Al-Hajj
سورة الحج
یَوۡمَ تَرَوۡنَہَا تَذۡہَلُ کُلُّ مُرۡضِعَۃٍ عَمَّاۤ اَرۡضَعَتۡ وَ تَضَعُ کُلُّ ذَاتِ حَمۡلٍ حَمۡلَہَا وَ تَرَی النَّاسَ سُکٰرٰی وَ مَا ہُمۡ بِسُکٰرٰی وَ لٰکِنَّ عَذَابَ اللّٰہِ شَدِیۡدٌ ﴿۲﴾
(૨) જે દિવસે તમે નિહાળશો કે (ગભરાહટથી) દૂધ પાનારી માતા પોતાના દૂધ પીનાર બાળકને મૂકી દેશે અને દરેક હામેલા પોતાના હમલને પાડી દેશે અને તું લોકોને નશામાં ચકચૂર જોશે, જો કે તેઓ નશામાં મસ્ત નહિ હોય, બલ્કે અલ્લાહનો અઝાબ જ (એવો) સખ્ત હશે.
یٰۤاَیُّہَا النَّاسُ اِنۡ کُنۡتُمۡ فِیۡ رَیۡبٍ مِّنَ الۡبَعۡثِ فَاِنَّا خَلَقۡنٰکُمۡ مِّنۡ تُرَابٍ ثُمَّ مِنۡ نُّطۡفَۃٍ ثُمَّ مِنۡ عَلَقَۃٍ ثُمَّ مِنۡ مُّضۡغَۃٍ مُّخَلَّقَۃٍ وَّ غَیۡرِ مُخَلَّقَۃٍ لِّنُبَیِّنَ لَکُمۡ ؕ وَ نُقِرُّ فِی الۡاَرۡحَامِ مَا نَشَآءُ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ثُمَّ نُخۡرِجُکُمۡ طِفۡلًا ثُمَّ لِتَبۡلُغُوۡۤا اَشُدَّکُمۡ ۚ وَ مِنۡکُمۡ مَّنۡ یُّتَوَفّٰی وَ مِنۡکُمۡ مَّنۡ یُّرَدُّ اِلٰۤی اَرۡذَلِ الۡعُمُرِ لِکَیۡلَا یَعۡلَمَ مِنۡۢ بَعۡدِ عِلۡمٍ شَیۡئًا ؕ وَ تَرَی الۡاَرۡضَ ہَامِدَۃً فَاِذَاۤ اَنۡزَلۡنَا عَلَیۡہَا الۡمَآءَ اہۡتَزَّتۡ وَ رَبَتۡ وَ اَنۡۢبَتَتۡ مِنۡ کُلِّ زَوۡجٍۭ بَہِیۡجٍ ﴿۵﴾
(૫) અય લોકો ! જો તમને પાછા ઉઠાડવાના બારામાં શંકા હોય તો જાણી લો કે પહેલા અમોએ તમને માટીમાંથી પેદા કર્યા, પછી નુત્ફાથી (વીર્યથી), પછી જામેલા લોહીમાંથી, પછી માંસના લોચામાંથી કે જે આકારવાળા અને આકાર વગરના હોય છે જેથી તમારી ઉપર અમારી કુદરતને વાઝેહ કરી નાખીયે અને અમે જેને ચાહીએ તેને ખાસ મુદ્દત સુધી માના રહેમમાં રહેવા દઇએ છીએ, પછી તમને બાળક બનાવીને બહાર કાઢીએ છીએ જેથી પુખ્તવયે પહોંચે, પછી તમારામાંથી કોઇને મોત આપવામાં આવે છે અને અમુકને જીવનના સૌથી ખરાબ હિસ્સા (બુઢાપા) સુધી પહોંચાડવામાં આવે છે, જેથી તે ઇલ્મ રાખ્યા બાદ અજાણ બની જાય; અને તુ આ ઝમીનને ઉજ્જડ જૂએ છો, પછી જયારે અમે પાણી વરસાવીએ છીએ ત્યારે તે ખીલી ઉઠે છે અને તે દરેક પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગાડે છે.
وَ مِنَ النَّاسِ مَنۡ یَّعۡبُدُ اللّٰہَ عَلٰی حَرۡفٍ ۚ فَاِنۡ اَصَابَہٗ خَیۡرُۨ اطۡمَاَنَّ بِہٖ ۚ وَ اِنۡ اَصَابَتۡہُ فِتۡنَۃُۨ انۡقَلَبَ عَلٰی وَجۡہِہٖ ۟ۚ خَسِرَ الدُّنۡیَا وَ الۡاٰخِرَۃَ ؕ ذٰلِکَ ہُوَ الۡخُسۡرَانُ الۡمُبِیۡنُ ﴿۱۱﴾
(૧૧) અને લોકોમાં અમુક એવા છે કે જે અલ્લાહની ઇબાદત ફકત જબાનથી કરે છે કે અગર તેને કોઇ ભલાઇ પહોંચે તો તે મુત્મઇન (સંતોષી) થઇ જાય છે, અને અગર કોઇ મુસીબત આવી પડે તો ઊંધા મોઢે ફરી જાય છે, તેઓ દુનિયા તથા આખેરતમાં નુકસાન ઉઠાવનાર છે, અને આ ચોખ્ખું નુકસાન છે.
