અલ-કુરઆન

37

As-Saaffat

سورة الصافات


وَ الصّٰٓفّٰتِ صَفًّا ۙ﴿۱﴾

(૧) કસમ છે (વ્યવસ્થિત રીતે) સફમાં ઊભા રહેનારાઓની:

فَالزّٰجِرٰتِ زَجۡرًا ۙ﴿۲﴾

(૨) અને મનાઇ કરનારાઓની કસમ :

فَالتّٰلِیٰتِ ذِکۡرًا ۙ﴿۳﴾

(૩) અને નિરંતર આયાતે ઇલાહીની તિલાવત કરનારાઓની કસમ :

اِنَّ اِلٰـہَکُمۡ لَوَاحِدٌ ﴿ؕ۴﴾

(૪) બેશક તમારો ખુદા એક જ છે :

رَبُّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا وَ رَبُّ الۡمَشَارِقِ ؕ﴿۵﴾

(૫) (જે) આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તેમની વચ્ચે છે તેનો રબ છે, અને મશરિક (પૂર્વ) દિશાઓનો રબ છે.

اِنَّا زَیَّنَّا السَّمَآءَ الدُّنۡیَا بِزِیۡنَۃِۣ الۡکَوَاکِبِ ۙ﴿۶﴾

(૬) ખરેજ અમોએ આ દુનિયાના આસમાનને સિતારાઓથી ઝીનત આપી :

وَ حِفۡظًا مِّنۡ کُلِّ شَیۡطٰنٍ مَّارِدٍ ۚ﴿۷﴾

(૭) જેથી તેને દરેક સરકશ શૈતાનથી મહેફૂઝ રાખીએ.

لَا یَسَّمَّعُوۡنَ اِلَی الۡمَلَاِ الۡاَعۡلٰی وَ یُقۡذَفُوۡنَ مِنۡ کُلِّ جَانِبٍ ٭ۖ﴿۸﴾

(૮) હવે શૈતાનો આલમે બાલા (આસમાન)ની વાતોને સાંભળી નહી શકે અને (જ્યારે આવુ કરશે) તેઓને દરેક દિશાથી મારવામાં આવશે:

دُحُوۡرًا وَّ لَہُمۡ عَذَابٌ وَّاصِبٌ ۙ﴿۹﴾

(૯) સખ્તીથી હાંકી કાઢવામાં આવશે અને તેમના માટે હંમેશા રહેનારો અઝાબ છે :

10

اِلَّا مَنۡ خَطِفَ الۡخَطۡفَۃَ فَاَتۡبَعَہٗ شِہَابٌ ثَاقِبٌ ﴿۱۰﴾

(૧૦) સિવાય કે થોડીક પળો સાંભળ(વા માટે આસમાનથી નજદીક થ)શે કે આસમાની આગ તેની પાછળ લાગી જશે.

11

فَاسۡتَفۡتِہِمۡ اَہُمۡ اَشَدُّ خَلۡقًا اَمۡ مَّنۡ خَلَقۡنَا ؕ اِنَّا خَلَقۡنٰہُمۡ مِّنۡ طِیۡنٍ لَّازِبٍ ﴿۱۱﴾

(૧૧) માટે તું તેઓને (મુશરીકોને) સવાલ કર કે શું તેઓની ખિલ્કત મુશ્કેલ છે અથવા (ફરિશ્તાઓ) જેની ખિલ્કત અમોએ કરી?! અમોએ તેઓને ચીકણી માટીમાંથી પેદા કર્યા.

12

بَلۡ عَجِبۡتَ وَ یَسۡخَرُوۡنَ ﴿۪۱۲﴾

(૧૨) તને (તેઓની ગુમરાહીના લીધે) તાઅજુબ થાય છે પરંતુ તેઓ (તારી) મશ્કરી કરે છે:

13

وَ اِذَا ذُکِّرُوۡا لَا یَذۡکُرُوۡنَ ﴿۪۱۳﴾

(૧૩) અને જયારે તેમને નસીહત આપવામાં આવે છે ત્યારે તેઓ કબૂલ નથી કરતા :

14

وَ اِذَا رَاَوۡا اٰیَۃً یَّسۡتَسۡخِرُوۡنَ ﴿۪۱۴﴾

(૧૪) અને જયારે કોઇ નિશાનીને જોવે ત્યારે બીજાઓને મશ્કરી માટે બોલાવે છે :

15

وَ قَالُوۡۤا اِنۡ ہٰذَاۤ اِلَّا سِحۡرٌ مُّبِیۡنٌ ﴿ۚۖ۱۵﴾

(૧૫) અને કહે છે કે આ ફકત ખુલ્લો જાદુ છે.

16

ءَ اِذَا مِتۡنَا وَ کُنَّا تُرَابًا وَّ عِظَامًا ءَاِنَّا لَمَبۡعُوۡثُوۡنَ ﴿ۙ۱۶﴾

(૧૬) શું જ્યારે અમે મરી જઇશું અને માટી તથા હાડકાં બની જઇશું ત્યારે ફરી ઉઠાડવામાં આવશું?

17

اَوَ اٰبَآؤُنَا الۡاَوَّلُوۡنَ ﴿ؕ۱۷﴾

(૧૭) અને શું અમારા આગલા બાપદાદાઓને (પણ ઉઠાડવામાં આવશે)?!

18

قُلۡ نَعَمۡ وَ اَنۡتُمۡ دَاخِرُوۡنَ ﴿ۚ۱۸﴾

(૧૮) તું કહે કે હા, તમે સર્વે ઝિલ્લત ભરેલી દશામાં (ઉઠાડવામાં આવશો).

19

فَاِنَّمَا ہِیَ زَجۡرَۃٌ وَّاحِدَۃٌ فَاِذَا ہُمۡ یَنۡظُرُوۡنَ ﴿۱۹﴾

(૧૯) કયામત ફકત એક ગર્જના હશે અચાનક જ તેઓ (જીવંત થઇ) જોવા લાગશે.

20

وَ قَالُوۡا یٰوَیۡلَنَا ہٰذَا یَوۡمُ الدِّیۡنِ ﴿۲۰﴾

(૨૦) અને કહેશે કે હાય અમારા ઉપર અફસોસ! આ બદલાનો દિવસ છે.

21

ہٰذَا یَوۡمُ الۡفَصۡلِ الَّذِیۡ کُنۡتُمۡ بِہٖ تُکَذِّبُوۡنَ ﴿٪۲۱﴾

(૨૧) બેશક આ (હકથી બાતિલની) જુદાઇનો દિવસ છે જેને તમે જૂઠલાવ્યા કરતા હતા!

