અલ-કુરઆન

16

An-Nahl

سورة النحل


اَتٰۤی اَمۡرُ اللّٰہِ فَلَا تَسۡتَعۡجِلُوۡہُ ؕ سُبۡحٰنَہٗ وَ تَعٰلٰی عَمَّا یُشۡرِکُوۡنَ ﴿۱﴾

(૧) અલ્લાહનો હુકમ આવી ચૂક્યો છે, માટે ઉતાવળ કરો નહિ. જેને તે (અલ્લાહ)ના શરીક બનાવે છે તેનાથી તે પાક અને બુલંદ છે.

یُنَزِّلُ الۡمَلٰٓئِکَۃَ بِالرُّوۡحِ مِنۡ اَمۡرِہٖ عَلٰی مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖۤ اَنۡ اَنۡذِرُوۡۤا اَنَّہٗ لَاۤ اِلٰہَ اِلَّاۤ اَنَا فَاتَّقُوۡنِ ﴿۲﴾

(૨) ફરિશ્તાઓને રૂહ સાથે તેના હુકમથી પોતાના બંદાઓમાંથી જેના ઉપર ચાહે તેના ઉપર નાઝિલ કરે છે કે લોકોને ચેતવણી આપો કે મારા સિવાય બીજો કોઇ માઅબૂદ નથી, માટે મારાથી / મારી નાફરમાનીથી બચતા રહો.

خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ بِالۡحَقِّ ؕ تَعٰلٰی عَمَّا یُشۡرِکُوۡنَ ﴿۳﴾

(૩) તેણે આકાશો તથા ઝમીનને હક સાથે ખલ્ક (પૈદા) કર્યા છે; અને જેને તેના શરીક બનાવે છે તેનાથી તે બુલંદ છે.

خَلَقَ الۡاِنۡسَانَ مِنۡ نُّطۡفَۃٍ فَاِذَا ہُوَ خَصِیۡمٌ مُّبِیۡنٌ ﴿۴﴾

(૪) તેણે ઇન્સાનને નુત્ફામાંથી ખલ્ક (પૈદા) કર્યો. પછી ખુલ્લી રીતે પોતાનો બચાવ કરનાર બની ગયો.

وَ الۡاَنۡعَامَ خَلَقَہَا ۚ لَکُمۡ فِیۡہَا دِفۡءٌ وَّ مَنَافِعُ وَ مِنۡہَا تَاۡکُلُوۡنَ ﴿۪۵﴾

(૫) અને તેણે પશુઓને તમારા માટે પૈદા કર્યા કે જેમાં તમારા માટે (ઊની) પોશાક અને (બીજા ઘણાં) ફાયદાઓ છે, અને તેમાંથી તમે ખાઓ છો.

وَ لَکُمۡ فِیۡہَا جَمَالٌ حِیۡنَ تُرِیۡحُوۡنَ وَ حِیۡنَ تَسۡرَحُوۡنَ ﴿۪۶﴾

(૬) અને તેમાં તમારા માટે ઝીનતનો સામાન છે જયારે તમે તેને આરામ કરવાની જગ્યાએ પાછા ફેરવો છો અને જયારે તમે તેને ચરવા માટે રવાના કરો છો.

وَ تَحۡمِلُ اَثۡقَالَکُمۡ اِلٰی بَلَدٍ لَّمۡ تَکُوۡنُوۡا بٰلِغِیۡہِ اِلَّا بِشِقِّ الۡاَنۡفُسِ ؕ اِنَّ رَبَّکُمۡ لَرَءُوۡفٌ رَّحِیۡمٌ ۙ﴿۷﴾

(૭) અને તમારા ભારી બોજાને શહેરો સુધી લાદીને લઇ જાય છે કે જ્યાં તમે સખત મહેનત વગર પહોંચી શકો નહિ; બેશક તમારો પરવરદિગાર અતિ માયાળુ, મહેરબાન છે:

وَّ الۡخَیۡلَ وَ الۡبِغَالَ وَ الۡحَمِیۡرَ لِتَرۡکَبُوۡہَا وَ زِیۡنَۃً ؕ وَ یَخۡلُقُ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۸﴾

(૮) અને (તેણે જ) ઘોડા તથા ખચ્ચર તથા ગધેડા પૈદા કર્યા કે જેથી તમે તેમના પર સવાર થાઓ તથા જે તમારી ઝીનત બને; અને અલ્લાહ એવી વસ્તુઓ ખલ્ક (પૈદા) કરે છે કે જે તમે જાણતા નથી.

وَ عَلَی اللّٰہِ قَصۡدُ السَّبِیۡلِ وَ مِنۡہَا جَآئِرٌ ؕ وَ لَوۡ شَآءَ لَہَدٰىکُمۡ اَجۡمَعِیۡنَ ﴿٪۹﴾

(૯) અને (બંદાઓને) સહી રસ્તો દેખાડવો અલ્લાહનું કામ છે પરંતુ અમુક (રસ્તાઓ) વાકાચૂકા છે અને જો તે ચાહે તો તમારા બધાની (બળજબરીથી) હિદાયત કરી દેત.

10

ہُوَ الَّذِیۡۤ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً لَّکُمۡ مِّنۡہُ شَرَابٌ وَّ مِنۡہُ شَجَرٌ فِیۡہِ تُسِیۡمُوۡنَ ﴿۱۰﴾

(૧૦) તે જ તમારા માટે આસમાનથી પાણી વરસાવે છે, જેમાંથી તમારૂ પીણું છે, તથા જેમાંથી ઝાડ-પાન (ઊગે છે) કે જેમાં તમે પશુઓ ચરાવો છો.

11

یُنۡۢبِتُ لَکُمۡ بِہِ الزَّرۡعَ وَ الزَّیۡتُوۡنَ وَ النَّخِیۡلَ وَ الۡاَعۡنَابَ وَ مِنۡ کُلِّ الثَّمَرٰتِ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لِّقَوۡمٍ یَّتَفَکَّرُوۡنَ ﴿۱۱﴾

(૧૧) (વળી) એના (પાણી) વડે તે તમારા માટે ખેતી ઉગાડે છે, અને ઝયતુન તથા ખજૂરના વૃક્ષો અને દ્રાક્ષ તથા દરેક પ્રકારના ફળો પણ; બેશક વિચાર કરનારાઓ માટે તેમાં નિશાની મોજૂદ છે.

12

وَ سَخَّرَ لَکُمُ الَّیۡلَ وَ النَّہَارَ ۙ وَ الشَّمۡسَ وَ الۡقَمَرَ ؕ وَ النُّجُوۡمُ مُسَخَّرٰتٌۢ بِاَمۡرِہٖ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یَّعۡقِلُوۡنَ ﴿ۙ۱۲﴾

(૧૨) અને તેણે રાત તથા દિવસને તથા સૂરજ તથા ચાંદને તમારા તાબે કરી દીધાં; અને સિતારાઓને પણ તેના જ હુકમથી તમારા તાબે કરી દેવામાં આવ્યા; બેશક તેમાં વિચાર કરનારાઓ માટે નિશાનીઓ છે:

13

وَ مَا ذَرَاَ لَکُمۡ فِی الۡاَرۡضِ مُخۡتَلِفًا اَلۡوَانُہٗ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لِّقَوۡمٍ یَّذَّکَّرُوۡنَ ﴿۱۳﴾

(૧૩) અને તેણે ઝમીનમાં તમારા માટે રંગબેરંગી ચીઝવસ્તુઓ પેદા કરી, બેશક નસીહત હાંસિલ કરનારાઓ માટે તેમાં ચોક્કસપણે નિશાની છે.

14

وَ ہُوَ الَّذِیۡ سَخَّرَ الۡبَحۡرَ لِتَاۡکُلُوۡا مِنۡہُ لَحۡمًا طَرِیًّا وَّ تَسۡتَخۡرِجُوۡا مِنۡہُ حِلۡیَۃً تَلۡبَسُوۡنَہَا ۚ وَ تَرَی الۡفُلۡکَ مَوَاخِرَ فِیۡہِ وَ لِتَبۡتَغُوۡا مِنۡ فَضۡلِہٖ وَ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۱۴﴾

(૧૪) અને તેણે જ સમુદ્રને તમારા તાબે કરી દીધો કે જેથી તેમાંથી તાજુ ગોશ્ત ખાઓ, તેમજ પહેરવા માટે ઘરેણા કાઢો, તમે તેમાં પાણીને ચીરીને પસાર થતી કશ્તીઓને જોવ છો કે (જેના થકી) તેના ફઝલ (રોઝી)ને શોધો, અને કદાચને તમે શુક્રગુઝાર બનો.

15

وَ اَلۡقٰی فِی الۡاَرۡضِ رَوَاسِیَ اَنۡ تَمِیۡدَ بِکُمۡ وَ اَنۡہٰرًا وَّ سُبُلًا لَّعَلَّکُمۡ تَہۡتَدُوۡنَ ﴿ۙ۱۵﴾

(૧૫) અને ઝમીનમાં તેણે મજબૂત પહાડ કાયમ કરી દીધા છે કે જેથી તે તમને ડગમગાવે નહી અને નદીઓ તથા રસ્તાઓ પણ બનાવ્યા જેથી તમે હિદાયત મેળવી શકો:

16

وَ عَلٰمٰتٍ ؕ وَ بِالنَّجۡمِ ہُمۡ یَہۡتَدُوۡنَ ﴿۱۶﴾

(૧૬) અને નિશાનીઓ અને સિતારાઓ વડે તેઓ હિદાયત મેળવે છે.

17

اَفَمَنۡ یَّخۡلُقُ کَمَنۡ لَّا یَخۡلُقُ ؕ اَفَلَا تَذَکَّرُوۡنَ ﴿۱۷﴾

(૧૭) શું જે ખલ્ક કરે છે (તે) તેના જેવો છે કે જે કાંઇ પણ ખલ્ક કરતો નથી ? શું તમે નસીહત હાંસિલ નથી કરતા?

18

وَ اِنۡ تَعُدُّوۡا نِعۡمَۃَ اللّٰہِ لَا تُحۡصُوۡہَا ؕ اِنَّ اللّٰہَ لَغَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۸﴾

(૧૮) અને અગર તમે અલ્લાહની નેઅમતોની ગણતરી કરવા જશો તો તેની ગણતરી હરગિઝ કરી શકશો નહિ; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

19

وَ اللّٰہُ یَعۡلَمُ مَا تُسِرُّوۡنَ وَ مَا تُعۡلِنُوۡنَ ﴿۱۹﴾

(૧૯) અને તમે જે કાંઇ સંતાડો છો તથા જે કાંઇ જાહેર કરો છો તેને અલ્લાહ જાણે છે.

20

وَ الَّذِیۡنَ یَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ لَا یَخۡلُقُوۡنَ شَیۡئًا وَّ ہُمۡ یُخۡلَقُوۡنَ ﴿ؕ۲۰﴾

(૨૦) અને અલ્લાહ સિવાય જેમને તેઓ બોલાવે છે તેમણે કંઇ પણ ખલ્ક કર્યુ નથી અને એવી હાલતમાં કે તેઓને ખલ્ક કરવામાં આવ્યા છે.

