અલ-કુરઆન

56

Al-Waqia

سورة الواقعة


اِذَا وَقَعَتِ الۡوَاقِعَۃُ ۙ﴿۱﴾

(૧) જયારે બનનાર બનાવ બનશે :

لَیۡسَ لِوَقۡعَتِہَا کَاذِبَۃٌ ۘ﴿۲﴾

(૨) અને તે બનવાનો કોઇપણ ઇન્કાર નહિ કરી શકે!

خَافِضَۃٌ رَّافِعَۃٌ ۙ﴿۳﴾

(૩) તે (કયામત) અમુકને નીચે અમુકને ઉપર કરશે:

اِذَا رُجَّتِ الۡاَرۡضُ رَجًّا ۙ﴿۴﴾

(૪) જે વખતે ઝમીનને સખત રીતે ધ્રુજશે.

وَّ بُسَّتِ الۡجِبَالُ بَسًّا ۙ﴿۵﴾

(૫) અને પહાડ એકબીજા પર મારવામાં આવશે:

فَکَانَتۡ ہَبَآءً مُّنۡۢبَثًّا ۙ﴿۶﴾

(૬) પરિણામે તે બારીક રજકણો બની ફેલાઇ જશે:

وَّ کُنۡتُمۡ اَزۡوَاجًا ثَلٰثَۃً ؕ﴿۷﴾

(૭) અને તમે ત્રણ સમૂહ થઇ જશો.

فَاَصۡحٰبُ الۡمَیۡمَنَۃِ ۬ۙ مَاۤ اَصۡحٰبُ الۡمَیۡمَنَۃِ ؕ﴿۸﴾

(૮) (ખુશનસીબ) બરકતવાળાઓ ! કેવા બરકતવાળાઓ!

وَ اَصۡحٰبُ الۡمَشۡـَٔمَۃِ ۬ۙ مَاۤ اَصۡحٰبُ الۡمَشۡـَٔمَۃِ ؕ﴿۹﴾

(૯) (બદનસીબ) મનહુસ લોકો ! કેવા મનહુસ લોકો!

10

وَ السّٰبِقُوۡنَ السّٰبِقُوۡنَ ﴿ۚۙ۱۰﴾

(૧૦) અને આગળ વધી જનારા તો આગળ વધી જનારા જ છે:

11

اُولٰٓئِکَ الۡمُقَرَّبُوۡنَ ﴿ۚ۱۱﴾

(૧૧) અને તેઓ (અલ્લાહની) નજીક છે.

12

فِیۡ جَنّٰتِ النَّعِیۡمِ ﴿۱۲﴾

(૧૨) તેઓ નેઅમતોવાળી જન્નતોમાં છે.

13

ثُلَّۃٌ مِّنَ الۡاَوَّلِیۡنَ ﴿ۙ۱۳﴾

(૧૩) ઘણાંખરા સમૂહો અગાઉની ઉમ્મતમાંથી છે.

14

وَ قَلِیۡلٌ مِّنَ الۡاٰخِرِیۡنَ ﴿ؕ۱۴﴾

(૧૪) અને થોડા સમૂહો પાછળની ઉમ્મતમાંથી છે.

15

عَلٰی سُرُرٍ مَّوۡضُوۡنَۃٍ ﴿ۙ۱۵﴾

(૧૫) (રત્નજડીત) હારબંધ ગોઠવેલા તખ્તો પર:

16

مُّتَّکِـِٕیۡنَ عَلَیۡہَا مُتَقٰبِلِیۡنَ ﴿۱۶﴾

(૧૬) એક બીજાની સામે ટેકો દઇને બેઠેલી હાલતમાં છે.