22

اُحۡشُرُوا الَّذِیۡنَ ظَلَمُوۡا وَ اَزۡوَاجَہُمۡ وَ مَا کَانُوۡا یَعۡبُدُوۡنَ ﴿ۙ۲۲﴾

(૨૨) (અય ફરિશ્તાઓ) જેઓએ ઝુલ્મ કર્યો છે તથા તેમના સાથીઓને અને (ખુદા સિવાય) જેની તેઓ ઇબાદત કરતા હતાં, તે સર્વેને ભેગા કરી લ્યો.

23

مِنۡ دُوۡنِ اللّٰہِ فَاہۡدُوۡہُمۡ اِلٰی صِرَاطِ الۡجَحِیۡمِ ﴿ٙ۲۳﴾

(૨૩) અલ્લાહ સિવાયના (તમામ ખુદાઓ)ને (ભેગા કરીને) જહન્નમનો રસ્તો દેખાડી દ્યો.

24

وَ قِفُوۡہُمۡ اِنَّہُمۡ مَّسۡئُوۡلُوۡنَ ﴿ۙ۲۴﴾

(૨૪) તેમને રોકો કે તેઓથી સવાલ કરવામાં આવે:

25

مَا لَکُمۡ لَا تَنَاصَرُوۡنَ ﴿۲۵﴾

(૨૫) તમને શું થઇ ગયું છે કે તમે એક બીજાની મદદ નથી માંગતા ?

26

بَلۡ ہُمُ الۡیَوۡمَ مُسۡتَسۡلِمُوۡنَ ﴿۲۶﴾

(૨૬) પરંતુ તે દિવસે તેઓ તસ્લીમ (જૂકેલા) હશે.

27

وَ اَقۡبَلَ بَعۡضُہُمۡ عَلٰی بَعۡضٍ یَّتَسَآءَلُوۡنَ ﴿۲۷﴾

(૨૭) અને તેઓ એક બીજા સામ-સામા સવાલ કરશે.

28

قَالُوۡۤا اِنَّکُمۡ کُنۡتُمۡ تَاۡتُوۡنَنَا عَنِ الۡیَمِیۡنِ ﴿۲۸﴾

(૨૮) (અમુક) કહેશે કે તમે અમારી પાસે જમણી બાજુએથી (ખૈર ખ્વાહ બનીને) આવતા હતા.

29

قَالُوۡا بَلۡ لَّمۡ تَکُوۡنُوۡا مُؤۡمِنِیۡنَ ﴿ۚ۲۹﴾

(૨૯) (બીજાઓ) કહેશે કે નહિં બલ્કે તમો ખુદ ઇમાન લાવનારા ન હતા:

30

وَ مَا کَانَ لَنَا عَلَیۡکُمۡ مِّنۡ سُلۡطٰنٍ ۚ بَلۡ کُنۡتُمۡ قَوۡمًا طٰغِیۡنَ ﴿۳۰﴾

(૩૦) અને તમારી ઉપર અમારો કંઇ ઇખ્તેયાર ન હતો, બલ્કે તમો ખુદ સરકશ હતા :

31

فَحَقَّ عَلَیۡنَا قَوۡلُ رَبِّنَاۤ ٭ۖ اِنَّا لَذَآئِقُوۡنَ ﴿۳۱﴾

(૩૧) હવે આપણા ઉપર ખુદા(ના અઝાબ)નો વાયદો સાબિત થઇ ગયો છે, અને જરૂર આપણે તે (અઝાબ)નો સ્વાદ ચાખશું!

32

فَاَغۡوَیۡنٰکُمۡ اِنَّا کُنَّا غٰوِیۡنَ ﴿۳۲﴾

(૩૨) અમોએ તમને ગુમરાહ કર્યા, જેવી રીતે અમે પોતે ગુમરાહ થયા.

33

فَاِنَّہُمۡ یَوۡمَئِذٍ فِی الۡعَذَابِ مُشۡتَرِکُوۡنَ ﴿۳۳﴾

(૩૩) હકીકતમાં તે દિવસે તેઓ સર્વે અઝાબમાં ભાગીદાર હશે!

34

اِنَّا کَذٰلِکَ نَفۡعَلُ بِالۡمُجۡرِمِیۡنَ ﴿۳۴﴾

(૩૪) બેશક અમે ગુનેહગારો સાથે આ રીતે વર્તાવ કરીએ છીએ!

35

اِنَّہُمۡ کَانُوۡۤا اِذَا قِیۡلَ لَہُمۡ لَاۤ اِلٰہَ اِلَّا اللّٰہُ ۙ یَسۡتَکۡبِرُوۡنَ ﴿ۙ۳۵﴾

(૩૫) કારણકે જ્યારે તેમને કહેવામાં આવતું હતું કે અલ્લાહના સિવાય કોઇ ખુદા નથી ત્યારે તેઓ તકબ્બૂર કરતા હતા:

36

وَ یَقُوۡلُوۡنَ اَئِنَّا لَتَارِکُوۡۤا اٰلِہَتِنَا لِشَاعِرٍ مَّجۡنُوۡنٍ ﴿ؕ۳۶﴾

(૩૬) અને તેઓ કહેતા હતા કે શું અમે એક દીવાના શાયર ખાતર અમારા ખુદાઓને છોડી દઇએ?

37

بَلۡ جَآءَ بِالۡحَقِّ وَ صَدَّقَ الۡمُرۡسَلِیۡنَ ﴿۳۷﴾

(૩૭) (એવું નથી) બલ્કે તે (નબી) હક લઇને આવ્યા અને તેણે (અગાઉના) નબીઓની સચ્ચાઇને ટેકો આપ્યો છે.

38

اِنَّکُمۡ لَذَآئِقُوا الۡعَذَابِ الۡاَلِیۡمِ ﴿ۚ۳۸﴾

(૩૮) બેશક તમે દર્દનાક અઝાબ ચાખશો.

39

وَ مَا تُجۡزَوۡنَ اِلَّا مَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿ۙ۳۹﴾

(૩૯) અને તમને તમારા કાર્યો સિવાયનો બદલો નહી આપવામાં આવે.

40

اِلَّا عِبَادَ اللّٰہِ الۡمُخۡلَصِیۡنَ ﴿۴۰﴾

(૪૦) સિવાય કે જે અલ્લાહના નિખાલસ બંદાઓ છે.

41

اُولٰٓئِکَ لَہُمۡ رِزۡقٌ مَّعۡلُوۡمٌ ﴿ۙ۴۱﴾

(૪૧) તેઓ માટે રોઝી નક્કી કરેલી છે.

42

فَوَاکِہُ ۚ وَ ہُمۡ مُّکۡرَمُوۡنَ ﴿ۙ۴۲﴾

(૪૨) ફળો છે, અને તેઓનું સન્માન થશે:

43

فِیۡ جَنّٰتِ النَّعِیۡمِ ﴿ۙ۴۳﴾

(૪૩) નેઅમતોવાળી જન્નતોમાં,

44

عَلٰی سُرُرٍ مُّتَقٰبِلِیۡنَ ﴿۴۴﴾

(૪૪) તખ્તો પર એકબીજાની સામે બેઠા હશે.