21

اَمۡوَاتٌ غَیۡرُ اَحۡیَآءٍ ۚ وَ مَا یَشۡعُرُوۡنَ ۙ اَیَّانَ یُبۡعَثُوۡنَ ﴿٪۲۱﴾

(૨૧) તેઓ નિર્જીવ છે જીવંત નથી; અને નથી જાણતા કે તેઓને પાછા ક્યારે ઉઠાડવામાં આવશે.

22

اِلٰـہُکُمۡ اِلٰہٌ وَّاحِدٌ ۚ فَالَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ قُلُوۡبُہُمۡ مُّنۡکِرَۃٌ وَّ ہُمۡ مُّسۡتَکۡبِرُوۡنَ ﴿۲۲﴾

(૨૨) તમારો માઅબૂદ એક જ છે, માટે જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા તેઓના દિલો ઇન્કાર કરનાર છે અને તેઓ ઘમંડીઓ છે.

23

لَاجَرَمَ اَنَّ اللّٰہَ یَعۡلَمُ مَا یُسِرُّوۡنَ وَ مَا یُعۡلِنُوۡنَ ؕ اِنَّہٗ لَا یُحِبُّ الۡمُسۡتَکۡبِرِیۡنَ ﴿۲۳﴾

(૨૩) બેશક તેઓ જે કાંઇ સંતાડે છે તથા જે કાંઇ જાહેર કરે છે તે બધું અલ્લાહ જાણે છે; બેશક તે તકબ્બૂર કરનારાઓને દોસ્ત નથી રાખતો.

24

وَ اِذَا قِیۡلَ لَہُمۡ مَّا ذَاۤ اَنۡزَلَ رَبُّکُمۡ ۙ قَالُوۡۤا اَسَاطِیۡرُ الۡاَوَّلِیۡنَ ﴿ۙ۲۴﴾

(૨૪) અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે, તમારા પરવરદિગારે શું નાઝિલ કર્યું છે, ત્યારે કહ્યુ કે આ અગાઉના લોકોના કિસ્સાઓ છે :

25

لِیَحۡمِلُوۡۤا اَوۡزَارَہُمۡ کَامِلَۃً یَّوۡمَ الۡقِیٰمَۃِ ۙ وَ مِنۡ اَوۡزَارِ الَّذِیۡنَ یُضِلُّوۡنَہُمۡ بِغَیۡرِ عِلۡمٍ ؕ اَلَا سَآءَ مَا یَزِرُوۡنَ ﴿٪۲۵﴾

(૨૫) જેથી કયામતના દિવસે તેઓ પોતાનો પૂરેપૂરો બોજો ઊંચકે અને તેમનો બોજો પણ કે જેમને તેઓ ઇલ્મ વગર ગુમરાહ કરે છે. જાણી લો કે કેટલો ખરાબ ભાર છે જે તેઓ ઊંચકશે!

26

قَدۡ مَکَرَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ فَاَتَی اللّٰہُ بُنۡیَانَہُمۡ مِّنَ الۡقَوَاعِدِ فَخَرَّ عَلَیۡہِمُ السَّقۡفُ مِنۡ فَوۡقِہِمۡ وَ اَتٰىہُمُ الۡعَذَابُ مِنۡ حَیۡثُ لَا یَشۡعُرُوۡنَ ﴿۲۶﴾

(૨૬) બેશક તેમની અગાઉના લોકો પણ ચાલ ચાલતા હતા, પછી અલ્લાહે તેમને જડમૂળમાંથી ઉખેડી નાખ્યા, જેથી તેઓ ઉપર છત તૂટી પડી અને તેમના ઉપર એવી જગ્યાથી અઝાબ આવ્યો કે જેનું તેઓને ગુમાન ન હતુ.

27

ثُمَّ یَوۡمَ الۡقِیٰمَۃِ یُخۡزِیۡہِمۡ وَ یَقُوۡلُ اَیۡنَ شُرَکَآءِیَ الَّذِیۡنَ کُنۡتُمۡ تُشَآقُّوۡنَ فِیۡہِمۡ ؕ قَالَ الَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ اِنَّ الۡخِزۡیَ الۡیَوۡمَ وَ السُّوۡٓءَ عَلَی الۡکٰفِرِیۡنَ ﴿ۙ۲۷﴾

(૨૭) પછી કયામતના દિવસે તે (અલ્લાહ) તેઓને ઝલીલ કરશે અને કહેશે: મારા તે ભાગીદારો કયાં છે કે જેમના માટે તમોએ (મોઅમીનોથી) દુશ્મની કરતા હતા, જેમને ઇલ્મ આપવામાં આવ્યુ હશે તેઓ કહેશે: બેશક આજના દિવસે ઝિલ્લત તથા બદબખ્તી ઇન્કાર કરનારાઓ ઉપર છે:

28

الَّذِیۡنَ تَتَوَفّٰىہُمُ الۡمَلٰٓئِکَۃُ ظَالِمِیۡۤ اَنۡفُسِہِمۡ ۪ فَاَلۡقَوُا السَّلَمَ مَا کُنَّا نَعۡمَلُ مِنۡ سُوۡٓءٍ ؕ بَلٰۤی اِنَّ اللّٰہَ عَلِیۡمٌۢ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۲۸﴾

(૨૮) ફરિશ્તાઓ રૂહ કબ્ઝ કરશે ત્યારે પોતાના ઉપર ઝુલ્મ કરનારાઓ તસ્લીમ થઇને (કહેશે) અમો કોઇ બૂરાઇ કરતા ન હતા. (ફરિશ્તાઓ કહેશે) હા, બેશક તમે જે કાંઇ કરતા હતા અલ્લાહ જાણે છે.

29

فَادۡخُلُوۡۤا اَبۡوَابَ جَہَنَّمَ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ فَلَبِئۡسَ مَثۡوَی الۡمُتَکَبِّرِیۡنَ ﴿۲۹﴾

(૨૯) હવે તમે જહન્નમના દરવાજાઓમાં દાખલ થાઓ કે હંમેશા તેમાં રહેશો, કેટલી ખરાબ જગ્યા છે તકબ્બૂર કરનારાઓની!

30

وَ قِیۡلَ لِلَّذِیۡنَ اتَّقَوۡا مَاذَاۤ اَنۡزَلَ رَبُّکُمۡ ؕ قَالُوۡا خَیۡرًا ؕ لِلَّذِیۡنَ اَحۡسَنُوۡا فِیۡ ہٰذِہِ الدُّنۡیَا حَسَنَۃٌ ؕ وَ لَدَارُ الۡاٰخِرَۃِ خَیۡرٌ ؕ وَ لَنِعۡمَ دَارُ الۡمُتَّقِیۡنَ ﴿ۙ۳۰﴾

(૩૦) અને જેઓ પરહેઝગાર છે તેમને કહેવામાં આવશે કે તમારા પરવરદિગારે શું નાઝિલ કર્યુ ? ત્યારે તેઓ કહેશે કે ભલાઇ; જેઓ નેકી કરી, તેમના માટે આ દુનિયામાં ભલાઇ છે; અને ખરેજ આખેરતનું ઘર બહેતર છે; અને કેવુ બહેતર ઘર છે પરહેઝગારો માટે!

31

جَنّٰتُ عَدۡنٍ یَّدۡخُلُوۡنَہَا تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ لَہُمۡ فِیۡہَا مَا یَشَآءُوۡنَ ؕ کَذٰلِکَ یَجۡزِی اللّٰہُ الۡمُتَّقِیۡنَ ﴿ۙ۳۱﴾

(૩૧) હંમેશાની જન્નતો જેમાં તેઓ દાખલ થશે જેની હેઠળ નદીઓ વહેતી હશે તેમાં તેઓ જે કાંઇ તમન્ના કરે તે તેમના માટે (મોજૂદ) છે; પરહેઝગારોને અલ્લાહ આ રીતે જઝા આપે છે.

32

الَّذِیۡنَ تَتَوَفّٰىہُمُ الۡمَلٰٓئِکَۃُ طَیِّبِیۡنَ ۙ یَقُوۡلُوۡنَ سَلٰمٌ عَلَیۡکُمُ ۙ ادۡخُلُوا الۡجَنَّۃَ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۳۲﴾

(૩૨) જેમની રૂહ ફરિશ્તાઓ પાકો પાકીઝા હાલતમાં કબ્ઝ કરશે અને કહેતા હશે: તમારા પર સલામ થાય, જે આમાલ તમે કર્યા કરતા હતા તેના બદલામાં જન્નતમાં દાખલ થઇ જાઓ.

33

ہَلۡ یَنۡظُرُوۡنَ اِلَّاۤ اَنۡ تَاۡتِیَہُمُ الۡمَلٰٓئِکَۃُ اَوۡ یَاۡتِیَ اَمۡرُ رَبِّکَ ؕ کَذٰلِکَ فَعَلَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ وَ مَا ظَلَمَہُمُ اللّٰہُ وَ لٰکِنۡ کَانُوۡۤا اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۳۳﴾

(૩૩) શું તેઓ તેની રાહ જૂએ છે કે ફરિશ્તાઓ તેમની પાસે આવે અથવા તારા પરવરદિગારનો હુકમ આવી પહોંચે જેવી રીતે તેઓની અગાઉના લોકોએ પણ કર્યુ; અને અલ્લાહે તેમની સાથે ઝુલ્મ કર્યો નથી, પરંતુ તેઓ પોતેજ પોતાની ઉપર ઝુલ્મ કરતા હતા.

34

فَاَصَابَہُمۡ سَیِّاٰتُ مَا عَمِلُوۡا وَ حَاقَ بِہِمۡ مَّا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿٪۳۴﴾

(૩૪) તેમના બૂરા આમાલના નતીજાઓ તેમના સુધી પહોંચ્યા અને જે (અઝાબ)ની તેઓ મશ્કરી કરતા હતા તેણે જ તેમને ઘેરી લીધા.

35

وَ قَالَ الَّذِیۡنَ اَشۡرَکُوۡا لَوۡ شَآءَ اللّٰہُ مَا عَبَدۡنَا مِنۡ دُوۡنِہٖ مِنۡ شَیۡءٍ نَّحۡنُ وَ لَاۤ اٰبَآؤُنَا وَ لَا حَرَّمۡنَا مِنۡ دُوۡنِہٖ مِنۡ شَیۡءٍ ؕ کَذٰلِکَ فَعَلَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ۚ فَہَلۡ عَلَی الرُّسُلِ اِلَّا الۡبَلٰغُ الۡمُبِیۡنُ ﴿۳۵﴾

(૩૫) અને જે લોકો શિર્ક કરે છે તેઓ કહે છે કે અગર અલ્લાહ ચાહતે તો અમે અને અમારા બાપદાદાઓ તેના સિવાય બીજાની ઇબાદત કરતે નહિ, અને ન તેના હુકમ વિના અમે કોઇ વસ્તુને હરામ ઠરાવતે; એવું જ તેઆની અગાઉના લોકોએ કર્યુ, પરંતુ શું રસૂલોને માથે ખુલ્લો પયગામ પહોંચાડી દેવા સિવાય બીજુ કાંઇ છે ?

36

وَ لَقَدۡ بَعَثۡنَا فِیۡ کُلِّ اُمَّۃٍ رَّسُوۡلًا اَنِ اعۡبُدُوا اللّٰہَ وَ اجۡتَنِبُوا الطَّاغُوۡتَ ۚ فَمِنۡہُمۡ مَّنۡ ہَدَی اللّٰہُ وَ مِنۡہُمۡ مَّنۡ حَقَّتۡ عَلَیۡہِ الضَّلٰلَۃُ ؕ فَسِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَانۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الۡمُکَذِّبِیۡنَ ﴿۳۶﴾

(૩૬) અને ખરેજ અમોએ દરેક ઉમ્મતમાં રસૂલ મોકલ્યા જેથી અલ્લાહની ઇબાદત કરો અને તાગૂતો (જૂઠા માઅબૂદો)થી પરહેઝ કરો. પછી તેઓમાંથી અમુક લોકોની અલ્લાહે હિદાયત કરી અને અમુક લોકોની ગુમરાહી સાબિત થઇ ગઇ; માટે તમે ઝમીનમાં હરો ફરો, પછી જૂઓ કે જૂઠલાવનારા-ઓનું પરિણામ કેવું હતું ?

37

اِنۡ تَحۡرِصۡ عَلٰی ہُدٰىہُمۡ فَاِنَّ اللّٰہَ لَا یَہۡدِیۡ مَنۡ یُّضِلُّ وَ مَا لَہُمۡ مِّنۡ نّٰصِرِیۡنَ ﴿۳۷﴾

(૩૭) જો તું તેઓની હિદાયત ઇચ્છે, તો પણ અલ્લાહ તેની હિદાયત કરતો નથી જેને (બિનલાયકાતના કારણે) ગુમરાહ કરી દીધા હોય અને ન તેમનો કોઇ મદદગાર હશે.

38

وَ اَقۡسَمُوۡا بِاللّٰہِ جَہۡدَ اَیۡمَانِہِمۡ ۙ لَا یَبۡعَثُ اللّٰہُ مَنۡ یَّمُوۡتُ ؕ بَلٰی وَعۡدًا عَلَیۡہِ حَقًّا وَّ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَعۡلَمُوۡنَ ﴿ۙ۳۸﴾

(૩૮) અને તેઓ (નાસ્તિકો) અલ્લાહની સખત કસમ ખાઇ છે કે જે મરી જશે તેને અલ્લાહ ઉઠાવશે નહિ; હા, તે (અલ્લાહ)નો સાચો-પાકો વાયદો છે. પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી:

39

لِیُبَیِّنَ لَہُمُ الَّذِیۡ یَخۡتَلِفُوۡنَ فِیۡہِ وَ لِیَعۡلَمَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اَنَّہُمۡ کَانُوۡا کٰذِبِیۡنَ ﴿۳۹﴾

(૩૯) જેથી જે બાબતમાં તેઓ ઇખ્તેલાફ કરતા હતા તે(ની હકીકત) રોશન કરી દે અને જેઓ ઇન્કાર કરનારા છે તેઓ જાણી લે કે ખરેખર તેઓ જૂઠા હતા.

40

اِنَّمَا قَوۡلُنَا لِشَیۡءٍ اِذَاۤ اَرَدۡنٰہُ اَنۡ نَّقُوۡلَ لَہٗ کُنۡ فَیَکُوۡنُ ﴿٪۴۰﴾

(૪૦) જ્યારે અમે કોઇ વસ્તુનો ઇરાદો કરીએ છીએ ત્યારે તેના માટે અમારૂં આટલું જ કહેવું પૂરતું છે કે “થઇ જા” તરત જ તે થઇ જાય છે.

41

وَ الَّذِیۡنَ ہَاجَرُوۡا فِی اللّٰہِ مِنۡۢ بَعۡدِ مَا ظُلِمُوۡا لَـنُبَوِّئَنَّہُمۡ فِی الدُّنۡیَا حَسَنَۃً ؕ وَ لَاَجۡرُ الۡاٰخِرَۃِ اَکۡبَرُ ۘ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿ۙ۴۱﴾

(૪૧) અને જેઓ પર ઝુલ્મ થયા બાદ અલ્લાહની રાહમાં હિજરત કરી તેમને અમે દુનિયામાં ખરેખર સારૂં (સ્થાન) આપીશું; અને આખેરતનો બદલો ઘણો મોટો હશે, અગર તેઓ જાણતા હોત;

42

الَّذِیۡنَ صَبَرُوۡا وَ عَلٰی رَبِّہِمۡ یَتَوَکَّلُوۡنَ ﴿۴۲﴾

(૪૨) કે જેઓ સબ્ર કરે છે અને જેઓ પોતાના પરવરદિગાર પર આધાર રાખે છે.

43

وَ مَاۤ اَرۡسَلۡنَا مِنۡ قَبۡلِکَ اِلَّا رِجَالًا نُّوۡحِیۡۤ اِلَیۡہِمۡ فَسۡـَٔلُوۡۤا اَہۡلَ الذِّکۡرِ اِنۡ کُنۡتُمۡ لَا تَعۡلَمُوۡنَ ﴿ۙ۴۳﴾

(૪૩) તારા પહેલા, અમે વહી નથી મોકલી સિવાય કે પુરૂષો ઉપર, અગર તમે નથી જાણતાં તો એહલે ઝિક્ર (યાદ અપાવનાર)ને પૂછો :

44

بِالۡبَیِّنٰتِ وَ الزُّبُرِ ؕ وَ اَنۡزَلۡنَاۤ اِلَیۡکَ الذِّکۡرَ لِتُبَیِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ اِلَیۡہِمۡ وَ لَعَلَّہُمۡ یَتَفَکَّرُوۡنَ ﴿۴۴﴾

(૪૪) અને અમે (અગાઉ) રોશન દલીલો અને કિતાબો (મોકલાવી) અને તારા પર ઝિક્રને નાઝિલ કર્યુ. એ માટે કે તેઓ તરફ જે નાઝિલ કરવામાં આવ્યું છે તેને તું લોકો માટે વાઝેહ કરી દે, કદાચને તેઓ મનન કરે.

45

اَفَاَمِنَ الَّذِیۡنَ مَکَرُوا السَّیِّاٰتِ اَنۡ یَّخۡسِفَ اللّٰہُ بِہِمُ الۡاَرۡضَ اَوۡ یَاۡتِیَہُمُ الۡعَذَابُ مِنۡ حَیۡثُ لَا یَشۡعُرُوۡنَ ﴿ۙ۴۵﴾

(૪૫) જેઓ બૂરી ચાલ ચાલે છે તેઓ શું એ વાતથી સલામત છે કે અલ્લાહ તેમને ઝમીનમાં સમાવી દે અથવા તેઓ ઉપર એવી જગ્યાએથી અઝાબ આવી પડે કે જ્યાંથી તેઓને ગુમાન ન હોય.

46

اَوۡ یَاۡخُذَہُمۡ فِیۡ تَقَلُّبِہِمۡ فَمَا ہُمۡ بِمُعۡجِزِیۡنَ ﴿ۙ۴۶﴾

(૪૬) અથવા હરતા ફરતા તેમને પકડી પાડે અને તેઓ અલ્લાહને (અઝાબ આપવાથી) આજીઝ કરી શકતા નથી?

47

اَوۡ یَاۡخُذَہُمۡ عَلٰی تَخَوُّفٍ ؕ فَاِنَّ رَبَّکُمۡ لَرَءُوۡفٌ رَّحِیۡمٌ ﴿۴۷﴾

(૪૭) અથવા તેઓને ડરાવીને ધીરે ધીરે પકડમાં લે છે કારણકે તમારો પરવરદિગાર માયાળુ, રહીમ છે.

48

اَوَ لَمۡ یَرَوۡا اِلٰی مَا خَلَقَ اللّٰہُ مِنۡ شَیۡءٍ یَّتَفَیَّؤُا ظِلٰلُہٗ عَنِ الۡیَمِیۡنِ وَ الشَّمَآئِلِ سُجَّدًا لِّلّٰہِ وَ ہُمۡ دٰخِرُوۡنَ ﴿۴۸﴾

(૪૮) શું તેઓ અલ્લાહની મખલૂકો નથી જોઇ કે જેમના પડછાયા જમણી બાજુ અને ડાબી બાજુ ફરતા રહે છે અને તેઓ અલ્લાહને આજેઝી સાથે સજદો કરતા રહે છે?

49

وَ لِلّٰہِ یَسۡجُدُ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ مِنۡ دَآبَّۃٍ وَّ الۡمَلٰٓئِکَۃُ وَ ہُمۡ لَا یَسۡتَکۡبِرُوۡنَ ﴿۴۹﴾

(૪૯) અને આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે જીવો અને ફરિશ્તાઓ અલ્લાહ માટે સજદો કરે છે અને તકબ્બૂર (ઘમંડ) કરતા નથી.

50

یَخَافُوۡنَ رَبَّہُمۡ مِّنۡ فَوۡقِہِمۡ وَ یَفۡعَلُوۡنَ مَا یُؤۡمَرُوۡنَ ﴿٪ٛ۵۰﴾

(૫૦) તેઓ પોતાના ઉપર સત્તા ધરાવનાર પોતાના રબથી ડરે છે તથા જે હુકમ તેમને આપવામાં આવેલ છે તે બજાવી લાવે છે.

51

وَ قَالَ اللّٰہُ لَا تَتَّخِذُوۡۤا اِلٰـہَیۡنِ اثۡنَیۡنِ ۚ اِنَّمَا ہُوَ اِلٰہٌ وَّاحِدٌ ۚ فَاِیَّایَ فَارۡہَبُوۡنِ ﴿۵۱﴾

(૫૧) અને અલ્લાહે ફરમાવ્યું : બે માઅબૂદ પસંદ કરો નહિ, ફકત તે એક જ માઅબૂદ છે, માટે મારાથી જ ડરો.

52

وَ لَہٗ مَا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ لَہُ الدِّیۡنُ وَاصِبًا ؕ اَفَغَیۡرَ اللّٰہِ تَتَّقُوۡنَ ﴿۵۲﴾

(૫૨) અને આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે બધું તેનું જ છે અને ખાલિસ દીન તેના માટે જ છે, તેમ છતાં શું તમે અલ્લાહના સિવાય બીજા કોઇથી ડરશો ?

53

وَ مَا بِکُمۡ مِّنۡ نِّعۡمَۃٍ فَمِنَ اللّٰہِ ثُمَّ اِذَا مَسَّکُمُ الضُّرُّ فَاِلَیۡہِ تَجۡـَٔرُوۡنَ ﴿ۚ۵۳﴾

(૫૩) અને જે પણ નેઅમત તમને મળે છે તે અલ્લાહ તરફથી છે. પછી જ્યારે તમારા ઉપર કોઇ મુશ્કેલાત (આવી) પડે છે ત્યારે તમે તેને (જ મદદ માટે) પોકારો છો.

