سورة الطارق
وَ السَّمَآءِ وَ الطَّارِقِ ۙ﴿۱﴾
(૧) કસમ છે આસમાનની અને રાતને (રોશનીથી) કુટનાર (સિતારા)ની
وَ مَاۤ اَدۡرٰىکَ مَا الطَّارِقُ ۙ﴿۲﴾
(૨) અને તું શું સમજે કે કુટનાર કંઇ ચીઝ છે?
النَّجۡمُ الثَّاقِبُ ۙ﴿۳﴾
(૩) તે એક ચમકતો અંધકાર ચિરનાર સિતારો છે:
اِنۡ کُلُّ نَفۡسٍ لَّمَّا عَلَیۡہَا حَافِظٌ ؕ﴿۴﴾
(૪) કોઇપણ એવો નથી કે જેના ઉપર મુહાફીઝ ન હોય!
فَلۡیَنۡظُرِ الۡاِنۡسَانُ مِمَّ خُلِقَ ؕ﴿۵﴾
(૫) માટે ઈન્સાન જોવુ જોઇએ કે તેને કંઇ વસ્તુમાંથી પેદા કરવામાં આવ્યો છે!
خُلِقَ مِنۡ مَّآءٍ دَافِقٍ ۙ﴿۶﴾
(૬) તેને એક ઉછળતા પાણીમાંથી પેદા કરવામાં આવ્યો છે:
یَّخۡرُجُ مِنۡۢ بَیۡنِ الصُّلۡبِ وَ التَّرَآئِبِ ؕ﴿۷﴾
(૭) જે પીઠ અને છાતી(નાં હાડકાંઓ)ની વચ્ચેથી નીકળે છે.
اِنَّہٗ عَلٰی رَجۡعِہٖ لَقَادِرٌ ؕ﴿۸﴾
(૮) બેશક તે (અલ્લાહ) પલટાવવા (સજીવન કરવા)ની કુદરત રાખે છે.
یَوۡمَ تُبۡلَی السَّرَآئِرُ ۙ﴿۹﴾
(૯) જે દિવસે છુપા ભેદો જાહેર થઇ જશે:
فَمَا لَہٗ مِنۡ قُوَّۃٍ وَّ لَا نَاصِرٍ ﴿ؕ۱۰﴾
(૧૦) તેની માટે કોઇ તાકત અને કોઇ મદદગાર નથી!
وَ السَّمَآءِ ذَاتِ الرَّجۡعِ ﴿ۙ۱۱﴾
(૧૧) કસમ વરસાદથી ભરપૂર આસમાનની:
وَ الۡاَرۡضِ ذَاتِ الصَّدۡعِ ﴿ۙ۱۲﴾
(૧૨) અને ફાટતી ઝમીનની (કે જેમાંથી વનસ્પતિ ઉગી નીકળે છે) :
اِنَّہٗ لَقَوۡلٌ فَصۡلٌ ﴿ۙ۱۳﴾
(૧૩) બેશક આ (હકથી બાતિલને) અલગ કરનાર કોલ છે:
وَّ مَا ہُوَ بِالۡہَزۡلِ ﴿ؕ۱۴﴾
(૧૪) અને તે મજાક નથી!
اِنَّہُمۡ یَکِیۡدُوۡنَ کَیۡدًا ﴿ۙ۱۵﴾
(૧૫) બેશક તેઓ સતત મક્કારી કરે છે :
وَّ اَکِیۡدُ کَیۡدًا ﴿ۚۖ۱۶﴾
(૧૬) અને હું (તેને નિષ્ફળ બનાવવાની) તદબીર કરૂ છું.
فَمَہِّلِ الۡکٰفِرِیۡنَ اَمۡہِلۡہُمۡ رُوَیۡدًا ﴿٪۱۷﴾
(૧૭) માટે તું નાસ્તિકોને (તેમના હાલ પર) રહેવા દે, થોડીક મોહલત આપ.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો