અલ-કુરઆન

14

Ibrahim

سورة إبراهيم


الٓرٰ ۟ کِتٰبٌ اَنۡزَلۡنٰہُ اِلَیۡکَ لِتُخۡرِجَ النَّاسَ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوۡرِ ۬ۙ بِاِذۡنِ رَبِّہِمۡ اِلٰی صِرَاطِ الۡعَزِیۡزِ الۡحَمِیۡدِ ۙ﴿۱﴾

(૧) અલિફ લામ રા. આ કિતાબ અમોએ તારા પર નાઝિલ કરી છે જેથી તું લોકોને તેમના પરવરદિગારના હુકમથી અંધકારમાંથી રોશની(ના રસ્તા) તરફ લઇ આવે જે રસ્તો જબરદસ્ત અને વખાણલાયક (અલ્લાહનો) છે:

اللّٰہِ الَّذِیۡ لَہٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ وَ وَیۡلٌ لِّلۡکٰفِرِیۡنَ مِنۡ عَذَابٍ شَدِیۡدِۣ ۙ﴿۲﴾

(૨) તે અલ્લાહ કે આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે તેનું છે; અને અફસોસ નાસ્તિકો માટે સખત અઝાબના કારણે:

الَّذِیۡنَ یَسۡتَحِبُّوۡنَ الۡحَیٰوۃَ الدُّنۡیَا عَلَی الۡاٰخِرَۃِ وَ یَصُدُّوۡنَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ وَ یَبۡغُوۡنَہَا عِوَجًا ؕ اُولٰٓئِکَ فِیۡ ضَلٰلٍۭ بَعِیۡدٍ ﴿۳﴾

(૩) કે જેઓ આખેરતના મુકાબલામાં દુનિયાની ઝિંદગીને પસંદ કરે છે, તથા લોકોને રાહે ખુદાથી રોકે છે અને ચાહે છે કે તેને મરડી નાખે આ લોકો ગુમરાહીમાં દૂર (ભટકેલા) છે.

وَ مَاۤ اَرۡسَلۡنَا مِنۡ رَّسُوۡلٍ اِلَّا بِلِسَانِ قَوۡمِہٖ لِیُبَیِّنَ لَہُمۡ ؕ فَیُضِلُّ اللّٰہُ مَنۡ یَّشَآءُ وَ یَہۡدِیۡ مَنۡ یَّشَآءُ ؕ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿۴﴾

(૪) અને અમોએ કોઇ રસૂલને નથી મોકલ્યો પરંતુ તે કોમની ભાષામાં જ (પયગામ આપે) કે જેથી તે તેમને વાઝેહ રીતે સમજાવે; પછી અલ્લાહ જેને ચાહે તેને ગુમરાહ કરે છે, અને જેને ચાહે તેની હિદાયત કરે છે, અને તે જબરદસ્ત હિકમતવાળો છે.

وَ لَقَدۡ اَرۡسَلۡنَا مُوۡسٰی بِاٰیٰتِنَاۤ اَنۡ اَخۡرِجۡ قَوۡمَکَ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوۡرِ ۬ۙ وَ ذَکِّرۡہُمۡ بِاَیّٰىمِ اللّٰہِ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّکُلِّ صَبَّارٍ شَکُوۡرٍ ﴿۵﴾

(૫) અને ખરેખર અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે મોકલ્યો (અને કહ્યું કે) તું તારી કૌમને (ગુમરાહીના) અંધકારમાંથી (હિદાયતની) રોશની તરફ લઈ આવ, અને તેમને અલ્લાહના (ખાસ) દિવસોની યાદ દેવડાવ; બેશક આમાં દરેક સબ્ર કરનાર અને શુક્રગુઝારો માટે નિશાનીઓ છે.

وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہِ اذۡکُرُوۡا نِعۡمَۃَ اللّٰہِ عَلَیۡکُمۡ اِذۡ اَنۡجٰکُمۡ مِّنۡ اٰلِ فِرۡعَوۡنَ یَسُوۡمُوۡنَکُمۡ سُوۡٓءَ الۡعَذَابِ وَ یُذَبِّحُوۡنَ اَبۡنَآءَکُمۡ وَ یَسۡتَحۡیُوۡنَ نِسَآءَکُمۡ ؕ وَ فِیۡ ذٰلِکُمۡ بَلَآءٌ مِّنۡ رَّبِّکُمۡ عَظِیۡمٌ ٪﴿۶﴾

(૬) અને જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અલ્લાહની તે નેઅમતોને યાદ કરો કે જ્યારે તેણે તમને આલે ફિરઔનથી નજાત આપી કે જેઓ તમને સખ્ત સજા આપતા હતા, અને તમારા ફરઝંદોને મારી નાખતા હતા તથા તમારી ઔરતોને (ખિદમત માટે) જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી તમારા માટે સખ્ત ઇમ્તેહાન હતું.

