અલ-કુરઆન

21

Al-Anbiya

سورة الأنبياء


اِقۡتَرَبَ لِلنَّاسِ حِسَابُہُمۡ وَ ہُمۡ فِیۡ غَفۡلَۃٍ مُّعۡرِضُوۡنَ ۚ﴿۱﴾

(૧) (બધા) લોકોના માટે હિસાબનો સમય નજીક આવી ગયો છે, અને તેઓ હજી ગફલતમાં પડ્યા મોઢું ફેરવી રહ્યા છે.

مَا یَاۡتِیۡہِمۡ مِّنۡ ذِکۡرٍ مِّنۡ رَّبِّہِمۡ مُّحۡدَثٍ اِلَّا اسۡتَمَعُوۡہُ وَ ہُمۡ یَلۡعَبُوۡنَ ۙ﴿۲﴾

(૨) તેમની પાસે તેમના પરવરદિગાર તરફથી કોઇ નવો ઝિક્ર નથી આવતો સિવાય કે તેને તેઓ મશ્કરીમાં સાંભળે છે.

لَاہِیَۃً قُلُوۡبُہُمۡ ؕ وَ اَسَرُّوا النَّجۡوَی ٭ۖ الَّذِیۡنَ ظَلَمُوۡا ٭ۖ ہَلۡ ہٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثۡلُکُمۡ ۚ اَفَتَاۡتُوۡنَ السِّحۡرَ وَ اَنۡتُمۡ تُبۡصِرُوۡنَ ﴿۳﴾

(૩) તેમના દિલ (બીજી ચીઝોમાં) મશગૂલ થઇ ગયા છે, અને ઝાલિમોએ કાનાફૂસી કરી કે શુ આ તમારા જેવો ઇન્સાન નથી? શું તમે જાણી જોઇને જાદુના ચક્કરમાં આવી રહ્યા છો?

قٰلَ رَبِّیۡ یَعۡلَمُ الۡقَوۡلَ فِی السَّمَآءِ وَ الۡاَرۡضِ ۫ وَ ہُوَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۴﴾

(૪) (પયગંબરે) કહ્યું કે મારો પરવરદિગાર આસમાનમાં તથા ઝમીનમાંની બધી વાતોને જાણે છે અને તે સાંભળનાર (તથા) જાણનાર છે.

بَلۡ قَالُوۡۤا اَضۡغَاثُ اَحۡلَامٍۭ بَلِ افۡتَرٰىہُ بَلۡ ہُوَ شَاعِرٌ ۚۖ فَلۡیَاۡتِنَا بِاٰیَۃٍ کَمَاۤ اُرۡسِلَ الۡاَوَّلُوۡنَ ﴿۵﴾

(૫) પરંતુ તેઓએ કહ્યુ છે કે આ બધા ગૂંચવણ ભરેલાં સ્વપ્ન છે; બલ્કે તેણે જૂઠી નિસ્બત આપેલ છે; બલ્કે તે એક શાયર છે (જો તે સાચો હોય તો) એવી નિશાની લાવે જેવી (અગાઉના પયગંબરો સાથે) મોકલવામાં આવી હતી.

مَاۤ اٰمَنَتۡ قَبۡلَہُمۡ مِّنۡ قَرۡیَۃٍ اَہۡلَکۡنٰہَا ۚ اَفَہُمۡ یُؤۡمِنُوۡنَ ﴿۶﴾

(૬) તેમની અગાઉ અમોએ જે વસ્તીનો નાશ કરી નાખ્યો તે વસ્તી (નિશાનીઓ પર) ઇમાન ન લાવી; શું આ લોકો ઇમાન લાવશે ?

وَ مَاۤ اَرۡسَلۡنَا قَبۡلَکَ اِلَّا رِجَالًا نُّوۡحِیۡۤ اِلَیۡہِمۡ فَسۡـَٔلُوۡۤا اَہۡلَ الذِّکۡرِ اِنۡ کُنۡتُمۡ لَا تَعۡلَمُوۡنَ ﴿۷﴾

(૭) અને અમોએ તારી પહેલાં (પણ રસૂલ તરીકે) નથી મોકલ્યા સિવાય એવા પુરૂષો કે જેમના તરફ અમે વહી મોકલતા હતા, પછી અગર તમે જાણતા ન હોવ તો જેઓ જાણકાર છે તેમને પૂછી લો.

وَ مَا جَعَلۡنٰہُمۡ جَسَدًا لَّا یَاۡکُلُوۡنَ الطَّعَامَ وَ مَا کَانُوۡا خٰلِدِیۡنَ ﴿۸﴾

(૮) અને અમોએ તેમના પણ એવા શરીર બનાવ્યા ન હતા કે જે ખાવાનું ખાતા ન હોય, અને તેઓ હંમેશા બાકી રહેનારા ન હતા.

ثُمَّ صَدَقۡنٰہُمُ الۡوَعۡدَ فَاَنۡجَیۡنٰہُمۡ وَ مَنۡ نَّشَآءُ وَ اَہۡلَکۡنَا الۡمُسۡرِفِیۡنَ ﴿۹﴾

(૯) પછી અમોએ તે (અઝાબ)નો વાયદો સાચો કરી દેખાડ્યો, પછી તેમને અને જેમને અમોએ ચાહ્યા બચાવી લીધા અને ઇસરાફ કરનારાઓને અમોએ બરબાદ કરી દીધા.

10

لَقَدۡ اَنۡزَلۡنَاۤ اِلَیۡکُمۡ کِتٰبًا فِیۡہِ ذِکۡرُکُمۡ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿٪۱۰﴾

(૧૦) ખરેખર અમોએ તમારી તરફ તે કિતાબ નાઝિલ કરી છે જેમાં ખુદ તમારૂં ઘ્યાન દોરાય તેવી બાબતો છે, શું તમે વિચાર નથી કરતા?

11

وَ کَمۡ قَصَمۡنَا مِنۡ قَرۡیَۃٍ کَانَتۡ ظَالِمَۃً وَّ اَنۡشَاۡنَا بَعۡدَہَا قَوۡمًا اٰخَرِیۡنَ ﴿۱۱﴾

(૧૧) અને અમોએ કેટલીયે ઝાલીમ વસ્તીઓને તબાહ કરી નાખી, અને તેમના બાદ (તેમની જગ્યાએ) બીજી કૌમોને પૈદા કરી દીધી.

12

فَلَمَّاۤ اَحَسُّوۡا بَاۡسَنَاۤ اِذَا ہُمۡ مِّنۡہَا یَرۡکُضُوۡنَ ﴿ؕ۱۲﴾

(૧૨) પછી જ્યારે તેમણે અમારા અઝાબની સખ્તીનો એહસાસ કર્યો ત્યારે અચાનક તેનાથી ભાગવા લાગ્યા.

13

لَا تَرۡکُضُوۡا وَ ارۡجِعُوۡۤا اِلٰی مَاۤ اُتۡرِفۡتُمۡ فِیۡہِ وَ مَسٰکِنِکُمۡ لَعَلَّکُمۡ تُسۡـَٔلُوۡنَ ﴿۱۳﴾

(૧૩) (અમોએ કહ્યું) ભાગો નહિ, અને તમે સુખ-ચેનથી રહેતા હતા તેના તરફ તથા તમારા મકાનો તરફ પાછા ફરો કે કદાચ તમને સવાલ કરવામાં આવશે.

14

قَالُوۡا یٰوَیۡلَنَاۤ اِنَّا کُنَّا ظٰلِمِیۡنَ ﴿۱۴﴾

(૧૪) તેઓ બોલ્યા, હાય અફસોસ! અમે ખરેખર ઝાલિમ હતા.

