોમાં તેઓ ગૌરો ફિક્ર (ચિંતન) કરે અને અક્કલમંદો નસીહત હાંસિલ કરે.

30

وَ وَہَبۡنَا لِدَاوٗدَ سُلَیۡمٰنَ ؕ نِعۡمَ الۡعَبۡدُ ؕ اِنَّہٗۤ اَوَّابٌ ﴿ؕ۳۰﴾

(૩૦) અને અમોએ દાવૂદને સુલયમાન અતા કર્યો; કેવો બેહતરીન બંદો! કારણકે તે ખૂબજ તૌબા કરનાર હતો.

31

اِذۡ عُرِضَ عَلَیۡہِ بِالۡعَشِیِّ الصّٰفِنٰتُ الۡجِیَادُ ﴿ۙ۳۱﴾

(૩૧) જયારે સાંજના સમયે તેની સામે ઉમદા ઘોડા રજૂ કરવામાં આવ્યા :

32

فَقَالَ اِنِّیۡۤ اَحۡبَبۡتُ حُبَّ الۡخَیۡرِ عَنۡ ذِکۡرِ رَبِّیۡ ۚ حَتّٰی تَوَارَتۡ بِالۡحِجَابِ ﴿ٝ۳۲﴾

(૩૨) ત્યારે તેણે કહ્યુ હુ અલ્લાહ(ની રાહમાં જેહાદ) માટે આ ઘોડાઓને ચાહુ છુ એટલે સુધી કે (તે ઘોડાઓ) નજરોથી દૂર થઇ ગયા.

33

رُدُّوۡہَا عَلَیَّ ؕ فَطَفِقَ مَسۡحًۢا بِالسُّوۡقِ وَ الۡاَعۡنَاقِ ﴿۳۳﴾

(૩૩) પછી તેણે કહ્યું કે તેમને મારી પાસે પાછા પલ્ટાવો, પછી તેમની પીંડળીઓ અને ગરદનોને તે પંપાળવા લાગ્યા.

34

وَ لَقَدۡ فَتَنَّا سُلَیۡمٰنَ وَ اَلۡقَیۡنَا عَلٰی کُرۡسِیِّہٖ جَسَدًا ثُمَّ اَنَابَ ﴿۳۴﴾

(૩૪) અને બેશક અમોએ સુલયમાનની અજમાયશ કરી, અને તેની ખુરસી ઉપર એક લાશ ફેંકી, પછી તે (અલ્લાહ તરફ) રજૂ થયો.

35

قَالَ رَبِّ اغۡفِرۡ لِیۡ وَ ہَبۡ لِیۡ مُلۡکًا لَّا یَنۡۢبَغِیۡ لِاَحَدٍ مِّنۡۢ بَعۡدِیۡ ۚ اِنَّکَ اَنۡتَ الۡوَہَّابُ ﴿۳۵﴾

(૩૫) કહ્યું કે અય પરવરદિગાર મને માફ કર, અને મને એવી હુકૂમત અતા કર કે જે મારા પછી કોઇના માટે સઝાવાર ન હોય, બેશક તું બહુજ અતા કરનાર છો.

36

فَسَخَّرۡنَا لَہُ الرِّیۡحَ تَجۡرِیۡ بِاَمۡرِہٖ رُخَآءً حَیۡثُ اَصَابَ ﴿ۙ۳۶﴾

(૩૬) જેથી અમોએ પવનને તેના તાબે કરી દીધો કે તેના હુકમ મુજબ ધીમે ધીમે ચાલે જ્યાં ચાહે ત્યાં લઇ જાય.

37

وَ الشَّیٰطِیۡنَ کُلَّ بَنَّآءٍ وَّ غَوَّاصٍ ﴿ۙ۳۷﴾

(૩૭) અને શૈતાનો તેના તાબે કરી દીધા અને તેઓમાંથી દરેક કડીયા અને મરજીવાને!

38

وَّ اٰخَرِیۡنَ مُقَرَّنِیۡنَ فِی الۡاَصۡفَادِ ﴿۳۸﴾

(૩૮) અને બીજા ગિરોહને (નાફરમાનીના કારણે) સાંકળોમાં જકડેલા રાખ્યા.

39

ہٰذَا عَطَآؤُنَا فَامۡنُنۡ اَوۡ اَمۡسِکۡ بِغَیۡرِ حِسَابٍ ﴿۳۹﴾

(૩૯) આ અમારી અતા છે, જેને ચાહે બેહિસાબ અતા કર અને જેનાથી ચાહે (તેનાથી અતા) રોકી રાખ.

