Al-Ahqaf
سورة الأحقاف
مَا خَلَقۡنَا السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَاۤ اِلَّا بِالۡحَقِّ وَ اَجَلٍ مُّسَمًّی ؕ وَ الَّذِیۡنَ کَفَرُوۡا عَمَّاۤ اُنۡذِرُوۡا مُعۡرِضُوۡنَ ﴿۳﴾
(૩) અમોએ આસમાનો અને ઝમીન તથા તે બંને વચ્ચે જે કાંઇ છે તેને પેદા નથી કર્યુ સિવાય હકની સાથે અને ચોક્કસ મુદ્દત માટે, પરંતુ નાસ્તિકોને જેનાથી ડરાવવામાં આવે છે તેનાથી મોઢુ ફેરવે છે.
قُلۡ اَرَءَیۡتُمۡ مَّا تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ اَرُوۡنِیۡ مَاذَا خَلَقُوۡا مِنَ الۡاَرۡضِ اَمۡ لَہُمۡ شِرۡکٌ فِی السَّمٰوٰتِ ؕ اِیۡتُوۡنِیۡ بِکِتٰبٍ مِّنۡ قَبۡلِ ہٰذَاۤ اَوۡ اَثٰرَۃٍ مِّنۡ عِلۡمٍ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۴﴾
(૪) તેઓને કહે કે અલ્લાહ સિવાય જે માઅબૂદોને પોકારો છો મને બતાવો કે ઝમીનમાંથી કંઇ ચીઝ પેદા કરી છે અથવા આસમાનોના સર્જનમાં તેઓની ભાગીદારી છે? અગર તમે સાચુ કહો છો તો આના પહેલાંની કોઇ કિતાબ અથવા બાકી રહી ગયેલું ઇલ્મ મારી પાસે (દલીલરૂપે) લાવો.
اَمۡ یَقُوۡلُوۡنَ افۡتَرٰىہُ ؕ قُلۡ اِنِ افۡتَرَیۡتُہٗ فَلَا تَمۡلِکُوۡنَ لِیۡ مِنَ اللّٰہِ شَیۡئًا ؕ ہُوَ اَعۡلَمُ بِمَا تُفِیۡضُوۡنَ فِیۡہِ ؕ کَفٰی بِہٖ شَہِیۡدًۢا بَیۡنِیۡ وَ بَیۡنَکُمۡ ؕ وَ ہُوَ الۡغَفُوۡرُ الرَّحِیۡمُ ﴿۸﴾
(૮) અથવા એમ કહે છે આ આયતોની અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપી છે! કહે જો મે જૂઠી નિસ્બત આપી હશે તો અલ્લાહ સામે તમે મારો કંઇ બચાવ કરી શકવાના નથી અને તમે જે કાંઇ કામોમાં મશગૂલ થાવ છો તેને તે સારી રીતે જાણે છે આ જ બસ છે કે મારી તથા તમારી વચ્ચે ગવાહ તે (અલ્લાહ) હશે; અને તે ગફુરૂર રહીમ છે .
قُلۡ مَا کُنۡتُ بِدۡعًا مِّنَ الرُّسُلِ وَ مَاۤ اَدۡرِیۡ مَا یُفۡعَلُ بِیۡ وَ لَا بِکُمۡ ؕ اِنۡ اَتَّبِعُ اِلَّا مَا یُوۡحٰۤی اِلَیَّ وَ مَاۤ اَنَا اِلَّا نَذِیۡرٌ مُّبِیۡنٌ ﴿۹﴾
(૯) તું કહે હું કાંઇ નવા પ્રકારનો રસૂલ નથી, અને મને ખબર નથી કે મારી અને તમારી સાથે શું થશે, હું ફકત મારા પર જે વહી થાય છે તેની પૈરવી કરૂં છું અને હું ફકત ખુલ્લી રીતે (અઝાબે ઇલાહીથી) ડરાવનાર છું.
قُلۡ اَرَءَیۡتُمۡ اِنۡ کَانَ مِنۡ عِنۡدِ اللّٰہِ وَ کَفَرۡتُمۡ بِہٖ وَ شَہِدَ شَاہِدٌ مِّنۡۢ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ عَلٰی مِثۡلِہٖ فَاٰمَنَ وَ اسۡتَکۡبَرۡتُمۡ ؕ اِنَّ اللّٰہَ لَا یَہۡدِی الۡقَوۡمَ الظّٰلِمِیۡنَ ﴿٪۱۰﴾
(૧૦) તું કહે કે તમારો શું મત છે કે અગર આ (કુરઆન) અલ્લાહ તરફથી હશે અને તમોએ તેનો ઇન્કાર કરો, જયારે કે બની ઇસરાઇલનો એક ગવાહ આ વાતની ગવાહી આપે, અને તે ઇમાન લાવે અને તમે અકળાવ (તો તમારાથી વધારે ગુમરાહ કોણ) બેશક અલ્લાહ ઝાલિમોની હિદાયત કરતો નથી.
وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لِلَّذِیۡنَ اٰمَنُوۡا لَوۡ کَانَ خَیۡرًا مَّا سَبَقُوۡنَاۤ اِلَیۡہِ ؕ وَ اِذۡ لَمۡ یَہۡتَدُوۡا بِہٖ فَسَیَقُوۡلُوۡنَ ہٰذَاۤ اِفۡکٌ قَدِیۡمٌ ﴿۱۱﴾
(૧૧) અને નાસ્તિકો મોમીનો વિશે કહ્યુ કે અગર આ (દીન) બહેતર હોત તો આ લોકો (મોમીનો) અમારી પહેલા તેના તરફ ન વધેત; કારણકે તેઓની આના થકી હિદાયત નથી થઇ માટે જલ્દી તેઓ કહેશે કે આ જૂનુ જૂઠ છે.
وَ مِنۡ قَبۡلِہٖ کِتٰبُ مُوۡسٰۤی اِمَامًا وَّ رَحۡمَۃً ؕ وَ ہٰذَا کِتٰبٌ مُّصَدِّقٌ لِّسَانًا عَرَبِیًّا لِّیُنۡذِرَ الَّذِیۡنَ ظَلَمُوۡا ٭ۖ وَ بُشۡرٰی لِلۡمُحۡسِنِیۡنَ ﴿ۚ۱۲﴾
(૧૨) અને તેની પહેલાં મૂસાની કિતાબ હતી જે રાહનુમા અને રહેમત હતી, અને આ કિતાબ અરબી ભાષામાં અને તેને ટેકો આપનારી છે, જેથી ઝાલિમોને (અલ્લાહના અઝાબથી) ડરાવે અને નેક લોકો માટે ખુશખબર બને.
