અલ-કુરઆન

84

Al-Inshiqaq

سورة الانشقاق


اِذَا السَّمَآءُ انۡشَقَّتۡ ۙ﴿۱﴾

(૧) જ્યારે આસમાન ફાટી જશે :

وَ اَذِنَتۡ لِرَبِّہَا وَ حُقَّتۡ ۙ﴿۲﴾

(૨) અને પોતાના પરવરદિગારને તસ્લીમ થશે અને તેમ થવું જ હક છે.

وَ اِذَا الۡاَرۡضُ مُدَّتۡ ۙ﴿۳﴾

(૩) અને જ્યારે ઝમીનને બિછાવશે,

وَ اَلۡقَتۡ مَا فِیۡہَا وَ تَخَلَّتۡ ۙ﴿۴﴾

(૪) અને જે કંઇ તેમાં છે તેને ફેંકી દેશે, અને તે ખાલી થઇ જશે:

وَ اَذِنَتۡ لِرَبِّہَا وَ حُقَّتۡ ؕ﴿۵﴾

(૫) અને પોતાના પરવરદિગારને તસ્લીમ થશે અને તેમ થવું જ હક છે.

یٰۤاَیُّہَا الۡاِنۡسَانُ اِنَّکَ کَادِحٌ اِلٰی رَبِّکَ کَدۡحًا فَمُلٰقِیۡہِ ۚ﴿۶﴾

(૬) અય ઈન્સાન! બેશક તું કોશિશ અને તકલીફો ઉપાડીને તારા પરવરદિગાર તરફ જા છો છેવટે તું તેની મુલાકાત કરીશ!

فَاَمَّا مَنۡ اُوۡتِیَ کِتٰبَہٗ بِیَمِیۡنِہٖ ۙ﴿۷﴾

(૭) પછી જેને તેના નામએ આમાલ જમણા હાથમાં આપવામાં આવશે :

فَسَوۡفَ یُحَاسَبُ حِسَابًا یَّسِیۡرًا ۙ﴿۸﴾

(૮) જલ્દી તેનો આસાન હિસાબ થશે:

وَّ یَنۡقَلِبُ اِلٰۤی اَہۡلِہٖ مَسۡرُوۡرًا ؕ﴿۹﴾

(૯) અને તે પોતાના ખાનદાન પાસે ખુશખુશાલ પાછો આવશે.

10

وَ اَمَّا مَنۡ اُوۡتِیَ کِتٰبَہٗ وَرَآءَ ظَہۡرِہٖ ﴿ۙ۱۰﴾

(૧૦) પરંતુ જેને તેના નામએ આમાલ તેની પીઠ પાછળથી આપવામાં આવશે :

11

فَسَوۡفَ یَدۡعُوۡا ثُبُوۡرًا ﴿ۙ۱۱﴾

(૧૧) તે ચીખ-પોકાર કરશે. વાય મારા પર હલાક થયો!

12

وَّ یَصۡلٰی سَعِیۡرًا ﴿ؕ۱۲﴾

(૧૨) અને તે ભડકતી આગની બાળનારી જ્વાળાઓમાં બળશે.

13

اِنَّہٗ کَانَ فِیۡۤ اَہۡلِہٖ مَسۡرُوۡرًا ﴿ؕ۱۳﴾

(૧૩) તે પોતાના ખાનદાન વચ્ચે (ગુનાહોમાં) ખુશ હતો.

14

اِنَّہٗ ظَنَّ اَنۡ لَّنۡ یَّحُوۡرَ ﴿ۚۛ۱۴﴾

(૧૪) તે ધારતો હતો કે હરગિઝ સજીવન નહિ થાય.

15

بَلٰۤی ۚۛ اِنَّ رَبَّہٗ کَانَ بِہٖ بَصِیۡرًا ﴿ؕ۱۵﴾

(૧૫) હા (સજીવન થશે) બેશક તેનો પરવરદિગાર તેને હંમેશાં જોતો હતો.

16

فَلَاۤ اُقۡسِمُ بِالشَّفَقِ ﴿ۙ۱۶﴾

(૧૬) સંઘ્યા (ગુરૂબ)ની કસમ,

17

وَ الَّیۡلِ وَ مَا وَسَقَ ﴿ۙ۱۷﴾

(૧૭) અને રાતની તથા તે વસ્તુઓની કસમ કે જેને તે ઢાંકે છે:

18

وَ الۡقَمَرِ اِذَا اتَّسَقَ ﴿ۙ۱۸﴾

(૧૮) અને ચાંદની કસમ જ્યારે તે સંપૂર્ણ પૂનમનો ચાંદ થઇ જાય છે:

19

لَتَرۡکَبُنَّ طَبَقًا عَنۡ طَبَقٍ ﴿ؕ۱۹﴾

(૧૯) કે તમે બધા સતત એક પછી બીજી હાલતમાંથી પસાર થતા રહેશો.

20

فَمَا لَہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿ۙ۲۰﴾

(૨૦) પછી શા માટે તેઓ ઇમાન નથી લાવતા?

21

وَ اِذَا قُرِئَ عَلَیۡہِمُ الۡقُرۡاٰنُ لَا یَسۡجُدُوۡنَ ﴿ؕٛ۲۱﴾

(૨૧) અને જ્યારે તેમની સામે કુરઆન પઢવામાં આવે છે ત્યારે સજદો નથી કરતા?

22

بَلِ الَّذِیۡنَ کَفَرُوۡا یُکَذِّبُوۡنَ ﴿۫ۖ۲۲﴾

(૨૨) બલ્કે નાસ્તિકો (તેની આયતોને) સતત જૂઠલાવે છે!

23

وَ اللّٰہُ اَعۡلَمُ بِمَا یُوۡعُوۡنَ ﴿۫ۖ۲۳﴾

(૨૩) અને તેઓ જે કાંઇ (દિલમાં) સંતાડે છે તેને અલ્લાહ સારી રીતે જાણે છે.

24

فَبَشِّرۡہُمۡ بِعَذَابٍ اَلِیۡمٍ ﴿ۙ۲۴﴾

(૨૪) માટે તું તેમને દર્દનાક અઝાબની ખુશખબર આપ!

25

اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَہُمۡ اَجۡرٌ غَیۡرُ مَمۡنُوۡنٍ ﴿٪۲۵﴾

(૨૫) સિવાય તેઓ કે જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા કે તેમના માટે બદલો (સવાબ) છે અખૂટ!