54

ثُمَّ اِذَا کَشَفَ الضُّرَّ عَنۡکُمۡ اِذَا فَرِیۡقٌ مِّنۡکُمۡ بِرَبِّہِمۡ یُشۡرِکُوۡنَ ﴿ۙ۵۴﴾

(૫૪) પછી જ્યારે તે મુશ્કેલી તમારા (પર)થી ટાળી દે છે ત્યારે તમારામાંથી એક સમૂહ પોતાના પરવરદિગાર સાથે શિર્ક કરે છે.

55

لِیَکۡفُرُوۡا بِمَاۤ اٰتَیۡنٰہُمۡ ؕ فَتَمَتَّعُوۡا ۟ فَسَوۡفَ تَعۡلَمُوۡنَ ﴿۵۵﴾

(૫૫) કે અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેના સંબંધમાં તેઓ નાશુક્રી કરે; માટે (અમુક દિવસ નેઅમતોનો) ફાયદો ઉપાડી લો, પછી જલ્દી તમે જાણી લેશો.

56

وَ یَجۡعَلُوۡنَ لِمَا لَا یَعۡلَمُوۡنَ نَصِیۡبًا مِّمَّا رَزَقۡنٰہُمۡ ؕ تَاللّٰہِ لَتُسۡـَٔلُنَّ عَمَّا کُنۡتُمۡ تَفۡتَرُوۡنَ ﴿۵۶﴾

(૫૬) તેઓને અમે આપેલ રોઝીમાંથી જેને જાણતા નથી તેનો હિસ્સો રાખે છે; અલ્લાહની કસમ! જે નાહક વાત તમે ઉપજાવી કાઢો છો તેના વિશે તમને જરૂર પૂછવામાં આવશે.

57

وَ یَجۡعَلُوۡنَ لِلّٰہِ الۡبَنٰتِ سُبۡحٰنَہٗ ۙ وَ لَہُمۡ مَّا یَشۡتَہُوۡنَ ﴿۵۷﴾

(૫૭) અને તેઓ અલ્લાહના માટે દુખ્તરો નક્કી કરે છે, તે તેનાથી પાક છે, અને પોતાના માટે જે ચાહે તે (રાખે છે.)

58

وَ اِذَا بُشِّرَ اَحَدُہُمۡ بِالۡاُنۡثٰی ظَلَّ وَجۡہُہٗ مُسۡوَدًّا وَّ ہُوَ کَظِیۡمٌ ﴿ۚ۵۸﴾

(૫૮) અને તેઓમાંથી કોઇને જ્યારે દુખ્તરની ખુશખબરી સંભળાવવામાં આવે છે ત્યારે તેનો ચહેરો કાળો થઇ જાય છે અને ગુસ્સાના ઘૂંટ પીતો રહે છે.

59

یَتَوَارٰی مِنَ الۡقَوۡمِ مِنۡ سُوۡٓءِ مَا بُشِّرَ بِہٖ ؕ اَیُمۡسِکُہٗ عَلٰی ہُوۡنٍ اَمۡ یَدُسُّہٗ فِی التُّرَابِ ؕ اَلَا سَآءَ مَا یَحۡکُمُوۡنَ ﴿۵۹﴾

(૫૯) (અને) જે વાતની ખુશખબરી તેને આપવામાં આવી હતી તેને બૂરી ખબર માનીને લોકોથી સંતાતો ફરે છે (અને વિચારે છે) કે ઝિલ્લત સાથે તેણીને રહેવા દેવી કે જીવતી જ માટીમાં દફનાવી દેવી? જાણી લો કે તે ખરાબ ફેસલો કરે છે.

60

لِلَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ مَثَلُ السَّوۡءِ ۚ وَ لِلّٰہِ الۡمَثَلُ الۡاَعۡلٰی ؕ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿٪۶۰﴾

(૬૦) જે લોકો આખેરત પર ઇમાન નથી રાખતા તેઓની સિફત (ગુણ) ખરાબ છે અને બહેતરીન સિફત અલ્લાહ માટે છે અને તે જબરદસ્ત, હિકમતવાળો છે.

61

وَ لَوۡ یُؤَاخِذُ اللّٰہُ النَّاسَ بِظُلۡمِہِمۡ مَّا تَرَکَ عَلَیۡہَا مِنۡ دَآبَّۃٍ وَّ لٰکِنۡ یُّؤَخِّرُہُمۡ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ۚ فَاِذَا جَآءَ اَجَلُہُمۡ لَا یَسۡتَاۡخِرُوۡنَ سَاعَۃً وَّ لَا یَسۡتَقۡدِمُوۡنَ ﴿۶۱﴾

(૬૧) અને અગર અલ્લાહ લોકોના ઝુલ્મના કારણે તેમને પકડેત તો આ (ઝમીન)ના ઉપર કોઇ (જીવ)ને પણ છોડતે નહિં, પરંતુ તે એક નક્કી કરેલ સમય સુધી તેમનાથી (અઝાબ) મુલતવી રાખેલ છે, પછી જયારે તેમનો સમય આવી જશે ત્યારે તેઓ તેમાં ન ઘડીભર મોડુ કરશે અને ન ઘડીભર વહેલુ કરશે.

62

وَ یَجۡعَلُوۡنَ لِلّٰہِ مَا یَکۡرَہُوۡنَ وَ تَصِفُ اَلۡسِنَتُہُمُ الۡکَذِبَ اَنَّ لَہُمُ الۡحُسۡنٰی ؕ لَا جَرَمَ اَنَّ لَہُمُ النَّارَ وَ اَنَّہُمۡ مُّفۡرَطُوۡنَ ﴿۶۲﴾

(૬૨) અને તેઓ અલ્લાહ તરફ એવી નિસ્બત આપે છે કે જે તેઓ ખુદ પોતાના માટે પસંદ કરતા નથી, અને તેમની ઝબાનો જૂઠું બોલે છે કે તેઓનો અંજામ સારો છે આ જ કારણે તેમના માટે (જહન્નમની) આગ છે, અને તેઓને પહેલા (જહન્નમમાં) મોકલવામાં આવશે.

63

تَاللّٰہِ لَقَدۡ اَرۡسَلۡنَاۤ اِلٰۤی اُمَمٍ مِّنۡ قَبۡلِکَ فَزَیَّنَ لَہُمُ الشَّیۡطٰنُ اَعۡمَالَہُمۡ فَہُوَ وَلِیُّہُمُ الۡیَوۡمَ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۶۳﴾

(૬૩) અલ્લાહની કસમ! ખરેજ અમોએ તારી અગાઉની ઉમ્મતો તરફ રસૂલો મોકલ્યા હતા, પરંતુ શૈતાને તેઓના (નાસ્તિકોના) કરતૂતોને તેમની નજરમાં સુશોભિત બનાવી દીધા, માટે આજે એ તેમનો વલી છે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.

64

وَ مَاۤ اَنۡزَلۡنَا عَلَیۡکَ الۡکِتٰبَ اِلَّا لِتُبَیِّنَ لَہُمُ الَّذِی اخۡتَلَفُوۡا فِیۡہِ ۙ وَ ہُدًی وَّ رَحۡمَۃً لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿۶۴﴾

(૬૪) અને અમોએ તારા ઉપર આ કિતાબ નાઝિલ નથી કરી સિવાય કે જે બાબતોમાં તેઓ ઇખ્તેલાફ કર્યો, તેને તું વાઝેહ કરી દે, અને જે લોકો ઇમાન રાખે છે તેમના માટે હિદાયત અને રહેમત(નું કારણ બને) છે.

65

وَ اللّٰہُ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَحۡیَا بِہِ الۡاَرۡضَ بَعۡدَ مَوۡتِہَا ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لِّقَوۡمٍ یَّسۡمَعُوۡنَ ﴿٪۶۵﴾

(૬૫) અને અલ્લાહે આસમાનમાંથી પાણી વરસાવ્યું અને તે (પાણી) વડે ઝમીનને મુર્દા (ઉજ્જડ) થયા બાદ જીવંત કરી કે બેશક જેઓ સાંભળે છે તેઓ માટે તેમાં નિશાની છે.

66

وَ اِنَّ لَکُمۡ فِی الۡاَنۡعَامِ لَعِبۡرَۃً ؕ نُسۡقِیۡکُمۡ مِّمَّا فِیۡ بُطُوۡنِہٖ مِنۡۢ بَیۡنِ فَرۡثٍ وَّ دَمٍ لَّبَنًا خَالِصًا سَآئِغًا لِّلشّٰرِبِیۡنَ ﴿۶۶﴾

(૬૬) અને બેશક તમારા માટે ચોપગાં જાનવરોમાં ઇબ્રત છે, અમે તેમના પેટમાં હજમ થયેલ ખોરાક અને લોહીની વચ્ચેથી ચોખ્ખું દૂધ તમને પાઇએ છીએ જે પીનારાઓ માટે મનગમતુ છે.

67

وَ مِنۡ ثَمَرٰتِ النَّخِیۡلِ وَ الۡاَعۡنَابِ تَتَّخِذُوۡنَ مِنۡہُ سَکَرًا وَّ رِزۡقًا حَسَنًا ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لِّقَوۡمٍ یَّعۡقِلُوۡنَ ﴿۶۷﴾

(૬૭) અને ખજૂર તથા દ્રાક્ષના ફળોમાંથી તમે નશાની વસ્તુઓ અને સારો ખોરાક (પણ) લ્યો છો; બેશક જેઓ વિચારે છે તેઓ માટે એમાં એક નિશાની છે.

68

وَ اَوۡحٰی رَبُّکَ اِلَی النَّحۡلِ اَنِ اتَّخِذِیۡ مِنَ الۡجِبَالِ بُیُوۡتًا وَّ مِنَ الشَّجَرِ وَ مِمَّا یَعۡرِشُوۡنَ ﴿ۙ۶۸﴾

(૬૮) અને તારા પરવરદિગારે મધમાખીને (સ્વભાવિક) ઇશારો કર્યો કે તું પહાડોમાં તથા વૃક્ષોમાં અને જે કાંઇ તેઓ (રહેવા માટે મકાન) બનાવે છે તેમાં (મધપુડા માટે) જગ્યા પસંદ કર:

69

ثُمَّ کُلِیۡ مِنۡ کُلِّ الثَّمَرٰتِ فَاسۡلُکِیۡ سُبُلَ رَبِّکِ ذُلُلًا ؕ یَخۡرُجُ مِنۡۢ بُطُوۡنِہَا شَرَابٌ مُّخۡتَلِفٌ اَلۡوَانُہٗ فِیۡہِ شِفَآءٌ لِّلنَّاسِ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لِّقَوۡمٍ یَّتَفَکَّرُوۡنَ ﴿۶۹﴾

(૬૯) પછી દરેક ફળોમાંથી તું ખા અને તારા પરવરદિગારના રસ્તાઓ પર તવાઝો (નમ્રતા) સાથે ચાલ, તે (માખી)ઓના પેટમાંથી એવુ પીણું નીકળે છે જે જુદા જુદા રંગનું હોય છે, જેમાં ઇન્સાનો માટે શફા છે; બેશક જેઓ ચિંતન-મનન કરે છે તેઓ માટે એમાં એક નિશાની છે.