وَ وَصَّیۡنَا الۡاِنۡسَانَ بِوَالِدَیۡہِ اِحۡسٰنًا ؕ حَمَلَتۡہُ اُمُّہٗ کُرۡہًا وَّ وَضَعَتۡہُ کُرۡہًا ؕ وَ حَمۡلُہٗ وَ فِصٰلُہٗ ثَلٰثُوۡنَ شَہۡرًا ؕ حَتّٰۤی اِذَا بَلَغَ اَشُدَّہٗ وَ بَلَغَ اَرۡبَعِیۡنَ سَنَۃً ۙ قَالَ رَبِّ اَوۡزِعۡنِیۡۤ اَنۡ اَشۡکُرَ نِعۡمَتَکَ الَّتِیۡۤ اَنۡعَمۡتَ عَلَیَّ وَ عَلٰی وَالِدَیَّ وَ اَنۡ اَعۡمَلَ صَالِحًا تَرۡضٰہُ وَ اَصۡلِحۡ لِیۡ فِیۡ ذُرِّیَّتِیۡ ۚؕ اِنِّیۡ تُبۡتُ اِلَیۡکَ وَ اِنِّیۡ مِنَ الۡمُسۡلِمِیۡنَ ﴿۱۵﴾
(૧૫) અને અમોએ ઇન્સાનને તેના વાલેદૈન સાથે નેકી કરવાની સિફારિશ કરી; તેની વાલેદાએ તકલીફ વેઠી તેનો બોજો ઉપાડ્યો, અને તકલીફ સાથે તેને જન્મ આપ્યો; અને તેના હમલ અને દૂધ છોડાવવાની મુદ્દત ત્રીસ મહિના છે; ત્યાં સુધી કે તે શક્તિશાળી થઇ જાય અને તેની વય ચાલીસ વર્ષની થઇ જાય, ત્યારે તે કહે છે કે પરવરદિગાર! મને તોફીક આપ કે હું તારી એ નેઅમતનો શુક્ર અદા કરૂં, જે તે મને અને મારા વાલેદૈનને આપી, તથા એવું સારૂં કામ કરૂં કે તું રાજી થઇ જા, અને મારી માટે મારી ઓલાદને નેક બનાવ, બેશક હું તારી તરફ રજૂ થાઉં છું, અને મુસલમાનોમાંથી છું.
اُولٰٓئِکَ الَّذِیۡنَ نَتَقَبَّلُ عَنۡہُمۡ اَحۡسَنَ مَا عَمِلُوۡا وَ نَتَجَاوَزُ عَنۡ سَیِّاٰتِہِمۡ فِیۡۤ اَصۡحٰبِ الۡجَنَّۃِ ؕ وَعۡدَ الصِّدۡقِ الَّذِیۡ کَانُوۡا یُوۡعَدُوۡنَ ﴿۱۶﴾
(૧૬) આ એવા લોકો છે જેના બહેતરીન આમાલને કબૂલ કરીએ છીએ, અને તેમની બૂરાઇઓને દરગુજર કરીએ છીએ, તેઓ જન્નતવાસીઓમાં છે, અને આ સાચો વાયદો છે જે તેમની સાથે કરવામાં આવેલો હતો.
وَ الَّذِیۡ قَالَ لِوَالِدَیۡہِ اُفٍّ لَّکُمَاۤ اَتَعِدٰنِنِیۡۤ اَنۡ اُخۡرَجَ وَ قَدۡ خَلَتِ الۡقُرُوۡنُ مِنۡ قَبۡلِیۡ ۚ وَ ہُمَا یَسۡتَغِیۡثٰنِ اللّٰہَ وَیۡلَکَ اٰمِنۡ ٭ۖ اِنَّ وَعۡدَ اللّٰہِ حَقٌّ ۚۖ فَیَقُوۡلُ مَا ہٰذَاۤ اِلَّاۤ اَسَاطِیۡرُ الۡاَوَّلِیۡنَ ﴿۱۷﴾
(૧૭) અને જે તેના વાલેદૈનને કહે કે તમારા માટે અફસોસ છે. તમે મને વાયદો આપો છો કે મને (કબ્રમાંથી) કાઢવામાં આવશે?! એવી હાલતમાં કે મારી પહેલા ઘણી કોમોં પસાર થઇ ચૂકી અને તે બંને અલ્લાહની મદદ માંગતા (અને તેને કહેતા) કે અફસોસ છે તારી હાલત પર! તું ઇમાન લઇ આવ, અલ્લાહનો વાયદો સાચો છે, પરંતુ તે કહેતો કે આ ફકત અગાઉના લોકોના કિસ્સાઓ છે.
