અલ-કુરઆન

26

Ash-Shuara

سورة الشعراء


طٰسٓمّٓ ﴿۱﴾

(૧) તા-સીન મીમ


Read Tafsir

تِلۡکَ اٰیٰتُ الۡکِتٰبِ الۡمُبِیۡنِ ﴿۲﴾

(૨) આ સ્પષ્ટ કિતાબની આયતો છે.

لَعَلَّکَ بَاخِعٌ نَّفۡسَکَ اَلَّا یَکُوۡنُوۡا مُؤۡمِنِیۡنَ ﴿۳﴾

(૩) કદાચ (આ અફસોસમાં) તમે તમારી જાતને મારી નાખશો? કે શા માટે આ લોકો ઇમાન નથી લાવતા!

اِنۡ نَّشَاۡ نُنَزِّلۡ عَلَیۡہِمۡ مِّنَ السَّمَآءِ اٰیَۃً فَظَلَّتۡ اَعۡنَاقُہُمۡ لَہَا خٰضِعِیۡنَ ﴿۴﴾

(૪) જો અમે ચાહતા તો આસમાનથી તેમના ઉપર એવી નિશાની નાઝિલ કરીએ કે તેમની ગરદનો નમી જાય.

وَ مَا یَاۡتِیۡہِمۡ مِّنۡ ذِکۡرٍ مِّنَ الرَّحۡمٰنِ مُحۡدَثٍ اِلَّا کَانُوۡا عَنۡہُ مُعۡرِضِیۡنَ ﴿۵﴾

(૫) અને રહેમાન ખુદાની તરફથી કોઇ નવો ઝિક્ર આવતો નથી સિવાય કે તેઓ તેનાથી મોઢુ ફેરવે છે.


Read Tafsir

فَقَدۡ کَذَّبُوۡا فَسَیَاۡتِیۡہِمۡ اَنۡۢبٰٓؤُا مَا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿۶﴾

(૬) ખરેખર તેમણે જૂઠલાવ્યું, માટે નજીકમાં જ જે વસ્તુની તેઓ મજાક ઉડાવ્યા કરતા હતા તેની ખબરો તેમની પાસે આવશે.

اَوَ لَمۡ یَرَوۡا اِلَی الۡاَرۡضِ کَمۡ اَنۡۢبَتۡنَا فِیۡہَا مِنۡ کُلِّ زَوۡجٍ کَرِیۡمٍ ﴿۷﴾

(૭) શું તેમણે ઝમીન તરફ નથી જોયું કે અમોએ કેવી રીતે પ્રકાર પ્રકારની કિંમતી વનસ્પતિઓ ઊગાડી!?

اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً ؕوَ مَا کَانَ اَکۡثَرُ ہُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۸﴾

(૮) બેશક તેમાં અમારી નિશાની છે; પરંતુ તેઓમાંથી મોટા ભાગના ઇમાન લાવનારાઓ નથી.

وَ اِنَّ رَبَّکَ لَہُوَ الۡعَزِیۡزُ الرَّحِیۡمُ ﴿٪۹﴾

(૯) અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.

10

وَ اِذۡ نَادٰی رَبُّکَ مُوۡسٰۤی اَنِ ائۡتِ الۡقَوۡمَ الظّٰلِمِیۡنَ ﴿ۙ۱۰﴾

(૧૦) અને જયારે તારા પરવરદિગારે મૂસાને પોકાર્યો કે તું ઝાલિમોની કોમ તરફ જા :


Read Tafsir

11

قَوۡمَ فِرۡعَوۡنَ ؕ اَلَا یَتَّقُوۡنَ ﴿۱۱﴾

(૧૧) ફિરઔનની કોમ, શું તેઓ (નાફરમાનીથી) પરહેઝ નહી કરે?

12

قَالَ رَبِّ اِنِّیۡۤ اَخَافُ اَنۡ یُّکَذِّبُوۡنِ ﴿ؕ۱۲﴾

(૧૨) તેણે કહ્યું કે અય મારા પરવરદિગાર ! મને ડર છે કે તેઓ મને જૂઠલાવે:

13

وَ یَضِیۡقُ صَدۡرِیۡ وَ لَا یَنۡطَلِقُ لِسَانِیۡ فَاَرۡسِلۡ اِلٰی ہٰرُوۡنَ ﴿۱۳﴾

(૧૩) અને મારૂં દિલ તંગ થાય છે, અને મારી જીભમાં રવાની નથી, માટે તું (આ પયગામ માટે) હારૂનને મોકલ.

14

وَ لَہُمۡ عَلَیَّ ذَنۡۢبٌ فَاَخَافُ اَنۡ یَّقۡتُلُوۡنِ ﴿ۚ۱۴﴾

(૧૪) અને (તેઓના કહેવા મુજબ) મારા માથે તેમનો એક જુર્મ છે, હું ડરૂં છું કે તેઓ મને મારી નાખે.

15

قَالَ کَلَّا ۚ فَاذۡہَبَا بِاٰیٰتِنَاۤ اِنَّا مَعَکُمۡ مُّسۡتَمِعُوۡنَ ﴿۱۵﴾

(૧૫) (અલ્લાહે) કહ્યું, ના (એવું નહી થાય); તમે બંને અમારી નિશાનીઓ સાથે જાઓ, અને અમે તમારી સાથે (દરેક વાત) સાંભળનાર છીએ.


Read Tafsir

16

فَاۡتِیَا فِرۡعَوۡنَ فَقُوۡلَاۤ اِنَّا رَسُوۡلُ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿ۙ۱۶﴾

(૧૬) તમે બન્ને ફિરઔન પાસે જાઓ અને કહો કે બેશક અમે તમામ દુનિયાઓના પરવરદિગારના મોકલેલા રસૂલ છીએ:

17

اَنۡ اَرۡسِلۡ مَعَنَا بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ﴿ؕ۱۷﴾

(૧૭) બની ઇસરાઇલને અમારી સાથે મોકલ.

18

قَالَ اَلَمۡ نُرَبِّکَ فِیۡنَا وَلِیۡدًا وَّ لَبِثۡتَ فِیۡنَا مِنۡ عُمُرِکَ سِنِیۡنَ ﴿ۙ۱۸﴾

(૧૮) તેણે કહ્યું : શું અમોએ તને બાળપણમાં અમારી વચ્ચે ઉછેર્યો ન હતો અને તારા જીવનના ઘણા વર્ષાં અમારી વચ્ચે ન હતો?

19

وَ فَعَلۡتَ فَعۡلَتَکَ الَّتِیۡ فَعَلۡتَ وَ اَنۡتَ مِنَ الۡکٰفِرِیۡنَ ﴿۱۹﴾

(૧૯) છેવટે તે તારૂ કામ કર્યુ અને તું નાશુક્રી કરવાવાળાઓમાંથી છો.

20

قَالَ فَعَلۡتُہَاۤ اِذًا وَّ اَنَا مِنَ الضَّآلِّیۡنَ ﴿ؕ۲۰﴾

(૨૦) મૂસાએ કહ્યું, એ કામ ત્યારે કર્યુ કે જ્યારે હું ગાફિલ હતો.


Read Tafsir

21

فَفَرَرۡتُ مِنۡکُمۡ لَمَّا خِفۡتُکُمۡ فَوَہَبَ لِیۡ رَبِّیۡ حُکۡمًا وَّ جَعَلَنِیۡ مِنَ الۡمُرۡسَلِیۡنَ ﴿۲۱﴾

(૨૧) પછી જ્યારે હું તમારા ડર્યો ત્યારે, તમારાથી ભાગ્યો પછી મારા પરવરદિગારે મને હિકમત અતા કરી અને મને પોતાનો રસૂલોમાંથી (એક રસૂલ) બનાવ્યો.

22

وَ تِلۡکَ نِعۡمَۃٌ تَمُنُّہَا عَلَیَّ اَنۡ عَبَّدۡتَّ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ﴿ؕ۲۲﴾

(૨૨) શુ બની ઇસ્રાઇલને ગુલામ બનાવ્યા (જેના કારણે મારો ઊછેર તારા ઘરમાં થયો) તે અહેસાન છે કે જતાવી રહ્યો છો?

23

قَالَ فِرۡعَوۡنُ وَ مَا رَبُّ الۡعٰلَمِیۡنَ ﴿ؕ۲۳﴾

(૨૩) ફિરઔને કહ્યું કે, આ તમામ દુનિયાવાળાઓનો પરવરદિગાર શું છે?

24

قَالَ رَبُّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا ؕ اِنۡ کُنۡتُمۡ مُّوۡقِنِیۡنَ ﴿۲۴﴾

(૨૪) મૂસાએ કહ્યું કે જો તમે યકીન કરો તો તે આસમાનો તથા ઝમીન અને તે બંનેની વચ્ચે જે કાંઇ છે તેનો પરવરદિગાર છે.

25

قَالَ لِمَنۡ حَوۡلَہٗۤ اَلَا تَسۡتَمِعُوۡنَ ﴿۲۵﴾

(૨૫) (ફિરઔને) પોતાની આજુબાજુવાળાઓને કહ્યું, શું તમે સાંભળતા નથી ?


Read Tafsir

26

قَالَ رَبُّکُمۡ وَ رَبُّ اٰبَآئِکُمُ الۡاَوَّلِیۡنَ ﴿۲۶﴾

(૨૬) (મૂસાએ) કહ્યું કે તે તમારો પરવરદિગાર અને તમારા અગાઉ થઇ ગયેલ બાપદાદાઓનો પરવરદિગાર છે.