مَنۡ کَانَ یَظُنُّ اَنۡ لَّنۡ یَّنۡصُرَہُ اللّٰہُ فِی الدُّنۡیَا وَ الۡاٰخِرَۃِ فَلۡیَمۡدُدۡ بِسَبَبٍ اِلَی السَّمَآءِ ثُمَّ لۡیَقۡطَعۡ فَلۡیَنۡظُرۡ ہَلۡ یُذۡہِبَنَّ کَیۡدُہٗ مَا یَغِیۡظُ ﴿۱۵﴾
(૧૫) જે કોઇને એવુ ગુમાન હોય કે અલ્લાહ તે (પયગંબર)ની દુનિયા તથા આખેરતમાં મદદ નહિં કરે (તેના કારણે ગુસ્સે છે) તો તેને જોઇએ કે છત પર દોરડુ ખેંચે પછી (પોતાને લટકાવીને જીવનની દોરી) કાપી નાખે પછી જૂએ કે તેની આ તરકીબ ગુસ્સો દેવરાવનાર વસ્તુને દૂર કરે છે?
اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ الَّذِیۡنَ ہَادُوۡا وَ الصّٰبِئِیۡنَ وَ النَّصٰرٰی وَ الۡمَجُوۡسَ وَ الَّذِیۡنَ اَشۡرَکُوۡۤا ٭ۖ اِنَّ اللّٰہَ یَفۡصِلُ بَیۡنَہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ شَہِیۡدٌ ﴿۱۷﴾
(૧૭) બેશક જે લોકો ઇમાન લાવ્યા અને જેઓ યહૂદી થયા તથા સિતારા પરસ્ત અને નસારા તેમજ મજૂસ થયા અને જેઓએ શિર્ક કર્યુ તેઓના દરમ્યાન કયામતને દિવસે અલ્લાહ ફેંસલો કરશે કારણકે તે દરેક ચીઝ પર ગવાહ છે.
اَلَمۡ تَرَ اَنَّ اللّٰہَ یَسۡجُدُ لَہٗ مَنۡ فِی السَّمٰوٰتِ وَ مَنۡ فِی الۡاَرۡضِ وَ الشَّمۡسُ وَ الۡقَمَرُ وَ النُّجُوۡمُ وَ الۡجِبَالُ وَ الشَّجَرُ وَ الدَّوَآبُّ وَ کَثِیۡرٌ مِّنَ النَّاسِ ؕ وَ کَثِیۡرٌ حَقَّ عَلَیۡہِ الۡعَذَابُ ؕ وَ مَنۡ یُّہِنِ اللّٰہُ فَمَا لَہٗ مِنۡ مُّکۡرِمٍ ؕ اِنَّ اللّٰہَ یَفۡعَلُ مَا یَشَآءُ ﴿ؕٛ۱۸﴾
(૧૮) શું તુ નથી જોતો કે જેઓ આસમાનો તથા ઝમીનમાં છે તેઓ અને સૂરજ તથા ચાંદ તથા તારા અને પહાડો તથા વૃક્ષો અને જાનવરો તથા માણસોમાંના ઘણાં ખરા અલ્લાહને સિજદો કરે છે? અને તેઓમાં ઘણાં ખરા એવા છે જેમના ઉપર (ઇન્કારના કારણે) અઝાબ નક્કી છે; અને જેને અલ્લાહ ઝલીલ કરે તેને ઇઝઝત આપનાર કોઇ નથી; બેશક અલ્લાહ જે ચાહે છે તે કરે છે.
ہٰذٰنِ خَصۡمٰنِ اخۡتَصَمُوۡا فِیۡ رَبِّہِمۡ ۫ فَالَّذِیۡنَ کَفَرُوۡا قُطِّعَتۡ لَہُمۡ ثِیَابٌ مِّنۡ نَّارٍ ؕ یُصَبُّ مِنۡ فَوۡقِ رُءُوۡسِہِمُ الۡحَمِیۡمُ ﴿ۚ۱۹﴾
(૧૯) આ બંને ગિરોહ એકબીજાના દુશ્મન છે, જે પોતાના પરવરદિગારના સંબંધમાં ઝઘડો કર્યો; અને નાસ્તિકો માટે આગના કપડાં વેતરવામાં આવેલ છે; (અને) તેમના માથા પર ઉકળતું પાણી રેડવામાં આવશે.
اِنَّ اللّٰہَ یُدۡخِلُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ یُحَلَّوۡنَ فِیۡہَا مِنۡ اَسَاوِرَ مِنۡ ذَہَبٍ وَّ لُؤۡلُؤًا ؕ وَ لِبَاسُہُمۡ فِیۡہَا حَرِیۡرٌ ﴿۲۳﴾
(૨૩) બેશક જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા અલ્લાહ તેમને જન્નતોમાં દાખલ કરશે, જેની હેઠળ નદીઓ વહેતી હશે; તેમાં તેમને સોનાના કડા તથા મોતીના કડાથી શણગારવામાં આવશે અને તેમાં તેમનો પોશાક રેશમનો છે.
اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا وَ یَصُدُّوۡنَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ وَ الۡمَسۡجِدِ الۡحَرَامِ الَّذِیۡ جَعَلۡنٰہُ لِلنَّاسِ سَوَآءَۨ الۡعَاکِفُ فِیۡہِ وَ الۡبَادِ ؕ وَ مَنۡ یُّرِدۡ فِیۡہِ بِاِلۡحَادٍۭ بِظُلۡمٍ نُّذِقۡہُ مِنۡ عَذَابٍ اَلِیۡمٍ ﴿٪۲۵﴾
(૨૫) બેશક જેઓએ ઇન્કાર કર્યો અને લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવે છે તથા મસ્જિદુલ હરામથી કે જેને અમોએ સર્વે લોકો માટે સમાન રાખ્યો છે. પછી તે ત્યાંનો રહેવાસી હોય કે બહારનો હોય, અને જે કોઇ આ (ઝમીન)માં સરકશી અને ઝુલ્મનો ઇરાદો કરશે તો અમે તેને દર્દનાક અઝાબની મજા ચખાડીશું.
وَ اِذۡ بَوَّاۡنَا لِاِبۡرٰہِیۡمَ مَکَانَ الۡبَیۡتِ اَنۡ لَّا تُشۡرِکۡ بِیۡ شَیۡئًا وَّ طَہِّرۡ بَیۡتِیَ لِلطَّآئِفِیۡنَ وَ الۡقَآئِمِیۡنَ وَ الرُّکَّعِ السُّجُوۡدِ ﴿۲۶﴾
(૨૬) અને યાદ કરો જ્યારે ઇબ્રાહીમને ખાનએ કાબાની જગ્યા તૈયાર કરી (જેથી તે મકાન ચણે અને કહ્યુ કે) કાંઇપણ ચીઝને મારી શરીક ન બનાવ અને મારા ઘરને તવાફ કરનારાઓ તથા કયામ કરનારાઓ તથા રૂકૂઅ અને સજદો કરનારાઓ માટે પાક કર.
لِّیَشۡہَدُوۡا مَنَافِعَ لَہُمۡ وَ یَذۡکُرُوا اسۡمَ اللّٰہِ فِیۡۤ اَیَّامٍ مَّعۡلُوۡمٰتٍ عَلٰی مَا رَزَقَہُمۡ مِّنۡۢ بَہِیۡمَۃِ الۡاَنۡعَامِ ۚ فَکُلُوۡا مِنۡہَا وَ اَطۡعِمُوا الۡبَآئِسَ الۡفَقِیۡرَ ﴿۫۲۸﴾
(૨૮) જેથી તેઓ પોતાના જુદા-જુદા ફાયદાઓ જોવે અને અમુક નક્કી દિવસોમાં જે જાનવરો તમને અલ્લાહે રિઝ્ક તરીકે આપ્યા છે તેના ઉપર અલ્લાહનું નામ (ઝબ્હ કરતી વખતે) લ્યે પછી તેમાંથી તમે પોતે ખાવ અને મોહતાજ ફકીરોને પણ ખવડાવો.
ذٰلِکَ ٭ وَ مَنۡ یُّعَظِّمۡ حُرُمٰتِ اللّٰہِ فَہُوَ خَیۡرٌ لَّہٗ عِنۡدَ رَبِّہٖ ؕ وَ اُحِلَّتۡ لَکُمُ الۡاَنۡعَامُ اِلَّا مَا یُتۡلٰی عَلَیۡکُمۡ فَاجۡتَنِبُوا الرِّجۡسَ مِنَ الۡاَوۡثَانِ وَ اجۡتَنِبُوۡا قَوۡلَ الزُّوۡرِ ﴿ۙ۳۰﴾
(૩૦) આ (મનાસિકે હજ) છે, અને જે પણ અલ્લાહની હુરમતવાળી વસ્તુઓને માન આપે, તે તેના હકમાં તેના પરવરદિગારની પાસે બહેતર છે; અને તમારા માટે જાનવરો હલાલ કરવામાં આવ્યાં, સિવાય કે જેમનું બયાન તમને કરવામાં આવે, માટે તમે બૂતોની નાપાકીથી બચો અને નકામી વાતોથી બચો.
