અલ-કુરઆન

44

Ad-Dukhan

سورة الدخان


حٰمٓ ﴿ۚۛ۱﴾

(૧) હા મીમ.

وَ الۡکِتٰبِ الۡمُبِیۡنِ ۙ﴿ۛ۲﴾

(૨) કસમ છે આ રોશની આપનાર કિતાબની:

اِنَّاۤ اَنۡزَلۡنٰہُ فِیۡ لَیۡلَۃٍ مُّبٰرَکَۃٍ اِنَّا کُنَّا مُنۡذِرِیۡنَ ﴿۳﴾

(૩) બેશક તેને અમોએ એક મુબારક રાતમાં નાઝિલ કર્યુ. અમે હંમેશા (અઝાબ)થી ડરાવનાર હતા.

فِیۡہَا یُفۡرَقُ کُلُّ اَمۡرٍ حَکِیۡمٍ ۙ﴿۴﴾

(૪) તે રાતમાં દરેક મામલાઓ (ઇલાહી) હિકમતના આધારે તદબીર / જુદા થાય છે.

اَمۡرًا مِّنۡ عِنۡدِنَا ؕ اِنَّا کُنَّا مُرۡسِلِیۡنَ ۚ﴿۵﴾

(૫) તે (કુરઆન) અમારી તરફથી હુકમ હતો અમે જ તે (પયગંબર)ને મોકલ્યો:

رَحۡمَۃً مِّنۡ رَّبِّکَ ؕ اِنَّہٗ ہُوَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ۙ﴿۶﴾

(૬) આ બધુ તારા પરવરદિગાર તરફથી રહેમતના કારણે છે જે સાંભળનાર અને જાણનાર છે:

رَبِّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا ۘ اِنۡ کُنۡتُمۡ مُّوۡقِنِیۡنَ ﴿۷﴾

(૭) જો તમે યકીન કરનાર હોવ તો તે આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તે બંનેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે.

لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ یُحۡیٖ وَ یُمِیۡتُ ؕ رَبُّکُمۡ وَ رَبُّ اٰبَآئِکُمُ الۡاَوَّلِیۡنَ ﴿۸﴾

(૮) તેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી, એ જ હયાત આપે છે અને મોત આપે છે, જે તમારો પરવરદિગાર છે અને તમારા પહેલાના બાપદાદાનો પરવરદિગાર છે.

بَلۡ ہُمۡ فِیۡ شَکٍّ یَّلۡعَبُوۡنَ ﴿۹﴾

(૯) પરંતુ તેઓ શંકામાં પડી (હક સાથે) રમ્યા કરે છે.

10

فَارۡتَقِبۡ یَوۡمَ تَاۡتِی السَّمَآءُ بِدُخَانٍ مُّبِیۡنٍ ﴿ۙ۱۰﴾

(૧૦) માટે તું તે દિવસની રાહ જો કે જે દિવસે આસમાન ચોખ્ખો ધુમાડોલઇને આવશે.

11

یَّغۡشَی النَّاسَ ؕ ہٰذَا عَذَابٌ اَلِیۡمٌ ﴿۱۱﴾

(૧૧) જે તમામ લોકોને ઢાંકી લેશે; એ દર્દનાક અઝાબ છે.

12

رَبَّنَا اکۡشِفۡ عَنَّا الۡعَذَابَ اِنَّا مُؤۡمِنُوۡنَ ﴿۱۲﴾

(૧૨) (ત્યારે કહેશે કે) પરવરદિગાર ! આ અઝાબને અમારાથી દૂર કર કે અમો ઇમાન લાવીએ છીએ.

13

اَنّٰی لَہُمُ الذِّکۡرٰی وَ قَدۡ جَآءَہُمۡ رَسُوۡلٌ مُّبِیۡنٌ ﴿ۙ۱۳﴾

(૧૩) કેવી રીતે / ક્યાંથી નસીહત હાંસિલ કરી શકે જો કે તેમની પાસે વાઝેહ પયગામવાળો રસૂલ આવી ચૂકયો !