70

وَ اللّٰہُ خَلَقَکُمۡ ثُمَّ یَتَوَفّٰىکُمۡ ۟ۙ وَ مِنۡکُمۡ مَّنۡ یُّرَدُّ اِلٰۤی اَرۡذَلِ الۡعُمُرِ لِکَیۡ لَا یَعۡلَمَ بَعۡدَ عِلۡمٍ شَیۡئًا ؕ اِنَّ اللّٰہَ عَلِیۡمٌ قَدِیۡرٌ ﴿٪۷۰﴾

(૭૦) અને અલ્લાહે તમને પૈદા કર્યા છે, પછી તે જ તમને મોત આપશે, અને તમારામાંના અમુકને જીવનના સૌથી ખરાબ ભાગમાં પહોંચાડે છે, જેથી જાણકારી પછી પણ નથી જાણતો (ભૂલી જાય છે) બેશક અલ્લાહ જાણવાવાળો કુદરતવાળો છે.

71

وَ اللّٰہُ فَضَّلَ بَعۡضَکُمۡ عَلٰی بَعۡضٍ فِی الرِّزۡقِ ۚ فَمَا الَّذِیۡنَ فُضِّلُوۡا بِرَآدِّیۡ رِزۡقِہِمۡ عَلٰی مَا مَلَکَتۡ اَیۡمَانُہُمۡ فَہُمۡ فِیۡہِ سَوَآءٌ ؕ اَفَبِنِعۡمَۃِ اللّٰہِ یَجۡحَدُوۡنَ ﴿۷۱﴾

(૭૧) અને અલ્લાહે રોઝીમાં તમારામાંથી અમુકને અમુક પર ફઝીલત આપી છે, પછી તેઓ કે જેમને ફઝીલત આપવામાં આવી છે તેઓ પોતાની રોઝી પોતાના ગુલામોને આપતા નથી કે તેઓ તે (રોઝી)માં સરખા થઇ જાય; શું તેઓ અલ્લાહની નેઅમતનો ઇન્કાર કરે છે ?

72

وَ اللّٰہُ جَعَلَ لَکُمۡ مِّنۡ اَنۡفُسِکُمۡ اَزۡوَاجًا وَّ جَعَلَ لَکُمۡ مِّنۡ اَزۡوَاجِکُمۡ بَنِیۡنَ وَ حَفَدَۃً وَّ رَزَقَکُمۡ مِّنَ الطَّیِّبٰتِ ؕ اَفَبِالۡبَاطِلِ یُؤۡمِنُوۡنَ وَ بِنِعۡمَتِ اللّٰہِ ہُمۡ یَکۡفُرُوۡنَ ﴿ۙ۷۲﴾

(૭૨) અને અલ્લાહે તમારા પોતાના નફસોમાંથી તમારા માટે જીવનસાથીઓ બનાવ્યા, તથા તમારા જીવનસાથીઓમાંથી તમારા માટે પુત્રો અને પોત્રાઓ અતા કર્યો, અને પાકીઝા રિઝક આપ્યું; (તો પણ) શું તેઓ બાતિલ પર ઇમાન લાવશે? અને અલ્લાહની નેઅમતની નાશુક્રી કરશે?

73

وَ یَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ مَا لَا یَمۡلِکُ لَہُمۡ رِزۡقًا مِّنَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ شَیۡئًا وَّ لَا یَسۡتَطِیۡعُوۡنَ ﴿ۚ۷۳﴾

(૭૩) અને તેઓ અલ્લાહને મૂકી જેમની ઇબાદત કરે છે, તેઓ આસમાન તથા ઝમીનમાંથી રોઝી આપવાનો કાંઇ અધિકાર રાખતા નથી, અને ન તાકત ધરાવે છે.

74

فَلَا تَضۡرِبُوۡا لِلّٰہِ الۡاَمۡثَالَ ؕ اِنَّ اللّٰہَ یَعۡلَمُ وَ اَنۡتُمۡ لَا تَعۡلَمُوۡنَ ﴿۷۴﴾

(૭૪) માટે અલ્લાહ સાથે બીજાઓની સરખામણી કરો નહિ, બેશક અલ્લાહ જાણે છે અને તમે કાંઇ જાણતા નથી.

75

ضَرَبَ اللّٰہُ مَثَلًا عَبۡدًا مَّمۡلُوۡکًا لَّا یَقۡدِرُ عَلٰی شَیۡءٍ وَّ مَنۡ رَّزَقۡنٰہُ مِنَّا رِزۡقًا حَسَنًا فَہُوَ یُنۡفِقُ مِنۡہُ سِرًّا وَّ جَہۡرًا ؕ ہَلۡ یَسۡتَوٗنَ ؕ اَلۡحَمۡدُ لِلّٰہِ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۷۵﴾

(૭૫) અલ્લાહ એક એવા ગુલામનો દાખલો આપે છે કે જે પોતે બીજાની મિલકતમાં હોય અને તે કાંઇપણ સત્તા રાખતો ન હોય; અને તે (આઝાદ ઇન્સાન)નો (દાખલો) કે જેને અમોએ અમારી પાસેથી ઉમદા રોઝી આપી હોય જેથી તે તેમાંથી જાહેર અને છુપી રીતે સખાવત કરતો હોય; શું તેઓ બન્ને સમાન છે? તારીફ ફકત અલ્લાહ માટે જ છે; પરંતુ તેઓમાંથી ઘણાખરા જાણતા નથી.

76

وَ ضَرَبَ اللّٰہُ مَثَلًا رَّجُلَیۡنِ اَحَدُہُمَاۤ اَبۡکَمُ لَا یَقۡدِرُ عَلٰی شَیۡءٍ وَّ ہُوَ کَلٌّ عَلٰی مَوۡلٰىہُ ۙ اَیۡنَمَا یُوَجِّہۡہُّ لَایَاۡتِ بِخَیۡرٍ ؕ ہَلۡ یَسۡتَوِیۡ ہُوَ ۙ وَ مَنۡ یَّاۡمُرُ بِالۡعَدۡلِ ۙ وَ ہُوَ عَلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿٪۷۶﴾

(૭૬) અને અલ્લાહ બે માણસોનો દાખલો આપે છે, તેમાંનો એક મૂંગો હોય કે જે કોઇ કામ નથી કરી શકતો, અને પોતાના માલિક પર બોજારૂપ છે, જ્યાંપણ મોકલવામાં આવે કાંઇપણ ભલાઇ સાથે પાછો આવતો નથી, જયારે બીજો માણસ જે કાંઇ હુકમ કરે તે ઇન્સાફ સાથે હોય, અને સીધા રસ્તા પર હોય, શું આ બંને માણસો એક સરખા છે?

77

وَ لِلّٰہِ غَیۡبُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ مَاۤ اَمۡرُ السَّاعَۃِ اِلَّا کَلَمۡحِ الۡبَصَرِ اَوۡ ہُوَ اَقۡرَبُ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۷۷﴾

(૭૭) અને ઝમીન તથા આસમાનોની છૂપી વાતો અલ્લાહ માટે છે અને કયામતની બાબત આંખના પલકારા સમાન અથવા તેનાથી પણ વધારે નજીક છે કારણકે અલ્લાહ દરેક વસ્તુ ઉપર કુદરત રાખે છે.

78

وَ اللّٰہُ اَخۡرَجَکُمۡ مِّنۡۢ بُطُوۡنِ اُمَّہٰتِکُمۡ لَا تَعۡلَمُوۡنَ شَیۡئًا ۙ وَّ جَعَلَ لَکُمُ السَّمۡعَ وَ الۡاَبۡصَارَ وَ الۡاَفۡـِٕدَۃَ ۙ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۷۸﴾

(૭૮) અને અલ્લાહે તમને તમારી વાલેદાઓના પેટમાંથી બહાર કાઢયા ત્યારે તમે કાંઇ જ જાણતા ન હતા, અને તેણે તમને કાન, આંખ અને દિલ આપ્યા કે કદાચને તમે શુક્ર કરો.

79

اَلَمۡ یَرَوۡا اِلَی الطَّیۡرِ مُسَخَّرٰتٍ فِیۡ جَوِّ السَّمَآءِ ؕ مَا یُمۡسِکُہُنَّ اِلَّا اللّٰہُ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿۷۹﴾

(૭૯) શું તેઓ પરિન્દાઓ તરફ જોતા નથી કે જે આસમાનની હવામાં તાબે થયેલ છે? તેમને અલ્લાહ સિવાય અન્ય કોઇ ટકાવી રાખતો નથી; બેશક ઇમાન લાવનારાઓ માટે તેમાં નિશાનીઓ છે.

80

وَ اللّٰہُ جَعَلَ لَکُمۡ مِّنۡۢ بُیُوۡتِکُمۡ سَکَنًا وَّ جَعَلَ لَکُمۡ مِّنۡ جُلُوۡدِ الۡاَنۡعَامِ بُیُوۡتًا تَسۡتَخِفُّوۡنَہَا یَوۡمَ ظَعۡنِکُمۡ وَ یَوۡمَ اِقَامَتِکُمۡ ۙ وَ مِنۡ اَصۡوَافِہَا وَ اَوۡبَارِہَا وَ اَشۡعَارِہَاۤ اَثَاثًا وَّ مَتَاعًا اِلٰی حِیۡنٍ ﴿۸۰﴾

(૮૦) અલ્લાહે તમારા ઘરોને તમારા માટે રાહતનું કારણ બનાવ્યું છે અને ચામડાઓના ખૈમા બનાવ્યા જેથી મુસાફરીમાં અને પડાવ વખતે આસાની રહે, અને તેના ઊન તથા રૂંવાટીમાંથી તથા વાળમાંથી તમને જુદી જુદી સામાન સામગ્રી એક ચોક્કસ સમય માટે આપી.

81

وَ اللّٰہُ جَعَلَ لَکُمۡ مِّمَّا خَلَقَ ظِلٰلًا وَّ جَعَلَ لَکُمۡ مِّنَ الۡجِبَالِ اَکۡنَانًا وَّ جَعَلَ لَکُمۡ سَرَابِیۡلَ تَقِیۡکُمُ الۡحَرَّ وَ سَرَابِیۡلَ تَقِیۡکُمۡ بَاۡسَکُمۡ ؕ کَذٰلِکَ یُتِمُّ نِعۡمَتَہٗ عَلَیۡکُمۡ لَعَلَّکُمۡ تُسۡلِمُوۡنَ ﴿۸۱﴾

(૮૧) અને જે વસ્તુઓ અલ્લાહે પૈદા કરી છે તેમાંથી અમુક તમારાં છાંયડા માટે બનાવી, તથા તમારા માટે પહાડોમાં છુપાવવાની જગ્યા બનાવી અને તમારા માટે એવા કપડાં બનાવ્યા કે જે તમને ગરમીથી બચાવે અને એવા (બખ્તર) કે જે તમને લડાઇમાં (હુમલાથી) બચાવે; આ રીતે તે પોતાની નેઅમતો તમારા પર તમામ કરે છે કે કદાચને તમે મુસલમાન (ઇતાઅત ગુઝાર) થાવ.

