Al-Fath
سورة الفتح
لِّیَغۡفِرَ لَکَ اللّٰہُ مَا تَقَدَّمَ مِنۡ ذَنۡۢبِکَ وَ مَا تَاَخَّرَ وَ یُتِمَّ نِعۡمَتَہٗ عَلَیۡکَ وَ یَہۡدِیَکَ صِرَاطًا مُّسۡتَقِیۡمًا ۙ﴿۲﴾
(૨) જેથી તમારી તરફ (જે) આગલા-પાછલા ગુનાહ(ની નિસ્બત) કરે. (એટલે તમારી સચ્ચાઇ સાબિત કરી દે.) તથા તમારા ઉપર પોતાની નેઅમતને તમામ કરે, અને તમને સીધા રસ્તાની હિદાયત આપે:
ہُوَ الَّذِیۡۤ اَنۡزَلَ السَّکِیۡنَۃَ فِیۡ قُلُوۡبِ الۡمُؤۡمِنِیۡنَ لِیَزۡدَادُوۡۤا اِیۡمَانًا مَّعَ اِیۡمَانِہِمۡ ؕ وَ لِلّٰہِ جُنُوۡدُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ کَانَ اللّٰہُ عَلِیۡمًا حَکِیۡمًا ۙ﴿۴﴾
(૪) તેણે મોઅમીનોના દિલોમાં સુકુન નાઝિલ કર્યુ જેથી તેમના ઇમાનમાં વધારો થાય, ઝમીન અને આસમાનોના બધા લશ્કર અલ્લાહના માટે છે; અને અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે.
لِّیُدۡخِلَ الۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُؤۡمِنٰتِ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا وَ یُکَفِّرَ عَنۡہُمۡ سَیِّاٰتِہِمۡ ؕ وَ کَانَ ذٰلِکَ عِنۡدَ اللّٰہِ فَوۡزًا عَظِیۡمًا ۙ﴿۵﴾
(૫) જેથી મોમીન મર્દો અને મોમીના ઔરતોને જન્નતોમાં દાખલ કરે જેના નીચે નહેરો વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે અને તેમની બૂરાઇઓને તેમનાથી દૂર કરે; અને અલ્લાહની નજીક એ જ મહાન કામ્યાબી છે.
وَّ یُعَذِّبَ الۡمُنٰفِقِیۡنَ وَ الۡمُنٰفِقٰتِ وَ الۡمُشۡرِکِیۡنَ وَ الۡمُشۡرِکٰتِ الظَّآنِّیۡنَ بِاللّٰہِ ظَنَّ السَّوۡءِ ؕ عَلَیۡہِمۡ دَآئِرَۃُ السَّوۡءِ ۚ وَ غَضِبَ اللّٰہُ عَلَیۡہِمۡ وَ لَعَنَہُمۡ وَ اَعَدَّ لَہُمۡ جَہَنَّمَ ؕ وَ سَآءَتۡ مَصِیۡرًا ﴿۶﴾
(૬) અને મુનાફીક મર્દો તથા મુનાફીક ઔરતો અને મુશરિક મર્દો તથા મુશરિક ઔરતો કે જેઓ અલ્લાહના બારામાં બદગુમાની કરે છે તેમને સજા કરે, તેમના ઉપર ખરાબ (અઝાબનો) વંટોળ થાય અને તેમના ઉપર અલ્લાહનો ગઝબ કર્યો અને તેમના ઉપર અલ્લાહે લાનત કરી અને તેમના માટે જહન્નમ તૈયાર કરી; કેવુ ખરાબ પરિણામ છે!
اِنَّ الَّذِیۡنَ یُبَایِعُوۡنَکَ اِنَّمَا یُبَایِعُوۡنَ اللّٰہَ ؕ یَدُ اللّٰہِ فَوۡقَ اَیۡدِیۡہِمۡ ۚ فَمَنۡ نَّکَثَ فَاِنَّمَا یَنۡکُثُ عَلٰی نَفۡسِہٖ ۚ وَ مَنۡ اَوۡفٰی بِمَا عٰہَدَ عَلَیۡہُ اللّٰہَ فَسَیُؤۡتِیۡہِ اَجۡرًا عَظِیۡمًا ﴿٪۱۰﴾
(૧૦) બેશક જેઓએ તમારી બયઅત કરી (હકીકતમાં) તેઓએ અલ્લાહની બયઅત કરી અને તેમના હાથો ઉપર અલ્લાહનો હાથ છે, પછી જે બયઅતને તોડે તેને પોતાના જ નુકસાનમાં બયઅત તોડી છે, અને જે કોઇ અલ્લાહ સાથે કરેલા વાયદાને પૂરો કરે, અલ્લાહ તેમને અજ્રે અઝીમ આપશે.