15

فَمَا زَالَتۡ تِّلۡکَ دَعۡوٰىہُمۡ حَتّٰی جَعَلۡنٰہُمۡ حَصِیۡدًا خٰمِدِیۡنَ ﴿۱۵﴾

(૧૫) અને તેઓ એમ સતત ફરિયાદ કરતા રહ્યા, ત્યાં સુધી કે અમોએ તેમને લણેલા ખેતરની જેવા બનાવીને ચૂપ કરી દીધા.

16

وَ مَا خَلَقۡنَا السَّمَآءَ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَا لٰعِبِیۡنَ ﴿۱۶﴾

(૧૬) અને અમોએ આસમાન તથા ઝમીન અને તેમની વચ્ચે જે કાંઇ છે તેને રમતગમતમાં પેદા નથી કર્યા.

17

لَوۡ اَرَدۡنَاۤ اَنۡ نَّتَّخِذَ لَہۡوًا لَّاتَّخَذۡنٰہُ مِنۡ لَّدُنَّاۤ ٭ۖ اِنۡ کُنَّا فٰعِلِیۡنَ ﴿۱۷﴾

(૧૭) જો અમે રમતગમતમાં બનાવવા ઇચ્છતા હોત તો અમારા માટે યોગ્ય વસ્તુને પસંદ કરેત.

18

بَلۡ نَقۡذِفُ بِالۡحَقِّ عَلَی الۡبَاطِلِ فَیَدۡمَغُہٗ فَاِذَا ہُوَ زَاہِقٌ ؕ وَ لَکُمُ الۡوَیۡلُ مِمَّا تَصِفُوۡنَ ﴿۱۸﴾

(૧૮) પરંતુ અમે હકને બાતિલના ઉપર મારીએ છીએ જેથી તે (હક) તે (બાતિલ)ના ઉપર છવાઇ જાય, આ રીતે તે (બાતિલ) બરબાદ થઇ જાય છે અને તમારા માટે અફસોસ કે જે તમે (અલ્લાહની) સિફતો બયાન કરો છો.

19

وَ لَہٗ مَنۡ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ مَنۡ عِنۡدَہٗ لَا یَسۡتَکۡبِرُوۡنَ عَنۡ عِبَادَتِہٖ وَ لَا یَسۡتَحۡسِرُوۡنَ ﴿ۚ۱۹﴾

(૧૯) અને જે કોઇ આસમાનો અને ઝમીનમાં છે તે તેના જ છે; અને જેઓ તેની હજૂરમાં છે તેઓ, ન તેની ઇબાદત કરવાથી તકબ્બૂર (ઘમંડ) કરે છે અને ન થાકે છે.

20

یُسَبِّحُوۡنَ الَّیۡلَ وَ النَّہَارَ لَا یَفۡتُرُوۡنَ ﴿۲۰﴾

(૨૦) રાત દિવસ તેની તસ્બીહ કરે છે, અને આળસ કરતા નથી.

21

اَمِ اتَّخَذُوۡۤا اٰلِہَۃً مِّنَ الۡاَرۡضِ ہُمۡ یُنۡشِرُوۡنَ ﴿۲۱﴾

(૨૧) શું તેમણે ઝમીનમાં એવા માઅબૂદ બનાવી લીધા કે જેઓ તેમને (ખલ્ક કરી) ફેલાવશે?

22

لَوۡ کَانَ فِیۡہِمَاۤ اٰلِہَۃٌ اِلَّا اللّٰہُ لَفَسَدَتَا ۚ فَسُبۡحٰنَ اللّٰہِ رَبِّ الۡعَرۡشِ عَمَّا یَصِفُوۡنَ ﴿۲۲﴾

(૨૨) જો આસમાનો તથા ઝમીનમાં અલ્લાહના સિવાય બીજા પણ માઅબૂદો હોત તો ખરેજ તે બન્ને બરબાદ થઇ જતા; માટે તેઓ જે કાંઇ (સિફત) બયાન કરે તે બધાથી અર્શનો પરવરદિગાર અલ્લાહ, પાક છે.

23

لَا یُسۡـَٔلُ عَمَّا یَفۡعَلُ وَ ہُمۡ یُسۡـَٔلُوۡنَ ﴿۲۳﴾

(૨૩) તે (અલ્લાહ)ને તેના કામ બાબતે પૂછપરછ કરવામાં નહી આવે જો કે તેઓને પૂછવામાં આવશે.

24

اَمِ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِہٖۤ اٰلِہَۃً ؕ قُلۡ ہَاتُوۡا بُرۡہَانَکُمۡ ۚ ہٰذَا ذِکۡرُ مَنۡ مَّعِیَ وَ ذِکۡرُ مَنۡ قَبۡلِیۡ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یَعۡلَمُوۡنَ ۙ الۡحَقَّ فَہُمۡ مُّعۡرِضُوۡنَ ﴿۲۴﴾

(૨૪) શું તેઓએ તેના સિવાય બીજા માઅબૂદો પસંદ કરી લીધા? કહે કે તમારી દલીલ રજૂ કરો, આ મારા સાથીઓનો તથા મારી અગાઉના લોકોની યાદ છે, પરંતુ તેઓમાંના ઘણાખરા લોકો હકને ઓળખતા નથી એટલે તેઓ (હકથી) મોઢુ ફેરવે છે.

25

وَ مَاۤ اَرۡسَلۡنَا مِنۡ قَبۡلِکَ مِنۡ رَّسُوۡلٍ اِلَّا نُوۡحِیۡۤ اِلَیۡہِ اَنَّہٗ لَاۤ اِلٰہَ اِلَّاۤ اَنَا فَاعۡبُدُوۡنِ ﴿۲۵﴾

(૨૫) અને અમોએ તારી પહેલા કોઇ રસૂલને મોકલ્યો નથી પરંતુ એ કે એની તરફ અમે વહી કરી કે હકીકતમાં મારા સિવાય કોઇ માઅબૂદ નથી, માટે તમે બધા મારી જ ઇબાદત કરો.

26

وَ قَالُوا اتَّخَذَ الرَّحۡمٰنُ وَلَدًا سُبۡحٰنَہٗ ؕ بَلۡ عِبَادٌ مُّکۡرَمُوۡنَ ﴿ۙ۲۶﴾

(૨૬) અને તેઓએ કહ્યુ કે રહેમાને (ફરિશ્તાઓમાંથી) પોતાના માટે ફરઝંદ પસંદ કર્યો. તેની જાત (આવી પસંદગીથી) પાક છે. પરંતુ તેઓ તેના મોહતરમ બંદાઓ છે.

27

لَا یَسۡبِقُوۡنَہٗ بِالۡقَوۡلِ وَ ہُمۡ بِاَمۡرِہٖ یَعۡمَلُوۡنَ ﴿۲۷﴾

(૨૭) જેઓ હરગિઝ વાતમાં તેનાથી પહેલ નથી કરતા, અને તેના હુકમ પર અમલ કરે છે.

28

یَعۡلَمُ مَا بَیۡنَ اَیۡدِیۡہِمۡ وَ مَا خَلۡفَہُمۡ وَ لَا یَشۡفَعُوۡنَ ۙ اِلَّا لِمَنِ ارۡتَضٰی وَ ہُمۡ مِّنۡ خَشۡیَتِہٖ مُشۡفِقُوۡنَ ﴿۲۸﴾

(૨૮) જે કાંઇ તેમની સામે તથા પાછળ છે તે બધુ જાણે છે અને તેઓ કોઇની શફાઅત પણ નથી કરતા સિવાય કે જેને તે (અલ્લાહ) પસંદ કરે, અને તેઓ તેના ખૌફથી ડરે છે.

29

وَ مَنۡ یَّقُلۡ مِنۡہُمۡ اِنِّیۡۤ اِلٰہٌ مِّنۡ دُوۡنِہٖ فَذٰلِکَ نَجۡزِیۡہِ جَہَنَّمَ ؕ کَذٰلِکَ نَجۡزِی الظّٰلِمِیۡنَ ﴿٪۲۹﴾

(૨૯) અને તેઓમાંથી અગર કોઇ કહે કે હું પણ તે (અલ્લાહ)ના સિવાય માઅબૂદ છું, તો અમે તેની સજા જહન્નમ આપશું, આ રીતે અમે ઝાલિમોને સજા આપીએ છીએ.