27

قَالَ اِنَّ رَسُوۡلَکُمُ الَّذِیۡۤ اُرۡسِلَ اِلَیۡکُمۡ لَمَجۡنُوۡنٌ ﴿۲۷﴾

(૨૭) (ફિરઔને) કહ્યું કે તમારો આ રસૂલ કે જે તમારા તરફ મોકલવામાં આવ્યો છે તે બિલકુલ દીવાનો છે.

28

قَالَ رَبُّ الۡمَشۡرِقِ وَ الۡمَغۡرِبِ وَ مَا بَیۡنَہُمَا ؕ اِنۡ کُنۡتُمۡ تَعۡقِلُوۡنَ ﴿۲۸﴾

(૨૮) (મૂસાએ) કહ્યું કે જો તમે વિચારો તો મશરિક તથા મગરિબ અને જે કાંઇ તે બંનેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે.

29

قَالَ لَئِنِ اتَّخَذۡتَ اِلٰـہًا غَیۡرِیۡ لَاَجۡعَلَنَّکَ مِنَ الۡمَسۡجُوۡنِیۡنَ ﴿۲۹﴾

(૨૯) (ફિરઔને) કહ્યું કે જો તેં મારા સિવાય બીજા કોઇને ખુદા માન્યો તો હું તને કેદીઓમાં રાખી દઇશ.

30

قَالَ اَوَ لَوۡ جِئۡتُکَ بِشَیۡءٍ مُّبِیۡنٍ ﴿ۚ۳۰﴾

(૩૦) (મૂસાએ) ફરમાવ્યું કે જો હું તારી પાસે એક રોશન ચીઝ લાવુ તો પણ ?


Read Tafsir

31

قَالَ فَاۡتِ بِہٖۤ اِنۡ کُنۡتَ مِنَ الصّٰدِقِیۡنَ ﴿۳۱﴾

(૩૧) (ફિરઔને) કહ્યું કે જો તુ સાચો હોય તો તે લઇ આવ.

32

فَاَلۡقٰی عَصَاہُ فَاِذَا ہِیَ ثُعۡبَانٌ مُّبِیۡنٌ ﴿ۚۖ۳۲﴾

(૩૨) આથી મૂસાએ પોતાનો અસા (લાકડી) ફેકી કે તે તરત જ એક દેખીતો અજગર બની ગયો:

33

وَّ نَزَعَ یَدَہٗ فَاِذَا ہِیَ بَیۡضَآءُ لِلنّٰظِرِیۡنَ ﴿٪۳۳﴾

(૩૩) અને પોતાનો હાથ જેવો કાઢ્યો તેવો જ તે સઘળા જોનારાઓને સફેદ ચળકતો બની ગયો.

34

قَالَ لِلۡمَلَاِ حَوۡلَہٗۤ اِنَّ ہٰذَا لَسٰحِرٌ عَلِیۡمٌ ﴿ۙ۳۴﴾

(૩૪) ફિરઔને પોતાની આજુબાજુના સરદારોને કહ્યું, ખરેખર આ હોશિયાર જાદુગર છે :

35

یُّرِیۡدُ اَنۡ یُّخۡرِجَکُمۡ مِّنۡ اَرۡضِکُمۡ بِسِحۡرِہٖ ٭ۖ فَمَا ذَا تَاۡمُرُوۡنَ ﴿۳۵﴾

(૩૫) તે ચાહે છે કે તમને તમારી ઝમીનમાંથી પોતાના જાદુઇ બળ વડે કાઢી મૂકે તો હવે તમે શું સલાહ આપો છો ?


Read Tafsir

36

قَالُوۡۤا اَرۡجِہۡ وَ اَخَاہُ وَ ابۡعَثۡ فِی الۡمَدَآئِنِ حٰشِرِیۡنَ ﴿ۙ۳۶﴾

(૩૬) લોકોએ કહ્યું કે તેને તથા તેના ભાઇને મોહલત આપ અને શહેરોમાં જાદુગરોને ભેગા કરનારાઓને રવાના કર:

37

یَاۡتُوۡکَ بِکُلِّ سَحَّارٍ عَلِیۡمٍ ﴿۳۷﴾

(૩૭) જેથી તેઓ બધા હોશિયાર જાદુગર લઇ આવે.

38

فَجُمِعَ السَّحَرَۃُ لِمِیۡقَاتِ یَوۡمٍ مَّعۡلُوۡمٍ ﴿ۙ۳۸﴾

(૩૮) છેવટે એક નક્કી કરેલ સમયે અને જગ્યાએ તમામ જાદુગરોને ભેગા કરવામાં આવ્યા.

39

وَّ قِیۡلَ لِلنَّاسِ ہَلۡ اَنۡتُمۡ مُّجۡتَمِعُوۡنَ ﴿ۙ۳۹﴾

(૩૯) અને લોકોને (દાવત માટે) કહેવામાં આવ્યું કે શું તમે બધા ભેગા થશો ?

40

لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَۃَ اِنۡ کَانُوۡا ہُمُ الۡغٰلِبِیۡنَ ﴿۴۰﴾

(૪૦) એવી ઉમ્મીદ સાથે કે જાદુગરો ગાલિબ થાય અને તેઓની પૈરવી કરીએ.

41

فَلَمَّا جَآءَ السَّحَرَۃُ قَالُوۡا لِفِرۡعَوۡنَ اَئِنَّ لَنَا لَاَجۡرًا اِنۡ کُنَّا نَحۡنُ الۡغٰلِبِیۡنَ ﴿۴۱﴾

(૪૧) પછી જ્યારે જાદુગરો આવી ગયા ત્યારે તેમણે ફિરઔનને કહ્યું કે જો અમે ગાલિબ થાય તો શું અમને કાંઇ (ખાસ) બદલો મળશે?

42

قَالَ نَعَمۡ وَ اِنَّکُمۡ اِذًا لَّمِنَ الۡمُقَرَّبِیۡنَ ﴿۴۲﴾

(૪૨) તેણે કહ્યું, જરૂર તમે મારા નજીકના (ખાસ માણસો)માંથી થઇ જશો.


Read Tafsir

43

قَالَ لَہُمۡ مُّوۡسٰۤی اَلۡقُوۡا مَاۤ اَنۡتُمۡ مُّلۡقُوۡنَ ﴿۴۳﴾

(૪૩) મૂસાએ તેઓને કહ્યું કે જે કાંઇ તમારે ફેંકવું હોય તે ફેંકો.

44

فَاَلۡقَوۡا حِبَالَہُمۡ وَ عِصِیَّہُمۡ وَ قَالُوۡا بِعِزَّۃِ فِرۡعَوۡنَ اِنَّا لَنَحۡنُ الۡغٰلِبُوۡنَ ﴿۴۴﴾

(૪૪) તો તેમણે પોતાની દોરડીઓ તથા લાકડીઓ ફેંકી અને કહ્યું કે ફિરઔનની ઇજ્જતની કસમ ! અમે જરૂર ગાલિબ થશું.

45

فَاَلۡقٰی مُوۡسٰی عَصَاہُ فَاِذَا ہِیَ تَلۡقَفُ مَا یَاۡفِکُوۡنَ ﴿ۚۖ۴۵﴾

(૪૫) પછી મૂસાએ પોતાની અસા (લાકડી) ફેંકી, તો અચાનક જ જે કાંઇ જૂઠની બનાવટ હતી તેને ગળી ગઇ.

46

فَاُلۡقِیَ السَّحَرَۃُ سٰجِدِیۡنَ ﴿ۙ۴۶﴾

(૪૬) પરિણામે જાદુગરો સજદામાં પડી ગયા:

47

قَالُوۡۤا اٰمَنَّا بِرَبِّ الۡعٰلَمِیۡنَ ﴿ۙ۴۷﴾

(૪૭) અને તેઓએ કહ્યું કે અમે તમામ દુનિયાઓના પરવરદિગાર પર ઇમાન લાવ્યા:

48

رَبِّ مُوۡسٰی وَ ہٰرُوۡنَ ﴿۴۸﴾

(૪૮) (જે) મૂસા તથા હારૂનનો પરવરદિગાર (છે.)!

49

قَالَ اٰمَنۡتُمۡ لَہٗ قَبۡلَ اَنۡ اٰذَنَ لَکُمۡ ۚ اِنَّہٗ لَکَبِیۡرُکُمُ الَّذِیۡ عَلَّمَکُمُ السِّحۡرَ ۚ فَلَسَوۡفَ تَعۡلَمُوۡنَ ۬ؕ لَاُقَطِّعَنَّ اَیۡدِیَکُمۡ وَ اَرۡجُلَکُمۡ مِّنۡ خِلَافٍ وَّ لَاُوصَلِّبَنَّکُمۡ اَجۡمَعِیۡنَ ﴿ۚ۴۹﴾

(૪૯) (ફિરઔને) કહ્યું કે હું તમને રજા આપું તે પહેલાં તમે તેના પર ઇમાન લાવ્યા? બેશક એ તમારો ઉસ્તાદ (જાદુગર) છે કે જેણે તમને જાદુ શીખવેલ, પરંતુ જલ્દી તમે જાણી લેશો; હું તમારા ઉલ્ટા સુલ્ટા (જમણો હાથ અને ડાબો પગ અથવા ઉલ્ટું) હાથ અને પગ કાપી નાખીશ અને તમને બધાને ફાંસીએ ચઢાવીશ!

50

قَالُوۡا لَا ضَیۡرَ ۫ اِنَّاۤ اِلٰی رَبِّنَا مُنۡقَلِبُوۡنَ ﴿ۚ۵۰﴾

(૫૦) તેમણે કહ્યું કંઇ પરવા નથી કારણકે અમે અમારા પરવરદિગાર તરફ પાછા ફરવાના છીએ.

51

اِنَّا نَطۡمَعُ اَنۡ یَّغۡفِرَ لَنَا رَبُّنَا خَطٰیٰنَاۤ اَنۡ کُنَّاۤ اَوَّلَ الۡمُؤۡمِنِیۡنَ ﴿ؕ٪۵۱﴾

(૫૧) અમે ઉમ્મીદ રાખીએ છીએ કે અમારો પરવરદિગાર અમારી ખતાઓને માફ કરે કારણકે અમે સૌથી પહેલા ઇમાન લાવનારાઓ છીએ.


Read Tafsir

52

وَ اَوۡحَیۡنَاۤ اِلٰی مُوۡسٰۤی اَنۡ اَسۡرِ بِعِبَادِیۡۤ اِنَّکُمۡ مُّتَّبَعُوۡنَ ﴿۵۲﴾

(૫૨) અને અમોએ મૂસાને વહી કરી કે તું મારા બંદાઓને લઇને રાતો રાત નિકળી જા કારણકે તમારો પીછો કરવામાં આવશે.

53

فَاَرۡسَلَ فِرۡعَوۡنُ فِی الۡمَدَآئِنِ حٰشِرِیۡنَ ﴿ۚ۵۳﴾

(૫૩) પછી ફિરઔને (અલગ અલગ) શહેરોમાં લશ્કર જમા કરવાવાળાઓને રવાના કર્યા.

54

اِنَّ ہٰۤؤُلَآءِ لَشِرۡ ذِمَۃٌ قَلِیۡلُوۡنَ ﴿ۙ۵۴﴾

(૫૪) આ થોડાક લોકોનો સમૂહ છે:

55

وَ اِنَّہُمۡ لَنَا لَغَآئِظُوۡنَ ﴿ۙ۵۵﴾

(૫૫) અને બેશક એ લોકોએ આપણને ગુસ્સે કર્યા:

56

وَ اِنَّا لَجَمِیۡعٌ حٰذِرُوۡنَ ﴿ؕ۵۶﴾

(૫૬) અને આપણે બધા સાવચેત છીએ.

57

فَاَخۡرَجۡنٰہُمۡ مِّنۡ جَنّٰتٍ وَّ عُیُوۡنٍ ﴿ۙ۵۷﴾

(૫૭) અને (છેવટે) અમોએ તેમને બગીચા તથા ઝરણાંઓમાંથી બહાર કાઢયા :

58

وَّ کُنُوۡزٍ وَّ مَقَامٍ کَرِیۡمٍ ﴿ۙ۵۸﴾

(૫૮) અને ખજાનાઓ તથા સારી જગ્યાઓમાંથી:


Read Tafsir

59

کَذٰلِکَ ؕ وَ اَوۡرَثۡنٰہَا بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ﴿ؕ۵۹﴾

(૫૯) અને આ રીતે અમોએ બની ઇસરાઇલને તે (નેઅમતો)ના વારસદાર બનાવ્યા.

60

فَاَتۡبَعُوۡہُمۡ مُّشۡرِقِیۡنَ ﴿۶۰﴾

(૬૦) પછી તેઓ (મૂસા અને તેનાં સાથીઓ)નો પીછો કર્યો અને વહેલી સવારે (તેઓ સુધી પહોંચ્યા).

61

فَلَمَّا تَرَآءَ الۡجَمۡعٰنِ قَالَ اَصۡحٰبُ مُوۡسٰۤی اِنَّا لَمُدۡرَکُوۡنَ ﴿ۚ۶۱﴾

(૬૧) પછી જ્યારે બન્ને સમૂહ એકબીજાને જોયા ત્યારે મૂસાના સાથીઓ બોલ્યા કે હવે આપણે પકડમાં આવી ગયા!

62

قَالَ کَلَّا ۚ اِنَّ مَعِیَ رَبِّیۡ سَیَہۡدِیۡنِ ﴿۶۲﴾

(૬૨) (મૂસાએ) ફરમાવ્યું, એવું નથી, બેશક મારો પરવરદિગાર મારી સાથે છે, નજીકમાં જ તે મારી હિદાયત કરશે (રસ્તા તરફ).


Read Tafsir

63

فَاَوۡحَیۡنَاۤ اِلٰی مُوۡسٰۤی اَنِ اضۡرِبۡ بِّعَصَاکَ الۡبَحۡرَ ؕ فَانۡفَلَقَ فَکَانَ کُلُّ فِرۡقٍ کَالطَّوۡدِ الۡعَظِیۡمِ ﴿ۚ۶۳﴾

(૬૩) પછી અમોએ મૂસાને વહી કરી કે તારી અસા (લાકડી) દરિયા પર માર, (તેને અસા મારી પછી) તે બે ભાગમાં વહેંચાઇ ગયો અને તેના દરેક ભાગ મોટા પહાડ જેવા હતા.

64

وَ اَزۡلَفۡنَا ثَمَّ الۡاٰخَرِیۡنَ ﴿ۚ۶۴﴾

(૬૪) અને બીજા (ગિરોહ)ને અમોએ (દરિયાની) નજીક કર્યા.

65

وَ اَنۡجَیۡنَا مُوۡسٰی وَ مَنۡ مَّعَہٗۤ اَجۡمَعِیۡنَ ﴿ۚ۶۵﴾

(૬૫) અને અમોએ મૂસાને તથા તેના બધા સાથીઓને નજાત આપી.

66

ثُمَّ اَغۡرَقۡنَا الۡاٰخَرِیۡنَ ﴿ؕ۶۶﴾

(૬૬) પછી બીજાઓને અમોએ ડૂબાડી દીધા.


Read Tafsir

67

اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً ؕ وَ مَا کَانَ اَکۡثَرُہُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۶۷﴾

(૬૭) આમાં અમારી નિશાની છે, પરંતુ તેઓમાંથી મોટા ભાગના ઇમાન લાવ્યા ન હતા.

68

وَ اِنَّ رَبَّکَ لَہُوَ الۡعَزِیۡزُ الرَّحِیۡمُ ﴿٪۶۸﴾

(૬૮) અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.

69

وَ اتۡلُ عَلَیۡہِمۡ نَبَاَ اِبۡرٰہِیۡمَ ﴿ۘ۶۹﴾

(૬૯) અને તું તેમને ઇબ્રાહીમની ખબર સંભળાવ.

70

اِذۡ قَالَ لِاَبِیۡہِ وَ قَوۡمِہٖ مَا تَعۡبُدُوۡنَ ﴿۷۰﴾

(૭૦) જયારે તેણે પોતાના (પાલક) પિતા અને કોમને કહ્યું તમે કંઇ ચીઝની ઇબાદત કરો છો?

71

قَالُوۡا نَعۡبُدُ اَصۡنَامًا فَنَظَلُّ لَہَا عٰکِفِیۡنَ ﴿۷۱﴾

(૭૧) તેમણે કહ્યું, અમે મૂર્તિઓની ઇબાદત કરીએ છીએ અને તેમની જ ઇબાદતમાં રોકાયેલ છીએ.

72

قَالَ ہَلۡ یَسۡمَعُوۡنَکُمۡ اِذۡ تَدۡعُوۡنَ ﴿ۙ۷۲﴾

(૭૨) (ઇબ્રાહીમે) કહ્યું કે જયારે તમે તેને પોકારો છો ત્યારે શું તેઓ તમને સાંભળે છે ?


Read Tafsir

73

اَوۡ یَنۡفَعُوۡنَکُمۡ اَوۡ یَضُرُّوۡنَ ﴿۷۳﴾

(૭૩) અથવા તમને કાંઇ ફાયદો કે નુકસાન પહોંચાડે છે?

74

قَالُوۡا بَلۡ وَجَدۡنَاۤ اٰبَآءَنَا کَذٰلِکَ یَفۡعَلُوۡنَ ﴿۷۴﴾

(૭૪) (તેમણે) કહ્યું, (ના) પણ અમોએ અમારા બાપદાદાઓને તેમ કરતા પામ્યા છે.

75

قَالَ اَفَرَءَیۡتُمۡ مَّا کُنۡتُمۡ تَعۡبُدُوۡنَ ﴿ۙ۷۵﴾

(૭૫) ઇબ્રાહીમે કહ્યું : શું તમોએ જોયુ કે કંઇ ચીઝની તમે ઇબાદત કરો છો :

76

اَنۡتُمۡ وَ اٰبَآؤُکُمُ الۡاَقۡدَمُوۡنَ ﴿۫ۖ۷۶﴾

(૭૬) તમો અને તમારા અગાઉના બાપદાદાઓ?

