سورة عبس
عَبَسَ وَ تَوَلّٰۤی ۙ﴿۱﴾
(૧) તેણે મોઢું બગાડી પીઠ ફેરવી :
اَنۡ جَآءَہُ الۡاَعۡمٰی ؕ﴿۲﴾
(૨) કે તેની પાસે એક આંધળો આવ્યો.
وَ مَا یُدۡرِیۡکَ لَعَلَّہٗ یَزَّکّٰۤی ۙ﴿۳﴾
(૩) અને તને શું ખબર કે કદાચને તે પાકીઝગી અને તકવા અપનાવે,
اَوۡ یَذَّکَّرُ فَتَنۡفَعَہُ الذِّکۡرٰی ؕ﴿۴﴾
(૪) અથવા નસીહત હાંસિલ કરે જેથી તે નસીહત તેને ફાયદો પહોંચાડે!
اَمَّا مَنِ اسۡتَغۡنٰی ۙ﴿۵﴾
(૫) પરંતુ જે બેનિયાઝ છે,
فَاَنۡتَ لَہٗ تَصَدّٰی ؕ﴿۶﴾
(૬) તું તેની વ્યાધીમાં લાગેલો છે.
وَ مَا عَلَیۡکَ اَلَّا یَزَّکّٰی ؕ﴿۷﴾
(૭) એવી હાલતમાં કે જો તે પાકીઝગી ન અપનાવે તો તારી કંઇ જવાબદારી નથી!
وَ اَمَّا مَنۡ جَآءَکَ یَسۡعٰی ۙ﴿۸﴾
(૮) પરંતુ તે કે જે તારી પાસે આવે અને કોશિશ કરે,
وَ ہُوَ یَخۡشٰی ۙ﴿۹﴾
(૯) અને તે અલ્લાહથી ડરે છે:
فَاَنۡتَ عَنۡہُ تَلَہّٰی ﴿ۚ۱۰﴾
(૧૦) તુ તેનાથી ગફલત કરે છો!
کَلَّاۤ اِنَّہَا تَذۡکِرَۃٌ ﴿ۚ۱۱﴾
(૧૧) હરગિઝ એવુ નથી જેવું તેઓ ધારે છે આ (કુરઆન) એક નસીહત છે,
فَمَنۡ شَآءَ ذَکَرَہٗ ﴿ۘ۱۲﴾
(૧૨) માટે જે ચાહે તે નસીહત હાંસિલ કરે.
فِیۡ صُحُفٍ مُّکَرَّمَۃٍ ﴿ۙ۱۳﴾
(૧૩) તે કિંમતી પાનાઓમાં (લખાયેલ) છે,
مَّرۡفُوۡعَۃٍ مُّطَہَّرَۃٍۭ ﴿ۙ۱۴﴾
(૧૪) બુલંદોબાલા અને પાકીઝા,
بِاَیۡدِیۡ سَفَرَۃٍ ﴿ۙ۱۵﴾
(૧૫) એવા સફીરોના હાથોમાં છે:
کِرَامٍۭ بَرَرَۃٍ ﴿ؕ۱۶﴾
(૧૬) કે જે બુલંદ દરજ્જાઓવાળા, ફરમાંબરદાર અને નેક કીરદાર છે.
قُتِلَ الۡاِنۡسَانُ مَاۤ اَکۡفَرَہٗ ﴿ؕ۱۷﴾
(૧૭) હલાક થાય ઇન્સાન કેવો નાશુક્રો છે!
مِنۡ اَیِّ شَیۡءٍ خَلَقَہٗ ﴿ؕ۱۸﴾
(૧૮) તેને કઇ વસ્તુથી પેદા કર્યો છે?!
مِنۡ نُّطۡفَۃٍ ؕ خَلَقَہٗ فَقَدَّرَہٗ ﴿ۙ۱۹﴾
(૧૯) તેને નુત્ફામાંથી પેદા કર્યો પછી તેનો વ્યવસ્થિત અંદાજ કર્યો અને સમતલ બનાવ્યો,
ثُمَّ السَّبِیۡلَ یَسَّرَہٗ ﴿ۙ۲۰﴾
(૨૦) પછી તેના માટે (ખુશનસીબ જીવનનો) રસ્તો સહેલો કર્યો:
ثُمَّ اَمَاتَہٗ فَاَقۡبَرَہٗ ﴿ۙ۲۱﴾
(૨૧) પછી તેને મૌત આપીને દફનાવી દીધો,
ثُمَّ اِذَا شَآءَ اَنۡشَرَہٗ ﴿ؕ۲۲﴾
(૨૨) પછી જ્યારે ચાહશે તેને ફરીથી જીવતો કરશે!