17

یَطُوۡفُ عَلَیۡہِمۡ وِلۡدَانٌ مُّخَلَّدُوۡنَ ﴿ۙ۱۷﴾

(૧૭) તેમની આસપાસ હંમેશા જવાન રહેનારા છોકરાઓ ફરે :

18

بِاَکۡوَابٍ وَّ اَبَارِیۡقَ ۬ۙ وَ کَاۡسٍ مِّنۡ مَّعِیۡنٍ ﴿ۙ۱۸﴾

(૧૮) પ્યાલાઓ તથા કુંજાઓ, અને (શરાબનાં) જામો વહેતી નહેરમાંથી લઇને:

19

لَّا یُصَدَّعُوۡنَ عَنۡہَا وَ لَا یُنۡزِفُوۡنَ ﴿ۙ۱۹﴾

(૧૯) જેનાથી ન માથું દુ:ખશે અને ન નશો ચડશે:

20

وَ فَاکِہَۃٍ مِّمَّا یَتَخَیَّرُوۡنَ ﴿ۙ۲۰﴾

(૨૦) અને મેવામાથી જે કાંઇ પસંદ કરશે:

21

وَ لَحۡمِ طَیۡرٍ مِّمَّا یَشۡتَہُوۡنَ ﴿ؕ۲۱﴾

(૨૧) અને જે પરિન્દાઓનું ગોશ્ત તેઓ ચાહશે!

22

وَ حُوۡرٌ عِیۡنٌ ﴿ۙ۲۲﴾

(૨૨) અને મોટી મોટી આંખોવાળી હૂરો છે:

23

کَاَمۡثَالِ اللُّؤۡلُؤَ الۡمَکۡنُوۡنِ ﴿ۚ۲۳﴾

(૨૩) જાણે (છીપલામાં) છુપાયેલ મોતી.

24

جَزَآءًۢ بِمَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۲۴﴾

(૨૪) તેઓ જે કરતા હતા તેનો બદલો છે.

25

لَا یَسۡمَعُوۡنَ فِیۡہَا لَغۡوًا وَّ لَا تَاۡثِیۡمًا ﴿ۙ۲۵﴾

(૨૫) તેમાં ન કંઇ નકામી વાતો સાંભળશે અને ન ગુનાહોની વાતો:

26

اِلَّا قِیۡلًا سَلٰمًا سَلٰمًا ﴿۲۶﴾

(૨૬) સલામ છે સલામ સિવાય કલામ (સાંભળશે નહી)

27

وَ اَصۡحٰبُ الۡیَمِیۡنِ ۬ۙ مَاۤ اَصۡحٰبُ الۡیَمِیۡنِ ﴿ؕ۲۷﴾

(૨૭) અને બરકતવાળાઓ, કેવા બરકતવાળાઓ!

28

فِیۡ سِدۡرٍ مَّخۡضُوۡدٍ ﴿ۙ۲۸﴾

(૨૮) કાંટા વિનાની બોરડીના છાયડામાં છે.

29

وَّ طَلۡحٍ مَّنۡضُوۡدٍ ﴿ۙ۲۹﴾

(૨૯) તથા પાંદડાઓથી ભરાયેલ તલહ (નામના ઝાડ)ના છાયડામાં.

30

وَّ ظِلٍّ مَّمۡدُوۡدٍ ﴿ۙ۳۰﴾

(૩૦) તથા ફેલાએલી છાયા:

31

وَّ مَآءٍ مَّسۡکُوۡبٍ ﴿ۙ۳۱﴾

(૩૧) તથા વહેતા ઝરણાઓના કિનારે:

32

وَّ فَاکِہَۃٍ کَثِیۡرَۃٍ ﴿ۙ۳۲﴾

(૩૨) તથા પુષ્કળ ફળો:

33

لَّا مَقۡطُوۡعَۃٍ وَّ لَا مَمۡنُوۡعَۃٍ ﴿ۙ۳۳﴾

(૩૩) ન ખૂટશે, ન જેની મનાઇ કરવામાં આવશે.

34

وَّ فُرُشٍ مَّرۡفُوۡعَۃٍ ﴿ؕ۳۴﴾

(૩૪) અને ઊંચા પ્રકારની જીવનસાથી!

35

اِنَّاۤ اَنۡشَاۡنٰہُنَّ اِنۡشَآءً ﴿ۙ۳۵﴾

(૩૫) અમોએ તેણીઓનું નવીન સર્જન કર્યુ

36

فَجَعَلۡنٰہُنَّ اَبۡکَارًا ﴿ۙ۳۶﴾

(૩૬) અને અમોએ તેણીઓને બાકેરા (કુમારીકાઓ) બનાવી :

37

عُرُبًا اَتۡرَابًا ﴿ۙ۳۷﴾

(૩૭) સમાન વયની, મીઠુ અને સ્પષ્ટ બોલનારી અને શોહરોથી મોહબ્બત કરનારી છે:

38

لِّاَصۡحٰبِ الۡیَمِیۡنِ ﴿ؕ٪۳۸﴾

(૩૮) તેણીઓ બરકતવાળા લોકો માટે છે.