82

فَاِنۡ تَوَلَّوۡا فَاِنَّمَا عَلَیۡکَ الۡبَلٰغُ الۡمُبِیۡنُ ﴿۸۲﴾

(૮૨) (છતાંય) જો તેઓ મોઢુ ફેરવી લે તો (ગમગીન ન થાવ) તમારી જવાબદારી સ્પષ્ટ (પૈગામ) પહોંચાડવાની છે.

83

یَعۡرِفُوۡنَ نِعۡمَتَ اللّٰہِ ثُمَّ یُنۡکِرُوۡنَہَا وَ اَکۡثَرُہُمُ الۡکٰفِرُوۡنَ ﴿٪۸۳﴾

(૮૩) તેઓ અલ્લાહની નેઅમતને ઓળખે છે પછી તેનો ઇન્કાર કરે છે અને તેઓમાંના ઘણાખરા નાસ્તિકો છે.

84

وَ یَوۡمَ نَبۡعَثُ مِنۡ کُلِّ اُمَّۃٍ شَہِیۡدًا ثُمَّ لَا یُؤۡذَنُ لِلَّذِیۡنَ کَفَرُوۡا وَ لَا ہُمۡ یُسۡتَعۡتَبُوۡنَ ﴿۸۴﴾

(૮૪) અને જે દિવસે દરેક ઉમ્મતમાંથી અમે ગવાહ લાવીશું પછી નાસ્તિકોને ન કંઇ (કલામ કરવાની) પરવાનગી આપવામાં આવશે, ન બહાનુ રજૂ કરવાની (પરવાનગી આપવામાં આવશે).

85

وَ اِذَا رَاَ الَّذِیۡنَ ظَلَمُوا الۡعَذَابَ فَلَا یُخَفَّفُ عَنۡہُمۡ وَ لَا ہُمۡ یُنۡظَرُوۡنَ ﴿۸۵﴾

(૮૫) અને જ્યારે ઝાલિમો અઝાબને જોશે, ત્યારે ન તેમનો અઝાબ હળવો કરવામાં આવશે અને ન તેમને મોહલત આપવામાં આવશે.

86

وَ اِذَا رَاَ الَّذِیۡنَ اَشۡرَکُوۡا شُرَکَآءَہُمۡ قَالُوۡا رَبَّنَا ہٰۤؤُلَآءِ شُرَکَآؤُنَا الَّذِیۡنَ کُنَّا نَدۡعُوۡا مِنۡ دُوۡنِکَ ۚ فَاَلۡقَوۡا اِلَیۡہِمُ الۡقَوۡلَ اِنَّکُمۡ لَکٰذِبُوۡنَ ﴿ۚ۸۶﴾

(૮૬) અને જયારે મુશરિકો તેમનાં શરીક (માઅબૂદો)ને જોશે ત્યારે તેઓ કહેશે : અય અમારા પરવરદિગાર આ અમારા શરીકો (માઅબૂદો) છે, જેમને અમે તારા સિવાય પોકારતા હતા, પરંતુ તેઓ જવાબમાં કહેશે : ખરેખર તમો જૂઠા છો.

87

وَ اَلۡقَوۡا اِلَی اللّٰہِ یَوۡمَئِذِۣ السَّلَمَ وَ ضَلَّ عَنۡہُمۡ مَّا کَانُوۡا یَفۡتَرُوۡنَ ﴿۸۷﴾

(૮૭) અને તે દિવસે તેઓ અલ્લાહ પાસે તસ્લીમ થઇ જશે અને તેઓ જે કાંઇ જૂઠું ઉપજાવી કાઢતાં હતા તે બધુ તેઓથી દૂર થઇ જશે.

88

اَلَّذِیۡنَ کَفَرُوۡا وَ صَدُّوۡا عَنۡ سَبِیۡلِ اللّٰہِ زِدۡنٰہُمۡ عَذَابًا فَوۡقَ الۡعَذَابِ بِمَا کَانُوۡا یُفۡسِدُوۡنَ ﴿۸۸﴾

(૮૮) નાસ્તિકો અને અલ્લાહના રસ્તાથી અટકાવનારાઓને તેઓના ફસાદના કારણે અઝાબ ઉપર અઝાબનો વધારો કરીશું.

89

وَ یَوۡمَ نَبۡعَثُ فِیۡ کُلِّ اُمَّۃٍ شَہِیۡدًا عَلَیۡہِمۡ مِّنۡ اَنۡفُسِہِمۡ وَ جِئۡنَا بِکَ شَہِیۡدًا عَلٰی ہٰۤؤُلَآءِ ؕ وَ نَزَّلۡنَا عَلَیۡکَ الۡکِتٰبَ تِبۡیَانًا لِّکُلِّ شَیۡءٍ وَّ ہُدًی وَّ رَحۡمَۃً وَّ بُشۡرٰی لِلۡمُسۡلِمِیۡنَ ﴿٪۸۹﴾

(૮૯) અને તે દિવસે કે જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એક ગવાહ તેમની ખિલાફ ઊભો કરીશું તથા તે બધા પર તને ગવાહ બનાવી બોલાવીશું અને અમોએ તારા ઉપર આ કિતાબ નાઝિલ કરી જે દરેક વસ્તુને વિગતવાર બયાન કરનારી છે અને તાબેદારી કરનારાઓ માટે હિદાયત, રહેમત અને બશારત છે.

90

اِنَّ اللّٰہَ یَاۡمُرُ بِالۡعَدۡلِ وَ الۡاِحۡسَانِ وَ اِیۡتَآیِٔ ذِی الۡقُرۡبٰی وَ یَنۡہٰی عَنِ الۡفَحۡشَآءِ وَ الۡمُنۡکَرِ وَ الۡبَغۡیِ ۚ یَعِظُکُمۡ لَعَلَّکُمۡ تَذَکَّرُوۡنَ ﴿۹۰﴾

(૯૦) બેશક અલ્લાહ અદલ તથા અહેસાન તથા નજીકના સગાં વહાલાઓને અતા કરવાનો હુકમ કરે છે અને બદકારી તથા ખરાબ કાર્યો તથા ઝુલ્મ કરવાની મનાઇ કરે છે, તમને નસીહત કરે છે કે કદાચ તમે નસીહત મેળવો.

91

وَ اَوۡفُوۡا بِعَہۡدِ اللّٰہِ اِذَا عٰہَدۡتُّمۡ وَ لَا تَنۡقُضُوا الۡاَیۡمَانَ بَعۡدَ تَوۡکِیۡدِہَا وَ قَدۡ جَعَلۡتُمُ اللّٰہَ عَلَیۡکُمۡ کَفِیۡلًا ؕ اِنَّ اللّٰہَ یَعۡلَمُ مَا تَفۡعَلُوۡنَ ﴿۹۱﴾

(૯૧) જયારે તમે અલ્લાહ સાથે વાયદો કરો ત્યારે તેને પૂરો કરો, અને ભારપૂર્વક કસમ ખાધા પછી તેને તોડો નહી, એવી હાલતમાં કે તમોએ અલ્લાહને તમારો જામીન બનાવ્યો હોય, બેશક તમો જે કાંઇ કરો છો તે અલ્લાહ જાણે છે.

92

وَ لَا تَکُوۡنُوۡا کَالَّتِیۡ نَقَضَتۡ غَزۡلَہَا مِنۡۢ بَعۡدِ قُوَّۃٍ اَنۡکَاثًا ؕ تَتَّخِذُوۡنَ اَیۡمَانَکُمۡ دَخَلًۢا بَیۡنَکُمۡ اَنۡ تَکُوۡنَ اُمَّۃٌ ہِیَ اَرۡبٰی مِنۡ اُمَّۃٍ ؕ اِنَّمَا یَبۡلُوۡکُمُ اللّٰہُ بِہٖ ؕ وَ لَیُبَیِّنَنَّ لَکُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ مَا کُنۡتُمۡ فِیۡہِ تَخۡتَلِفُوۡنَ ﴿۹۲﴾

(૯૨) અને તમે તે ઔરત જેવા ન થાઓ કે જે પોતાના (હાથે) કાંતેલા તાંતણાને મજબૂત થયા પછી કટકે કટકા કરી નાખે; તમે તમારી કસમોને પરસ્પર છેતરવાનુ માઘ્યમ બનાવો છો (એવા વિચારથી) કે એક સમૂહ બીજા કરતાં વધારે (સગવડતાવાળો) છે અને અલ્લાહ તે વડે ફકત તમારી અજમાઇશ કરે છે; અને જે કાંઇ ઇખ્તેલાફ તમે કર્યા કરતા હતા તેને તમારા માટે કયામતના દિવસે જરૂર વાઝેહ કરી દેશે.

93

وَ لَوۡ شَآءَ اللّٰہُ لَجَعَلَکُمۡ اُمَّۃً وَّاحِدَۃً وَّ لٰکِنۡ یُّضِلُّ مَنۡ یَّشَآءُ وَ یَہۡدِیۡ مَنۡ یَّشَآءُ ؕ وَ لَتُسۡـَٔلُنَّ عَمَّا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۹۳﴾

(૯૩) અને અગર અલ્લાહ ચાહતે તો તમને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે ગુમરાહ કરે છે અને જેને ચાહે છે તેની હિદાયત કરે છે; અને તમે જે કાંઇ કરતા હતા તેના સંબંધમાં તમને જરૂર પૂછવામાં આવશે:

94

وَ لَا تَتَّخِذُوۡۤا اَیۡمَانَکُمۡ دَخَلًۢا بَیۡنَکُمۡ فَتَزِلَّ قَدَمٌۢ بَعۡدَ ثُبُوۡتِہَا وَ تَذُوۡقُوا السُّوۡٓءَ بِمَا صَدَدۡتُّمۡ عَنۡ سَبِیۡلِ اللّٰہِ ۚ وَ لَکُمۡ عَذَابٌ عَظِیۡمٌ ﴿۹۴﴾

(૯૪) અને તમે તમારી કસમોને પરસ્પર છેતરપિંડીનુ માઘ્યમ ન બનાવો કે સાબિત કદમ થયા બાદ ડગમગી જાવ અને તમને રાહે ખુદાથી અટકાવવાના ખરાબ અંજામની મજા ચાખવી પડશે! તથા તમારા માટે મોટો અઝાબ હશે!