14

ثُمَّ تَوَلَّوۡا عَنۡہُ وَ قَالُوۡا مُعَلَّمٌ مَّجۡنُوۡنٌ ﴿ۘ۱۴﴾

(૧૪) તે પછી તેમણે તેનાથી મોઢું ફેરવી લીધું અને કહ્યું કે આ એક શીખવેલો દીવાનો છે.

15

اِنَّا کَاشِفُوا الۡعَذَابِ قَلِیۡلًا اِنَّکُمۡ عَآئِدُوۡنَ ﴿ۘ۱۵﴾

(૧૫) અમે થોડોક અઝાબને દૂર કરીએ છીએ, પરંતુ તમે પાછા ફરશો.

16

یَوۡمَ نَبۡطِشُ الۡبَطۡشَۃَ الۡکُبۡرٰی ۚ اِنَّا مُنۡتَقِمُوۡنَ ﴿۱۶﴾

(૧૬) એ દિવસે મહાન કુદરત સાથે પકડશુ, બેશક અમો બદલો લેનાર છીએ.

17

وَ لَقَدۡ فَتَنَّا قَبۡلَہُمۡ قَوۡمَ فِرۡعَوۡنَ وَ جَآءَہُمۡ رَسُوۡلٌ کَرِیۡمٌ ﴿ۙ۱۷﴾

(૧૭) અને ખરેજ તેમની પહેલાં અમોએ કોમે ફિરઔનની અજમાઇશ કરી, અને તેમની પાસે એક મોહતરમ રસૂલ આવ્યા:

18

اَنۡ اَدُّوۡۤا اِلَیَّ عِبَادَ اللّٰہِ ؕ اِنِّیۡ لَکُمۡ رَسُوۡلٌ اَمِیۡنٌ ﴿ۙ۱۸﴾

(૧૮) (તેઓને કહ્યુ) અલ્લાહના બંદાઓને મારા હવાલે કરો કે ખરેખર હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું :

19

وَّ اَنۡ لَّا تَعۡلُوۡا عَلَی اللّٰہِ ۚ اِنِّیۡۤ اٰتِیۡکُمۡ بِسُلۡطٰنٍ مُّبِیۡنٍ ﴿ۚ۱۹﴾

(૧૯) અને અલ્લાહની સામે સરકશી ન કરો કે હું તમારી માટે રોશન દલીલ લાવ્યો છું

20

وَ اِنِّیۡ عُذۡتُ بِرَبِّیۡ وَ رَبِّکُمۡ اَنۡ تَرۡجُمُوۡنِ ﴿۫۲۰﴾

(૨૦) અને હું મારા અને તમારા પરવરદિગારની પનાહ ચાહું છું કે મને (આક્ષેપોના પત્થરથી) સંગસાર કરો.

21

وَ اِنۡ لَّمۡ تُؤۡمِنُوۡا لِیۡ فَاعۡتَزِلُوۡنِ ﴿۲۱﴾

(૨૧) અને જો તમે મારા પર ઇમાન નથી લાવતા તો મારાથી દૂર થઇ જાઓ.

22

فَدَعَا رَبَّہٗۤ اَنَّ ہٰۤؤُلَآءِ قَوۡمٌ مُّجۡرِمُوۡنَ ﴿ؓ۲۲﴾

(૨૨) પછી તેણે તેના પરવરદિગારથી દુઆ કરી કે આ મુજરીમ કૌમ છે.

23

فَاَسۡرِ بِعِبَادِیۡ لَیۡلًا اِنَّکُمۡ مُّتَّبَعُوۡنَ ﴿ۙ۲۳﴾

(૨૩) (તો હુકમ થયો કે) મારા બંદાઓને રાતો રાત લઇ જા, બેશક તમારો પીછો કરવામાં આવશે:

24

وَ اتۡرُکِ الۡبَحۡرَ رَہۡوًا ؕ اِنَّہُمۡ جُنۡدٌ مُّغۡرَقُوۡنَ ﴿۲۴﴾

(૨૪) અને દરિયાને સ્થિર અને ખુલ્લો મૂક કે તે લશ્કરીઓ ડુબી જનાર છે.