77

فَاِنَّہُمۡ عَدُوٌّ لِّیۡۤ اِلَّا رَبَّ الۡعٰلَمِیۡنَ ﴿ۙ۷۷﴾

(૭૭) તેઓ બધા મારા દુશ્મન છે સિવાય કે દુનિયાનો પાલનહાર :


Read Tafsir

78

الَّذِیۡ خَلَقَنِیۡ فَہُوَ یَہۡدِیۡنِ ﴿ۙ۷۸﴾

(૭૮) જેણે મને પેદા કર્યો, અને હંમેશા એ જ મારી હિદાયત કરે છે:

79

وَ الَّذِیۡ ہُوَ یُطۡعِمُنِیۡ وَ یَسۡقِیۡنِ ﴿ۙ۷۹﴾

(૭૯) અને એ જ મને (ખાવાનું) ખવડાવે છે અને મને (પાણી) પીવડાવે છે :

80

وَ اِذَا مَرِضۡتُ فَہُوَ یَشۡفِیۡنِ ﴿۪ۙ۸۰﴾

(૮૦) અને જ્યારે હું બીમાર પડું છું ત્યારે તે જ મને શફા આપે છે:

81

وَ الَّذِیۡ یُمِیۡتُنِیۡ ثُمَّ یُحۡیِیۡنِ ﴿ۙ۸۱﴾

(૮૧) અને એ જ મને મૌત આપશે, પછી ફરી જીવંત કરશે :

82

وَ الَّذِیۡۤ اَطۡمَعُ اَنۡ یَّغۡفِرَ لِیۡ خَطِیۡٓئَتِیۡ یَوۡمَ الدِّیۡنِ ﴿ؕ۸۲﴾

(૮૨) અને તેનાથી હું ઉમ્મીદ રાખું છું કે તે બદલો આપવાના દિવસે મારા ગુનાહ માફ કરે.

83

رَبِّ ہَبۡ لِیۡ حُکۡمًا وَّ اَلۡحِقۡنِیۡ بِالصّٰلِحِیۡنَ ﴿ۙ۸۳﴾

(૮૩) અય મારા પરવરદિગાર ! મને ઇલ્મ અને ડહાપણ (હિકમત) અતા કર અને મને સાલેહ લોકો સાથે જોડી દે.


Read Tafsir

84

وَ اجۡعَلۡ لِّیۡ لِسَانَ صِدۡقٍ فِی الۡاٰخِرِیۡنَ ﴿ۙ۸۴﴾

(૮૪) અને હવે પછી આવનારી નસ્લોમાં મારા માટે સાચી ઝબાન (ઝિક્રે ખૈર કાયમ) રાખ:

85

وَ اجۡعَلۡنِیۡ مِنۡ وَّرَثَۃِ جَنَّۃِ النَّعِیۡمِ ﴿ۙ۸۵﴾

(૮૫) અને મને નેઅમતોવાળી જન્નતનો વારસદાર બનાવ :

86

وَ اغۡفِرۡ لِاَبِیۡۤ اِنَّہٗ کَانَ مِنَ الضَّآلِّیۡنَ ﴿ۙ۸۶﴾

(૮૬) અને મારા (પાલક) પિતાને માફ કર, બેશક તે ગુમરાહોમાંથી હતો :

87

وَ لَا تُخۡزِنِیۡ یَوۡمَ یُبۡعَثُوۡنَ ﴿ۙ۸۷﴾

(૮૭) અને તે દિવસે મને ઝલીલ ન કરજે જયારે (લોકોને કબ્રોમાંથી) ઉઠાડવામાં આવશે:

88

یَوۡمَ لَا یَنۡفَعُ مَالٌ وَّ لَا بَنُوۡنَ ﴿ۙ۸۸﴾

(૮૮) જે દિવસે માલ અને ઔલાદ કાંઇ ફાયદો નહિ આપે:


Read Tafsir

89

اِلَّا مَنۡ اَتَی اللّٰہَ بِقَلۡبٍ سَلِیۡمٍ ﴿ؕ۸۹﴾

(૮૯) સિવાય કે જે સલામત દિલ સાથે અલ્લાહ પાસે હાજર થશે.

90

وَ اُزۡلِفَتِ الۡجَنَّۃُ لِلۡمُتَّقِیۡنَ ﴿ۙ۹۰﴾

(૯૦) અને જન્નત પરહેઝગારોની નજીક થશે.

91

وَ بُرِّزَتِ الۡجَحِیۡمُ لِلۡغٰوِیۡنَ ﴿ۙ۹۱﴾

(૯૧) અને જહન્નમ ગુમરાહોની સામે જાહેર થશે :

92

وَ قِیۡلَ لَہُمۡ اَیۡنَمَا کُنۡتُمۡ تَعۡبُدُوۡنَ ﴿ۙ۹۲﴾

(૯૨) અને તેમને કહેવામાં આવશે કે તમે જેની ઇબાદત કરતા હતા તેઓ ક્યાં છે ?

93

مِنۡ دُوۡنِ اللّٰہِ ؕ ہَلۡ یَنۡصُرُوۡنَکُمۡ اَوۡ یَنۡتَصِرُوۡنَ ﴿ؕ۹۳﴾

(૯૩) અલ્લાહ સિવાય(ના માઅબૂદો), તેઓ તમારી મદદ કરશે અથવા પોતાની મદદ કરશે?

94

فَکُبۡکِبُوۡا فِیۡہَا ہُمۡ وَ الۡغَاوٗنَ ﴿ۙ۹۴﴾

(૯૪) પછી તેઓને તથા ગુમરાહોને જહન્નમમાં ધકેલી દેવામાં આવશે:

95

وَ جُنُوۡدُ اِبۡلِیۡسَ اَجۡمَعُوۡنَ ﴿ؕ۹۵﴾

(૯૫) અને શૈતાનના આખા લશ્કરને!


Read Tafsir

96

قَالُوۡا وَ ہُمۡ فِیۡہَا یَخۡتَصِمُوۡنَ ﴿ۙ۹۶﴾

(૯૬) અને તેઓ જહન્નમમાં એકબીજા સાથે ઝઘડો કરતા-કરતા કહેશે કે :

97

تَاللّٰہِ اِنۡ کُنَّا لَفِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿ۙ۹۷﴾

(૯૭) અલ્લાહની કસમ! આપણે ખુલ્લી ગુમરાહીમાં હતા :

98

اِذۡ نُسَوِّیۡکُمۡ بِرَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۹۸﴾

(૯૮) જ્યારે તમને (બૂતોને) દુનિયાઓના પરવરદિગારની બરાબર ગણતા હતા.

99

وَ مَاۤ اَضَلَّنَاۤ اِلَّا الۡمُجۡرِمُوۡنَ ﴿۹۹﴾

(૯૯) અને અમને મુજરીમો સિવાય બીજા કોઇએ ગુમરાહ નથી કર્યા.


Read Tafsir

100

فَمَا لَنَا مِنۡ شَافِعِیۡنَ ﴿۱۰۰﴾ۙ

(૧૦૦) જેથી અમારો કોઇ શફાઅત કરનારો નથી:

101

وَ لَا صَدِیۡقٍ حَمِیۡمٍ ﴿۱۰۱﴾

(૧૦૧) અને ન કોઇ પાકો દોસ્ત.


Read Tafsir

102

فَلَوۡ اَنَّ لَنَا کَرَّۃً فَنَکُوۡنَ مِنَ الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۰۲﴾

(૧૦૨) પણ જો અમે એકવાર (દુનિયામાં) પાછા ફરીએ તો અમે જરૂર મોઅમીનોમાંથી થઇ જશું.

103

اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً ؕ وَ مَا کَانَ اَکۡثَرُہُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۱۰۳﴾

(૧૦૩) બેશક આમાં અમારી એક નિશાની છે પરંતુ તેમાંથી ઘણાંખરા મોઅમીન ન હતા.

104

وَ اِنَّ رَبَّکَ لَہُوَ الۡعَزِیۡزُ الرَّحِیۡمُ ﴿۱۰۴﴾٪

(૧૦૪) અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.


Read Tafsir

105

کَذَّبَتۡ قَوۡمُ نُوۡحِۣ الۡمُرۡسَلِیۡنَ ﴿۱۰۵﴾ۚۖ

(૧૦૫) અને નૂહની કોમે રસૂલોને જૂઠલાવ્યા.

106

اِذۡ قَالَ لَہُمۡ اَخُوۡہُمۡ نُوۡحٌ اَلَا تَتَّقُوۡنَ ﴿۱۰۶﴾ۚ

(૧૦૬) જે વખતે તેમના ભાઇ નૂહે તેમને કહ્યું કે શુ તમે (નાફરમાની કરવાથી) નહી બચો?

107

اِنِّیۡ لَکُمۡ رَسُوۡلٌ اَمِیۡنٌ ﴿۱۰۷﴾ۙ

(૧૦૭) બેશક ! હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું :

108

فَاتَّقُوا اللّٰہَ وَ اَطِیۡعُوۡنِ ﴿۱۰۸﴾ۚ

(૧૦૮) માટે ખુદાથી ડરો અને મારી ઇતાઅત કરો.

109

وَ مَاۤ اَسۡـَٔلُکُمۡ عَلَیۡہِ مِنۡ اَجۡرٍ ۚ اِنۡ اَجۡرِیَ اِلَّا عَلٰی رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۱۰۹﴾ۚ

(૧૦૯) અને હું તમારી પાસે આ પયગામ પહોંચાડવાનો કંઇ બદલો માંગતો નથી, મારો બદલો આલમીનના પાલનહારના શિરે છે.

110

فَاتَّقُوا اللّٰہَ وَ اَطِیۡعُوۡنِ ﴿۱۱۰﴾ؕ

(૧૧૦) માટે તમે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.