40

وَ اِنَّ لَہٗ عِنۡدَنَا لَزُلۡفٰی وَ حُسۡنَ مَاٰبٍ ﴿٪۴۰﴾

(૪૦) અને તેના માટે અમારી પાસે માનવંત દરજ્જો અને બહેતરીન અંજામ છે.

41

وَ اذۡکُرۡ عَبۡدَنَاۤ اَیُّوۡبَ ۘ اِذۡ نَادٰی رَبَّہٗۤ اَنِّیۡ مَسَّنِیَ الشَّیۡطٰنُ بِنُصۡبٍ وَّ عَذَابٍ ﴿ؕ۴۱﴾

(૪૧) અને અમારા બંદા અય્યુબને યાદ કરો, જયારે તેણે પોતાના પરવરદિગારને પોકાર્યો કે બેશક શૈતાને મને ગમ અને મુશ્કેલીમાં સપડાવી દીધો છે.

42

اُرۡکُضۡ بِرِجۡلِکَ ۚ ہٰذَا مُغۡتَسَلٌۢ بَارِدٌ وَّ شَرَابٌ ﴿۴۲﴾

(૪૨) (ત્યારે અમોએ કહ્યું કે) ઝમીન પર તારા પગને માર, આ નહાવા અને પીવા માટે ઠંડુ ઝરણું છે.

43

وَ وَہَبۡنَا لَہٗۤ اَہۡلَہٗ وَ مِثۡلَہُمۡ مَّعَہُمۡ رَحۡمَۃً مِّنَّا وَ ذِکۡرٰی لِاُولِی الۡاَلۡبَابِ ﴿۴۳﴾

(૪૩) અને અમોએ અમારી રહેમતના કારણે તેને તેના બાલ બચ્ચાં અતા કર્યા, અને એની જેટલા (બીજા પણ આપ્યા,) જેથી અક્કલમંદો માટે નસીહત બને.

44

وَ خُذۡ بِیَدِکَ ضِغۡثًا فَاضۡرِبۡ بِّہٖ وَ لَا تَحۡنَثۡ ؕ اِنَّا وَجَدۡنٰہُ صَابِرًا ؕ نِعۡمَ الۡعَبۡدُ ؕ اِنَّہٗۤ اَوَّابٌ ﴿۴۴﴾

(૪૪) (કસમ પૂરી કરવા માટે કહ્યુ) કે સળીનો જૂડો લઇને તેના વડે માર, તારી કસમ ન તોડ! અમે તેને સબ્ર કરનાર પામ્યો, કેટલો નેક અને તોબા કરનાર બંદો હતો!

45

وَ اذۡکُرۡ عِبٰدَنَاۤ اِبۡرٰہِیۡمَ وَ اِسۡحٰقَ وَ یَعۡقُوۡبَ اُولِی الۡاَیۡدِیۡ وَ الۡاَبۡصَارِ ﴿۴۵﴾

(૪૫) અને અમારા બંદા ઇબ્રાહીમ તથા ઇસ્હાક તથા યાકૂબને યાદ કર, જેઓ કુદરતમંદ અને બસીરતવાળા હતા.

46

اِنَّاۤ اَخۡلَصۡنٰہُمۡ بِخَالِصَۃٍ ذِکۡرَی الدَّارِ ﴿ۚ۴۶﴾

(૪૬) બેશક અમોએ તેને ખાસ (આખેરતના) ઘરને યાદ રાખનાર ખાલિસ બનાવ્યો.

47

وَ اِنَّہُمۡ عِنۡدَنَا لَمِنَ الۡمُصۡطَفَیۡنَ الۡاَخۡیَارِ ﴿ؕ۴۷﴾

(૪૭) અને બેશક તેઓ અમારી પાસે પસંદ કરેલા (ચૂંટી કાઢેલા) અને નેક બંદાઓમાંથી છે.

48

وَ اذۡکُرۡ اِسۡمٰعِیۡلَ وَ الۡیَسَعَ وَ ذَاالۡکِفۡلِ ؕ وَ کُلٌّ مِّنَ الۡاَخۡیَارِ ﴿ؕ۴۸﴾

(૪૮) અને ઇસ્માઇલ તથા યસ્આ તથા ઝુલકિફલને યાદ કર; અને તે બધા નેક બંદાઓમાંથી હતાં.

49

ہٰذَا ذِکۡرٌ ؕ وَ اِنَّ لِلۡمُتَّقِیۡنَ لَحُسۡنَ مَاٰبٍ ﴿ۙ۴۹﴾

(૪૯) આ એક યાદી (નસીહત) છે, અને પરહેઝગારો માટે બહેતરીન અંજામ છે :

50

جَنّٰتِ عَدۡنٍ مُّفَتَّحَۃً لَّہُمُ الۡاَبۡوَابُ ﴿ۚ۵۰﴾

(૫૦) હંમેશાની જન્નતો જેના દરવાજા તેમના માટે ખુલ્લા છે.