30

اَوَ لَمۡ یَرَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اَنَّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ کَانَتَا رَتۡقًا فَفَتَقۡنٰہُمَا ؕ وَ جَعَلۡنَا مِنَ الۡمَآءِ کُلَّ شَیۡءٍ حَیٍّ ؕ اَفَلَا یُؤۡمِنُوۡنَ ﴿۳۰﴾

(૩૦) શું તે નાસ્તિકોએ નથી જોયું કે આ ઝમીન અને આસમાનો એકબીજા સાથે જોડાયેલા હતા, અને અમોએ તે બંનેને અલગ કર્યા અને દરેક જાનદારને પાણીમાંથી બનાવ્યા, તો પણ શું તેઓ ઇમાન નહિ લાવે ?

31

وَ جَعَلۡنَا فِی الۡاَرۡضِ رَوَاسِیَ اَنۡ تَمِیۡدَ بِہِمۡ ۪ وَ جَعَلۡنَا فِیۡہَا فِجَاجًا سُبُلًا لَّعَلَّہُمۡ یَہۡتَدُوۡنَ ﴿۳۱﴾

(૩૧) અને અમોએ ઝમીનમાં અડગ પહાડો કાયમ કરી દીધા કે જેથી ઝમીન તેઓને ન ધ્રુજારે; અને તેમાં ખીણ અને રસ્તા બનાવ્યા કે જેથી તેઓ હિદાયત મેળવી લે.

32

وَ جَعَلۡنَا السَّمَآءَ سَقۡفًا مَّحۡفُوۡظًا ۚۖ وَّ ہُمۡ عَنۡ اٰیٰتِہَا مُعۡرِضُوۡنَ ﴿۳۲﴾

(૩૨) અને આસમાનને અમોએ એક મહેફૂઝ (સલામત) છત બનાવી, પરંતુ તેઓ તે નિશાનીઓથી મોઢું ફેરવી લે છે.

33

وَ ہُوَ الَّذِیۡ خَلَقَ الَّیۡلَ وَ النَّہَارَ وَ الشَّمۡسَ وَ الۡقَمَرَ ؕ کُلٌّ فِیۡ فَلَکٍ یَّسۡبَحُوۡنَ ﴿۳۳﴾

(૩૩) અને તે એજ છે કે જેણે રાત અને દિવસ, સૂરજ તથા ચાંદને ખલ્ક કર્યા; દરેક પોતાની ધરી પર ફર્યા કરે છે.

34

وَ مَا جَعَلۡنَا لِبَشَرٍ مِّنۡ قَبۡلِکَ الۡخُلۡدَ ؕ اَفَا۠ئِنۡ مِّتَّ فَہُمُ الۡخٰلِدُوۡنَ ﴿۳۴﴾

(૩૪) અને તારી અગાઉ કોઇ ઇન્સાન માટે હંમેશાનું જીવન રાખ્યુ ન હતુ, જો તું મરી જશે તો શું તેઓ હંમેશા રહેનાર છે?

35

کُلُّ نَفۡسٍ ذَآئِقَۃُ الۡمَوۡتِ ؕ وَ نَبۡلُوۡکُمۡ بِالشَّرِّ وَ الۡخَیۡرِ فِتۡنَۃً ؕ وَ اِلَیۡنَا تُرۡجَعُوۡنَ ﴿۳۵﴾

(૩૫) દરેક જીવ મૌતની મજા ચાખનાર છે; અને અમે નેકી તથા બદી વડે તમારી અજમાઇશ કરીએ છીએ; અને અમારી તરફ તમને પલટાવવામાં આવશે.

36

وَ اِذَا رَاٰکَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِنۡ یَّتَّخِذُوۡنَکَ اِلَّا ہُزُوًا ؕ اَہٰذَا الَّذِیۡ یَذۡکُرُ اٰلِہَتَکُمۡ ۚ وَ ہُمۡ بِذِکۡرِ الرَّحۡمٰنِ ہُمۡ کٰفِرُوۡنَ ﴿۳۶﴾

(૩૬) અને જયારે આ નાસ્તિકો તને જૂએ છે ત્યારે તેઓ તારી મજાક ઉડાડવા સિવાય બીજુ કાંઇ કરતા નથી; (અને કહે છે) આ એજ શખ્સ છે કે જે તમારા ખુદાઓને (બૂરાઇથી) યાદ કરે છે ? જો કે તેઓ (નાસ્તિકો) પોતે જ રહેમાન (અલ્લાહ)ની યાદનો ઇન્કાર કરે છે.

37

خُلِقَ الۡاِنۡسَانُ مِنۡ عَجَلٍ ؕ سَاُورِیۡکُمۡ اٰیٰتِیۡ فَلَا تَسۡتَعۡجِلُوۡنِ ﴿۳۷﴾

(૩૭) ઇન્સાનની ખિલ્કત (પૈદાઇશ) ઉતાવળમાંથી છે, હું તમને નજીકમાં જ મારી નિશાનીઓ દેખાડીશ, પરંતુ તમે લોકો ઉતાવળ ન કરો.

38

وَ یَقُوۡلُوۡنَ مَتٰی ہٰذَا الۡوَعۡدُ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۳۸﴾

(૩૮) અને તેઓ (નાસ્તિકો) કહે છે કે જો તમે સાચુ કહો છો તો આ વાયદા (કયામત)નો સમય ક્યારે આવશે ?

39

لَوۡ یَعۡلَمُ الَّذِیۡنَ کَفَرُوۡا حِیۡنَ لَا یَکُفُّوۡنَ عَنۡ وُّجُوۡہِہِمُ النَّارَ وَ لَا عَنۡ ظُہُوۡرِہِمۡ وَ لَا ہُمۡ یُنۡصَرُوۡنَ ﴿۳۹﴾

(૩૯) કદાચને નાસ્તિકો જાણતા હોત કે જ્યારે તેઓ (જહન્નમની) આગને ન પોતાના સામેથી હટાવી શકશે અને ન પોતાની પાછળથી, અને ન તેમની કોઇ મદદ કરવામાં આવશે.

40

بَلۡ تَاۡتِیۡہِمۡ بَغۡتَۃً فَتَبۡہَتُہُمۡ فَلَا یَسۡتَطِیۡعُوۡنَ رَدَّہَا وَ لَا ہُمۡ یُنۡظَرُوۡنَ ﴿۴۰﴾

(૪૦) પરંતુ (આ સજા) તેમના તરફ અચાનક આવી જશે, પછી તે તેમને સ્તબ્ધ કરી નાખશે, પછી તેઓ ન તેને દૂર કરી શકશે અને ન તેમને મોહલત આપવામાં આવશે.

41

وَ لَقَدِ اسۡتُہۡزِئَ بِرُسُلٍ مِّنۡ قَبۡلِکَ فَحَاقَ بِالَّذِیۡنَ سَخِرُوۡا مِنۡہُمۡ مَّا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿٪۴۱﴾

(૪૧) અને (અય પયગંબર) ખરેખર તારી પહેલાના રસૂલોની પણ મજાક ઉડાવવામાં આવી, પછી જેની તેઓ મજાક કરતા હતા તે (અઝાબે) તેઓને ઘેરી લીધા.

42

قُلۡ مَنۡ یَّکۡلَؤُکُمۡ بِالَّیۡلِ وَ النَّہَارِ مِنَ الرَّحۡمٰنِ ؕ بَلۡ ہُمۡ عَنۡ ذِکۡرِ رَبِّہِمۡ مُّعۡرِضُوۡنَ ﴿۴۲﴾

(૪૨) તું કહે કે રાત કે દિવસમાં રહેમાનના અઝાબથી કોણ બચાવશે? પરંતુ તેઓ તેમના પરવરદિગારની યાદથી મોઢું ફેરવનાર છે.