39

ثُلَّۃٌ مِّنَ الۡاَوَّلِیۡنَ ﴿ۙ۳۹﴾

(૩૯) જેમાંનો એક સમૂહ અગાઉના લોકોમાંથી છે:

40

وَ ثُلَّۃٌ مِّنَ الۡاٰخِرِیۡنَ ﴿ؕ۴۰﴾

(૪૦) અને એક સમૂહ પાછલાઓમાંથી છે!

41

وَ اَصۡحٰبُ الشِّمَالِ ۬ۙ مَاۤ اَصۡحٰبُ الشِّمَالِ ﴿ؕ۴۱﴾

(૪૧) અને મનહુસ લોકો, કેવા મનહુસ લોકો!

42

فِیۡ سَمُوۡمٍ وَّ حَمِیۡمٍ ﴿ۙ۴۲﴾

(૪૨) ઝહેરીલી હવા અને ઉકળતા પાણીમાં છે.

43

وَّ ظِلٍّ مِّنۡ یَّحۡمُوۡمٍ ﴿ۙ۴۳﴾

(૪૩) અને કાળા તથા ગરમ ધુમાડાની છાયામાં:

44

لَّا بَارِدٍ وَّ لَا کَرِیۡمٍ ﴿۴۴﴾

(૪૪) ન ઠંડો છે અને ન આરામદાયક.

45

اِنَّہُمۡ کَانُوۡا قَبۡلَ ذٰلِکَ مُتۡرَفِیۡنَ ﴿ۚۖ۴۵﴾

(૪૫) તેઓ એજ છે કે જેઓ આ પહેલાં નેઅમતોની મોજ-મસ્તીમાં ડુબેલા હતા.

46

وَ کَانُوۡا یُصِرُّوۡنَ عَلَی الۡحِنۡثِ الۡعَظِیۡمِ ﴿ۚ۴۶﴾

(૪૬) અને તે મોટા ગુનાહ ઉપર ઇસરાર કરતા હતા.

47

وَ کَانُوۡا یَقُوۡلُوۡنَ ۬ۙ اَئِذَا مِتۡنَا وَ کُنَّا تُرَابًا وَّ عِظَامًا ءَاِنَّا لَمَبۡعُوۡثُوۡنَ ﴿ۙ۴۷﴾

(૪૭) અને કહેતા હતા કે જ્યારે અમે મર્યા અને માટી તથા હાડકાં થઇ ગયા (ત્યારપછી) શું અમને ઉઠાડવામાં આવશે?

48

اَوَ اٰبَآؤُنَا الۡاَوَّلُوۡنَ ﴿۴۸﴾

(૪૮) અથવા અમારા બાપદાદાઓને (પણ ઉઠાડવામાં આવશે?!)

49

قُلۡ اِنَّ الۡاَوَّلِیۡنَ وَ الۡاٰخِرِیۡنَ ﴿ۙ۴۹﴾

(૪૯) તું કહે કે બેશક આગલાઓને અને પાછલાઓને:

50

لَمَجۡمُوۡعُوۡنَ ۬ۙ اِلٰی مِیۡقَاتِ یَوۡمٍ مَّعۡلُوۡمٍ ﴿۵۰﴾

(૫૦) એ મુકર્રર દિવસે વાયદાની જગ્યા પર બધાને જમા કરવામાં આવશે.

51

ثُمَّ اِنَّکُمۡ اَیُّہَا الضَّآلُّوۡنَ الۡمُکَذِّبُوۡنَ ﴿ۙ۵۱﴾

(૫૧) ત્યારબાદ તમે અય ગુમરાહો ! અને જૂઠલાવનારાઓ !