25

کَمۡ تَرَکُوۡا مِنۡ جَنّٰتٍ وَّ عُیُوۡنٍ ﴿ۙ۲۵﴾

(૨૫) કેટલાય બગીચાઓ અને ઝરણાં પાછળ મૂકી ગયા:

26

وَّ زُرُوۡعٍ وَّ مَقَامٍ کَرِیۡمٍ ﴿ۙ۲۶﴾

(૨૬) અને કેટલાય ખેતરો તથા ઉમદા મકાનો પાછળ મૂકી ગયા:

27

وَّ نَعۡمَۃٍ کَانُوۡا فِیۡہَا فٰکِہِیۡنَ ﴿ۙ۲۷﴾

(૨૭) અને તે નેઅમતો કે જે(ની મજા)માં ડૂબેલા હતા :

28

کَذٰلِکَ ۟ وَ اَوۡرَثۡنٰہَا قَوۡمًا اٰخَرِیۡنَ ﴿۲۸﴾

(૨૮) એમ જ થયુ અને અમોએ તે (બધી નેઅમતો)ની વારસદાર બીજી કોમને બનાવી દીધી.

29

فَمَا بَکَتۡ عَلَیۡہِمُ السَّمَآءُ وَ الۡاَرۡضُ وَ مَا کَانُوۡا مُنۡظَرِیۡنَ ﴿٪۲۹﴾

(૨૯) પછી તેમના પર ન આસમાને ગીર્યા કર્યું ન ઝમીને, અને ન તેમને મોહલત આપવામાં આવી.

30

وَ لَقَدۡ نَجَّیۡنَا بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ مِنَ الۡعَذَابِ الۡمُہِیۡنِ ﴿ۙ۳۰﴾

(૩૦) અને ખરેજ અમોએ બની ઇસરાઇલને ઝિલ્લતભર્યા અઝાબથી નજાત આપી:

31

مِنۡ فِرۡعَوۡنَ ؕ اِنَّہٗ کَانَ عَالِیًا مِّنَ الۡمُسۡرِفِیۡنَ ﴿۳۱﴾

(૩૧) ફિરઔનથી કે જે મોટો ઇસ્રાફ કરનાર હતો.

32

وَ لَقَدِ اخۡتَرۡنٰہُمۡ عَلٰی عِلۡمٍ عَلَی الۡعٰلَمِیۡنَ ﴿ۚ۳۲﴾

(૩૨) અને અમોએ જાણીજોઇને બની ઇસરાઇલને બધી દુનિયાઓમાંથી ઇન્તેખાબ (પસંદ) કર્યા.

33

وَ اٰتَیۡنٰہُمۡ مِّنَ الۡاٰیٰتِ مَا فِیۡہِ بَلٰٓـؤٌا مُّبِیۡنٌ ﴿۳۳﴾

(૩૩) અને અમોએ તેમને નિશાનીઓ આપી કે જેમાં ખુલ્લી અજમાઇશ હતી.

34

اِنَّ ہٰۤؤُلَآءِ لَیَقُوۡلُوۡنَ ﴿ۙ۳۴﴾

(૩૪) બેશક આ લોકો કહે છે :

35

اِنۡ ہِیَ اِلَّا مَوۡتَتُنَا الۡاُوۡلٰی وَ مَا نَحۡنُ بِمُنۡشَرِیۡنَ ﴿۳۵﴾

(૩૫) કે અમારી પહેલી મોત સિવાય મોત નથી, અને હરગિઝ અમને ઉઠાડવામાં નહિં આવે.