سَیَقُوۡلُ لَکَ الۡمُخَلَّفُوۡنَ مِنَ الۡاَعۡرَابِ شَغَلَتۡنَاۤ اَمۡوَالُنَا وَ اَہۡلُوۡنَا فَاسۡتَغۡفِرۡ لَنَا ۚ یَقُوۡلُوۡنَ بِاَلۡسِنَتِہِمۡ مَّا لَیۡسَ فِیۡ قُلُوۡبِہِمۡ ؕ قُلۡ فَمَنۡ یَّمۡلِکُ لَکُمۡ مِّنَ اللّٰہِ شَیۡئًا اِنۡ اَرَادَ بِکُمۡ ضَرًّا اَوۡ اَرَادَ بِکُمۡ نَفۡعًا ؕ بَلۡ کَانَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرًا ﴿۱۱﴾
(૧૧) ટૂંક સમયમાં જ આ પાછળ રહી જનારા બદુઓ (ગામડીયાઓ) તમને કહેશે કે અમારા માલ અને ઔલાદે અમને મસરૂફ કરી દીધા હતા, તેથી તમે અમારી મગફેરત માટે દુઆ કરો, તેઓ તેમની જીભથી જે કહે છે તે તેમના દિલમાં નથી. તું કહે કે અગર અલ્લાહ તેમને નુકસાન પહોંચાડવા ચાહે અથવા ફાયદો પહોંચાડવા ચાહે તો તેના મુકાબલામાં તમારા મામલાનો અધિકાર કોને છે? બલ્કે (આ) અલ્લાહ છે તમે જે કાંઇ કરો છો તેને જાણે છે.
بَلۡ ظَنَنۡتُمۡ اَنۡ لَّنۡ یَّنۡقَلِبَ الرَّسُوۡلُ وَ الۡمُؤۡمِنُوۡنَ اِلٰۤی اَہۡلِیۡہِمۡ اَبَدًا وَّ زُیِّنَ ذٰلِکَ فِیۡ قُلُوۡبِکُمۡ وَ ظَنَنۡتُمۡ ظَنَّ السَّوۡءِ ۚۖ وَ کُنۡتُمۡ قَوۡمًۢا بُوۡرًا ﴿۱۲﴾
(૧૨) પરંતુ તમોએ એમ ધારી લીધું કે રસૂલ તથા મોઅમીનો તેમના ઘરવાળાઓ તરફ પાછા નહી આવે, અને તમારા દિલોમાં આ વાત સુશોભિત કરી દેવામાં આવી, અને તમોએ બદગુમાની કરી, પરિણામે તમે હલાક થયા.
سَیَقُوۡلُ الۡمُخَلَّفُوۡنَ اِذَا انۡطَلَقۡتُمۡ اِلٰی مَغَانِمَ لِتَاۡخُذُوۡہَا ذَرُوۡنَا نَتَّبِعۡکُمۡ ۚ یُرِیۡدُوۡنَ اَنۡ یُّبَدِّلُوۡا کَلٰمَ اللّٰہِ ؕ قُلۡ لَّنۡ تَتَّبِعُوۡنَا کَذٰلِکُمۡ قَالَ اللّٰہُ مِنۡ قَبۡلُ ۚ فَسَیَقُوۡلُوۡنَ بَلۡ تَحۡسُدُوۡنَنَا ؕ بَلۡ کَانُوۡا لَا یَفۡقَہُوۡنَ اِلَّا قَلِیۡلًا ﴿۱۵﴾
(૧૫) જયારે તમે માલે ગનીમત લેવા જશો ત્યારે પાછળ રહી જનારાઓ કહેશે કે અમને તમારી પાછળ આવવાની રજા આપો, તેઓ અલ્લાહના કોલને બદલવા ચાહે છે તું કહે કે તમે અમારી પાછળ ન આવો, અલ્લાહે આ મુજબ અગાઉ કહેલ છે, પછી તેઓ કહેશે કે (એમ નથી) બલ્કે કે તમે અમારાથી હસદ કરો છો, બલ્કે તેઓ સમજતા નથી સિવાય કે થોડુક.