حُنَفَآءَ لِلّٰہِ غَیۡرَ مُشۡرِکِیۡنَ بِہٖ ؕ وَ مَنۡ یُّشۡرِکۡ بِاللّٰہِ فَکَاَنَّمَا خَرَّ مِنَ السَّمَآءِ فَتَخۡطَفُہُ الطَّیۡرُ اَوۡ تَہۡوِیۡ بِہِ الرِّیۡحُ فِیۡ مَکَانٍ سَحِیۡقٍ ﴿۳۱﴾
(૩૧) (હજ અંજામ આપો) કોઇને પણ તેનો શરીક બનાવ્યા વગર માત્ર અલ્લાહ માટે જ અને જે શખ્સ કોઇને અલ્લાહનો શરીક કરે તો તે એવો છે કે જાણે તે આસમાન પરથી પડી ગયો હોય, અને તેને પરીન્દા પકડી લે, અથવા હવા તેને ઉડાડી કોઇ દૂરની જગ્યાએ ફેંકી દે.
وَ لِکُلِّ اُمَّۃٍ جَعَلۡنَا مَنۡسَکًا لِّیَذۡکُرُوا اسۡمَ اللّٰہِ عَلٰی مَا رَزَقَہُمۡ مِّنۡۢ بَہِیۡمَۃِ الۡاَنۡعَامِ ؕ فَاِلٰـہُکُمۡ اِلٰہٌ وَّاحِدٌ فَلَہٗۤ اَسۡلِمُوۡا ؕ وَ بَشِّرِ الۡمُخۡبِتِیۡنَ ﴿ۙ۳۴﴾
(૩૪) અને દરેક ઉમ્મત માટે અમોએ કુરબાનીની જગ્યા નક્કી કરી, જેથી જે જાનવરોનું રીઝક તેમને આપેલ છે તેમના ઉપર અલ્લાહનું નામ લ્યે; બસ તમારો માઅબૂદ એક જ છે, માટે તમે તેના તાબે થાવ અને નમ્રતા રાખવાવાળાને ખુશખબરી આપી દ્યો:
الَّذِیۡنَ اِذَا ذُکِرَ اللّٰہُ وَجِلَتۡ قُلُوۡبُہُمۡ وَ الصّٰبِرِیۡنَ عَلٰی مَاۤ اَصَابَہُمۡ وَ الۡمُقِیۡمِی الصَّلٰوۃِ ۙ وَ مِمَّا رَزَقۡنٰہُمۡ یُنۡفِقُوۡنَ ﴿۳۵﴾
(૩૫) તેઓ કે જેમની સામે જ્યારે અલ્લાહનું વર્ણન કરવામાં આવે છે ત્યારે તેમના મન ભયગ્રસ્ત થઇ જાય છે, તેઓ મુસીબત પર સબ્ર કરનારા છે, તથા નમાઝને કાયમ કરનારા છે અને અમોએ તેમને જે કાંઇ રોઝી આપી તેમાંથી ખૈરાત કરે છે.
وَ الۡبُدۡنَ جَعَلۡنٰہَا لَکُمۡ مِّنۡ شَعَآئِرِ اللّٰہِ لَکُمۡ فِیۡہَا خَیۡرٌ ٭ۖ فَاذۡکُرُوا اسۡمَ اللّٰہِ عَلَیۡہَا صَوَآفَّ ۚ فَاِذَا وَجَبَتۡ جُنُوۡبُہَا فَکُلُوۡا مِنۡہَا وَ اَطۡعِمُوا الۡقَانِعَ وَ الۡمُعۡتَرَّ ؕ کَذٰلِکَ سَخَّرۡنٰہَا لَکُمۡ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۳۶﴾
(૩૬) અને જાડા ઊંટોને અમોએ અમારી નિશાનીઓમાંથી બનાવ્યા; તેમાં તમારા માટે ભલાઇ છે; (કુરબાની વખતે) હરોળમાં ઊભા હોય એવી હાલતમાં તેમના ઉપર અલ્લાહનું નામ લ્યો, (અને પછી ગળામાં છરી ખૂંચાડો) પછી જ્યારે તેઓ પોતાના પડખા ભેર પડી જાય ત્યારે તમે પોતે તેમાંથી ખાવ તથા સંતોષી અને માંગનારા બધા ગરીબોને ખવડાવો; આ રીતે અમોએ તેઓને તમારા આધીન કરી દીધા કે જેથી તમે શુક્ર કરો.