45

یُطَافُ عَلَیۡہِمۡ بِکَاۡسٍ مِّنۡ مَّعِیۡنٍۭ ﴿ۙ۴۵﴾

(૪૫) તેમના આસપાસ પાકીઝા પીણાંઓના દોર ચાલતા હશે:

46

بَیۡضَآءَ لَذَّۃٍ لِّلشّٰرِبِیۡنَ ﴿ۚۖ۴۶﴾

(૪૬) ચળકતા સફેદ રંગના પીણાં કે જે પીનારાઓને લજ્જત આપે.

47

لَا فِیۡہَا غَوۡلٌ وَّ لَا ہُمۡ عَنۡہَا یُنۡزَفُوۡنَ ﴿۴۷﴾

(૪૭) (એવુ પીણું) ન એમાં અક્કલની બરબાદી છે અને ન તેનાથી નશો થશે.

48

وَ عِنۡدَہُمۡ قٰصِرٰتُ الطَّرۡفِ عِیۡنٌ ﴿ۙ۴۸﴾

(૪૮) અને તેમની પાસે (શોહરો સુધી) ટૂંકી નજર રાખવાવાળી અને ખૂબસૂરત આંખોવાળી હૂરો હશે:

49

کَاَنَّہُنَّ بَیۡضٌ مَّکۡنُوۡنٌ ﴿۴۹﴾

(૪૯) (એવી સફેદ હશે) જાણે છુપાવેલા ઇંડા.

50

فَاَقۡبَلَ بَعۡضُہُمۡ عَلٰی بَعۡضٍ یَّتَسَآءَلُوۡنَ ﴿۵۰﴾

(૫૦) પછી તેઓ એક બીજાને સામ-સામા સવાલ કરશે.

51

قَالَ قَآئِلٌ مِّنۡہُمۡ اِنِّیۡ کَانَ لِیۡ قَرِیۡنٌ ﴿ۙ۵۱﴾

(૫૧) તેઓમાંથી એક કહેશે કે દુનિયામાં મારો એક સાથી હતો :

52

یَّقُوۡلُ اَئِنَّکَ لَمِنَ الۡمُصَدِّقِیۡنَ ﴿۵۲﴾

(૫૨) જે કહેતો હતો કે શું તું (કયામતનુ) યકીન રાખે છો ?

53

ءَ اِذَا مِتۡنَا وَ کُنَّا تُرَابًا وَّ عِظَامًا ءَ اِنَّا لَمَدِیۡنُوۡنَ ﴿۵۳﴾

(૫૩) શું જયારે આપણે મરી જઇશું અને માટી અને હાડકાં બની જઇશું ત્યારે (ફરીથી જીવંત કરીને) આપણા અમલનો બદલો આપવામાં આવશે ?

54

قَالَ ہَلۡ اَنۡتُمۡ مُّطَّلِعُوۡنَ ﴿۵۴﴾

(૫૪) શું તમે તેની જાણકારી રાખો છો ?

55

فَاطَّلَعَ فَرَاٰہُ فِیۡ سَوَآءِ الۡجَحِیۡمِ ﴿۵۵﴾

(૫૫) પછી તેના વિશે જાણકારી હાંસિલ કરશે અને તેને જહન્નમની વચ્ચે જોશે.

56

قَالَ تَاللّٰہِ اِنۡ کِدۡتَّ لَتُرۡدِیۡنِ ﴿ۙ۵۶﴾

(૫૬) તેણે કહ્યું કે ખુદાની કસમ, તે મને લગભગ હલાક કરી નાખ્યો હોત.

57

وَ لَوۡ لَا نِعۡمَۃُ رَبِّیۡ لَکُنۡتُ مِنَ الۡمُحۡضَرِیۡنَ ﴿۵۷﴾

(૫૭) અગર મારા પરવરદિગારની નેઅમત ન હોત તો મને પણ અહીંયા (જહન્નમમાં) હાજર કરવામાં આવત!

58

اَفَمَا نَحۡنُ بِمَیِّتِیۡنَ ﴿ۙ۵۸﴾

(૫૮) શું આપણે હરગિઝ નહી મરીએ?

59

اِلَّا مَوۡتَتَنَا الۡاُوۡلٰی وَ مَا نَحۡنُ بِمُعَذَّبِیۡنَ ﴿۵۹﴾

(૫૯) પહેલી મૌત સિવાય, અને આપણા ઉપર અઝાબ નહિં થાય.

60

اِنَّ ہٰذَا لَہُوَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿۶۰﴾

(૬૦) બેશક આ સૌથી મહાન કામ્યાબી છે.

61

لِمِثۡلِ ہٰذَا فَلۡیَعۡمَلِ الۡعٰمِلُوۡنَ ﴿۶۱﴾

(૬૧) આવી કામ્યાબી માટે જ અમલ કરનારાઓએ અમલ કરવા જોઈએે.

62

اَذٰلِکَ خَیۡرٌ نُّزُلًا اَمۡ شَجَرَۃُ الزَّقُّوۡمِ ﴿۶۲﴾

(૬૨) શું મહેમાનનવાજી માટે આ બહેતર છે કે ઝક્કુમ (થોર)નું વૃક્ષ?

63

اِنَّا جَعَلۡنٰہَا فِتۡنَۃً لِّلظّٰلِمِیۡنَ ﴿۶۳﴾

(૬૩) કે જેને અમોએ ઝાલિમોના દર્દનુ કારણ બનાવ્યું.

64

اِنَّہَا شَجَرَۃٌ تَخۡرُجُ فِیۡۤ اَصۡلِ الۡجَحِیۡمِ ﴿ۙ۶۴﴾

(૬૪) તે એક ઝાડ છે જે જહન્નમના તળિયામાંથી ઊગે છે:

65

طَلۡعُہَا کَاَنَّہٗ رُءُوۡسُ الشَّیٰطِیۡنِ ﴿۶۵﴾

(૬૫) તેનાં ફળ એવાં હશે કે જાણે શેતાનોના માથાં.

66

فَاِنَّہُمۡ لَاٰکِلُوۡنَ مِنۡہَا فَمَالِـُٔوۡنَ مِنۡہَا الۡبُطُوۡنَ ﴿ؕ۶۶﴾

(૬૬) તે (જહન્નમી) તેમાંથી ખાશે અને તેના વડે જ પેટ ભરશે.

67

ثُمَّ اِنَّ لَہُمۡ عَلَیۡہَا لَشَوۡبًا مِّنۡ حَمِیۡمٍ ﴿ۚ۶۷﴾

(૬૭) પછી તેમને તેની ઉપર ઊકળતુ અને વાસવાળુ પાણી પીવડાવવામાં આવશે.