51

مُتَّکِـِٕیۡنَ فِیۡہَا یَدۡعُوۡنَ فِیۡہَا بِفَاکِہَۃٍ کَثِیۡرَۃٍ وَّ شَرَابٍ ﴿۵۱﴾

(૫૧) એવી હાલતમાં કે તેઓ તેમાં ટેકો આપીને બેઠેલા છે, અને તેમાં જાતજાતના ફળો અને પીણાંઓની તેઓના ઇખ્તેયારમાં છે.

52

وَ عِنۡدَہُمۡ قٰصِرٰتُ الطَّرۡفِ اَتۡرَابٌ ﴿۵۲﴾

(૫૨) અને તેમની પાસે હમસીન (સમાન વયની અને પોતાના શોહરો સુધી) ટૂંકી નજરોવાળી ઔરતો છે.

53

ہٰذَا مَا تُوۡعَدُوۡنَ لِیَوۡمِ الۡحِسَابِ ﴿ؓ۵۳﴾

(૫૩) આ બધી એ વસ્તુઓ છે જેનો હિસાબના દિવસે તમારાથી વાયદો કરવામાં આવ્યો હતો.

54

اِنَّ ہٰذَا لَرِزۡقُنَا مَا لَہٗ مِنۡ نَّفَادٍ ﴿ۚۖ۵۴﴾

(૫૪) બેશક આ અમારૂ રિઝ્ક છે જે ખત્મ થનાર નથી!

55

ہٰذَا ؕ وَ اِنَّ لِلطّٰغِیۡنَ لَشَرَّ مَاٰبٍ ﴿ۙ۵۵﴾

(૫૫) આ (પરહેઝગારોનુ ઇનામ છે) અને સરકશો માટે બદતરીન અંજામ છે:

56

جَہَنَّمَ ۚ یَصۡلَوۡنَہَا ۚ فَبِئۡسَ الۡمِہَادُ ﴿۵۶﴾

(૫૬) જહન્નમ કે જેમાં તેઓ દાખલ થશે અને કેટલી ખરાબ આરામ કરવાની જગ્યા છે!

57

ہٰذَا ۙ فَلۡیَذُوۡقُوۡہُ حَمِیۡمٌ وَّ غَسَّاقٌ ﴿ۙ۵۷﴾

(૫૭) આ (પીણું) હમીમ અને ગસ્સાક છે કે જેમાંથી ચાખવુ પડશે. (બે ઘેરા રંગનુ બળતરા આપનાર પ્રવાહી)

58

وَّ اٰخَرُ مِنۡ شَکۡلِہٖۤ اَزۡوَاجٌ ﴿ؕ۵۸﴾

(૫૮) અને આજ પ્રકારના બીજા અઝાબો છે.

59

ہٰذَا فَوۡجٌ مُّقۡتَحِمٌ مَّعَکُمۡ ۚ لَا مَرۡحَبًۢا بِہِمۡ ؕ اِنَّہُمۡ صَالُوا النَّارِ ﴿۵۹﴾

(૫૯) આ ગિરોહ તમારી સાથે જહન્નમમાં દાખલ થશે, તેઓનુ સ્વાગત નથી, બધા જહન્નમમાં સળગશે!

60

قَالُوۡا بَلۡ اَنۡتُمۡ ۟ لَا مَرۡحَبًۢا بِکُمۡ ؕ اَنۡتُمۡ قَدَّمۡتُمُوۡہُ لَنَا ۚ فَبِئۡسَ الۡقَرَارُ ﴿۶۰﴾

(૬૦) (પૈરવી કરનારાઓ) કહેશે બલ્કે તમારૂ સ્વાગત નથી કે તમોએ આ અઝાબ અમારા માટે તૈયાર કર્યો, અને કેવુ ખરાબ ઠેકાણું છે!

61

قَالُوۡا رَبَّنَا مَنۡ قَدَّمَ لَنَا ہٰذَا فَزِدۡہُ عَذَابًا ضِعۡفًا فِی النَّارِ ﴿۶۱﴾

(૬૧) પછી તેઓ કહેશે કે અય અમારા રબ જેમણે અમારા માટે આ અઝાબ આગળ કર્યો, આગમાં તેમના અઝાબને બમણો કર!