Read Tafsir

111

قَالُوۡۤا اَنُؤۡمِنُ لَکَ وَ اتَّبَعَکَ الۡاَرۡذَلُوۡنَ ﴿۱۱۱﴾ؕ

(૧૧૧) તેઓએ કહ્યું કે શું અમે તારા ઉપર ઇમાન લાવીએ? જયારે કે તમારી ઇતાઅત કરનાર હલકા લોકો છે.

112

قَالَ وَ مَا عِلۡمِیۡ بِمَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۱۲﴾ۚ

(૧૧૨) નૂહે કહ્યું કે હું શું જાણું કે તેઓ શું કરતા હતા?

113

اِنۡ حِسَابُہُمۡ اِلَّا عَلٰی رَبِّیۡ لَوۡ تَشۡعُرُوۡنَ ﴿۱۱۳﴾ۚ

(૧૧૩) જો તમે સમજતા હોવ તો તેમનો હિસાબ મારા પરવરદિગારના શિરે છે.

114

وَ مَاۤ اَنَا بِطَارِدِ الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۱۴﴾ۚ

(૧૧૪) અને હું મોઅમીનોને હાંકી કાઢનાર નથી.

115

اِنۡ اَنَا اِلَّا نَذِیۡرٌ مُّبِیۡنٌ ﴿۱۱۵﴾ؕ

(૧૧૫) હું ફકત ખુલ્લો (અલ્લાહના અઝાબથી) ડરાવનાર છું.


Read Tafsir

116

قَالُوۡا لَئِنۡ لَّمۡ تَنۡتَہِ یٰنُوۡحُ لَتَکُوۡنَنَّ مِنَ الۡمَرۡجُوۡمِیۡنَ ﴿۱۱۶﴾ؕ

(૧૧૬) તેમણે કહ્યું કે અય નૂહ ! અગર તું (આવી વાતો કરવાથી) નહિ અટકે તો જરૂર તને પત્થરોથી મારી નાખવામાં આવશે.

117

قَالَ رَبِّ اِنَّ قَوۡمِیۡ کَذَّبُوۡنِ ﴿۱۱۷﴾ۚۖ

(૧૧૭) (નૂહે) કહ્યું કે અય મારા પરવરદિગાર! બેશક મારી કોમે મને જૂઠલાવ્યો,

118

فَافۡتَحۡ بَیۡنِیۡ وَ بَیۡنَہُمۡ فَتۡحًا وَّ نَجِّنِیۡ وَ مَنۡ مَّعِیَ مِنَ الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۱۸﴾

(૧૧૮) હવે તું મારી અને તેમની વચ્ચે ફેંસલો કર (અમને જુદા પાડ) અને તું મને અને જે મોમીનો મારી સાથે છે તેમને (તેઓના શરથી) બચાવ.

119

فَاَنۡجَیۡنٰہُ وَ مَنۡ مَّعَہٗ فِی الۡفُلۡکِ الۡمَشۡحُوۡنِ ﴿۱۱۹﴾ۚ

(૧૧૯) પછી અમોએ તેને તથા તેના સાથીઓને એક ભરેલી કશ્તીમાં બચાવી લીધા.

120

ثُمَّ اَغۡرَقۡنَا بَعۡدُ الۡبٰقِیۡنَ ﴿۱۲۰﴾ؕ

(૧૨૦) ત્યારબાદ બાકી રહેલાઓને અમોએ ડુબાડી દીધા.


Read Tafsir

121

اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً ؕ وَ مَا کَانَ اَکۡثَرُہُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۱۲۱﴾

(૧૨૧) બેશક એમાં એક નિશાની છે પરંતુ તેમાંથી ઘણાંખરા મોઅમીન ન હતા.

122

وَ اِنَّ رَبَّکَ لَہُوَ الۡعَزِیۡزُ الرَّحِیۡمُ ﴿۱۲۲﴾٪

(૧૨૨) અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.

123

کَذَّبَتۡ عَادُۨ الۡمُرۡسَلِیۡنَ ﴿۱۲۳﴾ۚۖ

(૧૨૩) અને કૌમે આદે રસૂલોને જૂઠલાવ્યા.

124

اِذۡ قَالَ لَہُمۡ اَخُوۡہُمۡ ہُوۡدٌ اَلَا تَتَّقُوۡنَ ﴿۱۲۴﴾ۚ

(૧૨૪) જયારે તેમના ભાઇ હૂદે કહ્યું કે શું તમને (અલ્લાહનો) ડર નથી ?

125

اِنِّیۡ لَکُمۡ رَسُوۡلٌ اَمِیۡنٌ ﴿۱۲۵﴾ۙ

(૧૨૫) બેશક હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું.


Read Tafsir

126

فَاتَّقُوا اللّٰہَ وَ اَطِیۡعُوۡنِ ﴿۱۲۶﴾ۚ

(૧૨૬) માટે તમે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

127

وَ مَاۤ اَسۡـَٔلُکُمۡ عَلَیۡہِ مِنۡ اَجۡرٍ ۚ اِنۡ اَجۡرِیَ اِلَّا عَلٰی رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۱۲۷﴾ؕ

(૧૨૭) અને આ (પયગામો) પહોંચાડવાનો તમારી પાસે કોઇ બદલો નથી ચાહતો, મારો બદલો દુનિયાઓના પરવરદિગારના શિરે છે.

128

اَتَبۡنُوۡنَ بِکُلِّ رِیۡعٍ اٰیَۃً تَعۡبَثُوۡنَ ﴿۱۲۸﴾

(૧૨૮) શું તમે નિરર્થક દરેક ઊંચી જગ્યાએ યાદગાર બનાવો છો ?

129

وَ تَتَّخِذُوۡنَ مَصَانِعَ لَعَلَّکُمۡ تَخۡلُدُوۡنَ ﴿۱۲۹﴾ۚ

(૧૨૯) અને મોટા મોટા મહેલ એ ઉમ્મીદ સાથે બનાવો છો કે હંમેશ માટે દુનિયામાં રહી જાઓ.

130

وَ اِذَا بَطَشۡتُمۡ بَطَشۡتُمۡ جَبَّارِیۡنَ ﴿۱۳۰﴾ۚ

(૧૩૦) અને જ્યારે તમે કોઇને સજા આપો છો ત્યારે જબ્બાર (ઝાલિમ) જેવી (સખ્ત) સજા આપો છો.


Read Tafsir

131

فَاتَّقُوا اللّٰہَ وَ اَطِیۡعُوۡنِ ﴿۱۳۱﴾ۚ

(૧૩૧) માટે તમે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

132

وَ اتَّقُوا الَّذِیۡۤ اَمَدَّکُمۡ بِمَا تَعۡلَمُوۡنَ ﴿۱۳۲﴾ۚ

(૧૩૨) અને તમે તેનાથી ડરો કે જેણે તમારી મદદ એવી વસ્તુઓ વડે કરેલ છે કે જે તમે જાણો છો.

133

اَمَدَّکُمۡ بِاَنۡعَامٍ وَّ بَنِیۡنَ ﴿۱۳۳﴾ۚۙ

(૧૩૩) તેણે હેવાનો તથા ઔલાદ વડે તમારી સહાય કરેલ:

134

وَ جَنّٰتٍ وَّ عُیُوۡنٍ ﴿۱۳۴﴾ۚ

(૧૩૪) અને બગીચાઓ તથા ઝરણાંઓથી (મદદ કરેલ છે.)

135

اِنِّیۡۤ اَخَافُ عَلَیۡکُمۡ عَذَابَ یَوۡمٍ عَظِیۡمٍ ﴿۱۳۵﴾ؕ

(૧૩૫) બેશક હું તમારા માટે મહાન દિવસના અઝાબથી ડરૂં છું.


Read Tafsir

136

قَالُوۡا سَوَآءٌ عَلَیۡنَاۤ اَوَ عَظۡتَ اَمۡ لَمۡ تَکُنۡ مِّنَ الۡوٰعِظِیۡنَ ﴿۱۳۶﴾ۙ

(૧૩૬) તેઓએ કહ્યું કે અમારા માટે બધુ બરાબર છે ચાહે તું અમને નસીહત કર અથવા નસીહત કરનારમાંથી ન થા:

137

اِنۡ ہٰذَاۤ اِلَّا خُلُقُ الۡاَوَّلِیۡنَ ﴿۱۳۷﴾ۙ

(૧૩૭) આ (ડરાવવું અને ધમકાવવું) આગલા લોકોની આદત છે:

138

وَ مَا نَحۡنُ بِمُعَذَّبِیۡنَ ﴿۱۳۸﴾ۚ

(૧૩૮) અને અમને અઝાબ થવાનો નથી.

139

فَکَذَّبُوۡہُ فَاَہۡلَکۡنٰہُمۡ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً ؕ وَ مَا کَانَ اَکۡثَرُہُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۱۳۹﴾

(૧૩૯) પછી તેને જૂઠલાવ્યો, જેથી અમોએ તેઓને હલાક કરી નાખ્યા; બેશક એમાં એક નિશાની છે પરંતુ તેઓમાંથી ઘણાંખરા મોઅમીન ન હતા.

140

وَ اِنَّ رَبَّکَ لَہُوَ الۡعَزِیۡزُ الرَّحِیۡمُ ﴿۱۴۰﴾٪

(૧૪૦) અને બેશક તારો પરવરદિગાર એ જ છે જે જબરદસ્ત અને રહીમ છે.