وَ اِذۡ تَاَذَّنَ رَبُّکُمۡ لَئِنۡ شَکَرۡتُمۡ لَاَزِیۡدَنَّکُمۡ وَ لَئِنۡ کَفَرۡتُمۡ اِنَّ عَذَابِیۡ لَشَدِیۡدٌ ﴿۷﴾

(૭) અને જ્યારે તારા પરવરદિગારે એલાન કરી દીધું: જો તમે શુક્ર કરશો તો હું ખરેખર નેઅમતો વધારી દઇશ, અને જો તમે નાશુક્રી કરશો તો બેશક મારો અઝાબ સખ્ત છે.

وَ قَالَ مُوۡسٰۤی اِنۡ تَکۡفُرُوۡۤا اَنۡتُمۡ وَ مَنۡ فِی الۡاَرۡضِ جَمِیۡعًا ۙ فَاِنَّ اللّٰہَ لَغَنِیٌّ حَمِیۡدٌ ﴿۸﴾

(૮) અને મૂસાએ કહ્યું કે જો તમે તથા ઝમીન ઉપરના તમામ લોકો નાસ્તિક થઇ જાવ તો (પણ અલ્લાહને કાંઇ નુકસાન નથી કારણકે) ખરેખર અલ્લાહ બેનિયાઝ, વખાણને લાયક છે.

اَلَمۡ یَاۡتِکُمۡ نَبَؤُا الَّذِیۡنَ مِنۡ قَبۡلِکُمۡ قَوۡمِ نُوۡحٍ وَّ عَادٍ وَّ ثَمُوۡدَ ۬ؕۛ وَ الَّذِیۡنَ مِنۡۢ بَعۡدِہِمۡ ؕۛ لَا یَعۡلَمُہُمۡ اِلَّا اللّٰہُ ؕ جَآءَتۡہُمۡ رُسُلُہُمۡ بِالۡبَیِّنٰتِ فَرَدُّوۡۤا اَیۡدِیَہُمۡ فِیۡۤ اَفۡوَاہِہِمۡ وَ قَالُوۡۤا اِنَّا کَفَرۡنَا بِمَاۤ اُرۡسِلۡتُمۡ بِہٖ وَ اِنَّا لَفِیۡ شَکٍّ مِّمَّا تَدۡعُوۡنَنَاۤ اِلَیۡہِ مُرِیۡبٍ ﴿۹﴾

(૯) શું તમારી પાસે તે લોકોની ખબર નથી આવી કે જે તમારી પહેલાં થઇ ગયા, (યાને) નૂહની તથા આદવાળાઓની તથા સમૂદવાળાઓની તથા તેમની પછી આવેલાઓની કોમ જેમને અલ્લાહ સિવાય કોઇ જાણતું નથી. તેમના રસૂલ તેમની પાસે ખૂલ્લી નિશાનીઓ લઇને આવ્યા હતા, પરંતુ (તઅજ્જુબથી) તેઓએ પોતાના હાથ પોતાના મોંઢા ઉપર રાખી દીધા અને કહ્યું : તમને જે કાંઇ આપીને મોકલવામાં આવ્યા છે તેનો અમે જરૂર ઇન્કાર કરીએ છીએ, અને તમે જેની તરફ અમને બોલાવો છો તેના બારામાં અમે મૂંઝવણમાં નાખનારી શંકામાં છીએ.

10

قَالَتۡ رُسُلُہُمۡ اَفِی اللّٰہِ شَکٌّ فَاطِرِ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ یَدۡعُوۡکُمۡ لِیَغۡفِرَ لَکُمۡ مِّنۡ ذُنُوۡبِکُمۡ وَ یُؤَخِّرَکُمۡ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ؕ قَالُوۡۤا اِنۡ اَنۡتُمۡ اِلَّا بَشَرٌ مِّثۡلُنَا ؕ تُرِیۡدُوۡنَ اَنۡ تَصُدُّوۡنَا عَمَّا کَانَ یَعۡبُدُ اٰبَآؤُنَا فَاۡتُوۡنَا بِسُلۡطٰنٍ مُّبِیۡنٍ ﴿۱۰﴾

(૧૦) તેમના રસૂલોએ કહ્યું કે શું આકાશો તથા ઝમીનને પૈદા કરનાર અલ્લાહના બારામાં શંકા છે? તે તમને એ માટે બોલાવે છે કે તમારા ગુનાહ માફ કરી દે અને એક મુકર્રર સમય સુધી તમને મોહલત આપે! તેમણે કહ્યું "તમે અમારા જેવા જ ઇન્સાન છો તમે ચાહો છો કે અમારા બાપદાદા જેની ઇબાદત કર્યા કરતા હતા તેનાથી અમને અટકાવો, માટે કોઇ ખુલ્લી દલીલ લઇ આવો. "

11

قَالَتۡ لَہُمۡ رُسُلُہُمۡ اِنۡ نَّحۡنُ اِلَّا بَشَرٌ مِّثۡلُکُمۡ وَ لٰکِنَّ اللّٰہَ یَمُنُّ عَلٰی مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ ؕ وَ مَا کَانَ لَنَاۤ اَنۡ نَّاۡتِیَکُمۡ بِسُلۡطٰنٍ اِلَّا بِاِذۡنِ اللّٰہِ ؕ وَ عَلَی اللّٰہِ فَلۡیَتَوَکَّلِ الۡمُؤۡمِنُوۡنَ ﴿۱۱﴾

(૧૧) તેમના રસૂલોએ તેમને કહ્યું કે અમે પણ તમારા જેવા જ ઇન્સાન છીએ, પરંતુ અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેના પર અહેસાન કરે છે અને અમે તમારી પાસે અલ્લાહના હુકમ સિવાય કોઇ દલીલ લાવતા નથી; અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.

