અલ-કુરઆન

69

Al-Haaqqa

سورة الحاقة


اَلۡحَآقَّۃُ ۙ﴿۱﴾

(૧) બેશક આવવાવાળી (કયામત) છે:

مَا الۡحَآقَّۃُ ۚ﴿۲﴾

(૨) અને કેવી આવવાવાળી?!

وَ مَاۤ اَدۡرٰىکَ مَا الۡحَآقَّۃُ ؕ﴿۳﴾

(૩) અને તું શું સમજે કે તે આવવાવાળી કંઇ ચીઝ છે?!

کَذَّبَتۡ ثَمُوۡدُ وَ عَادٌۢ بِالۡقَارِعَۃِ ﴿۴﴾

(૪) કોમે સમૂદ તથા આદે આ છિન્ન ભિન્ન કરનાર (અઝાબને) જૂઠલાવ્યો.

فَاَمَّا ثَمُوۡدُ فَاُہۡلِکُوۡا بِالطَّاغِیَۃِ ﴿۵﴾

(૫) પરંતુ (કોમે) સમૂદને અઝાબે સરકશા વડે હલાક થયા.

وَ اَمَّا عَادٌ فَاُہۡلِکُوۡا بِرِیۡحٍ صَرۡصَرٍ عَاتِیَۃٍ ۙ﴿۶﴾

(૬) અને (કોમે) આદને ઠંડી હવાના તોફાની વાવાઝોડાએ હલાક કર્યા:

سَخَّرَہَا عَلَیۡہِمۡ سَبۡعَ لَیَالٍ وَّ ثَمٰنِیَۃَ اَیَّامٍ ۙ حُسُوۡمًا ۙ فَتَرَی الۡقَوۡمَ فِیۡہَا صَرۡعٰی ۙ کَاَنَّہُمۡ اَعۡجَازُ نَخۡلٍ خَاوِیَۃٍ ۚ﴿۷﴾

(૭) (અલ્લાહે) તેઓની ઉપર આ વાવાઝોડું સાત રાત અને આઠ દિવસ સુધી સતત ચાલુ રાખ્યુ (જો તમે ત્યાં હોત તો) જોત કે કોમ ખજૂરીના પોકળ થડની જેમ ઝમીન ઉપર વાવાઝોડાની વચ્ચે પડ્યા અને હલાક થયેલ છે.

فَہَلۡ تَرٰی لَہُمۡ مِّنۡۢ بَاقِیَۃٍ ﴿۸﴾

(૮) શું તેમનામાંથી કોઇ બાકી રહેલા જોવે છો?!

وَ جَآءَ فِرۡعَوۡنُ وَ مَنۡ قَبۡلَہٗ وَ الۡمُؤۡتَفِکٰتُ بِالۡخَاطِئَۃِ ۚ﴿۹﴾

(૯) અને ફિરઔન તથા તેની પહેલાંના લોકો તથા ઊંધી વળી ગયેલી વસ્તીઓવાળાએ ગુનાહની ભૂલો કરી.

10

فَعَصَوۡا رَسُوۡلَ رَبِّہِمۡ فَاَخَذَہُمۡ اَخۡذَۃً رَّابِیَۃً ﴿۱۰﴾

(૧૦) અને તેમણે તેમના રબના રસૂલની નાફરમાની કરી અને (અલ્લાહે) તેઓને સખ્ત અઝાબમાં ગિરફતાર કર્યા.