Read Tafsir

141

کَذَّبَتۡ ثَمُوۡدُ الۡمُرۡسَلِیۡنَ ﴿۱۴۱﴾ۚۖ

(૧૪૧) સમૂદના લોકોએ રસૂલોને જૂઠલાવ્યા.

142

اِذۡ قَالَ لَہُمۡ اَخُوۡہُمۡ صٰلِحٌ اَلَا تَتَّقُوۡنَ ﴿۱۴۲﴾ۚ

(૧૪૨) જયારે તેમના ભાઇ સાલેહે કહ્યું કે શું તમે અલ્લાહથી ડરતા નથી ?

143

اِنِّیۡ لَکُمۡ رَسُوۡلٌ اَمِیۡنٌ ﴿۱۴۳﴾ۙ

(૧૪૩) બેશક હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું.

144

فَاتَّقُوا اللّٰہَ وَ اَطِیۡعُوۡنِ ﴿۱۴۴﴾ۚ

(૧૪૪) માટે તમે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

145

وَ مَاۤ اَسۡـَٔلُکُمۡ عَلَیۡہِ مِنۡ اَجۡرٍ ۚ اِنۡ اَجۡرِیَ اِلَّا عَلٰی رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۱۴۵﴾ؕ

(૧૪૫) અને હું તમારી પાસે આ કામ બદલ કાંઇ બદલો માંગતો નથી, મારો બદલો આલમીનના પરવરદિગારના શિરે છે.


Read Tafsir

146

اَتُتۡرَکُوۡنَ فِیۡ مَا ہٰہُنَاۤ اٰمِنِیۡنَ ﴿۱۴۶﴾ۙ

(૧૪૬) શું તમને અહીંયા(ની નેઅમતોમાં) સલામત મૂકી દેશે?

147

فِیۡ جَنّٰتٍ وَّ عُیُوۡنٍ ﴿۱۴۷﴾ۙ

(૧૪૭) બગીચાઓ તથા પાણીના ઝરણાઓમાં:

148

وَّ زُرُوۡعٍ وَّ نَخۡلٍ طَلۡعُہَا ہَضِیۡمٌ ﴿۱۴۸﴾ۚ

(૧૪૮) અને તે ખેતરોમાં તથા ખજૂરીના ઝાડ વચ્ચે કે જેના ફળો પાકેલ છે!

149

وَ تَنۡحِتُوۡنَ مِنَ الۡجِبَالِ بُیُوۡتًا فٰرِہِیۡنَ ﴿۱۴۹﴾ۚ

(૧૪૯) અને જે તમે પહાડોને કોતરીને મકાનો બનાવો છો જેમાં મોજ-મજાથી રહો છો.

150

فَاتَّقُوا اللّٰہَ وَ اَطِیۡعُوۡنِ ﴿۱۵۰﴾ۚ

(૧૫૦) માટે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.


Read Tafsir

151

وَ لَا تُطِیۡعُوۡۤا اَمۡرَ الۡمُسۡرِفِیۡنَ ﴿۱۵۱﴾ۙ

(૧૫૧) અને ઇસરાફ કરનારાઓના હુકમની ઇતાઅત ન કરો :

152

الَّذِیۡنَ یُفۡسِدُوۡنَ فِی الۡاَرۡضِ وَ لَا یُصۡلِحُوۡنَ ﴿۱۵۲﴾

(૧૫૨) કે જેઓ ઝમીનમાં ફસાદ કરે છે અને ઇસ્લાહ કરતા નથી.

153

قَالُوۡۤا اِنَّمَاۤ اَنۡتَ مِنَ الۡمُسَحَّرِیۡنَ ﴿۱۵۳﴾ۚ

(૧૫૩) તેમણે કહ્યું: જરૂર તુ જાદુ કરવામાં આવેલાઓમાંથી છો.

154

مَاۤ اَنۡتَ اِلَّا بَشَرٌ مِّثۡلُنَا ۚۖ فَاۡتِ بِاٰیَۃٍ اِنۡ کُنۡتَ مِنَ الصّٰدِقِیۡنَ ﴿۱۵۴﴾

(૧૫૪) તું અમારા જેવો એક ઇન્સાન છો, જો તું સાચાઓમાંથી હોય તો નિશાની લાવ.

155

قَالَ ہٰذِہٖ نَاقَۃٌ لَّہَا شِرۡبٌ وَّ لَکُمۡ شِرۡبُ یَوۡمٍ مَّعۡلُوۡمٍ ﴿۱۵۵﴾ۚ

(૧૫૫) (સાલેહે) કહ્યું કે આ એક ઊંટણી છે, (પાણીનો) એક હિસ્સો આના માટે છે અને એક મુકર્રર દિવસે (પાણીનો) હિસ્સો તમારા માટે છે.


Read Tafsir

156

وَ لَا تَمَسُّوۡہَا بِسُوۡٓءٍ فَیَاۡخُذَکُمۡ عَذَابُ یَوۡمٍ عَظِیۡمٍ ﴿۱۵۶﴾

(૧૫૬) અને તેને કંઇપણ ઇજા ન પહોંચાડશો કે તમને એક મહાન દિવસનો અઝાબ પકડી લેશે.

157

فَعَقَرُوۡہَا فَاَصۡبَحُوۡا نٰدِمِیۡنَ ﴿۱۵۷﴾ۙ

(૧૫૭) છેવટે તેમણે તેના પગ કાપી નાખ્યા અને બાદમાં પસ્તાવા લાગ્યા.

158

فَاَخَذَہُمُ الۡعَذَابُ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً ؕ وَ مَا کَانَ اَکۡثَرُہُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۱۵۸﴾

(૧૫૮) પછી તેમને અઝાબે આવી પકડ્યા; અને બેશક એમાં અમારી નિશાની છે પરંતુ તેઓમાંથી ઘણાંખરા મોઅમીન ન હતા.


Read Tafsir

159

وَ اِنَّ رَبَّکَ لَہُوَ الۡعَزِیۡزُ الرَّحِیۡمُ ﴿۱۵۹﴾٪

(૧૫૯) અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.

160

کَذَّبَتۡ قَوۡمُ لُوۡطِۣ الۡمُرۡسَلِیۡنَ ﴿۱۶۰﴾ۚۖ

(૧૬૦) અને લૂતની કોમે રસૂલોને જૂઠલાવ્યા.

161

اِذۡ قَالَ لَہُمۡ اَخُوۡہُمۡ لُوۡطٌ اَلَا تَتَّقُوۡنَ ﴿۱۶۱﴾ۚ

(૧૬૧) જ્યારે તેમના ભાઇ લૂતે તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા ?

162

اِنِّیۡ لَکُمۡ رَسُوۡلٌ اَمِیۡنٌ ﴿۱۶۲﴾ۙ

(૧૬૨) બેશક હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું.

163

فَاتَّقُوا اللّٰہَ وَ اَطِیۡعُوۡنِ ﴿۱۶۳﴾ۚ

(૧૬૩) અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

164

وَ مَاۤ اَسۡـَٔلُکُمۡ عَلَیۡہِ مِنۡ اَجۡرٍ ۚ اِنۡ اَجۡرِیَ اِلَّا عَلٰی رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۱۶۴﴾ؕ

(૧૬૪) અને હું તમારી પાસે આ કામનો કાંઇ બદલો નથી ચાહતો, મારો બદલો ફકત દુનિયાઓના પાલનહારના શિરે છે.

165

اَتَاۡتُوۡنَ الذُّکۡرَانَ مِنَ الۡعٰلَمِیۡنَ ﴿۱۶۵﴾ۙ

(૧૬૫) શું તમે દુનિયામાં મર્દો સાથે જાતીય સંબંધ બાંધો છો?

166

وَ تَذَرُوۡنَ مَا خَلَقَ لَکُمۡ رَبُّکُمۡ مِّنۡ اَزۡوَاجِکُمۡ ؕ بَلۡ اَنۡتُمۡ قَوۡمٌ عٰدُوۡنَ ﴿۱۶۶﴾

(૧૬૬) અને તમારા પરવરદિગારે તમારા માટે ખલ્ક કરેલ જીવનસાથીને મૂકી દ્યો છો? બલ્કે તમે (સ્વભાવની) હદ ઓળંગી જનારા લોકો છો.

167

قَالُوۡا لَئِنۡ لَّمۡ تَنۡتَہِ یٰلُوۡطُ لَتَکُوۡنَنَّ مِنَ الۡمُخۡرَجِیۡنَ ﴿۱۶۷﴾

(૧૬૭) તેમણે કહ્યું કે અય લૂત ! અગર તું નહિ અટકે તો જરૂર કાઢી મૂકવામાં આવેલ હોઇશ.

168

قَالَ اِنِّیۡ لِعَمَلِکُمۡ مِّنَ الۡقَالِیۡنَ ﴿۱۶۸﴾ؕ

(૧૬૮) લૂતે કહ્યું, બેશક હું તમારા અમલને સખત રીતે ધિક્કારનારાઓમાંનો છું.

169

رَبِّ نَجِّنِیۡ وَ اَہۡلِیۡ مِمَّا یَعۡمَلُوۡنَ ﴿۱۶۹﴾

(૧૬૯) પરવરદિગાર મને અને મારા ખાનદાનને તેમના અમલથી નજાત આપ.