36

فَاۡتُوۡا بِاٰبَآئِنَاۤ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۳۶﴾

(૩૬) અને અગર તમે સાચુ કહો છો તો અમારા બાપદાદાઓને કબ્રોમાંથી લાવો.

37

اَہُمۡ خَیۡرٌ اَمۡ قَوۡمُ تُبَّعٍ ۙ وَّ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ اَہۡلَکۡنٰہُمۡ ۫ اِنَّہُمۡ کَانُوۡا مُجۡرِمِیۡنَ ﴿۳۷﴾

(૩૭) શું આ લોકો બેહતર છે કે તુબ્બાના લોકો અને તેઓ કે જે તેમની પહેલાં હતા? અમોએ તેમને હલાક કરી નાખ્યા, કારણ કે તેઓ મુજરીમ હતા.

38

وَ مَا خَلَقۡنَا السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَا لٰعِبِیۡنَ ﴿۳۸﴾

(૩૮) અને અમોએ ઝમીન અને આસમાનોને અને તેની વચ્ચે જે કાંઇ છે તેને રમતગમત માટે નથી પેદા કર્યુ.

39

مَا خَلَقۡنٰہُمَاۤ اِلَّا بِالۡحَقِّ وَ لٰکِنَّ اَکۡثَرَہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۳۹﴾

(૩૯) અમોએ તે બંનેને હક સિવાય ખલ્ક નથી કર્યા, પરંતુ તેઓમાંથી ઘણાંખરા (આ બાબતથી) અજાણ છે.

40

اِنَّ یَوۡمَ الۡفَصۡلِ مِیۡقَاتُہُمۡ اَجۡمَعِیۡنَ ﴿ۙ۴۰﴾

(૪૦) બેશક (હક અને બાતિલની) જુદાઇનો દિવસ તેઓના વાયદાની જગ્યા છે:

41

یَوۡمَ لَا یُغۡنِیۡ مَوۡلًی عَنۡ مَّوۡلًی شَیۡئًا وَّ لَا ہُمۡ یُنۡصَرُوۡنَ ﴿ۙ۴۱﴾

(૪૧) જે દિવસે કોઇ દોસ્ત બીજા દોસ્તને કંઇપણ કામ નહિ આવે, અને ન તેમની (ક્યાંયથી) મદદ કરવામાં આવશે:

42

اِلَّا مَنۡ رَّحِمَ اللّٰہُ ؕ اِنَّہٗ ہُوَ الۡعَزِیۡزُ الرَّحِیۡمُ ﴿٪۴۲﴾

(૪૨) સિવાય કે જેમના પર અલ્લાહ રહેમ કરે કારણ કે તે જબરદસ્ત અને રહીમ છે.

43

اِنَّ شَجَرَتَ الزَّقُّوۡمِ ﴿ۙ۴۳﴾

(૪૩) બેશક થોર (ઝુક્કુમ)નું ઝાડ:

44

طَعَامُ الۡاَثِیۡمِ ﴿ۖۛۚ۴۴﴾

(૪૪) ગુનેહગારોનો ખોરાક છે.

45

کَالۡمُہۡلِ ۚۛ یَغۡلِیۡ فِی الۡبُطُوۡنِ ﴿ۙ۴۵﴾

(૪૫) જે પીગળેલા તાંબાની જેમ પેટમાં ઉકળશે:

46

کَغَلۡیِ الۡحَمِیۡمِ ﴿۴۶﴾

(૪૬) જાણે ગરમ પાણી ઉકળે છે!

47

خُذُوۡہُ فَاعۡتِلُوۡہُ اِلٰی سَوَآءِ الۡجَحِیۡمِ ﴿٭ۖ۴۷﴾

(૪૭) (ફરિશ્તાઓને હુકમ થશે કે) તેને પકડો, અને જહીમની વચ્ચે ફેંકો:

48

ثُمَّ صُبُّوۡا فَوۡقَ رَاۡسِہٖ مِنۡ عَذَابِ الۡحَمِیۡمِ ﴿ؕ۴۸﴾

(૪૮) તે પછી તેના માથા ઉપર ઉકળતા પાણીનો અઝાબ નાખો.