62

وَ قَالُوۡا مَا لَنَا لَا نَرٰی رِجَالًا کُنَّا نَعُدُّہُمۡ مِّنَ الۡاَشۡرَارِ ﴿ؕ۶۲﴾

(૬૨) અને તેઓ કહેશે કે અમને શું થઇ ગયું છે કે અમે તે લોકોને નથી જોેતા કે જેમનો શુમાર અમે ખરાબ લોકોમાં કરતા હતા ?

63

اَتَّخَذۡنٰہُمۡ سِخۡرِیًّا اَمۡ زَاغَتۡ عَنۡہُمُ الۡاَبۡصَارُ ﴿۶۳﴾

(૬૩) શું અમોએ તેમની મશ્કરી કરી અથવા અમારી આંખો તેને નથી જોતી?

64

اِنَّ ذٰلِکَ لَحَقٌّ تَخَاصُمُ اَہۡلِ النَّارِ ﴿٪۶۴﴾

(૬૪) જહન્નમવાળાઓનું આપસમાં ઝઘડવું હકીકત છે.

65

قُلۡ اِنَّمَاۤ اَنَا مُنۡذِرٌ ٭ۖ وَّ مَا مِنۡ اِلٰہٍ اِلَّا اللّٰہُ الۡوَاحِدُ الۡقَہَّارُ ﴿ۚ۶۵﴾

(૬૫) તું કહે કે હું ફકત ડરાવનાર છું અને દરેક ચીઝ ઉપર છવાઇ જનાર એક અલ્લાહ સિવાય કોઇ માઅબૂદ નથી

66

رَبُّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا الۡعَزِیۡزُ الۡغَفَّارُ ﴿۶۶﴾

(૬૬) આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે, જે જબરદસ્ત અને માફ કરનાર છે.

67

قُلۡ ہُوَ نَبَؤٌا عَظِیۡمٌ ﴿ۙ۶۷﴾

(૬૭) તું કહે કે આ મોટી ખબર છે:

68

اَنۡتُمۡ عَنۡہُ مُعۡرِضُوۡنَ ﴿۶۸﴾

(૬૮) કે જેનાથી તમે મોઢું ફેરવ્યુ!

69

مَا کَانَ لِیَ مِنۡ عِلۡمٍۭ بِالۡمَلَاِ الۡاَعۡلٰۤی اِذۡ یَخۡتَصِمُوۡنَ ﴿۶۹﴾

(૬૯) જ્યારે મલએ આ'અલા (ઉપરની દુનિયા)માં વાદ-વિવાદ કરતા હતા તેની જાણકારી મને નથી!

70

اِنۡ یُّوۡحٰۤی اِلَیَّ اِلَّاۤ اَنَّمَاۤ اَنَا نَذِیۡرٌ مُّبِیۡنٌ ﴿۷۰﴾

(૭૦) મારા પર કાંઇપણ વહી નથી થતી સિવાય કે હુ ખુલ્લો ડરાવનાર છુ

71

اِذۡ قَالَ رَبُّکَ لِلۡمَلٰٓئِکَۃِ اِنِّیۡ خَالِقٌۢ بَشَرًا مِّنۡ طِیۡنٍ ﴿۷۱﴾

(૭૧) જ્યારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને કહ્યું કે ખરેખર હું માટીમાંથી એક માણસ બનાવીશ.

72

فَاِذَا سَوَّیۡتُہٗ وَ نَفَخۡتُ فِیۡہِ مِنۡ رُّوۡحِیۡ فَقَعُوۡا لَہٗ سٰجِدِیۡنَ ﴿۷۲﴾

(૭૨) જ્યારે હું તેને બનાવી અને મારી રૂહ તેમાં ફૂંકુ ત્યારે તમે સૌ સજદામાં પડી જજો.

73

فَسَجَدَ الۡمَلٰٓئِکَۃُ کُلُّہُمۡ اَجۡمَعُوۡنَ ﴿ۙ۷۳﴾

(૭૩) ત્યારે બધા ફરિશ્તાઓએ સિજદો કર્યો:

74

اِلَّاۤ اِبۡلِیۡسَ ؕ اِسۡتَکۡبَرَ وَ کَانَ مِنَ الۡکٰفِرِیۡنَ ﴿۷۴﴾

(૭૪) સિવાય ઇબ્લીસે કે તેણે ગુરૂર (ઘમંડ) કર્યો અને નાસ્તિકમાંથી હતો.

75

قَالَ یٰۤاِبۡلِیۡسُ مَا مَنَعَکَ اَنۡ تَسۡجُدَ لِمَا خَلَقۡتُ بِیَدَیَّ ؕ اَسۡتَکۡبَرۡتَ اَمۡ کُنۡتَ مِنَ الۡعَالِیۡنَ ﴿۷۵﴾

(૭૫) (ખુદાએ) કહ્યું કે તને કંઇ વસ્તુએ તેનો સજદો કરવાથી રોકયો કે જેને મેં મારી કુદરતના હાથથી બનાવ્યો? તું એ તકબ્બૂર (ઘમંડ) કર્યો અથવા તું ખરેખર બુલંદ દરજ્જાવાળાઓમાંથી છો ?

76

قَالَ اَنَا خَیۡرٌ مِّنۡہُ ؕ خَلَقۡتَنِیۡ مِنۡ نَّارٍ وَّ خَلَقۡتَہٗ مِنۡ طِیۡنٍ ﴿۷۶﴾

(૭૬) તેણે કહ્યું કે હું તેના કરતાં સારો છું; તેં મને આગથી પેદા કર્યો અને તેને માટીમાંથી પેદા કર્યો.

77

قَالَ فَاخۡرُجۡ مِنۡہَا فَاِنَّکَ رَجِیۡمٌ ﴿ۚۖ۷۷﴾

(૭૭) તેણે (અલ્લાહે) કહ્યું કે તું અહીંથી નીકળી જા, તું હાંકી કાઢવામાં આવેલો છો!

78

وَّ اِنَّ عَلَیۡکَ لَعۡنَتِیۡۤ اِلٰی یَوۡمِ الدِّیۡنِ ﴿۷۸﴾

(૭૮) અને બેશક તારા ઉપર બદલાના દિવસ સુધી મારી લાનત હશે.

79

قَالَ رَبِّ فَاَنۡظِرۡنِیۡۤ اِلٰی یَوۡمِ یُبۡعَثُوۡنَ ﴿۷۹﴾

(૭૯) તેણે કહ્યું કે પરવરદિગાર ! મને (ફરીથી) ઊઠાડવામાં આવશે તે દિવસ સુધી મોહલત આપ.

80

قَالَ فَاِنَّکَ مِنَ الۡمُنۡظَرِیۡنَ ﴿ۙ۸۰﴾

(૮૦) તેણે કહ્યું કે તને મોહલત આપવામાં આવી છે :

81

اِلٰی یَوۡمِ الۡوَقۡتِ الۡمَعۡلُوۡمِ ﴿۸۱﴾

(૮૧) પરંતુ એક નકકી દિવસ સુધી.

82

قَالَ فَبِعِزَّتِکَ لَاُغۡوِیَنَّہُمۡ اَجۡمَعِیۡنَ ﴿ۙ۸۲﴾

(૮૨) તેણે કહ્યું કે તારી ઇઝઝતની કસમ હું બધાને ગુમરાહ કરીશ:

83

اِلَّا عِبَادَکَ مِنۡہُمُ الۡمُخۡلَصِیۡنَ ﴿۸۳﴾

(૮૩) સિવાય કે તારા ખાલિસ બંદાઓ તેઓમાંથી.

84

قَالَ فَالۡحَقُّ ۫ وَ الۡحَقَّ اَقُوۡلُ ﴿ۚ۸۴﴾

(૮૪) (અલ્લાહે) કહ્યું કે આ હકીકત છે અને હું સાચુ કહું છું :

85

لَاَمۡلَـَٔنَّ جَہَنَّمَ مِنۡکَ وَ مِمَّنۡ تَبِعَکَ مِنۡہُمۡ اَجۡمَعِیۡنَ ﴿۸۵﴾

(૮૫) કે હું જહન્નમને તારાથી અને તેઓમાંથી તારી પૈરવી કરનારાઓથી ભરી દઇશ.

86

قُلۡ مَاۤ اَسۡـَٔلُکُمۡ عَلَیۡہِ مِنۡ اَجۡرٍ وَّ مَاۤ اَنَا مِنَ الۡمُتَکَلِّفِیۡنَ ﴿۸۶﴾

(૮૬) (અય રસૂલ!) તું કહે કે ન હું તમારાથી કંઇ બદલો માંગુ છુ અને ન હું બનાવટ કરવાવાળો છું.

87

اِنۡ ہُوَ اِلَّا ذِکۡرٌ لِّلۡعٰلَمِیۡنَ ﴿۸۷﴾

(૮૭) આ (કુરઆન) દુનિયાવાળાઓ માટે એક નસીહત છે.

88

وَ لَتَعۡلَمُنَّ نَبَاَہٗ بَعۡدَ حِیۡنٍ ﴿٪۸۸﴾

(૮૮) અને થોડા સમય પછી તમો સૌને તેની હકીકતની ખબર પડી જશે.