لَنۡ یَّنَالَ اللّٰہَ لُحُوۡمُہَا وَ لَا دِمَآؤُہَا وَ لٰکِنۡ یَّنَالُہُ التَّقۡوٰی مِنۡکُمۡ ؕ کَذٰلِکَ سَخَّرَہَا لَکُمۡ لِتُکَبِّرُوا اللّٰہَ عَلٰی مَا ہَدٰىکُمۡ ؕ وَ بَشِّرِ الۡمُحۡسِنِیۡنَ ﴿۳۷﴾
(૩૭) અલ્લાહને ન તે જાનવરોનું ગોશ્ત પહોંચે છે અને ન તેમનું લોહી, બલ્કે તેને તો તમારી પરહેઝગારી જ પહોંચે છે અને આ જ રીતે તેણે જાનવરોને તમારા આધીન કરી દીધા કે જેથી અલ્લાહે આપેલી હિદાયત ઉપર તેની મોટાઇ વર્ણવતા રહો; તથા નેકી કરનારાઓને ખુશખબર સંભળાવી દે.
الَّذِیۡنَ اُخۡرِجُوۡا مِنۡ دِیَارِہِمۡ بِغَیۡرِ حَقٍّ اِلَّاۤ اَنۡ یَّقُوۡلُوۡا رَبُّنَا اللّٰہُ ؕ وَ لَوۡ لَا دَفۡعُ اللّٰہِ النَّاسَ بَعۡضَہُمۡ بِبَعۡضٍ لَّہُدِّمَتۡ صَوَامِعُ وَ بِیَعٌ وَّ صَلَوٰتٌ وَّ مَسٰجِدُ یُذۡکَرُ فِیۡہَا اسۡمُ اللّٰہِ کَثِیۡرًا ؕ وَ لَیَنۡصُرَنَّ اللّٰہُ مَنۡ یَّنۡصُرُہٗ ؕ اِنَّ اللّٰہَ لَقَوِیٌّ عَزِیۡزٌ ﴿۴۰﴾
(૪૦) જેમને પોતાના ઘરોમાંથી નાહક કાઢી મૂકવામાં આવ્યા હતા (તેઓનો ગુનાહ કાંઇ ન હતો સિવાય કે તેઓ કહેતા હતા) અમારો પરવરદિગાર અલ્લાહ છે, અને જો ખુદા અમુક લોકોને બીજા અમુક લોકો થકી દૂર ન કરેત તો દેવળ, ચર્ચ ગિરજાઘર અને મસ્જિદો કે જેમાં વધારે અલ્લાહનો ઝિક્ર કરવામાં આવે છે તે વિરાન થઇ જાત, અને અલ્લાહ તેના મદદગારોને જરૂર મદદ કરશે, બેશક તે જબરદસ્ત કુવ્વતવાળો છે.
اَلَّذِیۡنَ اِنۡ مَّکَّنّٰہُمۡ فِی الۡاَرۡضِ اَقَامُوا الصَّلٰوۃَ وَ اٰتَوُا الزَّکٰوۃَ وَ اَمَرُوۡا بِالۡمَعۡرُوۡفِ وَ نَہَوۡا عَنِ الۡمُنۡکَرِ ؕ وَ لِلّٰہِ عَاقِبَۃُ الۡاُمُوۡرِ ﴿۴۱﴾
(૪૧) જ્યારે અમે તેઓને ઝમીનમાં ઇખ્તીયાર આપશુ ત્યારે તેઓએ નમાઝ કાયમ કરશે અને ઝકાત અદા કરશે અને નેકીઓનો હુકમ આપશે, તથા બદીથી રોકશે અને દરેક બાબતનો અંજામ અલ્લાહના ઇખ્તેયારમાં છે.
اَفَلَمۡ یَسِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَتَکُوۡنَ لَہُمۡ قُلُوۡبٌ یَّعۡقِلُوۡنَ بِہَاۤ اَوۡ اٰذَانٌ یَّسۡمَعُوۡنَ بِہَا ۚ فَاِنَّہَا لَا تَعۡمَی الۡاَبۡصَارُ وَ لٰکِنۡ تَعۡمَی الۡقُلُوۡبُ الَّتِیۡ فِی الصُّدُوۡرِ ﴿۴۶﴾
(૪૬) શું તેઓ ઝમીનમાં ફર્યા નથી કે તેમની પાસે એવા દિલ હોય જે સમજે, અને એવા કાન હોય જે સાંભળે? કારણ કે હકીકતમાં આંખો આંધળી નથી હોતી, પરંતુ તે દિલો આંધળા હોય છે કે જે છાતીની અંદર હોય છે.
وَ یَسۡتَعۡجِلُوۡنَکَ بِالۡعَذَابِ وَ لَنۡ یُّخۡلِفَ اللّٰہُ وَعۡدَہٗ ؕ وَ اِنَّ یَوۡمًا عِنۡدَ رَبِّکَ کَاَلۡفِ سَنَۃٍ مِّمَّا تَعُدُّوۡنَ ﴿۴۷﴾
(૪૭) અને (અય રસૂલ!) તેઓ તારાથી અઝાબ માટે ઉતાવળ કરે છે, જો કે અલ્લાહ હરગિઝ પોતાના વાયદા ખિલાફી નહી કરે! અને ખરેખર તારા પરવરદિગારની નજીક એક દિવસ એક હજાર વર્ષની બરાબર છે, જેનો તમે હિસાબ કરો છો.
وَ مَاۤ اَرۡسَلۡنَا مِنۡ قَبۡلِکَ مِنۡ رَّسُوۡلٍ وَّ لَا نَبِیٍّ اِلَّاۤ اِذَا تَمَنّٰۤی اَلۡقَی الشَّیۡطٰنُ فِیۡۤ اُمۡنِیَّتِہٖ ۚ فَیَنۡسَخُ اللّٰہُ مَا یُلۡقِی الشَّیۡطٰنُ ثُمَّ یُحۡکِمُ اللّٰہُ اٰیٰتِہٖ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌ حَکِیۡمٌ ﴿ۙ۵۲﴾
(૫૨) અને અમોએ તારી પહેલાં કોઇ એવો રસૂલ કે નબીને નથી મોકલ્યો, સિવાય કે જયારે તેણે કોઇ (સારી) ઇચ્છા કરી ત્યારે શૈતાને તેની ઇચ્છાઓમાં વસવસો નાખ્યો, પરંતુ અલ્લાહે તે વસવસાએ શૈતાનીને નાબૂદ કરી નાખ્યા ત્યારબાદ અલ્લાહ પોતાની નિશાનીઓને મજબૂત કરે છે, અને અલ્લાહ જાણનાર તથા હિકમતવાળો છે:
لِّیَجۡعَلَ مَا یُلۡقِی الشَّیۡطٰنُ فِتۡنَۃً لِّلَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ وَّ الۡقَاسِیَۃِ قُلُوۡبُہُمۡ ؕ وَ اِنَّ الظّٰلِمِیۡنَ لَفِیۡ شِقَاقٍۭ بَعِیۡدٍ ﴿ۙ۵۳﴾
(૫૩) જેથી શેતાને જે (વસવસો) નાખે છે તેને જેમનાં દિલોમાં બીમારી છે, અને જેમના દિલ સખત થઇ ગયા છે તેઓ માટે અજમાઇશ બનાવે અને બેશક ઝાલિમો દુશ્મનીમાં (હકથી) ઘણા દૂર પડયા છે:
وَّ لِیَعۡلَمَ الَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ اَنَّہُ الۡحَقُّ مِنۡ رَّبِّکَ فَیُؤۡمِنُوۡا بِہٖ فَتُخۡبِتَ لَہٗ قُلُوۡبُہُمۡ ؕ وَ اِنَّ اللّٰہَ لَہَادِ الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۵۴﴾
(૫૪) અને એ માટે પણ કે જેમને ઇલ્મ આપવામાં આવ્યું તેઓ જાણી લે કે તે (વહી) તારા પરવરદિગાર તરફથી હક છે જેથી તેઓ તેના પર ઇમાન લાવે અને તેમના દિલો તેના માટે નરમ બને; અને બેશક અલ્લાહ તે લોકોને કે જેઓ ઇમાન લાવ્યા તેમને સીધા રસ્તાની હિદાયત કરવાવાળો છે.
وَ لَا یَزَالُ الَّذِیۡنَ کَفَرُوۡا فِیۡ مِرۡیَۃٍ مِّنۡہُ حَتّٰی تَاۡتِیَہُمُ السَّاعَۃُ بَغۡتَۃً اَوۡ یَاۡتِیَہُمۡ عَذَابُ یَوۡمٍ عَقِیۡمٍ ﴿۵۵﴾
(૫૫) અને જે લોકો ઇમાન નથી લાવ્યા તેઓ હંમેશા શંકામાં પડ્યા રહેશે, એટલે સુધી કે (કયામતની) ઘડી તેમના પર અચાનક આવી પડે અથવા અકીમ (જૂના નુકસાનનું વળતર ન વાળી શકાય એવા) દિવસનો અઝાબ તેમના પર આવી પડે.
وَ الَّذِیۡنَ ہَاجَرُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ ثُمَّ قُتِلُوۡۤا اَوۡ مَاتُوۡا لَیَرۡزُقَنَّہُمُ اللّٰہُ رِزۡقًا حَسَنًا ؕ وَ اِنَّ اللّٰہَ لَہُوَ خَیۡرُ الرّٰزِقِیۡنَ ﴿۵۸﴾
(૫૮) અને જે લોકોએ અલ્લાહની રાહમાં હિજરત કરી, પછી કત્લ કરવામાં આવ્યા અથવા મરી ગયા, તો તેમને અલ્લાહ જરૂર બહેતરીન રોઝી અતા કરશે; અને બેશક અલ્લાહ બેહતર રોઝી આપનાર છે.
ذٰلِکَ ۚ وَ مَنۡ عَاقَبَ بِمِثۡلِ مَا عُوۡقِبَ بِہٖ ثُمَّ بُغِیَ عَلَیۡہِ لَیَنۡصُرَنَّہُ اللّٰہُ ؕ اِنَّ اللّٰہَ لَعَفُوٌّ غَفُوۡرٌ ﴿۶۰﴾
(૬૦) એમ જ થશે; અને તે ઉપરાંત જેને જેટલી ઇજા પહોંચાડવામાં આવી હશે તેટલી જ સજા તે (દુશ્મન)ને આપે, જો તે પછી પણ તેના ઉપર ઝુલ્મ કરવામાં આવશે તો અલ્લાહ તેની જરૂર મદદ કરશે; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
ذٰلِکَ بِاَنَّ اللّٰہَ یُوۡلِجُ الَّیۡلَ فِی النَّہَارِ وَ یُوۡلِجُ النَّہَارَ فِی الَّیۡلِ وَ اَنَّ اللّٰہَ سَمِیۡعٌۢ بَصِیۡرٌ ﴿۶۱﴾
(૬૧) આ (મદદનો વાયદો) એ માટે છે કે (તે દરેક ચીજ પર સત્તાવાન છે) અલ્લાહ રાતને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાતમાં દાખલ કરે છે, અને અલ્લાહ સાંભળનારો (તથા) જોનારો છે.
اَلَمۡ تَرَ اَنَّ اللّٰہَ سَخَّرَ لَکُمۡ مَّا فِی الۡاَرۡضِ وَ الۡفُلۡکَ تَجۡرِیۡ فِی الۡبَحۡرِ بِاَمۡرِہٖ ؕ وَ یُمۡسِکُ السَّمَآءَ اَنۡ تَقَعَ عَلَی الۡاَرۡضِ اِلَّا بِاِذۡنِہٖ ؕ اِنَّ اللّٰہَ بِالنَّاسِ لَرَءُوۡفٌ رَّحِیۡمٌ ﴿۶۵﴾
(૬૫) શું તે આ નથી જોયું કે ઝમીનમાં જે કાંઇ છે તેને અલ્લાહે તમારા તાબે કરી દીધું, અને હોડીઓ તેના હુકમથી દરિયામાં ચાલે છે, અને તેણે જ આસમાનને રોકી રાખ્યુ છે કે જે તેની રજા વગર ઝમીન પર પડી નથી જતુ? બેશક અલ્લાહ પોતાના બંદાઓ ઉપર દયાળુ અને માયાળુ છે.
لِکُلِّ اُمَّۃٍ جَعَلۡنَا مَنۡسَکًا ہُمۡ نَاسِکُوۡہُ فَلَا یُنَازِعُنَّکَ فِی الۡاَمۡرِ وَ ادۡعُ اِلٰی رَبِّکَ ؕ اِنَّکَ لَعَلٰی ہُدًی مُّسۡتَقِیۡمٍ ﴿۶۷﴾
(૬૭) અમે દરેક ઉમ્મત માટે ઇબાદત(ની રીત) નક્કી કરી છે જેથી તેઓ ઇબાદત કરે માટે આ બાબતમાં તેઓએ તારી સાથે ઝઘડો ન કરવો જોઇએ! અને તું તારા પરવરદિગાર તરફ તેમને દાવત દે, બેશક તું હિદાયતના સીધા રસ્તા પર છો.
وَ یَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ مَا لَمۡ یُنَزِّلۡ بِہٖ سُلۡطٰنًا وَّ مَا لَیۡسَ لَہُمۡ بِہٖ عِلۡمٌ ؕ وَ مَا لِلظّٰلِمِیۡنَ مِنۡ نَّصِیۡرٍ ﴿۷۱﴾
(૭૧) અને તેઓ અલ્લાહને મૂકીને એવાની બંદગી કરે છે કે જેના વિશે ન અલ્લાહે કોઇ દલીલ ઉતારી છે. અને ન તેઓ પાસે તે (માઅબૂદો ) વિશે કંઇ ઇલ્મ છે; અને ઝાલિમોનો કોઇ મદદગાર નથી.