وَ یَوۡمَ یُعۡرَضُ الَّذِیۡنَ کَفَرُوۡا عَلَی النَّارِ ؕ اَذۡہَبۡتُمۡ طَیِّبٰتِکُمۡ فِیۡ حَیَاتِکُمُ الدُّنۡیَا وَ اسۡتَمۡتَعۡتُمۡ بِہَا ۚ فَالۡیَوۡمَ تُجۡزَوۡنَ عَذَابَ الۡہُوۡنِ بِمَا کُنۡتُمۡ تَسۡتَکۡبِرُوۡنَ فِی الۡاَرۡضِ بِغَیۡرِ الۡحَقِّ وَ بِمَا کُنۡتُمۡ تَفۡسُقُوۡنَ ﴿٪۲۰﴾
(૨૦) અને જે દિવસે નાસ્તિકોને જહન્નમની સામે લાવવામાં આવશે, કે તમોએ દુનિયાના જીવનમાં પાકીઝા નેઅમતોનો ઊપયોગ કર્યો અને તેનો ફાયદો ઊપાડ્યો પરંતુ આજે ઝિલ્લતના અઝાબની સજા દેવામાં આવશે, કારણકે તમે ઝમીનમાં નાહક અકડતા (ગરૂર કરતા) હતા, અને નાફરમાની કરતા હતા.
وَ اذۡکُرۡ اَخَا عَادٍ ؕ اِذۡ اَنۡذَرَ قَوۡمَہٗ بِالۡاَحۡقَافِ وَ قَدۡ خَلَتِ النُّذُرُ مِنۡۢ بَیۡنِ یَدَیۡہِ وَ مِنۡ خَلۡفِہٖۤ اَلَّا تَعۡبُدُوۡۤا اِلَّا اللّٰہَ ؕ اِنِّیۡۤ اَخَافُ عَلَیۡکُمۡ عَذَابَ یَوۡمٍ عَظِیۡمٍ ﴿۲۱﴾
(૨૧) અને કોમે આદના ભાઇ હૂદને યાદ કરો કે તેણે પોતાની કોમને અહ્કાફમાં (અરબી ટાપુના દક્ષિણમાં આવેલ જગ્યા) ડરાવ્યા હતા, અને તેમની પહેલાં અને પછી ઘણાં (અઝાબથી) ડરાવનારા (પયગંબરો) આવી ગયા હતા, અલ્લાહ સિવાય બીજાની ઇબાદત ન કરો, હું તમારા વિશે એક મહાન દિવસના અઝાબથી ડરૂં છું.
قَالَ اِنَّمَا الۡعِلۡمُ عِنۡدَ اللّٰہِ ۫ۖ وَ اُبَلِّغُکُمۡ مَّاۤ اُرۡسِلۡتُ بِہٖ وَ لٰکِنِّیۡۤ اَرٰىکُمۡ قَوۡمًا تَجۡہَلُوۡنَ ﴿۲۳﴾
(૨૩) તેમણે કહ્યું કે (અઝાબના સમયનુ) ઇલ્મ ફકત અલ્લાહ પાસે છે, અને હું માત્ર તેનો પયગામ તમને પહોંચાડુ છું, જે મને સોંપવામાં આવ્યો છે પરંતુ હું તમને જોવ છુ કે સતત નાદાની કરો છો.