68

ثُمَّ اِنَّ مَرۡجِعَہُمۡ لَا۠ اِلَی الۡجَحِیۡمِ ﴿۶۸﴾

(૬૮) પછી તેઓ સર્વેનું પાછું ફરવું જહન્નમ તરફ જ છે.

69

اِنَّہُمۡ اَلۡفَوۡا اٰبَآءَہُمۡ ضَآلِّیۡنَ ﴿ۙ۶۹﴾

(૬૯) કારણકે તેમણે તેમના બાપદાદાઓને ગુમરાહ જોયા હતા:

70

فَہُمۡ عَلٰۤی اٰثٰرِہِمۡ یُہۡرَعُوۡنَ ﴿۷۰﴾

(૭૦) છતાંપણ તેમના જ નકશે કદમ પર તેઓ ઊતાવળે દોડે છે.

71

وَ لَقَدۡ ضَلَّ قَبۡلَہُمۡ اَکۡثَرُ الۡاَوَّلِیۡنَ ﴿ۙ۷۱﴾

(૭૧) અને ખરેજ તેમની અગાઉ ઘણા લોકો ગુમરાહ થયા.

72

وَ لَقَدۡ اَرۡسَلۡنَا فِیۡہِمۡ مُّنۡذِرِیۡنَ ﴿۷۲﴾

(૭૨) અને અમોએ તેમના વચ્ચે ડરાવનારા રસૂલ મોકલ્યા.

73

فَانۡظُرۡ کَیۡفَ کَانَ عَاقِبَۃُ الۡمُنۡذَرِیۡنَ ﴿ۙ۷۳﴾

(૭૩) માટે જો કે જેમને ડરાવવામાં આવેલ છે (ન માનવાને કારણે) તેમનો અંજામ કેવો થયો?

74

اِلَّا عِبَادَ اللّٰہِ الۡمُخۡلَصِیۡنَ ﴿٪۷۴﴾

(૭૪) સિવાય અલ્લાહના મુખ્લીસ (નિખાલસ) બંદાઓ!

75

وَ لَقَدۡ نَادٰىنَا نُوۡحٌ فَلَنِعۡمَ الۡمُجِیۡبُوۡنَ ﴿۫ۖ۷۵﴾

(૭૫) અને બેશક નૂહે અમને પોકાર્યા (અને અમે જવાબ આપ્યો) કેવા સારા જવાબ આપનાર છીએ!

76

وَ نَجَّیۡنٰہُ وَ اَہۡلَہٗ مِنَ الۡکَرۡبِ الۡعَظِیۡمِ ﴿۫ۖ۷۶﴾

(૭૬) અને અમોએ તેને તથા તેના ઘરવાળાઓને મોટી મુસીબતમાંથી બચાવ્યા.

77

وَ جَعَلۡنَا ذُرِّیَّتَہٗ ہُمُ الۡبٰقِیۡنَ ﴿۫ۖ۷۷﴾

(૭૭) અને અમોએ જ તેની નસ્લને બાકી રાખી.

78

وَ تَرَکۡنَا عَلَیۡہِ فِی الۡاٰخِرِیۡنَ ﴿۫ۖ۷۸﴾

(૭૮) અને તેની સારી યાદને આવનાર નસલોમાં બાકી રાખી :

79

سَلٰمٌ عَلٰی نُوۡحٍ فِی الۡعٰلَمِیۡنَ ﴿۷۹﴾

(૭૯) તમામ દુનિયાઓમાં નૂહ ઉપર અમારા સલામ થાય!

80

اِنَّا کَذٰلِکَ نَجۡزِی الۡمُحۡسِنِیۡنَ ﴿۸۰﴾

(૮૦) બેશક નેક અમલ કરવાવાળાઓને અમે આ રીતે બદલો આપીએ છીએ.

81

اِنَّہٗ مِنۡ عِبَادِنَا الۡمُؤۡمِنِیۡنَ ﴿۸۱﴾

(૮૧) બેશક તે અમારા મોઅમીન બંદાઓમાંથી હતો.

82

ثُمَّ اَغۡرَقۡنَا الۡاٰخَرِیۡنَ ﴿۸۲﴾

(૮૨) પછી અમોએ બીજાઓને ડુબાડી દીધા.

83

وَ اِنَّ مِنۡ شِیۡعَتِہٖ لَاِبۡرٰہِیۡمَ ﴿ۘ۸۳﴾

(૮૩) અને બેશક ઇબ્રાહીમ તે (નૂહ)ની પૈરવી કરનાર (શિયા)માંથી હતો.

84

اِذۡ جَآءَ رَبَّہٗ بِقَلۡبٍ سَلِیۡمٍ ﴿۸۴﴾

(૮૪) જ્યારે તે પોતાના પરવરદિગારની હજૂરમાં કલ્બે સલીમ (ઇતાઅતગુઝાર દિલ) સાથે હાજર થયો :

85

اِذۡ قَالَ لِاَبِیۡہِ وَ قَوۡمِہٖ مَاذَا تَعۡبُدُوۡنَ ﴿ۚ۸۵﴾

(૮૫) તે વખતે તેણે પોતાના (પાલક) પિતા તથા પોતાની કોમને કહ્યું કે તમે શેની ઇબાદત કરો છો?

86

اَئِفۡکًا اٰلِہَۃً دُوۡنَ اللّٰہِ تُرِیۡدُوۡنَ ﴿ؕ۸۶﴾

(૮૬) શું તમે અલ્લાહને મૂકીને બનાવટી ખુદાઓના તલબગાર બની ગયા છો?

87

فَمَا ظَنُّکُمۡ بِرَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۸۷﴾

(૮૭) તો પછી દુનિયાઓના પરવરદિગારના સંબંધમાં તમારૂ શું ગુમાન છે?

88

فَنَظَرَ نَظۡرَۃً فِی النُّجُوۡمِ ﴿ۙ۸۸﴾

(૮૮) પછી ઇબ્રાહીમે તારાઓને એક નજર જોયા:

89

فَقَالَ اِنِّیۡ سَقِیۡمٌ ﴿۸۹﴾

(૮૯) અને તેણે કહ્યું કે હું બીમાર છું.

90

فَتَوَلَّوۡا عَنۡہُ مُدۡبِرِیۡنَ ﴿۹۰﴾

(૯૦) તેથી તેઓ મોઢું ફેરવી પાછા ફરી ગયા.

91

فَرَاغَ اِلٰۤی اٰلِہَتِہِمۡ فَقَالَ اَلَا تَاۡکُلُوۡنَ ﴿ۚ۹۱﴾

(૯૧) તે તેઓના ખુદાઓ (બૂતો) પાસે આવ્યા, (મશ્કરીમાં) કહ્યુ "કેમ ખાતા નથી?!"

92

مَا لَکُمۡ لَا تَنۡطِقُوۡنَ ﴿۹۲﴾

(૯૨) તમને શું થઇ ગયું છે કે કેમ બોલતા નથી ?

93

فَرَاغَ عَلَیۡہِمۡ ضَرۡبًۢا بِالۡیَمِیۡنِ ﴿۹۳﴾

(૯૩) પછી તેઓ તરફ ગયો અને તેઓ પર જમણા હાથે વાર કર્યો.

94

فَاَقۡبَلُوۡۤا اِلَیۡہِ یَزِفُّوۡنَ ﴿۹۴﴾

(૯૪) જેથી તે લોકો ઝડપથી તેની તરફ ધસી આવ્યા.

95

قَالَ اَتَعۡبُدُوۡنَ مَا تَنۡحِتُوۡنَ ﴿ۙ۹۵﴾

(૯૫) (ઇબ્રાહીમે) કહ્યું કે શું તમે તેની ઇબાદત કરો છો કે જેને તમે કોતરીને બનાવ્યા છે?

96

وَ اللّٰہُ خَلَقَکُمۡ وَ مَا تَعۡمَلُوۡنَ ﴿۹۶﴾

(૯૬) જો કે અલ્લાહે તમને પેદા કર્યા અને એને પણ કે જેને તમે બનાવો છો!

97

قَالُوا ابۡنُوۡا لَہٗ بُنۡیَانًا فَاَلۡقُوۡہُ فِی الۡجَحِیۡمِ ﴿۹۷﴾

(૯૭) તેઓએ કહ્યું કે તમે (ભઠ્ઠીનુ) એક માળખું બનાવો અને તેને જહીમની આગને હવાલે કરી દો.

98

فَاَرَادُوۡا بِہٖ کَیۡدًا فَجَعَلۡنٰہُمُ الۡاَسۡفَلِیۡنَ ﴿۹۸﴾

(૯૮) પછી તેઓએ તેની (નાબૂદી) માટે ચાલ ચાલી પરંતુ અમોએ તેમને ઝલીલ બનાવી દીધા.

99

وَ قَالَ اِنِّیۡ ذَاہِبٌ اِلٰی رَبِّیۡ سَیَہۡدِیۡنِ ﴿۹۹﴾

(૯૯) અને (ઇબ્રાહીમે) કહ્યું કે હું મારા પરવરદિગાર તરફ જાવ છું તે મારી હિદાયત કરશે.

100

رَبِّ ہَبۡ لِیۡ مِنَ الصّٰلِحِیۡنَ ﴿۱۰۰﴾

(૧૦૦) અય મારા પરવરદિગાર મને નેક લોકોમાંથી (એક ફરઝંદની) અતા કર.

101

فَبَشَّرۡنٰہُ بِغُلٰمٍ حَلِیۡمٍ ﴿۱۰۱﴾

(૧૦૧) પછી અમોએ તેને એક બુર્દબાર નવજવાનની ખુશખબરી આપી.

102

فَلَمَّا بَلَغَ مَعَہُ السَّعۡیَ قَالَ یٰبُنَیَّ اِنِّیۡۤ اَرٰی فِی الۡمَنَامِ اَنِّیۡۤ اَذۡبَحُکَ فَانۡظُرۡ مَاذَا تَرٰی ؕ قَالَ یٰۤاَبَتِ افۡعَلۡ مَا تُؤۡمَرُ ۫ سَتَجِدُنِیۡۤ اِنۡ شَآءَ اللّٰہُ مِنَ الصّٰبِرِیۡنَ ﴿۱۰۲﴾

(૧૦૨) પછી જયારે તે તેની સાથે સઇની જગ્યાએ પહોંચ્યો ત્યારે (ઇબ્રાહીમે) કહ્યું કે અય મારા ફરઝંદ મેં સ્વપ્નમાં જોયુ કે હું તને કુરબાન કરૂં છું માટે તારો શુ મત છે? (ફરઝંદે) કહ્યુ કે અય મારા વાલિદ! તમને જેનો હુકમ થયો છે તે કરો ઇન્શાઅલ્લાહ તમે મને સબર કરવાવાળો પામશો.

103

فَلَمَّاۤ اَسۡلَمَا وَ تَلَّہٗ لِلۡجَبِیۡنِ ﴿۱۰۳﴾ۚ

(૧૦૩) પછી જયારે બંને તસ્લીમ થયા ત્યારે તે (વાલિદે ફરઝંદ)ની પેશાની માટી ઉપર રાખી.

104

وَ نَادَیۡنٰہُ اَنۡ یّٰۤاِبۡرٰہِیۡمُ ﴿۱۰۴﴾ۙ

(૧૦૪) અને અમોએ તેને પોકારીને કહ્યું કે અય ઇબ્રાહીમ !

105

قَدۡ صَدَّقۡتَ الرُّءۡیَا ۚ اِنَّا کَذٰلِکَ نَجۡزِی الۡمُحۡسِنِیۡنَ ﴿۱۰۵﴾

(૧૦૫) બેશક તેં તારૂં સ્વપ્ન સાચું કરી દેખાડયું, નેક આમાલ કરનારાઓને અમે આ રીતે બદલો આપીએ છીએ.

106

اِنَّ ہٰذَا لَہُوَ الۡبَلٰٓـؤُا الۡمُبِیۡنُ ﴿۱۰۶﴾

(૧૦૬) બેશક આ ખુલ્લી અજમાઇશ છે.

107

وَ فَدَیۡنٰہُ بِذِبۡحٍ عَظِیۡمٍ ﴿۱۰۷﴾

(૧૦૭) અને અમોએ તેનો બદલો એક મહાન કુરબાનીને બનાવ્યો.

108

وَ تَرَکۡنَا عَلَیۡہِ فِی الۡاٰخِرِیۡنَ ﴿۱۰۸﴾ۖ

(૧૦૮) અને તેની નેક નામી આવનાર નસ્લોમાં બાકી રાખી.

109

سَلٰمٌ عَلٰۤی اِبۡرٰہِیۡمَ ﴿۱۰۹﴾

(૧૦૯) સલામ થાય ઇબ્રાહીમ ઉપર.

110

کَذٰلِکَ نَجۡزِی الۡمُحۡسِنِیۡنَ ﴿۱۱۰﴾

(૧૧૦) નેક આમાલ કરનારને અમે આ પ્રમાણે બદલો આપીએ છીએ.

111

اِنَّہٗ مِنۡ عِبَادِنَا الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۱۱﴾

(૧૧૧) બેશક તે (ઇબ્રાહીમ) અમારા મોઅમીન બંદાઓમાંથી હતો.