12

وَ مَا لَنَاۤ اَلَّا نَتَوَکَّلَ عَلَی اللّٰہِ وَ قَدۡ ہَدٰىنَا سُبُلَنَا ؕ وَ لَنَصۡبِرَنَّ عَلٰی مَاۤ اٰذَیۡتُمُوۡنَا ؕ وَ عَلَی اللّٰہِ فَلۡیَتَوَکَّلِ الۡمُتَوَکِّلُوۡنَ ﴿٪۱۲﴾

(૧૨) અને શા માટે અમે અલ્લાહ ઉપર આધાર ન રાખીએ? જ્યારે ખરેખર તેણે અમને અમારા (હિદાયતના) રસ્તા દેખાડ્યા છે અને જે ઇજા તમે અમને પહોંચાડો છો તેના ઉપર અમે જરૂર સબ્ર કરતા રહીશું; અને આધાર રાખનારાઓએ અલ્લાહ પર જ આધાર રાખવો જોઇએ.

13

وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لِرُسُلِہِمۡ لَنُخۡرِجَنَّکُمۡ مِّنۡ اَرۡضِنَاۤ اَوۡ لَتَعُوۡدُنَّ فِیۡ مِلَّتِنَا ؕ فَاَوۡحٰۤی اِلَیۡہِمۡ رَبُّہُمۡ لَنُہۡلِکَنَّ الظّٰلِمِیۡنَ ﴿ۙ۱۳﴾

(૧૩) અને નાસ્તિકોએ પોતાના રસૂલોને કહ્યું કે અમે તમને અમારી ઝમીનમાંથી કાઢી મૂકશુ સિવાય કે તમે અમારા દીનમાં પાછા આવો. પછી તેમના પરવરદિગારે તેમની તરફ વહી મોકલી કે અમે જરૂર ઝાલિમોને હલાક કરી નાખીશું.

14

وَ لَنُسۡکِنَنَّـکُمُ الۡاَرۡضَ مِنۡۢ بَعۡدِہِمۡ ؕ ذٰلِکَ لِمَنۡ خَافَ مَقَامِیۡ وَ خَافَ وَعِیۡدِ ﴿۱۴﴾

(૧૪) અને તેઓ(ની હલાકત) પછી ઝમીનમાં તમને વસાવીશું; આ બદલો તે લોકો માટે છે કે જેઓ મારા દરજ્જાથી ડરે છે અને મારા (અઝાબના) વાયદાથી ડરે છે.

15

وَ اسۡتَفۡتَحُوۡا وَ خَابَ کُلُّ جَبَّارٍ عَنِیۡدٍ ﴿ۙ۱۵﴾

(૧૫) અને પયગંબરોએ કામ્યાબી માટે દુઆ કરી અને (પરિણામે) દરેક સરકશ વિરોધી નિરાશ થયો.

16

مِّنۡ وَّرَآئِہٖ جَہَنَّمُ وَ یُسۡقٰی مِنۡ مَّآءٍ صَدِیۡدٍ ﴿ۙ۱۶﴾

(૧૬) ત્યારબાદ તેના માટે જહન્નમ છે, અને પરૂનું પાણી તેને પીવડાવવામાં આવશે.

17

یَّتَجَرَّعُہٗ وَ لَا یَکَادُ یُسِیۡغُہٗ وَ یَاۡتِیۡہِ الۡمَوۡتُ مِنۡ کُلِّ مَکَانٍ وَّ مَا ہُوَ بِمَیِّتٍ ؕ وَ مِنۡ وَّرَآئِہٖ عَذَابٌ غَلِیۡظٌ ﴿۱۷﴾

(૧૭) તે તેને ઘૂંટડે ઘૂંટડે પીશે જો કે તેને પીવુ પસંદ નહી હોય અને મૌત તેને દરેક તરફથી આવી ઘેરી લેશે પણ તે મરશે નહિ; અને ત્યાર પછી વધારે સખ્ત અઝાબ હશે.

18

مَثَلُ الَّذِیۡنَ کَفَرُوۡا بِرَبِّہِمۡ اَعۡمَالُہُمۡ کَرَمَادِۣ اشۡتَدَّتۡ بِہِ الرِّیۡحُ فِیۡ یَوۡمٍ عَاصِفٍ ؕ لَا یَقۡدِرُوۡنَ مِمَّا کَسَبُوۡا عَلٰی شَیۡءٍ ؕ ذٰلِکَ ہُوَ الضَّلٰلُ الۡبَعِیۡدُ ﴿۱۸﴾

(૧૮) નાસ્તિકોના આમાલ એવી રાખ સમાન છે કે જેને તોફાની દિવસની તેજ હવાએ ઊડાડી દીધી હોય, તેઓ પોતાના આમાલમાંથી કાંઇપણ હાંસિલ કરવાની સત્તા નહિ હોય અને આ જ (હકથી) દૂર ભટકવુ છે!