95

وَ لَا تَشۡتَرُوۡا بِعَہۡدِ اللّٰہِ ثَمَنًا قَلِیۡلًا ؕ اِنَّمَا عِنۡدَ اللّٰہِ ہُوَ خَیۡرٌ لَّکُمۡ اِنۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۹۵﴾

(૯૫) અને અલ્લાહ સાથેના કરારને નજીવી કિંમતમાં વેચી ન નાખો; અગર તમે જાણો તો બેશક અલ્લાહની પાસે જે છે તે તમારા માટે વધુ સારૂં છે.

96

مَا عِنۡدَکُمۡ یَنۡفَدُ وَ مَا عِنۡدَ اللّٰہِ بَاقٍ ؕ وَ لَنَجۡزِیَنَّ الَّذِیۡنَ صَبَرُوۡۤا اَجۡرَہُمۡ بِاَحۡسَنِ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۹۶﴾

(૯૬) જે કાંઇ તમારી પાસે છે તે નાશ પામશે અને જે કાંઇ અલ્લાહની પાસે છે તે બાકી રહેશે; અને જે લોકોએ સબ્ર કરી તેનો બદલો તેઓ જે અમલ કરતા હતા તેના કરતાંય બેહતર આપીશું.

97

مَنۡ عَمِلَ صَالِحًا مِّنۡ ذَکَرٍ اَوۡ اُنۡثٰی وَ ہُوَ مُؤۡمِنٌ فَلَنُحۡیِیَنَّہٗ حَیٰوۃً طَیِّبَۃً ۚ وَ لَنَجۡزِیَنَّہُمۡ اَجۡرَہُمۡ بِاَحۡسَنِ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۹۷﴾

(૯૭) જો કોઇ બાઇમાન સારા અમલ કરે, પછી તે મર્દ હોય કે ઔરત, તો જરૂર અમે તેને પાકો પાકીઝા ઝિંદગી જીવાડશું અને જે (નેક) કાર્યો તેઓ કરતા હતા તેનાથી વધારે સારો બદલો તેને આપશુંં.

98

فَاِذَا قَرَاۡتَ الۡقُرۡاٰنَ فَاسۡتَعِذۡ بِاللّٰہِ مِنَ الشَّیۡطٰنِ الرَّجِیۡمِ ﴿۹۸﴾

(૯૮) પછી જયારે તમે કુરઆનની તિલાવત કરો ત્યારે હાંકી કઢાયેલ શેતાનથી અલ્લાહ પાસે પનાહ માંગો.

99

اِنَّہٗ لَیۡسَ لَہٗ سُلۡطٰنٌ عَلَی الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَلٰی رَبِّہِمۡ یَتَوَکَّلُوۡنَ ﴿۹۹﴾

(૯૯) બેશક તેનો તે લોકો પર કાંઇ જ કાબૂ નથી કે જેઓ ઇમાન લાવ્યા અને પોતાના પરવરદિગાર પર આધાર રાખે છે.

100

اِنَّمَا سُلۡطٰنُہٗ عَلَی الَّذِیۡنَ یَتَوَلَّوۡنَہٗ وَ الَّذِیۡنَ ہُمۡ بِہٖ مُشۡرِکُوۡنَ ﴿۱۰۰﴾٪

(૧૦૦) તેનો કાબૂ એ જ લોકો પર છે કે જેઓ તેને સરપરસ્ત બનાવે છે, અને તેમના ઉપર છે કે જેઓ બીજાઓને તે (અલ્લાહ)ના શરીક બનાવે છે.

101

وَ اِذَا بَدَّلۡنَاۤ اٰیَۃً مَّکَانَ اٰیَۃٍ ۙ وَّ اللّٰہُ اَعۡلَمُ بِمَا یُنَزِّلُ قَالُوۡۤا اِنَّمَاۤ اَنۡتَ مُفۡتَرٍ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۱۰۱﴾

(૧૦૧) અને જયારે અમે કોઇ એક આયતને બીજી આયત વડે બદલી નાખીએ છીએ -અને અલ્લાહ સારી રીતે જાણે છે તે શું નાઝિલ કરે છે- ત્યારે તેઓ કહે છે: તું ફકત (અલ્લાહ તરફ) જૂઠી નિસ્બત આપનાર છો, પરંતુ તેઓમાંથી ઘણાખરા (હકીકત) જાણતા નથી .

102

قُلۡ نَزَّلَہٗ رُوۡحُ الۡقُدُسِ مِنۡ رَّبِّکَ بِالۡحَقِّ لِیُـثَبِّتَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ ہُدًی وَّ بُشۡرٰی لِلۡمُسۡلِمِیۡنَ ﴿۱۰۲﴾

(૧૦૨) તું કહે : રૂહુલ કુદ્દુસે તારા પરવરદિગાર તરફથી તેને હક સાથે નાઝિલ કર્યુ, જેથી જેઓ ઇમાન લાવ્યા તેમને સાબિત કદમ બનાવે અને મુસલમાનો માટે (તે) હિદાયત અને ખુશખબરી છે.

103

وَ لَقَدۡ نَعۡلَمُ اَنَّہُمۡ یَقُوۡلُوۡنَ اِنَّمَا یُعَلِّمُہٗ بَشَرٌ ؕ لِسَانُ الَّذِیۡ یُلۡحِدُوۡنَ اِلَیۡہِ اَعۡجَمِیٌّ وَّ ہٰذَا لِسَانٌ عَرَبِیٌّ مُّبِیۡنٌ ﴿۱۰۳﴾

(૧૦૩) અને બેશક અમે જાણીએ છીએ કે તેઓ કહે છે: ફકત એક (મામૂલી) માણસ તેને તાલીમ આપે છે! જેની તરફ નિસ્બત આપે છે તેની ભાષા અજમી (અરબી સિવાયની) છે અને આ સ્પષ્ટ અરબી ભાષા છે.

104

اِنَّ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِاٰیٰتِ اللّٰہِ ۙ لَا یَہۡدِیۡہِمُ اللّٰہُ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۱۰۴﴾

(૧૦૪) બેશક જેઓ અલ્લાહની નિશાનીઓ પર ઇમાન નથી લાવતા અલ્લાહ તેમની હિદાયત નથી કરતો અને તેમના માટે દર્દનાક અઝાબ છે.

105

اِنَّمَا یَفۡتَرِی الۡکَذِبَ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِاٰیٰتِ اللّٰہِ ۚ وَ اُولٰٓئِکَ ہُمُ الۡکٰذِبُوۡنَ ﴿۱۰۵﴾

(૧૦૫) ખરેખર જૂઠની નિસ્બત તેઓ આપે છે કે જેઓ અલ્લાહની નિશાનીઓ પર ઇમાન રાખતા નથી, અને તેઓ જ જૂઠા છે.

106

مَنۡ کَفَرَ بِاللّٰہِ مِنۡۢ بَعۡدِ اِیۡمَانِہٖۤ اِلَّا مَنۡ اُکۡرِہَ وَ قَلۡبُہٗ مُطۡمَئِنٌّۢ بِالۡاِیۡمَانِ وَ لٰکِنۡ مَّنۡ شَرَحَ بِالۡکُفۡرِ صَدۡرًا فَعَلَیۡہِمۡ غَضَبٌ مِّنَ اللّٰہِ ۚ وَ لَہُمۡ عَذَابٌ عَظِیۡمٌ ﴿۱۰۶﴾

(૧૦૬) જેઓએ ઇમાન લાવ્યા બાદ અલ્લાહનો ઇન્કાર કર્યો સિવાય કે જેઓને બળજબરીથી ઇન્કાર કરાવવામાં આવ્યો હોય અને તેનુ દિલ ઇમાનથી મુત્મઇન હોય, પરંતુ હા, જેઓએ ખુલ્લા મને ઇન્કાર કર્યો તેના ઉપર અલ્લાહની નારાઝગી છે અને તેઓ માટે મોટો અઝાબ છે.

107

ذٰلِکَ بِاَنَّہُمُ اسۡتَحَبُّوا الۡحَیٰوۃَ الدُّنۡیَا عَلَی الۡاٰخِرَۃِ ۙ وَ اَنَّ اللّٰہَ لَا یَہۡدِی الۡقَوۡمَ الۡکٰفِرِیۡنَ ﴿۱۰۷﴾

(૧૦૭) આ એ કારણે કે તેઓએ દુનિયાના જીવનને આખેરત કરતા વધારે પસંદ કરી, અને અલ્લાહ નાસ્તિક કોમની હિદાયત કરતો નથી.

108

اُولٰٓئِکَ الَّذِیۡنَ طَبَعَ اللّٰہُ عَلٰی قُلُوۡبِہِمۡ وَ سَمۡعِہِمۡ وَ اَبۡصَارِہِمۡ ۚ وَ اُولٰٓئِکَ ہُمُ الۡغٰفِلُوۡنَ ﴿۱۰۸﴾

(૧૦૮) તેઓના દિલો તથા કાનો તથા આંખો પર અલ્લાહે મહોર મારી દીધી, અને તેઓ પોતે ગાફિલ છે.

109

لَاجَرَمَ اَنَّہُمۡ فِی الۡاٰخِرَۃِ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿۱۰۹﴾

(૧૦૯) બેશક તેઓ આખેરતમાં નુકસાન ઉઠાવનારા છે.

110

ثُمَّ اِنَّ رَبَّکَ لِلَّذِیۡنَ ہَاجَرُوۡا مِنۡۢ بَعۡدِ مَا فُتِنُوۡا ثُمَّ جٰہَدُوۡا وَ صَبَرُوۡۤا ۙ اِنَّ رَبَّکَ مِنۡۢ بَعۡدِہَا لَغَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۱۰﴾٪

(૧૧૦) તે ઉપરાંત તારો પરવરદિગાર તે લોકોના માટે કે જેમણે મુસીબતમાં મુકાયા પછી હિજરત કરી (ઇમાન તરફ આવ્યા) અને પછી જેહાદ કર્યો, અને સબ્ર કરી, આ (કાર્યો) પછી (તેઓ બાબતે) તારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.

111

یَوۡمَ تَاۡتِیۡ کُلُّ نَفۡسٍ تُجَادِلُ عَنۡ نَّفۡسِہَا وَ تُوَفّٰی کُلُّ نَفۡسٍ مَّا عَمِلَتۡ وَ ہُمۡ لَا یُظۡلَمُوۡنَ ﴿۱۱۱﴾

(૧૧૧) તે દિવસે દરેક પોતાના માટે બચાવ કરતો આવશે, તથા દરેકને જે કાંઇ કર્યું હશે તેનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમના પર ઝુલ્મ કરવામાં આવશે નહીં.

112

وَ ضَرَبَ اللّٰہُ مَثَلًا قَرۡیَۃً کَانَتۡ اٰمِنَۃً مُّطۡمَئِنَّۃً یَّاۡتِیۡہَا رِزۡقُہَا رَغَدًا مِّنۡ کُلِّ مَکَانٍ فَکَفَرَتۡ بِاَنۡعُمِ اللّٰہِ فَاَذَاقَہَا اللّٰہُ لِبَاسَ الۡجُوۡعِ وَ الۡخَوۡفِ بِمَا کَانُوۡا یَصۡنَعُوۡنَ ﴿۱۱۲﴾

(૧૧૨) અને અલ્લાહ એક એવી વસ્તીનો દાખલો બયાન કરે છે કે જે તદ્દન મહેફૂઝ અને મુત્મઇન હતી, અને તેનું રિઝક દરેક બાજુથી આવતું હતુ પરંતુ તેઓએ અલ્લાહની નેઅમતોની નાશુક્રી કરી પછી અલ્લાહે પણ તેઓના આ અમલ બદલ તેઓને ભૂખ અને ડરનો પોશાક પહેરાવ્યો.