43

اَمۡ لَہُمۡ اٰلِہَۃٌ تَمۡنَعُہُمۡ مِّنۡ دُوۡنِنَا ؕ لَا یَسۡتَطِیۡعُوۡنَ نَصۡرَ اَنۡفُسِہِمۡ وَ لَا ہُمۡ مِّنَّا یُصۡحَبُوۡنَ ﴿۴۳﴾

(૪૩) શું તેઓ માટે એવા માઅબૂદો છે જેઓ તેઓને અમારાથી બચાવે? તેઓ પોતાની જાતની પણ મદદ કરી શકતા નથી, અને તેઓને અમારા તરફથી સાથ આપવામાં નહી આવે.

44

بَلۡ مَتَّعۡنَا ہٰۤؤُلَآءِ وَ اٰبَآءَہُمۡ حَتّٰی طَالَ عَلَیۡہِمُ الۡعُمُرُ ؕ اَفَلَا یَرَوۡنَ اَنَّا نَاۡتِی الۡاَرۡضَ نَنۡقُصُہَا مِنۡ اَطۡرَافِہَا ؕ اَفَہُمُ الۡغٰلِبُوۡنَ ﴿۴۴﴾

(૪૪) બલ્કે અમોએ તેમને અને તેમના બાપદાદાઓને (નેઅમતોથી) ફાયદો પહોંચાડ્યો એટલે સુધી કે તેઓની ઉમ્ર લાંબી થઇ (જેથી તેઓ સરકશ બન્યા) શું તેઓ નથી જોતા અમે ઝમીનને તેની આજુબાજુથી ઘટાડતા આવીએ છીએ? શું તેઓ ગાલિબ છે (કે અમે)?

45

قُلۡ اِنَّمَاۤ اُنۡذِرُکُمۡ بِالۡوَحۡیِ ۫ۖ وَ لَا یَسۡمَعُ الصُّمُّ الدُّعَآءَ اِذَا مَا یُنۡذَرُوۡنَ ﴿۴۵﴾

(૪૫) તુ કહે કે હું તમને વહી વડે ચેતવું છું, અને બહેરાને જયારે પણ ચેતવવામાં આવે ત્યારે તે અવાજ સાંભળતા નથી.

46

وَ لَئِنۡ مَّسَّتۡہُمۡ نَفۡحَۃٌ مِّنۡ عَذَابِ رَبِّکَ لَیَقُوۡلُنَّ یٰوَیۡلَنَاۤ اِنَّا کُنَّا ظٰلِمِیۡنَ ﴿۴۶﴾

(૪૬) અને જો તેમને ફકત તારા પરવરદિગારના અઝાબની હવા અડકી જાય તો તેઓ જરૂર કહી ઉઠશે કે અફસોસ ! ખરેજ અમે ઝાલિમ હતા.

47

وَ نَضَعُ الۡمَوَازِیۡنَ الۡقِسۡطَ لِیَوۡمِ الۡقِیٰمَۃِ فَلَا تُظۡلَمُ نَفۡسٌ شَیۡئًا ؕ وَ اِنۡ کَانَ مِثۡقَالَ حَبَّۃٍ مِّنۡ خَرۡدَلٍ اَتَیۡنَا بِہَا ؕ وَ کَفٰی بِنَا حٰسِبِیۡنَ ﴿۴۷﴾

(૪૭) અને અમે કયામતના દિવસે ઇન્સાફના ત્રાજવાંને કાયમ કરીશું, અને કોઇના ઉપર લેશમાત્ર ઝુલ્મ કરવામાં નહિ આવે; અને જો રાઇના દાણા જેટલો (નેક અમલ) હશે તો તે અમે તેને લાવીશું અને એ જ બસ છે કે અમે હિસાબ લેનાર હોય!

48

وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسٰی وَ ہٰرُوۡنَ الۡفُرۡقَانَ وَ ضِیَآءً وَّ ذِکۡرًا لِّلۡمُتَّقِیۡنَ ﴿ۙ۴۸﴾

(૪૮) અને બેશક અમોએ મૂસા તથા હારૂનને હક અને બાતિલ ઓળખવાનો વસીલો તેમજ પરહેઝગારો માટે નૂર અને ઝિક્ર અતા કર્યુ.

49

الَّذِیۡنَ یَخۡشَوۡنَ رَبَّہُمۡ بِالۡغَیۡبِ وَ ہُمۡ مِّنَ السَّاعَۃِ مُشۡفِقُوۡنَ ﴿۴۹﴾

(૪૯) કે જેઓ ગૈબમાં (ખાનગીમાં) પોતાના પરવરદિગારથી ડરતા રહે છે અને (કયામતની) ઘડીથી ખૌફઝદા (ભયભિત) રહે છે.

50

وَ ہٰذَا ذِکۡرٌ مُّبٰرَکٌ اَنۡزَلۡنٰہُ ؕ اَفَاَنۡتُمۡ لَہٗ مُنۡکِرُوۡنَ ﴿٪۵۰﴾

(૫૦) અને આ (કુરઆન) બાબરકત ઝિક્ર છે જેને અમોએ નાઝિલ કર્યુ; શું તમે તેનો ઇન્કાર કરો છો ?

51

وَ لَقَدۡ اٰتَیۡنَاۤ اِبۡرٰہِیۡمَ رُشۡدَہٗ مِنۡ قَبۡلُ وَ کُنَّا بِہٖ عٰلِمِیۡنَ ﴿ۚ۵۱﴾

(૫૧) અને બેશક અમોએ ઇબ્રાહીમને આ પહેલા પરિપકવતા આપી અને અમે તેની હાલતથી વાકેફ હતા.

52

اِذۡ قَالَ لِاَبِیۡہِ وَ قَوۡمِہٖ مَا ہٰذِہِ التَّمَاثِیۡلُ الَّتِیۡۤ اَنۡتُمۡ لَہَا عٰکِفُوۡنَ ﴿۵۲﴾

(૫૨) જયારે તેણે પોતાના (પાલક) પિતાને તથા તેની કૌમને કહ્યું : આ મૂર્તિઓ શું છે કે જેની બંદગીમાં તમે રોકાયેલા છો ?

53

قَالُوۡا وَجَدۡنَاۤ اٰبَآءَنَا لَہَا عٰبِدِیۡنَ ﴿۵۳﴾

(૫૩) તેમણે કહ્યું : અમોએ અમારા બાપ દાદાઓને તેમની ઇબાદત કરતા પામ્યા.

54

قَالَ لَقَدۡ کُنۡتُمۡ اَنۡتُمۡ وَ اٰبَآؤُکُمۡ فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۵۴﴾

(૫૪) તેણે ફરમાવ્યું, ખરેજ તમે અને તમારા બાપદાદા બધા ખુલ્લી ગુમરાહીમાં હતા.

55

قَالُوۡۤا اَجِئۡتَنَا بِالۡحَقِّ اَمۡ اَنۡتَ مِنَ اللّٰعِبِیۡنَ ﴿۵۵﴾

(૫૫) તેમણે કહ્યું : શું તું કોઇ હક વાત લાવ્યો છો કે પછી મજાક કરવાવાળાઓમાંથી છો?

56

قَالَ بَلۡ رَّبُّکُمۡ رَبُّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ الَّذِیۡ فَطَرَہُنَّ ۫ۖ وَ اَنَا عَلٰی ذٰلِکُمۡ مِّنَ الشّٰہِدِیۡنَ ﴿۵۶﴾

(૫૬) તેણે કહ્યું: (ના) બલ્કે, તમારો પરવરદિગાર એ જ છે જે આસમાનો તથા ઝમીનનો પરવરદિગાર છે, તેણે જ બધું ખલ્ક (પૈદા) કર્યુ; અને હું એ વાતની ગવાહી આપનારાઓમાંનો એક ગવાહ છું.

