અલ-કુરઆન

72

Al-Jinn

سورة الجن


قُلۡ اُوۡحِیَ اِلَیَّ اَنَّہُ اسۡتَمَعَ نَفَرٌ مِّنَ الۡجِنِّ فَقَالُوۡۤا اِنَّا سَمِعۡنَا قُرۡاٰنًا عَجَبًا ۙ﴿۱﴾

(૧) તું કહે કે મારી તરફ વહી કરવામાં આવી છે કે જિન્નાતોના એક સમૂહે કુરઆનને કાન દઇને સાંભળ્યું પછી કહ્યુ કે બેશક અમોએ એક અજાયબી ભર્યુ કુરઆન સાંભળ્યું છે...

یَّہۡدِیۡۤ اِلَی الرُّشۡدِ فَاٰمَنَّا بِہٖ ؕ وَ لَنۡ نُّشۡرِکَ بِرَبِّنَاۤ اَحَدًا ۙ﴿۲﴾

(૨) જે સીધા રસ્તા તરફ હિદાયત કરે છે, જેથી અમે તેના પર ઇમાન લઇ આવ્યા અને કયારેય પણ કોઇને અમારા પરવરદિગારનો શરીક નહિ બનાવીએ:

وَّ اَنَّہٗ تَعٰلٰی جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَۃً وَّ لَا وَلَدًا ۙ﴿۳﴾

(૩) અને એ કે અમારા પરવરદિગારની શાન બુલંદ છે હરગિઝ તેણે પોતાના માટે ઔરત કે ફરઝંદ પસંદ નથી કર્યા:

وَّ اَنَّہٗ کَانَ یَقُوۡلُ سَفِیۡہُنَا عَلَی اللّٰہِ شَطَطًا ۙ﴿۴﴾

(૪) અને અમારો મૂર્ખા અલ્લાહના બારામાં અયોગ્ય વાતો કહે છે:

وَّ اَنَّا ظَنَنَّاۤ اَنۡ لَّنۡ تَقُوۡلَ الۡاِنۡسُ وَ الۡجِنُّ عَلَی اللّٰہِ کَذِبًا ۙ﴿۵﴾

(૫) જો કે અમે એમ સમજતા હતા કે હરગિઝ ઇન્સાન તથા જિન્નાત અલ્લાહ તરફ જૂઠી નિસ્બત નથી આપતા!

وَّ اَنَّہٗ کَانَ رِجَالٌ مِّنَ الۡاِنۡسِ یَعُوۡذُوۡنَ بِرِجَالٍ مِّنَ الۡجِنِّ فَزَادُوۡہُمۡ رَہَقًا ۙ﴿۶﴾

(૬) અને અમુક ઇન્સાન મર્દો અમુક જિન્નાત મર્દોની શરણ લેતા હતા. જેથી તેઓની સરકશીમાં વધારો થતો હતો!

وَّ اَنَّہُمۡ ظَنُّوۡا کَمَا ظَنَنۡتُمۡ اَنۡ لَّنۡ یَّبۡعَثَ اللّٰہُ اَحَدًا ۙ﴿۷﴾

(૭) અને તેઓએ ગુમાન કર્યુ -જેમ તમે ગુમાન કરતા હતા કે હરગિઝ અલ્લાહ કોઇને (નબુવ્વત માટે) મબઉસ નહિ કરે!

وَّ اَنَّا لَمَسۡنَا السَّمَآءَ فَوَجَدۡنٰہَا مُلِئَتۡ حَرَسًا شَدِیۡدًا وَّ شُہُبًا ۙ﴿۸﴾

(૮) અને આ કે અમે આસમાનની તપાસ કરી અને તે બધાને તાકતવર ચોકીદારો અને ઊલ્કાથી ભરપૂર પામ્યા,

وَّ اَنَّا کُنَّا نَقۡعُدُ مِنۡہَا مَقَاعِدَ لِلسَّمۡعِ ؕ فَمَنۡ یَّسۡتَمِعِ الۡاٰنَ یَجِدۡ لَہٗ شِہَابًا رَّصَدًا ۙ﴿۹﴾

(૯) અને આ કે અમે અગાઉ વાતો સાંભળવા માટે તેના અમુક ભાગોમાં બેસતા હતા, પરંતુ હવે અગર કોઇ સાંભળવા માંગે તો તેની તાકમાં ઊલ્કાને પામશે!

10

وَّ اَنَّا لَا نَدۡرِیۡۤ اَشَرٌّ اُرِیۡدَ بِمَنۡ فِی الۡاَرۡضِ اَمۡ اَرَادَ بِہِمۡ رَبُّہُمۡ رَشَدًا ﴿ۙ۱۰﴾

(૧૦) અને આ કે અમે નથી જાણતા કે શું ઝમીનવાળાઓ માટે તેમના પરવરદિગારે નુકસાનનો ઇરાદો કરેલ છે કે હિદાયત કરવાનો ઇરાદો કરેલ છે?!