52

لَاٰکِلُوۡنَ مِنۡ شَجَرٍ مِّنۡ زَقُّوۡمٍ ﴿ۙ۵۲﴾

(૫૨) જરૂર તમે થોરના ઝાડમાંથી ખાશો:

53

فَمَالِـُٔوۡنَ مِنۡہَا الۡبُطُوۡنَ ﴿ۚ۵۳﴾

(૫૩) અને તેના વડે પોતાના પેટ ભરશો.

54

فَشٰرِبُوۡنَ عَلَیۡہِ مِنَ الۡحَمِیۡمِ ﴿ۚ۵۴﴾

(૫૪) પછી તેના ઉપર ઉકળતું પાણી પીશો.

55

فَشٰرِبُوۡنَ شُرۡبَ الۡہِیۡمِ ﴿ؕ۵۵﴾

(૫૫) પછી એવી રીતે પીશો જેવી રીતે તરસની બીમારીવાળા ઊંટો પીવે છે.

56

ہٰذَا نُزُلُہُمۡ یَوۡمَ الدِّیۡنِ ﴿ؕ۵۶﴾

(૫૬) બદલાના દિવસે તેમની આ મહેમાન નવાજી છે!

57

نَحۡنُ خَلَقۡنٰکُمۡ فَلَوۡ لَا تُصَدِّقُوۡنَ ﴿۵۷﴾

(૫૭) અમોએ તમને પેદા કર્યા, પછી શા માટે (સજીવન થવાને) કબૂલ કરતા નથી?

58

اَفَرَءَیۡتُمۡ مَّا تُمۡنُوۡنَ ﴿ؕ۵۸﴾

(૫૮) શું તમે તે નુત્ફાને જાણો છો કે જેને તમે રહેમમાં નાખો છો ?

59

ءَاَنۡتُمۡ تَخۡلُقُوۡنَہٗۤ اَمۡ نَحۡنُ الۡخٰلِقُوۡنَ ﴿۵۹﴾

(૫૯) શું તમે તેને ખલ્ક કરો છો કે અમે ખલ્ક કરીએ છીએ ?

60

نَحۡنُ قَدَّرۡنَا بَیۡنَکُمُ الۡمَوۡتَ وَ مَا نَحۡنُ بِمَسۡبُوۡقِیۡنَ ﴿ۙ۶۰﴾

(૬૦) અમોએ તમારી વચ્ચે મૌતને મુકદ્દર કરી, અને હરગિઝ કોઇ અમારા કરતા આગળ વધતુ નથી!

61

عَلٰۤی اَنۡ نُّبَدِّلَ اَمۡثَالَکُمۡ وَ نُنۡشِئَکُمۡ فِیۡ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۶۱﴾

(૬૧) જેથી તમારી જગ્યાએ તમારા જેવા બીજાને લાવીએ, અને તમને એવી દુનિયામાં નવીન સર્જન બક્ષીએ કે જેને તમે જાણતા નથી!

62

وَ لَقَدۡ عَلِمۡتُمُ النَّشۡاَۃَ الۡاُوۡلٰی فَلَوۡ لَا تَذَکَّرُوۡنَ ﴿۶۲﴾

(૬૨) અને પ્રથમ ખિલ્કતને જાણી, પછી શા માટે નસીહત હાંસિલ કરતા નથી ?

63

اَفَرَءَیۡتُمۡ مَّا تَحۡرُثُوۡنَ ﴿ؕ۶۳﴾

(૬૩) શું તમે જે ખેતી કરો છો તેના વિશે વિચાર્યુ?

64

ءَاَنۡتُمۡ تَزۡرَعُوۡنَہٗۤ اَمۡ نَحۡنُ الزّٰرِعُوۡنَ ﴿۶۴﴾

(૬૪) તેને તમે ઊગાડો છો કે અમે ઊગાડીએ છીએ?!

65

لَوۡ نَشَآءُ لَجَعَلۡنٰہُ حُطَامًا فَظَلۡتُمۡ تَفَکَّہُوۡنَ ﴿۶۵﴾

(૬૫) જ્યારે અમે ચાહીએ ત્યારે તેને કચડાઇ ગયેલુ ખડ બનાવી દઇએ કે તમે નવાઇ પામો!