19

اَلَمۡ تَرَ اَنَّ اللّٰہَ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ بِالۡحَقِّ ؕ اِنۡ یَّشَاۡ یُذۡہِبۡکُمۡ وَ یَاۡتِ بِخَلۡقٍ جَدِیۡدٍ ﴿ۙ۱۹﴾

(૧૯) શું તમે નથી જોયું કે અલ્લાહે આકાશો તથા ઝમીનને હક સાથે પૈદા કર્યા છે? અગર તે ચાહે તો તમને (ખત્મ કરીને) લઇ જાય અને નવી મખ્લૂક લઇ આવે:

20

وَّ مَا ذٰلِکَ عَلَی اللّٰہِ بِعَزِیۡزٍ ﴿۲۰﴾

(૨૦) અને એમ કરવું અલ્લાહ માટે મુશ્કેલ નથી.

21

وَ بَرَزُوۡا لِلّٰہِ جَمِیۡعًا فَقَالَ الضُّعَفٰٓؤُا لِلَّذِیۡنَ اسۡتَکۡبَرُوۡۤا اِنَّا کُنَّا لَکُمۡ تَبَعًا فَہَلۡ اَنۡتُمۡ مُّغۡنُوۡنَ عَنَّا مِنۡ عَذَابِ اللّٰہِ مِنۡ شَیۡءٍ ؕ قَالُوۡا لَوۡ ہَدٰىنَا اللّٰہُ لَہَدَیۡنٰکُمۡ ؕ سَوَآءٌ عَلَیۡنَاۤ اَجَزِعۡنَاۤ اَمۡ صَبَرۡنَا مَا لَنَا مِنۡ مَّحِیۡصٍ ﴿٪۲۱﴾

(૨૧) અને તેઓ તમામ અલ્લાહ(ની સામે ઇન્સાફ) માટે જાહેર થશે ત્યારે કમજોર લોકો તકબ્બૂર કરનારાઓને કહેશે કે બેશક અમે તમારી પૈરવી કરનાર હતા; શું તમે અમારા ઉપરથી અલ્લાહના અઝાબમાંથી સહેજ પણ ટાળી શકો છો ? તેઓ કહેશે: અગર અલ્લાહે અમારી હિદાયત કરી હોતે તો અમે પણ તમારી હિદાયત કરતે, (હવે) આપણા માટે બરાબર છે, બેતાબી (બેચેની) કરીએ કે પછી સબ્ર કરીએ, બચવા માટે કોઇ રસ્તો નથી.

22

وَ قَالَ الشَّیۡطٰنُ لَمَّا قُضِیَ الۡاَمۡرُ اِنَّ اللّٰہَ وَعَدَکُمۡ وَعۡدَ الۡحَقِّ وَ وَعَدۡتُّکُمۡ فَاَخۡلَفۡتُکُمۡ ؕ وَ مَا کَانَ لِیَ عَلَیۡکُمۡ مِّنۡ سُلۡطٰنٍ اِلَّاۤ اَنۡ دَعَوۡتُکُمۡ فَاسۡتَجَبۡتُمۡ لِیۡ ۚ فَلَا تَلُوۡمُوۡنِیۡ وَ لُوۡمُوۡۤا اَنۡفُسَکُمۡ ؕ مَاۤ اَنَا بِمُصۡرِخِکُمۡ وَ مَاۤ اَنۡتُمۡ بِمُصۡرِخِیَّ ؕ اِنِّیۡ کَفَرۡتُ بِمَاۤ اَشۡرَکۡتُمُوۡنِ مِنۡ قَبۡلُ ؕ اِنَّ الظّٰلِمِیۡنَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۲۲﴾

(૨૨) અને જયારે ફેસલો થઇ જશે ત્યારે શેતાન કહેશે : બેશક અલ્લાહે તમારી સાથે સાચો વાયદો કર્યો હતો અને મેં તમારી સાથે વાયદાઓ કર્યા, પરંતુ તેને વફા ન કરી, તે ઉપરાંત તમારા ઉપર મારી કોઇ સત્તા ન હતી સિવાય કે મેં તમને બોલાવ્યા અને તમોએ મારી દાવત કબૂલ કરી, માટે તમે મારી મલામત કરો નહિ પરંતુ ખુદ તમારા નફસોની મલામત કરો; ન હું તમારી મદદ કરી શકું છું અને ન તમે મારી મદદ કરી શકો છો, બેશક આની પહેલા તમે મને (અલ્લાહનો) શરીક બનાવતા હતા તેનો મે ઇન્કાર કર્યો, ખરેખર ઝુલમગારો માટે દર્દનાક અઝાબ છે.

23

وَ اُدۡخِلَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا بِاِذۡنِ رَبِّہِمۡ ؕ تَحِیَّتُہُمۡ فِیۡہَا سَلٰمٌ ﴿۲۳﴾

(૨૩) અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેકીઓ કરી તેઓને જન્નતોમાં દાખલ કરવામાં આવશે જેની હેઠળ નદીઓ વહેતી હશે તથા પોતાના પરવરદિગારના હુકમથી તેઓ હંમેશા તેમાં જ રહેશે; અને ત્યાં તેમની સ્વાગતના શબ્દો સલામ હશે.

24

اَلَمۡ تَرَ کَیۡفَ ضَرَبَ اللّٰہُ مَثَلًا کَلِمَۃً طَیِّبَۃً کَشَجَرَۃٍ طَیِّبَۃٍ اَصۡلُہَا ثَابِتٌ وَّ فَرۡعُہَا فِی السَّمَآءِ ﴿ۙ۲۴﴾

(૨૪) શું તેં જોયું કે અલ્લાહ પાકીઝા કલેમાની મિસાલ કેવી રીતે આપી? તે એક પાકીઝા વૃક્ષ જેવો છે કે જેના મૂળ મજબૂત છે અને જેની ડાળીઓ આસમાનમાં છે:

25

تُؤۡتِیۡۤ اُکُلَہَا کُلَّ حِیۡنٍۭ بِاِذۡنِ رَبِّہَا ؕ وَ یَضۡرِبُ اللّٰہُ الۡاَمۡثَالَ لِلنَّاسِ لَعَلَّہُمۡ یَتَذَکَّرُوۡنَ ﴿۲۵﴾

(૨૫) દરેક સમયે પોતાના પરવરદિગારના હુકમથી ફળ આપે છે. અને અલ્લાહ લોકોને મિસાલો એ માટે આપે છે કે તેઓ ઘ્યાનમાં લે (નસીહત હાંસિલ કરે).

26

وَ مَثَلُ کَلِمَۃٍ خَبِیۡثَۃٍ کَشَجَرَۃٍ خَبِیۡثَۃِۣ اجۡتُثَّتۡ مِنۡ فَوۡقِ الۡاَرۡضِ مَا لَہَا مِنۡ قَرَارٍ ﴿۲۶﴾

(૨૬) અને નાપાક કલેમાની મિસાલ નાપાક વૃક્ષ જેવી છે જે ઝમીનમાંથી ખેંચી કાઢવામાં આવ્યુ હોય, કે જેમાં સ્થિરતા ન હોય.

27

یُثَبِّتُ اللّٰہُ الَّذِیۡنَ اٰمَنُوۡا بِالۡقَوۡلِ الثَّابِتِ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا وَ فِی الۡاٰخِرَۃِ ۚ وَ یُضِلُّ اللّٰہُ الظّٰلِمِیۡنَ ۟ۙ وَ یَفۡعَلُ اللّٰہُ مَا یَشَآءُ ﴿٪۲۷﴾

(૨૭) અલ્લાહ મોઅમીનોના ઇમાનને સાબિત કોલ (અને અકીદા) થકી આ દુનિયામાં અને આખેરતમાં સાબિતકદમ રાખે છે અને ઝાલિમોને (તેઓના આમાલને કારણે) ગુમરાહ કરે છે, અને અલ્લાહ જે ચાહે છે તે કરે છે.

28

اَلَمۡ تَرَ اِلَی الَّذِیۡنَ بَدَّلُوۡا نِعۡمَتَ اللّٰہِ کُفۡرًا وَّ اَحَلُّوۡا قَوۡمَہُمۡ دَارَ الۡبَوَارِ ﴿ۙ۲۸﴾

(૨૮) શું તમોએ તેમને નથી જોયા કે જેમણે અલ્લાહની નેઅમતને કુફરમાં બદલી નાખી? અને પોતાની કૌમને હલાકતની મંઝીલ (દારૂલ બવાર) તરફ ખેંચી ગયા?

29

جَہَنَّمَ ۚ یَصۡلَوۡنَہَا ؕ وَ بِئۡسَ الۡقَرَارُ ﴿۲۹﴾

(૨૯) (દારૂલ બવાર એક એવી) જહન્નમ છે જેમાં તેઓ દાખલ થશે; અને રહેવા માટે તે કેટલી ખરાબ જગ્યા છે!

30

وَ جَعَلُوۡا لِلّٰہِ اَنۡدَادًا لِّیُضِلُّوۡا عَنۡ سَبِیۡلِہٖ ؕ قُلۡ تَمَتَّعُوۡا فَاِنَّ مَصِیۡرَکُمۡ اِلَی النَّارِ ﴿۳۰﴾

(૩૦) અને અલ્લાહના અમુક શરીકો બનાવ્યા કે જેથી (લોકોને) અલ્લાહના રસ્તેથી બહેકાવે; તું કહે કે તમે (દુન્યવી નેઅમતોનો) ફાયદો ઉપાડી લ્યો પછી ખરેખર તમારો રસ્તો આગ તરફ જ છે!

31

قُلۡ لِّعِبَادِیَ الَّذِیۡنَ اٰمَنُوۡا یُقِیۡمُوا الصَّلٰوۃَ وَ یُنۡفِقُوۡا مِمَّا رَزَقۡنٰہُمۡ سِرًّا وَّ عَلَانِیَۃً مِّنۡ قَبۡلِ اَنۡ یَّاۡتِیَ یَوۡمٌ لَّا بَیۡعٌ فِیۡہِ وَ لَا خِلٰلٌ ﴿۳۱﴾

(૩૧) મારા ઇમાન લાવનાર બંદાઓને કહી દો કે તેઓ નમાઝ કાયમ કરે અને અમોએ જે રોજી તેમને આપી છે તેમાંથી છુપી અને જાહેર રીતે ઇન્ફાક (ખર્ચ) કરે, એ દિવસના આવવા પહેલાં કે જે દિવસે ન કાંઇ લેવડદેવડ થશે, ન આપસની દોસ્તી (હશે).

32

اَللّٰہُ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخۡرَجَ بِہٖ مِنَ الثَّمَرٰتِ رِزۡقًا لَّکُمۡ ۚ وَ سَخَّرَ لَکُمُ الۡفُلۡکَ لِتَجۡرِیَ فِی الۡبَحۡرِ بِاَمۡرِہٖ ۚ وَ سَخَّرَ لَکُمُ الۡاَنۡہٰرَ ﴿ۚ۳۲﴾

(૩૨) અલ્લાહ એ જ છે કે જેણે આકાશો તથા ઝમીનને પૈદા કર્યા અને આસમાનમાંથી પાણી વરસાવ્યું, અને તેમાંથી તમારી રોજી માટે ફળો ઊગાવ્યા, અને કશ્તીઓને તમારા તાબે કરી દીધી કે તેના હુકમથી સમુદ્રમાં હરે ફરે, અને તેણે નદીઓ (પણ) તમારા તાબે કરી દીધી.

33

وَ سَخَّرَ لَکُمُ الشَّمۡسَ وَ الۡقَمَرَ دَآئِبَیۡنِ ۚ وَ سَخَّرَ لَکُمُ الَّیۡلَ وَ النَّہَارَ ﴿ۚ۳۳﴾

(૩૩) અને તેણે સૂરજ અને ચાંદને કે જે બંને ફરતા રહે છે તમારા માટે પૈદા કર્યા અને તેણે રાત તથા દિવસને (પણ) તમારા તાબે બનાવ્યા.

34

وَ اٰتٰىکُمۡ مِّنۡ کُلِّ مَا سَاَلۡتُمُوۡہُ ؕ وَ اِنۡ تَعُدُّوۡا نِعۡمَتَ اللّٰہِ لَا تُحۡصُوۡہَا ؕ اِنَّ الۡاِنۡسَانَ لَظَلُوۡمٌ کَفَّارٌ ﴿٪۳۴﴾

(૩૪) અને જે કાંઇ માંગ્યુ તે બધુ તમને આપ્યુ; અને જો તમે અલ્લાહની નેઅમતોની ગણતરી કરવા ચાહશો તો તમે ગણતરી કરી શકશો નહિ! બેશક ઇન્સાન ઝાલિમ અને નાશુક્રો છે.

35

وَ اِذۡ قَالَ اِبۡرٰہِیۡمُ رَبِّ اجۡعَلۡ ہٰذَا الۡبَلَدَ اٰمِنًا وَّ اجۡنُبۡنِیۡ وَ بَنِیَّ اَنۡ نَّعۡبُدَ الۡاَصۡنَامَ ﴿ؕ۳۵﴾

(૩૫) અને જ્યારે ઇબ્રાહીમે કહ્યું કે અય મારા પરવરદિગાર! આ શહેરને મહેફૂઝ બનાવ, અને મને તથા મારી ઔલાદને બૂત પરસ્તીથી બચાવ.

36

رَبِّ اِنَّہُنَّ اَضۡلَلۡنَ کَثِیۡرًا مِّنَ النَّاسِ ۚ فَمَنۡ تَبِعَنِیۡ فَاِنَّہٗ مِنِّیۡ ۚ وَ مَنۡ عَصَانِیۡ فَاِنَّکَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۳۶﴾

(૩૬) અય મારા પરવરદિગાર! બેશક તેઓએ (બૂતોએ) ઘણા લોકોને ગુમરાહ કર્યા, જે (શખ્સ) મારી તાબેદારી કરશે ખરેખર તે મારામાંથી છે, અને જે મારી નાફરમાની કરશે, બેશક તું ગફુરૂર રહીમ છો.