57

وَ تَاللّٰہِ لَاَکِیۡدَنَّ اَصۡنَامَکُمۡ بَعۡدَ اَنۡ تُوَلُّوۡا مُدۡبِرِیۡنَ ﴿۵۷﴾

(૫૭) અને અલ્લાહની કસમ ! જ્યારે તમે પાછા ફરી જશો ત્યારે હું તમારી મૂર્તિઓની (નાબૂદી) બાબતે જરૂર કોઇ તદબીર કરીશ.

58

فَجَعَلَہُمۡ جُذٰذًا اِلَّا کَبِیۡرًا لَّہُمۡ لَعَلَّہُمۡ اِلَیۡہِ یَرۡجِعُوۡنَ ﴿۵۸﴾

(૫૮) પછી (ઇબ્રાહીમે) તેમની મોટી મૂર્તિ સિવાય બીજા બધાના ટુકડે ટુકડા કરી નાખ્યા કે કદાચને તેઓ તેની તરફ રજૂ કરે.

59

قَالُوۡا مَنۡ فَعَلَ ہٰذَا بِاٰلِہَتِنَاۤ اِنَّہٗ لَمِنَ الظّٰلِمِیۡنَ ﴿۵۹﴾

(૫૯) તેમણે કહ્યું કે જે કોઇએ અમારા માઅબૂદો સાથે આવું (વર્તન) કર્યુ તે ચોક્કસ ઝાલિમોમાંથી છે.

60

قَالُوۡا سَمِعۡنَا فَتًی یَّذۡکُرُہُمۡ یُقَالُ لَہٗۤ اِبۡرٰہِیۡمُ ﴿ؕ۶۰﴾

(૬૦) (લોકોએ) જણાવ્યું કે એક જવાન બાબતે સાંભળ્યું છે જે આ (મૂર્તિઓ)ને (બદીથી) યાદ કરતો હતો જેને ઇબ્રાહીમ કહેવામાં આવે છે.

61

قَالُوۡا فَاۡتُوۡا بِہٖ عَلٰۤی اَعۡیُنِ النَّاسِ لَعَلَّہُمۡ یَشۡہَدُوۡنَ ﴿۶۱﴾

(૬૧) તેઓએ કહ્યું : તેને લોકો સામે હાજર કરો જેથી (કદાચ) તેઓ ગવાહી આપે.

62

قَالُوۡۤا ءَاَنۡتَ فَعَلۡتَ ہٰذَا بِاٰلِہَتِنَا یٰۤـاِبۡرٰہِیۡمُ ﴿ؕ۶۲﴾

(૬૨) પછી તેઓએ કહ્યું : અય ઇબ્રાહીમ ! શું તુંએ અમારા માઅબૂદો સાથે આવું વર્તન કર્યુ?

63

قَالَ بَلۡ فَعَلَہٗ ٭ۖ کَبِیۡرُہُمۡ ہٰذَا فَسۡـَٔلُوۡہُمۡ اِنۡ کَانُوۡا یَنۡطِقُوۡنَ ﴿۶۳﴾

(૬૩) ઇબ્રાહીમે કહ્યું : બલ્કે આ કામ તેમના મોટાએ કર્યુ, તમે તેને પૂછો જો તેઓ બોલતા હોય.

64

فَرَجَعُوۡۤا اِلٰۤی اَنۡفُسِہِمۡ فَقَالُوۡۤا اِنَّکُمۡ اَنۡتُمُ الظّٰلِمُوۡنَ ﴿ۙ۶۴﴾

(૬૪) ત્યારે તેઓ પોતાના (દિલો) તરફ રજૂ થયા અને (આપસમાં) કહ્યુ કે બેશક તમે લોકો ઝાલિમ છો:

65

ثُمَّ نُکِسُوۡا عَلٰی رُءُوۡسِہِمۡ ۚ لَقَدۡ عَلِمۡتَ مَا ہٰۤؤُلَآءِ یَنۡطِقُوۡنَ ﴿۶۵﴾

(૬૫) ત્યારબાદ તેઓ (શરમથી) માથુ ઝૂકાવી અને કહ્યુ (ઇબ્રાહીમ) તમને તો ખબર છે કે તેઓ બોલતા નથી!

66

قَالَ اَفَتَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ مَا لَا یَنۡفَعُکُمۡ شَیۡئًا وَّ لَا یَضُرُّکُمۡ ﴿ؕ۶۶﴾

(૬૬) તેણે કહ્યું : શું તમે અલ્લાહને છોડીને એવા માઅબૂદોની ઇબાદત કરો છો કે જેઓ તમને ન કંઇ ફાયદો પહોંચાડે છે અને ન કાંઇ નુકસાન?

67

اُفٍّ لَّکُمۡ وَ لِمَا تَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۶۷﴾

(૬૭) હયફ (ધિક્કાર) છે તમારા પર અને જેની તમે અલ્લાહના સિવાય ઇબાદત કરો છો; શું તમે વિચારતા નથી?

68

قَالُوۡا حَرِّقُوۡہُ وَ انۡصُرُوۡۤا اٰلِہَتَکُمۡ اِنۡ کُنۡتُمۡ فٰعِلِیۡنَ ﴿۶۸﴾

(૬૮) તેઓએ કહ્યું કે જો કાંઇ કરવુ હોય તો તે (ઇબ્રાહીમ)ને બાળી નાખો અને તમારા માઅબૂદોની મદદ કરો.

69

قُلۡنَا یٰنَارُ کُوۡنِیۡ بَرۡدًا وَّ سَلٰمًا عَلٰۤی اِبۡرٰہِیۡمَ ﴿ۙ۶۹﴾

(૬૯) અમોએ કહ્યું કે અય આગ ! તું ઇબ્રાહીમ પર ઠંડી અને સલામત થઇ જા;

70

وَ اَرَادُوۡا بِہٖ کَیۡدًا فَجَعَلۡنٰہُمُ الۡاَخۡسَرِیۡنَ ﴿ۚ۷۰﴾

(૭૦) અને તેમણે તે (ઇબ્રાહીમ)ની સાથે ચાલ ચાલવાનો ઇરાદો કર્યો પરંતુ અમોએ તેમને સૌથી વધારે નુકસાનવાળા બનાવી દીધા.

71

وَ نَجَّیۡنٰہُ وَ لُوۡطًا اِلَی الۡاَرۡضِ الَّتِیۡ بٰرَکۡنَا فِیۡہَا لِلۡعٰلَمِیۡنَ ﴿۷۱﴾

(૭૧) અને અમોએ તે (ઇબ્રાહીમ)ને તથા લૂતને એવી ઝમીન તરફ જેમાં દુનિયાવાળાઓ માટે બરકત રાખી, નજાત આપી.

72

وَ وَہَبۡنَا لَہٗۤ اِسۡحٰقَ ؕ وَ یَعۡقُوۡبَ نَافِلَۃً ؕ وَ کُلًّا جَعَلۡنَا صٰلِحِیۡنَ ﴿۷۲﴾

(૭૨) અને અમોએ ઇબ્રાહીમને ઇસ્હાક અને તે ઉપરાંત યાકૂબ અતા કર્યા અને તે સર્વેને અમોએ સાલેહ બનાવ્યા.

73

وَ جَعَلۡنٰہُمۡ اَئِمَّۃً یَّہۡدُوۡنَ بِاَمۡرِنَا وَ اَوۡحَیۡنَاۤ اِلَیۡہِمۡ فِعۡلَ الۡخَیۡرٰتِ وَ اِقَامَ الصَّلٰوۃِ وَ اِیۡتَآءَ الزَّکٰوۃِ ۚ وَ کَانُوۡا لَنَا عٰبِدِیۡنَ ﴿ۚۙ۷۳﴾

(૭૩) અને અમોએ તેમને ઇમામ બનાવ્યા કે જેઓ અમારા હુકમથી હિદાયત કરતા હતા, અને અમોએ તેમને નેકીઓ કરવાની તથા નમાઝ કાયમ કરવાની તથા ઝકાત આપવાની વહી કરી, અને તેઓ ફકત અમારી બંદગી કરનારા હતા.