113

وَ لَقَدۡ جَآءَہُمۡ رَسُوۡلٌ مِّنۡہُمۡ فَکَذَّبُوۡہُ فَاَخَذَہُمُ الۡعَذَابُ وَ ہُمۡ ظٰلِمُوۡنَ ﴿۱۱۳﴾

(૧૧૩) અને ખરેખર તેમની પાસે તેમનામાંથી જ એક રસૂલ આવ્યો હતો પરંતુ તેમણે તેને જૂઠલાવ્યો, જેથી ઝુલ્મની હાલતમાં અઝાબે તેઓને જકડી લીધા.

114

فَکُلُوۡا مِمَّا رَزَقَکُمُ اللّٰہُ حَلٰلًا طَیِّبًا ۪ وَّ اشۡکُرُوۡا نِعۡمَتَ اللّٰہِ اِنۡ کُنۡتُمۡ اِیَّاہُ تَعۡبُدُوۡنَ ﴿۱۱۴﴾

(૧૧૪) માટે અલ્લાહે તમને આપેલ રોઝીમાંથી હલાલ અને પાકીઝા ખાવ, અને અગર તમે ફકત અલ્લાહની જ ઇબાદત કરતા હોવ તો તેની નેઅમતોનો શુક્ર કરો.

115

اِنَّمَا حَرَّمَ عَلَیۡکُمُ الۡمَیۡتَۃَ وَ الدَّمَ وَ لَحۡمَ الۡخِنۡزِیۡرِ وَ مَاۤ اُہِلَّ لِغَیۡرِ اللّٰہِ بِہٖ ۚ فَمَنِ اضۡطُرَّ غَیۡرَ بَاغٍ وَّ لَا عَادٍ فَاِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۱۵﴾

(૧૧૫) તેણે તમારા ઉપર ફકત મુરદાર તથા લોહી તથા સુવ્વરનું માંસ તથા અલ્લાહના સિવાય બીજા કોઇનું નામ લઇને ઝબ્હ કરવામાં આવેલ હોય તેને હરામ કર્યુ છે, પછી જે કોઇ મજબૂર હોય અને સરકશી અને મુખાલેફતનો ઇરાદો ન રાખતો હોય, તો બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

116

وَ لَا تَقُوۡلُوۡا لِمَا تَصِفُ اَلۡسِنَتُکُمُ الۡکَذِبَ ہٰذَا حَلٰلٌ وَّ ہٰذَا حَرَامٌ لِّتَفۡتَرُوۡا عَلَی اللّٰہِ الۡکَذِبَ ؕ اِنَّ الَّذِیۡنَ یَفۡتَرُوۡنَ عَلَی اللّٰہِ الۡکَذِبَ لَا یُفۡلِحُوۡنَ ﴿۱۱۶﴾ؕ

(૧૧૬) અને જે કાંઇ જૂઠ તમારી ઝબાન બયાન કરે છે, એમ ન કહો કે આ હલાલ છે અને આ હરામ છે. જેથી અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપો. બેશક જેઓ અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે તેઓ કામ્યાબ થશે નહિં.

117

مَتَاعٌ قَلِیۡلٌ ۪ وَّ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۱۱۷﴾

(૧૧૭) (દુનિયામાં લઝ્ઝતોનો) સામાન થોડોક છે અને (પછી) તેમના માટે દર્દનાક અઝાબ છે.

118

وَ عَلَی الَّذِیۡنَ ہَادُوۡا حَرَّمۡنَا مَا قَصَصۡنَا عَلَیۡکَ مِنۡ قَبۡلُ ۚ وَ مَا ظَلَمۡنٰہُمۡ وَ لٰکِنۡ کَانُوۡۤا اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۱۱۸﴾

(૧૧૮) અને યહૂદી ઉપર તે વસ્તુઓ હરામ કરી કે જે તને અગાઉ બતાવી ચૂક્યા છીએ, અને અમોએ તેમના પર ઝુલ્મ કર્યો ન હતો બલ્કે તેઓ પોતે પોતાની ઉપર ઝુલ્મ કરતા હતા.

119

ثُمَّ اِنَّ رَبَّکَ لِلَّذِیۡنَ عَمِلُوا السُّوۡٓءَ بِجَہَالَۃٍ ثُمَّ تَابُوۡا مِنۡۢ بَعۡدِ ذٰلِکَ وَ اَصۡلَحُوۡۤا ۙ اِنَّ رَبَّکَ مِنۡۢ بَعۡدِہَا لَغَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۱۹﴾٪

(૧૧૯) પછી બેશક તારો પરવરદિગાર તે લોકોના માટે કે જેમણે અજાણતામાં બદી કરેલ, ત્યારબાદ તૌબા કરી અને (પોતાની) ઇસ્લાહ કરી, તે બાદ જરૂર તારો પરવરદિગાર માફ કરનાર, મહેરબાન છે.

120

اِنَّ اِبۡرٰہِیۡمَ کَانَ اُمَّۃً قَانِتًا لِّلّٰہِ حَنِیۡفًا ؕ وَ لَمۡ یَکُ مِنَ الۡمُشۡرِکِیۡنَ ﴿۱۲۰﴾ۙ

(૧૨૦) બેશક ઇબ્રાહીમ એકલો એક ઉમ્મત હતો જે અલ્લાહની ફરમાબરદારી કરનારો, બાતિલથી દૂર રહેનાર હતો અને તે મુશરિકોમાંથી ન હતો:

121

شَاکِرًا لِّاَنۡعُمِہٖ ؕ اِجۡتَبٰہُ وَ ہَدٰىہُ اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۱۲۱﴾

(૧૨૧) તે અલ્લાહની નેઅમતોનો શુક્ર કરનારો હતો: અલ્લાહે તેને મુન્તખબ કરી લીધો હતો અને તેને સીધા રસ્તાની હિદાયત કરી હતી.

122

وَ اٰتَیۡنٰہُ فِی الدُّنۡیَا حَسَنَۃً ؕ وَ اِنَّہٗ فِی الۡاٰخِرَۃِ لَمِنَ الصّٰلِحِیۡنَ ﴿۱۲۲﴾ؕ

(૧૨૨) અને અમોએ તેને આ દુનિયામાં ભલાઇ આપી, અને ખરેખર આખેરતમાં (પણ) તે સાલેહીનમાંથી છે.

123

ثُمَّ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ اَنِ اتَّبِعۡ مِلَّۃَ اِبۡرٰہِیۡمَ حَنِیۡفًا ؕ وَ مَا کَانَ مِنَ الۡمُشۡرِکِیۡنَ ﴿۱۲۳﴾

(૧૨૩) પછી અમોએ તારી તરફ વહી કરી કે તું ઇબ્રાહીમના દીને હનીફની તાબેદારી કર; અને તે મુશરિકોમાંથી ન હતો.

124

اِنَّمَا جُعِلَ السَّبۡتُ عَلَی الَّذِیۡنَ اخۡتَلَفُوۡا فِیۡہِ ؕ وَ اِنَّ رَبَّکَ لَیَحۡکُمُ بَیۡنَہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ فِیۡمَا کَانُوۡا فِیۡہِ یَخۡتَلِفُوۡنَ ﴿۱۲۴﴾

(૧૨૪) સબ્ત (શનિવાર)નો હુકમ ફકત તે લોકો માટે હતો કે જેમણે તેમાં ઇખ્તેલાફ કર્યો હતો; અને બેશક તારો પરવરદિગાર તેમની વચ્ચે કયામતના દિવસે તે બાબતનો ફેસલો કરી દેશે કે જેમાં તેઓ ઇખ્તેલાફ કર્યા કરતા હતા.

125

اُدۡعُ اِلٰی سَبِیۡلِ رَبِّکَ بِالۡحِکۡمَۃِ وَ الۡمَوۡعِظَۃِ الۡحَسَنَۃِ وَ جَادِلۡہُمۡ بِالَّتِیۡ ہِیَ اَحۡسَنُ ؕ اِنَّ رَبَّکَ ہُوَ اَعۡلَمُ بِمَنۡ ضَلَّ عَنۡ سَبِیۡلِہٖ وَ ہُوَ اَعۡلَمُ بِالۡمُہۡتَدِیۡنَ ﴿۱۲۵﴾

(૧૨૫) તું તારા પરવરદિગારના રસ્તા તરફ હિકમત સાથે તથા નેક નસીહત સાથે (લોકોને) બોલાવ અને તેમની સાથે બહેતરીન રીતે દલીલ રજૂ કર; બેશક તારો પરવરદિગાર સારી રીતે જાણે છે કે કોણ તેના રસ્તાથી ગુમરાહ થઇ ગયા છે અને તે હિદાયત પામેલાને સારી રીતે જાણે છે.

126

وَ اِنۡ عَاقَبۡتُمۡ فَعَاقِبُوۡا بِمِثۡلِ مَا عُوۡقِبۡتُمۡ بِہٖ ؕ وَ لَئِنۡ صَبَرۡتُمۡ لَہُوَ خَیۡرٌ لِّلصّٰبِرِیۡنَ ﴿۱۲۶﴾

(૧૨૬) અને જો કોઇને સજા આપો તો એટલા પ્રમાણમાં આપો જેટલા પ્રમાણમાં તમારા ઉપર ઝુલ્મ કરવામાં આવ્યો હોય, અને જો તમે સબ્ર કરો તો ખરેજ તે સબ્ર કરનારાઓ માટે બહેતર છે.

127

وَ اصۡبِرۡ وَ مَا صَبۡرُکَ اِلَّا بِاللّٰہِ وَ لَا تَحۡزَنۡ عَلَیۡہِمۡ وَ لَا تَکُ فِیۡ ضَیۡقٍ مِّمَّا یَمۡکُرُوۡنَ ﴿۱۲۷﴾

(૧૨૭) અને તમે સબ્ર કરો, અને તમારૂં સબ્ર ફકત અલ્લાહ (ની મદદ)થી છે, અને તેઓના બારામાં અફસોસ ન કરો અને તેઓ જે મક્કારી કરે છે તેનાથી દિલગીર ન થાવ.

128

اِنَّ اللّٰہَ مَعَ الَّذِیۡنَ اتَّقَوۡا وَّ الَّذِیۡنَ ہُمۡ مُّحۡسِنُوۡنَ ﴿۱۲۸﴾٪

(૧૨૮) બેશક અલ્લાહ તેમની સાથે છે કે જેઓ (બૂરાઇથી) બચતા રહે છે, અને જેઓ નેકી કરે છે.