49

ذُقۡ ۚۙ اِنَّکَ اَنۡتَ الۡعَزِیۡزُ الۡکَرِیۡمُ ﴿۴۹﴾

(૪૯) (કહેવામાં આવશે) મજા ચાખ, (તારા ગુમાન મુજબ) તુ જબરદસ્ત બુઝુર્ગ હતો.

50

اِنَّ ہٰذَا مَا کُنۡتُمۡ بِہٖ تَمۡتَرُوۡنَ ﴿۵۰﴾

(૫૦) જે (અઝાબ)ના સંબંધમાં તમે શંકા કર્યા કરતા હતા તે આ જ છે.

51

اِنَّ الۡمُتَّقِیۡنَ فِیۡ مَقَامٍ اَمِیۡنٍ ﴿ۙ۵۱﴾

(૫૧) બેશક પરહેઝગાર લોકો મહેફૂઝ મકામ પર છે.

52

فِیۡ جَنّٰتٍ وَّ عُیُوۡنٍ ﴿ۚۙ۵۲﴾

(૫૨) બગીચાઓ તથા ઝરણાઓની દરમિયાન:

53

یَّلۡبَسُوۡنَ مِنۡ سُنۡدُسٍ وَّ اِسۡتَبۡرَقٍ مُّتَقٰبِلِیۡنَ ﴿ۚۙ۵۳﴾

(૫૩) તેઓ રેશમના બારીક અને જાડા પોશાક પહેરશે અને એકબીજાની સામે બેઠા હશે :

54

کَذٰلِکَ ۟ وَ زَوَّجۡنٰہُمۡ بِحُوۡرٍ عِیۡنٍ ﴿ؕ۵۴﴾

(૫૪) આ રીતે અને અમે તેમની શાદી મોટી આંખોવાળી હૂરો સાથે કરશું.

55

یَدۡعُوۡنَ فِیۡہَا بِکُلِّ فَاکِہَۃٍ اٰمِنِیۡنَ ﴿ۙ۵۵﴾

(૫૫) તેઓ તેમાં દરેક પ્રકારના ફળો(માંથી) ચાહશે તે આપવામાં આવશે એવી હાલતમાં કે સંપૂર્ણ સલામતી હશે.

56

لَا یَذُوۡقُوۡنَ فِیۡہَا الۡمَوۡتَ اِلَّا الۡمَوۡتَۃَ الۡاُوۡلٰی ۚ وَ وَقٰہُمۡ عَذَابَ الۡجَحِیۡمِ ﴿ۙ۵۶﴾

(૫૬) અને હરગિઝ પહેલી મૌત સિવાય બીજી મૌતની મજા નહિં ચાખે, અને અલ્લાહ તેમને જહીમના અઝાબથી બચાવશે:

57

فَضۡلًا مِّنۡ رَّبِّکَ ؕ ذٰلِکَ ہُوَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿۵۷﴾

(૫૭) આ ફઝલ તારા પરવરદિગાર તરફથી છે; અને એ જ મહાન કામ્યાબી છે.

58

فَاِنَّمَا یَسَّرۡنٰہُ بِلِسَانِکَ لَعَلَّہُمۡ یَتَذَکَّرُوۡنَ ﴿۵۸﴾

(૫૮) અમોએ આ કુરઆનને તારી ઝબાન ઉપર સહેલું કરી દીધું કે કદાચને તેઓ નસીહત હાંસિલ કરે.

59

فَارۡتَقِبۡ اِنَّہُمۡ مُّرۡتَقِبُوۡنَ ﴿٪۵۹﴾

(૫૯) માટે તું ઇન્તેઝાર કર. બેશક તેઓ ઇન્તેઝાર કરે.