74

وَ لُوۡطًا اٰتَیۡنٰہُ حُکۡمًا وَّ عِلۡمًا وَّ نَجَّیۡنٰہُ مِنَ الۡقَرۡیَۃِ الَّتِیۡ کَانَتۡ تَّعۡمَلُ الۡخَبٰٓئِثَ ؕ اِنَّہُمۡ کَانُوۡا قَوۡمَ سَوۡءٍ فٰسِقِیۡنَ ﴿ۙ۷۴﴾

(૭૪) અને લૂતને અમોએ ફેસલો કરવાની કુવ્વત અને ઇલ્મ આપ્યું, અને તેને તે વસ્તીથી છુટકારો આપ્યો કે જે બદ કામ કરતી હતી; હકીકતમાં તે બદકાર અને નાફરમાન કોમ હતી.

75

وَ اَدۡخَلۡنٰہُ فِیۡ رَحۡمَتِنَا ؕ اِنَّہٗ مِنَ الصّٰلِحِیۡنَ ﴿٪۷۵﴾

(૭૫) અને અમોએ તેને અમારી રહેમતમાં દાખલ કર્યો; કારણકે તે સાલેહ લોકોમાંથી હતો.

76

وَ نُوۡحًا اِذۡ نَادٰی مِنۡ قَبۡلُ فَاسۡتَجَبۡنَا لَہٗ فَنَجَّیۡنٰہُ وَ اَہۡلَہٗ مِنَ الۡکَرۡبِ الۡعَظِیۡمِ ﴿ۚ۷۶﴾

(૭૬) અને જ્યારે નૂહે અગાઉ અમને પોકાર્યા ત્યારે અમોએ તેની દુઆ કબૂલ કરી, પછી તેને તથા તેના કુટુંબને મોટી મુસીબતમાંથી નજાત આપી.

77

وَ نَصَرۡنٰہُ مِنَ الۡقَوۡمِ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا ؕ اِنَّہُمۡ کَانُوۡا قَوۡمَ سَوۡءٍ فَاَغۡرَقۡنٰہُمۡ اَجۡمَعِیۡنَ ﴿۷۷﴾

(૭૭) અને એવા લોકોના મુકાબલામાં તે (નૂહ)ની મદદ કરી કે જેઓ અમારી આયતોને જૂઠલાવતા હતા કારણકે તે બદકાર કૌમ હતી, તેથી અમોએ તે બધાને ડૂબાડી દીધા.

78

وَ دَاوٗدَ وَ سُلَیۡمٰنَ اِذۡ یَحۡکُمٰنِ فِی الۡحَرۡثِ اِذۡ نَفَشَتۡ فِیۡہِ غَنَمُ الۡقَوۡمِ ۚ وَ کُنَّا لِحُکۡمِہِمۡ شٰہِدِیۡنَ ﴿٭ۙ۷۸﴾

(૭૮) અને જ્યારે દાવૂદ અને સુલયમાન એક ખેતીના સંબંધમાં કે જેમાં કૌમની બકરીઓનું ટોળું રાતના સમયે ચરી ગયું હતું (તે બાબતે) ફેસલો કરી રહ્યા હતા અને અમો તેમના ફેસલાના ગવાહ હતા.

79

فَفَہَّمۡنٰہَا سُلَیۡمٰنَ ۚ وَ کُلًّا اٰتَیۡنَا حُکۡمًا وَّ عِلۡمًا ۫ وَّ سَخَّرۡنَا مَعَ دَاوٗدَ الۡجِبَالَ یُسَبِّحۡنَ وَ الطَّیۡرَ ؕ وَ کُنَّا فٰعِلِیۡنَ ﴿۷۹﴾

(૭૯) પછી અમોએ સુલયમાનને (સાચો ફેસલો) સમજાવી દીધો તથા અમોએ દરેકને ફેસલાની કુવ્વત અને ઇલ્મ આપ્યું હતું અને પહાડોને અને પક્ષીઓને દાવૂદના તાબે કરી દીધા હતા જેથી (તેની સાથે) પરવરદિગારની તસ્બીહ કરે અને આ બધુ અમે અંજામ આપ્યુ.

80

وَ عَلَّمۡنٰہُ صَنۡعَۃَ لَبُوۡسٍ لَّکُمۡ لِتُحۡصِنَکُمۡ مِّنۡۢ بَاۡسِکُمۡ ۚ فَہَلۡ اَنۡتُمۡ شٰکِرُوۡنَ ﴿۸۰﴾

(૮૦) અને અમોએ તેને (દાવૂદને) તમારા માટે બખ્તર બનાવતાં શીખવ્યું કે જેથી જંગમાં તમારી હિફાઝત કરે, તો શું તમે શુક્ર અદા કરશો ?

81

وَ لِسُلَیۡمٰنَ الرِّیۡحَ عَاصِفَۃً تَجۡرِیۡ بِاَمۡرِہٖۤ اِلَی الۡاَرۡضِ الَّتِیۡ بٰرَکۡنَا فِیۡہَا ؕ وَ کُنَّا بِکُلِّ شَیۡءٍ عٰلِمِیۡنَ ﴿۸۱﴾

(૮૧) અને અમોએ સખત ફૂંકાતા પવનને સુલયમાનને તાબે કરી દીધો કે તેના હુકમ મુજબ તે ઝમીન તરફ ફૂંકાય જેમાં અમોએ બરકત રાખી હતી અને અમે દરેક વસ્તુના જાણકાર હતા.

82

وَ مِنَ الشَّیٰطِیۡنِ مَنۡ یَّغُوۡصُوۡنَ لَہٗ وَ یَعۡمَلُوۡنَ عَمَلًا دُوۡنَ ذٰلِکَ ۚ وَ کُنَّا لَہُمۡ حٰفِظِیۡنَ ﴿ۙ۸۲﴾

(૮૨) અને અમુક જિન્નાતોને પણ તેને તાબે કરી દીધા હતા કે જે તેના માટે (દરિયામાં) ડુબકી મારતા હતા અને તે સિવાય બીજા (પણ) કાર્યો કરતા હતા, અને અમે તેઓની (સરકશીથી) હિફાઝત કરતા હતા.

83

وَ اَیُّوۡبَ اِذۡ نَادٰی رَبَّہٗۤ اَنِّیۡ مَسَّنِیَ الضُّرُّ وَ اَنۡتَ اَرۡحَمُ الرّٰحِمِیۡنَ ﴿ۚۖ۸۳﴾

(૮૩) અને ઐયુબે જ્યારે પોતાના પરવરદિગારને પોકાર્યો કે બેશક મને હાનિ પહોંચી ચૂકી છે અને તું બહેતરીન રહેમ કરનાર છો.

84

فَاسۡتَجَبۡنَا لَہٗ فَکَشَفۡنَا مَا بِہٖ مِنۡ ضُرٍّ وَّ اٰتَیۡنٰہُ اَہۡلَہٗ وَ مِثۡلَہُمۡ مَّعَہُمۡ رَحۡمَۃً مِّنۡ عِنۡدِنَا وَ ذِکۡرٰی لِلۡعٰبِدِیۡنَ ﴿۸۴﴾

(૮૪) તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી, અને તેમની મુશ્કેલી દૂર કરી અને તેમને તેમના બાલ-બચ્ચાં પાછા આપી દીધા અને તેના જેટલા બીજા પણ આપ્યા જેથી અમારા તરફથી રહેમત અને ઇબાદત કરનારાઓ માટે એક યાદદહાની બને.

85

وَ اِسۡمٰعِیۡلَ وَ اِدۡرِیۡسَ وَ ذَاالۡکِفۡلِ ؕ کُلٌّ مِّنَ الصّٰبِرِیۡنَ ﴿ۚۖ۸۵﴾

(૮૫) અને ઇસ્માઇલ તથા ઇદ્રીસ તથા ઝુલકિફલને (યાદ કરો કે); તેઓ સર્વે સબ્ર કરનારાઓમાંથી હતા.

86

وَ اَدۡخَلۡنٰہُمۡ فِیۡ رَحۡمَتِنَا ؕ اِنَّہُمۡ مِّنَ الصّٰلِحِیۡنَ ﴿۸۶﴾

(૮૬) અને તેમને અમોએ અમારી રહેમતમાં દાખલ કર્યા; કારણકે તેઓ સાલેહ બંદાઓમાંથી હતા.

87

وَ ذَاالنُّوۡنِ اِذۡ ذَّہَبَ مُغَاضِبًا فَظَنَّ اَنۡ لَّنۡ نَّقۡدِرَ عَلَیۡہِ فَنَادٰی فِی الظُّلُمٰتِ اَنۡ لَّاۤ اِلٰہَ اِلَّاۤ اَنۡتَ سُبۡحٰنَکَ ٭ۖ اِنِّیۡ کُنۡتُ مِنَ الظّٰلِمِیۡنَ ﴿ۚۖ۸۷﴾

(૮૭) અને યુનુસને યાદ કરો કે જ્યારે તે ગુસ્સે થઇ ચાલ્યો ગયો હતો અને તેણે ધારી લીધું હતું કે અમો તેની રોઝી તંગ નહિ કરીએ અને પછી તે (માછલીના પેટના) અંધકારમાં પોકારવા લાગ્યા કે પરવરદિગારા! તારા સિવાય કોઇ માઅબૂદ નથી, તું પાક છો અને ખરેખર મે મારા નફસ પર ઝુલ્મ કર્યો.

88

فَاسۡتَجَبۡنَا لَہٗ ۙ وَ نَجَّیۡنٰہُ مِنَ الۡغَمِّ ؕ وَ کَذٰلِکَ نُــۨۡجِی الۡمُؤۡمِنِیۡنَ ﴿۸۸﴾

(૮૮) તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી, અને તેને ગમથી નજાત આપી; અને મોઅમીનોને અમે આ રીતે નજાત આપીએ છીએ.

89

وَ زَکَرِیَّاۤ اِذۡ نَادٰی رَبَّہٗ رَبِّ لَا تَذَرۡنِیۡ فَرۡدًا وَّ اَنۡتَ خَیۡرُ الۡوٰرِثِیۡنَ ﴿ۚۖ۸۹﴾

(૮૯) અને ઝકરીયાએ જે વખતે પોતાના પરવરદિગારને પોકાર્યો કે અય મારા પરવરદિગાર! મને એકલો ન રાખજે, કે તું બેહતરીન વારસદાર (આપનાર) છો.

90

فَاسۡتَجَبۡنَا لَہٗ ۫ وَ وَہَبۡنَا لَہٗ یَحۡیٰی وَ اَصۡلَحۡنَا لَہٗ زَوۡجَہٗ ؕاِنَّہُمۡ کَانُوۡا یُسٰرِعُوۡنَ فِی الۡخَیۡرٰتِ وَ یَدۡعُوۡنَنَا رَغَبًا وَّ رَہَبًا ؕوَ کَانُوۡا لَنَا خٰشِعِیۡنَ ﴿۹۰﴾

(૯૦) તો અમોએ તેની દુઆને કબૂલ કરી અને તેને યાહ્યા (નામનો) ફરઝંદ આપ્યો, તથા તેની ઔરતને (ગર્ભધારણ કરવા માટે) યોગ્ય બનાવી; બેશક તેઓ સર્વે નેક કાર્યોની તરફ ઝડપથી આગળ વધવાવાળા હતા અને ઉમ્મીદ તથા ડરની હાલતમાં અમને પોકારતા હતા; અને અમારી પાસે આજીજી કરવાવાળા હતા.

91

وَ الَّتِیۡۤ اَحۡصَنَتۡ فَرۡجَہَا فَنَفَخۡنَا فِیۡہَا مِنۡ رُّوۡحِنَا وَ جَعَلۡنٰہَا وَ ابۡنَہَاۤ اٰیَۃً لِّلۡعٰلَمِیۡنَ ﴿۹۱﴾

(૯૧) અને તે ઔરતને યાદ કરો જેણીએ પોતાની પાકદામનીની હિફાઝત કરી તો અમોએ તેણીમાં અમારા તરફથી રૂહ ફૂંકી અને તેણીને તથા તેણીના ફરઝંદને તમામ દુનિયાવાળાઓ માટે અમારી નિશાની બનાવી.

92

اِنَّ ہٰذِہٖۤ اُمَّتُکُمۡ اُمَّۃً وَّاحِدَۃً ۫ۖ وَّ اَنَا رَبُّکُمۡ فَاعۡبُدُوۡنِ ﴿۹۲﴾

(૯૨) હકીકતમાં તમારી ઉમ્મત એક જ ઉમ્મત છે અને હું તમારો પરવરદિગાર છું. માટે મારી જ ઇબાદત કરો.

93

وَ تَقَطَّعُوۡۤا اَمۡرَہُمۡ بَیۡنَہُمۡ ؕ کُلٌّ اِلَیۡنَا رٰجِعُوۡنَ ﴿٪۹۳﴾

(૯૩) અને તેઓ આપસી મામલામાં વેરવિખેર થઇ ગયા, પરંતુ છેવટે તેઓ બધા પલટીને અમારી પાસે જ પાછા આવનારા છે.

94

فَمَنۡ یَّعۡمَلۡ مِنَ الصّٰلِحٰتِ وَ ہُوَ مُؤۡمِنٌ فَلَا کُفۡرَانَ لِسَعۡیِہٖ ۚ وَ اِنَّا لَہٗ کٰتِبُوۡنَ ﴿۹۴﴾

(૯૪) પછી જે કોઇ ઇમાનની હાલતમાં નેક અમલ કરશે તો તેની કોશિશ જઝા વગરની નહિ રહે અને અમે તે(ઓની કોશિશો)ને બરાબર લખી રહ્યા છીએ.

95

وَ حَرٰمٌ عَلٰی قَرۡیَۃٍ اَہۡلَکۡنٰہَاۤ اَنَّہُمۡ لَا یَرۡجِعُوۡنَ ﴿۹۵﴾

(૯૫) અને હરામ છે તે વસ્તીઓ ઉપર જેને અમે (તેઓના ગુનાહના કારણે) હલાક કરી ચૂકયા છીએ (કે પાછા ફરે) તેઓ હરગિઝ (દુનિયામાં) પાછા નહી ફરે.

96

حَتّٰۤی اِذَا فُتِحَتۡ یَاۡجُوۡجُ وَ مَاۡجُوۡجُ وَ ہُمۡ مِّنۡ کُلِّ حَدَبٍ یَّنۡسِلُوۡنَ ﴿۹۶﴾

(૯૬) ત્યાં સુધી કે યાજૂજ તથા માજૂજ (માટે રસ્તો) ખોલવામાં આવશે અને તેઓ ઝમીનના દરેક ઊંચાણ પર જલ્દી ચઢી જશે.

97

وَ اقۡتَرَبَ الۡوَعۡدُ الۡحَقُّ فَاِذَا ہِیَ شَاخِصَۃٌ اَبۡصَارُ الَّذِیۡنَ کَفَرُوۡا ؕ یٰوَیۡلَنَا قَدۡ کُنَّا فِیۡ غَفۡلَۃٍ مِّنۡ ہٰذَا بَلۡ کُنَّا ظٰلِمِیۡنَ ﴿۹۷﴾

(૯૭) અને અલ્લાહનો હક વાયદો નજીક આવી જશે ત્યારે બધા જોશે કે નાસ્તિકોની આંખો (ફાટીને) સ્થિર થઇ ગઇ હશે અને (તેઓ કહી રહ્યા હશે) હાય અફસોસ અમારા હાલ પર અમે આનાથી બિલકુલ ગાફિલ હતા, બલ્કે અમે ઝુલ્મ કરવાવાળા હતા!