112

وَ بَشَّرۡنٰہُ بِاِسۡحٰقَ نَبِیًّا مِّنَ الصّٰلِحِیۡنَ ﴿۱۱۲﴾

(૧૧૨) અને અમોએ તેને ઇસ્હાકની ખુશખબરી આપી જે નબી અને સાલેહ બંદાઓમાંથી છે.

113

وَ بٰرَکۡنَا عَلَیۡہِ وَ عَلٰۤی اِسۡحٰقَ ؕ وَ مِنۡ ذُرِّیَّتِہِمَا مُحۡسِنٌ وَّ ظَالِمٌ لِّنَفۡسِہٖ مُبِیۡنٌ ﴿۱۱۳﴾٪

(૧૧૩) અને અમોએ તેના ઉપર તથા ઇસ્હાક ઉપર બરકત ઉતારી અને તેમની ઓલાદમાંથી (અમુક) નેક હતા અને (અમુક) ખુલ્લી રીતે પોતાના નફસ પર ઝુલ્મ કરનારા હતા.

114

وَ لَقَدۡ مَنَنَّا عَلٰی مُوۡسٰی وَ ہٰرُوۡنَ ﴿۱۱۴﴾ۚ

(૧૧૪) અને બેશક અમોએ મૂસા તથા હારૂન ઉપર પણ અહેસાન કર્યો.

115

وَ نَجَّیۡنٰہُمَا وَ قَوۡمَہُمَا مِنَ الۡکَرۡبِ الۡعَظِیۡمِ ﴿۱۱۵﴾ۚ

(૧૧૫) અને તેને તથા તે બંનેની કોમને મહાન ગમમાંથી નજાત આપી.

116

وَ نَصَرۡنٰہُمۡ فَکَانُوۡا ہُمُ الۡغٰلِبِیۡنَ ﴿۱۱۶﴾ۚ

(૧૧૬) અને અમોએ તેમની મદદ કરી તેથી તેઓ ગાલીબ થયા.

117

وَ اٰتَیۡنٰہُمَا الۡکِتٰبَ الۡمُسۡتَبِیۡنَ ﴿۱۱۷﴾ۚ

(૧૧૭) અને અમોએ તે બંનેને રોશની આપનારી કિતાબ આપી.

118

وَ ہَدَیۡنٰہُمَا الصِّرَاطَ الۡمُسۡتَقِیۡمَ ﴿۱۱۸﴾ۚ

(૧૧૮) અને અમોએ તે બન્નેને સીધા રસ્તાની હિદાયત આપી.

119

وَ تَرَکۡنَا عَلَیۡہِمَا فِی الۡاٰخِرِیۡنَ ﴿۱۱۹﴾ۙ

(૧૧૯) અને તેમની નેકનામી આવનારી નસ્લોમાં બાકી રાખી:

120

سَلٰمٌ عَلٰی مُوۡسٰی وَ ہٰرُوۡنَ ﴿۱۲۰﴾

(૧૨૦) મૂસા તથા હારૂન પર સલામ થાય.

121

اِنَّا کَذٰلِکَ نَجۡزِی الۡمُحۡسِنِیۡنَ ﴿۱۲۱﴾

(૧૨૧) નેક કાર્યો કરનારને અમે આ રીતે બદલો આપીએ છીએ.

122

اِنَّہُمَا مِنۡ عِبَادِنَا الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۲۲﴾

(૧૨૨) બેશક તેઓ બન્ને અમારા મોઅમીન બંદાઓમાંથી હતા.

123

وَ اِنَّ اِلۡیَاسَ لَمِنَ الۡمُرۡسَلِیۡنَ ﴿۱۲۳﴾ؕ

(૧૨૩) અને બેશક ઇલ્યાસ રસૂલોમાંથી હતો.

124

اِذۡ قَالَ لِقَوۡمِہٖۤ اَلَا تَتَّقُوۡنَ ﴿۱۲۴﴾

(૧૨૪) જે વખતે તેણે પોતાની કોમને કહ્યું કે શું તમે પરહેઝગાર નથી બનતા?!

125

اَتَدۡعُوۡنَ بَعۡلًا وَّ تَذَرُوۡنَ اَحۡسَنَ الۡخَالِقِیۡنَ ﴿۱۲۵﴾ۙ

(૧૨૫) શું તમો બઅલ (નામાના બુત)ને પોકારો છો અને બહેતરીન ખાલિકને છોડી દ્યો છો ?

126

اللّٰہَ رَبَّکُمۡ وَ رَبَّ اٰبَآئِکُمُ الۡاَوَّلِیۡنَ ﴿۱۲۶﴾

(૧૨૬) અલ્લાહ તમારો તથા તમારા બાપદાદાઓનો પાલનહાર છે!

127

فَکَذَّبُوۡہُ فَاِنَّہُمۡ لَمُحۡضَرُوۡنَ ﴿۱۲۷﴾ۙ

(૧૨૭) પછી તેઓએ રસૂલને જૂઠલાવ્યા, પરંતુ જરૂર તે બધાને (જહન્નમમાં) હાજર કરવામાં આવશે:

128

اِلَّا عِبَادَ اللّٰہِ الۡمُخۡلَصِیۡنَ ﴿۱۲۸﴾

(૧૨૮) સિવાય કે અલ્લાહના નિખાલસ બંદાઓ.

129

وَ تَرَکۡنَا عَلَیۡہِ فِی الۡاٰخِرِیۡنَ ﴿۱۲۹﴾ۙ

(૧૨૯) અને તેમની નેકનામી આવનારી નસ્લોમાં બાકી રાખી:

130

سَلٰمٌ عَلٰۤی اِلۡ یَاسِیۡنَ ﴿۱۳۰﴾

(૧૩૦) સલામ થાય આલે યાસીન ઉપર.

131

اِنَّا کَذٰلِکَ نَجۡزِی الۡمُحۡسِنِیۡنَ ﴿۱۳۱﴾

(૧૩૧) નેક અમલ કરનારને અમે આ રીતે બદલો આપીએ છીએ.

132

اِنَّہٗ مِنۡ عِبَادِنَا الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۳۲﴾

(૧૩૨) બેશક તે અમારા મોઅમીન બંદાઓ-માંથી હતો.

133

وَ اِنَّ لُوۡطًا لَّمِنَ الۡمُرۡسَلِیۡنَ ﴿۱۳۳﴾ؕ

(૧૩૩) અને બેશક લૂત રસૂલોમાંથી હતા.

134

اِذۡ نَجَّیۡنٰہُ وَ اَہۡلَہٗۤ اَجۡمَعِیۡنَ ﴿۱۳۴﴾ۙ

(૧૩૪) (યાદ કરો) જ્યારે અમોએ તેને તથા તેના તમામ ઘરવાળાઓને બચાવી લીધા :

135

اِلَّا عَجُوۡزًا فِی الۡغٰبِرِیۡنَ ﴿۱۳۵﴾

(૧૩૫) સિવાય બુઢ્ઢી ઔરતને કે જે પાછળ રહી જનારાઓમાંથી હતી.