170

فَنَجَّیۡنٰہُ وَ اَہۡلَہٗۤ اَجۡمَعِیۡنَ ﴿۱۷۰﴾ۙ

(૧૭૦) જેથી અમોએ તેને તથા તેના ઘરવાળાઓને નજાત આપી:


Read Tafsir

171

اِلَّا عَجُوۡزًا فِی الۡغٰبِرِیۡنَ ﴿۱۷۱﴾ۚ

(૧૭૧) સિવાય વૃઘ્ધ ઔરતના કે જે પાછળ રહી જનારમાંથી હતી.

172

ثُمَّ دَمَّرۡنَا الۡاٰخَرِیۡنَ ﴿۱۷۲﴾ۚ

(૧૭૨) પછી બીજાઓને હલાક કરી નાખ્યા.

173

وَ اَمۡطَرۡنَا عَلَیۡہِمۡ مَّطَرًا ۚ فَسَآءَ مَطَرُ الۡمُنۡذَرِیۡنَ ﴿۱۷۳﴾

(૧૭૩) અને તેમના ઉપર (પત્થરોનો) વરસાદ વરસાવ્યો; ડરાવવામાં આવેલ માટે કેટલો ખરાબ વરસાદ હતો!

174

اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً ؕ وَ مَا کَانَ اَکۡثَرُہُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۱۷۴﴾

(૧૭૪) બેશક એમાં એક નિશાની છે પરંતુ તેઓમાંથી ઘણાંખરા મોઅમીન ન હતા.

175

وَ اِنَّ رَبَّکَ لَہُوَ الۡعَزِیۡزُ الرَّحِیۡمُ ﴿۱۷۵﴾٪

(૧૭૫) અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.


Read Tafsir

176

کَذَّبَ اَصۡحٰبُ لۡـَٔـیۡکَۃِ الۡمُرۡسَلِیۡنَ ﴿۱۷۶﴾ۚۖ

(૧૭૬) અને ઐકાના રહેવાસીઓએ રસૂલોને જૂઠલાવ્યા.

177

اِذۡ قَالَ لَہُمۡ شُعَیۡبٌ اَلَا تَتَّقُوۡنَ ﴿۱۷۷﴾ۚ

(૧૭૭) જ્યારે શોઅયબે તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા?

178

اِنِّیۡ لَکُمۡ رَسُوۡلٌ اَمِیۡنٌ ﴿۱۷۸﴾ۙ

(૧૭૮) બેશક હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું.

179

فَاتَّقُوا اللّٰہَ وَ اَطِیۡعُوۡنِ ﴿۱۷۹﴾ۚ

(૧૭૯) માટે તમે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

180

وَ مَاۤ اَسۡـَٔلُکُمۡ عَلَیۡہِ مِنۡ اَجۡرٍ ۚ اِنۡ اَجۡرِیَ اِلَّا عَلٰی رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۱۸۰﴾ؕ

(૧૮૦) અને હું તમારી પાસે આ કામનો કાંઇ બદલો નથી ચાહતો, મારો બદલો ફકત દુનિયાઓના પરવરદિગારના શિરે છે.


Read Tafsir

181

اَوۡفُوا الۡکَیۡلَ وَ لَا تَکُوۡنُوۡا مِنَ الۡمُخۡسِرِیۡنَ ﴿۱۸۱﴾ۚ

(૧૮૧) અને તોલ માપ પૂરાં આપો અને (ઓછું આપી બીજાને) નુકસાન પહોંચાડનાર ન બનો.

182

وَ زِنُوۡا بِالۡقِسۡطَاسِ الۡمُسۡتَقِیۡمِ ﴿۱۸۲﴾ۚ

(૧૮૨) અને સહી ત્રાજવાં વડે (ન્યાયસર) જોખો.

183

وَ لَا تَبۡخَسُوا النَّاسَ اَشۡیَآءَہُمۡ وَ لَا تَعۡثَوۡا فِی الۡاَرۡضِ مُفۡسِدِیۡنَ ﴿۱۸۳﴾ۚ

(૧૮૩) અને લોકોને તેમની વસ્તુઓ ઓછી ન આપો, અને ઝમીન પર ફસાદ ફેલાવવાની કોશિશ ન કરો.

184

وَ اتَّقُوا الَّذِیۡ خَلَقَکُمۡ وَ الۡجِبِلَّۃَ الۡاَوَّلِیۡنَ ﴿۱۸۴﴾ؕ

(૧૮૪) અને તેનાથી ડરો કે જેણે તમને અને તમારી પહેલાની નસલોને પૈદા કરી.

185

قَالُوۡۤا اِنَّمَاۤ اَنۡتَ مِنَ الۡمُسَحَّرِیۡنَ ﴿۱۸۵﴾ۙ

(૧૮૫) તે લોકોએ કહ્યું તું ફકત એમાંનો છો કે જેના પર જાદુ કરી દેવામાં આવ્યો હોય:

186

وَ مَاۤ اَنۡتَ اِلَّا بَشَرٌ مِّثۡلُنَا وَ اِنۡ نَّظُنُّکَ لَمِنَ الۡکٰذِبِیۡنَ ﴿۱۸۶﴾ۚ

(૧૮૬) અને તું અમારી જેમ જ એક ઇન્સાન છો, અને અમારૂ ગુમાન છે કે તું જૂઠાઓમાંનો છો.

187

فَاَسۡقِطۡ عَلَیۡنَا کِسَفًا مِّنَ السَّمَآءِ اِنۡ کُنۡتَ مِنَ الصّٰدِقِیۡنَ ﴿۱۸۷﴾ؕ

(૧૮૭) અને અગર તું ખરેખર સાચો છો તો અમારા ઉપર આસમાનનો એક ટુકડો પછાડી બતાવ.

188

قَالَ رَبِّیۡۤ اَعۡلَمُ بِمَا تَعۡمَلُوۡنَ ﴿۱۸۸﴾

(૧૮૮) (શોઅયબે) ફરમાવ્યું, તમે જે કાંઇ કરો છો તેનાથી મારો રબ સારી રીતે વાકેફ છે.


Read Tafsir

189

فَکَذَّبُوۡہُ فَاَخَذَہُمۡ عَذَابُ یَوۡمِ الظُّلَّۃِ ؕ اِنَّہٗ کَانَ عَذَابَ یَوۡمٍ عَظِیۡمٍ ﴿۱۸۹﴾

(૧૮૯) પછી તેઓએ તેને જૂઠલાવ્યો, અને તેઓને (વીજળીવાળા વાદળોના) છાંયાના દિવસે પકડી લીધા, અને તે મહાન દિવસનો અઝાબ હતો.

190

اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً ؕ وَ مَا کَانَ اَکۡثَرُہُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۱۹۰﴾

(૧૯૦) બેશક તેમાં એક નિશાની છે; પરંતુ તેઓમાંથી ઘણાંખરા મોઅમીન ન હતા.

191

وَ اِنَّ رَبَّکَ لَہُوَ الۡعَزِیۡزُ الرَّحِیۡمُ ﴿۱۹۱﴾٪

(૧૯૧) અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.


Read Tafsir

192

وَ اِنَّہٗ لَتَنۡزِیۡلُ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۱۹۲﴾ؕ

(૧૯૨) અને બેશક આ કુરઆન બધી દુનિયાઓના પરવરદિગારનું નાઝિલ કરેલું છે.

193

نَزَلَ بِہِ الرُّوۡحُ الۡاَمِیۡنُ ﴿۱۹۳﴾ۙ

(૧૯૩) તેને રૂહુલ અમીને નાઝિલ કર્યુ છે:

194

عَلٰی قَلۡبِکَ لِتَکُوۡنَ مِنَ الۡمُنۡذِرِیۡنَ ﴿۱۹۴﴾

(૧૯૪) આ તમારા દિલ પર નાઝિલ કર્યુ કે (અઝાબથી) ડરાવનારમાંના બનો:

195

بِلِسَانٍ عَرَبِیٍّ مُّبِیۡنٍ ﴿۱۹۵﴾ؕ

(૧૯૫) ચોખ્ખી અરબી ભાષામાં (નાઝિલ કર્યુ છે.)

196

وَ اِنَّہٗ لَفِیۡ زُبُرِ الۡاَوَّلِیۡنَ ﴿۱۹۶﴾

(૧૯૬) અને બેશક તેનો ઝિક્ર આગલી કિતાબોમાં આવેલ છે.


Read Tafsir

197

اَوَ لَمۡ یَکُنۡ لَّہُمۡ اٰیَۃً اَنۡ یَّعۡلَمَہٗ عُلَمٰٓؤُا بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ﴿۱۹۷﴾ؕ

(૧૯૭) શું આ નિશાની તેમના માટે પૂરતી નથી કે તેને બની ઇસરાઇલના આલિમો જાણે છે?

198

وَ لَوۡ نَزَّلۡنٰہُ عَلٰی بَعۡضِ الۡاَعۡجَمِیۡنَ ﴿۱۹۸﴾ۙ

(૧૯૮) અને જો અમો તેને અમુક અજમ (ગૈર અરબ) પર નાઝિલ કરતા:

199

فَقَرَاَہٗ عَلَیۡہِمۡ مَّا کَانُوۡا بِہٖ مُؤۡمِنِیۡنَ ﴿۱۹۹﴾ؕ

(૧૯૯) અને તે તેમને સંભળાવેત (તો પણ) તેઓ ઇમાન ન લાવેત.