66

اِنَّا لَمُغۡرَمُوۡنَ ﴿ۙ۶۶﴾

(૬૬) (એવી રીતે કે તમે કહો) બેશક અમે નુકસાન ભોગવ્યુ:

67

بَلۡ نَحۡنُ مَحۡرُوۡمُوۡنَ ﴿۶۷﴾

(૬૭) બલ્કે અમે સંપૂર્ણ મહેરૂમ થઇ ગયા!

68

اَفَرَءَیۡتُمُ الۡمَآءَ الَّذِیۡ تَشۡرَبُوۡنَ ﴿ؕ۶۸﴾

(૬૮) શું તમે જે પાણી પીઓ છો તેના વિશે વિચાર્યુ છે?!

69

ءَاَنۡتُمۡ اَنۡزَلۡتُمُوۡہُ مِنَ الۡمُزۡنِ اَمۡ نَحۡنُ الۡمُنۡزِلُوۡنَ ﴿۶۹﴾

(૬૯) શું તમે તેને વાદળોમાંથી વરસાવ્યું છે અથવા અમે તેને વરસાવીએ છીએે?!

70

لَوۡ نَشَآءُ جَعَلۡنٰہُ اُجَاجًا فَلَوۡ لَا تَشۡکُرُوۡنَ ﴿۷۰﴾

(૭૦) જ્યારે અમે ચાહીએ ત્યારે આ (મનપસંદ પાણી)ને કડવુ અને ખારૂં કરી નાખીએ, પછી શા માટે શુક્ર કરતા નથી?!

71

اَفَرَءَیۡتُمُ النَّارَ الَّتِیۡ تُوۡرُوۡنَ ﴿ؕ۷۱﴾

(૭૧) શું તમોએ તે આગ વિશે વિચાર્યુ છે જેને સળગાવો છો?

72

ءَاَنۡتُمۡ اَنۡشَاۡتُمۡ شَجَرَتَہَاۤ اَمۡ نَحۡنُ الۡمُنۡشِـُٔوۡنَ ﴿۷۲﴾

(૭૨) શું તમે તે ઝાડને પેદા કર્યા છે કે અમે પેદા કર્યા છે?!

73

نَحۡنُ جَعَلۡنٰہَا تَذۡکِرَۃً وَّ مَتَاعًا لِّلۡمُقۡوِیۡنَ ﴿ۚ۷۳﴾

(૭૩) અમોએ તેને યાદ દેવડાવનારી વસ્તુ અને મુસાફરો માટે ઉપયોગી વસ્તુ બનાવી છે.

74

فَسَبِّحۡ بِاسۡمِ رَبِّکَ الۡعَظِیۡمِ ﴿٪ؓ۷۴﴾

(૭૪) માટે તું તારા મહાન પરવરદિગારના નામની તસ્બીહ કર.

75

فَلَاۤ اُقۡسِمُ بِمَوٰقِعِ النُّجُوۡمِ ﴿ۙ۷۵﴾

(૭૫) અને સિતારાઓની જગ્યાની કસમ:

76

وَ اِنَّہٗ لَقَسَمٌ لَّوۡ تَعۡلَمُوۡنَ عَظِیۡمٌ ﴿ۙ۷۶﴾

(૭૬) અને જો તમે જાણો તો આ બહુ મોટી કસમ છે!

77

اِنَّہٗ لَقُرۡاٰنٌ کَرِیۡمٌ ﴿ۙ۷۷﴾

(૭૭) કે તે મોહતરમ કુરઆન છે:

78

فِیۡ کِتٰبٍ مَّکۡنُوۡنٍ ﴿ۙ۷۸﴾

(૭૮) જેને એક છુપી કિતાબમાં રાખેલ છે :

79

لَّا یَمَسُّہٗۤ اِلَّا الۡمُطَہَّرُوۡنَ ﴿ؕ۷۹﴾

(૭૯) તેને પાકીઝા લોકો સિવાય કોઇ અડી શકતુ નથી.

80

تَنۡزِیۡلٌ مِّنۡ رَّبِّ الۡعٰلَمِیۡنَ ﴿۸۰﴾

(૮૦) તે બધી દુનિયાઓના પરવરદિગાર તરફથી નાઝિલ થયેલ છે.

81

اَفَبِہٰذَا الۡحَدِیۡثِ اَنۡتُمۡ مُّدۡہِنُوۡنَ ﴿ۙ۸۱﴾

(૮૧) શું તમે આ કલામને હલકો સમજો છો?