136

ثُمَّ دَمَّرۡنَا الۡاٰخَرِیۡنَ ﴿۱۳۶﴾

(૧૩૬) પછી અમોએ બીજાઓને હલાક કરી નાખ્યા.

137

وَ اِنَّکُمۡ لَتَمُرُّوۡنَ عَلَیۡہِمۡ مُّصۡبِحِیۡنَ ﴿۱۳۷﴾

(૧૩૭) તમો હંમેશા સવારે તેમની પાસેથી પસાર થતા રહો છો :

138

وَ بِالَّیۡلِ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۱۳۸﴾٪

(૧૩૮) અને રાતના (પણ;) તો શું તમે વિચારતા નથી?

139

وَ اِنَّ یُوۡنُسَ لَمِنَ الۡمُرۡسَلِیۡنَ ﴿۱۳۹﴾ؕ

(૧૩૯) અને બેશક યુનુસ રસૂલોમાંથી હતા.

140

اِذۡ اَبَقَ اِلَی الۡفُلۡکِ الۡمَشۡحُوۡنِ ﴿۱۴۰﴾ۙ

(૧૪૦) જ્યારે કે તે એક ભરેલી કશ્તી તરફ ભાગી ગયા:

141

فَسَاہَمَ فَکَانَ مِنَ الۡمُدۡحَضِیۡنَ ﴿۱۴۱﴾ۚ

(૧૪૧) અને કશ્તીવાળાઓએ ચીઠ્ઠીઓ નાખી અને તે મગલૂબ થયા.

142

فَالۡتَقَمَہُ الۡحُوۡتُ وَ ہُوَ مُلِیۡمٌ ﴿۱۴۲﴾

(૧૪૨) પછી તેને એક મોટી માછલી ગળી ગઇ, એવી હાલતમાં કે તે પોતાને મલામત કરતો હતો.

143

فَلَوۡ لَاۤ اَنَّہٗ کَانَ مِنَ الۡمُسَبِّحِیۡنَ ﴿۱۴۳﴾ۙ

(૧૪૩) પણ જો તે તસ્બીહ કરનારાઓમાંથી ન હોત:

144

لَلَبِثَ فِیۡ بَطۡنِہٖۤ اِلٰی یَوۡمِ یُبۡعَثُوۡنَ ﴿۱۴۴﴾ۚؒ

(૧૪૪) તો કયામતના દિવસ સુધી તે માછલીના પેટમાં રહેત!

145

فَنَبَذۡنٰہُ بِالۡعَرَآءِ وَ ہُوَ سَقِیۡمٌ ﴿۱۴۵﴾ۚ

(૧૪૫) છેવટે અમોએ તેને બીમારીની હાલતમાં એક ઊજ્જડ મેદાનમાં ફેંક્યા.

146

وَ اَنۡۢبَتۡنَا عَلَیۡہِ شَجَرَۃً مِّنۡ یَّقۡطِیۡنٍ ﴿۱۴۶﴾ۚ

(૧૪૬) અને તેના ઉપર એક દૂધીનું વૃક્ષ ઊગાડી દીધું.

147

وَ اَرۡسَلۡنٰہُ اِلٰی مِائَۃِ اَلۡفٍ اَوۡ یَزِیۡدُوۡنَ ﴿۱۴۷﴾ۚ

(૧૪૭) અને તેને એક લાખ અથવા તેથી વધારે(ની વસ્તી) તરફ મોકલ્યા.

148

فَاٰمَنُوۡا فَمَتَّعۡنٰہُمۡ اِلٰی حِیۡنٍ ﴿۱۴۸﴾ؕ

(૧૪૮) અને તે લોકો ઇમાન લાવ્યા જેથી અમોએ ચોક્કસ મુદ્દત સુધી (નેઅમતોથી) નવાજ્યા.

149

فَاسۡتَفۡتِہِمۡ اَلِرَبِّکَ الۡبَنَاتُ وَ لَہُمُ الۡبَنُوۡنَ ﴿۱۴۹﴾ۙ

(૧૪૯) (અય રસૂલ!) તેમને પૂછ કે શું તારા પરવરદિગારની દુખ્તરો છે અને તેમના ફરઝંદો છે ?

150

اَمۡ خَلَقۡنَا الۡمَلٰٓئِکَۃَ اِنَاثًا وَّ ہُمۡ شٰہِدُوۡنَ ﴿۱۵۰﴾

(૧૫૦) અથવા શું અમોએ ફરિશ્તાઓને માદા બનાવ્યા, અને તેઓ એના ગવાહ છે ?

151

اَلَاۤ اِنَّہُمۡ مِّنۡ اِفۡکِہِمۡ لَیَقُوۡلُوۡنَ ﴿۱۵۱﴾ۙ

(૧૫૧) જાણી લો કે આ તેઓની ઉપજાવી કાઢેલી વાતોં કહે છે.

152

وَلَدَ اللّٰہُ ۙ وَ اِنَّہُمۡ لَکٰذِبُوۡنَ ﴿۱۵۲﴾

(૧૫૨) કે અલ્લાહને ફરઝંદ થયો, પરંતુ હકીકતમાં તેઓ બિલ્કુલ જૂઠ્ઠા છે.

153

اَصۡطَفَی الۡبَنَاتِ عَلَی الۡبَنِیۡنَ ﴿۱۵۳﴾ؕ

(૧૫૩) શું તેણે પોતે ફરઝંદોને બદલે દુખ્તરો પસંદ કરી છે ?

154

مَا لَکُمۡ ۟ کَیۡفَ تَحۡکُمُوۡنَ ﴿۱۵۴﴾

(૧૫૪) તમોને શું થયું છે, તમે કેવો ફેસલો કરો છો ?

155

اَفَلَا تَذَکَّرُوۡنَ ﴿۱۵۵﴾ۚ

(૧૫૫) શું તમે નસીહત હાંસિલ કરતા નથી?

156

اَمۡ لَکُمۡ سُلۡطٰنٌ مُّبِیۡنٌ ﴿۱۵۶﴾ۙ

(૧૫૬) અથવા તમારી પાસે કોઇ ખુલ્લી દલીલ છે ?

157

فَاۡتُوۡا بِکِتٰبِکُمۡ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۱۵۷﴾

(૧૫૭) જો તમે સાચુ કહો છો તો તમારી કિતાબ લાવો!