37

رَبَّنَاۤ اِنِّیۡۤ اَسۡکَنۡتُ مِنۡ ذُرِّیَّتِیۡ بِوَادٍ غَیۡرِ ذِیۡ زَرۡعٍ عِنۡدَ بَیۡتِکَ الۡمُحَرَّمِ ۙ رَبَّنَا لِیُـقِیۡمُوا الصَّلٰوۃَ فَاجۡعَلۡ اَفۡئِدَۃً مِّنَ النَّاسِ تَہۡوِیۡۤ اِلَیۡہِمۡ وَارۡ زُقۡہُمۡ مِّنَ الثَّمَرٰتِ لَعَلَّہُمۡ یَشۡکُرُوۡنَ ﴿۳۷﴾

(૩૭) અય અમારા પરવરદિગાર! બેશક મેં મારી ઔલાદમાંથી અમુકને તારા મોહતરમ મકાન પાસે બંજર (વિરાન) રણપ્રદેશમાં વસાવ્યા છે, અય મારા પરવરદિગાર! એટલા માટે કે તેઓ નમાઝને કાયમ કરે, માટે લોકોના દિલ તેમની તરફ ફેરવી દે તથા તેમને ફળોનું રિઝ્ક અતા કર કે કદાચને તેઓ શુક્ર કરે.

38

رَبَّنَاۤ اِنَّکَ تَعۡلَمُ مَا نُخۡفِیۡ وَ مَا نُعۡلِنُ ؕ وَ مَا یَخۡفٰی عَلَی اللّٰہِ مِنۡ شَیۡءٍ فِی الۡاَرۡضِ وَ لَا فِی السَّمَآءِ ﴿۳۸﴾

(૩૮) અય અમારા પરવરદિગાર! બેશક તુ જાણે છો જે કાંઇ અમે છુપાવીએ છીએ અને જે કાંઇ જાહેર કરીએ છીએ અને ઝમીન તથા આસમાનમાંની કોઇ ચીઝ અલ્લાહથી છુપાએલી નથી.

39

اَلۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡ وَہَبَ لِیۡ عَلَی الۡکِبَرِ اِسۡمٰعِیۡلَ وَ اِسۡحٰقَ ؕ اِنَّ رَبِّیۡ لَسَمِیۡعُ الدُّعَآءِ ﴿۳۹﴾

(૩૯) તમામ તારીફ અલ્લાહ માટે જ છે જેણે મને બુઢાપામાં ઇસ્માઇલ તથા ઇસ્હાક અતા કર્યા; બેશક મારો પરવરદિગાર દુઆનો સાંભળનાર છે.

40

رَبِّ اجۡعَلۡنِیۡ مُقِیۡمَ الصَّلٰوۃِ وَ مِنۡ ذُرِّیَّتِیۡ ٭ۖ رَبَّنَا وَ تَقَبَّلۡ دُعَآءِ ﴿۴۰﴾

(૪૦) અય મારા પરવરદિગાર! મને નમાઝને કાયમ કરનારો બનાવ અને મારી ઓલાદમાંથી પણ; અય અમારા પરવરદિગાર! મારી દુઆ કબૂલ કર.

41

رَبَّنَا اغۡفِرۡ لِیۡ وَ لِوَالِدَیَّ وَ لِلۡمُؤۡمِنِیۡنَ یَوۡمَ یَقُوۡمُ الۡحِسَابُ ﴿٪۴۱﴾

(૪૧) અય અમારા પરવરદિગાર! હિસાબ કાયમ થવાના દિવસે મને તથા મારા વાલેદૈનને તથા મોઅમીનોને માફ કરી દેજે.

42

وَ لَا تَحۡسَبَنَّ اللّٰہَ غَافِلًا عَمَّا یَعۡمَلُ الظّٰلِمُوۡنَ ۬ؕ اِنَّمَا یُؤَخِّرُہُمۡ لِیَوۡمٍ تَشۡخَصُ فِیۡہِ الۡاَبۡصَارُ ﴿ۙ۴۲﴾

(૪૨) અને ગુમાન ન કર કે અલ્લાહ ઝાલિમોના આમાલથી ગાફિલ છે એ સિવાય કંઇ નથી કે તેઓને તે દિવસ સુધીની મોહલત આપે છે જે દિવસે (ડરથી) આંખો ઉઘાડીને ઉઘાડી જ રહી જશે:

43

مُہۡطِعِیۡنَ مُقۡنِعِیۡ رُءُوۡسِہِمۡ لَا یَرۡتَدُّ اِلَیۡہِمۡ طَرۡفُہُمۡ ۚ وَ اَفۡـِٕدَتُہُمۡ ہَوَآءٌ ﴿ؕ۴۳﴾

(૪૩) (ડરના કારણે) ગરદનો સીધી કરેલ, માથાઓ ઊંચા કરેલ, આંખોની પલક નહિ ફરકે અને દિલો (ઉમ્મીદથી) ખાલી થઇ જશે.

44

وَ اَنۡذِرِ النَّاسَ یَوۡمَ یَاۡتِیۡہِمُ الۡعَذَابُ فَیَقُوۡلُ الَّذِیۡنَ ظَلَمُوۡا رَبَّنَاۤ اَخِّرۡنَاۤ اِلٰۤی اَجَلٍ قَرِیۡبٍ ۙ نُّجِبۡ دَعۡوَتَکَ وَ نَتَّبِعِ الرُّسُلَ ؕ اَوَ لَمۡ تَکُوۡنُوۡۤا اَقۡسَمۡتُمۡ مِّنۡ قَبۡلُ مَا لَکُمۡ مِّنۡ زَوَالٍ ﴿ۙ۴۴﴾

(૪૪) અને લોકોને તે દિવસથી ડરાવ કે જે દિવસે તેઓ ઉપર અઝાબ આવશે પછી ઝાલિમો કહેશે કે અય અમારા પરવરદિગાર! અમને થોડાક વખત સુધીની મોહલત આપ જેથી અમે તારી દાવત કબૂલ કરીએ અને તારા રસૂલોની પૈરવી કરીએ; શું તમે અગાઉ સોગંદ ખાતા ન હતા કે તમારૂ પતન થશે નહિ?!

45

وَّ سَکَنۡتُمۡ فِیۡ مَسٰکِنِ الَّذِیۡنَ ظَلَمُوۡۤا اَنۡفُسَہُمۡ وَ تَبَیَّنَ لَکُمۡ کَیۡفَ فَعَلۡنَا بِہِمۡ وَ ضَرَبۡنَا لَکُمُ الۡاَمۡثَالَ ﴿۴۵﴾

(૪૫) અને તમે એવા લોકોના ઘરોમાં વસવાટ કર્યો કે જેમણે ખુદ પોતાની સાથે ઝુલ્મ કર્યો હતો અને તમારા માટે વાઝેહ થઇ ગયુ કે અમોએ તેમની સાથે કેવી રીતે પેશ આવ્યા, અને અમોએ તમારા માટે મિસાલો પણ પેશ કરી.

46

وَ قَدۡ مَکَرُوۡا مَکۡرَہُمۡ وَ عِنۡدَ اللّٰہِ مَکۡرُہُمۡ ؕ وَ اِنۡ کَانَ مَکۡرُہُمۡ لِتَزُوۡلَ مِنۡہُ الۡجِبَالُ ﴿۴۶﴾

(૪૬) અને તેઓએ ખરેખર મક્કારી કરી, અને તેમની મક્કારી અલ્લાહ પાસે (જાહેર થયેલ) છે: જો કે તેમની મક્કારી એવી હતી કે જેનાથી પહાડો પણ ખસી જાય.

47

فَلَا تَحۡسَبَنَّ اللّٰہَ مُخۡلِفَ وَعۡدِہٖ رُسُلَہٗ ؕ اِنَّ اللّٰہَ عَزِیۡزٌ ذُو انۡتِقَامٍ ﴿ؕ۴۷﴾

(૪૭) તેથી અલ્લાહ માટે એવુ ગુમાન ન કર કે તેણે રસૂલોથી જે વાયદો કર્યો છે તે તોડી નાખનાર છે કારણ કે અલ્લાહ જબરદસ્ત, ઇન્તેકામ (બદલો) લેનાર છે.

48

یَوۡمَ تُبَدَّلُ الۡاَرۡضُ غَیۡرَ الۡاَرۡضِ وَ السَّمٰوٰتُ وَ بَرَزُوۡا لِلّٰہِ الۡوَاحِدِ الۡقَہَّارِ ﴿۴۸﴾

(૪૮) તે દિવસે ઝમીનને એક બીજી ઝમીનમાં બદલી નાખવામાં આવશે અને આકાશો પણ; અને (મખ્લૂક) છવાઇ જનાર બેમિસાલ અલ્લાહ પાસે જાહેર (હાજર) થશે.

49

وَ تَـرَی الۡمُجۡرِمِیۡنَ یَوۡمَئِذٍ مُّقَرَّنِیۡنَ فِی الۡاَصۡفَادِ ﴿ۚ۴۹﴾

(૪૯) અને તે દિવસે તું મુજરીમોને એક સાથે સાંકળોમાં જકડાએલાં જોશે.

50

سَرَابِیۡلُہُمۡ مِّنۡ قَطِرَانٍ وَّ تَغۡشٰی وُجُوۡہَہُمُ النَّارُ ﴿ۙ۵۰﴾

(૫૦) તેમના પહેરણો ડામરના હશે અને અગ્નિ તેમના ચહેરાઓને ઢાંકી દેશે:

51

لِیَجۡزِیَ اللّٰہُ کُلَّ نَفۡسٍ مَّا کَسَبَتۡ ؕ اِنَّ اللّٰہَ سَرِیۡعُ الۡحِسَابِ ﴿۵۱﴾

(૫૧) કે જેથી અલ્લાહ દરેક નફસને તેના આમાલ (પ્રમાણે) બદલો આપે; બેશક અલ્લાહ ઝડપી હિસાબ કરનારો છે.

52

ہٰذَا بَلٰغٌ لِّلنَّاسِ وَ لِیُنۡذَرُوۡا بِہٖ وَ لِیَعۡلَمُوۡۤا اَنَّمَا ہُوَ اِلٰہٌ وَّاحِدٌ وَّ لِیَذَّکَّرَ اُولُوا الۡاَلۡبَابِ ﴿٪۵۲﴾

(૫૨) લોકો માટે આ પયગામ છે કે જેના વડે તેઓને ડરાવવામાં આવે, અને તેઓ જાણી લે કે તે એક જ માઅબૂદ છે અને જે(ના)થી અક્કલમંદ લોકો નસીહત હાંસિલ કરે.