11

اِنَّا لَمَّا طَغَا الۡمَآءُ حَمَلۡنٰکُمۡ فِی الۡجَارِیَۃِ ﴿ۙ۱۱﴾

(૧૧) જ્યારે પાણીએ જોશ માર્યો ત્યારે અમોએ તમને હોડીમાં સવાર કર્યા:

12

لِنَجۡعَلَہَا لَکُمۡ تَذۡکِرَۃً وَّ تَعِیَہَاۤ اُذُنٌ وَّاعِیَۃٌ ﴿۱۲﴾

(૧૨) જેથી અમે તેને તમારા માટે એક નસીહત બનાવીએ, અને યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે/સમજે,

13

فَاِذَا نُفِخَ فِی الصُّوۡرِ نَفۡخَۃٌ وَّاحِدَۃٌ ﴿ۙ۱۳﴾

(૧૩) જયારે સૂર પહેલીવાર ફૂંકવામાં આવશે:

14

وَّ حُمِلَتِ الۡاَرۡضُ وَ الۡجِبَالُ فَدُکَّتَا دَکَّۃً وَّاحِدَۃً ﴿ۙ۱۴﴾

(૧૪) અને ઝમીન અને ડુંગરાઓને ઉખેડી નાખવામાં આવશે પછી એક ઝટકામાં વેરવિખેર થઇ જશે.

15

فَیَوۡمَئِذٍ وَّقَعَتِ الۡوَاقِعَۃُ ﴿ۙ۱۵﴾

(૧૫) બસ તે દિવસે મહાન બનાવ (કયામત) બનશે:

16

وَ انۡشَقَّتِ السَّمَآءُ فَہِیَ یَوۡمَئِذٍ وَّاہِیَۃٌ ﴿ۙ۱۶﴾

(૧૬) અને આસમાન ફાટી જશે, અને કમજોર થઇ (ટુકડે ટુકડા થઇ)ને પડી જશે.

17

وَّ الۡمَلَکُ عَلٰۤی اَرۡجَآئِہَا ؕ وَ یَحۡمِلُ عَرۡشَ رَبِّکَ فَوۡقَہُمۡ یَوۡمَئِذٍ ثَمٰنِیَۃٌ ﴿ؕ۱۷﴾

(૧૭) અને ફરિશ્તાઓ તેની આસપાસ (હુકમ પર અમલ કરવા તૈયાર) રહેશે અને તે બધા ઉપર તારા રબના અર્શને આઠ ફરિશ્તાઓ ઊંચકશે!

18

یَوۡمَئِذٍ تُعۡرَضُوۡنَ لَا تَخۡفٰی مِنۡکُمۡ خَافِیَۃٌ ﴿۱۸﴾

(૧૮) તે દિવસે તમને સૌને (અલ્લાહની બારગાહમાં) રજૂ કરવામાં આવશે, અને તમારા કોઇપણ કામો છુપા નહિં રહે.

19

فَاَمَّا مَنۡ اُوۡتِیَ کِتٰبَہٗ بِیَمِیۡنِہٖ ۙ فَیَقُوۡلُ ہَآؤُمُ اقۡرَءُوۡا کِتٰبِیَہۡ ﴿ۚ۱۹﴾

(૧૯) પછી જેને તેના જમણા હાથમાં નામએ આમાલ આપવામાં આવશે તે (બધાને) કહેશે કે આવો મારા નામએ આમાલને વાંચો!

20

اِنِّیۡ ظَنَنۡتُ اَنِّیۡ مُلٰقٍ حِسَابِیَہۡ ﴿ۚ۲۰﴾

(૨૦) મને યકીન હતુ કે મારો હિસાબ મને મળશે.

21

فَہُوَ فِیۡ عِیۡشَۃٍ رَّاضِیَۃٍ ﴿ۙ۲۱﴾

(૨૧) પછી તે ખુશહાલ જીવનમાં રહેશે:

22

فِیۡ جَنَّۃٍ عَالِیَۃٍ ﴿ۙ۲۲﴾

(૨૨) આલીશાન જન્નતમાં:

23

قُطُوۡفُہَا دَانِیَۃٌ ﴿۲۳﴾

(૨૩) તેના ફળો પહોંચમાં છે.

24

کُلُوۡا وَ اشۡرَبُوۡا ہَنِیۡٓـئًۢا بِمَاۤ اَسۡلَفۡتُمۡ فِی الۡاَیَّامِ الۡخَالِیَۃِ ﴿۲۴﴾

(૨૪) મનપસંદ ખાવો-પીવો જે કાંઇ આમાલ અગાઉ અંજામ આપી ચૂકયા છો, તેના બદલામાં!

25

وَ اَمَّا مَنۡ اُوۡتِیَ کِتٰبَہٗ بِشِمَالِہٖ ۬ۙ فَیَقُوۡلُ یٰلَیۡتَنِیۡ لَمۡ اُوۡتَ کِتٰبِیَہۡ ﴿ۚ۲۵﴾

(૨૫) પરંતુ જેને તેના નામએ આમાલ ડાબા હાથમાં આપવામાં આવશે (તમન્ના કરીને) કહેશે કે કદાચ મને આ નામએ આમાલ કદીપણ આપવામાં ન આવેત.

26

وَ لَمۡ اَدۡرِ مَا حِسَابِیَہۡ ﴿ۚ۲۶﴾

(૨૬) અને હું ન જાણેત કે મારો હિસાબ શુ છે!

27

یٰلَیۡتَہَا کَانَتِ الۡقَاضِیَۃَ ﴿ۚ۲۷﴾

(૨૭) અને (તમન્ના કરશે કે) મૌતે મારો ફેંસલો કરી નાખે!

28

مَاۤ اَغۡنٰی عَنِّیۡ مَالِیَہۡ ﴿ۚ۲۸﴾

(૨૮) મારી માલો દૌલતે મને બેનિયાઝ ન કર્યો.

29

ہَلَکَ عَنِّیۡ سُلۡطٰنِیَہۡ ﴿ۚ۲۹﴾

(૨૯) અને મારી હુકુમત બરબાદ થઇ ગઇ!

30

خُذُوۡہُ فَغُلُّوۡہُ ﴿ۙ۳۰﴾

(૩૦) (હુકમ આવશે) તેને પકડો, અને જંજીરમાં જકડો!

31

ثُمَّ الۡجَحِیۡمَ صَلُّوۡہُ ﴿ۙ۳۱﴾

(૩૧) પછી તેને જહીમમાં નાખો!

32

ثُمَّ فِیۡ سِلۡسِلَۃٍ ذَرۡعُہَا سَبۡعُوۡنَ ذِرَاعًا فَاسۡلُکُوۡہُ ﴿ؕ۳۲﴾

(૩૨) ત્યારપછી તેને સિત્તેર હાથની સાંકળમાં જકડી લ્યો.

33

اِنَّہٗ کَانَ لَا یُؤۡمِنُ بِاللّٰہِ الۡعَظِیۡمِ ﴿ۙ۳۳﴾

(૩૩) કારણ કે હરગિઝ તે બુઝુર્ગીવાળા અલ્લાહ પર ઇમાન નથી લાવ્યો,

34

وَ لَا یَحُضُّ عَلٰی طَعَامِ الۡمِسۡکِیۡنِ ﴿ؕ۳۴﴾

(૩૪) અને હરગિઝ ગરીબોને ખવડાવવા માટે પ્રોત્સાહન આપતો ન હતો.

35

فَلَیۡسَ لَہُ الۡیَوۡمَ ہٰہُنَا حَمِیۡمٌ ﴿ۙ۳۵﴾

(૩૫) માટે અહીં આજે તેનો કોઇ દિલસોઝ મિત્ર નથી:

36

وَّ لَا طَعَامٌ اِلَّا مِنۡ غِسۡلِیۡنٍ ﴿ۙ۳۶﴾

(૩૬) અને પરૂ સિવાય બીજો કંઇ ખોરાક નથી:

37

لَّا یَاۡکُلُہٗۤ اِلَّا الۡخَاطِـُٔوۡنَ ﴿٪۳۷﴾

(૩૭) જેને ખતાકારો સિવાય બીજો કોઇ ખાશે નહિ!

38

فَلَاۤ اُقۡسِمُ بِمَا تُبۡصِرُوۡنَ ﴿ۙ۳۸﴾

(૩૮) હું તેની કસમ ખાઉ છું જે તમે જૂઓ છો :

39

وَ مَا لَا تُبۡصِرُوۡنَ ﴿ۙ۳۹﴾

(૩૯) અને તેની કે જેને તમે જોતા નથી :

40

اِنَّہٗ لَقَوۡلُ رَسُوۡلٍ کَرِیۡمٍ ﴿ۚۙ۴۰﴾

(૪૦) ખરેખર આ એક મોહતરમ રસૂલનું બયાન છે:

41

وَّ مَا ہُوَ بِقَوۡلِ شَاعِرٍ ؕ قَلِیۡلًا مَّا تُؤۡمِنُوۡنَ ﴿ۙ۴۱﴾

(૪૧) અને આ કોઇ શાયરના કલામ નથી, તમે ઓછું ઇમાન લાવો છો!

42

وَ لَا بِقَوۡلِ کَاہِنٍ ؕ قَلِیۡلًا مَّا تَذَکَّرُوۡنَ ﴿ؕ۴۲﴾

(૪૨) અને આ કોઇ જયોતિષની વાતો નથી જો કે તમે ઓછી નસીહત લ્યો છો.

43

تَنۡزِیۡلٌ مِّنۡ رَّبِّ الۡعٰلَمِیۡنَ ﴿۴۳﴾

(૪૩) આ દુનિયાઓના પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવેલ છે!

44

وَ لَوۡ تَقَوَّلَ عَلَیۡنَا بَعۡضَ الۡاَقَاوِیۡلِ ﴿ۙ۴۴﴾

(૪૪) અને અગર તે (પયગંબર) અમારા તરફથી જૂઠી નિસ્બત આપેત,

45

لَاَخَذۡنَا مِنۡہُ بِالۡیَمِیۡنِ ﴿ۙ۴۵﴾

(૪૫) અમોએ તેને (કહેરમાં) ગિરફતાર કરેત:

46

ثُمَّ لَقَطَعۡنَا مِنۡہُ الۡوَتِیۡنَ ﴿۫ۖ۴۶﴾

(૪૬) પછી જરૂર અમોએ તેની ધોરી નસ (શહેરગ) કાપી નાખેત :

47

فَمَا مِنۡکُمۡ مِّنۡ اَحَدٍ عَنۡہُ حٰجِزِیۡنَ ﴿۴۷﴾

(૪૭) અને તમારામાંથી કોઇ પણ (આ સજાને) અટકાવી નહિ શકે!

48

وَ اِنَّہٗ لَتَذۡکِرَۃٌ لِّلۡمُتَّقِیۡنَ ﴿۴۸﴾

(૪૮) અને હકીકતમાં આ (કુરઆન) પરહેઝગારો માટે નસીહત છે.

49

وَ اِنَّا لَنَعۡلَمُ اَنَّ مِنۡکُمۡ مُّکَذِّبِیۡنَ ﴿۴۹﴾

(૪૯) અને અમે જરૂર જાણીએ છીએ કે તમારામાંથી અમુક (તેને) જૂઠલાવે છે.

50

وَ اِنَّہٗ لَحَسۡرَۃٌ عَلَی الۡکٰفِرِیۡنَ ﴿۵۰﴾

(૫૦) અને તે નાસ્તિકો માટે અફસોસનું કારણ છે.

51

وَ اِنَّہٗ لَحَقُّ الۡیَقِیۡنِ ﴿۵۱﴾

(૫૧) અને ખરેખર તે હકકુલ યકીન છે.

52

فَسَبِّحۡ بِاسۡمِ رَبِّکَ الۡعَظِیۡمِ ﴿٪۵۲﴾

(૫૨) માટે તું તારા મહાન પરવરદિગારના નામની તસ્બીહ કર!