98

اِنَّکُمۡ وَ مَا تَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ حَصَبُ جَہَنَّمَ ؕ اَنۡتُمۡ لَہَا وٰرِدُوۡنَ ﴿۹۸﴾

(૯૮) બેશક તમો તથા તેઓ કે જેમની તમો અલ્લાહના મુકાબલામાં ઇબાદત કરો છો, દરેક જહન્નમનું બળતણ બનશો અને તમો બધા તેમાં દાખલ થશો.

99

لَوۡ کَانَ ہٰۤؤُلَآءِ اٰلِہَۃً مَّا وَرَدُوۡہَا ؕ وَ کُلٌّ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۹۹﴾

(૯૯) જો તેઓ ખરેખર માઅબૂદ હોત તો કયારેય જહન્નમમાં દાખલ ન થતે જયારે કે તેઓ હંમેશા જહન્નમમાં રહેશે.

100

لَہُمۡ فِیۡہَا زَفِیۡرٌ وَّ ہُمۡ فِیۡہَا لَا یَسۡمَعُوۡنَ ﴿۱۰۰﴾

(૧૦૦) જહન્નમમાં તેમના માટે દુ:ખની ચીખો પોકાર છે અને તેમાં કાંઇ પણ સાંભળશે નહિ.

101

اِنَّ الَّذِیۡنَ سَبَقَتۡ لَہُمۡ مِّنَّا الۡحُسۡنٰۤی ۙ اُولٰٓئِکَ عَنۡہَا مُبۡعَدُوۡنَ ﴿۱۰۱﴾ۙ

(૧૦૧) બેશક તે (નેક) લોકો કે જેમના હકમાં અમારા તરફથી પહેલાથી જ નેકી મુકદ્દર થઇ ચૂકેલ તેમને આનાથી દૂર રાખવામાં આવશે;

102

لَا یَسۡمَعُوۡنَ حَسِیۡسَہَا ۚ وَ ہُمۡ فِیۡ مَا اشۡتَہَتۡ اَنۡفُسُہُمۡ خٰلِدُوۡنَ ﴿۱۰۲﴾ۚ

(૧૦૨) તેઓ જહન્નમનો અવાજ નહિ સાંભળે, અને જે (નેઅમતો)માં તેઓ ચાહશે હંમેશા રહેશે.

103

لَا یَحۡزُنُہُمُ الۡفَزَعُ الۡاَکۡبَرُ وَ تَتَلَقّٰہُمُ الۡمَلٰٓئِکَۃُ ؕ ہٰذَا یَوۡمُکُمُ الَّذِیۡ کُنۡتُمۡ تُوۡعَدُوۡنَ ﴿۱۰۳﴾

(૧૦૩) તેઓને અત્યંત ગભરામણના સમયે પણ રંજીદા નહિ થાય અને ફરિશ્તાઓ તેમનું સ્વાગત કરી (કહેશે) કે આ જ એ દિવસ છે કે જેનો તમારી સાથે વાયદો કરવામાં આવ્યો હતો.

104

یَوۡمَ نَطۡوِی السَّمَآءَ کَطَیِّ السِّجِلِّ لِلۡکُتُبِ ؕ کَمَا بَدَاۡنَاۤ اَوَّلَ خَلۡقٍ نُّعِیۡدُہٗ ؕ وَعۡدًا عَلَیۡنَا ؕ اِنَّا کُنَّا فٰعِلِیۡنَ ﴿۱۰۴﴾

(૧૦૪) તે દિવસે અમે આસમાનોને એવી રીતે વીટી લઇશું જેવી રીતે કાગળને વીંટવામાં આવે, પછી જેવી રીતે અમોએ પહેલા ખલ્ક કર્યુ હતું તે જ રીતે તેને પલટાવશું; આ અમારો વાયદો છે જે અમારા શિરે છે; બેશક અમે તેને પૂરો કરીશું.

105

وَ لَقَدۡ کَتَبۡنَا فِی الزَّبُوۡرِ مِنۡۢ بَعۡدِ الذِّکۡرِ اَنَّ الۡاَرۡضَ یَرِثُہَا عِبَادِیَ الصّٰلِحُوۡنَ ﴿۱۰۵﴾

(૧૦૫) અને ખરેખર અમોએ ઝિક્રની બાદ ઝબૂરમાં પણ લખ્યું કે ઝમીનના વારસદાર અમારા નેક બંદાઓ જ થશે.

106

اِنَّ فِیۡ ہٰذَا لَبَلٰغًا لِّقَوۡمٍ عٰبِدِیۡنَ ﴿۱۰۶﴾ؕ

(૧૦૬) બેશક આમાં ઇબાદત કરવાવાળી કોમ માટે એક રોશન પયગામ છે.

107

وَ مَاۤ اَرۡسَلۡنٰکَ اِلَّا رَحۡمَۃً لِّلۡعٰلَمِیۡنَ ﴿۱۰۷﴾

(૧૦૭) અમોએ તમને તમામ દુનિયાવાળાઓ માટે રહેમત સિવાય મોકલ્યા નથી.

108

قُلۡ اِنَّمَا یُوۡحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰـہُکُمۡ اِلٰہٌ وَّاحِدٌ ۚ فَہَلۡ اَنۡتُمۡ مُّسۡلِمُوۡنَ ﴿۱۰۸﴾

(૧૦૮) તું કહે કે મારા પર ફક્ત એ જ વહી કરવામાં આવે છે કે તમારો માઅબૂદ એક જ માઅબૂદ છે, તો શું તમે મુસલમાન થશો?

109

فَاِنۡ تَوَلَّوۡا فَقُلۡ اٰذَنۡتُکُمۡ عَلٰی سَوَآءٍ ؕ وَ اِنۡ اَدۡرِیۡۤ اَقَرِیۡبٌ اَمۡ بَعِیۡدٌ مَّا تُوۡعَدُوۡنَ ﴿۱۰۹﴾

(૧૦૯) અને જો તેઓ મોઢું ફેરવી લે તો તું કહી દે કે મેં તમોને બરાબર ચેતવી દીધા; અને હું નથી જાણતો કે જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે પાસે છે કે દૂર.

110

اِنَّہٗ یَعۡلَمُ الۡجَہۡرَ مِنَ الۡقَوۡلِ وَ یَعۡلَمُ مَا تَکۡتُمُوۡنَ ﴿۱۱۰﴾

(૧૧૦) બેશક તે જાહેરી વાતને જાણે છે અને તે વાતને જાણે છે કે જેને તમો છુપાવો છો.

111

وَ اِنۡ اَدۡرِیۡ لَعَلَّہٗ فِتۡنَۃٌ لَّکُمۡ وَ مَتَاعٌ اِلٰی حِیۡنٍ ﴿۱۱۱﴾

(૧૧૧) અને હું નથી જાણતો કદાચ આ (અઝાબમાં મોડુ થવું) તમારા માટે આજમાયશ અને એક મુદ્દત સુધીનો ફાયદો હોય.

112

قٰلَ رَبِّ احۡکُمۡ بِالۡحَقِّ ؕ وَ رَبُّنَا الرَّحۡمٰنُ الۡمُسۡتَعَانُ عَلٰی مَا تَصِفُوۡنَ ﴿۱۱۲﴾٪

(૧૧૨) પછી (પયગંબરે) કહ્યુ કે પરવરદિગાર તું અમારી વચ્ચે હક સાથે ફેસલો કરી દે, અને અમારો પરવરદિગાર મહેરબાન અને તમારી વાતોના મુકાબલામાં તેની મદદનો આશરો છે.