11

وَّ اَنَّا مِنَّا الصّٰلِحُوۡنَ وَ مِنَّا دُوۡنَ ذٰلِکَ ؕ کُنَّا طَرَآئِقَ قِدَدًا ﴿ۙ۱۱﴾

(૧૧) અને અમારામાંથી અમુક નેક છે અને અમુક તે સિવાયના છે અને અમે જુદા-જુદા ગિરોહ છીએ!

12

وَّ اَنَّا ظَنَنَّاۤ اَنۡ لَّنۡ نُّعۡجِزَ اللّٰہَ فِی الۡاَرۡضِ وَ لَنۡ نُّعۡجِزَہٗ ہَرَبًا ﴿ۙ۱۲﴾

(૧૨) અને આ કે અમને યકીન છે કે ન અમે અલ્લાહને ઝમીનમાં લાચાર કરી શકીએ છીએ, ન તેની પકડમાંથી છટકી શકીએ છીએ!

13

وَّ اَنَّا لَمَّا سَمِعۡنَا الۡہُدٰۤی اٰمَنَّا بِہٖ ؕ فَمَنۡ یُّؤۡمِنۡۢ بِرَبِّہٖ فَلَا یَخَافُ بَخۡسًا وَّ لَا رَہَقًا ﴿ۙ۱۳﴾

(૧૩) અને આ કે અમોએ જયારે (કુરઆનની) હિદાયત સાંભળી ત્યારે ઇમાન લાવ્યા, જે કોઇ પોતાના પરવરદિગાર પર ઇમાન લાવે, ન તે કંઇ નુકસાનથી ડરે છે ન ઝુલ્મથી (ડરે છે).

14

وَّ اَنَّا مِنَّا الۡمُسۡلِمُوۡنَ وَ مِنَّا الۡقٰسِطُوۡنَ ؕ فَمَنۡ اَسۡلَمَ فَاُولٰٓئِکَ تَحَرَّوۡا رَشَدًا ﴿۱۴﴾

(૧૪) અને આ કે અમારામાંથી અમુક મુસલમાન છે અને અમુક ઝુલમગાર છે. જેઓએ ઇસ્લામ પસંદ કર્યા તેઓએ હિદાયતનો રસ્તો મેળવી લીધો છે.

15

وَ اَمَّا الۡقٰسِطُوۡنَ فَکَانُوۡا لِجَہَنَّمَ حَطَبًا ﴿ۙ۱۵﴾

(૧૫) પરંતુ ઝુલ્મગારો જહન્નમનું બળતણ છે:

16

وَّ اَنۡ لَّوِ اسۡتَقَامُوۡا عَلَی الطَّرِیۡقَۃِ لَاَسۡقَیۡنٰہُمۡ مَّآءً غَدَقًا ﴿ۙ۱۶﴾

(૧૬) અને આ કે અગર તેઓ (ઇમાનના) રસ્તા પર કાયમ રહે તો અમે તેમને પુષ્કળ પાણીથી સૈરાબ કરશુ:

17

لِّنَفۡتِنَہُمۡ فِیۡہِ ؕ وَ مَنۡ یُّعۡرِضۡ عَنۡ ذِکۡرِ رَبِّہٖ یَسۡلُکۡہُ عَذَابًا صَعَدًا ﴿ۙ۱۷﴾

(૧૭) જેથી તે (નેઅમતો)માં તેમની આજમાઇશ કરીએ; અને જે કોઇ પોતાના રબની યાદથી મોઢું ફેરવે, તેને (દરરોજ) વધતા અઝાબમાં દાખલ કરશુ:

18

وَّ اَنَّ الۡمَسٰجِدَ لِلّٰہِ فَلَا تَدۡعُوۡا مَعَ اللّٰہِ اَحَدًا ﴿ۙ۱۸﴾

(૧૮) અને આ કે મસ્જિદો અલ્લાહ માટે છે, તેથી અલ્લાહ સાથે (તેમાં) બીજા કોઇને ન પોકારો:

19

وَّ اَنَّہٗ لَمَّا قَامَ عَبۡدُ اللّٰہِ یَدۡعُوۡہُ کَادُوۡا یَکُوۡنُوۡنَ عَلَیۡہِ لِبَدًا ﴿ؕ٪۱۹﴾

(૧૯) અને એ કે જયારે અલ્લાહનો બંદો ઇબાદત માટે ઊભો થતો હતો અને તેનો પોકારતો હતો ત્યારે તેને અનુસરવાવાળાનો ગિરોહ ગીરદી કરતો હતો.