200

کَذٰلِکَ سَلَکۡنٰہُ فِیۡ قُلُوۡبِ الۡمُجۡرِمِیۡنَ ﴿۲۰۰﴾ؕ

(૨૦૦) અને આ રીતે અમો તે (કુરઆન)ને મુજરીમોના દિલોમાં રસ્તો આપીએ છીએ.

201

لَا یُؤۡمِنُوۡنَ بِہٖ حَتّٰی یَرَوُا الۡعَذَابَ الۡاَلِیۡمَ ﴿۲۰۱﴾ۙ

(૨૦૧) જ્યાં સુધી તેઓ દર્દનાક અઝાબ નહિ જૂએ ત્યાં સુધી તેઓ ઇમાન નહિ લાવે:


Read Tafsir

202

فَیَاۡتِیَہُمۡ بَغۡتَۃً وَّ ہُمۡ لَا یَشۡعُرُوۡنَ ﴿۲۰۲﴾ۙ

(૨૦૨) આ અઝાબ તેમના ઉપર ઓચિંતો ગફલતની હાલતમાં આવી પડશે

203

فَیَقُوۡلُوۡا ہَلۡ نَحۡنُ مُنۡظَرُوۡنَ ﴿۲۰۳﴾ؕ

(૨૦૩) (તે વખતે) તેઓ કહેશે કે શું અમને મોહલત આપવામાં આવશે ?

204

اَفَبِعَذَابِنَا یَسۡتَعۡجِلُوۡنَ ﴿۲۰۴﴾

(૨૦૪) પછી (પણ) શું અમારા અઝાબ માટે જલ્દી કરે છે?


Read Tafsir

205

اَفَرَءَیۡتَ اِنۡ مَّتَّعۡنٰہُمۡ سِنِیۡنَ ﴿۲۰۵﴾ۙ

(૨૦૫) તમે શું જોવ/ધારો છો? કે જો વર્ષો સુધી (જીવનની) સગવડતા આપીએ.

206

ثُمَّ جَآءَہُمۡ مَّا کَانُوۡا یُوۡعَدُوۡنَ ﴿۲۰۶﴾ۙ

(૨૦૬) ત્યારબાદ તે અઝાબ આવે જેનો વાયદો આપવામાં આવતો હતો :

207

مَاۤ اَغۡنٰی عَنۡہُمۡ مَّا کَانُوۡا یُمَتَّعُوۡنَ ﴿۲۰۷﴾ؕ

(૨૦૭) (આ) સગવડતાનો લાભ તેને કાંઇપણ ફાયદો નહી પહોંચાડે.


Read Tafsir

208

وَ مَاۤ اَہۡلَکۡنَا مِنۡ قَرۡیَۃٍ اِلَّا لَہَا مُنۡذِرُوۡنَ ﴿۲۰۸﴾٭ۖۛ

(૨૦૮) અને અમોએ કોઇ પણ વસ્તીને હલાક નથી કરી સિવાય કે તેના માટે ડરાવવાવાળા (મોકલ્યા) હતા:

209

ذِکۡرٰی ۟ۛ وَ مَا کُنَّا ظٰلِمِیۡنَ ﴿۲۰۹﴾

(૨૦૯) જેથી તેઓનું ઘ્યાન દોરાય અને અમો હરગિઝ ઝુલ્મ કરનાર નથી.

210

وَ مَا تَنَزَّلَتۡ بِہِ الشَّیٰطِیۡنُ ﴿۲۱۰﴾

(૨૧૦) અને આ (કુરઆન)ને શેતાનોએ નાઝિલ નથી કર્યુ.

211

وَ مَا یَنۡۢبَغِیۡ لَہُمۡ وَ مَا یَسۡتَطِیۡعُوۡنَ ﴿۲۱۱﴾ؕ

(૨૧૧) અને ન તેઓ તેમ કરવાને લાયક છે અને ન તેઓ તેમ કરી શકે છે.

212

اِنَّہُمۡ عَنِ السَّمۡعِ لَمَعۡزُوۡلُوۡنَ ﴿۲۱۲﴾ؕ

(૨૧૨) બેશક તેઓ (આસમાની ખબર) સાંભળવાથી મહેરૂમ રાખવામાં આવ્યા.

213

فَلَا تَدۡعُ مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ فَتَکُوۡنَ مِنَ الۡمُعَذَّبِیۡنَ ﴿۲۱۳﴾ۚ

(૨૧૩) તેથી તું અલ્લાહની સાથે બીજા કોઇ માઅબૂદને ન પોકાર, કે તું અઝાબમાં મુબ્તલા થઇ જઇશ.


Read Tafsir

214

وَ اَنۡذِرۡ عَشِیۡرَتَکَ الۡاَقۡرَبِیۡنَ ﴿۲۱۴﴾ۙ

(૨૧૪) અને તારા કરીબના રીશ્તેદારોને ડરાવ:


Read Tafsir

215

وَ اخۡفِضۡ جَنَاحَکَ لِمَنِ اتَّبَعَکَ مِنَ الۡمُؤۡمِنِیۡنَ ﴿۲۱۵﴾ۚ

(૨૧૫) અને મોઅમીનોમાંથી જેઓ તારી તાબેદારી કરનારા છે તેમના માટે તારી (નમ્રતાની) પાંખોને ફેલાવ.

216

فَاِنۡ عَصَوۡکَ فَقُلۡ اِنِّیۡ بَرِیۡٓءٌ مِّمَّا تَعۡمَلُوۡنَ ﴿۲۱۶﴾ۚ

(૨૧૬) પછી જો તેઓ તારી નાફરમાની કરે તો તું કહે કે તમે જે કાંઇ કરો છો તેનાથી હું બેઝાર (મુક્ત) છું.

217

وَ تَوَکَّلۡ عَلَی الۡعَزِیۡزِ الرَّحِیۡمِ ﴿۲۱۷﴾ۙ

(૨૧૭) અને જબરદસ્ત અને રહીમ અલ્લાહ પર આધાર રાખ :

218

الَّذِیۡ یَرٰىکَ حِیۡنَ تَقُوۡمُ ﴿۲۱۸﴾ۙ

(૨૧૮) એ તને ત્યારે જુએ છે જ્યારે તુ (ઇબાદત માટે) ઊભો થા છો :

219

وَ تَقَلُّبَکَ فِی السّٰجِدِیۡنَ ﴿۲۱۹﴾

(૨૧૯) અને સજદા કરનારાઓમાં તારી હિલચાલ(ને જૂએ છે.)

220

اِنَّہٗ ہُوَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۲۲۰﴾

(૨૨૦) બેશક તે બધું સાંભળનાર અને જાણનાર છે.

221

ہَلۡ اُنَبِّئُکُمۡ عَلٰی مَنۡ تَنَزَّلُ الشَّیٰطِیۡنُ ﴿۲۲۱﴾ؕ

(૨૨૧) શું હું તમને જણાવું કે શેતાનો કોના ઉપર નાઝિલ થાય છે ?

222

تَنَزَّلُ عَلٰی کُلِّ اَفَّاکٍ اَثِیۡمٍ ﴿۲۲۲﴾ۙ

(૨૨૨) તે દરેક જૂઠા અને ગુનેહગાર પર નાઝિલ થાય છે:


Read Tafsir

223

یُّلۡقُوۡنَ السَّمۡعَ وَ اَکۡثَرُہُمۡ کٰذِبُوۡنَ ﴿۲۲۳﴾ؕ

(૨૨૩) તેઓ જે સાંભળે છે તેને ફેલાવે છે અને તેઓમાંના ઘણાંખરા જૂઠા છે.

224

وَ الشُّعَرَآءُ یَتَّبِعُہُمُ الۡغَاوٗنَ ﴿۲۲۴﴾ؕ

(૨૨૪) અને શાયરો તે છે કે ગુમરાહ લોકો જેની પૈરવી કરે છે.

225

اَلَمۡ تَرَ اَنَّہُمۡ فِیۡ کُلِّ وَادٍ یَّہِیۡمُوۡنَ ﴿۲۲۵﴾ۙ

(૨૨૫) શું તેં નથી જોયુ કે તેઓ દરેક (કાલ્પનિક) વાદીઓમાં માર્યા માર્યા ફરે છે.

226

وَ اَنَّہُمۡ یَقُوۡلُوۡنَ مَا لَا یَفۡعَلُوۡنَ ﴿۲۲۶﴾ۙ

(૨૨૬) અને તેઓ કહે છે (તેના ઉપર) અમલ નથી કરતા.


Read Tafsir

227

اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ ذَکَرُوا اللّٰہَ کَثِیۡرًا وَّ انۡتَصَرُوۡا مِنۡۢ بَعۡدِ مَا ظُلِمُوۡا ؕ وَ سَیَعۡلَمُ الَّذِیۡنَ ظَلَمُوۡۤا اَیَّ مُنۡقَلَبٍ یَّنۡقَلِبُوۡنَ ﴿۲۲۷﴾٪

(૨૨૭) સિવાય (તે શાયરો) કે જેઓ ઇમાન લાવ્યા અને સારા કામો કર્યા અને અલ્લાહને વધારે યાદ કર્યા, અને જ્યારે તેમના પર ઝુલ્મ થાય છે ત્યારે (બચાવ માટે) મદદ માંગે છે; અને નજીકમાં જ ઝાલિમો જાણી લેશે કે તેઓને કંઇ જગ્યાએ પાછા ફેરવવામાં આવશે.


Read Tafsir