فَلَمَّا رَاَوۡہُ عَارِضًا مُّسۡتَقۡبِلَ اَوۡدِیَتِہِمۡ ۙ قَالُوۡا ہٰذَا عَارِضٌ مُّمۡطِرُنَا ؕ بَلۡ ہُوَ مَا اسۡتَعۡجَلۡتُمۡ بِہٖ ؕ رِیۡحٌ فِیۡہَا عَذَابٌ اَلِیۡمٌ ﴿ۙ۲۴﴾
(૨૪) પછી જયારે તેમણે એક વાદળ જોયું કે જે તેમની ખીણ તરફ આવતું હતું ત્યારે કહ્યુ કે આ વાદળ અમારા ઉપર વરસશે! (કહેવામાં આવ્યુ કે) આ તે (અઝાબ) છે જેની તમે ઉતાવળ કરતા હતા; તેજ પવન છે કે જેમાં દર્દનાક અઝાબ છે :
وَ لَقَدۡ مَکَّنّٰہُمۡ فِیۡمَاۤ اِنۡ مَّکَّنّٰکُمۡ فِیۡہِ وَ جَعَلۡنَا لَہُمۡ سَمۡعًا وَّ اَبۡصَارًا وَّ اَفۡـِٕدَۃً ۫ۖ فَمَاۤ اَغۡنٰی عَنۡہُمۡ سَمۡعُہُمۡ وَ لَاۤ اَبۡصَارُہُمۡ وَ لَاۤ اَفۡـِٕدَتُہُمۡ مِّنۡ شَیۡءٍ اِذۡ کَانُوۡا یَجۡحَدُوۡنَ ۙ بِاٰیٰتِ اللّٰہِ وَ حَاقَ بِہِمۡ مَّا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿٪۲۶﴾
(૨૬) અને બેશક અમોએ તેમને એવી સગવડતા આપી હતી જેવી તમને નથી આપી અને અમોએ તેમને કાન, આંખ તથા દિલ આપ્યા હતા. પરંતુ ન તેમને કાનોએ કાંઇ ફાયદો પહોંચાડયો, ન આંખોએ, ન દિલોએ, કારણ કે તેઓ અલ્લાહની આયતોનો ઇન્કાર કરતા હતા, અને છેવટે તેમને એવા અઝાબે ઘેરી લીધા કે જેની તેઓ મજાક ઊડાડતા હતા.
فَلَوۡ لَا نَصَرَہُمُ الَّذِیۡنَ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِ اللّٰہِ قُرۡبَانًا اٰلِـہَۃً ؕ بَلۡ ضَلُّوۡا عَنۡہُمۡ ۚ وَ ذٰلِکَ اِفۡکُہُمۡ وَ مَا کَانُوۡا یَفۡتَرُوۡنَ ﴿۲۸﴾
(૨૮) પછી શા માટે અલ્લાહ સિવાયના માઅબૂદો જેને (અલ્લાહથી) નજદીક થવા માટે પસંદ કર્યા હતા તેઓએ તમારી મદદ ન કરી બલ્કે તેઓ (નજરોથી) ગાયબ થઇ ગયા, અને આ તેમનું જૂઠ છે કે જે તેઓ ઘડી કાઢતા હતા.
وَ اِذۡ صَرَفۡنَاۤ اِلَیۡکَ نَفَرًا مِّنَ الۡجِنِّ یَسۡتَمِعُوۡنَ الۡقُرۡاٰنَ ۚ فَلَمَّا حَضَرُوۡہُ قَالُوۡۤا اَنۡصِتُوۡا ۚ فَلَمَّا قُضِیَ وَلَّوۡا اِلٰی قَوۡمِہِمۡ مُّنۡذِرِیۡنَ ﴿۲۹﴾
(૨૯) અને જયારે અમોએ જિન્નાતમાંથી એક સમૂહને તમારી તરફ દોર્યા કે જેથી કુરઆનને સાંભળે, અને જયારે હાજર થયા ત્યારે એકબીજાને કહ્યુ કે ચૂપ રહો અને ઘ્યાનથી સાંભળો, પછી જયારે તિલાવત પૂરી થઇ ત્યારે તેઓ પોતાની કોમ તરફ પાછા ફર્યા અને તેઓને ચેતવ્યા.
قَالُوۡا یٰقَوۡمَنَاۤ اِنَّا سَمِعۡنَا کِتٰبًا اُنۡزِلَ مِنۡۢ بَعۡدِ مُوۡسٰی مُصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیۡہِ یَہۡدِیۡۤ اِلَی الۡحَقِّ وَ اِلٰی طَرِیۡقٍ مُّسۡتَقِیۡمٍ ﴿۳۰﴾
(૩૦) કહ્યુ અય મારી કોમ! અમોએ એક એવી કિતાબને સાંભળી કે જે મૂસા પછી નાઝિલ કરવામાં આવી છે, તમારી પાસે (જે અગાઉની કિતાબ) છે તેને ટેકો આપે છે તથા હક અને સીધા રસ્તાની હિદાયત કરે છે.