20

قُلۡ اِنَّمَاۤ اَدۡعُوۡا رَبِّیۡ وَ لَاۤ اُشۡرِکُ بِہٖۤ اَحَدًا ﴿۲۰﴾

(૨૦) (અય રસૂલ!) કહે કે હું માત્ર મારા પરવરદિગારને જ પોકારૂં છું, અને કોઇપણને તેનો શરીક બનાવતો નથી.

21

قُلۡ اِنِّیۡ لَاۤ اَمۡلِکُ لَکُمۡ ضَرًّا وَّ لَا رَشَدًا ﴿۲۱﴾

(૨૧) કહે કે હું તમારા નુકસાન કે હિદાયતનો માલિક નથી!

22

قُلۡ اِنِّیۡ لَنۡ یُّجِیۡرَنِیۡ مِنَ اللّٰہِ اَحَدٌ ۬ۙ وَّ لَنۡ اَجِدَ مِنۡ دُوۡنِہٖ مُلۡتَحَدًا ﴿ۙ۲۲﴾

(૨૨) કહે કે (જો હુ નાફરમાની કરૂ તો) અલ્લાહથી મને કોઇ બચાવનાર નથી અને તેના સિવાય ક્યાંય પનાહગાહ નહિ પામુ.

23

اِلَّا بَلٰغًا مِّنَ اللّٰہِ وَ رِسٰلٰتِہٖ ؕ وَ مَنۡ یَّعۡصِ اللّٰہَ وَ رَسُوۡلَہٗ فَاِنَّ لَہٗ نَارَ جَہَنَّمَ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ﴿ؕ۲۳﴾

(૨૩) અલ્લાહ તરફથી મારી જવાબદારી ફકત પયગામ પહોંચાડવાની અને તેની રિસાલતની છે; અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરે તો બેશક તેના માટે જહન્નમની આગ છે, જેમાં તે હંમેશા રહેશે!

24

حَتّٰۤی اِذَا رَاَوۡا مَا یُوۡعَدُوۡنَ فَسَیَعۡلَمُوۡنَ مَنۡ اَضۡعَفُ نَاصِرًا وَّ اَقَلُّ عَدَدًا ﴿۲۴﴾

(૨૪) ત્યાં સુધી કે જેનો વાયદો આપવામાં આવેલ છે, તેને જોશે ત્યારે તેઓ જાણી લેશે કે કોના મદદગાર નબળા છે અને કોની સંખ્યા ઓછી છે!

25

قُلۡ اِنۡ اَدۡرِیۡۤ اَقَرِیۡبٌ مَّا تُوۡعَدُوۡنَ اَمۡ یَجۡعَلُ لَہٗ رَبِّیۡۤ اَمَدًا ﴿۲۵﴾

(૨૫) કહે કે મને ખબર નથી કે જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે. તે નજીક છે અથવા મારા પરવરદિગારે તેના માટેનો સમય નક્કી કરેલ છે?!

26

عٰلِمُ الۡغَیۡبِ فَلَا یُظۡہِرُ عَلٰی غَیۡبِہٖۤ اَحَدًا ﴿ۙ۲۶﴾

(૨૬) તે ગેબનો જાણનાર છે, અને તે પોતાના ગેબથી બીજા કોઇ ઉપર જાહેર કરતો નથી:

27

اِلَّا مَنِ ارۡتَضٰی مِنۡ رَّسُوۡلٍ فَاِنَّہٗ یَسۡلُکُ مِنۡۢ بَیۡنِ یَدَیۡہِ وَ مِنۡ خَلۡفِہٖ رَصَدًا ﴿ۙ۲۷﴾

(૨૭) સિવાય તે રસૂલ કે જેને ચૂંટ્યા/પસંદ કર્યા છે અને જેની આગળ અને પાછળ હિફાઝત કરવાવાળા ફરિશ્તાઓને મુકર્રર કરે છે :

28

لِّیَعۡلَمَ اَنۡ قَدۡ اَبۡلَغُوۡا رِسٰلٰتِ رَبِّہِمۡ وَ اَحَاطَ بِمَا لَدَیۡہِمۡ وَ اَحۡصٰی کُلَّ شَیۡءٍ عَدَدًا ﴿٪۲۸﴾

(૨૮) જેથી તે જાણી લે કે તેમણે પોતાના પરવરદિગારના પયગામોને પહોંચાડી દીધા છે; અને તેમની પાસે જે કાંઇ છે તેમના પર કાબૂ રાખે છે અને તે દરેક ચીઝની સંખ્યાનો હિસાબ કર્યો છે.