82

وَ تَجۡعَلُوۡنَ رِزۡقَکُمۡ اَنَّکُمۡ تُکَذِّبُوۡنَ ﴿۸۲﴾

(૮૨) અને તમને આપેલ રોઝીનો શુક્ર બજાવી લાવવાના બદલે આ (કલામ)ને જૂઠલાવો છો?!

83

فَلَوۡ لَاۤ اِذَا بَلَغَتِ الۡحُلۡقُوۡمَ ﴿ۙ۸۳﴾

(૮૩) પછી શા માટે જે સમયે જીવ ગળા સુધી પહોંચી જાય (પલટાવી નથી શકતા)!?

84

وَ اَنۡتُمۡ حِیۡنَئِذٍ تَنۡظُرُوۡنَ ﴿ۙ۸۴﴾

(૮૪) અને તે સમયે તમે જોતા જ રહો છો:

85

وَ نَحۡنُ اَقۡرَبُ اِلَیۡہِ مِنۡکُمۡ وَ لٰکِنۡ لَّا تُبۡصِرُوۡنَ ﴿۸۵﴾

(૮૫) અને અમે તમારા કરતાં (મરનારથી) વધુ નજીક છીએ, પરંતુ તમે જોતા નથી.

86

فَلَوۡ لَاۤ اِنۡ کُنۡتُمۡ غَیۡرَ مَدِیۡنِیۡنَ ﴿ۙ۸۶﴾

(૮૬) જો (આખેરતમાં તમારા આમાલનો) બદલો આપવામાં નહી આવે:

87

تَرۡجِعُوۡنَہَاۤ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۸۷﴾

(૮૭) તો પછી તે (જીવ)ને પાછો ફેરવો જો તમે સાચુ કહો છો !

88

فَاَمَّاۤ اِنۡ کَانَ مِنَ الۡمُقَرَّبِیۡنَ ﴿ۙ۸۸﴾

(૮૮) પછી જો તે (મરનાર) નજીકવાળાઓમાંથી (મુકર્રબીન સમૂહમાંથી) હશે:

89

فَرَوۡحٌ وَّ رَیۡحَانٌ ۬ۙ وَّ جَنَّتُ نَعِیۡمٍ ﴿۸۹﴾

(૮૯) તો તેના માટે રાહત તથા સુગંધી ફૂલો અને નેઅમતોવાળી જન્નત છે.

90

وَ اَمَّاۤ اِنۡ کَانَ مِنۡ اَصۡحٰبِ الۡیَمِیۡنِ ﴿ۙ۹۰﴾

(૯૦) અને જો તે બરકતવાળાઓમાંથી હશે:

91

فَسَلٰمٌ لَّکَ مِنۡ اَصۡحٰبِ الۡیَمِیۡنِ ﴿ؕ۹۱﴾

(૯૧) તો (કહેવામાં આવશે) સલામ તારા ઉપર તારા દોસ્તો તરફથી જેઓ બરકતવાળા છે.

92

وَ اَمَّاۤ اِنۡ کَانَ مِنَ الۡمُکَذِّبِیۡنَ الضَّآلِّیۡنَ ﴿ۙ۹۲﴾

(૯૨) પરંતુ જો તે જૂઠલાવનારા ગુમરાહોમાંથી હશે:

93

فَنُزُلٌ مِّنۡ حَمِیۡمٍ ﴿ۙ۹۳﴾

(૯૩) તો ઉકળતા પાણીની મહેમાન નવાજી છે:

94

وَّ تَصۡلِیَۃُ جَحِیۡمٍ ﴿۹۴﴾

(૯૪) અને જહન્નમમાં દાખલ થવાનુ છે.

95

اِنَّ ہٰذَا لَہُوَ حَقُّ الۡیَقِیۡنِ ﴿ۚ۹۵﴾

(૯૫) અને આ બાબત બરહક અને યકીની છે :

96

فَسَبِّحۡ بِاسۡمِ رَبِّکَ الۡعَظِیۡمِ ﴿٪۹۶﴾

(૯૬) માટે તું તારા બુઝુર્ગીવાળા પરવરદિગારના નામની તસ્બીહ કર.