قُلۡ لِّلۡمُخَلَّفِیۡنَ مِنَ الۡاَعۡرَابِ سَتُدۡعَوۡنَ اِلٰی قَوۡمٍ اُولِیۡ بَاۡسٍ شَدِیۡدٍ تُقَاتِلُوۡنَہُمۡ اَوۡ یُسۡلِمُوۡنَ ۚ فَاِنۡ تُطِیۡعُوۡا یُؤۡتِکُمُ اللّٰہُ اَجۡرًا حَسَنًا ۚ وَ اِنۡ تَتَوَلَّوۡا کَمَا تَوَلَّیۡتُمۡ مِّنۡ قَبۡلُ یُعَذِّبۡکُمۡ عَذَابًا اَلِیۡمًا ﴿۱۶﴾
(૧૬) તું તે પાછળ રહી જનારા ગામડીયાઓને કહે કે ટૂંક સમયમાં તમને એક તાકતવર જંગજુ કોમ તરફ બોલાવવામાં આવશે કે જેની સાથે તમે લડો જેથી તેઓ ઇસ્લામ સ્વીકારે, પછી જો તમે ઇતાઅત કરશો તો અલ્લાહ તમને સારો બદલો આપશે, અને જો તમે એવી રીતે મોઢું ફેરવી લેશો કે જેવી રીતે અગાઉ ફેરવ્યુ હતુ તો તમને દર્દનાક અઝાબની સજા આપશે.
لَیۡسَ عَلَی الۡاَعۡمٰی حَرَجٌ وَّ لَا عَلَی الۡاَعۡرَجِ حَرَجٌ وَّ لَا عَلَی الۡمَرِیۡضِ حَرَجٌ ؕ وَ مَنۡ یُّطِعِ اللّٰہَ وَ رَسُوۡلَہٗ یُدۡخِلۡہُ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ۚ وَ مَنۡ یَّتَوَلَّ یُعَذِّبۡہُ عَذَابًا اَلِیۡمًا ﴿٪۱۷﴾
(૧૭) અંધ, અપંગ તેમજ બીમાર માથે (જેહાદમાં ન જવાના કારણે) કંઇ ગુનાહ નથી, અને જે કોઇ અલ્લાહ અને તેના રસૂલની તાબેદારી કરે તો તેઓને જન્નતોમાં દાખલ કરશે જેની હેઠળ નહેરો વહે છે, અને જે કોઇ મોઢુ ફેરવે તેને દર્દનાક અઝાબની સજા આપશે.
لَقَدۡ رَضِیَ اللّٰہُ عَنِ الۡمُؤۡمِنِیۡنَ اِذۡ یُبَایِعُوۡنَکَ تَحۡتَ الشَّجَرَۃِ فَعَلِمَ مَا فِیۡ قُلُوۡبِہِمۡ فَاَنۡزَلَ السَّکِیۡنَۃَ عَلَیۡہِمۡ وَ اَثَابَہُمۡ فَتۡحًا قَرِیۡبًا ﴿ۙ۱۸﴾
(૧૮) બેશક જ્યારે મોઅમીનોએ ઝાડ નીચે તારી બયઅત કરી ત્યારે અલ્લાહ તેઓથી રાઝી થયો અને તેઓના દિલોમાં જે કાંઇ છુપાયેલ હતુ તે જાણતો હતો માટે તેઓ ઉપર સુકુન નાઝિલ કર્યુ અને ટૂંક સમયમાં આવનારી જીતનુ ઇનામ આપ્યુ:
وَعَدَکُمُ اللّٰہُ مَغَانِمَ کَثِیۡرَۃً تَاۡخُذُوۡنَہَا فَعَجَّلَ لَکُمۡ ہٰذِہٖ وَ کَفَّ اَیۡدِیَ النَّاسِ عَنۡکُمۡ ۚ وَ لِتَکُوۡنَ اٰیَۃً لِّلۡمُؤۡمِنِیۡنَ وَ یَہۡدِیَکُمۡ صِرَاطًا مُّسۡتَقِیۡمًا ﴿ۙ۲۰﴾
(૨૦) અલ્લાહે તમારી સાથે ઘણી ગનીમતોનો વાયદો કર્યો હતો, જેને તમે મેળવશો અને આ (ખૈબરની) ગનીમત તમને તરત જ આપી દીધી અને લોકોના હાથને તમારાથી રોકી દીધા, જેથી મોઅમીનો માટે એક નિશાની બને, તથા તમને સીધા રસ્તાની હિદાયત આપે:
وَ ہُوَ الَّذِیۡ کَفَّ اَیۡدِیَہُمۡ عَنۡکُمۡ وَ اَیۡدِیَکُمۡ عَنۡہُمۡ بِبَطۡنِ مَکَّۃَ مِنۡۢ بَعۡدِ اَنۡ اَظۡفَرَکُمۡ عَلَیۡہِمۡ ؕ وَ کَانَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرًا ﴿۲۴﴾
(૨૪) અને તે એજ છે કે જેણે તેઓના હાથોને તમારાથી અને તમારા હાથોને તેમનાથી મક્કામાં -તમને તેઓ પર કામ્યાબી અપાવ્યા પછી- રોકી દીધા; અને અલ્લાહ તમારા આમાલને જાણે છે!