وَ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیٰتُنَا بَیِّنٰتٍ تَعۡرِفُ فِیۡ وُجُوۡہِ الَّذِیۡنَ کَفَرُوا الۡمُنۡکَرَ ؕ یَکَادُوۡنَ یَسۡطُوۡنَ بِالَّذِیۡنَ یَتۡلُوۡنَ عَلَیۡہِمۡ اٰیٰتِنَا ؕ قُلۡ اَفَاُنَبِّئُکُمۡ بِشَرٍّ مِّنۡ ذٰلِکُمۡ ؕ اَلنَّارُ ؕ وَعَدَہَا اللّٰہُ الَّذِیۡنَ کَفَرُوۡا ؕ وَ بِئۡسَ الۡمَصِیۡرُ ﴿٪۷۲﴾
(૭૨) અને જયારે તેમની સામે અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે તો જેઓ ઇમાન નથી લાવ્યા, તું તેમના ચહેરા પર ઇન્કાર(ની નિશાનીઓ) જૂએ છો જાણે એવું લાગે છે કે અલ્લાહની આયતો પઢનાર પર મુઠી વડે હમલો કરી નાખશે, તું કહે કે હું તમને તેના કરતાં પણ વધુ ખરાબ ખબર આપુ? આગ કે જેનો અલ્લાહે નાસ્તિકોને વાયદો કરેલ છે અને તે કેટલુ ખરાબ પરિણામ છે!
یٰۤاَیُّہَا النَّاسُ ضُرِبَ مَثَلٌ فَاسۡتَمِعُوۡا لَہٗ ؕ اِنَّ الَّذِیۡنَ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ لَنۡ یَّخۡلُقُوۡا ذُبَابًا وَّ لَوِ اجۡتَمَعُوۡا لَہٗ ؕ وَ اِنۡ یَّسۡلُبۡہُمُ الذُّبَابُ شَیۡئًا لَّا یَسۡتَنۡقِذُوۡہُ مِنۡہُ ؕ ضَعُفَ الطَّالِبُ وَ الۡمَطۡلُوۡبُ ﴿۷۳﴾
(૭૩) અય લોકો ! તમારા માટે એક દાખલો બયાન કરવામાં આવેલ છે તેને ઘ્યાનથી સાંભળી લ્યો; એમાં શક નથી કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો તેઓ હરગિઝ એક માખી પેદા કરી શકતા નથી ભલે પછી તે (માખી પેદા કરવા માટે) ભેગા થાય તો પણ; અને જો તેમની પાસેથી માખી કંઇ વસ્તુ છીનવી લે તો પણ તેઓ તેની પાસેથી તે (વસ્તુ) છોડાવી શકતા નથી; માંગનાર અને જેમની પાસે માંગવામાં આવે છે તેઓ બંને કમજોર છે.
وَ جَاہِدُوۡا فِی اللّٰہِ حَقَّ جِہَادِہٖ ؕ ہُوَ اجۡتَبٰىکُمۡ وَ مَا جَعَلَ عَلَیۡکُمۡ فِی الدِّیۡنِ مِنۡ حَرَجٍ ؕ مِلَّۃَ اَبِیۡکُمۡ اِبۡرٰہِیۡمَ ؕ ہُوَ سَمّٰىکُمُ الۡمُسۡلِمِیۡنَ ۬ۙ مِنۡ قَبۡلُ وَ فِیۡ ہٰذَا لِیَکُوۡنَ الرَّسُوۡلُ شَہِیۡدًا عَلَیۡکُمۡ وَ تَکُوۡنُوۡا شُہَدَآءَ عَلَی النَّاسِ ۚۖ فَاَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ وَ اعۡتَصِمُوۡا بِاللّٰہِ ؕ ہُوَ مَوۡلٰىکُمۡ ۚ فَنِعۡمَ الۡمَوۡلٰی وَ نِعۡمَ النَّصِیۡرُ ﴿٪۷۸﴾
(૭૮) અને અલ્લાહ માટે એવી રીતે જેહાદ કરો જેવી રીતે કે તેનો હક છે, કે તેણે તમને મુન્તખબ (પસંદ) કર્યા અને દીનમાં કોઇ ભારે તકલીફ નથી મૂકી, અને આ જ તમારા વાલિદ ઇબ્રાહીમનો દીન હતો જેણે તમારૂં નામ આના પહેલાની કિતાબમાં મુસ્લિમ રાખ્યુ અને આ (કુરઆન)માં પણ; જેથી રસૂલ તમારા ઉપર ગવાહ રહે અને તમે લોકો(ના કાર્યો) પર ગવાહ રહો, બસ તમે નમાઝને કાયમ કરો, ઝકાત અદા કરો, અને અલ્લાહથી વાબસ્તા રહો; એ જ તમારો સરપરસ્ત છે, અને કેવો બહેતરીન સરપરસ્ત અને બહેતરીન મદદગાર છે!