وَ مَنۡ لَّا یُجِبۡ دَاعِیَ اللّٰہِ فَلَیۡسَ بِمُعۡجِزٍ فِی الۡاَرۡضِ وَ لَیۡسَ لَہٗ مِنۡ دُوۡنِہٖۤ اَوۡلِیَآءُ ؕ اُولٰٓئِکَ فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۳۲﴾
(૩૨) અને જે કોઇ અલ્લાહના તરફ દાવત આપનારને કબૂલ નહિં કરે તે ઝમીનમાં અલ્લાહને (અઝાબ આપવાથી) આજિઝ નહિં કરી શકશે, અને તેના માટે (અલ્લાહ) સિવાય કોઇ મદદગાર નથી, બેશક તેઓ ખુલ્લી ગુમરાહીમાં છે.
اَوَ لَمۡ یَرَوۡا اَنَّ اللّٰہَ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ لَمۡ یَعۡیَ بِخَلۡقِہِنَّ بِقٰدِرٍ عَلٰۤی اَنۡ یُّحۡیَِۧ الۡمَوۡتٰی ؕ بَلٰۤی اِنَّہٗ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۳۳﴾
(૩૩) શું તેઓ નથી જાણતા કે જે અલ્લાહે આસમાનો અને ઝમીનને પેદા કર્યા છે અને તે તેને બનાવવાથી કુદરત વિહોણો નથી થયો કે મુડદાઓને જીવંત કરે ? બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
وَ یَوۡمَ یُعۡرَضُ الَّذِیۡنَ کَفَرُوۡا عَلَی النَّارِ ؕ اَلَیۡسَ ہٰذَا بِالۡحَقِّ ؕ قَالُوۡا بَلٰی وَ رَبِّنَا ؕ قَالَ فَذُوۡقُوا الۡعَذَابَ بِمَا کُنۡتُمۡ تَکۡفُرُوۡنَ ﴿۳۴﴾
(૩૪) અને જે દિવસે નાસ્તિકોને આગ સામે રજૂ કરવામાં આવશે, (કહેવામાં આવશે) શું આ હક નથી?! તેઓ કહેશે કે અમારા પરવરદિગારની કસમ ! હા (આ હક છે) (અલ્લાહ) કહેશે કે તમે અગાઉ ઇન્કાર કરતા હતા તેના કારણે અઝાબની મજા ચાખો.
فَاصۡبِرۡ کَمَا صَبَرَ اُولُوا الۡعَزۡمِ مِنَ الرُّسُلِ وَ لَا تَسۡتَعۡجِلۡ لَّہُمۡ ؕ کَاَنَّہُمۡ یَوۡمَ یَرَوۡنَ مَا یُوۡعَدُوۡنَ ۙ لَمۡ یَلۡبَثُوۡۤا اِلَّا سَاعَۃً مِّنۡ نَّہَارٍ ؕ بَلٰغٌ ۚ فَہَلۡ یُہۡلَکُ اِلَّا الۡقَوۡمُ الۡفٰسِقُوۡنَ ﴿٪۳۵﴾
(૩૫) (પયગંબર !) તું એ રીતે સબ્ર કર જે રીતે અગાઉના ઉલુલ અઝમ રસૂલોએ સબ્ર કરી, અને તેઓ (ના અઝાબ) માટે ઉતાવળ ન કર! તે દિવસે જે કાંઇ વાયદો આપવામાં આવતો હતો તેને જોશે, (તેમને એવું લાગશે કે જાણે દુનિયામાં) તેઓ ફકત એક જ પળ રહ્યા હતા; આ પયગામ છે, (બધા માટે) અને શું નાફરમાન લોકો સિવાય બીજા કોઇ હલાક થશે?!