ہُمُ الَّذِیۡنَ کَفَرُوۡا وَ صَدُّوۡکُمۡ عَنِ الۡمَسۡجِدِ الۡحَرَامِ وَ الۡہَدۡیَ مَعۡکُوۡفًا اَنۡ یَّبۡلُغَ مَحِلَّہٗ ؕ وَ لَوۡ لَا رِجَالٌ مُّؤۡمِنُوۡنَ وَ نِسَآءٌ مُّؤۡمِنٰتٌ لَّمۡ تَعۡلَمُوۡہُمۡ اَنۡ تَطَـُٔوۡہُمۡ فَتُصِیۡبَکُمۡ مِّنۡہُمۡ مَّعَرَّۃٌۢ بِغَیۡرِ عِلۡمٍ ۚ لِیُدۡخِلَ اللّٰہُ فِیۡ رَحۡمَتِہٖ مَنۡ یَّشَآءُ ۚ لَوۡ تَزَیَّلُوۡا لَعَذَّبۡنَا الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡہُمۡ عَذَابًا اَلِیۡمًا ﴿۲۵﴾
(૨૫) આ એ જ લોકો છે કે જેઓ નાસ્તિક થયા અને તમને મસ્જિદુલ હરામમાં દાખલ થવાથી અટકાવ્યા, અને કુરબાનીના જાનવરોને તેની મંઝીલ પર જવાથી રોકી દીધા, અને જો અજાણતા મોમીન મર્દ અને મોમેના ઔરત તમારા હાથે પાયમાલ થવાનો ખતરો ન હોત જેથી અજાણતા જ તમને નુકસાન પહોંચેત (તો અલ્લાહ તમને હરગિઝ ન રોકેત, રોકવાનો) મકસદ આ હતો કે જેને ચાહે તેને પોતાની મહેરબાનીમાં દાખલ કરે, અને જો તેઓ અલગ થઇ જાત તો અમે નાસ્તિકોને દર્દનાક અઝાબ આપેત.
اِذۡ جَعَلَ الَّذِیۡنَ کَفَرُوۡا فِیۡ قُلُوۡبِہِمُ الۡحَمِیَّۃَ حَمِیَّۃَ الۡجَاہِلِیَّۃِ فَاَنۡزَلَ اللّٰہُ سَکِیۡنَتَہٗ عَلٰی رَسُوۡلِہٖ وَ عَلَی الۡمُؤۡمِنِیۡنَ وَ اَلۡزَمَہُمۡ کَلِمَۃَ التَّقۡوٰی وَ کَانُوۡۤا اَحَقَّ بِہَا وَ اَہۡلَہَا ؕ وَ کَانَ اللّٰہُ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمًا ﴿٪۲۶﴾
(૨૬) જયારે નાસ્તિકોએ તેમના દિલોમાં જાહેલીયતના ઝમાના જેવો પક્ષપાત રાખ્યો ત્યારે અલ્લાહે તેના રસૂલ અને મોઅમીનો પર સુકુન નાઝિલ કર્યુ, અને તેમને પરહેઝગારીના કોલ પર કાયમ રાખ્યા, અને તેઓ તે માટે હકદાર અને લાયક હતા, અને અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.
لَقَدۡ صَدَقَ اللّٰہُ رَسُوۡلَہُ الرُّءۡیَا بِالۡحَقِّ ۚ لَتَدۡخُلُنَّ الۡمَسۡجِدَ الۡحَرَامَ اِنۡ شَآءَ اللّٰہُ اٰمِنِیۡنَ ۙ مُحَلِّقِیۡنَ رُءُوۡسَکُمۡ وَ مُقَصِّرِیۡنَ ۙ لَا تَخَافُوۡنَ ؕ فَعَلِمَ مَا لَمۡ تَعۡلَمُوۡا فَجَعَلَ مِنۡ دُوۡنِ ذٰلِکَ فَتۡحًا قَرِیۡبًا ﴿۲۷﴾
(૨૭) બેશક અલ્લાહે તેના રસૂલને સાચું સ્વપ્ન દેખાડયું હતું કે (જે તેમને બયાન કર્યુ હતુ) અગર અલ્લાહ ચાહશે તો તમે અમનો અમાન સાથે તમારા માથાઓ મૂંડાવીને અથવા થોડા વાળ કપાવીને મસ્જિદુલ હરામમાં જરૂર દાખલ થશો, અને તમને કંઇ ડર રહેશે નહિં; અને તે જાણતો હતો કે જે તમે જાણતા ન હતા, પછી તે (મક્કાની જીતની) પહેલાં એક નજીકની જીત મુકર્રર કરી.
مُحَمَّدٌ رَّسُوۡلُ اللّٰہِ ؕ وَ الَّذِیۡنَ مَعَہٗۤ اَشِدَّآءُ عَلَی الۡکُفَّارِ رُحَمَآءُ بَیۡنَہُمۡ تَرٰىہُمۡ رُکَّعًا سُجَّدًا یَّبۡتَغُوۡنَ فَضۡلًا مِّنَ اللّٰہِ وَ رِضۡوَانًا ۫ سِیۡمَاہُمۡ فِیۡ وُجُوۡہِہِمۡ مِّنۡ اَثَرِ السُّجُوۡدِ ؕ ذٰلِکَ مَثَلُہُمۡ فِی التَّوۡرٰىۃِ ۚۖۛ وَ مَثَلُہُمۡ فِی الۡاِنۡجِیۡلِ ۚ۟ۛ کَزَرۡعٍ اَخۡرَجَ شَطۡـَٔہٗ فَاٰزَرَہٗ فَاسۡتَغۡلَظَ فَاسۡتَوٰی عَلٰی سُوۡقِہٖ یُعۡجِبُ الزُّرَّاعَ لِیَغِیۡظَ بِہِمُ الۡکُفَّارَ ؕ وَعَدَ اللّٰہُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ مِنۡہُمۡ مَّغۡفِرَۃً وَّ اَجۡرًا عَظِیۡمًا ﴿٪۲۹﴾
(૨૯) હઝરત મોહમ્મદ (સ.) અલ્લાહના રસૂલ છે, અને જેઓ તેની સાથે છે, તેઓ નાસ્તિકો ઉપર સખ્ત અને આપસમાં રહેમ દિલ છે, તમે તેમને જોશો કે તેઓ રૂકુઅ અને સજદાની હાલતમાં અલ્લાહનો ફઝલ અને રિઝવાન (ખુશી) ચાહતા રહે છે, તેમના ચહેરાઓ પર સિજદાઓના નિશાન છે; તેમની આ સિફત તૌરેતમાં છે, અને તેમની આ સિફત ઇન્જીલમાં છે, જેવી રીતે કોઇ એક ખેતી હોય જેની પહેલાં કુંપળ ફૂંટે,પછી તેને મજબૂત કરવા લાગ્યા જેથી તે મજબૂત થઇ ગઇ અને પોતાના છોડવા પર ઊભી થઇ ગઇ છે અને એવો વિકાસ કરેલો છે કે ખેડૂતોને નવાઇ પમાડે, આ (મિસાલ) એટલા માટે કે તેના વડે નાસ્તિકોને ગઝબનાક કરવામાં આવે! અને અલ્લાહે ઇમાનવાળાઓને અને નેક આમાલ કરવાવાળાઓને માફ કરવાનો અને મહાન બદલો આપવાનો વાયદો કર્યો છે.