158

وَ جَعَلُوۡا بَیۡنَہٗ وَ بَیۡنَ الۡجِنَّۃِ نَسَبًا ؕ وَ لَقَدۡ عَلِمَتِ الۡجِنَّۃُ اِنَّہُمۡ لَمُحۡضَرُوۡنَ ﴿۱۵۸﴾ۙ

(૧૫૮) અને તેઓએ ખુદા અને જિન્નાતો વચ્ચે સંબંધ જોડી દીધો, જો કે જિન્નાતો જાણે છે કે તેઓને (ખુદાની પાસે) હાજર કરવામાં આવશે:

159

سُبۡحٰنَ اللّٰہِ عَمَّا یَصِفُوۡنَ ﴿۱۵۹﴾ۙ

(૧૫૯) તેઓ જે કાંઇ સિફત બયાન કરે છે તેનાથી અલ્લાહ પાક છે:

160

اِلَّا عِبَادَ اللّٰہِ الۡمُخۡلَصِیۡنَ ﴿۱۶۰﴾

(૧૬૦) સિવાય કે અલ્લાહના મુખ્લીસ બંદાઓ.

161

فَاِنَّکُمۡ وَ مَا تَعۡبُدُوۡنَ ﴿۱۶۱﴾ۙ

(૧૬૧) પછી તમો અને જેની તમે ઇબાદત કરો છો :

162

مَاۤ اَنۡتُمۡ عَلَیۡہِ بِفٰتِنِیۡنَ ﴿۱۶۲﴾ۙ

(૧૬૨) તમો બધા મળીને કોઇને ધોખો આપી શકશો નહિ:

163

اِلَّا مَنۡ ہُوَ صَالِ الۡجَحِیۡمِ ﴿۱۶۳﴾

(૧૬૩) સિવાય તેને કે જે જહન્નમમાં જશે.

164

وَ مَا مِنَّاۤ اِلَّا لَہٗ مَقَامٌ مَّعۡلُوۡمٌ ﴿۱۶۴﴾ۙ

(૧૬૪) અને અમારા (ફરિશ્તાઓ)માંથી નથી સિવાય કે તેની જગ્યા નક્કી હોય :

165

وَّ اِنَّا لَنَحۡنُ الصَّآفُّوۡنَ ﴿۱۶۵﴾ۚ

(૧૬૫) અને અમો તેની (ઇતાઅત માટે) સફમાં ઊભા છીએ.

166

وَ اِنَّا لَنَحۡنُ الۡمُسَبِّحُوۡنَ ﴿۱۶۶﴾

(૧૬૬) અને બેશક અમે તેની તસ્બીહ કરનાર છીએ.

167

وَ اِنۡ کَانُوۡا لَیَقُوۡلُوۡنَ ﴿۱۶۷﴾ۙ

(૧૬૭) પરંતુ તેઓ (નાસ્તિકો) જરૂર કહેશે:

168

لَوۡ اَنَّ عِنۡدَنَا ذِکۡرًا مِّنَ الۡاَوَّلِیۡنَ ﴿۱۶۸﴾ۙ

(૧૬૮) જો અમારી પાસે આગલા ઝમાનાના લોકોનો ઝિક્ર હોત:

169

لَکُنَّا عِبَادَ اللّٰہِ الۡمُخۡلَصِیۡنَ ﴿۱۶۹﴾

(૧૬૯) તો અમે અલ્લાહના મુખ્લીસ બંદાઓ હોત!

170

فَکَفَرُوۡا بِہٖ فَسَوۡفَ یَعۡلَمُوۡنَ ﴿۱۷۰﴾

(૧૭૦) છતાંપણ તેઓએ તે (આસમાની કિતાબ)નો ઇન્કાર કર્યો માટે જલ્દી તેઓ (તેનો અંજામ) જાણી લેશે.

171

وَ لَقَدۡ سَبَقَتۡ کَلِمَتُنَا لِعِبَادِنَا الۡمُرۡسَلِیۡنَ ﴿۱۷۱﴾ۚۖ

(૧૭૧) અને અગાઉ અમારા રસૂલો સાથે પાકો વાયદો થઇ ચૂક્યો છે:

172

اِنَّہُمۡ لَہُمُ الۡمَنۡصُوۡرُوۡنَ ﴿۱۷۲﴾۪

(૧૭૨) કે જરૂર તેઓ મદદ કરવામાં આવેલા છે.

173

وَ اِنَّ جُنۡدَنَا لَہُمُ الۡغٰلِبُوۡنَ ﴿۱۷۳﴾

(૧૭૩) અને બેશક અમારૂં લશ્કર ગાલીબ છે!

174

فَتَوَلَّ عَنۡہُمۡ حَتّٰی حِیۡنٍ ﴿۱۷۴﴾ۙ

(૧૭૪) માટે તું તેમનાથી ચોક્કસ મુદ્દત સુધી મોંઢું ફેરવી લે :

175

وَّ اَبۡصِرۡہُمۡ فَسَوۡفَ یُبۡصِرُوۡنَ ﴿۱۷۵﴾

(૧૭૫) અને તેમને નિહાળતો રહે, ટૂંક સમયમાં તેઓ (પોતાનો અંજામ) જોઇ લેશે.

176

اَفَبِعَذَابِنَا یَسۡتَعۡجِلُوۡنَ ﴿۱۷۶﴾

(૧૭૬) શું તેઓ અમારા અઝાબના સંબંધમાં ઉતાવળ કરે છે ?

177

فَاِذَا نَزَلَ بِسَاحَتِہِمۡ فَسَآءَ صَبَاحُ الۡمُنۡذَرِیۡنَ ﴿۱۷۷﴾

(૧૭૭) જયારે તે અઝાબ તેમના આંગણે આવી પડશે ત્યારે તે ડરાવવામાં આવેલી કોમની કેવી ખરાબ સવાર હશે!

178

وَ تَوَلَّ عَنۡہُمۡ حَتّٰی حِیۡنٍ ﴿۱۷۸﴾ۙ

(૧૭૮) અને તું ચોક્કસ મુદ્દત સુધી તેઓથી મોઢું ફેરવી લે :

179

وَّ اَبۡصِرۡ فَسَوۡفَ یُبۡصِرُوۡنَ ﴿۱۷۹﴾

(૧૭૯) તેમને નિહાળતો રહે, ટૂંક સમયમાં તેઓ (અંજામ) જોઇ લેશે.

180

سُبۡحٰنَ رَبِّکَ رَبِّ الۡعِزَّۃِ عَمَّا یَصِفُوۡنَ ﴿۱۸۰﴾ۚ

(૧૮૦) પાક છે તારો પરવરદિગાર, જબરદસ્ત પરવરદિગાર એ સિફતોથી કે જે તેઓ બયાન કરે છે.

181

وَ سَلٰمٌ عَلَی الۡمُرۡسَلِیۡنَ ﴿۱۸۱﴾ۚ

(૧૮૧) અને તમામ રસૂલો પર સલામ થાય!

182

وَ الۡحَمۡدُ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۱۸۲﴾٪

(૧૮૨) અને દરેક વખાણ અલ્લાહ માટે છે જે દુનિયાઓનો પરવરદિગાર છે.