کَلَّا لَمَّا یَقۡضِ مَاۤ اَمَرَہٗ ﴿ؕ۲۳﴾
(૨૩) હરગિઝ એવુ નથી (જેવુ તે ધારે છે) તેણે હજી આપેલા હુકમની ઇતાઅત કરી નથી.
فَلۡیَنۡظُرِ الۡاِنۡسَانُ اِلٰی طَعَامِہٖۤ ﴿ۙ۲۴﴾
(૨૪) ઈન્સાને પોતાના ખોરાક તરફ ઘ્યાન આપવુ જોઇએ!
اَنَّا صَبَبۡنَا الۡمَآءَ صَبًّا ﴿ۙ۲۵﴾
(૨૫) બેશક અમોએ પાણી મૂશળધાર વરસાવ્યું,
ثُمَّ شَقَقۡنَا الۡاَرۡضَ شَقًّا ﴿ۙ۲۶﴾
(૨૬) પછી અમોએ ઝમીનને ફાડી નાખી,
فَاَنۡۢبَتۡنَا فِیۡہَا حَبًّا ﴿ۙ۲۷﴾
(૨૭) પછી અમોએ તેમાં અનાજ ઉગાડ્યું,
وَّ عِنَبًا وَّ قَضۡبًا ﴿ۙ۲۸﴾
(૨૮) અને દ્રાક્ષ તથા શાકભાજી,
وَّ زَیۡتُوۡنًا وَّ نَخۡلًا ﴿ۙ۲۹﴾
(૨૯) અને ઝયતુન તથા ખજૂરના ઝાડ,
وَّ حَدَآئِقَ غُلۡبًا ﴿ۙ۳۰﴾
(૩૦) અને હર્યાભર્યા બગીચા,
وَّ فَاکِہَۃً وَّ اَبًّا ﴿ۙ۳۱﴾
(૩૧) અને ફળો તથા ચરવાની જગ્યા,
مَّتَاعًا لَّکُمۡ وَ لِاَنۡعَامِکُمۡ ﴿ؕ۳۲﴾
(૩૨) જેથી તમારા તથા તમારા જાનવરો માટે ઉપયોગી સામાન બને.
فَاِذَا جَآءَتِ الصَّآخَّۃُ ﴿۫۳۳﴾
(૩૩) પછી જ્યારે (કયામતની) ચીસ આવી પહોંચશે!
یَوۡمَ یَفِرُّ الۡمَرۡءُ مِنۡ اَخِیۡہِ ﴿ۙ۳۴﴾
(૩૪) તે દિવસે ઈન્સાન પોતાના ભાઇથી દૂર ભાગશે,
وَ اُمِّہٖ وَ اَبِیۡہِ ﴿ۙ۳۵﴾
(૩૫) અને તેના વાલિદ તથા વાલેદાથી,
وَ صَاحِبَتِہٖ وَ بَنِیۡہِ ﴿ؕ۳۶﴾
(૩૬) અને પોતાની ઔરત, તથા ઔલાદથી,
لِکُلِّ امۡرِیًٔ مِّنۡہُمۡ یَوۡمَئِذٍ شَاۡنٌ یُّغۡنِیۡہِ ﴿ؕ۳۷﴾
(૩૭) તે દિવસે દરેકની હાલત એવી છે કે પોતાની ચિંતામાં મશગૂલ છે!
وُجُوۡہٌ یَّوۡمَئِذٍ مُّسۡفِرَۃٌ ﴿ۙ۳۸﴾
(૩૮) તે દિવસે અમુક ચહેરાઓ નૂરાની છે!
ضَاحِکَۃٌ مُّسۡتَبۡشِرَۃٌ ﴿ۚ۳۹﴾
(૩૯) હસતા અને ખુશહાલ છે,
وَ وُجُوۡہٌ یَّوۡمَئِذٍ عَلَیۡہَا غَبَرَۃٌ ﴿ۙ۴۰﴾
(૪૦) અને અમુક ચહેરાઓ તે દિવસે ધૂળમાં રગદોળાએલા છે,
تَرۡہَقُہَا قَتَرَۃٌ ﴿ؕ۴۱﴾
(૪૧) અને ઝિલ્લત છવાએલી હશે.
اُولٰٓئِکَ ہُمُ الۡکَفَرَۃُ الۡفَجَرَۃُ ﴿٪۴۲﴾
(૪૨) તેઓ બદકિરદાર નાસ્તિકો છે!
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો