અલ-કુરઆન

67

Al-Mulk

سورة الملك


تَبٰرَکَ الَّذِیۡ بِیَدِہِ الۡمُلۡکُ ۫ وَ ہُوَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرُۨ ۙ﴿۱﴾

(૧) બરકતવાળો છે તે કે જેના હાથમાં (કાએનાતની) બાદશાહત છે અને તે દરેક વસ્તુ પર કાદીર છે:

الَّذِیۡ خَلَقَ الۡمَوۡتَ وَ الۡحَیٰوۃَ لِیَبۡلُوَکُمۡ اَیُّکُمۡ اَحۡسَنُ عَمَلًا ؕ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡغَفُوۡرُ ۙ﴿۲﴾

(૨) તેણે મોત અને હયાતને પેદા કર્યા જેથી તમને અજમાવે કે તમારામાંથી કોણ બહેતરીન અમલ કરનાર છે; અને તે જબરદસ્ત અને માફ કરનાર છે:

الَّذِیۡ خَلَقَ سَبۡعَ سَمٰوٰتٍ طِبَاقًا ؕ مَا تَرٰی فِیۡ خَلۡقِ الرَّحۡمٰنِ مِنۡ تَفٰوُتٍ ؕ فَارۡجِعِ الۡبَصَرَ ۙ ہَلۡ تَرٰی مِنۡ فُطُوۡرٍ ﴿۳﴾

(૩) જેણે ઉપરા ઉપરી સાત આસમાનોને પેદા કર્યા તું રહેમાન (ખુદા)ની ખિલ્કતમાં કંઇપણ ખામી કે વિરોધાભાસ નહી જોવે; પછી ફરીથી નજર કર, શું તને કંઇ ખોડખાંપણ દેખાય છે?!

ثُمَّ ارۡجِعِ الۡبَصَرَ کَرَّتَیۡنِ یَنۡقَلِبۡ اِلَیۡکَ الۡبَصَرُ خَاسِئًا وَّ ہُوَ حَسِیۡرٌ ﴿۴﴾

(૪) ત્યારબાદ ફરીવાર નજર કર, છેવટે નજર થાકીને પાછી ફરશે એવી હાલતમાં કે કંઇ (ખામી) નહિં દેખાય.

وَ لَقَدۡ زَیَّنَّا السَّمَآءَ الدُّنۡیَا بِمَصَابِیۡحَ وَ جَعَلۡنٰہَا رُجُوۡمًا لِّلشَّیٰطِیۡنِ وَ اَعۡتَدۡنَا لَہُمۡ عَذَابَ السَّعِیۡرِ ﴿۵﴾

(૫) અને અમોએ દુનિયાના આસમાનને દીવાઓથી (તારાઓથી) ઝીનત આપી છે, અને સિતારાઓને શૈતાનને મારવાના તીર બનાવ્યા, અને તેમના માટે (જહન્નમની) આગનો અઝાબ તૈયાર રાખ્યો!

وَ لِلَّذِیۡنَ کَفَرُوۡا بِرَبِّہِمۡ عَذَابُ جَہَنَّمَ ؕ وَ بِئۡسَ الۡمَصِیۡرُ ﴿۶﴾

(૬) અને જેઓ પોતાના રબ પ્રત્યે નાસ્તિક થયા તેઓનો અઝાબ જહન્નમ છે; અને તે કેવો ખરાબ અંજામ છે!

اِذَاۤ اُلۡقُوۡا فِیۡہَا سَمِعُوۡا لَہَا شَہِیۡقًا وَّ ہِیَ تَفُوۡرُ ۙ﴿۷﴾

(૭) જયારે તેઓને તેમાં નાખવામાં આવશે ત્યારે ડરામણી ચીસ સાંભળશે, અને એવી હાલતમાં કે તે સતત ઊકળતી હશે:

تَکَادُ تَمَیَّزُ مِنَ الۡغَیۡظِ ؕ کُلَّمَاۤ اُلۡقِیَ فِیۡہَا فَوۡجٌ سَاَلَہُمۡ خَزَنَتُہَاۤ اَلَمۡ یَاۡتِکُمۡ نَذِیۡرٌ ﴿۸﴾

(૮) નઝદીક છે કે તે જોશના લીધે ટુકડે ટુકડા થઇ જાય; જયારે પણ કોઇ સમૂહને તેમાં નાખવામાં આવશે ત્યારે તેના મુહાફીઝો તેમને સવાલ કરશે "શું તમારી પાસે કોઇ ડરાવનાર આવ્યો ન હતો?"

قَالُوۡا بَلٰی قَدۡ جَآءَنَا نَذِیۡرٌ ۬ۙ فَکَذَّبۡنَا وَ قُلۡنَا مَا نَزَّلَ اللّٰہُ مِنۡ شَیۡءٍ ۚۖ اِنۡ اَنۡتُمۡ اِلَّا فِیۡ ضَلٰلٍ کَبِیۡرٍ ﴿۹﴾

(૯) તેઓ કહેશે કે હા, ડરાવનાર અમારી પાસે આવ્યો, પરંતુ અમોએ તેને જૂઠલાવ્યો અને કહ્યુ કે અલ્લાહે કંઇપણ નાઝિલ નથી કર્યુ અને તમે મોટી ગુમરાહીમાં છો!

10

وَ قَالُوۡا لَوۡ کُنَّا نَسۡمَعُ اَوۡ نَعۡقِلُ مَا کُنَّا فِیۡۤ اَصۡحٰبِ السَّعِیۡرِ ﴿۱۰﴾

(૧૦) અને તેઓ કહેશે કે જો અમે વાત સાંભળતા અને વિચારતા તો અમે જહન્નમીઓ વચ્ચે ન હોત.

11

فَاعۡتَرَفُوۡا بِذَنۡۢبِہِمۡ ۚ فَسُحۡقًا لِّاَصۡحٰبِ السَّعِیۡرِ ﴿۱۱﴾

(૧૧) અહિયા તેઓ પોતાના ગુનાહોને કબૂલ કર્યા અને લાનત થાય સઇરવાળાઓ પર.

12

اِنَّ الَّذِیۡنَ یَخۡشَوۡنَ رَبَّہُمۡ بِالۡغَیۡبِ لَہُمۡ مَّغۡفِرَۃٌ وَّ اَجۡرٌ کَبِیۡرٌ ﴿۱۲﴾

(૧૨) બેશક જેઓ ખાનગીમાં પોતાના પરવરદિગારથી ડરે છે તે લોકો માટે માફી અને મોટો બદલો છે!

13

وَ اَسِرُّوۡا قَوۡلَکُمۡ اَوِ اجۡہَرُوۡا بِہٖ ؕ اِنَّہٗ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۱۳﴾

(૧૩) અને તમે લોકો તમારી વાત છુપાવો કે જાહેર (ફરક નથી) કારણકે તે જે કાંઇ છાતીઓ/દિલોમાં છે તેને જાણે છે.

14

اَلَا یَعۡلَمُ مَنۡ خَلَقَ ؕ وَ ہُوَ اللَّطِیۡفُ الۡخَبِیۡرُ ﴿٪۱۴﴾

(૧૪) અને શું જેણે પૈદા કર્યા છે તે (મખ્લૂકની હાલત) નથી જાણતો?! એવી હાલતમાં કે તે ઝીણવટભર્યા ભેદોથી માહિતગાર, જાણકાર છે.

15

ہُوَ الَّذِیۡ جَعَلَ لَکُمُ الۡاَرۡضَ ذَلُوۡلًا فَامۡشُوۡا فِیۡ مَنَاکِبِہَا وَ کُلُوۡا مِنۡ رِّزۡقِہٖ ؕ وَ اِلَیۡہِ النُّشُوۡرُ ﴿۱۵﴾

(૧૫) તે એજ છે કે જેણે ઝમીનને તમારા તાબે કરી જેથી તેના -ખભા- ઉપર ચાલો, અને તે (અલ્લાહ)ની રોઝીમાંથી ખાવ તથા તેની જ તરફ મહેશૂર થવાનુ છે!

16

ءَاَمِنۡتُمۡ مَّنۡ فِی السَّمَآءِ اَنۡ یَّخۡسِفَ بِکُمُ الۡاَرۡضَ فَاِذَا ہِیَ تَمُوۡرُ ﴿ۙ۱۶﴾

(૧૬) શુ જે આસમાનમાં છે તેના તરફથી સલામત થઇ ગયા છો કે તમને ઝમીનમાં ધસાવી દ્યે પછી એકાએક ઝમીન ધ્રુજવા લાગે?!

17

اَمۡ اَمِنۡتُمۡ مَّنۡ فِی السَّمَآءِ اَنۡ یُّرۡسِلَ عَلَیۡکُمۡ حَاصِبًا ؕ فَسَتَعۡلَمُوۡنَ کَیۡفَ نَذِیۡرِ ﴿۱۷﴾

(૧૭) અથવા શુ જે આસમાનમાં છે તેના તરફથી સલામત થઇ ગયા છો કે પત્થરવાળો તોફાની પવન તમારા ઉપર મોકલે?! પછી તમે જલ્દી જાણી લેશો કે મારૂં ડરાવવું કેવુ છે!

18

وَ لَقَدۡ کَذَّبَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ فَکَیۡفَ کَانَ نَکِیۡرِ ﴿۱۸﴾

(૧૮) અને તેમની અગાઉના લોકોએ (નિશાનીઓ) જૂઠલાવી પરંતુ (જોવ મારો) અઝાબ કેવો હતો!

19

اَوَ لَمۡ یَرَوۡا اِلَی الطَّیۡرِ فَوۡقَہُمۡ صٰٓفّٰتٍ وَّ یَقۡبِضۡنَ ؔۘؕ مَا یُمۡسِکُہُنَّ اِلَّا الرَّحۡمٰنُ ؕ اِنَّہٗ بِکُلِّ شَیۡءٍۭ بَصِیۡرٌ ﴿۱۹﴾

(૧૯) શું તેઓએ તેમની ઉપર પક્ષીઓને નથી જોયા કે ક્યારેક પાંખો ફેલાવે છે અને ક્યારેક સંકેલી લ્યે છે? તેમને હવામાં રહેમાન (અલ્લાહ) સિવાય બીજું કોઇ સંભાળીને રાખતુ નથી કારણકે તે જ દરેક વસ્તુ(ની જરૂરત)ને જાણે છે.

20

اَمَّنۡ ہٰذَا الَّذِیۡ ہُوَ جُنۡدٌ لَّکُمۡ یَنۡصُرُکُمۡ مِّنۡ دُوۡنِ الرَّحۡمٰنِ ؕ اِنِ الۡکٰفِرُوۡنَ اِلَّا فِیۡ غُرُوۡرٍ ﴿ۚ۲۰﴾

(૨૦) શું આ કે જે તમારૂ લશ્કર છે રહેમાનની સામે તમારી મદદ કરી શકશે? (પરંતુ) નાસ્તિકો ફકત ફરેબમાં ગિરફતાર છે.

21

اَمَّنۡ ہٰذَا الَّذِیۡ یَرۡزُقُکُمۡ اِنۡ اَمۡسَکَ رِزۡقَہٗ ۚ بَلۡ لَّجُّوۡا فِیۡ عُتُوٍّ وَّ نُفُوۡرٍ ﴿۲۱﴾

(૨૧) અથવા જે તમને રોઝી આપે છે જો તે તેની રોઝી રોકી લ્યે તો તમારી જરૂરતો પૂરી કરી શકશો?! પરંતુ નાસ્તિકો સરકશીમાં હકીકતથી ભાગવાની હઠ કરે છે.

22

اَفَمَنۡ یَّمۡشِیۡ مُکِبًّا عَلٰی وَجۡہِہٖۤ اَہۡدٰۤی اَمَّنۡ یَّمۡشِیۡ سَوِیًّا عَلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۲۲﴾

(૨૨) શું તે કે જે ઊંધે માથે ચાલે છે તે હિદાયતની નજદીક છે અથવા તે કે જે સીધા રસ્તા પર સીધો ચાલે છે?

23

قُلۡ ہُوَ الَّذِیۡۤ اَنۡشَاَکُمۡ وَ جَعَلَ لَکُمُ السَّمۡعَ وَ الۡاَبۡصَارَ وَ الۡاَفۡـِٕدَۃَ ؕ قَلِیۡلًا مَّا تَشۡکُرُوۡنَ ﴿۲۳﴾

(૨૩) તું કહે કે તે એ જ છે કે જેણે તમને પૈદા કર્યા અને તમારા માટે કાન, આંખ અને દિલ બનાવ્યા, પરંતુ તમે ઓછો શુક્ર કરો છો!

24

قُلۡ ہُوَ الَّذِیۡ ذَرَاَکُمۡ فِی الۡاَرۡضِ وَ اِلَیۡہِ تُحۡشَرُوۡنَ ﴿۲۴﴾

(૨૪) તું કહે કે તે એ જ છે કે જેણે તમને ઝમીનમાં પેદા કર્યા અને તેની જ તરફ તમને પાછા ભેગા કરવામાં આવશે!

25

وَ یَقُوۡلُوۡنَ مَتٰی ہٰذَا الۡوَعۡدُ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۲۵﴾

(૨૫) અને તેઓ કહે છે કે જો તમે સાચુ કહો છો તો આ વાયદાનો સમય ક્યારે છે?

26

قُلۡ اِنَّمَا الۡعِلۡمُ عِنۡدَ اللّٰہِ ۪ وَ اِنَّمَاۤ اَنَا نَذِیۡرٌ مُّبِیۡنٌ ﴿۲۶﴾

(૨૬) તું કહે કે (તેનુ) ઇલ્મ ફકત અલ્લાહ પાસે છે, અને હું માત્ર એક ખુલ્લો ડરાવનારો છું.

27

فَلَمَّا رَاَوۡہُ زُلۡفَۃً سِیۡٓـَٔتۡ وُجُوۡہُ الَّذِیۡنَ کَفَرُوۡا وَ قِیۡلَ ہٰذَا الَّذِیۡ کُنۡتُمۡ بِہٖ تَدَّعُوۡنَ ﴿۲۷﴾

(૨૭) જયારે તેઓ તે (અઝાબ)ને નજદીકથી નિહાળશે ત્યારે નાસ્તિકોના મોઢા કાળા પડી/બગડી જશે, અને તેમને કહેવામાં આવશે કે આ એ જ છે કે જેની તમે માંગણી કરતા હતા.

28

قُلۡ اَرَءَیۡتُمۡ اِنۡ اَہۡلَکَنِیَ اللّٰہُ وَ مَنۡ مَّعِیَ اَوۡ رَحِمَنَا ۙ فَمَنۡ یُّجِیۡرُ الۡکٰفِرِیۡنَ مِنۡ عَذَابٍ اَلِیۡمٍ ﴿۲۸﴾

(૨૮) તું કહે કે મને બતાવો કે "અલ્લાહ મને અને મારા સાથીઓને હલાક કરી નાખે અથવા અમારા ઉપર મહેરબાની કરે, (પરંતુ) કોણ નાસ્તિકોને દર્દનાક અઝાબથી બચાવશે?"

29

قُلۡ ہُوَ الرَّحۡمٰنُ اٰمَنَّا بِہٖ وَ عَلَیۡہِ تَوَکَّلۡنَا ۚ فَسَتَعۡلَمُوۡنَ مَنۡ ہُوَ فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۲۹﴾

(૨૯) તું કહે કે એ જ રહેમાન (અલ્લાહ) છે કે જેના ઉપર અમે ઇમાન લાવ્યા છીએ, અને તેના જ ઉપર અમે આધાર રાખીએ છીએ, તમે નજીકમાં જ જાણી લેશો કે કોણ ખુલ્લી ગુમરાહીમાં છે ?

30

قُلۡ اَرَءَیۡتُمۡ اِنۡ اَصۡبَحَ مَآؤُکُمۡ غَوۡرًا فَمَنۡ یَّاۡتِیۡکُمۡ بِمَآءٍ مَّعِیۡنٍ ﴿٪۳۰﴾

(૩૦) તું કહી દે કે મને બતાવો કે અગર તમારૂં પાણી ઝમીનમાં ઊંડુ ઊતરી જાય તો તમારા માટે મનપસંદ વહેતું પાણી બહાર કોણ લાવશે ?